Sent: Saturday, March 8, 2025 7:02:04 PM
To: shekhar.shroff.manavvad@blogger.com <shekhar.shroff.manavvad@blogger.com>
Subject: આપણામાંથી ગાંધીને મારશે કોણ? ભાગ–૨
આપણામાંથી ગાંધીને મારશે કોણ? ભાગ–૨.
નાથુરામ ગોડસે અથવા નારાયણ આપ્ટે બે માંથી કોઇ ગાંધી ને મારવા તૈયાર ન હતા! ૦૨–૦૧–૧૯૪૮ના રોજ બંને અહેમદનગર જઇને વિષ્ણુ કરકરેને મળે છે.આ ભાઈ! પેલા બંને દોસ્તોને મદનલાલ પાહવાના નામનું સુચન કરે છે. કરકરેને મદનલાલ પાહવા પર એટલો ભરોસો હતો કે " આ બંદો! ચોક્કસ ગાંધીનું ખુન કરવા તૈયાર થશે. કેમ! કારણકે તે પાકિસ્તાનથી સર્વસ્વ ગુમાવીને જીવ બચાવવા નિરાશ્રીત તરીકે ભારતમાં આવ્યો છે. તેના દિલોદિમાગમાં હજુ બદલાની ભાવના બુઝાઇ નથી. તે ચોક્કસ આપણા પવિત્ર(!)હવનમાં બલી બનવા તૈયાર થશે. અહેમદનગરના મુસ્લીમોના ઘરો પર બોમ્બ ફેકવા ને તેમની દુકાનોમાં હલ્લાબલ્લી કરી લુંટફાટ કરવાની ક્ષમતા ધરાવે છે કે નહી, તે બધી પરિક્ષાઓમાં આ નિરાશ્રીત ભાઇ અવ્વ્લ નંબરે પાસ થઇ ગયા હતા. કરકરેએ પહેલીવાર પાહવાની ઓળખાણ પુરી લાયકાતો સાથે ગોડસે અને આપ્ટે ને કરાવી. પાહવાને પોતાના પ્લાનની લેશ માત્ર આ તબક્કે ગંધ સરખી પણ આવવા દીધી ન હતી." એક વાર ભારત માતાકી જય બોલ તો કરો!"
તા.૦૬–૦૧–૧૯૪૮ના રોજ(૩૦મી જાન્યુઆરીથી બરાબર ૨૪ દિવસ પહેલાં) પાહવાને ખબર પડી જાય છે કે આ લોકો ગાંધીનું ખુન કરવા નો પ્લાન બનાવી રહ્યા છે.પણ પેલા બે માસ્ટર માઇન્ડ હજુ સુધી પાહવાને બતાવતા નથી કે ગાંધીને ગોળીઓથી મારવાનું કામ પાહવાએ કરવાનું છે. પરંતુ ગાંધીજીને ગોળીથી મારવા રિવોલ્વર જોઈશે ને? તેની વ્યવસ્થાતો કેટલા મહિના પહેલાં કરવામાં આવેલી હતી.( Necessary arrangement for having a revolver has been done months before.)
તા–૮ મીઓગસ્ટ૧૯૪૭(સ્વતંત્ર દિવસ ના બરાબર સાત દિવસ પહેલાં).Air India Plane 438 મુંબઇ થી દિલ્હી આવવા ઉડ્ડાન ભરે છે.તે વિમાનમાં વિનાયક (પાનું૨) સાવરકર,નથ્થુરામ ગોડસે અને નારાયણ આપ્ટે મુંબઈ થી દિલ્હી આવવા રવાના થયા.હિંદુ મહાસભાની વર્કીંગ કમીટીમાં ભાગ લેવા આવ્યા હતા.
દિલ્હી આવતા પહેલાં અહેમદનગર(મહારાષ્ટ્ર)ની ખાસ મુલાકત લીધી હતી.તે શહેરમાં જઇને રાયફલ વેચનાર વેપારી દિગંબર બડગે ને મળે છે.જુલાઇ ૧૯૪૭માં ૧૨૦૦ રુપિયાની સ્ટેનગન બડગેની દુકાનથી નારયણ આપ્ટેએ ખરીદી હતી. આ સ્ટેનગન ખરીદતી વખતે વિષ્ણુ કરકરે પણ સાથે જ હતા.
