માનવવાદી મુલ્યો આધારિત વૈશ્વીક વ્યવસ્થા–
સામ પિત્રોડાજીને ત્યાં દર ગુરુવારે શીકાગોના સમય પ્રમાણે સવારે ૮–૦૦ વાગે અમે, વિશ્વના જુદા જુદા દેશોમાંથી બૌધ્ધીકો આશરે એકાદ કલાક માટે વેબીનારમાં ON LINE ZOOM થી મળીએ છીએ. સંખ્યા લગભગ ૧૫થી૨૦ની હોય છે. અમેરિકા ઉપરાંત કેનેડા, યુકે, ફ્રાન્સ, જર્મની અને ભારતના જુદા જુદા વિષય નિષ્ણાતો તેમાં ભાગ લે છે. મને તેમાં છેલ્લા ત્રણેક વર્ષથી ભાગ લેવાની તક મળેલ છે.
અમેરીકાના પ્રમુખ તરીકે રિપબ્લિક્ન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતાંની સાથે જ પ્રમુખ તરીકે ફટાફટ એકઝીક્યુટીવ હુકમો કરવા માંડયા છે. તેણે વૈશ્વીક સ્તર પર બૌધ્ધીકોમાં ઘણી ચિંતા વિશ્વ શાંતિ માટે ઉભી કરી દીધી છે. યુક્રેનના ભોગે રશીયા સાથે ટ્રમ્પની અમેરીકન સરકારે એકાએક બે દેશો વચ્ચે ઘનીષ્ટતા પેદા કરી દીધી છે. તેણે બીજા વિશ્વયુધ્ધ પછી છેલ્લા આશરે ૮૦વર્ષોથી વિકસી રહેલી વેશ્વીક વ્યવસ્થાને જાણે ત્રીજા વિશ્વ યુધ્ધના મુખમાં ધકેલી દીધી છે.
આ સંદર્ભમાં આલબર્ટ આઇનસ્ટાને સને ૧૯૪૮માં અણુ–પરમાણુના વિનાશક ઉપયોગથી સમગ્ર માનવજાતના ભાવિને જોખમમાં મુકીદે, તેમાંથી બચવા શું કરી શકાય તે માટે એક સંસ્થાની "વિશ્વ સરકાર" ( World Government) સ્થાપના કરી હતી.તેના વર્તમાન સંચાલકને ૨૭મી ફેબ્રુઆરીએ ભાગ લેવા વેબીનારમાં બોલાવ્યા હતા.જુદા જુદા રાષ્ટ્રોના સામસામી હિતોને કારણે કોઇ અપરિપક્વ કે બેજવાબદાર દેશના વડાના હાથમાં અણુ–પરમાણુ શસ્રોના ઉપયોગની ચાવી હાથમાં આવી જાય તો શું થાય?
આજને તબક્કે સમગ્ર વિશ્વ,૨૦૦ ઉપરાંત રાષ્ટ્રોમાં પોતાના હિતોના કે તેના નેતાઓના સ્થાપિત હિતોમાં ઉભુ ને આડુ વહેંચાઇ–વહેરાઇ ગયું છે.વારંવાર તે બધાના અવિચારી પગલાંઓને કારણે વૈશ્વીક અસ્તિત્વ જોખમમાં મુકાઇ જેવા બનાવો પેદા થાય છે.
તા.૨૭મી ફેબ્રુઆરી અમારા વેબીનારમાં વૈશ્વીક અને માનવીય પ્રશ્નોના ઉકેલ માટે રાષ્ટ્રવાદી અભીગમ હવે અપ્રસતુત થઇ ગયો છે તેની વિગતે ચર્ચા કર્યાબાદ બીજો કેવો અભિગમ હોવો જોઇએ તેના અંગે પિત્રોડાજીએ મને મારા માનવવાદી મુલ્યો આધારિત વિચારો રજુ કરવા વિનંતી કરી. વધુમાં મને તે વિચારોની ટુંકી નોંધ લેખીત મોકલવાનું પણ કહ્યું.
જે મેં અંગ્રેજીમાં તૈયાર કરી છે. તેની સાથે ગુગલ 'જેમીની' ચેટપીટીજી અને ચીનના નવા એઆઇ (AI DEEP SEEK)ની મદદ લીધી છે. વિશ્વ સરકારના નવા બંધારણમાં માનવ મુલ્યોને આમેજ કરવા તૈયાર કરેલી લીંક આ સાથે સામે છે.ત્રણેય નોંધ રજુ કરી છે. જેનો અભ્યાસ કરીને તે અંગે પિત્રોડાજીએ કોમેન્ટ કરી છે તે અંગ્રેજીમાં આ પ્રમાણે છે.