Saturday, January 27, 2024

આપણા દેશમાં નેતાની ભક્તિ કે વ્યક્તિ પૂજાનો મોટાપાયે અતિરેક જોવા મળશે.

Symposium on "Fascism and Future of Democracy in India"


 બાબાસાહેબ આંબેડકરે પોતાની છેલ્લી સાવચેતી  બંધારણીય સભાના આખરી દિવસે આપી હતી. સ્વંતત્રતા નામનું પુસ્તક લખનાર જ્હોન સ્ટુઅર્ટ મિલ (અંગ્રેજ બંધારણીયવિદ્દ )ના આ વાક્યનો ઉલ્લેખ કરીને લખ્યું  છે કે " મહાન માણસના ચરણોમાં  તમારી સ્વત્રતાઓને ક્યારેય ન્યોચ્છાવર  કરી દેશો નહીં. તમારા નેતામાં એવો આંધળો વિશ્વાસ મૂકીને અબાધિત રાજકીય સત્તાનું નિરૂપણ  ન કરી દેતા કે જેનો ઉપયોગ કરીને  તમામ લોકશાહી સંસ્થાઓનું ગળું દબાવી દઈ ને રૂઘી નાખવાની સત્તા સદર  નેતાને મળી જાય.!.
વિશ્વના  બીજા કોઈપણ  દેશની સરખામણીમાં આપણા દેશમાં નેતાની ભક્તિ કે વ્યક્તિ પૂજાનો મોટાપાયે અતિરેક જોવા મળશે. વ્યક્તિગત ધોરણે ધર્મમાં ભક્તિને મોક્ષ મેળવવાના એક માર્ગ કે સાધન તરીકે ગણવામાં આવે છે. પરંતુ લોકશાહી રાજ્યવ્યવસ્થામાં  તેના કોઈપણ નેતાની ભક્તિ કે વ્યક્તિપૂજા આખરે દેશ અને તેના આવા  નેતાની પણ અવનતીને નોતરે છે.અંતે તે નેતાને જે તે દેશનો અબાધિત સત્તા ભોગવતો સરમુખ્તયાર  બનાવીં  છે.
(But in politics, Bhakti or hero worship is a sure road to degradation and to eventual dictatorship.B.R.Ambedkar during his last speech in the Constituent Assembly)
 "મહામાનવન ભક્તિ" Cult of Superman.(M.N.Roy on the 'Cult of Superman' in his book on Fascism).
 હૈ! ભારતવાસીઓ! કદાપિ કોઈને મહામાનવ બનાવશો નહીં. મહામાનવ બનનારો હમેશાં ધર્મ આધારિત જીવનપદ્ધતિનો ટેકો લઈને બેલાગમ અબાધિત સત્તાની માન્યતાનો ઉપયોગ તેની પ્રજાને ધર્મનો દારૂ પીવડાવીને કરે છે. મહામાનવની ભક્તિ અન્યોની સાથે (ખાસકરીને તમામ લઘુમતીઓ સાથે) જંગલી પશુમય વ્યવહાર,હિંસા,દમન,કાયદાવિહીન શાસનની વંશવૃધ્ધિ કરે છે. ટૂંકમાં આ તમામ લક્ષણો ફાસીવાદી રાજ્ય વ્યવસ્થાના છે.જેને મહામાનવની ભક્તિથી ટેકો મળે છે.
" અમારી કબર કે સમાધિ પર ભલે કોતરાવવામાં આવે કે રાજ્યકર્તા તરીકે પાષાણ હ્ર્દયના,નિષ્ઠુર અને હિંસક હતા પણ અમે રાજ્યકર્તા તરીકે સારા જર્મન રાષ્ટ્રવાદી  હતા." હિટલર.
હિટલરના સાથીદાર ગોબેલ્સનું પ્રચલિત વાક્ય છે."રાજ્યકર્તાએ શાસન ચલાવવા પોતાના જ ઘડેલા કાયદાનો ભંગ કરવાની હિંમત હોવી જોઈએ."
"આવા મહાન કામ કરવા ઈશ્વરે તેમને ફક્ત નિમિત્ત માત્ર બનાવ્યા છે."
" Let it be written on our epitaph: We have been hard, we have been ruthless, but we have been good Germans National."(Hitler).  The cult of superman enabled another hero of  Hitlerism to cry  cynically: "The state must have the courage to break its own laws' (Goebbels).


   


 




--

Tuesday, January 23, 2024

મારી તાજેતરની પોસ્ટ “ઈશ્વર મૃત્યુ પામ્યો છે.”


મારી તાજેતરની પોસ્ટ "ઈશ્વર મૃત્યુ પામ્યો છે." તેણે અગ્નિ  ફેલાવાને બદલે પ્રકાશ ફેલાવ્યો છે તેનો આનંદ મને અનેરો છે.આભાર ફે.બી મિત્રોનો. હવે જે કોમેન્ટ આવી છે  તેના જવાબ આપું છું .

  1. સ્વામી બોઘી જાવેદ - "ઈશ્વર મૃત્યુ  પામ્યો છે" તેનો સાદો સીધો અર્થ એટલો જ છે પહેલાં સમાજ,માનવી અને તેની તમામ સંસ્થાઓ ઈશ્વર કેન્દ્રિત હતી.તે હવે સ્વકેન્દ્રીત માનવ બની ગયો હોવાથી તે સમજી ગયો છે કે સમગ્ર વિશ્વનો સર્જેક તો ફક્ત ને ફક્ત માનવી જ છે. સદીઓથી જે સર્જક હતો તેને ગુલામ બનાવીને  વિશ્વના તમામ ધર્મો તેના માલિક બની ગયા બેઠા હતા.માનવીના ખભા પર તે બધા ચઢી બેઠા હતા.તમામ ધર્મો અને તેના એજન્ટો હજુ માનવીના માથેથી ઉતરવાનું નામ જ દેતા નથી. આજે 22મી જાન્યુઆરીએ "અમે ભારતીયોએ વિશ્વગુરુ તરીકે તમામ  પેલા ભૌતિકવાદી દેશોની વૈજ્ઞાનિક શોધો અને ઇલેટ્રીક ઉપકરણોનો ઉપયોગ કરીને છડી પોકારીને બતાવી દીધું કે અમે અમારા  માથેથી અમારા રામજીને "સાહેબના નેતૃત્વની" મદદથી હજુ ઉતાર્યા નથી. જોઈલો! માનવ સુખાકારી માપદંડોથી અમે ઈશ્વર સુખાકારી માપદંડોને ફગાવી દઈને નિત્શે જાહેર કરેલ સત્યને આધારે  "ઈશ્વર મૃત્યુ  પામ્યો છે" તે પ્રમાણે જીવન જીવવાનું નક્કી કરેલ છે. 

  2. Chandresh Balar-Swami Bodhi Javed ઇશ્વર કી મૃત્યું કે બાદ હી મનુષ્ય કી ગરિમા ઉભર સકતી હૈ.ઐસા ભી કહા જા સકતા હૈ. ચંદ્રેશભાઇ, હું અને તમે ભૂલોમાંથી શીખતાં આવ્યા છીએ.તે માટે આપણે ઈશ્વરી સત્યોને પડકારવાં પડે! 

  3.  Harish Desai-અમેરિકાનાં ચલણ પર - અમે ઈશ્વરમાં વિશ્વાસ ધરાવીએ છીએ (In God, we trust) છપાયેલું એક જમાનામાં જોયેલું. આજે શું એ પરિસ્થિતિ બદલાઈ છે? હજુ તે ચાલું છે. અમેરિકન હ્યુમેનીસ્ટ એસોની તેની સામે લીગલ બેટલ ચાલુ છે.

