Wednesday, October 25, 2023

સજાતીય લગ્નના મુદ્દે -

સજાતીય લગ્નના મુદ્દે -


બહુસંખ્યવાદવાળી  નૈતિકતા બંધારણીય નૈતિકતાને હાવી થઈ ગઈ!

SC ends up privileging majoritarian morality over constitutional morality.

ગયા અઠવાડિયે દેશની સર્વોચ્ચ અદાલતે બહુમતીથી (3વિરુધ્ધ 2)ચુકાદો આપ્યો કે સમલિંગ જાતીય લગ્નને કાયદેસરના લગ્નનો દરજ્જો આપવામાં નહીં આવે!.સદર ચુકાદામાં એક બલિહારી છે કે ચીફજસ્ટિસ શ્રી ચંદ્રચુડ સાહેબ નો મત લઘુમતી  હતો. તે રીતે હવે તે ચુકાદો અમલમાં પણ આવ્યો. 

  

અંગ્રેજીમાં  સજાતીય સંબંધો ને સમજાવવા માટે એક સંયુક્ત શબ્દ છે.

    "LGBTQIA+"-

(1) Lesbian- સમલંગીક સ્ત્રી-એક બીજી સ્ત્રીને એકબીજા સાથે  જાતીય આકર્ષણ અને જાતીય સંબંધ .

(2)  Gay -સમલંગીક પુરુષ-એક બીજા પુરુષ સાથે જાતીય આકર્ષણ અને જાતીય સંબંધ પણ.

(3) Bisexual- સ્ત્રી અને પુરુષ બંને જાતિઓ  માટે કુદરતી જાતીય આકર્ષણ અને જાતીય સંબધો હોય.. સ્ત્રી તરીકે બીજી સ્ત્રી સાથે ઉપરાંત પુરુષ સાથે તો વિજાતીય સંબંધ હોય જ. તેવું જ બાયસેક્સુલ પુરુષનું વર્તન હોય.   

(4) Transgender-જન્મ સાથે મળેલ જાતિમાંથી ઉંમર વધતાં વિરુધ્ધ જાતિમાં પરિવર્તન સ્ત્રી હોય તો પુરુષ અને પુરુષ હોય તો સ્ત્રીમાં પરિવર્તન,

(5)  Queer-સમલંગીક લેસ્બિયન અને ગે બંને માટે વપરાય છે.

(6) Intersex individuals -જન્મ પહેલાંના  જનીન તત્વોના અનિયમિત  સંયોજન ને કારણે અથવા અને જન્મ સાથે સ્ત્રી- પુરુષના બંને અંગો સાથે જન્મ થવો.આ બાળકને લેસ્બિયન કે ગે તથા અન્ય કોઈ પોતાના જૂથમાં તેમને સ્વીકારતા નથી. 

(7)  Asexual -અજાતીય,અલંગિક,જાતીયસુખની ઈચ્છા વિનાનું,તે વૃતિની  કુદરતી ગેરહાજરી પણ  તે પુરુષ કે સ્ત્રી બે માંથી ગમે તેને  હોઈ શકે.


 દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ  સજાતીય બંને લેસ્બિયન અને ગે જુથોમાંથી કુલ 21  પિટિશન કરવામાં' આવેલી હતી.  


  1. આપણા દેશમાં તમામ ધર્મો અને કોમો માટે લગ્નની કાયદેસરતા માટે સ્પેસીઅલ મેરેજ એક્ટની જોગવાઈ મુજબ લગ્ન એટલે પુખ્ત ઉંમરના એક પુરુષનું,પુખ્ત ઉંમરની સ્ત્રી સાથે લગ્ન. કાયદેસરના  લગ્ન માટેની પૂર્વશરત લગ્ન ફક્ત  પુરુષ અને સ્ત્રી વચ્ચેજ  થઇ શકે . કાયદેસરનું લગ્ન બે સ્ત્રીઓ  વચ્ચે  કે  બે પુરુષો વચ્ચે ન થઈ શકે. સદર કાયદો સંસદ પસાર કરેલો છે. કોર્ટનું કાર્ય લગ્નની કાયદેસરતા નક્કી  કરવાનું છે. બીજુ સ્પેસીઅલ મેરેજ એકટમાં કોઈપણ જાતનો સુધારો વધારો કે રદબાતલ કરી  નવો કાયદો બનાવવાની સત્તા દેશની સંસદને છે. સદર લગ્નનો કરાર એ કાયદાકીય અધિકાર  છે. તે દેશના બંધારણે  બક્ષેલો  મૂળભૂત અધિકાર નથી. કોર્ટ લગ્ન કરવા કોઈને ફરજ પાડી  ન શકે.(Marriage is a statutory right but not a fundamental right.) 

  2. લેસ્બિયન અને ગે પિટિશનરના વકીલોની  દલીલ હતી કે  બે લેસ્બિયન કે બે ગે ના તમામ સંબંધોને  " સિવિલ યુનિયન" (The civil Union) બે પુખ્ત નાગરિકોના જોડાણ ગણીને  કાયદેસરતા આપો.

  3.  સામે પક્ષે  પક્ષકાર તરીકે  નરેન્દ્ર  મોદીજીની કેન્દ્ર સરકાર હતી. સરકારે સર્વોચ્ચ અદાલતમાં પોતાની  લેખિત  નીચે મુજબની દલીલો રજૂ કરી હતી.પ્રથમ  દલીલ  મોદી સરકારની હતી કે  તે સજાતીય લગ્નને ક્યારે કાયદેસર લગ્ન ગણશે નહીં.અને તે માટે નો કાયદો સંસદમાં પસાર કરાવશે નહીં.સરકારી વકીલે ખુલ્લી કોર્ટમાં સરકાર વતી  ભારપૂર્વક  જણાવ્યું હતું લગ્ન ફક્ત સ્ત્રી અને પુરૂષ સાથે જ થઈ શકે. વધારામાં બીજી  બે દલીલ કરી.સજાતીય લગ્નો ધાર્મિક મૂલ્યોની  વિરુદ્ધ છે.એટલું જ નહીં પણ આતો શહેરી ઉચ્ચવર્ગીય ફેસેનબલ વિચાર છે.( During the hearings, the government argued that a marriage is only between a biological male and a biological woman, adding that same-sex marriages went against religious values and that the petitions reflected only "urban elitist views." ઉપરાંત હિન્દુ ધાર્મિક જૂથોએ  તેનો સખ્ત વિરોધ એટલા માટે કર્યો કે તે ભારતીય સંસ્ક્ર્તિની વિરુધ્ધ છે.

  4. સજાતીય પુરુષ અને સજાતીય સ્ત્રીજૂથોને ખુબજ આશા હતી કે હાશ! હવે દેશના  બીજા સામાન્ય ગૃહસ્થીઓની માફક અમારું પણ કટુંબ બનશે.અમે બાળકો દત્તક પણ લઈ શકીશું. હાલમાં અમારે અંબા અને બહુચર માના ભક્ત  બનીને  જે પરોપજીવી જિંદગી  જીવવી પડે છે તેને બદલે ગૌરવભેર શૈક્ષણિક લાયકાત મેળવી  દેશના નાગરિક તરીકે  જીવન  જીવી શકીશું. હાલમાં તો અમને કોઈ નોકરીએ રાખતું  કે નથી કોઈ  ભાડે ઘર આપતું. નથી અમારું કોઈ બેંક માં ખાતું! પી ઈ ડબ્લ્યુ સર્વે  પ્રમાણે દેશમાં અમારી  વસ્તી કુલ વસ્તીના દસ ટકા છે. ઇન્ડિયન પીનલ કોડમાં સજાતીય પુરુષ સંબંધ ને  ગુનો  ગણીને ખૂની  જેટલી દસવર્ષની સજા હતી. જેને સને  2018માં તે કાયદો રદબાતલ કરવામાં આવ્યો છે.

  5. ચીફ જસ્ટિસ ચંદ્રચુડ સાહેબે  સરકારની એ દલીલની સખ્ત ટીકા કરતાં  જણાવ્યું હતું કે તમામ  "LGBTQIA+"-નાગરિકોના  લક્ષણો  કોઈ શહેરી ઉચ્ચ એલિટ  વર્ગનું સર્જન છે  તે સરાસર જુઠ છે. તમને ગામડામાં ખેતરમાં કામ કરતી બાઇમાં પણ દેખાશે. તે એક જીવશાસ્રીય ખોટા કુદરતી સંયોજનનું પરિણામ છે. સમાજ ,સરકાર અને ન્યાયતંત્રનું કામ તે બધાને મદદ કરીને દેશના સમકક્ષ નાગરિક બનાવવાનું છે. 

  6.  બંધારણના મૂળભૂત અધિકારોની જોગવાઇમાં કાયદા મજુબ સંબંધો બાંધી જુદા જુદા હિતો માટે એસોસિયેશન, મંડળી, જૂથોની રચના દેશના નાગરિકો  કરી શકતા હોય તો સજાતીય સંબંધોને " સિવિલ યુનિયન" ગણીને  તમામ કાયદાકીય જોગવી નો લાભ કેમ ન મળે? શું આ બંધારણીય અસમાનતા  અને ભેદભાવ નથી  બીજુ શું છે?  

