Saturday, January 13, 2024

અમારા મર્યાદા પુરુષોત્તમ રામજી


અમારા મર્યાદા પુરુષોત્તમ રામજી " દેશના પેલા "જયશ્રી રામવાળા" ની નાગચૂડ પકડમાંથી દેશની  જનતાને ક્યારે મુક્તિ અપાવશો!"

ભાજપ સંચાલિત ગુજરાત સરકાર અને દિલ્હીની  મોદી સરકાર જો દેશની સર્વોચ્ચ અદાલતને  છેતરી શકે તો " કાયદાનું શાસન ક્યાં  શોધવા જવું? આપણને સૌને  ગુજરાતના નાગરિકોને સારી રીતે ખબર છે કે સને 2002ના તોફાનો " જયશ્રી રામ" ના નારા બોલાવીને કોને કરાવ્યા હતા અને કર્યા હતા.

  1. 15મી ઓગસ્ટ 2022ના રોજ ગુજરાત સરકારે બિલ્કીશબાનુના કેસમાં સાબિત થઇ  ચુકેલા 11 આજીવન કેદની સજા ભોગવતા કેદીઓને જેલમાંથી કાયમી સજા મુક્તિ (  remission granted)કરી.તેની પૂર્વ મંજૂરી દિલ્હીના અમિત શાહના ગૃહમંત્રાલયે ગુજરાત સરકારની સદર અરજી મળતાંજ 15 દિવસમાં આપી દીધી હતી. ગોધરા સબજેલની બહાર ભાજપના ધારાસભ્ય અને અન્ય કાર્યકરોએ મુક્ત થયેલ કેદીઓનું  ફુલહારથી સ્વાગત કર્યું અને તે બધાને મીઠાઈ ખવડાવી હતી.  

  2. ગુજરાત સરકારના સદર નિણઁય સામે બિલ્કીશબાનુ ઉપરાંત પ.બંગાળના એમ પી મહુવા મોહીત્તરા,પ્રોફેસર રેવતી લોલ, એડવોકેટ ઇન્દિરા જયસિંગે અને વૃંદા ગ્રોવર   સર્વોચ્ચ અદાલત સમક્ષ ગુજરાત સરકારનો જેલમુક્તિ હુકમ રદબાતલ કરવા યાચિકા દાખલ કરી હતી. 

  3. 08-01-24ના રોજ સર્વોચ્ચ ન્યાયાલયના માનનીય ન્યાયાધીશ Justice B V Nagarathna and Justice Ujjal Bhuyan સર્વાનુમતે પથદર્શક (LandMark Judgement) ચુકાદો ગુજરાત સરકાર વિરુદ્ધ આપ્યો છે.પેલા11 ગુનેગારોને પંદર દિવસની અંદર જે તે જેલમાં હાજર થઈ જવાનો હુકમ કર્યો છે.ચુકાદામાં મહત્વનો નિર્ણય એ હતો કે ગુજરાત સરકારને " જેલમુક્તિ "નો હુકમ કરવાની સત્તા જ નથી. બિલકિસ બાનુનો કેસ સર્વોચ્ચ અદાલતની સૂચનાથી જ ગુજરાત સરકારે પક્ષકાર તરીકે આ બધા કેસોમાં વિશ્વાશ નિયતાગુમાવી દીધી( જે તે સમયે ગુજરાત રાજ્યના  મુખ્ય મંત્રી અને દેશના આજના વડાપ્રધાન મોદીજી હતા.)હોવાથી કેસ મહારાષ્ટ્ રાજ્યમાં ટ્રાન્સફર કરી મુંબઈમાં ચલાવ્યો હતો.તે સમયે ગુજરાત સરકાર અને તેના ન્યાયતંત્ર અંગે દેશની સર્વોચ્ચ અદાલતે નીચે મુજબની ટીકા કરી હતી.( This was amid fears of possible evidence tampering and absence of a conducive climate for a fair trial in Gujarat.)પુરાઓ સાથે છેડછાડ થાય અને ન્યાયી કે વ્યાજબી કેસ ચલાવી શકાય તેવું ગુજરાત રાજ્યનું વાતવરણ ન હતું. 