દિલ્હી પ્લેનમાંથી ઉતરવાની સાથે જ ગ્વાલયરના દત્રાત્રય પરચુરે, હિંદુ આર્મીના વડા(He was the commander chief of Hindu Rashtra Army)ને ત્રણેય જણ મળે છે. આ પહેલી વાર નો પ્રસંગ હતો કે જ્યારે ગાંધીજીની હત્યા ના કાવતરામાં સંડોવાયેલા તમામ એકી સાથે ભેગા થયેલા હતા.ગાંધીજી નું ખુન કરવા નીચે મુજબના કામની વહેંણી કરવામાં આવી હતી.
ગ્વાલીયરવાળા દત્રાત્રય પરચુરેએ ખાસ જાતની રિવોલ્વર " બેરેટટા ગન" ની વ્યવસ્થા કરી આપી. જે ગનથી ગોડસેએ ગાંધીજીનું ખુન કર્યું હતું. નારાયણ આપ્ટેને ખુબજ ઝીણવટભરી રીતે સદર કાવતરું સફળ થાય માટે આયોજન કરવાનું હતું જેને અંગ્રેજીમાં LOGISTICS તરીકે ઓળખવામાં આવે છે. તા.૨૦ મી જાન્યુઆરીના રોજ ગાંધીજી પર દિલ્હી માં જે પહેલો ખુની હુમલો કરવાનો હતો તે માટે વિષ્ણુ કરકરેએ મદનલાલ પાહવાને ગોળી મારવા તૈયાર કરવાનો હતો. આ બધાનો પ્રેરણા સ્તોત્ર( Guiding Spirit) વિનાયક દામોદર સાવરકર હતા(તેને વર્તમાન મોદી સરકારે ભારત રત્નનો મરણોત્તર એવોર્ડ આપ્યો છે.)
આ કાવતરાથી સ્વતંત્ર નથ્થુરામ ગોડસેએ તારીખ ૨૦મી જાન્યુઆરીએ જ્યારે મદનલાલ પ્હાવા ગાંધીજી પર ગોળીઓ ચલાવે ત્યારે નાગપુરમાં પોતાના કુટુંબ ના સગા ની શાદી માં તે હાજર હતો તેવો પુરાવો (અન્યત્ર હોવાનો પુરાવો- ALIBI) તૈયાર (પાનું–૩)કર્યો હતો. તેના બહાના નીચે તે દેશને બતાવી શકે કે ગાંધીની હત્યામાં તેનો હાથ ન હતો.
૧૪ મી જાન્યુઆરીના રોજ પુના થી મુંબઇ જતી ટ્રેન માં ગોડસે અને નારાયણ આપ્ટેએ પોતે જ ગાંધી હત્યાના કાવતરાનો પ્લાન પોતે જ બહાર પાડી દીધો.પોતાની સીટની સામે મરાઠી સીનેમા એક્ટ્રેસ શાંતા મોદક બેઠી હતી.તેને નારાયણ આપ્ટે પોતાની ઓળખાણમાં બતાવી દીધું કે હું હિંદુ રાષ્ટ્ર દૈનીકનો માલિક અને ગોડસેને તેના તંત્રી તરીકે પરિચય કરાવ્યો. શાંતા મોદકની સાથે બંનેએ કોફી પીધી ને વધુમાં કહી દીધું કે તેઓ વિનાયલ દામોદર સાવરકરને ત્યાં સીધા ટ્રેઇનમાંથી ઉતરીને જવાના છે. શાંતાબેને બંનેને સાવરકરને દરવાજે પોતાની ગાડી માં લઇ જઇ ને ઉતારી દીધા.
તે જ દિવસે સાંજના ૭–૩ ૦ થી ૮–૩૦ સુધી ગોડસે,આપ્ટે ને બડગે સાવરકરેને મળે છે. અહેમદનગરના શસ્રોનો વેપારી બડગે બધાની વચ્ચે કહે છે કે " હું તમારા માટે રિવોલ્વર લઈને આવ્યો છું. હું સાવરકર સાહેબ ને ત્યાં મુકીને જઉ?" ના! ના! અહીંયા મારે ઘેર નહી. આપણી હિદું મહાસભાની ઓફીસ પર મુકી આવો! પેલી ત્રણેય ત્રિપુટી પક્ષની ઓફીસે જાય છે. ત્યાં પણ ઠેકાણું નહિ પડતાં છેવટે બડગે મુંબઇના સુપ્રખ્યાત ભુલેશ્વરના હિંદુમંદિરના મહારાજો બે ભાઇઓ દિક્ષિત મહારાજ અને દાદા મહારાજ પાસે જાય છે. તેઓ પોતાને ત્યાં શસ્રો રાખવાનું સહજતાથી બે કારણોથી સ્વીકારે છે. એક પોલીસને વિશ્વાસ હોય છે કે મંદિરમાં દેવનો નિવાસ હોય છે શસ્રો નહિ. બીજુ અમે બંને ભાઇઓ હિંદુ રાષ્ટ્રના ટેકેદાર છે. શું કહેશો આ બધા હિદું રાષ્ટ્રપ્રેમીઓને, દેશ ભક્તોને જેને મંદિરમાં ગેરકાયદેસર શસ્રો રાખવામાં કોઇ લેશ માત્ર છોછ નથી.