  7. વિશ્વના લોકશાહી  દેશોમાં લેસ્બિયન અને ગે  મેરેજ અંગે કાયદાકીય અને સમાજનું વલણ  તે બધા અંગે  કેવું છે  તે હવે પછી ના લેખમાં.          


 






.



--

Monday, October 23, 2023

જાવેદ અખ્તર ના નિરીશ્વરવાદી વિચારો -



  જાવેદ અખ્તર ના  નિરીશ્વરવાદી વિચારો -

તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યમાં " સાંગલી " મુકામે એક " નેશનલ એથિસ્ટ  કોન્ફ્રન્સ " તા-16-17 સપ્ટેમ્બર સંપન્ન  થઈ . તેમાં મુખ્ય વક્તા  તરીકે " રિચાર્ડ ડોકિન્સ એથિયેસ્ટ એવોર્ડ  વિજેતા"  જાવેદ અખ્તર  હતા.નાસ્તિક પરિષદ  સમક્ષ રજૂ કરેલા વિચારોની  પ્રથમ ઝલક અને પછી તેની વિગતો  નીચે મુજબ છે.

  1. મારા જન્મ  પછી સૌ પ્રથમ મેં કોઈ અવાજ  મારા કાનમાં સાંભળ્યો હોય તો  કાર્લ માર્ક્સ ના " કોમ્યુનિસ્ટ  મેનીફેસ્ટો "ના સુપ્રસિધ્ધ વાક્ય નો " વિશ્વના મજૂરો  એક થાવ તમારે ફક્ત  તમારા હાથ ની બેડીઓ કે  સાંકળો સિવાય  કાંઈ  ગુમાવવાનું' નથી."

મારા પિતાજી ગ્વાલિયરની કોલેજમાં પ્રોફેસર હતા.તે સામ્યવાદી વિચારસરણી પ્રેરિત "પ્રગતિશીલ લેખકોનાં ગ્રુપના  અગ્રણી હતા.મારી મમ્મીની પ્રસુતિ ગ્વાલિયરની હોસ્પિટલમાં કરવામાં' આવી હતી.મારા જન્મ સમયે મારી નાનીના કેટલાક સગા તથા મારા પપ્પા ના ગ્રુપના મિત્રો પણ હતા.નાનીના સગાઓએ  મારા કાનમાં મુસ્લિમ બાળક તરીકે અઝાન તથા કુરાનની આયાત સંભળાવવાનું કહ્યું. મારા પિતાજીના સાથીદાર પાસે  કાર્લમાર્ક્સનો કોમ્યુનિસ્ટ મેનીફેસ્ટો હાથમાં હતો.પિતાજીએતે પુસ્તક  લઈને તેમાંથી ઉપરનું વાક્ય મારા કાન માં સંભળાયું!    

  1. મને આ હોલમાં આટલી મોટી સંખ્યામાં  ડેલીગેટ્સ ની હાજરી જોઈને સમગ્ર દેશમાં ફેલાયેલા અંધવિશ્વાસના અભેદ્ય અંધકારમાં આશાનું કિરણ દેખાય છે. 

  2. મારા મત મુજબ 21મી સદીમાં તો જેટલી સહજતાથી આપણે શ્વાસમાં પ્રાણવાયુ લઈએ છીએ તેટલીજ સહજતાથી નિરીશ્વરવાદી જીવન પદ્ધતિ પણ સ્વીકારેલી  હોવી જોઈએ. 22 મી સદીમાં ક્લાસના રૂમના વિદ્યાર્થીઓ એ હકિકત જાણીને પોતાની બેન્ચ પરથી ગબડી પડશે કે 21મી સદીમાં લોકો ધાર્મિક  હતા.અને સામસામી ધાર્મિક ગાંડપણમાં એકબીજા ના ગળા કાપતા હતા. 

  3.  આપણી અંધશ્રધ્ધાઓ આપણા તમામ વાસ્તવિક  જ્ઞાનની એક નંબરની દુશ્મન બની બેઠી છે. વિચાર અને વર્તનમાં વિસંવાદિતા સ્કીઝૉફ્રીનીયા(Schizophrenia)નો ભોગ બની બેઠી છે.આ એક માનસિક બીમારી છે.આપણો સમાજ જે પેલી વિસંવાદિતા છે,  માનસિક બીમારીનો ભોગ બનેલો છે. તે બધાની સંખ્યા 99 ટકા છે.અને જે એક ટકો મારા તમારા જેવા નિરીશ્વરવાદીઓ છે તેને  માનસિક બીમાર ગણે છે જેના જ્ઞાન અને વર્તનમાં કોઈ વિસંવાદિતા લેશ માત્ર નથી.પેલા બહુમતી માનસિક  પાગલોને તેનાથી સુખ, ચેન અને શાંતિ  મળતી હોય તો તમને નાસ્તિકોને  શા માટે પેટમાં દુ:ખે  છે? પણ તેમની રોગિષ્ટ શાંતિ  બીજાને સુખથી જીવવા  દેતી ન હોય તેનું શું ? તેમની વિસંવિદતા ભરેલી વર્તણુક સમાજને સદીઓથી ઉધઈની માફક  કોરી ખાતી આવી છે.   

  4. જ્યાં સુધી તમારા દીકરા-દીકરીઓ 18 વર્ષ સુધીની ઉંમરના  ન થાય  ત્યાં સુધી ધર્મ અને ઈશ્વર અંગેનું કોઈ બ્રેઈન  વોશ ન કરશો.તારે સારામાં હિંદુ બનવાનું છે કે સારા મુસલમાન બનવાનું છે તેવું તો સ્વપ્નમાં પણ ન શીખવાડશો.મારી સલાહ છે કે તે બધા 18 વર્ષની ઉંમરના થાય પછી વિશ્વના અગ્રેણી 10 ધર્મોના પુસ્તકો તેમને અભ્યાસ કરવા આપી દો અને જણાવો કે બેટા - બેટી ને  જણાવો કે હવે તેને જે ધર્મ યોગ્ય લાગે તે સ્વીકાર! બોલો? શું  જવાબ હશે તેમનો? મારા મત મુજબ તે કોઈ ધર્મ જ નહીં સ્વીકારે ! 

All religious parents should be punished under Child abuse Act for the irrational behaviour for  their children's  brain washing.     

  1. વિશ્વાસઅને શ્રધ્ધા બન્ને વચ્ચે શું તફાવત છે? મારે મન અંધશ્રદ્ધા અને શ્રધ્ધા જુદા  નથી.એક જ છે.વિશ્વાસનો આધાર પુરાવો, તર્ક અને અનુભવ છે.જયારે શ્રધ્ધા નો આધાર તમામ પુરાવા, તર્ક અને અનુભવના માપદંડોથી  પર છે.  

  2.  ધાર્મિકતા અને કોમવાદી હોવું બે વચ્ચે  શું તફાવત છે? ગાંધીજી ધાર્મિક હતા.પણ કોમવાદી ન હતા. તેઓને સર્વ ધર્મ સમભાવ માં વિશ્વાસ હતો.પણ નાસ્તિક( સેક્યુલર)ન હતા. મહંમદઅલી ઝીણા નાસ્તિક અને કોમવાદી બંને  હતા.પણ ધાર્મિક ન હતા. આરઆરએસ ના મૂળ સ્થાપકો નાસ્તિક અને કોમવાદી બંને હતા.પણ ધાર્મિક ન હતા. કોમવાદી નેતાઓ પછી  તે ગમે તે ધર્મના કેમ ન હોય તેઓ પોતાના ધાર્મિકોનો રાજકીય સત્તા માટે ઉપયોગ કરતા આવ્યા છે. 

  3.  ઈશ્વરમાં શ્રદ્ધા એટલે "પોસ્ટડેટેડ " ચેકના નાણાં મલશે પણ તમારા મૃત્યુ બાદ તેવો વિશ્વાસ.દરેક ધર્મ તેના અનુયાયીઓને ઉપદેશ આપે છે કે  તારા મૃત્યુ બાદ તારે સ્વર્ગના સુખો ભોગવવા હોય તો આ જીવનમાં તારી કમાયેલી બચત મારી અને મારા ઈશ્વરી એજન્ટો એ  નક્કી કરેલા ચોકઠાં અને માળખામાં વાપરી નાંખ!