  4. જેમાં મુંબઈની કોર્ટે 11 ગુનેગાર સાબિત થતાં "આ જીવન કારાવાસની સજા" ફટકારી હતી.માટે કાયદાકીય જોગવાઈ એવી છે કે જે કોર્ટે કેસ ચલાવી સજા કરી હોય તે રાજ્યસરકાર અને તે રાજ્ય ન્યાયતંત્ર ને જેલમુક્તિનો  હુકમ  કરવાનો અધિકાર છે. જે રાજ્યમાં ગુનો બન્યો હોય ત્યાં નહીં.

  5. ઇન્ડિયન એક્સપ્રેસે પોતાના તંત્રી લેખમાં દુઃખ વ્યક્ત કરતાં લખ્યું  છે કે 14 માણસોના ખુનીઓને સાથે બળાત્કારીઓ જે આજીવન કારાવાસની સજા ભોગવતા કેદીઓએ એવાં વખાણવા લાયક કેવા કૃત્યો કર્યાં છે કે તે બધાનું સ્વાગત મીઠાઈ ખવડાવીને- હારતોરા પહેરાવીને ભાજપનો એમએલએ અને બીજા નેતાઓ કરે? આ કૃત્ય તો માનવીય સજ્જનતા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતથી બિલકુલ વિરૂઘ્ધનું  છે.આ કૃત્ય તો બંધારણીય નૈતિકતા અને કાયદાના શાસનની તદ્દન ખિલાફ છે. મહારાષ્ટ્રની ભાજપ સરકારના વર્તમાન નાયબમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસ આ કૃત્ય અંગે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું  હતું કે " સજા પામેલો ગુનેગાર એ ગુનેગાર જ છે. તેનું બહુમાન કેવી રીતે હોય શકે"? સદર તંત્રી લેખને અંતે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રીને વિનંતી કરવામાં આવી છે કે " આપણું આ શાણપણ આજગુનેગારો "સજામુક્તિ " માટે અરજી લઈને આવે ત્યારે ભુલાઈ ન જાય!    

  6. સર્વોચ્ચ અદાલતે પોતાના ચૂકાદામાં લખ્યું  છે કે ગુજરાત સરકારે જેલમુક્તિની પરવાનગી અમને છેતરપિંડી કરીને લીધી હતી.ગુજરાત સરકાર ગુનેગારો સાથે એક થઈ ગઈ છે. તેને ગુનેગારોને જેલમુક્તિ આપવાનો હુકમ યાંત્રિક (" complete non- application of mind" )એક જ બીબાઢાળ એકબીજાની નકલ કરેલો હતો.( SC:Pardon obtained fraudulently...Gujarat Govt acted in tandem with convict... remission orders stereotyped,cyclostyled).

  7. નામદાર કોર્ટે પોતાના ચૂકાદામાં ગુજરાત સરકાર અને ગુનેગારોની વર્તણુક અંગે ઘણા ગંભીર તારણો કાઢ્યા છે. જેલમુક્તિની સજાનો અધિકાર  ગુજરાત સરકારને ન હતો  તેમ છતાં મહારાષ્ટ્ર સરકારના તે ન્યાયિક અધિકારને છીનવી લઈને પોતે જેલમુક્તિનો હુકમ કરેલ છે. અંગ્રેજીમાં આવું વાક્ય ગુજરાત સરકાર માટે લખ્યું  છે. " Gujarat government's decision to grant remission to convicts was "an instance of usurpation ( ગેરકાયદેસર પચાવી લેવું) of jurisdiction and…of abuse of discretion ".        

  8. ગુજરાત સરકારે અમારી પાસેથી તા- 13-05-23 જે ચુકાદો લીધો છે તે વાસ્તવિક હકીકત છુપાવી, દબાવી અને ખોટી હકીકતો રજૂ કરીને લીધો  છે. "therefore, fraudulently obtained at the hands of this Court".