Ketan Christie-શ્રોફ સાહેબ, તદ્દન ખોટી વાત છે. ઈશ્વર -બાઈબલના પવિત્ર ઈશ્વર જીવંત છે. દોસ્ત !આપનાથી જુદી અને તદ્દન વિરોધી વાત વિશ્વના તમામ મોટા 10 ધર્મો,તેના પુસ્તકો અને તેના પ્રચારકો 24 x7 કર્યાજ કરે છે.21મી સદીના માનવી માટે સવાલ છે કે પેલા દશ ધર્મોમાંથી તમારા ધર્મ સાથે કાંતો બધા સાચા કે બધાય ખોટા ?  ધર્મનિરપેક્ષ માનવવાદીનું એટલું જ સૂચન છે કે મારા તમારા બાળકોને 18 વર્ષની ઉંમર પછી પેલા 10 ધર્મોના પુસ્તકો તેની સામે ખડકી દેજો . પછી  ફક્ત એટલી જ શીખ આપજો કે દીકરા - દીકરી તમને  જે પસંદ  પડે તે ધર્મ સ્વીકારજો. શરત એટલી જ કે 18 વર્ષ સુધી મારા તમારા ઘરોમાં  ધર્મોની દુકાન બંધ  રાખવાની છે. અમને વિશ્વાસ  છે કે  તમારા વારસદારો ડેડીને પસ્તીવાલાને બોલવાનું  કહેશે! શંકા  હોય તો આ ચર્ચા પછી ઘરમાં પ્રયોગ કરી જોજો. તમારું સાહસ નિષ્ફ્ળ જાય તેવી મારી શુભેચ્છા .


--

Monday, January 22, 2024

Re: God is dead.

Good bipin bhai. I hope u r well. 

From: Bipin Shroff <shroffbipin@gmail.com>
Sent: Sunday, January 21, 2024 3:57:35 PM
To: shekhar.shroff.manavvad@blogger.com <shekhar.shroff.manavvad@blogger.com>
Subject: God is dead.
 

God is dead.- Friedrich Nietzsche, (1882)

(Good without God- American Humanist Association.)

ઈશ્વર મૃત્યુ પામ્યો છે. - ફેડ્રિક નિત્શે( જર્મન તત્વજ્ઞાની 1882)

(ઈશ્વરમાં આસ્થા રાખ્યા  વિના પણ તમે સારા માનવી બની શકો છો.અમેરિકન હ્યુમેનીસ્ટ એસો.) 

ઉપરના બે વાક્યોમાંથી  પ્રથમ વાક્ય  જર્મન તત્વજ્ઞાની નિત્શેએ ખુબજ ગમ્ભીરતાપૂર્વક લખેલું છે. તેનો સમાજ ખ્રિસ્તી સમાજ હતો. તેનો ઈશ્વરનો ખ્યાલ પણ જે તે ધર્મ સંબંધી છે.એટલે કે જયારે તે એમ કહે કે ઈશ્વર મૃત્યુ પામ્યો છે તેનો અર્થ એ થાય કે ખ્રિસ્તી સમાજના ઈશ્વરના ખ્યાલની વાત લેખક કરે છે. ખ્રિસ્તી ધર્મ આધારિત જીવન પદ્ધતિ અને ઉપદેશો પ્રમાણે ખ્રિસ્તી લોકો જીવન જીવવાનું પસંદ કરતા નથી.અરસપરસના માનવીય નૈતિક વ્યવહારો માટે તે ધર્મના નૈતિક ઉપદેશોની જરૂર નથી.તેથી તે ધર્મના ઈશ્વરની પણ જરૂર નથી. આમ ખ્રિસ્તી ધર્મ માનવીય નૈતિક વ્હવહારો માટે બિનજરૂરી બની જાય પછી, તેના આધારિત ઈશ્વરની પછી શું  ઉપયોગીતા? 

ઈશ્વર અને બાયબલ બંને ની બાદબાકી કરીએ તો નવો સમાજ ક્યા નૈતિક મૂલ્યો આધારિત પેદા કરી શકાય? તેનો જવાબ પશ્ચિમી સમાજે કેથોલિક ધર્મ સામે છેલ્લા 500 વર્ષના સંઘર્ષ પછી આપી દીધો છે.સદર ધર્મે જે કોઈ સંસ્થાઓ વારસામાં આપી હતી  જેવી કે કુટુંબ, લગ્ન, વ્યક્તિ અને વ્યક્તિ તથા વ્યક્તિ અને સમાજ સાથેના નૈતિક સંબંધો અને વ્યકતિ અને ધર્મ અને તેના પરોપજીવીઓ સાથેના સંબંધો, તેણે આપેલા વ્યક્તિ અને મૃત્યુ પછીના ઉપદેશો, તમામ શોધી શોધી ને કબરમાં દફનાવી દીધા છે.નિત્શે ને  કહેવા પ્રમાણે " બોલ  હે માનવી! તારો ધર્મ અને તેને બનાવેલો ઈશ્વર બંને  મરી પરવાર્યા છે. હવે તારે તારા જેવા માણસોની મદદથી આત્મવીશ્વીસથી તારી જીવન નાવ ચલાવવી  છે?"

ઈશ્વરમાં આસ્થા રાખ્યા  વિના પણ તમે સારા માનવી બની શકો છો.અમેરિકન હ્યુમેનીસ્ટ એસો. 

હૈ અમારા રામજી,

આજના દિવસે તો  તમે આ દેશની પ્રજાને  સાચુ જ કહી દો ! અમારા પુજનીય રામજી! કેમ તમારા ભણેલા ગણેલા યુવાનો " God is Dead "ના દેશોમાં જવા "આકાશ- પાતાળ"એક કરી રહ્યા છે? પછી  તમારે એમની પાછળ જવું  પડશે? 


--

Wednesday, January 17, 2024

અમારા દેશની રાજ્યસભામાં (House of Lords) કોઈપણ ધર્મ કે તેના પ્રતિનિધિઓ ન જોઈએ.-

અમારા દેશની રાજ્યસભામાં (House of Lords) કોઈપણ ધર્મ કે તેના પ્રતિનિધિઓ  ન જોઈએ.-ધર્મનિરપેક્ષ માનવવાદીઓ.(No, we don't need 'more religion' in the Lords, says Humanists UK-15 January, 2024).

ગયે અઠવાડિયે યુકેની સંસદના ઉપલાગૃહના સ્પીકરે એવી ભલામણ કરી હતી કે હાઉસ ઑફ લોર્ડમાં ફક્ત કેથોલિક ફાંટાના ખ્રિસ્તી ધર્મના(26)જ નહીં પણ પ્રોટેસ્ન્ટ અને અન્ય ધર્મના પ્રતિનિધિઓને પણ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓ તરીકે નિમણુંક કરવી જોઈએ.

ધર્મનિરપેક્ષ માનવવાદીઓએ રજુઆત કરી હતી કે, જે લોકો જીવી ન શકે તેમ હોય  અને કોઈપણ પ્રકારથી દવાથી પણ બચી ન શકે તેવા હોય, તેવા રોગોથી રિબાતા હોય (Terminally ill) તેવા દર્દીઓને મેડિકલ વિજ્ઞાનની મદદથી  દુ;ખદ મૃત્યુને સહારે ત્યજી દેવા ને વિકલ્પે સ્વૈચ્છિક મૃત્યુ થાય તે બિલ પસાર કરવામાં કેથોલિક ખ્રિસ્તી પ્રતિનિધિઓએ વિરોધ કર્યો હતો. 

   કારણકે ધર્મ પ્રમાણે તમે મૃત્યુ સમયે રિબાવ અને દુ:ખી થાવ તો જ ભગવાનને યાદ કરો અને તે અંધશ્રદ્ધાના આધારિત ધર્મની દુકાન ચાલે !દેશમાં  કેથોલિકની સામે પ્રોટેસ્ટંટ વાળા ખ્રિસ્તીના ધર્મની શાખાના 81% અનુયાયીઓએ સદર બિલને  ટેકો આપ્યો હતો.

વિશ્વના કોઈપણ લોકશાહી દેશની સંસદ એ પાછલે કે આગલે બારણે ધર્મને ઘુસડાવાનું સાધન નથી.ખરેખર તો આ બધા જુદા જુદા ધર્મોની પકડમાંથી દેશના નાગરિકોને મુક્ત કરવા માટેનું કોઈ માનવ સર્જિત પાયાનું ક્રાન્તિકારી સાધન હોય તે સંસદ છે.