જાહેર જીવનમાં સાધ્ય અને સાધનની શુધ્ધીતો પેલા મુઠ્ઠી હાડકાવાળા ગાંધીને પોષાય! અમારે મન તો એ વેદિયાપણાથી વધારે કશું નથી.(૨૦૧૪થી ૨૦૨૪ સુધી) ગેરકાયદેસર જાહેર કરેલા ઇલેક્શન બોન્ડના ઉપયોગની અમારી સિધ્ધિ કેટલી ચમકદાર છે.) કરકરેને પાહવાને હથીયાર આપી બંનેને દિલ્હી જવા આપ્ટેએ સૂચના આપી. હજુ સુધી પાહવાને ખબર ન હતી કે " ગાંધી પર ગોળીઓ તો પાહવાને જ ચલાવવાની છે." નાથુરામ ગોડસે પોતની ડાયરીમાં તમામ વિગતો લખતો હતો. જે ડાયરી તેના મૂળ સ્વરૂપે ગાંધીજીના ખુન પછી આખરે પોલીસ ના હાથમાં આવે છે.
ગાંધીનું ખુન કરવામાં પાહવા ફેઇલ જોય તો નારાયણ આપ્ટેએ પ્લાન "B" બનાવ્યો હતો. નારાયણ આપ્ટેએ કહ્યું કે ગાંધીજીનું ખુન કરવાની જવાબદારી સાવરકરે મને સોંપી છે.(Savarkar had given me responsibility of killing Gandhi. N. Apte declared). પ્લાન"B" મુજબ ગાંધીની હત્યા આપ્ટે બડગે પાસે કરાવવા માંગતા હતા. પછી નથ્થુરામ ગોડસે પુના જાય છે. અને પોતાના ભાઇ ગોપાલ ગોડસેના આ કાવતરાને સફળ બનાવવા સામેલ કરી દે છે.
૧૭મી જાન્યુઆરી સવારે સાત વાગે ગોડસે, આપ્ટે, બડગે અને તેનો નોકર શંકર મુંબઇના વી.ટી સ્ટેશન પર ભેગા થાય છે. ગોડસેએ કહ્યું કે ચલો! આપણે ચારેય છેલ્લીવારના સાવરકરના દર્શન– આશાર્વાદ લઇને પછી દિલ્હી જઇએ. તે બધા સાવરકર સદન જાય છે. પાંચ–દસ મિનિટ માં જ બધા નીચે આવે છે. સાથે સાવરકરે પણ નીચે આવે છે. સાવરકર બોલે છે."Be Successful and return".
તેજ દિવસે ગોડસે અને આપ્ટેએ મુંબઈ થી અમદાવાદ થઇને દિલ્હી જતી ફ્લાઇટ પકડી. દિલ્હી પહોંચી 'મરીના હોટેલ માં બે દિવસ ૧૮અને ૧૯ જાન્યુઆરી રહે છે. બંને દિવસ બંને જણા બિરલા હાઉસની રેકી કરે છે. "They inspected area around Birla House too." બાકી હતું તેમાં ગોપાલ ગોડસે દિલ્હીમાં આવીને આ પ્લાનમાં જોડાઇ જાય છે.પણ તે હિંદુ મહાસભા પક્ષની ઓફિસ માં રહે છે. તે સમયે મદનલાલ પહાવા પોતાના મામા ને મળે છે. પહાવાને સમાચાર આપે છે કે તેના પિતાએ તેની શાદી તેની જ્ઞાતિમાં નક્કી કરી દીધી છે. ૧૮ મી જાન્યુઆરી એ તેની મંગેતરના ઘરે મળવા જાય છે.૧૯મી રાત્રે નારાયણ આપ્ટે પાહવાની રુમમાં બારણુ ખટખટાવે છે.તેને કહેવામાં આવે છે કે ગાંધી ઉપર ગોળી પાહવા જ ચલાવે તેવી આપણા ગ્રુપમાં બધાની ઇચ્છા છે.પાહવાએ બિલકુલ ના પાડી દિધી. " મારુ એ કામ નહિ" હું ગાંધી નો પ્રશંસક બની ગયો નથી. પણ મારા જીવનમાં હવે પસંદગી બીજી આવી ગઇ છે.હું હવે મારી જિંદગી એક ક્રીમીનલ નો ધબ્બો, દાગ લઇને જિવવા માંગતો નથી. આ ઘડીયે ગાંધીના ખુન કરવાનો પ્લાન જ રફે તફે થઇ જાય છે.ગોડસે ગાંધી પર ગોળી ચલાવવા તૈયાર ન હતો! નારાયણ આપ્ટેને પ્લાન "B" મજુબ બરગેને હવે જવાબદારી સોંપે છે. તેમ છતાં આ તબક્કે આપ્ટે પાહવાને પોતાની ચુંગાલમાંથી બહાર જવા દેવા તૈયાર ન હતો.