  4. આ ઈશ્વર ક્યાં રહે છે એ તમને ખબર છે? મારા તમારા ઉપર જે આકાશ  દેખાય છે  તે તો તેનો ગ્રાઉન્ડ ફ્લોર છે.ઉપર બીજા સાત મજલા છે. સાતમા મજલે ઉપર એક પેન્ટ હાઉસ છે તેમાં તે રહે છે. તેમાં તેની ઓફિસમાંપૃથ્વી પરના  મારા તમારા નાનામાં કાર્યોની નોંધના ચોપડા છે. હિંદુ મૃત્યુ પામનાર માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નામ છે " ચિત્રગુપ્ત" તેની પાસે ફક્ત ભારતના હિંદુઓ, એનઆરઆઈ સહિતની નોંધ રાખવામાં આવે છે. પેલા કયામત અને મુક્તિની ઇંતેજાર  કરનારાઓ  માટે પંદરસો અને બે હજાર વર્ષ થી રાહ જોનારા માટે અનોખી  વ્યવસ્થા  કરવામાં આવી છે. इसको  इधर  ले आओ मगर उसको  यही मत लाना  उधर ले जाना।             

  5.  જે  નેતા પોતાના કાર્યો,નીતિ અને વર્તન સામે પ્રશ્ન કરવાની મનાઈ  કરે  તેના પર કોઈ ભરોસો રાખશો નહીં. કારણકે માનવી ઝાડ અને ગુફામાંથી નીકળીને 21મી સદી સુધી આવ્યો છે  તેનું કારણ  તે પ્રશ્ન પૂછતો આવ્યો છે. નહીં કે નેતામાં આંધળો વિશ્વાસ!  

જાવેદ અખ્તર ની સ્પીચ નો  ભાવાનુવાદ .તેમની સ્પીચ માટેની લીન્ક - https://mail.google.com/mail/u/0/?tab=rm&ogbl#inbox/KtbxLrjGSXvBTnpSvPrJZjpkDrKMVkLfdB?projector=1



--

Thursday, October 19, 2023

નિરીશ્વરવાદીઓને નિજી આર્થિક વિકાસ સાથે કેવો સંબંધ છે?


નિરીશ્વરવાદીઓને નિજી આર્થિક વિકાસ  સાથે  કેવો  સંબંધ  છે?


વૈશ્વિક કક્ષાએ ભૌતિક સુખાકારીના માપદંડોને આધારે જે તારણો ઉપલબ્ધ છે તે સાબિત કરે છે કે માથાદીઠ ઉંચી આવક ધરાવતા દેશોમાં નિરીશ્વરવાદી  નાગરિકોની વસ્તી સંખ્યા ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશો કરતાં ઘણી વધારે છે.

  •  વૈશ્વિક સ્તરપર સને1910માં 4ટકા વસ્તી નિરીશ્વરવાદી હતી.સને1990 તે વધીને 40 ટકા આશરે દસગણી વધારે થઈ ગઈ.કારણકે  વિશ્વનો સરેરાશ આર્થિક વિકાસ છેલ્લા આઠ -નવ દાયકાઓમાં ઘણો  વધ્યો છે. નિરીશ્વરવાદી ખ્યાલમાં નાસ્તિકો (Atheist)સંશયવાદીઓ (agnostic)અને જે ઈશ્વરનું અસ્તિત્વ છે અથવા નથી  બે માંથી કોઈમાં પણ શ્રધ્ધા ધરાવતા  નથી(nontheism) તેવાઓનો સમાવેશ છે.  

  •  અમેરિકામાં નિરીશ્વરવાદના માપદંડને નક્કી કરવા માટે એક " ઉત્પાદકીય ઓધોગિક સાહસિક " A metric called 'productive entrepreneurship" નો  ખ્યાલ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં 500 ઉપર રોજગારી આપતા નવા ઔધોગીક સાહસો તથા વ્યક્તિગત  ધોરણે ઔધોગિક સાહસ કરનારને આમેજ કરવામાં આવ્યા છે.

  • આશ્રર્ય  સાથે એવું તારણ  આવ્યું કે તે બધા મોટે ભાગે નિરીશ્વરવાદીઓ નીકળ્યા. તેની પાછળનું કારણ આ બધા ઔધોગિક સાહસિકો  પોતાની સાધન સંપત્તિ અને સમય ધાર્મિકતાને બદલે  પોતાના  નવા વ્યવસાયની સફળતા અને પડકારો પાછળ વાપરતા હતા. ઉપરાંત ધાર્મિકતાનો ખ્યાલ જે માનસિકતા સતત મનપર હાવી  જવાની તેમાંથી મુક્તિ મળવાથી આર્થિક સફળતા પ્રાપ્ત કરવી સરળ બની ગઈ.( religion "may create psychic costs to pursuing worldly gains.") સરળ  ભાષામાં  કહીએ તો આબધા નવા ઔધોગીક સાહસિકો  ભજન કરવાને બદલે  ધંધે લાગી ગયા.

  •   જે દેશોની પ્રજા પોતાનો સમય શક્તિ અને સાધન સંપત્તિ આર્થિક વિકાસમાં રોકે છે તે બધાની સરેરાશ માથાદીઠ આવક વાર્ષિક 30000 યુએસ ડોલર થી વધારે છે.

  • જયારે જે દેશોની પ્રજા પોતાનો સમય ,શક્તિ અને સાધન સંપત્તિ  સવારથી સાંજ સુધી પ્રાર્થના, ભજન, નમાઝ ,બંદગી વી, માનસિકતાની પાછળ ખર્ચે છે તેમની માથાદીઠ આવક 21મી સદીમાં પણ હજુ  5000 યુએસ ડોલરે પણ પહોંચી  નથી. 

  • તે દેશોની યાદીમાં ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન  સૌથી  મોખરે છે. અમારા આ પિતરાઈ ભાઈઓના દેશોના નેતાઓને પોતાની  પ્રજાને ધર્મની ચુંગલમાં કે ધર્મનું અફીણ પીવડાવીને પોતાની સત્તાના અફીણમાં કેમ પડી  રહેવું તેમાં નિપુણતા  મેળવી દીધી છે. સામુહિકતાની ઓળખની લોલિપ્પ મોઢામાં 24x 7 દિવસ મમળાવ્યાં કરવાનો આનંદ પેલા આધ્યાત્મિક સુખ કરતાં વધુ આપે છે.

  •    આ લેખમાં વૈશ્વિક સ્તર પર જે  દેશોમાં લોકશાહી રાજ્યવ્યવસ્થા છે તે દેશોની માથાદીઠ આવકને નિરીશ્વરવાદી નાગરિકોની સંખ્યાની માહિતી પુરી પડી છે. સામ્યવાદી દેશો જેવા કે રુશિયા,ચીન અને ઉત્તર કોરિયા કે લશ્કરી દેશોના આંકડાઓ લીધા નથી.કારણકે સામ્યવાદી  દેશોમાં નિરીશ્વરવાદ રાજ્ય પ્રેરિત  હોય છે.

—------------------------------------------------------------------------------


       (a) ઝેક રિપબ્લિક -78ટકા નિરીશ્વરવાદી -માથાદીઠ આવક $(યુએસ ડોલરની     નિશાની છે) 475247.

       (b)રિપબ્લિક ઓફ ઈસ્ટોનિયા -ઉત્તર યુરોપમાં' બાલ્ટીક સમુદ્ર પાસે આવેલ દેશ છે.વિશ્વ માં તેનું અર્થતંત્ર બધા દેશોની સરખામણીમાં સૌથી નાનું છે. પણ તેની 60%વસ્તી નિરીશ્વરવાદી  છે.જયારે ઈસાઈઓની વસ્તી 40% છે.માથાદીઠ આવક $31207 છે.

      (c ) જપાન -વિશ્વનો સૌથી ટેક્નોલોજી અને ઔધોગિક માપદંડોથી વિકસેલો દેશ છે.તેની કુલ વસ્તીના 60% લોકો નિરીશ્વરવાદી છે.માથાદીઠ આવક $33822 છે.પ્રજાનો ધર્મ બૌદ્ધ છે.  

      (d) હોંકોંગ (Hong Kong) 54% વસ્તી નિરીશ્વરવાદી-માથાદીઠ આવક- $74,598.


     (e)નેધરલેન્ડ 58% નિરીશ્વરવાદી - માથાદીઠ આવક- $63370.ઈસાઈ 40% વસ્તી.


     (f) રીપબ્લિક ઉરુગ્વે-દ- અમેરિકા -41% નિરીશ્વરવાદી-માથાદીઠ આવક-$ 22950.


    (g) ન્યુઝીલેન્ડ - 50% વસ્તી નિરીશ્વરવાદી છે.માથાદીઠ આવક-$ 48781 છે.


    (h) ફ્રાંસ -57% નિરીશ્વરવાદી- માથાદીઠ આવક $51660.

   

    (I) બ્રિટન -53% નિરીશ્વરવાદી.માથાદીઠ આવક-$ 49000.


    


(J) યુએસએ -23% નિરીશ્વરવાદી . માથાદીઠ -$70480.


(K) સ્વીડન -85% નિરીશ્વરવાદી- માથાદીઠ આવક - $65,842.