 આજે વિશ્વના લોકશાહી દેશોના માથે " પનોતી' બેસી ગઈ છે કે જે તે લોકશાહી દેશોમાં ધર્મના આંચળ નીચે પોતાની જાતને છુપાવીને આ બધા પરિબળો લોકશાહીનું જ ગળું  દબાવી દેવા સંગઠિત રીતે ભેગા થઈ ગયા છે. લોકશાહી રાજ્ય વ્યવસ્થાનો આધાર  જ માનવ માત્ર જન્મથી જ સમાન છે, સ્વતંત્ર છે, કોઈ ઉંચો નથી, કોઈ નીચો કે હલકો નથી. માનવ જન્મ માત્ર ને માત્ર એક નિરિશ્વરી ઘટના છે. તેમાં કશું ઈશ્વરી નથી. ધર્મના નામે પોતાની સત્તાની નાવ ચલાવવા નીકળી પડેલા ખરેખર " ઘેટાની  ખાલ પહેરીને નીકળી પડેલા લોહી તરસ્યા વરુઓ જ છે!" તે બધાને આપણા અને આપણી ભવિષ્ય ની પેઢીના હિતમાં બને તેટલી ઝડપથી ફગાવી દેવામાં જ આપણું સુખ છે.

( યુકે માં 1,20000 કાયદેસરના નોંધાયેલા સેકયુલર હ્યુમૅનિસ્ટના સભ્યો છે.)   



--

Sunday, January 14, 2024

હૈ! 140 કરોડ દેશવાસીઓ!21મી સદીમાં તમને ખબર છે ખરી કે “આપણા મોદી સાહેબ”


હૈ! 140 કરોડ દેશવાસીઓ!21મી સદીમાં તમને ખબર છે ખરી કે    "આપણા મોદી સાહેબ"
ને જ ભગવાને રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા પસંદ કરી દીધા છે.માટે બીજા કોઈની જરૂર નથી. ગઈ કાલે સાહેબે રેડિયો સંદેશમાં જણાવી દીધું છે કે"મહાપુરુષો અને તપસ્વી આત્માઓએ  કહ્યું છે કે જેના હાથે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાવવાની હોય તેને તે કરતાં પહેલાં "તેનામાં દૈવી ચેતના જાગૃત કરવી પડે! તે પ્રાપ્ત કરવા શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે કઠોર વ્રત અને નિયમો પાલન કરવા પડે. હું રેડિયો પર થી જાહેર કરું છું  કે" મેં નરેન્દ દામોદરદાસ મોદીએ " આજથી 11 દિવસ સુધી તે પ્રમાણે વ્રત-નિયમો શરૂ કરી દીધા છે. આ ઇશ્વરી સંદેશો મારા સિવાય બીજા કોઈ પવિત્ર ભારતીયને  મળી શકે જ નહીં. તેની નોંધ લેવી. કારણ કે હું સાલ  2002થી ઈશ્વરનો ખાસ પસંદ કરેલો માણસ છું .
મોદીજી,
રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને બહાને, હિંદુ મતના ધ્રુવીકરણ માટે
આવા બધા અવૈજ્ઞાનિક,સદબુદ્ધિ વિવેકહીન અને અંધશ્રદ્ધા ને પોષનારા વલણો સંપૂર્ણ અયોગ્ય છે,નિંદનીય છે. નવી પેઢી માટે આ દેશના વડાપ્રધાનને ટીવી પર 11 દિવસ સુધી મંજીરા વગાડતો જોવો એ ખુબજ આધાતજનક અને વિશ્વ સમક્ષ અમને શરમજનક લાગે છે .
વિશ્વના 200 દેશોમાંથી એક વડોપ્રધાન કે પ્રમુખ બતાવો કે જે દિવ્ય ચેતના ( બિલકુલ સત્યહીન અને જુઠ્ઠી )પ્રાપ્ત કરવા આવા બધા ધંધા દેશ સમક્ષ કરતો હોય! રાજકીય સત્તાની ભૂખ,ખેવના આટલી નિમ્ન કક્ષાએ પહોંચાડી દેશે  એવી અપેક્ષા અમે, નાગરિકો તરીકે  તમારી  પાસેથી ક્યારેય રાખી ન હતી.
  તમારા કયા કયા મહાત્માઓ અને તપસ્વીઓ છે તેના નામો આપો? અમે જાણવા માંગીએ છીએ? તમારા જેવા અમારા પ્રશ્નો  બહુ મોટા નથી  પણ  80 કે 90 કરોડ લોકોને ગૌરવ હીન પાંચ કિલો અનાજ તમારી મહેરબાની થી લેવાની લાઈન માંથી મુક્તિ અપાવે! તેવી વિધિ કરવાનું  અમને શીખવાડે! આપ સાહેબને દેશની પ્રજાએ પોતાની રોટી, કપડાં અને મકાન, બેરોજગારી, મોંઘવારી વી, સમસ્યાઓ ઉકેલવા  દિલ્હીની ગાદીપર આપણે 10 વર્ષથી મોકલેલા છે નહી કે 11 દિવસ મંજીરા વગાડવા !
બધા માણસોને બધા સમય માટે મોદીજી, મૂર્ખ બનાવી શકાતા નથી.
આપનું હિન્દીમાં રેડિયો પરનું પ્રવચન અને તેનો અંગ્રેજી તરજુમો પણ અહિયાં  રજૂ કરેલ છે.  
महापुरुषों और तपस्वी आत्मा ने जैसा हमारे शास्त्रों में  भी
कहा  गया है ,हमें ईश्वर के यज्ञ  के लिए, आराधना के लिए,स्वयं में भी देवी चेतना जागृत करनी होती है | इसके के लिए  शास्त्रों में
व्रत और कठोर नियम बताये गये है  जिन्हें  प्राण  प्रतिष्ठा के पहले  पालन करना होता है |
इसलिए आध्यात्मिक यात्रा की पहले कुछ तपस्वी  आत्मा आओ  और महापुरुषों से मुझे जो मार्गदर्शन मिला है, उन्होंने जो  यम-नियम  सुझाए है  उसके अनुसार  मै आज से  ग्यारह दिन का विशेष अनुष्ठान आरंभ  कर रहा हूँ |  " वडाप्रधान  मोदीजीका  रेडियो सन्देश "      
" Modi began the special 11-day exercise on Friday,as he spoke about 'experiencing feelings like never before in his life'. He also said that 'God has chosen him as an instrument to represent all Indians during the 'pran Pratishtha's exercise.( સૌ Ind Exp 13-01-24)
    
--

Saturday, January 13, 2024

અમારા મર્યાદા પુરુષોત્તમ રામજી


અમારા મર્યાદા પુરુષોત્તમ રામજી " દેશના પેલા "જયશ્રી રામવાળા" ની નાગચૂડ પકડમાંથી દેશની  જનતાને ક્યારે મુક્તિ અપાવશો!"

ભાજપ સંચાલિત ગુજરાત સરકાર અને દિલ્હીની  મોદી સરકાર જો દેશની સર્વોચ્ચ અદાલતને  છેતરી શકે તો " કાયદાનું શાસન ક્યાં  શોધવા જવું? આપણને સૌને  ગુજરાતના નાગરિકોને સારી રીતે ખબર છે કે સને 2002ના તોફાનો " જયશ્રી રામ" ના નારા બોલાવીને કોને કરાવ્યા હતા અને કર્યા હતા.

  1. 15મી ઓગસ્ટ 2022ના રોજ ગુજરાત સરકારે બિલ્કીશબાનુના કેસમાં સાબિત થઇ  ચુકેલા 11 આજીવન કેદની સજા ભોગવતા કેદીઓને જેલમાંથી કાયમી સજા મુક્તિ (  remission granted)કરી.તેની પૂર્વ મંજૂરી દિલ્હીના અમિત શાહના ગૃહમંત્રાલયે ગુજરાત સરકારની સદર અરજી મળતાંજ 15 દિવસમાં આપી દીધી હતી. ગોધરા સબજેલની બહાર ભાજપના ધારાસભ્ય અને અન્ય કાર્યકરોએ મુક્ત થયેલ કેદીઓનું  ફુલહારથી સ્વાગત કર્યું અને તે બધાને મીઠાઈ ખવડાવી હતી.  