તા–૨૦મી જાન્યુઆરીએ સાંજે બિરલા ભવનની બહાર રોડ પર એક બોમ્બ ધડાકો કરવો જેથી કરીને લોકોનું ધ્યાન તે તરફ જાય અને જેને ગાંધી હત્યાનું કામ સોંપ્યુ હતું તે બરગે કામ પતાવી દે. આ પ્લાન "B" કેવી રીતે નિષ્ફળ ગયો એ પણ સમજીએ.
નકકી કરેલા સમય પ્રમાણે પાહવાએ તો બીરલા ભવનની બહાર બોમ્બ ધડાકો કરી નાંખ્યો. પણ બરગેના માનસિકતા એવી હતી કે તે ઇરાદાપુર્વક પોતાની રીવોલ્વર જ જે ભાડે ટેક્ષીમાં તે આવ્યો હતો તેનીપાછલી સીટ નીચે જ રીવોલ્વર મુકીને જ બીરલા ભવન આવ્યો. ત્યાં જ બોમ્બ ધડાકાને કારણે જે ભાગ દોડ મચી ગઇ હતી તેથી નારાયણ આપ્ટે, નથ્થુરામ ગોડસે અને ગોપાલ ગોડસે પેલી બરગેવાળી ટેક્ષીમાં જ ભાગી ગયા. જ્યાં તેઓએ ટેક્ષીની પાછલી સીટ નીચે બરગે વાળી રિવોલ્વર સંતાડેલી જોઇ!
જ્યારે બીરલા ભવનમાંથી બહાર આવે છે ત્યારે બરગે જુએ છે કે ત્યાં પેલાચારમાંથી કોઇ સાથીદાર,આપ્ટે, નથ્થુરામ, ગોપાલ કે પાહવા ત્યાં ન હતા. તે બધા હિંદુ મહાસભાની ઓફીસ પર આયોજન મુજબ ભેગા થયા. બિરલા ભવન પર શું થયું તે બરગેને પુછે છે? બરગે સખત મા–બેન સમી ગંદીમાં ગંદી ગાળો તે બધાને ગુસ્સામાં સંભળાવે છે. બરગેને સમજણ પડી ગઇ હતી કે આ બધા પોતે ભાગી જઇ ને તેને ફસાવવા માગતા હતા!. કોના હિતો માટે કોને પ્રતિબધ્ધતા હતી? પોતાની જાત બચાવવાના કે પેલા પ્લાનને અમલમાં મુકવાની! બરગે તરત જ ત્યાંથી નીકળી જાય છે.
બીરલા ભવન પર ભાગદોડ જબ્બ્રરજસ્ત મચી ગઇ હતી. પોલીસ મદનલાલ પાહવાને પકડી લે છે. ગાંધીજી પણ ત્યાં પ્રાર્થના સભા માં હાજર હતા. આવા સંજોગોમાં પણ તે તરતજ પોતાની બૌધ્ધીક પરિપક્વ(Mature) પ્રતિક્રીયા આ શબ્દોમાં આપે છે. " આવા ધડાકાથી જો આપણે ડરી જઇશું તો ખરેખર કાંઇ થઇ જાય તો આપણા હાલ કેવા હશે?" માટે "ડરો મત" !
जिस भाई ने यह काम किया है, उससे आपको कोई नफरत करने की कोई जरूरत नहीं हैा " We don't need to hate him." Gandhiji spoke at that very moment. In the midst of death life persists, in the midst of untruth truth persists, in the midst of darkness light persists."
ભાગ–૩ આપણામાંથી ગાંધીને મારશે કોણ? તા. ૨૧મી જાન્યુઅઅરીથી ૩૦ જાન્યુઆરી– બાપુની છેલ્લી અને આખરી વિદાય સુધી હવે પછી.