Friday, March 7, 2025

મેં ગાંધીજીને કેમ ત્રણ ગોળીઓથી વીંધી નાંખ્યા?– નથ્થુરામ ગોડસે– ભાગ–૧

મેં ગાંધીજીને કેમ ત્રણ ગોળીઓથી વીંધી નાંખ્યા?– નથ્થુરામ ગોડસે– ભાગ–૧.
(૧) ગાંધી મુસલમાનોને ભારતમાં કાયમ માટે રાખવા માંગતા હતા.
(૨) ભારતના ભાગલા પછી પાકિસ્તાનને ૫૫ કરોડ રુપીયા દેશની તિજોરીમાંથી અપાવવા માટે સરકારને મજબુર કરવા આમરણાંત ઉપવાસ પર ઉતરી પડ્ડયા હતા.
ગોડસેની ઉપરની બે દલીલોમાં કેટલું સત્ય ને કેટલું જુઠ્ઠાણું !
ગાંધીજીનું ગોળી મારીને ખુન કરવાના કાવતરામાં એવું ન હતું કે ગોડસે ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ દિલ્હીમાં સાંજના પાંચ વાગે બીરલા ભવનના પટાંગણમાં દરરોજના નિયમ મુજબ પ્રાર્થના કરવા આવે અને નમન કરી ને રીવોલ્વરમાંથી ત્રણ ગોળીઓ ફટાફટા છોડીને " ગાંધીજીને હે રામ! બોલવા મજબુર કરી દે. . (This was a prolonged and well thought out conspiracy.)
ગાંધીજીને રીવોલ્વરથી ગોળી મારીને ખુન કરવાના કાવતરામાં મુખ્ય નીચે મુજબના પાંચ માણસો હતા
(1) વિનાયક દામોદર સાવરકર(મહારાષ્ટ્રીયન ચીત્તપાવન બ્રાહ્મણ) જેણે નથ્થુરામ ગોડસેની ખુની ટોળકી સફળ થાય માટે બે વાર આશિર્વાદ આપ્યા હતા. "Savarkar told them to return victorious".
(2) નથ્થુરામ ગોડસે – મહારાષ્ટ્રીયન ચીત્તપાવન બ્રાહ્મણ,
(3) નારાયણ આપ્ટે– મહારાષ્ટ્રીયન ચીત્તપાવન બ્રાહ્મણ,
(4) મદનલાલ પાહવા– પાકીસ્તાની નિરાશ્રીત,
(5) વિષ્ણુ કરકરે–
પાછળથી જોડાયા ગોપાલ ગોડસે,( નથ્થુરામ ગોડસેનો ભાઇ)અને અહેમદનગરનો રિવોલ્વર વેચવાનો ધંધો કરનાર વેપારી બરર્ગે.
નથ્થુરામ ગોડસેનો ગાંધીજીની હત્યા કરવા માટેનો પહેલો હુમલો–
ગાંધીજીને જુલાઇ માસ સને ૧૯૪૪ના રોજ બ્રીટીશ સરકારે ગાંધીજીની બગડતી જતીને ધ્યાનમાં રાખીને જેલમાંથી મુક્ત કર્યા હતા. આરામ કરવા મહારાષ્ટ્રના પુને શહેરની નજીક આવેલા પંચગીની હીલ સ્ટેશન પર આરામ કરવા ગયા.લોકોમાં જઇને સભાઓ કરતા હતા. તેમાં એકવાર આશરે ૧૮ થી ૨૦ યુવાન લોકો કાળા ઝંડા લઇને ગાંધીજી વિરુધ્ધ સુત્રોચ્ચાર કરતા હતા. આ ટોળામાં નાથુરામ ગોડસે હતા. અચાનક તે ચાકુ કાઢે છે અને ગાંધીજીની તરફ હુમલો કરવા ધસી જાય છે.ગાંધીજીની આજુબાજુ ઉભા થયેલા લોકો નથ્થુરામ ને પકડી લે છે.
ગાંધીજી મનમાં મનમાં હેરાન થઇ ગયા! આ કોણ માણસ છે? મારા ઉપર હુમલો કરવાની માનસિકતા તે કેમ ધરાવે છે? ગોડસેને તે પોતાની પાસે બોલાવે છે. વિનંતિ કરે છે કે ભાઇ! આઠ દિવસ માટે આપણે બંને સાથે રહીએ, જેથી એક બીજાના વિચારોને સમજી શકીએ! ગોડસે એ ગાંધીજીની તે દરખાસ્ત ને એક જ શબ્દ વાપરીને 'ક્યારેય નહી' બોલીને ફગાવી દીધી. તેમ છતાં ગાંધીજીએ તેને છોડી મુકવાની સુચના આપે છે.પોલીસને સોંપવાને બદલે છોડી મુકવામાં આવે છે.આમ સને ૧૯૪૮ પહેલાં ગાંધીજીની હત્યા કરવા ઘણીવાર પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
ગોડસેનો જન્મ ૧૯–૦૫–૧૯૧૦.તેના મા–બાપનું તે ચોથું બાળક હતો. બેન જીવતી હતી ભાઇઓ બધા બાળપણમાં જ ગુજરી ગયા હતા. મા–બાપને લાગ્યું કે તેમના કુટુંબ પર કોઇનો શાપ છે. માટે તેનું નાક વિધીને તેના નાક પર 'નથણી' પહેરવામાં આવી હતી. એક દિકરીની માફક તેનો ઉછેર કરવા માંડયો હતો. કપડાં પણ છોકરીના જ પહેરાવામાં આવતા હતા.તેનું મુળ નામ 'રામચંદ્ર વિનાયકરાવ ગોડસે' હતું. નથણી પહેરવાને કારણે તેનું નામ નથ્થુરામ થઇ ગયું.તેની શૈક્ષણિક લાયકાત ૧૦મું ધોરણ નપાસ (ફેઇલ)ની હતી.