—-------------------------------------------------------------------------------------


****** માથાદીઠ આવક નીચેના દેશોની- જેના નિરીશ્વરવાદના આંકડા  મળતા નથી.

  પાકિસ્તાન -$1505, અફઘાનિસ્તાન -$368, ઈરાન- $4091, ઇરાક-4775, તુર્કી-9661, બાંગલાદેશ -$2475,ઇન્ડિયા -$2256, ઇન્ડોનેશિયા-$4277.

—--------------------------------THE END—---------------------------------------


--

Monday, October 16, 2023

નાસ્તિકવાદ અથવા નિરીશ્વર વાદ એટલે શું?

નાસ્તિકવાદ અથવા નિરીશ્વર વાદ  એટલે  શું?


    તેનો સીધો સાદો અર્થ  ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર. આ સાદા વાક્યની પાછળ ખુબજ ગંભીર અને મૂળભુત અર્થ  રહેલો છે. ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર એટલે આ પૃથ્વી,બ્રહ્માંડ અને માનવ સહિત તમામ સજીવનો સર્જનકર્તા  ઈશ્વર નથી.તે સત્ય હકીકતને અબાધિત રીતે સ્વીકારવી! તેમાં કોઈપણ પ્રકારનો સંશય કે  શંકા ક્યારેય રાખવી નહીં. તેથી તમામ પદાર્થો  ભૌતિક છે. તેના સંચાલનના નિયમો છે. પણ તેના સંચાલનમાં કોઈ ઈશ્વર કે દેવ જેવા બાહ્ય પરિબળની સ્હેજપણ દખલગીરી ક્યારેય હતી નહીં અને આજે પણ નથી અને તેથી ભવિષ્યમાં પણ થવાની નથી.

  તેથી તમામ  કુદરતી પરિબળો ભૌતિક છે.તે બધાજ  નિયમબધ્ધ છે. તેના સંચાલનના નિયમો માનવીય પ્રયત્નોથી સમજી  શકાય છે. તે જ્ઞાન આધારિત છે .જે વ્યક્તિ કે માનવસમૂહ જેટલા પ્રમાણમાં કુદરતના નિયમો સમજી શકે છે  તેટલા પ્રમાણમાં પોતાના વતર્માન ભૌતિક  જીવન ટકાવવા અને તેને એકબીજાના સહકારથી વધુ સમૃધ્ધ બનાવવામાં સફળ થાય છે. સામે પક્ષે જે વ્યક્તિ અને માનવસમૂહ કુદરતી નિયમબધ્ધતા આધારિત પોતાના વતર્માન   જીવન  સંઘર્ષને ઉકેલવાને બદલે " ભગવાન ભરોસે" પોતાનું નાવ હંકારવા પ્રયત્ન કરે છે તેની નાવની  અને તેના નાવિકની શું' દશા થાય  છે તે કમસેકમ 21મીસદીમાં  હજુ  સમજાવવાની જરૂર છે?

આજથી આશરે 2500 વર્ષ પહેલાં  ગ્રીક ભૌતિકવાદી પણ તત્ત્વજ્ઞાની ચિંતક એપિક્યુરસે ઈશ્વરના ખ્યાલને નીચે મુજબ તર્કથી પડકાર્યો હતો.

" ઈશ્વર  જો સર્વસત્તાધીશ હોયતો પૃથ્વી પરના માનવ દુઃખો કેમ દૂર કરી શકતો નથી? માટે તે સર્વસત્તાધીશ નથી. જો તે માનવ દુઃખો દૂર કરવાને શક્તિમાન  હોય તેમ છતાં ન કરે તો  તેનો અર્થ એ થાય કે તે દયાળુ અને પરોપકારી પણ નથી. ગ્રીક ચિંતકનું તર્કબધ્ધ તારણ હતું કે માનવી તરીકે ક્યારેય આપણે ઈશ્વર જેવા અદ્રશ્ય પરિબળોની  મદદ પર ભરોસો  રાખવો ન જોઈએ .વધારામાં ઈસાઈ, ઇસ્લામ અને હિંદુ જેવા અનેક ધર્મો અને  સંપ્રદાયો વિ, ઇશ્વરોના,કે  સર્વસત્તાધીશોના સંચાલનો ઉપર ક્યાં હશે? વળી તે એક જ સ્થળે હશે કે જુદા જુદા? 

ચલો! આપણે આપણી વાતજ કરીએ. મારી નિરીશ્વરવાદી પ્રતિબધ્ધતા અંગે.

મારે, આ પૃથ્વી પર, મારી જીવન જીવવાની સમસ્યાઓ મારા પ્રયત્નો થી જ ઉકેલવાની હોય તો, મારો પહેલો પ્રશ્ન મારી  જાતને, મારા સ્વને,પુછુ છું કે ભાઈ ! 'હું' જો પેલા દૈવી સર્જનની કઠપુતલીનું' પરિણામ  ન હોઉં, ન મારો  જન્મ કોઈ મારા  ભૂતકાળના  કર્મોનું' પરિણામ હોય,ઉપરાંત મારુ  વર્તમાન જીવન હું મારા મોક્ષ કે સારો પુનર્જન્મ મળે તે માટે પણ જીવતો ન હોઉં તો મારા વર્તમાન જીવનનો હેતું  શું  હોઈ શકે?  અથવા  હું મારુ જીવન કેવી રીતે જીવું'? કારણ કે  વર્તમાન જીવન એ જ મારુ સર્વસ્વ છે.તેના  પહેલાં કોઈ  મારુ  જીવન હતું નહીં અને વર્તમાન જીવનના અંત પછીની કોઈ કપોળ કલ્પનામાં મને લેશમાત્ર  રસ નથી.

 

   મારે  સારું જીવન જીવવું છે. ખરાબ કે દુઃખી જીવન  જીવવું નથી. પણ નિરીશ્વરવાદી માટે કયું જીવન સારું અને કયું જીવન સારું  નહીં?  તે કેવી રીતે નક્કી  કરીશું ? તેના કોઈ  માપ  દંડો હશે ખરા? મારે ધોરણસરનું કે આદર્શ અને કુદરતી નિયમબધ્ધતા ને સમજીને જીવન જીવવું હોય તો કેવી રીતે જીવવું?      

દરેક સજીવ પોતાના ઇન્દ્રિયજન્ય અનુભવોને આધારે સદ્વિવેકબુદ્ધીનો ઉપયોગ કરીને પોતાને માટે સારું શું કે ખોટું શું તે નક્કી  કરે છે. આમ ઇન્દ્રિયોને આનંદ આપે,પણ તેના આધારિત નિર્ણયોથી સમગ્ર જીવન સુખી, સમૃધ્ધ અને દીર્ઘવાન બને તે  જ સારું  જીવન કહેવાય!  આવું સુખ જ તમામ સુખોની સરખામણીમાં સર્વોત્તમ સુખ કહેવાય.( Pleasure is the greatest good of all goods.) તે સિવાય જે ઇન્દ્રિયજન્ય સ્પર્શોથી  દુઃખ પ્રાપ્ત થાય તેને  સુખ ક્યારેય કહેવાય નહીં! બીજું સુખના અતિરેકમાં (Hedonism) એટલે કે ભોગવીલાસમાં ખરેખર સુખને બદલે ભારોભાર અત્યંત દુઃખના પહાડ જ ઉભેલા હોય છે. જો આપણે આપણી ઇન્દ્રિયજન્ય અનુભવો અને તેના આધારિત સદ્વિવેકબુદ્ધિ નો ઉપયોગ કરીએ તો ખબર પડે ?  

ઉપરની ચર્ચાને આધારે એકવાત સત્ય છે કે સુખ ફક્ત ભૌતિક અને શારીરિક જ હોઈ શકે.(The most intense pleasure is the bodily pleasures.)

આપણને માનવી તરીકે ભૌતિક સુખ, તંદુરસ્ત ખોરાક,મદ્ય અને જાતીય સુખથી મળે છે.(We get those pleasure from food, wine & sexual pleasure.)પણ ત્રણેયના ઉપયોગનો અતિરેક સુખને બદલે  તમામ દુઃખો ના સર્જક હોય છે.કારણકે તે અતિરેકથી પ્રાપ્ત થયેલા સુખો અલ્પ જીવી  હોય છે.સદ્વિવેકબુદ્ધિ આધારિત કેળવાયેલી નૈતિક શિસ્ત તેના માટેની પૂર્વશરત છે. તે સમજાવવા  વધારે  ચર્ચાની  જરૂર નથી.

નિરીશ્વરવાદી તરીકે અને સાથે  સાથે ઉત્ક્રાંતિના શ્રેષ્ઠ સર્જન(પરિણામ) તરીકે આપણે આપણી જૈવિક વૃત્તિઓ (desire)ને સમજી લેવાની પણ જરૂર છે.

(અ) કેટલીક જૈવિક વૃત્તિઓ કુદરતી અને જીવન ટકાવી રાખવા અનિવાર્ય હોય છે.દા:ત રોટી કપડાં મકાન. જાતીય વૃત્તિઓ કુદરતીસહજ  છે,તેને કાયમ માટે નેસ્તનાબૂદ ન કરી શકીયે.

