Monday, October 23, 2023

જાવેદ અખ્તર ના નિરીશ્વરવાદી વિચારો -



  જાવેદ અખ્તર ના  નિરીશ્વરવાદી વિચારો -

તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યમાં " સાંગલી " મુકામે એક " નેશનલ એથિસ્ટ  કોન્ફ્રન્સ " તા-16-17 સપ્ટેમ્બર સંપન્ન  થઈ . તેમાં મુખ્ય વક્તા  તરીકે " રિચાર્ડ ડોકિન્સ એથિયેસ્ટ એવોર્ડ  વિજેતા"  જાવેદ અખ્તર  હતા.નાસ્તિક પરિષદ  સમક્ષ રજૂ કરેલા વિચારોની  પ્રથમ ઝલક અને પછી તેની વિગતો  નીચે મુજબ છે.

  1. મારા જન્મ  પછી સૌ પ્રથમ મેં કોઈ અવાજ  મારા કાનમાં સાંભળ્યો હોય તો  કાર્લ માર્ક્સ ના " કોમ્યુનિસ્ટ  મેનીફેસ્ટો "ના સુપ્રસિધ્ધ વાક્ય નો " વિશ્વના મજૂરો  એક થાવ તમારે ફક્ત  તમારા હાથ ની બેડીઓ કે  સાંકળો સિવાય  કાંઈ  ગુમાવવાનું' નથી."

મારા પિતાજી ગ્વાલિયરની કોલેજમાં પ્રોફેસર હતા.તે સામ્યવાદી વિચારસરણી પ્રેરિત "પ્રગતિશીલ લેખકોનાં ગ્રુપના  અગ્રણી હતા.મારી મમ્મીની પ્રસુતિ ગ્વાલિયરની હોસ્પિટલમાં કરવામાં' આવી હતી.મારા જન્મ સમયે મારી નાનીના કેટલાક સગા તથા મારા પપ્પા ના ગ્રુપના મિત્રો પણ હતા.નાનીના સગાઓએ  મારા કાનમાં મુસ્લિમ બાળક તરીકે અઝાન તથા કુરાનની આયાત સંભળાવવાનું કહ્યું. મારા પિતાજીના સાથીદાર પાસે  કાર્લમાર્ક્સનો કોમ્યુનિસ્ટ મેનીફેસ્ટો હાથમાં હતો.પિતાજીએતે પુસ્તક  લઈને તેમાંથી ઉપરનું વાક્ય મારા કાન માં સંભળાયું!    

  1. મને આ હોલમાં આટલી મોટી સંખ્યામાં  ડેલીગેટ્સ ની હાજરી જોઈને સમગ્ર દેશમાં ફેલાયેલા અંધવિશ્વાસના અભેદ્ય અંધકારમાં આશાનું કિરણ દેખાય છે. 

  2. મારા મત મુજબ 21મી સદીમાં તો જેટલી સહજતાથી આપણે શ્વાસમાં પ્રાણવાયુ લઈએ છીએ તેટલીજ સહજતાથી નિરીશ્વરવાદી જીવન પદ્ધતિ પણ સ્વીકારેલી  હોવી જોઈએ. 22 મી સદીમાં ક્લાસના રૂમના વિદ્યાર્થીઓ એ હકિકત જાણીને પોતાની બેન્ચ પરથી ગબડી પડશે કે 21મી સદીમાં લોકો ધાર્મિક  હતા.અને સામસામી ધાર્મિક ગાંડપણમાં એકબીજા ના ગળા કાપતા હતા. 

  3.  આપણી અંધશ્રધ્ધાઓ આપણા તમામ વાસ્તવિક  જ્ઞાનની એક નંબરની દુશ્મન બની બેઠી છે. વિચાર અને વર્તનમાં વિસંવાદિતા સ્કીઝૉફ્રીનીયા(Schizophrenia)નો ભોગ બની બેઠી છે.આ એક માનસિક બીમારી છે.આપણો સમાજ જે પેલી વિસંવાદિતા છે,  માનસિક બીમારીનો ભોગ બનેલો છે. તે બધાની સંખ્યા 99 ટકા છે.અને જે એક ટકો મારા તમારા જેવા નિરીશ્વરવાદીઓ છે તેને  માનસિક બીમાર ગણે છે જેના જ્ઞાન અને વર્તનમાં કોઈ વિસંવાદિતા લેશ માત્ર નથી.પેલા બહુમતી માનસિક  પાગલોને તેનાથી સુખ, ચેન અને શાંતિ  મળતી હોય તો તમને નાસ્તિકોને  શા માટે પેટમાં દુ:ખે  છે? પણ તેમની રોગિષ્ટ શાંતિ  બીજાને સુખથી જીવવા  દેતી ન હોય તેનું શું ? તેમની વિસંવિદતા ભરેલી વર્તણુક સમાજને સદીઓથી ઉધઈની માફક  કોરી ખાતી આવી છે.   