પિતાજીની નોકરીમાં ટ્રાન્સફર થવાથી ૧૯૨૯ નથ્થુરામ પણ રત્નાગીરી પિતા સાથે ગયા.આ શહેરમાં તે પહેલીવાર વિનાયક દામોદર સાવરકરના સંપર્કમાં આવે છે. ગોડસે અને સાવરકર બંને મહારાષ્ટ્રની ચિત્તપાવન બ્રાહ્મણ જ્ઞાતિમાંથી આવતા હતા. સાવરકરના બ્રીટીશ સરકાર સામેના ગુનામાં થયેલી સજાના ભાગરુપે સાવરકરને રત્નાગિરિ બહાર જવાની મનાઇ હતી,પ્રતિબંધ હતો. સાવરકરે ગોડસેને પોતાના આયોજન માફક તેને બૌધ્ધીક રીતે પલોટવા માંડ્યો. દસમું ધોરણ ફેઇલ ગોડસે સાવરકરનો 'યસ મેન' બની ગયો.સને ૧૯૩૨માં ગોડસે આર એસ એસની શાખાનો નિયમત સભ્ય બની ગયો. સાવરકરના રાજકીય પક્ષ 'હિંદુ મહાસભા'નો પણ સક્રીય સભ્ય બની ગયો.
ગાંધીજીના ખુન અંગેના કાવતરામાં સંડોવાયેલ બીજી કુખ્યાત વ્યક્તિનું નામ છે ' નારાયણ આપ્ટે' પણ ચિત્તપાવન બ્રાહ્મણ જ્ઞાતિમાંથી આવતો હતો. નારાયણ સને ૧૯૩૮થી સાવરકરની પાર્ટી હિંદુ મહાસભાનો સભ્ય થઇ ગયો.તેને શાદીસુધા કેટલીક યુવતીઓ સાથે સંબંધ હતા. તેમાંથી એક ઇસાઇ યુવતી 'મનોરમા સાલ્વે' સાથે એવો ઘનીષ્ટ સંબંધ હતો સને ૧૯૪૬માં સાવરકરને નારયણે મનોરમાને પોતાની પત્નિ છે તે રીતે પરિચય કરાવ્યો હતો.જે હકીકત સત્યથી વેગળી હતી.
નથ્થુરામ ગોડસે અને નારાયણ આપ્ટે એક બીજાના ઘનીષ્ટ સાથીદાર સને ૧૯૪૨માં બન્યા.તે જ વર્ષમાં " હિંદુ સંગઠન " નામની સંસ્થાની સ્થાપના કરી." "અગ્રણી" નામનું દૈનીક અખબાર શરુ કર્યુ. સદર અખબારનો પહેલેથી જ મુસ્લીમ વિરોધી હોવાને કારણે તેના પર બ્રીટીશ સરકારે દંડ પણ કર્યો હતો. આજ અખબાર " અગ્રણી"માં નિયમિત ગાંધીજી સામે સખત નફરત ફેલાય તે પ્રમાણેના લેખો નિયમિત પ્રકાશિત કરવામાં આવતા હતા.તેમાં ગાંધીજીની વિરુધ્ધ એક લેખ પ્રકાશીત કરવામાં આવ્ય હતો, તેનું મથાળુ હતું " Gandhi commit suicide " ગાંધીજીએ રાજકીય આપઘાત કરવો જોઇએ. દેશના રાજકારણમાંથી નિકળી જવું જોઇએ. ગોડસેના દિમાગમાં ગાંધીજી માટે કેટલી બધી નફરતી અને ધિક્કારની લાગણી ભરી હતી કે સને ૧૯૪૬માં હિદું મહાસભાના પ્રમુખ એલ. બી. ભોપલકર ઉપર ચાકુથી હુમલો કરવા તૈયાર થઇ ગયો હતો. કારણકે આ પ્રમુખના હાથ નીચે સંસ્થા ગાંધીજી વિરુધ્ધ જેટલા ઉગ્ર અને આત્યંતિક બનવું જોઇએ તેને બદલે મવાળ વલણ અખત્યાર કરતી હતી.અગ્રણી દૈનિકના નફરતભર્યા લખાણોને કારણે સરકારે બીજીવાર સરકારે સખત દંડ કર્યો. દંડ ભરવાને બદલે " ગોડસે એન્ડ કુંપની"એ "અગ્રણી" દૈનીકને બંધ કરીને "હિંદુરાષ્ટ્ર" નામનું દૈનિક શરુ કરી દીધુ.
