બીહાર રાજ્યની જનજાતિ સર્વેનું તારણ–
બીહાર રાજ્યની કુલ વસ્તીના ૮૫ ટકા સર્વહારા, મિલકતવિહિન છે. આ બધા પાસે તેમના મા–બાપોએ વારસામાં આપેલી એક જ મિલકત છે. તે તેમની 'શ્રમશક્તિ'(labour power). જો દેશની ૮૦ કરોડ વસ્તી માસિક પાંચ કિલો અનાજ પર જીવતરના દહાડા કાઢતી હોય તો આ ટકાવારીના તારણો સમગ્ર દેશને પણ કેવી રીતે ઓછા લાગુ પાડે?
મોદીની કેન્દ્ર સરકારે સતત બિહાર રાજ્યમાં સદર જનજાતી સર્વે ન થાય માટે સુપ્રીમ કોર્ટ, બીહારની હાઇકોર્ટ અને પોતાની સત્તાના ઉપયોગથી શક્ય તેટલી રૂકાવટ કરવા મહાભગીરથ પ્રયત્નો કર્યા હતા. સત્તાના રાજકારણમાં જો દેશ વ્યાપી 'જનજાતિ' સર્વેના તારણો ખાસ કરીને 'जितनी आबादी उतना हकक,' જે જ્ઞાતિની જેટલી વસ્તી તેટલું તેનું પ્રતિનિધિત્વ'.સદર હકીકત બની જાય તો ધાર્મીક ધ્રુવિકરણ અને નફરતના રાજકારણ આધરિત રાજકીય સત્તાના ભવિષ્યનું શું થાય!
બીહાર જનજાતી સર્વેના કેટલાક અગત્યના આંકડાઓ– (૧)રાજ્યમાં સૌથી વધારે પછાત જાતીઓની કુલ વસ્તીમાં ટકાવારી ૩૬ ટકા ઇબીસી (Extremely backward Castes constitute 36 percent of the population; (૨) અન્ય પછાત જાતીની ટકાવારી ૨૭ ટકા ઓબીસી(Other Backward Castes constitute 27 percent of the total population ) (૩)૨૨ ટકા દલિત,આદીવાસી, અન્ય મુસ્લીમ સહિત પછાત જ્ઞાતીઓ અને (૪) અન્ય સામાન્ય જાતીઓ અથવા ઉચ્ચ સવર્ણ જાતીઓ આશરે ૧૫.૫ ટકા(the general category, or "upper castes", at 15.52%).
પટના હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં બીહાર સરકારે પોતાની રજુઆત કરી હતી કે અમારો સદર સર્વે છે તે Census કે વસ્તી ગણતરી નથી. અમારે સરકાર તરીકે પ્રજાના કયા કયા વર્ગોના વિકાસ માટે કેવું આયોજન કરવાનું છે તેના નીતીવીષયક નીર્ણય લેવા માટે 'જનજાતી સર્વે' જરૂરી છે. જેને ઘણા કાનુની સંઘર્ષો ને વિઘ્નો બાદ મંજુરી મલી હતી. હજુતો આ જનજાતી સર્વેના ફક્ત જાતીગણ વસ્તીના આંકડા પ્રજા સમક્ષ રજુ કર્યા છે. દરેક જનજાતીના સભ્યોના આવકના કાયમી સાધનો,સભ્યોનું ભણતર, રોજગારી, સરેરાશ આયુષ્ય, સ્રી શિક્ષણ અને આરોગ્ય વિ. ના તમામ આંકડા જાહેર થયા નથી.
ગઇકાલે મંગળવારે છત્રીસગઢ રાજ્યના બસ્તર જીલ્લાના જગદલપુરની ચુંટણી સભામાં વડાપ્રધાન શ્રી મોદીજીએ કોંગ્રેસને પ્રશ્ન પુછયો હતો કે તમારી નીતી ''जितनी आबादी उतना हकक,' છે. બીહારમાં ૮૨ ટકા વસ્તી હિંદુઓની છે તો શું વિકાસના ફળો બધા હીંદુ બહુમતીને તમારા તર્ક પ્રમાણે આપી દેવાના? શું કોંગ્રેસ લઘુમતીઓના તમામ હક્ક લઇ લેવા માંગે છે? આજના ઇન્ડીયન એકસપ્રસમાં અંગ્રેજીમાં પ્રથમ પાને આ મુજબના સમાચાર આપ્યા છે. Does Cong want to take away minority rights, asks PM on caste census Says Cong for 'jitni abaadi utna haq', should Hindu majority take all rights-(News reported by – Raipur. JAYPRAKASH S NAID- 3rd October.) મને અને તમને સારી રીતે ખબર છે કે આજે એપ્રીલ માસની પહેલી તારીખ નથી.
જે નેતા અને પક્ષે દેશમાં તમામ લઘુમતીઓની જે સ્થિતિ કરી છે, જેના પડઘા યુનાઇટેડ નેશન્સની સભામાં પડયા છે તેનો સર્જક પેલા વાલીયા લુંટારામાંથી બનેલા રામાયણના સર્જક વાલ્મીકી બની જાય તો માનવ મનને તે સત્ય પચાવતાં સમય લાગે તેમાં મારા–તમારા મનનો શો વાંક?
આપણા સાહેબ આચુંટણી સભામાં દેશની લઘુમતીપર ઓવારી જતાં હિંદીભાષામાં શું બોલ્યા તે નીચેની યુટયુબની લીક્માં જોવા વિનંતી છે.
Watch "Modi, Muslim & Election: ज़मीन खिसकी…मुस्लिमों की फिक्र करने लगे प्रधानसेवक !" https://youtu.be/ZmPrff01Oco?si=B4H3f7pfg2i3AFPJ