  2. ગુજરાત સરકારના સદર નિણઁય સામે બિલ્કીશબાનુ ઉપરાંત પ.બંગાળના એમ પી મહુવા મોહીત્તરા,પ્રોફેસર રેવતી લોલ, એડવોકેટ ઇન્દિરા જયસિંગે અને વૃંદા ગ્રોવર   સર્વોચ્ચ અદાલત સમક્ષ ગુજરાત સરકારનો જેલમુક્તિ હુકમ રદબાતલ કરવા યાચિકા દાખલ કરી હતી. 

  3. 08-01-24ના રોજ સર્વોચ્ચ ન્યાયાલયના માનનીય ન્યાયાધીશ Justice B V Nagarathna and Justice Ujjal Bhuyan સર્વાનુમતે પથદર્શક (LandMark Judgement) ચુકાદો ગુજરાત સરકાર વિરુદ્ધ આપ્યો છે.પેલા11 ગુનેગારોને પંદર દિવસની અંદર જે તે જેલમાં હાજર થઈ જવાનો હુકમ કર્યો છે.ચુકાદામાં મહત્વનો નિર્ણય એ હતો કે ગુજરાત સરકારને " જેલમુક્તિ "નો હુકમ કરવાની સત્તા જ નથી. બિલકિસ બાનુનો કેસ સર્વોચ્ચ અદાલતની સૂચનાથી જ ગુજરાત સરકારે પક્ષકાર તરીકે આ બધા કેસોમાં વિશ્વાશ નિયતાગુમાવી દીધી( જે તે સમયે ગુજરાત રાજ્યના  મુખ્ય મંત્રી અને દેશના આજના વડાપ્રધાન મોદીજી હતા.)હોવાથી કેસ મહારાષ્ટ્ રાજ્યમાં ટ્રાન્સફર કરી મુંબઈમાં ચલાવ્યો હતો.તે સમયે ગુજરાત સરકાર અને તેના ન્યાયતંત્ર અંગે દેશની સર્વોચ્ચ અદાલતે નીચે મુજબની ટીકા કરી હતી.( This was amid fears of possible evidence tampering and absence of a conducive climate for a fair trial in Gujarat.)પુરાઓ સાથે છેડછાડ થાય અને ન્યાયી કે વ્યાજબી કેસ ચલાવી શકાય તેવું ગુજરાત રાજ્યનું વાતવરણ ન હતું. 

  4. જેમાં મુંબઈની કોર્ટે 11 ગુનેગાર સાબિત થતાં "આ જીવન કારાવાસની સજા" ફટકારી હતી.માટે કાયદાકીય જોગવાઈ એવી છે કે જે કોર્ટે કેસ ચલાવી સજા કરી હોય તે રાજ્યસરકાર અને તે રાજ્ય ન્યાયતંત્ર ને જેલમુક્તિનો  હુકમ  કરવાનો અધિકાર છે. જે રાજ્યમાં ગુનો બન્યો હોય ત્યાં નહીં.

  5. ઇન્ડિયન એક્સપ્રેસે પોતાના તંત્રી લેખમાં દુઃખ વ્યક્ત કરતાં લખ્યું  છે કે 14 માણસોના ખુનીઓને સાથે બળાત્કારીઓ જે આજીવન કારાવાસની સજા ભોગવતા કેદીઓએ એવાં વખાણવા લાયક કેવા કૃત્યો કર્યાં છે કે તે બધાનું સ્વાગત મીઠાઈ ખવડાવીને- હારતોરા પહેરાવીને ભાજપનો એમએલએ અને બીજા નેતાઓ કરે? આ કૃત્ય તો માનવીય સજ્જનતા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતથી બિલકુલ વિરૂઘ્ધનું  છે.આ કૃત્ય તો બંધારણીય નૈતિકતા અને કાયદાના શાસનની તદ્દન ખિલાફ છે. મહારાષ્ટ્રની ભાજપ સરકારના વર્તમાન નાયબમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસ આ કૃત્ય અંગે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું  હતું કે " સજા પામેલો ગુનેગાર એ ગુનેગાર જ છે. તેનું બહુમાન કેવી રીતે હોય શકે"? સદર તંત્રી લેખને અંતે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રીને વિનંતી કરવામાં આવી છે કે " આપણું આ શાણપણ આજગુનેગારો "સજામુક્તિ " માટે અરજી લઈને આવે ત્યારે ભુલાઈ ન જાય!    

  6. સર્વોચ્ચ અદાલતે પોતાના ચૂકાદામાં લખ્યું  છે કે ગુજરાત સરકારે જેલમુક્તિની પરવાનગી અમને છેતરપિંડી કરીને લીધી હતી.ગુજરાત સરકાર ગુનેગારો સાથે એક થઈ ગઈ છે. તેને ગુનેગારોને જેલમુક્તિ આપવાનો હુકમ યાંત્રિક (" complete non- application of mind" )એક જ બીબાઢાળ એકબીજાની નકલ કરેલો હતો.( SC:Pardon obtained fraudulently...Gujarat Govt acted in tandem with convict... remission orders stereotyped,cyclostyled).

  7. નામદાર કોર્ટે પોતાના ચૂકાદામાં ગુજરાત સરકાર અને ગુનેગારોની વર્તણુક અંગે ઘણા ગંભીર તારણો કાઢ્યા છે. જેલમુક્તિની સજાનો અધિકાર  ગુજરાત સરકારને ન હતો  તેમ છતાં મહારાષ્ટ્ર સરકારના તે ન્યાયિક અધિકારને છીનવી લઈને પોતે જેલમુક્તિનો હુકમ કરેલ છે. અંગ્રેજીમાં આવું વાક્ય ગુજરાત સરકાર માટે લખ્યું  છે. " Gujarat government's decision to grant remission to convicts was "an instance of usurpation ( ગેરકાયદેસર પચાવી લેવું) of jurisdiction and…of abuse of discretion ".        

  8. ગુજરાત સરકારે અમારી પાસેથી તા- 13-05-23 જે ચુકાદો લીધો છે તે વાસ્તવિક હકીકત છુપાવી, દબાવી અને ખોટી હકીકતો રજૂ કરીને લીધો  છે. "therefore, fraudulently obtained at the hands of this Court".

  9. વધુમાં નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નીચેની હકીકતોનો ઉલ્લેખ કર્યો છે.

(ક) રાધેશ્યામ શાહ કરીને સદર ગુનામાં અત્યંત શરમજનક, ઘૃણાજનક  અને અમાનવીય  કૃત્ય કરનાર ગુનેગારે  ગુજરાત સરકારની સૂચનાથી " જેલમુક્તિ" માટે અરજી કરી ત્યારે તેને મહારાસ્ટ સરકાર અને ન્યાયતંત્ર પાસે પરવાનગી લેવાનું જણાવ્યું.

(બ) મહારાષ્ટ્ર સરકાર, મુંબઈની સીબીઆઈ કોર્ટ અને તપાસ કરનાર સીબીઆઈ એજન્સી ત્રણેય તેની જેલમુક્તિને ના પાડી દીધી..

  (ડ ) સીબીઆઈ કોર્ટના  ન્યાયાધીશ સાહેબે તો લેખિત ચુકાદામાં લખ્યું હતું  કે સદર તમામ ગુનેગારો સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવાના ગુનામાં ગુનેગારો  સાબિત થયા  છે. જેથી 28વર્ષની સજા ઓછામાં ઓછી ભોંગવ્યા પછી જ જેલમુક્તિ માટે અરજી કરવાને લાયક ગણી શકાય ! સને 2008માં ચુકાદો આવ્યા પછી 28વર્ષ ગણાય!

