Tuesday, March 4, 2025

સેમ પિત્રોડા! હાજીર હો!

  

સેમ પિત્રોડા! હાજીર હો!

ગોડ– ચિત્રગુપ્ત! મુજરીમને હાજર કરો. શું નામ છે તેનું?પેલા અયોધ્યાવાળા ભક્તોની તેની વિરુધ્ધ કઇ કઇ ફરીયાદો છે.

ચિત્રગુપ્ત– સાહેબ, તમને તમારા આર્યાવ્રત, યાને ભારતવર્ષના એજંટોએ ખોટી માહીતિ આપી છે.મારા 'ડીજીટલ લેજર'માં આ માણસની હજુ તેની એન્ટ્રી પડી જ નથી.તેમ છતાં આપણા રાજદરબારમાં હવે 'શંકા' ઉપરથી હાજર કરવાનો સિલસીલો અમલમાં આવી ગયો છે. આપની મરજી તેની સાથે 'બહસ' કરવાની હોય તો મારા માણસો તેને 'વિઝિટર વીસા' ઇસ્યુ કરી, બોલાવી લાવે!

ગોડ– જો જે પાછો તારા સ્વર્ગમાં નવા નવા નોકરીમાં પસંદ કરેલા     "Computer Savvy" બંગલોર કે પુનાવાલા ડીગ્રીધારીઓ 'ડિજિટલ લેજર' માં ખોટી એન્ટ્રી પેલો H1-B Visa or Permanent Green card પધરાવી ન દે! નહી તો! તે બધાને સ્વર્ગમાંથી ડી પોર્ટ કરવા સોના ચાંદીની બેડીઓ પહેરાવીને મોકલવા પડશે! આપણે ત્યાં તો પર્યાવરણની વિનાશક અસરોમાંથી મુકત રહેવા લોખંડ અને રસાયણિક તત્વોના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

ચિત્રગુપ્ત– 'હરિ ઇચ્છા બલવાન હો'!

ગોડ– ચિત્રગુપ્ત, તું! અહીં સ્વર્ગમાં બેઠો બેઠો ભલે! ' નવરરાશના સમયમાં પેલા ગોકુળવાળાની કોપી કરે! પણ જે માનવી હજુ મારા આર્યવ્રત જેવી દેવભુમિ!માં ચોવીસકલાક અને સાતેય દિવસ મારા ચમત્કારોના પર્દાફાશ કરી નાંખીને મારા દૈવી, ચમત્કારીક અસ્તીત્વમાંથી શ્રધ્ધા કે અંધશ્રધ્ધાનું જ ધનોતપનોત કાઢી નાંખે છે.તેની હૈ! ચિત્રગુપ્ત! તેં લાંબા ગાળે શું અસર થાય તેનો 'રેશનલી' કે વૈજ્ઞાનીક અભિગમને આધારે વિચાર કર્યો છે ખરો?

ચિત્રગુપ્ત– અમે આપની મંજુરીની અપેક્ષાએ, આપણા ધંધાના નજીકના હરિફ જેરુસલામ સ્થિત, પેલા બાયબલવાળા ગોડના એજંટ સાથે કરાર કરીને એક 'બેગાસસ જાસુસી' યંત્ર ખરીદયું છે. તેમાંથી મળેલ અધિકૃત માહિતિ ખુબજ ચોંકાવનારી છે.સમગ્ર સુર્યાસ્તમાં રહેનારા પશ્ચીમી જગતમાં એક ગેલેલીયોએ દુરબીન શોધીને, બીજા આઇઝેક ન્યુટને ગુરુત્વાકર્ષના નિયમો શોધીનેબ્રહ્માંડનું સત્ય શોધી કાઢીને,ત્રીજા ચાર્લસ ડાર્વીને પૃથ્વી પરના માનવી સહિત તમામ સજીવો ઝાડપાન સાથે ઇશ્વરી સર્જન નથી તેવું સાબિત કરીને અને પેલા દાઢીવાળા કાર્લ માર્કસ દાદાએ એવું સાબિત કરી દિધું કે બ્રહ્માંડમાં કોઇ બાઇબલ, કુરાન કે ગીતાવાળાના ધંધાની દુકાનો હતી જ નહી.ને આજે પણ નથી.અને કાર્લ માર્કસે વધુમાં એવું પણ શોધી કાઢયું છે કે ' માનવ જાતનું મુળ તો માનવી જ છે.' તો પછી બ્રહ્માંડમાં કહેવાતા ધર્મોના ધંધાની દુકાનો ન હોય તો માનવી તરીકે પૃથ્વી પર જન્મ લઇને આપણું તો એક જ 'પવિત્ર કર્મ' છે. માનવસર્જીત જગતમાંથી તમામ ધર્મોના મુળીયા જડમુળથી ઉખેડી નાંખવાં.

