હાઉડી મોદીનો અમેરીકન ડોલર મહારાષ્ટ્ર અને હરીયાણામાં કેમ ચાલ્યો નહી? પેલી કાશ્મીરની ૩૭૦ની કલમનો નાશ અને સ્વરચીત રાષ્ટ્રવાદના વીસા સર્ટીફીકેટ પણ બંને રાજયોના મતદારોને બીજેપીની તરફેણમાં મત આપવા કેમ પ્રેરણાસ્રોત ન બન્યા? મોદી– શાહની બેલડીની વીધ્યુતવેગી ચુંટણી સભાઓ કેમ અમને અર્થશાસ્રમાં ભણાવવામાં આવતા Father of Economics- Adam Smithના ' ઘટતી સીમાંન્તતાના સીધ્ધાંત ( The law of diminishing return)નો ભોગ બન્યા.? " જેટલી વધુ ચુંટણી સભાઓ એટલી બીજેપીની ઓછી સીટોની જીત. બંને રાજ્યોમાં તમામ વીરોધ પક્ષોની ચુંટણી લડવા માટેની ગણી ગણાય નહી તેટલી મજબુરીઓ છતાં મતોનો કળશ (કમળ નહી) તે બધાના શીરપર જ કેમ ઢોળ્યો? બીજેપીનું નહી પણ મોદીજીનું અંગત વોટ કેચીંગ મશીન 'વ્યક્તી પુજા' ( Personality Cult) ના અફીણી ઘેનનો જાદુ પેલા ઇવીએમ ચુંટણી મશીનોમાં મતદારોને આકર્ષવામાં કેમ સફળ ન થયો? છેલ્લે ઘણા સમયથી બીજેપીનું રાજકીય પ્રચાર કાર્ડ કાયમ માટે મતદારોની વાસ્તવીક આર્થીક મજબુરીઓ પર હાવી જતું હતું તેમાં કેમ પંચર પડયું? મહારાષ્ટ્રના મરાઠાવાડા, વીદર્ભ, આર એસ એસ ના નાગપુર જેવા વીસ્તારો જેમાં બીગ શોટ નીતીન ગડકરી, વર્તમાન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડન્વીસ વી. ની ગૃહભુમીમાં તેમના બીજેપીના પ્રધાનો અને વર્તમાન ધારાસભ્યો કેમ હાર્યા?
મોદીજી, સમજીલો કે તમારા નોટબંદી અને કમસમયની અણઘઢ જીએસટીના અમલે તમારી સંપુર્ણ રાજકીય કારકીર્દીની અને તમારા રાજકીય પક્ષના ભવીષ્યની ઘોર ખોદી નાંખી છે. આપ સાહેબ! કેમ હમેંશાં હાર્વર્ડ અને ક્રેમબ્રીજનાના આર્થીક ભારતીય તજજ્ઞનો અને અન્ય બૌધ્ધીકોની સરખામણીમાં કેવા માણસોને પસંદ કરો છો?
જુઓ ભાઇ! વીશ્વના જુદા જુદા દેશોના ટોચના નેતાઓ, તમારા જેવા સમાજ અને વ્યક્તીના આમુલ પરીવર્તનમાં રાજકીય સત્તાના ઉપયોગથી પ્રમાણીક રીતે મથનારઓને મુડીવાદી બજાર વ્યવસ્થાએ ફગાવી દીધા છે.કારણકે તમે બજારના નીયમોની સામે પડેલા છો. જે નગ્ન સત્યને હજુ પણ તમે, તમારી સરકાર અને આર એસ એસના વડા મોહન ભાગવત સ્વીકારવા તૈયાર નથી.
સામ્યવાદના પ્રણેતા કાર્લમાર્કસ, ત્યારબાદ તેના સૈધ્ધાંતીક ચીલે ચાલનાર, લેનીન, સ્ટાલીન, માઉત્સે તુંગ, અને સ્વદેશી અર્થકારણના પ્રણેતા ગાંધીજી વગેરે બજાર વ્યવસ્થાની સામે પડયા તો તે બધા અત્યારે ક્યાં છે?. સામ્યવાદી સોવીયેત સોશીયાલ્સ્ટ રશીયામાંથી ફક્ત રશીયા થઇ ગયુ. ચીને સામ્યવાદ છોડયો અને મુડીવાદ પસંદ કર્યો તો તાકાતવાન બન્યો છે. વીશ્વના શેર બજારોમાં(શેર માર્કેટ) એક સત્ય શાશ્વત છે. " જે બજારની સામે પડે છે તેની કબર પણ શેર બજારનાં પગથીયા નીચે જ બને છે."