(બ) જાતીયવૃત્તિ કુદરતી સહજ છે.તેનું નિયમન શક્ય છે પણ તેની નેસ્તનાબૂદીના પ્રયત્નો સમસ્યાઓના ઉકેલ ને બદલે વધુ સમસ્યાઓનું સર્જન કરે છે.

(ક) કેટલીક વૃત્તિઓ બિનજરૂરી છે અને કુદરતી નથી. નાણાંની પાછળનો અતિરેક,તમામ પ્રકારની સત્તાઓ અને કહેવાતી સામાજિક પ્રતિષ્ઠાઓ પાછળની દોડ. સદર તમામ ક્ષેત્રોની  નિરીશ્વરવાદીઓના લિસ્ટમાંથી કાયમી બાદબાકી થયેલી હોય છે.

આમ સારૂ જીવન એટલે સાદું જીવન. જ્યાં સ્વશિસ્તને આધારે એકત્ર થયેલા નિરીશ્વરવાદીઓની મંડળી નીયમિત અર્થપૂર્ણ  માનવસમૃધ્ધ જીવનની અવિરત ખોજની ચર્ચામાં સતત રોકાયેલી હોય! તેજ તેમના  માટે શાશ્વત આનંદ છે  જે ભૌતિક ઓછો છે પરંતુ માનસિક અને  બૌદ્ધિક  વધારે હોય છે.        

  

 

   


              

 


  



--

Wednesday, October 11, 2023

“ અંધશ્રધ્ધા નાબૂદીનું” કર્ણાટક રાજ્ય કોંગ્રેસ પક્ષ મોડલ-


  "  અંધશ્રધ્ધા  નાબૂદીનું"  કર્ણાટક રાજ્ય  કોંગ્રેસ પક્ષ  મોડલ-


 મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, રાજ્યમાં બંધારણીય દેશભક્તિનો વિકાસ કરી રહ્યા છે.


  1.  વાસ્તુશાસ્ત્રની અંધશ્રધ્ધાને  નાબૂદી-   આપણા સમયમાં, મહાન મહત્વ ધરાવતા નાના પગલાં લેવા માટે થોડી રાજકીય હિંમતની જરૂર પડે છે. તેથી જ્યારે કર્ણાટકના નવા ચૂંટાયેલા મુખ્યપ્રધાન, સિદ્ધારમૈયાએ  વિધાનસભા  ખાતે તેમની ઓફિસમાં દક્ષિણ દિશાનો  દરવાજો ખોલ્યો, ત્યારે તે પાંચ વર્ષની લાંબી રાજકીય અંધશ્રદ્ધાને ટાળી રહ્યા હતા. તેણે કહ્યું, તેના બદલે, ઓરડામાં સારી વેન્ટિલેશન અને પ્રકાશ, અને "શુદ્ધ માનસિકતા" કરતાં વધુ સારી કોઈ વાસ્તુ નથી. સામા પ્રવાહે  તરવા આવા સરળ નિવેદન  કરવા પણ કેટલા મુશ્કેલ છે.

  2.  અંધશ્રધ્ધા  નાબૂદી માટે  કાયદો-   તત્કાલીન વિપક્ષ ભાજપ, JDS અને વિવિધ ધાર્મિક વડાઓના ઉગ્ર વિરોધને પગલે, કર્ણાટક પ્રિવેન્શન એન્ડ ઈરેડીકેશન ઓફ અમાનવીય દુષ્ટ પ્રથાઓ અને કાળો જાદુ અધિનિયમ, 2017 આખરે 2020 માં કાયદો બનાવવામાં આવ્યો છે. 

  3.    પ્રદક્ષિણા પવિત્ર સ્થાનો, યાત્રાઓ અને ધાર્મિક સ્થળોએ કરવામાં આવતી પરિક્રમા, તેમજ "મડેસ્નાન" ની પ્રચંડ પ્રથા-  જેમાં દલિતો બાકીના વધેલા  ખોરાક એકઠો કરવા પર આળોટે  છે  ભલે તે પ્રથાને  આમ  જો તે "સ્વૈચ્છિક"છે  તેમ  બતાવવામાં આવે છે તે બધાને  હવે ગેરકાયદેસરની યાદીમાં' મૂકી દીધા.

  4.    પરંતુ જ્યારે કર્ણાટક પ્રિવેન્શન ઓફ સ્લોટર એન્ડ પ્રિઝર્વેશન ઓફ કેટલ એક્ટ 2020 માં પસાર થયો ત્યારે એક હિંદુ " ધાર્મિક શુકન પ્રથા" ભાજપ સરકારએ     '' તેઓ એક ગાયને વિધાનસભા  પરિસરમાં લાવ્યા હતા.પરંતુ  મે 2023 માં આ બધી "શુભતા" તેમને બચાવી શકી ન હતી. 

  5.   ભાજપ સરકાર દ્વારા રાજ્યની ફેબ્રિકને થયેલા નુકસાનને પાછું લાવવા કોંગ્રેસ ઘણું બધું કરે છે. તેની "પાંચ ગેરંટી" પૂરી કરવા ઉપરાંત, અમારી પાસે હવે એક સરકાર છે જે તેની પોલીસને ધિક્કારવાળું ભાષણ, ધિક્કાર અપરાધ અથવા કોઈપણ જાહેર કૃત્યોમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવા સૂચના આપે છે જેને બસવરાજ બોમાઈ સરકાર દ્વારા "ન્યાયી પ્રતિક્રિયા" તરીકે નિયમિતપણે સ્વીકારવામાં આવી હતી.

  6.   આ કોઈ સરળ કાર્ય નથી, કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ દળમાં ઘણા લોકો તેમના હિંદુત્વ ઓળખપત્રોને સ્લીવમાં પહેરવા ટેવાયેલા હતા, તદ્દન શાબ્દિક રીતે - કેટલાક વિજયાદશમીના દિવસે, 2021ના દિવસે ફરજ પર કેસરી "મુફ્તી" પહેરીને આવ્યા હતા.  હિજાબ પહેરેલી મહિલાઓને વ્યંગાત્મક રીતે તેમની રાજકીય નિષ્ઠા જાહેર કરવી. આજે,સદર પોલીસતંત્રને  તેઓને તેમની બંધારણીય જવાબદારીની સતત યાદ અપાવવામાં આવે છે. 

  7.   ભાજપે તેમને બધાને  બતાવ્યું છે કે ભારતીય લોકો અને તેના પાલતુ ધ્યેયો વચ્ચે અસરકારક બંધન બનાવવા માટે પ્રતીકો મહત્ત્વપૂર્ણ છે. તેથી જ્યારે નવી  કર્ણાટક સરકારે જૂનની શરૂઆતમાં નિર્ણય લીધો કે બંધારણની પ્રસ્તાવના શાળાઓ અને કોલેજોમાં દરરોજ વાંચવામાં આવશે.અમારો પ્રયત્ન પ્રજાના દરેક વર્ગમાં "કાયદાઓ, મૂલ્યો અને વિચારોના સમૂહ પ્રત્યે શાંત, તર્કસંગત વફાદારી"  કેવી   રીતે વિકસે તેના  પર છે. આમ તો આ  અભિગમનું મુળ પેલા રાજકીય ચીંતક હેબર્મસએ કરેલી  દેશભક્તિની વ્યાખ્યા જ  છે.  

  8.  15 સપ્ટેમ્બર, 2023, વિશ્વ લોકશાહી દિવસ - ભગવદ ગીતાના પઠાનને  બદલે  રાજ્યના સમાજ કલ્યાણ પ્રધાન એચસી મહાદેવપ્પાએ 15 સપ્ટેમ્બર, 2023, વિશ્વ લોકશાહી દિવસની  ઊજવણીના સંદર્ભમાં લાખો વિદ્યાર્થીઓ અને નાગરિકોને શેરીના ખૂણા, શાળાઓ અને બજારોમાં ઉભા રહેવા, દેશના પવિત્ર પુસ્તક બંધારણ  પ્રત્યેની તેમની પ્રતિજ્ઞાને નવીકરણ કરવા વિનંતી કરી. અન્ય ધાર્મિક વિધિઓને બદલવા માટે આ કોઈ પોકળ વિધિ નથી. બંધારણીય દેશભક્તિની દિશામાં સરકારના પગલાના વધુ સંકેતો હતા.

  9.  કાવેરી જળ વહેંચણી વિવાદ પર તમામ પક્ષકારોની સલાહ લેવા માટે, નવી શિક્ષણ નીતિને બિનજરૂરી રીતે ઉતાવળમાં અને અવિચારી રીતે અપનાવવા પર રોક લગાવવા અને શાળાના પાઠ્યપુસ્તકોમાં વધુ ગંભીર ફેરફારોને દૂર કરવા માટે, સરકાર સાવચેતીપૂર્વક  તબક્કાવાર આગળ  વધી રહી છે .