  9. વધુમાં નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નીચેની હકીકતોનો ઉલ્લેખ કર્યો છે.

(ક) રાધેશ્યામ શાહ કરીને સદર ગુનામાં અત્યંત શરમજનક, ઘૃણાજનક  અને અમાનવીય  કૃત્ય કરનાર ગુનેગારે  ગુજરાત સરકારની સૂચનાથી " જેલમુક્તિ" માટે અરજી કરી ત્યારે તેને મહારાસ્ટ સરકાર અને ન્યાયતંત્ર પાસે પરવાનગી લેવાનું જણાવ્યું.

(બ) મહારાષ્ટ્ર સરકાર, મુંબઈની સીબીઆઈ કોર્ટ અને તપાસ કરનાર સીબીઆઈ એજન્સી ત્રણેય તેની જેલમુક્તિને ના પાડી દીધી..

  (ડ ) સીબીઆઈ કોર્ટના  ન્યાયાધીશ સાહેબે તો લેખિત ચુકાદામાં લખ્યું હતું  કે સદર તમામ ગુનેગારો સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવાના ગુનામાં ગુનેગારો  સાબિત થયા  છે. જેથી 28વર્ષની સજા ઓછામાં ઓછી ભોંગવ્યા પછી જ જેલમુક્તિ માટે અરજી કરવાને લાયક ગણી શકાય ! સને 2008માં ચુકાદો આવ્યા પછી 28વર્ષ ગણાય!

(ઈ)  મુંબઈની સીબીઆઈ તપાસ સંસ્થાએ જણાવ્યું છે કે ગુનેગાર "શાહ"ના ગુનાહિત કૃત્યો એટલા હિંસક છે કે તેને ક્યારે પેરોલ પર અને જેલમુક્તિ પણ અપાય જ નહીં.વિચાર કરો ! ગુજરાત સરકારની "જેલમુક્તિ" માટે નિયુક્ત કરેલ કમિટીએ તમામ 11ગુનેગારોને જેલમાં ખુબજ સારી ચાલ- ચલગત ધરાવતા હતા તેવો અભિપ્રાય આપી "જેલમુક્તિ" અપાવી. ગુજ સરકારે સર્વોચ્ચ અદાલત સમક્ષ પોતાના સોગંદનામામાં જણાવ્યું  હતું કે સદર દરેક ગુનેગાર 15 દિવસની પેરોલ રજા ભોગવ્યા પછી 90 દિવસ સુધી જેલમાં હાજર થયો નહતો. દરેક ગુનેગાર 14 વર્ષની સજાની અંદર 3 વર્ષ જેલની બહાર રહ્યો હતો. મોદીજીની મહેરબાનીથી મુખ્યમંત્રી બનેલ ભુપેન્દ્ર પટેલની સરકારે આ ઉપર મૂજબનાં પુરાવાના પોટલાં સોગંદવિધિ સાથે સર્વોચ્ચ અદાલતમાં રજૂ કર્યા હતા.       

  1. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ઓફ જસ્ટિસે સ્ત્રીઓ અને બાળકોની  હત્યાના ગુનામાં 28વર્ષની બીના પેરોલની સજા નો માપદંડ જાહેર કરેલ છે. જેની નોધ સુપ્રીમ કોર્ટે પણ લીધી હતી.   

  2. બિલકિસ બાનુના મનની સ્થિતિ 15-08-2022 રોજ  ગુજરાત સરકારે સદર કેસના 11 હત્યારાઓને "જેલમુક્તિ" ની સજા આપી ત્યારે કેવી થી ગઈ હતી  અને 08-01-24ના સર્વોચ્ચ  અદાલતના  ચુકાદા પછી  તે જોઈએ. 