તમારા આર્થીક નીર્ણયોથી જે મંદી દેશમાં પેદા થઇ છે તેની જવાબદારીમાંથી છટકવા મહેરબાની કરીને જુદા જુદા બાના ન શોધશો.મંદી કોર્પોરેટ ક્ષેત્રના કરવેરા ઘટાડવાથી ક્યારે દુર નહીં થાય! તે ક્ષેત્રની કુંપનીના માલીકોને પુછો તો ખરા ભાઇ! કેમ તમે ઉત્પાદન ઓછું કરી દીધું કે બંધ કરી દીધું છે? " અમારા માલ કે ઉત્પાદનને ખરીદનાર નથી!" મંદીને ઓળખવાનું એક જ લક્ષણ છે– સતત માંગનો ઘટાડો. દેશના ખેતી ક્ષેત્રથી માંડીને ટોચના પાંચ ટકા માલેતુજાર વર્ગને બાદ કરતાં તમામ આર્થીક સંગઠીત– અસંગઠીત ક્ષેત્રો (Unorganized sectors)પર આધારીત પ્રજાની આવકમાં જબ્બરજસ્ત ઘટાડો થઇ ગયો છે. લોકો પોતાની ખરીદશક્તીના ઘટાડાને કારણે જીવવા માટે જેટલું મજબુરીથી ખરીદવું પડે તેનાથી વધુ ખરીદવાનો નીર્ણય મુલતવી રાખે છે. અથવા લંબાવે છે.
દેશની મોટાભાગની પ્રજાની આવકમાં સતત ઘટાડો, સરકારની ખેતી ક્ષેત્રની સમસ્યો સુલઝાવવામાં સરીયામ નીષ્ફળતાઓ અને અસંગઠીત ક્ષેત્રના લોકોની આવકમાં (નોટબંધી અને જીએસટીના પરીણામોને કારણે) સતત અચોક્ક્સતાઓ, દેશની મંદી માટે કારણભુત બનેલ છે. બેરોજગારી,યુવાનોમાટેનું અનીશ્ચીત ભાવી જેવા પરીબળોમાં તેમાં ઇધન પુરુ પાડે છે.
ખાલી હરીયાણા રાજ્યમાં બીજેપીનો કુલ મતદાનમાં લોકસભાની ચુંટણી સમયે ફાળો ૫૮ ટકા હતો તે ઘટીને વીધાનસભામાં ૩૬ ટકા થઇ ગયો છે. તેવુંજ મહારાષ્ટ્રમાં પણ બન્યું છે. કોઇપણ દેશમાં મંદીના પરીબળો રાતોરાત પેદા થતાં નથી તેજ પ્રમાણે મંદીને કોઇ રાતોરાત દુર કરી શકતું પણ નથી. ક્રમશ; મંદીનો અસરો તમારી સૌનું રાજકીય ભવીષ્ય આ બે રાજ્યોના પરીણામોની માફક નક્કી કરશે. આવા સંજોગોમાં તમારા ચુંટણી જીતવવાના તમામ જુના સાધનો અને વ્યુહ રચનાઓ કામમાં ઉપયોગી નીવડતી નથી તે બોધપાઠ આપણને સૌને આ બે રાજ્યોની ચુંટણીના પરીણામો આપે છે.
Saturday, October 26, 2019
હાઉડી મોદીનો અમેરીકન ડોલર મહારાષ્ટ્ર અને હરીયાણામાં કેમચાલ્યો નહી?
Comment & Reply
· Rajul P Desai Respected Bipinbhai,
I couldn't resist myself from reacting to your post , but as such I strongly believe it is a waste of time , instead of doing something constructive for the society.
From sometime I am observeing -- For all self proclaimed rationalist and pseudo intellectual, soft target is Modi Govt. only , Why so biased approach by a rationalist person like you ? You have become so blind folded that you cannot see anything good work of this government ? You people do not have sense of appreciation to applude the global achievement of a person who is in your hate list !
In the recent past Modiji received many International awards, even from Muslim Countries but you people overlook to it.
You people consider yourself champion of Human rights and freedom of speech. If you will take trouble to case study of 80 years old Social activist IITian Mr.H.S.Sharma , who was put behind the bars for exposing scandals of Nehruji !
You didn't find anything wrong when Mrs.Sonia ruled as Proxy P.M. ! Straight from P.M.O files.
In March 2013 GDP Rate was 4-3 % with Inflation 14.72% and Fiscal Deficit 4.9%.
Now it's Deep to GDP Rate 5% with Inflation 3.18 and Fiscal Deficit 3.19% despite Global Recession.
I M F reported Global economy is in a synchronised slowdown.
In India Business News :
In the gloomy global economic picture painted by I M F, India retains it's rank as the world's fastest - growing major economy tying with China.
Since my childhood I am travelling a lot in train and at different places but never ever seen this type of cleanliness. Is this not making of new India with the ideology of clean India ?
Don't behave like agent of some political party. How we can consider Uttambhai as Rationalist when we see his affiliation with a political party ?
You better need to understand that counting Modi's fault will not take you anywhere. You need to introspect why MANAVWAD had to be closed down ?