  4. જ્યાં સુધી તમારા દીકરા-દીકરીઓ 18 વર્ષ સુધીની ઉંમરના  ન થાય  ત્યાં સુધી ધર્મ અને ઈશ્વર અંગેનું કોઈ બ્રેઈન  વોશ ન કરશો.તારે સારામાં હિંદુ બનવાનું છે કે સારા મુસલમાન બનવાનું છે તેવું તો સ્વપ્નમાં પણ ન શીખવાડશો.મારી સલાહ છે કે તે બધા 18 વર્ષની ઉંમરના થાય પછી વિશ્વના અગ્રેણી 10 ધર્મોના પુસ્તકો તેમને અભ્યાસ કરવા આપી દો અને જણાવો કે બેટા - બેટી ને  જણાવો કે હવે તેને જે ધર્મ યોગ્ય લાગે તે સ્વીકાર! બોલો? શું  જવાબ હશે તેમનો? મારા મત મુજબ તે કોઈ ધર્મ જ નહીં સ્વીકારે ! 

All religious parents should be punished under Child abuse Act for the irrational behaviour for  their children's  brain washing.     

  1. વિશ્વાસઅને શ્રધ્ધા બન્ને વચ્ચે શું તફાવત છે? મારે મન અંધશ્રદ્ધા અને શ્રધ્ધા જુદા  નથી.એક જ છે.વિશ્વાસનો આધાર પુરાવો, તર્ક અને અનુભવ છે.જયારે શ્રધ્ધા નો આધાર તમામ પુરાવા, તર્ક અને અનુભવના માપદંડોથી  પર છે.  

  2.  ધાર્મિકતા અને કોમવાદી હોવું બે વચ્ચે  શું તફાવત છે? ગાંધીજી ધાર્મિક હતા.પણ કોમવાદી ન હતા. તેઓને સર્વ ધર્મ સમભાવ માં વિશ્વાસ હતો.પણ નાસ્તિક( સેક્યુલર)ન હતા. મહંમદઅલી ઝીણા નાસ્તિક અને કોમવાદી બંને  હતા.પણ ધાર્મિક ન હતા. આરઆરએસ ના મૂળ સ્થાપકો નાસ્તિક અને કોમવાદી બંને હતા.પણ ધાર્મિક ન હતા. કોમવાદી નેતાઓ પછી  તે ગમે તે ધર્મના કેમ ન હોય તેઓ પોતાના ધાર્મિકોનો રાજકીય સત્તા માટે ઉપયોગ કરતા આવ્યા છે. 

  3.  ઈશ્વરમાં શ્રદ્ધા એટલે "પોસ્ટડેટેડ " ચેકના નાણાં મલશે પણ તમારા મૃત્યુ બાદ તેવો વિશ્વાસ.દરેક ધર્મ તેના અનુયાયીઓને ઉપદેશ આપે છે કે  તારા મૃત્યુ બાદ તારે સ્વર્ગના સુખો ભોગવવા હોય તો આ જીવનમાં તારી કમાયેલી બચત મારી અને મારા ઈશ્વરી એજન્ટો એ  નક્કી કરેલા ચોકઠાં અને માળખામાં વાપરી નાંખ!

  4. આ ઈશ્વર ક્યાં રહે છે એ તમને ખબર છે? મારા તમારા ઉપર જે આકાશ  દેખાય છે  તે તો તેનો ગ્રાઉન્ડ ફ્લોર છે.ઉપર બીજા સાત મજલા છે. સાતમા મજલે ઉપર એક પેન્ટ હાઉસ છે તેમાં તે રહે છે. તેમાં તેની ઓફિસમાંપૃથ્વી પરના  મારા તમારા નાનામાં કાર્યોની નોંધના ચોપડા છે. હિંદુ મૃત્યુ પામનાર માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નામ છે " ચિત્રગુપ્ત" તેની પાસે ફક્ત ભારતના હિંદુઓ, એનઆરઆઈ સહિતની નોંધ રાખવામાં આવે છે. પેલા કયામત અને મુક્તિની ઇંતેજાર  કરનારાઓ  માટે પંદરસો અને બે હજાર વર્ષ થી રાહ જોનારા માટે અનોખી  વ્યવસ્થા  કરવામાં આવી છે. इसको  इधर  ले आओ मगर उसको  यही मत लाना  उधर ले जाना।             

  5.  જે  નેતા પોતાના કાર્યો,નીતિ અને વર્તન સામે પ્રશ્ન કરવાની મનાઈ  કરે  તેના પર કોઈ ભરોસો રાખશો નહીં. કારણકે માનવી ઝાડ અને ગુફામાંથી નીકળીને 21મી સદી સુધી આવ્યો છે  તેનું કારણ  તે પ્રશ્ન પૂછતો આવ્યો છે. નહીં કે નેતામાં આંધળો વિશ્વાસ!  

જાવેદ અખ્તર ની સ્પીચ નો  ભાવાનુવાદ .તેમની સ્પીચ માટેની લીન્ક - https://mail.google.com/mail/u/0/?tab=rm&ogbl#inbox/KtbxLrjGSXvBTnpSvPrJZjpkDrKMVkLfdB?projector=1



--