(ઈ)  મુંબઈની સીબીઆઈ તપાસ સંસ્થાએ જણાવ્યું છે કે ગુનેગાર "શાહ"ના ગુનાહિત કૃત્યો એટલા હિંસક છે કે તેને ક્યારે પેરોલ પર અને જેલમુક્તિ પણ અપાય જ નહીં.વિચાર કરો ! ગુજરાત સરકારની "જેલમુક્તિ" માટે નિયુક્ત કરેલ કમિટીએ તમામ 11ગુનેગારોને જેલમાં ખુબજ સારી ચાલ- ચલગત ધરાવતા હતા તેવો અભિપ્રાય આપી "જેલમુક્તિ" અપાવી. ગુજ સરકારે સર્વોચ્ચ અદાલત સમક્ષ પોતાના સોગંદનામામાં જણાવ્યું  હતું કે સદર દરેક ગુનેગાર 15 દિવસની પેરોલ રજા ભોગવ્યા પછી 90 દિવસ સુધી જેલમાં હાજર થયો નહતો. દરેક ગુનેગાર 14 વર્ષની સજાની અંદર 3 વર્ષ જેલની બહાર રહ્યો હતો. મોદીજીની મહેરબાનીથી મુખ્યમંત્રી બનેલ ભુપેન્દ્ર પટેલની સરકારે આ ઉપર મૂજબનાં પુરાવાના પોટલાં સોગંદવિધિ સાથે સર્વોચ્ચ અદાલતમાં રજૂ કર્યા હતા.       

  1. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ઓફ જસ્ટિસે સ્ત્રીઓ અને બાળકોની  હત્યાના ગુનામાં 28વર્ષની બીના પેરોલની સજા નો માપદંડ જાહેર કરેલ છે. જેની નોધ સુપ્રીમ કોર્ટે પણ લીધી હતી.   

  2. બિલકિસ બાનુના મનની સ્થિતિ 15-08-2022 રોજ  ગુજરાત સરકારે સદર કેસના 11 હત્યારાઓને "જેલમુક્તિ" ની સજા આપી ત્યારે કેવી થી ગઈ હતી  અને 08-01-24ના સર્વોચ્ચ  અદાલતના  ચુકાદા પછી  તે જોઈએ. 

  3. મારા કુટુંબના 11 હત્યારાઓને, જે દિવસે 15મી ઓગસ્ટ 2022ના રોજ સમયપહેલાંની કે અકાલીન (Premature) " જેલમુક્તિ" ગુજરાત સરકારે આપી દીધી, જેઓએ મારા  કુટુંબનો સર્વનાશ કર્યો છે તથા છેલ્લા બે દાયકાથી સતત ભય  હેઠળ મને જીવવા મજબુર કરી છે  તે સમાચાર જાણી હું સંપૂર્ણ ભાંગી પડી હતી. હવે વધુ આ કેસમાં લડવા માટેની તમામ હિમંત જ મારી જાણે કાયમ માટે ખલાસ થી ગઈ!

  4. આજે તા 08-01-24 ના રોજ માનનીય સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ મને મારા હૃદય પરથી જાણે પર્વત જેટલો મોટો પથ્થર ખસી ગયો હોય એવો મને અહેસાસ થાય છે. હું જાણે ફરીથી શ્વાસ લઉં છું . મારી જિંદગીનું આજે જાણે નવું વર્ષ શરુ થયું છે. છેલ્લા  દોઢ વર્ષમાં  હું આજે પહેલીવાર મુશ્કરાઉ છું .મારી આંખોમાં આજે જે આંસુઓ છે તે મને મળેલા ન્યાયના છે. ઘણા વષો બાદ આજે હું લાગણીવિભોર બનીને મારા બાળકો અને મારા પતિને ભેટી છું. ફરી એકવાર હું સર્વોચ્ચ અદાલતનો આભાર એટલા માટે માનું છું  કે "તમારા ચુકાદાએ  મને અને મારાં  બાળકોને ન્યાય આપ્યો છે. પણ સાથે દેશની  મારા જેવી અનેક પેલા નરાધમોની શિકાર બનેલી સ્ત્રીઓ અને બાળકોમાં  વિશ્વાસ પેદા  થશે  કે  તેમને પણ દેશના ન્યાયતંત્ર તરફથી ન્યાય મળશે.

  5. ગુજરાતમાં સને 2002માં પેદા થયેલા " માનવ સંહાર"નો  શિકાર જેમ ફક્ત મારુ કુટુંબ ન હતું પણ ગુજરાતના સેંકડો કુટુંબો તેનો ભોગ બન્યા હતા. તેવીજ રીતે તેની સામે ન્યાયની લડતમાં અમારા બધાની સાથે ખભે ખભા મિલાવીને વર્ષોં સુધી થાક્યા વિના  સહકાર આપનારાઓની સંખ્યા અગણિત છે. શરૂઆત ક્યાંથી શરુ કરું!

  6.  મારી વકીલ માનનીય શોભાબેન ગુપ્તા જેને મારા સંઘર્ષને લેશ માત્ર  ઢીલો કે હતાશ  ન થાય તે માટે મારી પડખે સતત રહ્યા છે. " બિલકિસ " આપણને એક દિવસ ચોક્કસ  ન્યાં મળશે." તેવો સાથિયારો મને તેવો આપતા જ રહ્યા હતા.આ દેશના આશરે દશ લાખ   નામી અનામી ભાઈઓ અને બહેનો મારા પડખે  મજબૂત રીતે ઉભા રહીને મારા હોંસલાને  નબળો પડવા દીધો ન હતો. 8500 યાચિકાઓ એકલા મુંબઈમાંથી  અને 6000 સમગ્ર દેશમાંથી મારાવતી સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરી હતી.10000 લોકોએ મને કુલ્લા પત્રો ટેકામાં લખ્યા હતા.કર્ણાટક રાજ્યના(તમામ)29 જિલ્લાના 40000 નાગરિકોએ મને પત્રો લખ્યા હતા. અમારું કુટુંબ આપ સૌ દેશવાસીઓનું કાયમી ઋણી રહેશે.

(સ્પેશીઅલ સૌજન્ય - Indian Express- જેણે તા 9મી જાન્યુઆરીથી કુલ 45 પણ ફુલસ્કેપ કોરા કાગળ ભરાય તેટલા સમાચાર સામગ્રી તેના વાંચકોને ઉપલબ્ધ કરાવી).



--

Monday, January 8, 2024

American Athiest annual convention in Philadelphia 28th March to 31.


Melina Cohen, American Atheists 
Unsubscribe

Sat, Jan 6, 10:15 AM (1 day ago)
to me

--

Saturday, January 6, 2024

હિંદુ ધર્મ હિંદુત્વ નથી.- હિંદુત્વ એ દેશપ્રેમ નથી.

 · 

- હિંદુ ધર્મ હિંદુત્વ નથી.

- હિંદુત્વ એ દેશપ્રેમ નથી.

- 'જય શ્રી રામ' એ 'જય સીતારામ' અને 'રામ રામ'  નથી.

- સરકાર અને વડાપ્રધાન એ દેશ નથી.

- અયોધ્યામાં યોજાનાર રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનાં મુખ્ય બે લક્ષ્ય દેખાય છેઃ વ્યક્તિમહિમા (શ્રીરામનો નહીં, નરેન્દ્ર મોદીનો) અને રાજકીય ફાયદો.

- અયોધ્યાના કાર્યક્રમની ઉપરોક્ત ટીકા હિંદુ ધર્મની કે શ્રી રામની ટીકા નથી.  તે સંઘ પરિવાર અને સંબંધિત સંસ્થાઓ દ્વારા થઈ રહેલા શ્રી રામના રાજકીય  ઉપયોગની ટીકા છે.

- ભોળા ભાવે ભગવાન રામનું મંદિર બન્યાનો રાજીપો હૈયે ધરનારા હિંદુઓએ વિચારવું કે ભગવાન જેવા ભગવાનનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી શકાતો હોય તો તેમના ભક્તોની શી વિસાત?

વિચારજો.

બાકી, વિચારવાની અવેજીમાં થતું ટ્રોલિંગ તો છે જ. ( સૌજન્ય ઉર્વીશ કોઠારીની  ફેસબુક પરથી)



--

Friday, January 5, 2024

અયોધ્યાના રામથી સાવધાન -


અયોધ્યાના રામથી સાવધાન -

અયોધ્યાના રામથી  સાવધાન અને તેના બની બેઠેલા દંભી પૂજારી નરેન્દ્ર દામોદરદાસ મોદી થી પણ સાવધાન !