You people always seem to be waiting for mistakes to be committed by Modi like Dogs waiting outside the restaurant for the left over.
Here I w'd like to response about the education / qualifications. Like Indiraji there are many great personality who where successful in their respective fields inspite of not having adequate education / degree. Why single out one person ?
Don't be so quick to believe what you hear because lies spread faster than the fact.
સ્નેહી ભાઇ રાજુલભાઇ,
તમારો પત્ર અંગ્રેજીમાં છે. પણ હું જવાબ ગુજરાતીમાં આપું છું. જેથી અન્ય વાચકો પણ મારી વાત સમજી શકે. મેં મારા લેખમાં બે વાત લખી છે. (૧) મહારાષ્ટ્ર અને હરીયાણાની વીધાનસભાના ચુંટણીના પરીણામો. (૨) આવા પરીણામો માટે મોદી સરકારની આર્થીક નીતીઓ જવાબદાર છે તેવું મારૂ તારણ હતું. ખાસ કરીને નોટબંધી અને જીએસટી. આશરે છ માસ પહેલાં લોકસભાના ચુંટણીના આ બે રાજ્યોના પરીણામોમાં બીજેપીને જબ્બરજસ્ત બહુમતી મળી હતી. અને એકદમ શું થયું કે મહારાષ્ટ્રમાં ૨૮૮માંથી બીજેપીને ૧૦૩ સીટ મળી અને હરીયાણામાં ૯૦ સીટોમાંથી ફક્ત ૪૦ સીટો મળી! બંને રાજ્યોમાં જે વીસ્તારો ખેતી અને નાના ઉધ્યોગોવાળા હતા તેમાં બીજેપીના ઉમેદવાર હાર્યા છે. મહારાષ્ટ્ર રાજ્યનો વીદર્ભ વીસ્તાર એવો છે કે જેમાં દેશમાં સૌથી વધારે આપઘાત તાજેતરના વરસોમાં તેના ખેડુતોએ પોતાનું બેંકનું દેવુ ચુકવવા અસમર્થ બનવાથી કર્યા છે. દેશના ઉધ્યોગપતીઓએપોતાનું બેંકોનું દેવુ ચુકવવા આપઘાત નથી કર્યા એ મને, તમને અને સૌ ને ખબર છે. તે ન ચુકવવા બીજી કઇ રીતરસમોનો ઉપયોગ કર્યો છે તેના વી[i]શે કોણ અજાણ છે!
o બીજી અગત્યની માહીતી એ હતી કે વીરોધ પક્ષોનું કોઇ અસરકારક ચુંટણીના પરીણામલક્ષી આયોજન અને સાધન સંપત્તી બીજેપીની સરખામણીમાં નહીવત હતું. તેવા સંજોગોમાં બીજેપીના ઉમેદવારો અને તેપણ વર્તમાન સરકારના પ્રધાનકક્ષાના ઉમેદવારો હારે તેની પાછળ આપણે કયા પરીબળોને જવાબદાર ગણીશું?
· રેશનાલીસ્ટ તરીકે અમે સ્પષ્ટ છીએ. શેના માટે? ભક્તી અને જ્ઞાન વચ્ચે તફાવત છે. ભક્તી કરવા માટે જ્ઞાન, તર્કવીવેક (રેશનાલીટી),કે વૈજ્ઞાનીક માહીતીની જરૂર નથી. ભક્તોની દ્રઢ માન્યતા હોય છે કે ભગવાનને મેળવવા માટે તેના વિષે જ્ઞાન વી. પ્રાપ્ત કરવાની જરૂર નથી. ફક્ત તેનું રટણ કર્યા કરીશું તો પણ ભગવાન આપણને મલી જશે. વ્યક્તી પુજા, ભગવાનની હોય કે કોઇ નેતા કે અન્યની હોય તેમાં બલીદાન ફક્ત જ્ઞાનનું જ લેવાતું હોય છે.
· આપની જાણ માટે હું કોઇ પક્ષનો સભ્ય કે ટેકેદાર છેલ્લા પચાસ વરસોથી નથી. મારી રાજકીય પક્ષો અંગે કેવી વીચારસરણી છે તે સમજવા ગઇ તા. ૨૦મી ઓકટોબર અને આવતીકાલ ૨૭મી ઓકટોબરનો Bipin Shroff you tube video જોવા અને સમજવા વીનંતી છે.
--
Bipin Shroff
http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com
Thursday, October 24, 2019
મદ્રાસ હાઇકોર્ટનીડીવીઝન બેંચનો ચુકાદો
મદ્રાસ હાઇકોર્ટની ડીવીઝન બેંચનો ચુકાદો––
" રામસ્વામી પેરીયરની પ્રતીમા નીચે આ પ્રમાણે જે લખાયેલું છે તેમાં કશું બંધારણીય રીતે ગેરકાયદેસર નથી. There is no God, the inventers and preachers are fools and rouges & those who worship God are barbarous. God does not exist." ઇશ્વર નથી. તેને શોધનારા અને તેનો પ્રચાર કરનારા મુર્ખાઓ ને બદમાશ છે. ઇશ્વરની ભક્તી કરનારા સુસંસ્કૃત નથી. ઇશ્વરનું કોઇ અસ્તીત્વ નથી.. આવું લખાણ રાજ્યભરમાં જુદા જુદા સ્થળોએ મુકવામાં આવેલી પેરીયરની પ્રતીમા નીચે કોતરાવીને લખેલું છે.