ગાંધીજી દેશમાં હિંદુઓના ખુબજ સન્માનીય નેતા હતા. તેથી મોટાભાગની હિંદુપ્રજા તેમની અનુયાઇ બની ગઇ હતી. આની સામે હિંદુમહાસભા અને આર એસ એસને હિંદુઓનો સહકાર નહી મળવાથી હોંશીયામાં સરકી ગઇ હતી.ગાંધીજી દેશને એક બિનસાંપ્રદાયિક લોકશાહી દેશ બનાવવા માંગતા હતા.જ્યારે આર એસ એસ અને હિંદુ મહાસભા એક હિંદુરાષ્ટ્ર બનાવવા માંગતા હતા.હિંદુરાષ્ટ્ર એટલે દેશ ધર્મને આધારે ચાલશે.જ્યારે ગાંધીજી ધર્મ અને રાજનીતીને અલગ અલગ સ્વાયત્ત ક્ષેત્રોમાં રાખવા માંગતા હતા.
૧૨સપ્ટેમ્બર ૧૯૪૭માં પ્રાર્થનાસભા પછી ગોલવાલકર સાથેની મીટિંગમાં ગાંધીજીએ કહ્યું " The hands of R S S were steeped in blood. Guruji (Golvalkar) assured Gandhiji that this is not true. My organization did not stand for killings of Muslims." ત્યાર પછી ગાંધીજીએ પોતે કોમી એકતા અને સંવાદિતા માટે ઘનિષ્ટ પ્રયત્નો શરુ કરી દીધા હતા.
આઠમી ડીસેમ્બર ૧૯૪૭ના રોજ દિલ્હી સીઆઇડીના વડા પાસે માહિતી મળે છે કે રોહતકની અંદર એક બંધબારણે મીટિંગ કરવામાં આવી હતી. તેમાં આર એસ એસના વડા ગોલવાલકરના નેતૃત્વ હેઠળ મીટિંગ ભરાઇ હતી.જેમાં પોતાના સ્વયંસેવકોને ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે " વીશ્વની કોઇ તાકાત મુસલમાનોને ભારતમાં રાખી શકશે નહી.તે બધાએ દેશ છોડવો જ પડશે.મહાત્મા ગાંધી મુસલમાનોને કાયમી ધોરણે આ દેશમાં રહેવા દેવા માંગે છે.તેથી કોંગ્રેસ દરેક ચુંટણી તેમના મતોથી જીતી શકે. પણ તે પહેલાં અમે દેશમાંથી તે બધાને ખદેડી દઇ શકીશું,( But by that time not a single Muslim will be left in India.") દેશની કોંગ્રેસ સરકાર જો તેમને કાયમી દેશ રહેવાની સગવડ કરી આપશે તો તે માટે હિંદુ સમાજ લેશ માત્ર જવાબદાર નહીં ગણાય! તે પછી વધુ સમય માટે ગાંધીજી દેશને ગેરમાર્ગે દોરી શકશે નહીં."
"We have means whereby such men can be immediately silenced. But it is our tradition not to be inimical to Hindus. If we are compelled, we will have to resort to that course too."
" અમારી પાસે એવા સાધનો ઉપલબ્ધ છે કે જેના ઉપયોગથી આવા માણસોની બોલતી કાયમ માટે બંધ કરી દઇએ. પરંતુ અમારી સંસ્કૃતિ ને સભ્યતા છે કે અમે કોઇપણ હિંદુને દુશ્મન ગણીને તેનો કાંટો અમારી વચ્ચેથી કાઢી નાંખતા નથી. અમને જો તેવું કૃત્ય કરવા મજબુર કરવામાં આવશે તો તે દિશામાં પણ અમારી સંસ્થા ચોકકસ કામ કરશે."
ગોલવાલકરના આવા નફરતભર્યા ઉદ્બોધન પછીના ત્રણ જ અઠવાડીમાં નાથુરામ ગોડસે, નારાયણ આપ્ટે ને વિષ્ણુ કરકરે ગાંધીનુ ખુન કેવી રીતે કરવું તેનો પ્લાન બનાવવામાં મંડી પડ્યા.એક વાત સ્પષ્ટ થઇ ગઇ તે બધા ગાંધીનું રીવોલ્વરથી ખુન કરવા તૈયાર હતા.પણ ગંભીર પ્રશ્ન હતો કે ગાંધીને મારશે કોણ? ફોટો– ગાંધીજી ાને ગોડસે ––વધુ.....આવતા.. ભાગમાં

--