  1. અયોધ્યાના રામે સીતાને શું આપ્યું? દશરથ રાજાના બહુપત્નીત્વ ના ષડયંત્રો અને કાવાદાવાને કારણે પોતાના પતિના 14વર્ષના  વનવાસની સજા ભોગવી.અને તે જ રામે સીતાજીને પોતાની પ્રસુતાની વેદનાના આખરી દિવસોમાં કાયમ માટે  કોઈ ઋષિ ના આશ્રમમાં મોકલી દીધી.આ કહેવાતા મર્યાદા પુરષોત્તમ રામે પોતાના બાળકો ને "લવ-કુશ "ને બીજા કોઈ ભગવાન ભરોસે મોટા કરવા છોડી દીધા!

  2. પેલા દંભી રામ પુજારીને પૂછો તો ખરા કે ભાઈ ! તે  "જશોદાબેન" સાથે પત્ની તરીકે સ્વીકારવા હિન્દૂ લગ્નવિધિના "સપ્તપદીના સાત ફેરા" ફર્યા હતા ખરા? પછી તેઓને આ દેશની કઈ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છૂટાછેડા લીધા હતા? અમારા દેશનો આ બની બેઠેલો  રામભક્ત "યુગપુરુષ " કોઈની સાથે "લીવી ઈન"માં રહેતો નથી તે હકીકત તો દેશની 140 કરોડ જનતાને પ્રામાણિક રીતે ખબર જ છે ને!

  3. અયોધ્યાના રામરાજ્યમાં સ્ત્રી,દલિત અને આદિવાસીને જ્ઞાન -તપ  કરવાનો અધિકાર ન હતો. શંબૂક નામના આદિવાસી જંગલમાં જ્ઞાન -તપ-ની ઉપાસના  કરતો હતો . રામરાજ્યના ન્યાય મુજબ ફક્ત તેના કાનમાં ધગધતુ ઉકાળેલું સીસું  નાખવા ની સજા નો ઉલ્લેખ બન્ને

(તુલસીકૃત અને વાલ્મિકી) રામાયણમાં  છે.

  1. ढोल, गंवार, शूद्र, पशु और नारी दंड (ताड़न )के अधिकारी, - गोस्वामी तुलसीदासना रामराज्य की दंडसंहिता- चोपाई . પછી મર્યાદા પુરુષના રામરાજ્યમાં પ્રસૂતાના આખરી દિવસોમાં " સીતામાતા" નું સ્થાન જંગલના આશ્રમમાં જ હોય ને  ! આપણા જશોદાબેન ને પૂછો કે દિલ્હીમાં  બિરાજમાન નરેન્દ્ર દામોદરદાસ મોદીના મહેલનું સરનામું ખબર છે ખરી ?

  2. દેશના  નાગરિકો આપણે નીચે  મુજબની સ્થિતિમાં  શું પસંદ કરીશું?

  3. કુટુંબના સભ્યને તાત્કાલિક પગમાં ચોટ લાગી છે? ક્યાં લઈ જશો? દવાખાને કે મંદિરે?

  4. તમારા -મારા બાળકને  ભણાવવું છે ? ક્યાં  લઈ જશો? નિશાળે કે મંદિરમાં?

  5.  તમારા  જુવાન જોધ શિક્ષિત ભણેલા ગણેલા દીકરા કે દીકરી જે દેશના 22 કરોડ બેકારીનો ફોજનો સભ્ય પેલા મોદીના રામરાજ્યમાં (સને 2014 થી 2023 સુધી) બન્યો છે  તેને ઉદ્યોગમાં સર્વિસ પર મોકલવો  છે  કે મંદિરમાં?

  6. મારા દેશવાસીઓ!  મારી -તમારી અંગત જે કોઈ ધાર્મિક કે ઈશ્વરમાં આસ્થા હોય, તે માન્યતા પ્રમાણે જીવન જીવવાની અબાધિત સ્વતંત્રતાનું રક્ષણ કરવાની બંધારણે બક્ષેલું મહામૂલ્ય નજરાણું છે.જેના નાગરિક તરીકે સંરક્ષણ  કરવાની  આપણી વ્યક્તીગત અને સામુહિક જવાબદારી છે. 

  7.  પણ દશ વર્ષનો  વહીવટ જોયા પછી પોતાના સુકાર્યો ને  બદલે " રામજી મેરી નૈયા પાર લે જાના " જપ જપ જપવામાં 24x 7 મદહોશ  બની ગયેલ થી સાવધાન ,સતેજ બની  મારી તમારી વિવેક-સદ્ -બુદ્ધિ નો ઉપયોગ કરીને  તેને સહકાર આપવાનો વિચાર 100 વાર કરજો.

  8. આ બધા તો  ગમે ત્યારે પોતાનો ઝોલો લઈને  દેશને બરબાદ કરીને  નીકળી પડશે. મારે અને તમારે તો આપણા લોહી પસીનાથી સિંચીને મોટી થતી આવતી કાલની પેઢીની ચિંતા કરવાની છે કે નહીં?

  9.  તમને ખબર છે ખરી  કે આ સાહેબની સલામતી પાછળ રોજના 6 કરોડ રૂપિયા મારા તમારા કરવેરાની આવકમાંથી જાય છે. અને કેન્દ્ર સરકારના  દરેક  ખાતા  જેવા કે રેલવે, નાણાં ,આરોગ્ય, ઉધોગ વી કુલ 76 ડિપાર્ટમરન્ટમાંથી આરટીઆઈ માહિતી પ્રમાણે 25000 કરોડ રુપિયા ફક્ત સાહેબ સિવાય કોઈ મંત્રાલયના પ્રધાનનો પણ ફોટો આવે નહીં તે શરતે છેલ્લા પાંચ વર્ષો માં વાપરી  કાઢ્યા છે. બીજેપી સંચાલિત  ગુજરાત જેવા રાજ્યોનો  સાહેબની જાહેરાતો પાછળનું   "મૂડીરોકાણ"  કેન્દ્રના  મૂડીરોકણમાં' ગણવામાં આવેલ નથી.

  10.  હજુ તો "સાહેબનું " રામરાજ્ય હવે પછી  પણ મારા તમારા સહકારથી 2024 માં આવશે!      

 

     


--

Wednesday, January 3, 2024

ઓ ચાર્લ્સ ડાર્વિન !

ઓ  ચાર્લ્સ ડાર્વિન !

 તને ખબર છે ખરી કે તારા જૈવિક ઉત્ક્રાતિવાદના સત્યો એ 

અમારા રામાયણના સર્જક ગોસ્વામી તુલસીદાસ અને હવે મહર્ષિ વાલ્મિકીજીની  પેલી દંતકથા આધારિત સત્યોની દુકાન કાયમ માટે બંધ કરી દીધી.

  1. દંતકથા - પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવાથી "રામ, લક્ષમણ,ભરત અને શત્રુજ્ઞ " જે તે માતાઓની કુખે થી જન્મી  શકે છે!

  2. દંતકથા - એક જમાનાના ભારત વર્ષમાં જનકરાજાના રાજ્યમાં બાળકી( દીકરી)ખેતરમાં ખેડૂત હળથી જમીન ખેડતાં પડેલા ચાસમાંથી સીતા-માતા જન્મી  હતી.

  3. આવા ચાસમાંથી જન્મેલી પરાક્રમી સીતાજીએ કોઈ કારણોસર અયોધ્યાના રાજાના પાટવી કુંવર મર્યાદા પુરુષોત્તમ રામજીને રાવણને બદલે પસંદ કરીને "રામાયણ નહીં પણ ખરેખર સીતાહરણ "નું સર્જેન પેલા આદરણીય ગોસ્વામીજી તુલસીદાસજી અને આદરણીય મહર્ષિ

 વાલ્મિકીજીની કલમોએ કર્યું.