સદર ડીવીઝન બેંચે વધુમાં જણાવ્યું છે કે પેરીયર જે માનતા હતા તે પ્રમાણે જ લખ્યું છે તેવો ચુકાદો આપવામાં અમને કશો વાંધો નથી. અમે પેરીયરના વીચારો કેવા હતા તે અંગે જે સંપુર્ણ પુરાવા કોર્ટ સમક્ષ રજુ કર્યા છે (ઓન રેકોર્ડ છે) તેનો અભ્યાસ કર્યો છે. He was known for Atheism. તેઓ નાસ્તીક વીચારક તરીકે જ જાણીતા હતા. આ સંદર્ભમાં પેરીયર સામાજીક્ ન્યાય, અસમાનતાની નાબુદી, સ્રીઓની તેમની સામેના કુરીવાજોમાંથી મુક્તી,અને વંચીતોના હક્કો માટેનો સંઘર્ષ જેવા બંધારણીય અનીષ્ટો સામે જીંદગીભર સંઘર્ષ કર્યો હતો. તેમ કરવાના તેમના બંધારણીય અધીકારનું અમે સંરક્ષણ કરીએ છીએ. તેઓએ તો પોતાનો ઇશ્વર અને ધર્મ પર નાસ્તીક તરીકે મત જણાવ્યો છે. અમે તેમની વીરૂધ્ધની પ્રતીમા નીચેનું લખાણ રદબાતલ કરવાની રીટપીટીશન ખારીજ કરીએ છીએ. ડીવીઝન બેંચમાં ન્યાયધીશ તરીકે શ્રી એસ મનીકુમાર અને શ્રી .સુબ્રમોનીયમ હતા. સૌ. ન્યુ ઇન્ડીયન એક્પ્રેસ તા–૦૬–૦૯–૧૯. ભાવાનુવાદ બીપીન શ્રોફ.
Monday, October 21, 2019
Tuesday, October 15, 2019
૨૧મી સદીમાં તમામધર્મોની અપ્રસુતતા–કેમ?
૨૧મી સદીમાં તમામ ધર્મોની અપ્રસુતતા–કેમ?
આપણે કોઇપણ સામાન્ય માણસને પુછીએ કે, ભાઇ! તારે શા માટે ઇશ્વર અને તેના આધારીત ધર્મની જરૂરીયાત છે? શું જવાબ મળશે? મોટાભાગે જવાબ હશે મારે મારી ભૌતીક જરૂરીયાતો પુરી કરવા ઇશ્વર,ધર્મ અને તેના એજંટની જરૂરીયાત છે. તમે શાંતીથી વીચાર કરશો તો ખબર પડશે કે મારી વાત ખોટી નથી. ઇશ્વર સામેની માનવી તરીકેની તમારી જરૂરીયાતોનું લીસ્ટ બનાવો! તેમાં શોધી કાઢો કે આપણામાંથી કેટલાને આ જીવનના અંત પછી સ્વર્ગ, મોક્ષ, જન્નત, હેવન, મુક્તી જોઇએ છીએ.તેથી તમે વર્તમાનમાં ઇશ્વરની બંદગીથી માંડીને પુજા અર્ચના વગેરે કરો છો!
આજની આપણી ૨૧મી સદી તે માનવી માટે પોતાના વીકાસ કે તકોની સદી છે.માનવી તરીકે તે પોતાના પ્રયત્નો અને અન્ય તેના જેવા માનવીઓના સહકારથી આપણા માબાપો, વડીલો અને પુર્વજોએ જે ભૌતીક સીધ્ધીઓ ન મેળવી હોય તેવી સીધ્ધીઓ તે બધાની સરખામણીમાં ઘણા સરળ પ્રયત્નોથી પ્રાપ્ત કરવા ઉત્તરોત્તર વધુ ને વધુ સશ્કત અને સફળ બનતો જાય છે.
આ અંગે થોડું વધુ ચીંતન કરીએ. આપણા દેશમાં અને વીશ્વમાં સરેરાશ માનવીનો આયુષ્ય દર વધતો જાય છે. બાળમુત્યુ અને સ્રીઓની પ્રસુતા સમયનો મુત્યુદર પણ ઘટતો જાય છે. ઘણા બધા સામુહીક ચેપી રોગો પર નીયંત્રણ મેળવી લીધું છે. બાકીના ચેપીરોગો પર નીયંત્રણ પ્રાપ્ત કરવાના સખત પ્રયત્નો ચાલુ છે. તે અંગે સભાનતા પણ છે. ટુંકમાં જેને રોટી કપડાં મકાન ગણીએ તેવી બધીજ જરૂરીયાતોના પ્રશ્નો માનવજાત લગભગ ઉકેલી શકે તેવી તમામ ક્ષમતા ધરાવે છે.
