Wednesday, January 17, 2024

અમારા દેશની રાજ્યસભામાં (House of Lords) કોઈપણ ધર્મ કે તેના પ્રતિનિધિઓ ન જોઈએ.-

અમારા દેશની રાજ્યસભામાં (House of Lords) કોઈપણ ધર્મ કે તેના પ્રતિનિધિઓ  ન જોઈએ.-ધર્મનિરપેક્ષ માનવવાદીઓ.(No, we don't need 'more religion' in the Lords, says Humanists UK-15 January, 2024).

ગયે અઠવાડિયે યુકેની સંસદના ઉપલાગૃહના સ્પીકરે એવી ભલામણ કરી હતી કે હાઉસ ઑફ લોર્ડમાં ફક્ત કેથોલિક ફાંટાના ખ્રિસ્તી ધર્મના(26)જ નહીં પણ પ્રોટેસ્ન્ટ અને અન્ય ધર્મના પ્રતિનિધિઓને પણ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓ તરીકે નિમણુંક કરવી જોઈએ.

ધર્મનિરપેક્ષ માનવવાદીઓએ રજુઆત કરી હતી કે, જે લોકો જીવી ન શકે તેમ હોય  અને કોઈપણ પ્રકારથી દવાથી પણ બચી ન શકે તેવા હોય, તેવા રોગોથી રિબાતા હોય (Terminally ill) તેવા દર્દીઓને મેડિકલ વિજ્ઞાનની મદદથી  દુ;ખદ મૃત્યુને સહારે ત્યજી દેવા ને વિકલ્પે સ્વૈચ્છિક મૃત્યુ થાય તે બિલ પસાર કરવામાં કેથોલિક ખ્રિસ્તી પ્રતિનિધિઓએ વિરોધ કર્યો હતો. 

   કારણકે ધર્મ પ્રમાણે તમે મૃત્યુ સમયે રિબાવ અને દુ:ખી થાવ તો જ ભગવાનને યાદ કરો અને તે અંધશ્રદ્ધાના આધારિત ધર્મની દુકાન ચાલે !દેશમાં  કેથોલિકની સામે પ્રોટેસ્ટંટ વાળા ખ્રિસ્તીના ધર્મની શાખાના 81% અનુયાયીઓએ સદર બિલને  ટેકો આપ્યો હતો.

વિશ્વના કોઈપણ લોકશાહી દેશની સંસદ એ પાછલે કે આગલે બારણે ધર્મને ઘુસડાવાનું સાધન નથી.ખરેખર તો આ બધા જુદા જુદા ધર્મોની પકડમાંથી દેશના નાગરિકોને મુક્ત કરવા માટેનું કોઈ માનવ સર્જિત પાયાનું ક્રાન્તિકારી સાધન હોય તે સંસદ છે.

 આજે વિશ્વના લોકશાહી દેશોના માથે " પનોતી' બેસી ગઈ છે કે જે તે લોકશાહી દેશોમાં ધર્મના આંચળ નીચે પોતાની જાતને છુપાવીને આ બધા પરિબળો લોકશાહીનું જ ગળું  દબાવી દેવા સંગઠિત રીતે ભેગા થઈ ગયા છે. લોકશાહી રાજ્ય વ્યવસ્થાનો આધાર  જ માનવ માત્ર જન્મથી જ સમાન છે, સ્વતંત્ર છે, કોઈ ઉંચો નથી, કોઈ નીચો કે હલકો નથી. માનવ જન્મ માત્ર ને માત્ર એક નિરિશ્વરી ઘટના છે. તેમાં કશું ઈશ્વરી નથી. ધર્મના નામે પોતાની સત્તાની નાવ ચલાવવા નીકળી પડેલા ખરેખર " ઘેટાની  ખાલ પહેરીને નીકળી પડેલા લોહી તરસ્યા વરુઓ જ છે!" તે બધાને આપણા અને આપણી ભવિષ્ય ની પેઢીના હિતમાં બને તેટલી ઝડપથી ફગાવી દેવામાં જ આપણું સુખ છે.

( યુકે માં 1,20000 કાયદેસરના નોંધાયેલા સેકયુલર હ્યુમૅનિસ્ટના સભ્યો છે.)   



--