  1. રાજા રામે પોતાના રામરાજ્યમાં ઘણા બધાનો ઉદ્ધાર કે મોક્ષ કર્યો હતો.

  2. સને 2024માં હસ્તિનાપુરના " રામ ભક્તોની " રામભક્તિ ફળીભૂત થશે કે નહીં? આજના" બાબરી દ્વંસ "ના પાયાપર બનેલા "રામમંદિર " માં બિરાજમાન ભગવાન રામજીની કૃપા હજો . 22મી જાન્યુઆરીના દિવસે "અમારા આજના હસ્તિનાપુરના સાહેબો પર રામજીની કૃપા  વર્ષે માટે દેશનો દરેક પ્રજાજન રામજીને પ્રાર્થના કરે અને  કરાવે."  .

—-----------------------------------------------------------

     



--

“ મેરા પતા”


Imroz चले गए अपनी Amrita के पास। सुनिए Amrita Pritam का Imroz को लिखा Love Letter | Sanjeev Paliwal


https://www.youtube.com/watch?v=3fke69n55pw


ઉપરના બિમિશાલ પ્રેમ પત્રોના ધબકાર સાંભળીએ તે પહેલાં અમૃતાની વૈશ્વિક માનવતા ને સમજીએ. આ કવિતા તેઓએ બલ્ગેરિયામાં વાંચી સંભળાવી હતી.

 

                                    " મેરા પતા" 

                આજ મેં મારા ઘરનો નંબર કાઢી નાંખ્યો  છે.   

                મારી શેરી પર લગાવેલું નામ પણ હટાવી દીધું છે.

મારી સડકો પરના લગાવેલા બધી દિશાઓના નામો પણ કાઢી નાખ્યા છે.

              પણ કદાચ, તમને મારી મુલાકાત કરવાનું મન થાય તો;

          દરેક દેશની,દરેક શહેરની, દરેક શેરીના, ઘરનો દરવાજો,

            ખખડાવશો તે શ્રાપ કે વરદાન છે તેની મને ખબર નથી .

                  પણ જ્યાં તમને મુક્તિનો અહેસાસ થાય

                  તે સમજવાનું કે " મારુ ઘર હશે."-અમૃતા પ્રીતમ.      



--

અમૃતા પ્રીતમ(1919-2005)અને ઇમરોઝ( 1926-2023) ને શ્રદ્ધાંજલિ

અમૃતા પ્રીતમ(1919-2005)અને ઇમરોઝ( 1926-2023) ને શ્રદ્ધાંજલિ -બન્ને ગતિશીલ રેશનલ વ્યક્તિત્વનો અદ્ભૂત  નમૂનો.

      ઇમરોઝનું ડિસેમ્બર 2023ના ગયા અઠવાડિયામાં 97 વર્ષની ઉંમરે  અવસાન થયું.દેશના અગ્રેસર ઈંગ્લીશ દૈનિક પેપરોએ ફરીથી ઇમરોઝ સાથે અમૃતાની જીવન ઝરમર ને પુન; યાદ ક્રી તંત્રી લેખો તથા કોલમ્નીસ્ટોએ પોતાની યાદોને  તાજી કરી લેખ લખ્યા.

મારી કલમે સંકલન.

અમે બંને પતિપત્ની અમૃતાજી અને ઇમરોઝના જીવન અને સાહિત્યના કાયમી આશિક.તેમના પુસ્તકો "રેવન્યુ સ્ટેમ્પ, પિંજર અને કાગઝ કે કેનવાસ,વિ " દાયકાઓથી અમારી પહેલી પસંદ. અમૃતાજીનો આત્મકથા પુસ્તક પરના ટાઇટલનો  ફોટો જે ઇમરોઝ બનાવેલો "હાથમાં સિગરેટ"સાથેનો તે ખાસ ગમે !  

      પંજાબી કવિયત્રી અમૃતા પ્રીતમને તેનો દીકરો નવરોજ પૂછે છે કે " મમ્મી હું કોનો દીકરો સાહિલ અંકલનો કે પપ્પા ઇમરોઝનો? નિરીશ્વરવાદી રેશનલ મમ્મી પોતાના રેશનલ પુત્રને એકસો ટકા સચ જવાબ આપે છે. લેખને અંતે મળશે. પણ તમે આ લેખ તેના અંત સુધી વાંચો તો!    

સ્ત્રી -પુરુષ વચ્ચેના માનવીય સંબંધો કેવા હોઈ શકે?હું માનવીય સંબંધોની વાત કરૂ છું. પતિ-પત્ની તરીકે નહીં. સપ્તપદી કે નિકાહથી ગોઠવાયેલા નહીં, પવિત્ર કુટુંબના સભ્યો તરીકે પણ નહીં. જ્ઞાતિ-જાતિ -ધર્મ- રાષ્ટ્ર કે દેશાભિમાન આધારિત પણ નહીં. ફક્ત રેશનલ જ્ઞાન આધારિત પણ વ્યક્તિગત માનવ કેન્દ્રિત સંભવિત વ્યક્તિત્વ શક્તિઓના બન્ને યુગલના સર્વાંગી વિકાસ  માટે.

     પણ અમેરિકાની ન્યુયર ઇવ્સની સાંજે પણ સંપૂર્ણ 110 % ની બિનકેફે હાલતમાં પણ મારા પ્રિય ગઝલકાર જગજિતસિંગની ગઝલ "होठो से छू लो तूम "-ની આ પંક્તિઓ સાથે- न उम्र कि सिमा हो , न जन्म का कोई बंधन ,जब प्यार करे कोई  तो देखे केवल मन | नई रित  चलाकर तुम , ये रित अमर कर  दो। જે મિત્રોને ગઝલ સાંભળીને મઝા માણવી હોય તે  માટે. (https://www.youtube.com/watch?v=X0gB9jcgXxg&t=5s

અમૃતાજીના જીવનમાં તો ઇમરોઝ સાથેનો સંબંધ જગજિતસિંગની ગઝલથી પણ ચાર ચાંદ ચઢે તેમ હતો.

અમૃતાજી(1919- 2005)નો જન્મ લાહોરમાં( બ્રિટિશ ઇન્ડિયા) એક રૂઢિચુસ્ત, ધાર્મિક શીખ કુટુંબ માં થયો હતો.11 વર્ષની  ઉંમરે  માતાની છત્રછાયા કાયમ માટે ગુમાવી. 16(1935)વર્ષની ઉંમરે લાહોરના એક હોઝયરી દુકાનના માલિકના  દીકરા પ્રીતમ સિંહ સાથે  લગ્ન થયા.  તે જ વર્ષે તેઓનો કવિતા સંગ્રહ પ્રકાશિત  થયો. 

પોતાની જીવન કથા " રેવન્યુ સ્ટેમ્પ " માં લખ્યું છે  કે પોતાના પિતાને ત્યાં સાહિર લુધ્યાન્વી  નિયમિત ચર્ચા  માટે આવતા હતા. સાહિરની એક ટેવ હતી.પોતાની અડધી પિધેલી  સિગરેટ એશટ્રેમાં  બુઝાવીને પછી  જતા. અમૃતાજી નિયમિત સાહિરના ગયા  પછી  પેલી સિગરેટ ફરીથી સળગાવી  હોઠોથી કસ  લઈને સાહિરના  હોઠો સાથે લાગણી સભર તાદાત્મ્ય અનુભવી આનંદ માણતા હતા.તેઓનો સાહિર સાથેનો એક તરફી (Platonic love)પ્રેમ શરૂ થઈ ગયો. સામે પક્ષે સાહિર નિસ્પ્રુહ,અલિપ્ત કે અનાસક્ત જિંદગીભર  રહ્યા હતા.

સને  1943માં અમૃતાજી  લાહોરમાં  " Progressive writers' movement"સંસ્થાના સભ્ય  બની ગયા.જે કાર્લ માર્ક્સની ડાબેરી વિચારસરણીને સમર્પિત હતી. 