બધાજ ધર્મો, સંપ્રદાયો,વર્ણો,જ્ઞાતી અને સામાજીક સમુહોઓની નવી યુવાન પેઢીઓના સંબંધો અને ઓળખો અરસપર કેવી છે? તેમની ઓળખો એક બીજા સદર સમુહોના યુવાનો સાથે, વધુ ને વધુ ધર્મનીરપેક્ષ,સહીષ્ણુ, ભૌતીક ( ભોગવાદી નહી) અને લાગણી પ્રધાન બનતી જાય છે. આવા આધુનીકતાના પ્રવાહોને, રોકવાનું કામ વીશ્વના દરેક દેશો અને પ્રદેશોમાં પેલા જુના બધાજ ધર્મોના રૂઢીચુસ્તો સંગઠીત બનીને રોકવા માટે મેદાને પડેલા છે.
ભારત જેવા દેશ માટે કાંતો વીનાશ પામો અથવા સમૃધ્ધ બનો (Perish or prosper). બીજો કોઇ માર્ગ ઉપલબ્ધ છે જ નહી. તમારી પાસે એક પ્રજા તરીકે ઉપર જણાવેલ વૈશ્વીક આધુનીક ધર્મનીરપેક્ષ સંસ્કૃતીના ભાગીદાર બન્યા સીવાય બીજો કોઇ વીકલ્પ નથી. વૈશ્વીક સંસ્કૃતીના છડીદારો બે છે. આધુનીક ઓધ્યોગીક ટેકનોલોજી અને જ્ઞાન આધારીત વૈજ્ઞાનીક અભીગમ. પ્રજા તરીકે આપણે આધ્યાત્મીક છે માટે નહી. પણ માનવી તરીકે આપણો જૈવીક વારસો તર્કવીવેક અને બૌધ્ધીક છે માટે આપણે પેલા પ્રવાહોનો ઉપયોગ કરીને ધાર્મીક પરીબળોની અપ્રસતુતા સમજી વીચારીને તેમાંથી રસ્તો કાઢી શકીએ તેમ છીએ. બાકી ૨૧મી સદીના આધુનીક પ્રવાહોને પોતાના તાર્કીક પરીણામોમાં કોઇ લાગણી કે માનવીય ઓળખ હોતી નથી. બે જ વીકલ્પ. તેની સામે પડીને વીનાશ પામો અથવા તે બધાને સમજીને અનુકુળ થઇને અન્ય પ્રજા અને સંસ્કૃતીઓની માફક સમૃધ્ધ બનો.આપણી યુવા પેઢીએ સમૃધ્ધ (PORSPER) કેવી રીતે થવું તે માર્ગ પસંદ કર્યો છે. કારણકે તે બધાએ ફક્ત જીવવું જ નથી પણ સારી રીતે જીવવું છે. તે માટે દેશના યુવાનોની પ્રથમ પસંદગી કોઇપણ હીસાબે ભારત છોડીને વીશ્વના કોઇપણ ખુણે સ્થાયી થવુ! તે શક્ય ન બને તો આધુનીક શહેરીકરણના ધસમસતા પ્રવાહમાં પોતાની સ્વઓળખના ભોગે સંપુર્ણ ભળી જવું....... વાચક મીત્રોને વીનંતી, તમારી પાસે વીકલ્પ હોય તો જણાવવા આગ્રહભરી વીનંતી છે.
--
Monday, October 14, 2019
Sunday, October 6, 2019
Friday, October 4, 2019
ABC of Rationalism part . A Dialouge between Lord Krishna Arjuna
ABC of Rationalism Part 14 dated 29th 2019.
Sunday, September 22, 2019
એેબીસી ઓફ રેશનાલીઝમ ભાગ–૧૩ તા ૨૨–૦૯–૧૯.
--
Sunday, September 15, 2019
એબીસી ઓફ રેશનાલીઝમ ભાગ– ૧૨ જ્યોતીષ એટલે શું?
Thursday, September 12, 2019
તુ ભી ઇન્સાન હોતા, મેં ભી ઇન્સાન હોતા!
તુ ભી ઇન્સાન હોતા, મેં ભી ઇન્સાન હોતા!
ના દિવાલી હોતી, ઔર ના ફટાખેં બજતે,
ના ઇદકી અલામત, ના બકરે શહીદ હોતે,
તુ ભી ઇન્સાન હોતા, મેં ભી ઇન્સાન હોતા.
..... કાશ કોઈ ધર્મ ના હોતા ..
