·
- હિંદુ ધર્મ હિંદુત્વ નથી.
- હિંદુત્વ એ દેશપ્રેમ નથી.
- 'જય શ્રી રામ' એ 'જય સીતારામ' અને 'રામ રામ' નથી.
- સરકાર અને વડાપ્રધાન એ દેશ નથી.
- અયોધ્યામાં યોજાનાર રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનાં મુખ્ય બે લક્ષ્ય દેખાય છેઃ વ્યક્તિમહિમા (શ્રીરામનો નહીં, નરેન્દ્ર મોદીનો) અને રાજકીય ફાયદો.
- અયોધ્યાના કાર્યક્રમની ઉપરોક્ત ટીકા હિંદુ ધર્મની કે શ્રી રામની ટીકા નથી. તે સંઘ પરિવાર અને સંબંધિત સંસ્થાઓ દ્વારા થઈ રહેલા શ્રી રામના રાજકીય ઉપયોગની ટીકા છે.
- ભોળા ભાવે ભગવાન રામનું મંદિર બન્યાનો રાજીપો હૈયે ધરનારા હિંદુઓએ વિચારવું કે ભગવાન જેવા ભગવાનનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી શકાતો હોય તો તેમના ભક્તોની શી વિસાત?
વિચારજો.
બાકી, વિચારવાની અવેજીમાં થતું ટ્રોલિંગ તો છે જ. ( સૌજન્ય ઉર્વીશ કોઠારીની ફેસબુક પરથી)