ભારતના ધર્મ આધારિત ભાગલા પહેલાં તેઓએ  લાહોર આકાશવાણીમાં રેડિયો એનાઉન્સર તરીકે કામ કર્યું હતું. ભારતમાં આવીને ઓલ  ઇન્ડિયા રેડિયો દિલ્હીમાં 1961 સુધી પંજાબી ભાષાના પ્રવક્તા તરીકે સર્વિસ કરી હતી.

      તે વર્ષે પ્રીતમ સિંગથી ડિવોર્સએ લઈને ઇમરોઝ સાથે "લિવ ઈન રિલેશન"માં જિંદગી બિન્દાસ પણ રચનાત્મક ક્રાંતિકારી જિંદગી જીવી જાણી. ઇમરોઝ ખુબજ મોટા ગજના પેઈન્ટર તથા કવિ પણ હતા. પોતાન ઘરમાં પોતાન પેઇન્ટિંગ  ઉપરાંત  સાહિરનો ફોટો પણ હતો. દીકરા- દીકરી બન્નેને વડોદરાની એમ એસ યુ માં  ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ માં માસ્ટર કરાવ્યું હતું. ઇમરોઝ નિયમિત રીતે દિલ્હીના ઓલ  ઇન્ડિયા રેડિયો સ્ટૅશન પર લેવા મુકવા  સ્કૂટર પર જતા હતા. અમૃતાજી સ્કૂટર પાછળ  પાછલી સીટ પર બેસીને  ઇમરોઝના બરડામાં આંગળીથી "સાહિર સાહિર" લખતા હતા. વિચાર કરતા હતા કે ઇમરોઝ મારા પાગલપનનો કેટલો ભારે બોજ  ઉપાડે છે. ઇમરોઝ અમૃતાજીને કાયમ માટે "મેડમ"કહી ને જ  સંબોધતા હતા. ઇમરોઝ કરતાં અમૃતાજી સાત વર્ષ ઉંમરમાં મોટા હતા. મોડી રાત સુધી  પોતાના લખાણમાં વ્યસ્ત અમૃતાજીને ખલેલ ન પહોંચે તે રીતે  તેઓના ટેબલ પર ઇમરોઝ ચા બનાવી બિસ્કીટ સાથે  મૂકી દેતા હતા. એક વાર ઇમરોઝથી 15000 રૂપિયાનું  કેનવાસ  કાપડ ડિઝાઇન પેઇન્ટ કરતા નકામું થી ગયું. અમૃતાજીએ આર્થિક મજબૂરી ઘણીજ હતાં  તેમ છતાં ઈમો! ને પ્રેમ સંબોધી કહ્યું  કે " તેના આપણે ઘરના પડદા  બનાવી દઈશું."     

   

સાહિત્યના ક્ષેત્રે અમૃતાજીએ 100 ઉપરાંત કવિતાઓ, નિબંધ, જીવન કથાઓ  પંજાબી ગીતો પ્રકાશિત કર્યા  છે. નીચે  મુજબ તેમનું બહુમાન પણ થયું છે.  સૂફી સંત  વારિસ શાહને સંબોધીને લખેલી દેશના ભાગલા ના માનવ સંહાર ની વિગતો જણાવતી કવિતા જગ જાહેર થઈ  છે.

क़ब्रें टपकने लगीं, और प्रीत की शहज़ादियां , मज़ारों में रोने लगीं.

 आज सभी 'कैदो' बन गये -हुस्न और इश्क़ के चोर,मैं कहां से ढ़ूंढ़ कर लाऊं

वारिस शाह! मैं तुमसे कहती हूं, अपनी क़ब्र से बोलो,

और इश्क़ की किताब का, कई नया वर्क़ खोलो! 

साभार - अमृता प्रीतम.

દેશ અને દુનિયાના  સાહિત્ય અને શિક્ષણ જગતે અમૃતાજીનું  નીચે મુજબ બહુમાન કરેલ છે. સને 1956માં પંજાબ સાહિત્ય એકેડેમી પંજાબી સાહિત્ય માટે એવોર્ડ આપ્યો.સને 1969માં પધ્મશ્રી અને સને 1982માં તેમની સાહિત્ય કૃતિ 'કાગઝ કે કેનવાસ' માટે  દેશનો સર્વોચ્ચ સાહિત્ય એવોર્ડ "જ્ઞાનપીઠ"થી તેમનું બહુમાન કર્યું.સને 2004માં પદ્મ વિભૂષણ તથા દેશનો સર્વોત્તમ સાહિત્ય ફૅલોશિપનો એવોર્ડ મળ્યો.

દિલ્હી, જબલપુર,અને રવિબાબુની વિશ્વ ભારતી  યુનિવર્સીટીઓએ 

ઓનરરી ડીલીટ ડિગ્રી આપી. બલ્ગેરિયા અને ફ્રાન્સ સરકારે તેઓનું બહુમાન અનેક એવોર્ડ આપીને કર્યું.સને 1986-92 રાજ્યસભાના  સભ્ય બન્યા. પાકિસ્તનની સાહિત્ય એકેડેમીએ પણ તેઓની જીવન સંધ્યા પુરી થાય તે પહેલાં એવોર્ડથી નવાજ્યા હતા. તે અંગે તેઓએ "મારી માતૃભુમિએ  મને ઘણા  લાંબા સમયબાદ યાદ કરી." તેવો કટાક્ષ પણ માર્યો હતો.  પાકિસ્તાની પંજાબી કવિઓએ વારિસશાહ ,બુલ્લેશાહ,અને સુલતાન બહુ ના મકબરા પરથી ચડ્ડાર મોકલી. સુપ્રસિદ્ધ ગીતકાર ગુલઝાર સાહેબે  સને 2007માં અમૃતાજીની કવિતાઓનું પોતે ગયેલું ઓડિયો આલ્મબ બહાર પાડયું છે..100 મી જન્મ તિથિએ  ગૂગલે કુંપનીએ ખાસ " ગુગલ ડૂડલ" સ્મૃતિમાં   પસંદ કરેલ કૃતિઓમાંથી સાહિત્ય બહાર પાડયું .

 ખાસ નોંધ- અમૃતાજીના  દીકરા અને દીકરીના પિતા તેમના પતિ પ્રીતમ સિંઘ   હતા. જે બંનેને  ઇમરોઝ અને અમૃતાજીએ પ્રેમ અને હૂંફ આપીંને મોટા કર્યા. ઇંગ્લેન્ડના દૈનિક "Guardian" 3જી ઓગસ્ટ 2005ના રોજ શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું  હતું' કે અમૃતાજી નો સાહિર સાથેનો પ્રેમ એક તરફી Platonic Love હતો. 

સામે પક્ષે સાહિર અમૃતાજી તરફ નિસ્પ્રુહ,અલિપ્ત કે અનાસક્ત જિંદગીભર  રહ્યા હતા. સાહિરને  પ્લેબેક સિંગર સુધા મલહોત્રા સાથે  સંબંધ છે  તેની માહિતી મળતાં  અમૃતાજીએ પોતાના જીવનમાંથી સાહિરની સ્મૃતિ  કાયમ માટે ભૂંસી નાંખી હતી. વિશ્વ રેશનાલિસ્ટ ડૉ રિચાર્ડ ડોકિન્સ એવોર્ડ વિજેતા જાવેદ અખ્તરના ખાસ નિજી દોસ્ત સાહિર હતા. તેમના નિરીક્ષણ પ્રમાણે સાહિર દરેક નિજી બાબતમાં પોતાની માતાને  પૂછ્યા વિના  નિર્યણ  કરી શકતા ન હતા. તેથી સાહિરની ઘણી સ્ત્રી મિત્રો  તેમને બાય બાય કરી  જતી રહી. અને આપણને અમૃતાજી ચોક્ક્સ  મળ્યા. પંજાબનો  શીખ સમાજ અમૃતાજીને શીખ ધર્મની ગણતા નહતા. કારણકે તેઓ બોયકટ હેર રાખતા હતા, દારૂ-સિગરેટ પીતાં હતા અને તેઓના ઘણા યુવા મિત્રો મુસ્લિમ હતા. 

અને નખશીખ નિરીશ્વરવાદી હતા. 

—--------------------------------------------------------------------------------- 







--