.... કાશ કોઇ મજહબ ના હોતા…
નાઅર્ધ્ય દેતે, ના સ્નાન હોતા,
ના મુર્દે બહાએ જાતે, ના વિસર્જન હોતા..
જબભી પ્યાસ લગતી, નદીઓ કા પાની,
પૈડો કી છાંવ હોતી, નદીઓકા ગર્જન હોતા ,
ના ભગવાનોકી લીલા હોતી, ના અવતારોંકા નાટક હોતા,
ના દેશોં કી સીમા હોતી, ના દિલોંકા ફાટક હોતા,
ના કોઇ જુઠા કાજી હોતા, ના લફંગા સાધુ હોતા,
ઇન્સાનિયત કે દરબાર મેં સબકા ભલા હોતા,
કોઇ મસ્જીદ ના હોતી, કોઇ મંદિર ન હોતા,
કોઇ દલિત ન હોતા, કોઇ કાફીર ન હોતા.
કોઈ બેબસ ના હોતા, કોઈ બેઘર ના હોતા,
કિસી કે દર્દ સે કોઇ બેખબર ન હોતા.
ના હી ગીતા હોતી, ઔર ના કુરાન હોતી,
ના હી અલ્લાહ હોતા, ના ભગવાન હોતા,
તુજકો જો જખ્મ હોતા , મેરા દિલ તડપતા .
ના મેં હિદું હોતા , ના તૂ ભી મુસલમાન હોતા,
તુ ભી ઇન્સાન હોતા , મેં ભી ઇન્સાન હોતા...
કવિ–હરિવંશરાય બચ્ચન.
સૌ સદ્ભાવના ફોરમ– અંક જુલાઇ–ઓગસ્ટ 2019.
Wednesday, September 11, 2019
આ નીલકંઠ શબ્દની પેટન્ટકોની? મોરારીબાપુની કે સ્વામીનારાયણ સંપ્રદાયની ?
આ નીલકંઠ શબ્દની પેટન્ટ કોની? મોરારીબાપુની કે સ્વામીનારાયણ સંપ્રદાયની ?
નીલકંઠ ,શબ્દના નામે ગુજરાતના હીંદુ ધાર્મીક સમાજમાં એક બળવો શરૂ થયો છે ક્રાંતી નહી. આ નીલકંઠ શબ્દની પેટન્ટ કોની? મોરારીબાપુની કે સ્વામીનારાયણ સંપ્રદાયની ? સામાન્ય હકીકત છે શીવજીને નીલકંઠ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એક ધાર્મીક કથામાં એવું જણાવવામાં આવે છે કે કોઇ કારણસર સમુદ્ર મંથન કરવું પડયું હશે. તેમાં દેવો અને દાનવોની લાલચોને પોષે તેવું આ સમુદ્ર મંથનમાં નીકળયું તે ભાગ પાડીને તે બધા લઇ ગયા. પણ ઝેર નીકળતાં કોઇ પીવા તૈયાર ન થયું. અને ભોલેનાથ શીવજી તે ઝેર પીવાની કોશીષ કરી પણ તે તેમના ગળાની અંદર જ અટકી ગયું. શરીર કે પેટમાં ન ગયું. તેદિવસથી શીવજી "નીલકંઠ" તરીકે ઓળખાયા. નીલકંઠનો સામાન્ય અર્થ એટલોજ છે કે જેનું ગળું નીલા રંગનું છે.
હવે સ્વામીનારાયણ સંપ્રદાયમાં "નીલકંઠ" નામનો ઉપયોગ પોતાના કોઇ સન્માનીય વ્યક્તી માટે કરવામાં આવે છે. હવે મોરારીબાપુએ આ મુદ્દે એવી કોમેન્ટ કરીકે " જે લાડુડી ખાય તેને નીલકંઠ ના કહેવાય પણ જેણે ઝેર પીધુ છે તેને નીલકંઠ કહેવાય. વધુમાં તેમની કોમેન્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે સ્મશાનમાં લાકડા સાથે બળી જાય તેને નીલકંઠ ના કહેવાય! " હવે આ મુદ્દે બંને પક્ષો સામસામી આવી ગયા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના બધાજ પંથો એક થઇને બાપુની કોમેન્ટથી નારાજ થઇને ' લાગણી દુભાવાના મુદ્દે' બાપુની સામે પડી ગયા છે. પેપરમાં આવતા સમાચારોનો અભ્યાસ કરતાં તે બંનેના મતભેદોમાં પાયાના તફાવતો આંખે ઉડીને વળગે તેવા છે.