  10. ગુલાબની પાંખડીઓની પુષ્પવર્ષા , બુકે , શાલ, હાર વિ થી મુખ્યપ્રધાનથી શરુ કરીને કોઈ પ્રધાનનું સ્વાગત નહીં. ફક્ત પુસ્તકોથી સ્વાગત માન્ય.પરંતુ આવા સંકેતો ક્રાંતિ નથી કરતા. જૂની આદતો સામે  સખત રીતે એક રચનાત્મક વિચાર  રજૂ કરે છે.

  11.  સર્જનાત્મક રીતે "કર્ણાટક મોડલ" પર પુનર્વિચાર કરવાની ઘણી તક છે. પરંતુ હાલ રાજ્યના લોકો ઘણા સમય બાદ અલગ હવામાં શ્વાસ લે છે.


લેખક -જાનકી નૈયર  બેંગ્લુરુ સ્થિત ઈતિહાસકાર છે. ( સૌ ઇન્ડિયન એક્સપ્રેસ)

 તા. 7મી ઓક્ટોબર ભાવનુવાદ .

 આગામી  લેખો - નિરીશ્વરવાદ  બીજો  લેખ - નિરીશ્વરવાદનો  વૈશ્વિક ઇતિહાસ .---------------------------------------------------------------------------------------------


"  અંધશ્રધ્ધા  નાબૂદીનું"  કર્ણાટક રાજ્ય  કોંગ્રેસ પક્ષ  મોડલ- સામે 


મોદી સાહેબના   મુખ્યમંત્રીશ્રી  ભુપેન્દ્ર  પટેલ ની ગુજરાત સરકારનું  અંધશ્રદ્ધા સંવર્ધન મોડેલ -

શનિવારે એક સરકારી રીલીઝમાં જણાવાયું છે કે વિવિધ સંસ્થાઓ અને ટ્રસ્ટો તરફથી તીર્થસ્થળોના વિકાસ માટે મળેલી દરખાસ્તોને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા "સાવધાનીપૂર્વક વિચારણા કર્યા પછી" આ નિર્ણય લેવામાં આવ્યો છે.કારણ કે મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે અને સુવિધાઓને અપગ્રેડ કરવાની જરૂર છે.





  1.  ગુજરાતપવિત્રયાત્રાધામ ડેવલપમેન્ટ બોર્ડ (GPYDB), ધાર્મિક મંદિરોની જાળવણી અને વિકાસ માટે કામ કરતી સરકારી સંસ્થાએ "નાના મંદિરો અને ગામ સ્તર" ના વિકાસ માટે રૂ.37.8 કરોડ ફાળવવા માટે "સૈદ્ધાંતિક મંજૂરી" આપી છે.

  2. કુલ ફાળવણીમાં સૌથી મોટો શેર મહેસાણા જિલ્લાના મંદિરોનો રૂ. 15.66 કરોડનો છે. મહેસાણામાંથી છ મંદિરો યાદીમાં છે - શ્રી ઠાકોરજી મંદિર ઉપેરા, શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ઉનાવા, શ્રી હનુમાન મંદિર, શ્રી શનિદેવ મંદિર, શ્રી દશામા મંદિર કડિયા અને શ્રીકૃષ્ણ મંદિર વલમ. 

  3.   વડોદરા જિલ્લા માટે, શ્રી વ્યાસેશ્વર મહાદેવીન બરકાલ સિનોર; ડભોઇમાં શ્રી ગઢ ભવાની માતાજી મંદિરના "ઉન્નતીકરણ" માટે રૂ. 7.45 કરોડ ફાળવવામાં આવ્યા છે; રાયપુરમાં શ્રીભાથીજી મંદિર અને પાદરા તાલુકામાં શ્રી મહીસાગર માતા મંદિર ડબકા. વધુમાં, અમદાવાદના ધોળકાના મોતીબોરુ ખાતે શ્રી ભટેડિયા ભાન મંદિર ના વિકાસ માટે રૂ. 4.09 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે રૂ. 4.48 કરોડ શ્રી ખોડિયાર માતા મંદિરના બ્યુટીફિકેશન માટે ફાળવવામાં આવ્યા છે અને 1 કરોડ, સમી આ વલ્લી જિલ્લાના 1 કરોડ વરુણાના પાટણ જિલ્લાના પાટણમાં વરૂણામાં. શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર મોડાસા ના વિકાસ માટે ચિહ્નિત. 47.57 લાખની ફાળવણી "રાજ્ય હસ્તકના મંદિરો" માટે કરવામાં આવી છે, જેમાં ચંદ્રાસણ મહેસાણા ખાતેના શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે. ઉપરાંત, પાટણ જિલ્લાના ભુતિયાવાસણા ખાતેના શ્રી ભુતેશ્વર મહાદેવ મંદિર માટે રૂ. 2.7 કરોડ ફાળવવામાં આવ્યા છે. ( સૌ. ઈ.એક્ષ ન્યુઝ તા.8-10-23.) 

ભાવાનુવાદ.

Sam
--

Tuesday, October 10, 2023

About Indian Caste System(1).


જો કે બલરાજ પુરીએ પુસ્તકની વિસ્તૃત ચર્ચા કરી છે, તેમ છતાં તેમણે તેમની ટિપ્પણીઓ માટે કરેલા લેખોની પસંદગી પસંદગીયુક્ત લાગે છે. ભારતમાં જાતિ વ્યવસ્થા પરના પુસ્તકમાં ઓછામાં ઓછા ત્રણ લેખો છે - કે.એમ. દ્વારા "જાતિ વ્યવસ્થા અને ભારતનું ભવિષ્ય". પણિકર, "ધ કાસ્ટ સિસ્ટમ" દ્વારા એમ.એન. રોય, અને તર્કતીર્થ લક્ષ્મણ શાસ્ત્રી જોષી દ્વારા "જ્યોગીરાવ ફૂલે - બળવાખોર અને રેશનાલિસ્ટ". જ્ઞાતિ એ ભારતીય સમાજને સામાજિક સમરસતા પ્રાપ્ત કરવામાં સૌથી મોટી અડચણ છે, અને કે.એમ. પણિકરે અવલોકન કર્યું છે કે, "ભારતમાં હેતુપૂર્ણ, બિનસાંપ્રદાયિક સમાજની રચના, જાતિ પ્રથાના સંપૂર્ણ નાબૂદીના આધારે જ શક્ય છે તે સાબિત કરવા માટે કોઈ દલીલની જરૂર નથી" (p.52). શ્રી પુરીએ પણીકરના જાતિ પરના લેખને ટૂંકમાં "જૂની તારીખ" તરીકે ફગાવી દીધા. હકીકતમાં જાતિ પરનો આ લેખ આજે સૌથી વધુ સુસંગત છે. તે એક અત્યંત શક્તિશાળી શત્રુ છે, જેની ઉપેક્ષા ન કરી શકાય તેટલી શક્તિશાળી છે, જેમ કે પનિકકર કહે છે, "ધર્મને તેના મહિમાનો ઉપયોગ કરવામાં આવે છે. ફિલોસોફી તેના ગુણગાન ગાવા માટે બનાવવામાં આવી છે. વિજ્ઞાન તેને અસ્પૃશ્ય રાખે છે, કારણ કે અંધશ્રદ્ધા એટલી બધી અવૈજ્ઞાનિક છે કે ભૌતિક વિશ્વની સૌથી મૂળભૂત શોધો વિશ્વાસ પર આધારિત માન્યતાઓને અસર કરતી નથી. ભારતીય સમાજના આ પાસા પર પ્રતિબિંબિત ન થાય અને આ પૂર્વવર્તી પ્રણાલીની નિંદા કર્યા વિના અમાનવીય દૃષ્ટિકોણ પૂર્ણ ન થાય તો સામાજિક ફિલસૂફી નામની કિંમત છે. શ્રી બલરાજ પુરી જેવા ઉદારવાદીઓ અને સમાજવાદીઓએ આપણા ભૂતકાળના કદરૂપી અવશેષો પર ચમકવું જોઈએ તે દુર્ભાગ્યપૂર્ણ છે. આજે પણ આપણા સમાજને કેન્સર છે. નોંધ કરો, તાજેતરની યુ.એન. ડર્બન કોન્ફરન્સ
--

Saturday, October 7, 2023

અંધવિશ્વાસની વ્યાખ્યા–અને તેના પરિણામો–

અંધવિશ્વાસની વ્યાખ્યા–અને તેના પરિણામો–

(1)            જે હકીકત ન હોય, જેનો પુરાવો ન હોય તો પણ તેના પર વિશ્વાસ રાખીએ તો તેને અંધશ્રધ્ધા કહેવાય! જેની જાણકારી નથી,માહિતી નથી, માટે તેને મારા પુરતું અજ્ઞાન કહેવાય.–મારી જાણકારીનો અભાવ–પરંતુ અંધવિશ્વાસ તેને કહેવાય કે જેની જાણકારી હોવા છતાં તેમાં વિશ્વાસ રાખવો! જુની વાતો, માન્યતાઓ વિ. જેનું અસ્તિત્વ જ નથી તેમાં શ્રધ્ધા રાખવાનું અને તે આધારિત નિર્ણય કરવાનું ચાલુ રાખવાનું તેનું નામ અંધશ્રધ્ધા. અંધવિશ્વાસ(Superstitions),દરેક ધર્મ સર્જકના ઉપદેશો, તેના પુસ્તકના લખાણોનું બિનશરતી(Unconditional surrender to)જ્ઞાન-વિજ્ઞાન,સદ્રવિવેક અને વાસ્તવિકતા આધારીત મુલ્યાંકન કર્યા સિવાય અબાધિત સ્વીકાર અને વર્તન. દરેક માનવ સમાજમાં આવી અંધશ્રધ્ધાઓ રાતોરાત કે એકાદ દિવસમાં પેદા થતી નથી. હકીકતમાં તે એક પ્રક્રિયા છે.. પેઢી દર પેઢી તે ચાલુ રહે છે. મા–બાપો પોતાના વારસદારોને પોતાની મિલકતની માફક વારસામાં રંગેચંગે હસ્તાંતર કરે છે.