ચિત્રગુપ્તે એકી શ્વાસે ઉપરનું 'બેગાસસ યંત્ર' માંથી ગોખી કાઢેલું બોલી નાંખ્યા પછી તેના 'ગોડ' ની સ્થિતિ વધુ લથડે તે પહેલાં ગોડને ' વેન્ટીલેટર' પર તાત્કાલિક મુકવાનો નિર્ણય કર્યો.

 ગોડ–પણ તેમાં સેમ પિત્રોડાની આર્યાવ્રતમાં કરેલા સુકાર્યો કે કુકર્મોની તારે અને મારે શું કામ ચિંતા કરવાની જરુર છે?

ચિત્રગુપ્ત– તમારા કાર્યક્ષેત્ર (Jurisdiction)માં–

(૧) આ ડાર્વીનના વારસે પેલા સુર્યાસ્તવાળા દેશોમાં જઇને એવું શીખી આવીને અમલમાં મુકયું કે ભારતવાસીઓ ગીતાના ' સંજય ઉવાચ: અને ધુતરાષ્ટ્ર પોતાના મહેલમાં બેસીને આંખે દેખ્યો મહાભારતના અઢાર દિવસનો સંપુર્ણ અહેવાલ જુએ અને સાંભળે એને ધર્મકથા ગણવા માંડયા છે.

(૨)  ભારતદેશને સંચાર ક્રાંતિ ( ટેલીકોમ રેવોલ્યુશન)ના સાધનોથી એક છત્રછાયા નીચે જોડી દિધો! તેની સાથે બીજુ ઘણુ–બધુ વર્ષો સુધી વડાપ્રધાન ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંગના સત્તાકાળ દરમ્યાન નિશુલ્ક સેવા આપી કર્યુ છે.

(૩) પણ! તેની ક્રાંતિકારી ખોપરી ઉપરના ધોળાવાળ અને કાળી સ્પેશીઅલ ટ્રિમ દાઢીવાળા વ્યક્તિત્વએ વ્યવસ્થિત આયોજન કરીને પશ્ચીમી જગતના તમામ ભારતીય બિન નીવાસી હિંદુ ભક્તોને સમજાવી દિધું કે તમારા બની બેઠેલા આરાધ્ય દેવ(નેતા)ની બૌધ્ધીક ક્ષમતા કેટલી અને શું છે? તેમાં વધારામાં આજની દેશની સંસદના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીને તેનો નૈતિક અને બૌધ્ધીક સહકાર મળયો.

(૪) હૈ! પરમકૃપાળુ! પરમાત્મા! તમને ખબર નથી એવું તો મારાથી કેવી રીતે કહેવાય! પણ! તમે આ કાળામાથાના માનવીની તેનામાં પડેલી સંભવીત શક્તીઓની તાકાતની ખબર જ નથી. તેથી આર્યાવ્રતના સત્તાધારીઓ દેશના પેલા મલેચ્છોના દેશમાંથી શીખીને આવેલા સેમ પિત્રોડાની દરેક પ્રવૃત્તીઓ કે રીતરસમોને નામશેષ કરવા મેદાને પડેલા છે.

(૫) સને ૨૦૧૪થી સેમ પિત્રોડાને દેશની કોઇપણ યુનીર્વસીટીમાં લેકચર માટે ન બોલાવવામાં આવે તેવું 'માઇક્રો પ્લાનીંગ' કરવામાં આવેલું છે. તેના વિચારો, લેખો અને નિરિક્ષણોને તોડ–મરોડ કરીને સોસીઅલ મીડિયામાં મુકવા માટે ' એક ટ્રોલ મીડીયા આર્મી' દિવસ–રાત તેઓની સેવામાં –કુ સેવામાં તૈયાર કરવામાં આવેલી છે.

(૬) ગોડ– મીસ્ટર ચિત્રગુપ્ત, આવા રસમય– રહસ્યમય બિલકુલ નહી, તેવા માણસનો બાયો ડેટા તમારી પાસે છે?

(૭) ચિત્રગુપ્ત– યસ સર! સેમ પિત્રોડા–  

જન્મ–૧૬–૧૧–૧૯૪૨ શિક્ષણ– એમ. સી. ઇન ફીઝિક્સ ને ઇલોકટ્રોનિક એન્જીન્યરીંગ. એમ એસ યુની. વડોદરા. ૨૦ ઓનનરી પીએચડી ડીગ્રી, પાંચ પુસ્તકો ઉપરાંત સેંકડો રિસર્ચ પેપર્સ, પ્રમુખ, ઇન્ડીયન ઓવરસીઝ કોગ્રેસ,ટેલીકોમ ઉધ્યોગના આંત્રરપર્નીયોર, તે એક સન્માનીય ને આદરીણય વૈશ્વીક ચિંતક અને વિચારક છે. ઇનફ્રમેશન ટેકનોલોજીમાં છેલ્લા પચાસ વર્ષોથી વિષય નિષ્ણાત તરીકે કામ કરે છે.

ગોડ– OK. OK.  બહુ થઇ ગયું ! હવે પછીના આપણા બીજા અધ્યાયમાં હિંદુત્વના રક્ષકોની બલિહારીની હકીકતો જણાવજો!

 


--