દા.ત " (1) ' લાડુડી ખાવાથી નીલકંઠ ન બનાય' કહેતા વિવાદ... સ્વામીનારાયણ સંપ્રદાયની માગ––––મોરારીબાપુ જાહેરમાં માફી માગે.... બાપુ બે દિવસ મૌન પર....મોરારીબાપુ સાચા હ્રદયે માફી માંગે …BAP. આતો કાંઇ માફી માગવાની રીત છે. બાપુએ જે રીતે માફી માંગી તે જોઇને એવું થાય છે કે આ તો માફી માંગવાના ચાળા છે. માફી માંગવી જ હોય તો સ્વામીનારાયણ ભગવાન અને કરોડો હરીભક્તોની સાચા દિલથી માફી માંગવી જોઇએ. જેમનું તેમને દિલ દુભાવ્યું છે.... વિવેક સાગર સ્વામી વડતાલ સંપ્રદાય....સ્વામિનારાયણ સંપ્રદાયના નામથી માફી માંગે...પ્રેમવત્સલદાસજી, કુમકુમ મંદિર... ગંભીરપણે સમાજની માફી માંગવી જોઇએ.....નિત્યસ્વરૂપદાસ સ્વામી સરાધર ધામ.. સંસ્કૃતિને ઠેસ ન પહોંચાવી જોઇએ.. ભારતીય સંસ્કૃતિની આન– બાન– શાનને ઠેસ ન પહોંચે તેવું કાર્ય કરવું જોઇએ. નહિં કે બીજા કોઇ ધર્મ કે સમુદાયનું અપમાન કરવું જોઇએ.... મણીનગર ગાદી સંસ્થા. સૌજન્ય–દીવ્ય ભાસ્કર તા– ૦૭–૦૯–૧૯. પાન નં ૨૨.અમદાવાદની આવૃત્તી.
.…(2) મોરારીબાપુ સનાતન ધર્મના પ્રચારક છે. ત્યારે ધર્મની ટીકા કરનારને કોઇ કાળે સાંખી નહી લેવાય ! તુચ્છ માણસો માફી માંગવાનું કહે તે કેટલે અંશે યોગ્ય છે? સામાન્ય રીતે જમણા હાથે આશીર્વાદ આપવાના હોય છે.જ્યારે સ્વામીનારાયણ મંદીરમાં મુર્તીઓ ડાબા હાથે આશીર્વાદ આપે છે. ડાબા હાથે આશીર્વાદ અપાય? તમે દુકાનો ખોલીને બેઠા છો, તમારી દુકાનો પણ સારી ચાલે છે. પરંતુ ધર્મનું ગ્નાન ન હોય તેની માફી કેવી રીતે મંગાય? તમે બાપુ પાસે માફી મંગાવશો તો પણ અમે બાપુને માફી માંગવા નહી દઇએ!......વીશ્વંભર ભારતી બાપુ, ભારતી આશ્રમ જુનાગઢ. સૌજન્ય. દીવ્યભાસ્કર તા. ૧૦–૦૯–૧૯ પાન નંબર ૧૬ અમદાવાદ આવૃત્તી.
છેલ્લા ઘણા વર્ષોથી ' લાગણી દુભાવવાના મુદ્દે' જાણે એક પ્રકારના સંગઠીત આયોજનથી કોઇ ચલચીત્ર દા. ત પધ્માવતી ફીલ્મ અથવા તો પછી કોઇ રાજકીય સામસામી નેતાઓના નિવેદનો કે પછી કોઇએક નાગરીકની ધર્મ કે સંપ્રદાય અંગેની કોમેન્ટસ અંગે જાત જાતના વિરોધો આપણને જોવા મલે છે. હવે આ લાગણી દુભાવવાની વૃત્તીએ એવું સામુહીક સંગઠીત સ્વરૂપ વિકસાવ્યું છે કે તે જરૂર પડે સરળતાથી હીંસક ન્યાય પણ તોલી નાંખે છે. જે ખુબજ ખતરનાક, ગંભીર અને અસહીસ્ણુ પરીણામ તરફ આપણા સમાજને ઝડપથી ઢસડી જવાની ક્ષમતા ધરાવે છે. તાજેતરમાં રેમ્ન મેગસેસ એવોર્ડ વિજેતા એનડીટીવીના પત્રકાર માનનીય રવીશ કુમાર સાથે જે સત્તાપક્ષના ટેકેદારોએ સામુહીક ધિક્કારનું વાતાવરણ પેદા કર્યું હતું તે અત્યંત હીન કક્ષાનું કૃત્ય છે. લોકશાહી સમાજના વિકાસની કોઇ પુર્વશરત હોય તો તે સ્થાપિત પુરાપર્વથી આવતા વિચારો કે રૂઢીઓ સામે અન્યના વિચારો રજુ કરવા પ્રત્યે સહીષણુતા. કે તેવા સત્યોને પાંગરવા માટેનું મુક્ત વાતાવરણ. સીધી કે આડકતરી અથવા પ્રત્યક્ષ કે પરોક્ષ નાગરિક અભીવ્યક્તીના સ્વાતંત્રયની તરાપ કોઇપણ આધુનીક દેશના વિકાસ માટે સંપુર્ણ નિંદનીય છે....