  3. મારા કુટુંબના 11 હત્યારાઓને, જે દિવસે 15મી ઓગસ્ટ 2022ના રોજ સમયપહેલાંની કે અકાલીન (Premature) " જેલમુક્તિ" ગુજરાત સરકારે આપી દીધી, જેઓએ મારા  કુટુંબનો સર્વનાશ કર્યો છે તથા છેલ્લા બે દાયકાથી સતત ભય  હેઠળ મને જીવવા મજબુર કરી છે  તે સમાચાર જાણી હું સંપૂર્ણ ભાંગી પડી હતી. હવે વધુ આ કેસમાં લડવા માટેની તમામ હિમંત જ મારી જાણે કાયમ માટે ખલાસ થી ગઈ!

  4. આજે તા 08-01-24 ના રોજ માનનીય સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ મને મારા હૃદય પરથી જાણે પર્વત જેટલો મોટો પથ્થર ખસી ગયો હોય એવો મને અહેસાસ થાય છે. હું જાણે ફરીથી શ્વાસ લઉં છું . મારી જિંદગીનું આજે જાણે નવું વર્ષ શરુ થયું છે. છેલ્લા  દોઢ વર્ષમાં  હું આજે પહેલીવાર મુશ્કરાઉ છું .મારી આંખોમાં આજે જે આંસુઓ છે તે મને મળેલા ન્યાયના છે. ઘણા વષો બાદ આજે હું લાગણીવિભોર બનીને મારા બાળકો અને મારા પતિને ભેટી છું. ફરી એકવાર હું સર્વોચ્ચ અદાલતનો આભાર એટલા માટે માનું છું  કે "તમારા ચુકાદાએ  મને અને મારાં  બાળકોને ન્યાય આપ્યો છે. પણ સાથે દેશની  મારા જેવી અનેક પેલા નરાધમોની શિકાર બનેલી સ્ત્રીઓ અને બાળકોમાં  વિશ્વાસ પેદા  થશે  કે  તેમને પણ દેશના ન્યાયતંત્ર તરફથી ન્યાય મળશે.

  5. ગુજરાતમાં સને 2002માં પેદા થયેલા " માનવ સંહાર"નો  શિકાર જેમ ફક્ત મારુ કુટુંબ ન હતું પણ ગુજરાતના સેંકડો કુટુંબો તેનો ભોગ બન્યા હતા. તેવીજ રીતે તેની સામે ન્યાયની લડતમાં અમારા બધાની સાથે ખભે ખભા મિલાવીને વર્ષોં સુધી થાક્યા વિના  સહકાર આપનારાઓની સંખ્યા અગણિત છે. શરૂઆત ક્યાંથી શરુ કરું!

  6.  મારી વકીલ માનનીય શોભાબેન ગુપ્તા જેને મારા સંઘર્ષને લેશ માત્ર  ઢીલો કે હતાશ  ન થાય તે માટે મારી પડખે સતત રહ્યા છે. " બિલકિસ " આપણને એક દિવસ ચોક્કસ  ન્યાં મળશે." તેવો સાથિયારો મને તેવો આપતા જ રહ્યા હતા.આ દેશના આશરે દશ લાખ   નામી અનામી ભાઈઓ અને બહેનો મારા પડખે  મજબૂત રીતે ઉભા રહીને મારા હોંસલાને  નબળો પડવા દીધો ન હતો. 8500 યાચિકાઓ એકલા મુંબઈમાંથી  અને 6000 સમગ્ર દેશમાંથી મારાવતી સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરી હતી.10000 લોકોએ મને કુલ્લા પત્રો ટેકામાં લખ્યા હતા.કર્ણાટક રાજ્યના(તમામ)29 જિલ્લાના 40000 નાગરિકોએ મને પત્રો લખ્યા હતા. અમારું કુટુંબ આપ સૌ દેશવાસીઓનું કાયમી ઋણી રહેશે.

(સ્પેશીઅલ સૌજન્ય - Indian Express- જેણે તા 9મી જાન્યુઆરીથી કુલ 45 પણ ફુલસ્કેપ કોરા કાગળ ભરાય તેટલા સમાચાર સામગ્રી તેના વાંચકોને ઉપલબ્ધ કરાવી).



--