Sent: Sunday, January 21, 2024 3:57:35 PM
To: shekhar.shroff.manavvad@blogger.com <shekhar.shroff.manavvad@blogger.com>
Subject: God is dead.
God is dead.- Friedrich Nietzsche, (1882)
(Good without God- American Humanist Association.)
ઈશ્વર મૃત્યુ પામ્યો છે. - ફેડ્રિક નિત્શે( જર્મન તત્વજ્ઞાની 1882)
(ઈશ્વરમાં આસ્થા રાખ્યા વિના પણ તમે સારા માનવી બની શકો છો.અમેરિકન હ્યુમેનીસ્ટ એસો.)
ઉપરના બે વાક્યોમાંથી પ્રથમ વાક્ય જર્મન તત્વજ્ઞાની નિત્શેએ ખુબજ ગમ્ભીરતાપૂર્વક લખેલું છે. તેનો સમાજ ખ્રિસ્તી સમાજ હતો. તેનો ઈશ્વરનો ખ્યાલ પણ જે તે ધર્મ સંબંધી છે.એટલે કે જયારે તે એમ કહે કે ઈશ્વર મૃત્યુ પામ્યો છે તેનો અર્થ એ થાય કે ખ્રિસ્તી સમાજના ઈશ્વરના ખ્યાલની વાત લેખક કરે છે. ખ્રિસ્તી ધર્મ આધારિત જીવન પદ્ધતિ અને ઉપદેશો પ્રમાણે ખ્રિસ્તી લોકો જીવન જીવવાનું પસંદ કરતા નથી.અરસપરસના માનવીય નૈતિક વ્યવહારો માટે તે ધર્મના નૈતિક ઉપદેશોની જરૂર નથી.તેથી તે ધર્મના ઈશ્વરની પણ જરૂર નથી. આમ ખ્રિસ્તી ધર્મ માનવીય નૈતિક વ્હવહારો માટે બિનજરૂરી બની જાય પછી, તેના આધારિત ઈશ્વરની પછી શું ઉપયોગીતા?
ઈશ્વર અને બાયબલ બંને ની બાદબાકી કરીએ તો નવો સમાજ ક્યા નૈતિક મૂલ્યો આધારિત પેદા કરી શકાય? તેનો જવાબ પશ્ચિમી સમાજે કેથોલિક ધર્મ સામે છેલ્લા 500 વર્ષના સંઘર્ષ પછી આપી દીધો છે.સદર ધર્મે જે કોઈ સંસ્થાઓ વારસામાં આપી હતી જેવી કે કુટુંબ, લગ્ન, વ્યક્તિ અને વ્યક્તિ તથા વ્યક્તિ અને સમાજ સાથેના નૈતિક સંબંધો અને વ્યકતિ અને ધર્મ અને તેના પરોપજીવીઓ સાથેના સંબંધો, તેણે આપેલા વ્યક્તિ અને મૃત્યુ પછીના ઉપદેશો, તમામ શોધી શોધી ને કબરમાં દફનાવી દીધા છે.નિત્શે ને કહેવા પ્રમાણે " બોલ હે માનવી! તારો ધર્મ અને તેને બનાવેલો ઈશ્વર બંને મરી પરવાર્યા છે. હવે તારે તારા જેવા માણસોની મદદથી આત્મવીશ્વીસથી તારી જીવન નાવ ચલાવવી છે?"
ઈશ્વરમાં આસ્થા રાખ્યા વિના પણ તમે સારા માનવી બની શકો છો.અમેરિકન હ્યુમેનીસ્ટ એસો.
હૈ અમારા રામજી,
આજના દિવસે તો તમે આ દેશની પ્રજાને સાચુ જ કહી દો ! અમારા પુજનીય રામજી! કેમ તમારા ભણેલા ગણેલા યુવાનો " God is Dead "ના દેશોમાં જવા "આકાશ- પાતાળ"એક કરી રહ્યા છે? પછી તમારે એમની પાછળ જવું પડશે?