(2)          અંધશ્રધ્ધા ફેલાવનારા મોટા ચેપી વાયરસો-

                દરેક સમાજમાં મા– બાપ અને કુટુંબના તમામ વડીલો પોતાના બાળકોમાં    અંધશ્રધ્ધા ફેલાવનારા મોટા ચેપી વાયરસો છે. પોલિયો, શીતળા, ટી.બી. કોરના–૧૯ જેવા અનેક ચેપી રોગોને અટકાવવાની રસી આપણે શોધી શક્યા છે. પણ પોતાના જ બાળકોમાં કુમળા મન પર જડબેસલાક અંધશ્રધ્ધાના બેકાબુ અસ્તિત્વ ધરાવતા વાયરસોના ટોળાની જંજીરો શરૂઆતમાં પાંચ વર્ષ સુધી લટકતી રહે છે; જેને અટકાવવાની રસી શોધી શક્યા નથી.

મનોવિજ્ઞાનના સંશોધનો મુજબ માનવ મગજમાં ડાબા જમણી બે ભાગો હોય છે. ડાબાભાગમાં તાર્કીક મુલ્યાંકન કરવાની શક્તી અને જમણા ભાગમાં લાગણીપ્રધાન, કલ્પનાઓ અને સંવેદીન શક્તિઓ વિકસેલી હોય છે. બાળકની પહેલાં પાંચવર્ષ સુધીની માનસિક સ્થિતિ એવી હોય છે કે તેના મગજમાં આ બધી ગ્રંથીઓ વિકસેલી હોતી નથી. તેનું વ્યક્તિત્વ ' Command & Obey ' વડીલોના હુકમોને સાંભળો અને બિનશરતી અમલ કરોની આસપાસ કુંઠિત થઇ જાય છે. બાળકને માનવ સહજ સાચું શું છે અને ખોટું શું છે તે નક્કી કરવાની તક પુરી પાડવાને કે વિકસાવવાને બદલે જાતભાતની માનસીક લોલીપપો રેડીમેડ ગળાવી દેવામાં આવે છે.પછી આવી રીતે બનેલા 'પોપટ'ના ગૌરવનો મહેમાનો સમક્ષ ટેસ્ટ લેવામાં આવે છે.

(3)           અંધશ્રધ્ધાને પડકારવાથી સમાજમાં ભુકંપનું સર્જન–

જ્યારે અંધશ્રધ્ધાને જ્ઞાન કે હકિકત આધારીત પડકારવામાં આવે છે ત્યારે જે તે સમાજમાં ભુકંપ પેદા થઇ જાય છે. તમામ સજીવ જીવોમાં અને ખાસ કરીને પ્રાણી જગતમાં માનવી માત્ર એવું એક પ્રાણી–સજીવ છે જે બીજાના અનુભવોમાંથી શીખે છે. દરેક પ્રાણીએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સ્વયં પોતે સંઘર્ષ કરવો પડે છે. જ્યારે માનવી એક સજીવપ્રાણી તરીકે અન્ય પ્રાણીઓ કરતાં સૌથી વધારે શારિરીક રીતે નબળું હોવા છતાં તે અન્ય મનુષ્યોના સહકારથી, ભાષા ને સમુહમાં જીવવાનું શીખીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં અને વિકસાવવામાં સફળ થયો છે.કારણકે તે શારીરિક રીતે અન્ય પ્રાણોની સરખામણીમાં અશક્ત હોવા છતાં તે મનમાંથી જે સ્ફોટક વિચારો નિકળે છે તે એટલા શક્તીશાળી હોય છે કે તેના જૈવિક સંઘર્ષમાં અન્ય પ્રાણીઓ કરતાં અનેક ઘણો શક્તિશાળી તેને બનાવી દીધો છે.

(4)           શિક્ષિત હોવા સાથે અંધવિશ્વાસને કેમ વ્યસ્ત સંબંધ નથી?

 જેટલો માણસ ભણેલો એટલો વધારે અંધશ્રધ્ધાળુ? અભણ લોકો ભુત,પ્રેત, જાદુટોણા, ભુઆ વિ. પર વિશ્વાસ રાખે છે. જ્યારે બુટ સુટ અને મોટી મોટી ડીગ્રીધારી લોકો–તેમની અંદરનો અંધવિશ્વાસ પણ સુટબુટ વાળો જ હોય છે. આંગળીઓ પર ગુરૂ, શનિ, શુક્રની વીંટીઓ લગાવે છે, ગળામાં રૂદ્રરાક્ષની માળાઓ પહેરે છે.આધ્યાત્મિક નામવાળા ખાસ બાબાઓ અને ગુરૂઓ પર વિશ્વાસ રાખે છે.ઘણા બધા વકીલો, ડૉકટર્સ, એન્જીયનર્સ અને બુધ્ધીજીવી વિષય નિષ્ણાતોની ઓફીસના પ્રવેશદ્રાર પર ઘોડાની નાળ લગાવેલી હોય છે. તેમના અંધવિશ્વાસ પણ 'પોષ' વૈભવી હોય છે.

(5)            જ્યાંથી વિજ્ઞાનનું ક્ષેત્ર પુરૂ થાય છે ત્યાંથી આધ્યાત્મનું ક્ષેત્ર શરૂ થાય છે.

 ટલે જે વિજ્ઞાનના નિયમો છે તે આધ્યત્મના ક્ષેત્રના નિયમોને લાગુ પડતા નથી. આ આપણા દેશનો ઉંડામાં ઉંડો ખાડો છે જેમાંથી મોટાભાગના ભણ્યાગણ્યા લોકો જિંદગીંભર બહાર નીકળી શકતા નથી. વધારામાં, જે આ ઉંડી ખાણમાંથી બહાર નીકળવા માંગે છે તે બધાને તે ક્યારેય બહાર ન નીકળે તેવી તમામ યુક્તિપ્રયુક્તિઓ સમાજ સંગઠિત રીતે કરતો રહે છે. તેમાં ધાર્મિક હિતો અને રાજકીય હિતોની ઘનિષ્ઠ જુગલબંધી હોય છે. આધ્યાત્મની કોઇપણ પ્રવૃત્તી ફક્ત અને ફક્ત માનવીના કે મારા તમારા ભૌતીક શરીરમાં જ શક્ય છે. ખાવા પીવા તથા શ્વાસોશ્વાસ કે શ્વસન ક્રીયા બંધ કરીને આધ્યાત્મની કોઇ પ્રવૃત્તી કરવી કે વિકસાવવી અસંભવ છે.ગૌતમબુધ્ધ રાજા સિધ્ધાર્થમાંથી તથાગત બુધ્ધ એટલા માટે બની શક્યા કે તેઓએ શરીરના દમનથી ઇશ્વર કે મોક્ષ શક્ય છે તે શાણપણ(?)નો માર્ગ કાયમ માટે ત્યજી દીધો હતો. આધ્યાત્મિક પ્રવૃત્તિ શરીરના સંચાલનના નિયમોથી સ્વતંત્ર હોઇ શકે તે ખ્યાલ મોટામાં મોટું જુઠ્ઠાણાથી વિશેષ કશું જ નથી.તે એક સંગઠિત હમબર્ગ છે.

