Tuesday, January 23, 2024

મારી તાજેતરની પોસ્ટ “ઈશ્વર મૃત્યુ પામ્યો છે.”


મારી તાજેતરની પોસ્ટ "ઈશ્વર મૃત્યુ પામ્યો છે." તેણે અગ્નિ  ફેલાવાને બદલે પ્રકાશ ફેલાવ્યો છે તેનો આનંદ મને અનેરો છે.આભાર ફે.બી મિત્રોનો. હવે જે કોમેન્ટ આવી છે  તેના જવાબ આપું છું .

  1. સ્વામી બોઘી જાવેદ - "ઈશ્વર મૃત્યુ  પામ્યો છે" તેનો સાદો સીધો અર્થ એટલો જ છે પહેલાં સમાજ,માનવી અને તેની તમામ સંસ્થાઓ ઈશ્વર કેન્દ્રિત હતી.તે હવે સ્વકેન્દ્રીત માનવ બની ગયો હોવાથી તે સમજી ગયો છે કે સમગ્ર વિશ્વનો સર્જેક તો ફક્ત ને ફક્ત માનવી જ છે. સદીઓથી જે સર્જક હતો તેને ગુલામ બનાવીને  વિશ્વના તમામ ધર્મો તેના માલિક બની ગયા બેઠા હતા.માનવીના ખભા પર તે બધા ચઢી બેઠા હતા.તમામ ધર્મો અને તેના એજન્ટો હજુ માનવીના માથેથી ઉતરવાનું નામ જ દેતા નથી. આજે 22મી જાન્યુઆરીએ "અમે ભારતીયોએ વિશ્વગુરુ તરીકે તમામ  પેલા ભૌતિકવાદી દેશોની વૈજ્ઞાનિક શોધો અને ઇલેટ્રીક ઉપકરણોનો ઉપયોગ કરીને છડી પોકારીને બતાવી દીધું કે અમે અમારા  માથેથી અમારા રામજીને "સાહેબના નેતૃત્વની" મદદથી હજુ ઉતાર્યા નથી. જોઈલો! માનવ સુખાકારી માપદંડોથી અમે ઈશ્વર સુખાકારી માપદંડોને ફગાવી દઈને નિત્શે જાહેર કરેલ સત્યને આધારે  "ઈશ્વર મૃત્યુ  પામ્યો છે" તે પ્રમાણે જીવન જીવવાનું નક્કી કરેલ છે. 

  2. Chandresh Balar-Swami Bodhi Javed ઇશ્વર કી મૃત્યું કે બાદ હી મનુષ્ય કી ગરિમા ઉભર સકતી હૈ.ઐસા ભી કહા જા સકતા હૈ. ચંદ્રેશભાઇ, હું અને તમે ભૂલોમાંથી શીખતાં આવ્યા છીએ.તે માટે આપણે ઈશ્વરી સત્યોને પડકારવાં પડે! 

  3.  Harish Desai-અમેરિકાનાં ચલણ પર - અમે ઈશ્વરમાં વિશ્વાસ ધરાવીએ છીએ (In God, we trust) છપાયેલું એક જમાનામાં જોયેલું. આજે શું એ પરિસ્થિતિ બદલાઈ છે? હજુ તે ચાલું છે. અમેરિકન હ્યુમેનીસ્ટ એસોની તેની સામે લીગલ બેટલ ચાલુ છે.

Ketan Christie-શ્રોફ સાહેબ, તદ્દન ખોટી વાત છે. ઈશ્વર -બાઈબલના પવિત્ર ઈશ્વર જીવંત છે. દોસ્ત !આપનાથી જુદી અને તદ્દન વિરોધી વાત વિશ્વના તમામ મોટા 10 ધર્મો,તેના પુસ્તકો અને તેના પ્રચારકો 24 x7 કર્યાજ કરે છે.21મી સદીના માનવી માટે સવાલ છે કે પેલા દશ ધર્મોમાંથી તમારા ધર્મ સાથે કાંતો બધા સાચા કે બધાય ખોટા ?  ધર્મનિરપેક્ષ માનવવાદીનું એટલું જ સૂચન છે કે મારા તમારા બાળકોને 18 વર્ષની ઉંમર પછી પેલા 10 ધર્મોના પુસ્તકો તેની સામે ખડકી દેજો . પછી  ફક્ત એટલી જ શીખ આપજો કે દીકરા - દીકરી તમને  જે પસંદ  પડે તે ધર્મ સ્વીકારજો. શરત એટલી જ કે 18 વર્ષ સુધી મારા તમારા ઘરોમાં  ધર્મોની દુકાન બંધ  રાખવાની છે. અમને વિશ્વાસ  છે કે  તમારા વારસદારો ડેડીને પસ્તીવાલાને બોલવાનું  કહેશે! શંકા  હોય તો આ ચર્ચા પછી ઘરમાં પ્રયોગ કરી જોજો. તમારું સાહસ નિષ્ફ્ળ જાય તેવી મારી શુભેચ્છા .


--