(6)          જ્ઞાનવિજ્ઞાન અને અજ્ઞાનનું ક્ષેત્ર–

                જેટલું માનવ જાતમાં જ્ઞાન– વિજ્ઞાનનું ક્ષેત્ર વિકસે છે તેટલા જ પ્રમાણમાં    અજ્ઞાનની ક્ષિતિજો એટલા માટે વધે છે કારણકે તે અજ્ઞાન નવું જ્ઞાન પ્રાપ્ત કરવાના પડકારો પેદા કરે છે.માનવી સમક્ષ હંમેશાં અજ્ઞાનના પહાડ તો રહેવાના જ છે. પણ બે હજાર વર્ષો પહેલાં, કે પંદરમીસદીના સમયે જે માનવ જાત સમક્ષ અજ્ઞાનના ક્ષેત્રો હતા તેના કરતાં આજે ઘણા અજ્ઞાનના ક્ષેત્રો (કુદરતી નિયમો સમજીને) ઓછા થયા છે. પણ તેને કારણે આપણી અંધશ્રધ્ધાઓ કે અંધવિશ્વાસમાં કેમ ઓટ આવતી નથી? કારણે કે આપણે શક, તપાસ અને ખુલ્લા મનથી આપણી સમસ્યાઓને સમજવાના પ્રયત્ન કરતા નથી. ધર્મ તથા આધ્યત્મના કોઇ સર્જક હોય તો તે કાળામાથાનો માનવી છે. માનવીનું તે બધાએ સર્જન કર્યું નથી. જ્યારે માનવીનું જૈવીક સર્જન થયું ત્યારે માનવી અને જાનવર વચ્ચે કોઇ તફાવત ન હતો. તેનું તન ઢાંકવા કપડાં પણ ન હતાં. તેની પાસે સંદેશા વ્યવહારની ભાષા પણ ન હતી.તેના હાથમાં તે સમયે તાકાત ન હતી. સીંહ જેવા પંજા કે હાથી જેવી શારીરિક તાકાત પણ નહતી. પણ તેની પાસે એક નાનું સરખું મગજ હતું. જેમાં સૌથી વધારે શક્તિશાળી ક્રાંતિકારો વિચારો પેદા કરવાની તાકાત હતી. જીવન ટકાવવા તે સમુહમાં જીવનારૂ પ્રાણી તરીકે વિકસ્યું. માનવીએ કુદરતી નિયમો સમજીને, કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને આજનું વિશ્વ બનાવ્યું છે.માનવીની વિચાર કરવાની ક્ષમતાનું તે પરિણામ છે. હવે જો આપણે માનવીની વિચાર કરવાની અદમ્ય ઇચ્છાને જ રૂધી નાંખવાનું કામ કરે તેવી વ્યવસ્થાનું નિર્માણ કરીશું તો પરિણામ  કેવું આવશે? ભુતકાળમાં ધર્મે જે માનવ જાતના વિકાસમાં ફાળો આપ્યો, યોગદાન કર્યું તે હકીકત હોવા છતાં અત્યારે તેની પ્રવૃત્તિમાં નિયમન કે અંકુશની જરૂર છે.

(7)           ભારતના બંધારણમાં આમેજ કરેલા નિયમો– સિધ્ધાંતો નવો સામાજીક ધર્મ પેદા કરવા પુરી સક્ષમતા ધરાવે છે.સંસ્કૃતિ માનવ અસ્તિત્વનો એક અનિવાર્ય હિસ્સો છે. પણ ધર્મ નથી. આપણા દેશમાં જે લોકો બંધારણીય મુલ્યોને બદલે ' મનુવાદી વર્ણવ્યવસ્થા' ના નામે જે ફેરફાર લાવવા માંગે છે તે માનવ વિકાસના ઘડીયાળના કાંટા પાછા ફેરવવા મેદાને પડેલા છે. તેનાથી ખુબજ સાવધાન રહેવાની જરૂર છે. 

 

 

 


--

Thursday, October 5, 2023

બીહાર રાજ્યની જનજાતિ સર્વેનું તારણ–

બીહાર રાજ્યની જનજાતિ સર્વેનું તારણ–

બીહાર રાજ્યની કુલ વસ્તીના ૮૫ ટકા સર્વહારા, મિલકતવિહિન છે. આ બધા પાસે તેમના મા–બાપોએ વારસામાં આપેલી એક જ મિલકત છે. તે તેમની 'શ્રમશક્તિ'(labour power). જો દેશની ૮૦ કરોડ વસ્તી માસિક પાંચ કિલો અનાજ પર જીવતરના દહાડા કાઢતી હોય તો આ ટકાવારીના તારણો સમગ્ર દેશને પણ કેવી રીતે ઓછા લાગુ પાડે?

મોદીની કેન્દ્ર સરકારે સતત બિહાર રાજ્યમાં સદર જનજાતી સર્વે ન થાય માટે સુપ્રીમ કોર્ટ, બીહારની હાઇકોર્ટ અને પોતાની સત્તાના ઉપયોગથી શક્ય તેટલી રૂકાવટ કરવા મહાભગીરથ પ્રયત્નો કર્યા હતા. સત્તાના રાજકારણમાં જો દેશ વ્યાપી 'જનજાતિ' સર્વેના તારણો ખાસ કરીને 'जितनी आबादी उतना हकक,' જે જ્ઞાતિની  જેટલી વસ્તી તેટલું તેનું પ્રતિનિધિત્વ'.સદર હકીકત બની જાય તો ધાર્મીક ધ્રુવિકરણ અને નફરતના રાજકારણ આધરિત રાજકીય સત્તાના ભવિષ્યનું શું થાય!

બીહાર જનજાતી સર્વેના કેટલાક અગત્યના આંકડાઓ– (૧)રાજ્યમાં સૌથી વધારે પછાત જાતીઓની કુલ વસ્તીમાં ટકાવારી ૩૬ ટકા ઇબીસી (Extremely backward Castes constitute 36 percent of the population; (૨) અન્ય પછાત જાતીની ટકાવારી ૨૭ ટકા ઓબીસી(Other Backward Castes constitute 27 percent of the total population ) (૩)૨૨ ટકા દલિત,આદીવાસી, અન્ય મુસ્લીમ સહિત પછાત જ્ઞાતીઓ અને (૪) અન્ય સામાન્ય જાતીઓ અથવા ઉચ્ચ સવર્ણ જાતીઓ આશરે ૧૫.૫ ટકા(the general category, or "upper castes", at 15.52%).

પટના હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં બીહાર સરકારે પોતાની રજુઆત કરી હતી કે અમારો સદર સર્વે છે તે Census કે વસ્તી ગણતરી નથી. અમારે સરકાર તરીકે પ્રજાના કયા કયા વર્ગોના વિકાસ માટે કેવું આયોજન કરવાનું છે તેના નીતીવીષયક નીર્ણય લેવા માટે  'જનજાતી સર્વે' જરૂરી છે. જેને ઘણા કાનુની સંઘર્ષો ને વિઘ્નો બાદ મંજુરી મલી હતી. હજુતો આ જનજાતી સર્વેના ફક્ત જાતીગણ વસ્તીના આંકડા પ્રજા સમક્ષ રજુ કર્યા છે. દરેક જનજાતીના સભ્યોના આવકના કાયમી સાધનો,સભ્યોનું ભણતર, રોજગારી, સરેરાશ આયુષ્ય, સ્રી શિક્ષણ અને આરોગ્ય વિ. ના તમામ આંકડા જાહેર થયા નથી.

ગઇકાલે મંગળવારે છત્રીસગઢ રાજ્યના બસ્તર જીલ્લાના જગદલપુરની ચુંટણી સભામાં વડાપ્રધાન શ્રી મોદીજીએ કોંગ્રેસને પ્રશ્ન પુછયો હતો કે તમારી નીતી ''जितनी आबादी उतना हकक,' છે. બીહારમાં ૮૨ ટકા વસ્તી હિંદુઓની છે તો શું વિકાસના ફળો બધા હીંદુ બહુમતીને તમારા તર્ક પ્રમાણે આપી દેવાના? શું કોંગ્રેસ લઘુમતીઓના તમામ હક્ક લઇ લેવા માંગે છે? આજના ઇન્ડીયન એકસપ્રસમાં અંગ્રેજીમાં પ્રથમ પાને આ મુજબના સમાચાર આપ્યા છે. Does Cong want to take away minority rights, asks PM on caste census Says Cong for 'jitni abaadi utna haq', should Hindu majority take all rights-(News reported by – Raipur. JAYPRAKASH S NAID- 3rd October.)  મને અને તમને સારી રીતે ખબર છે કે આજે એપ્રીલ માસની પહેલી તારીખ નથી.

    જે નેતા અને પક્ષે દેશમાં તમામ લઘુમતીઓની જે સ્થિતિ કરી છે, જેના પડઘા યુનાઇટેડ નેશન્સની સભામાં પડયા છે તેનો સર્જક પેલા વાલીયા લુંટારામાંથી બનેલા રામાયણના સર્જક વાલ્મીકી બની જાય તો માનવ મનને તે સત્ય પચાવતાં સમય લાગે તેમાં મારા–તમારા મનનો શો વાંક?

આપણા સાહેબ આચુંટણી સભામાં દેશની લઘુમતીપર ઓવારી જતાં  હિંદીભાષામાં શું બોલ્યા તે નીચેની યુટયુબની લીક્માં જોવા વિનંતી છે.

Watch "Modi, Muslim & Election: ज़मीन खिसकी…मुस्लिमों की फिक्र करने लगे प्रधानसेवक !" https://youtu.be/ZmPrff01Oco?si=B4H3f7pfg2i3AFPJ

 

 

 

 

 


--