તા.ક.તા ૧૧–૦૯–૧૯, આજના દીવ્યભાસ્કરના સમાચાર પ્રમાણે બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયુ છે. બંને ધાર્મીક પરિબળોને બદલે એક પક્ષે સામાન્ય બૌધ્ધીક નાગરીક હોય તો જેની લાગણી દુભાઇ હતી તે પરીબળોએ કેવો ઉહાપોહ જમાવ્યો હોત! ને રાજ્યસરકાર અને પોલીસ તંત્રે જે તે નાગરીક સામે શું કરવાનું બાકી રાખ્યું હોત!
Tuesday, August 27, 2019
ABC Of Rationalism part 9 - sub part 1 & 2
ABC Of Rationalism Part 9- Sub part 1. dated 25-08-19.
એબીસી ઓફ રેશનાલીઝમ ભાગ–૯ પાર્ટ– ૧. રેશનલ સમાજ એટલે શું? તે કેવી રીતે બને? તેની સામે કયાં કયાં અવરોધક પરીબળો પેદા થયે...
About This Website
ABC of Rationalism part 9 scu part-2 25-08-19
રેશનલ સમાજ કોને કહેવાય ની ચર્ચા આગળ ભાગ–૨માં
| | Sender notified by Mailtrack 08/27/19, 03:43:24 PM |
Monday, July 29, 2019
ABC Of Rationalism Part 5 સ્વતંત્રતા એક પાયાના મુલ્ય તરીકે
ABC Of Rationalism Part 5 સ્વતંત્રતા એક પાયાના મુલ્ય તરીકે
જૈવીક ઉત્કાંતીમાંથી માનવીએ કેવી રીતે માનવીય સ્તરપર સ્વતંત્રતાને એક પાયાના મુલ્ય તરીકે વીકસાવ્યુ છે તેની વાત અહીંયા કરવામાં આવી છે. તેનો સંઘર્ષ અંગ્રેજીમાં " Freedom from & Freedom for તરીકે ઓળખાય છે.
Kindly visit this link.
| | Sender notified by Mailtrack 07/29/19, 12:12:48 PM |
Monday, July 22, 2019
એબીસી ઓફ રેશનાલીઝમ ભાગ–૪ તા. ૨૧–૦૭–૧૯.
| | Sender notified by Mailtrack 07/22/19, 09:46:09 AM |
Wednesday, July 17, 2019
ગોર માનો વર કેવો?
ગોરમા નો વર કેવો?
હાલ ખાસ કરીને ગુજરાતી મધ્યમવર્ગમાં આશરે પાંચ વર્ષ ઉપરની બાલીકઓને ગૌરીવ્રત કરાવવામાં આવે છે. તે બાલીકોને ઘાઘરી પોલકુ પહેરીને દોડતી દોડતી નીરખવી તે જ મારા મત મુજબ એક અનેરો લહાવો છે. પણ આ વ્રત કરાવવાની પાછળ એક અંધશ્રધ્ધા છે. આ વ્રત કરવાથી સારો વર મળશે તેવી બીલકુલ વાહીયાત માનસીકતા આ ઉંમરથી પેલી બાલકીના મનમાં થોપી દેવામાં આવે છે. જે અસહ્ય અને ગુનાહીત ગણાવવી જોઇએ.
ચાલો, આપણે વીચારીએ કે આ બાલીકા જ્યારે ૨૦– ૨૫ વર્ષની ઉંમરની થશે ત્યારે સને ૨૦૪૦ની આસપાસનું તેનું મનોજ...
| | Sender notified by Mailtrack 07/17/19, 10:53:03 AM |
Tuesday, July 16, 2019
ગુરૂમુક્તીમાં ભારતના યુવાનોનુ સર્વોત્તમ કલ્યાણ છે.
ગુરૂમુક્તીમાં ભારતના યુવાનોનુ સર્વોત્તમ કલ્યાણ છે.
વીશ્વની સાત અબજની વસ્તી આશરે ૨૦૦ કરતાં વધારે દેશોમાં જીવે છે. આ બધા દેશામાં કોઇ પ્રજા ભારત સીવાય હીંદુ કેલેન્ડર મુજબનો અષાઢ સુદ ૧૫ને ગુરૂપુર્ણીમાના દીવસ તરીકેઉજવતી નથી. ભારતમાં પણ મુસ્લીમ, ઇસાઇ, આદીવીસી ને ગરીબી રેખા નીચે જીવતા દેશના કરોડો નાગરીકોને પોતાની જીજીવીષા ટકાવી રાખવાના સંઘર્ષમાં આ દીવસ ' દો ટંક કી આટે કી ફીકર' સીવાય માટેનો દરરોજ કરતાં જુદો દીવસ હોય તેમ બીલકુલ લાગતો નથી. તો આ ગુરૂપુર્ણીમાનો દીવસ કોના હીતમાં ઉજવવાનો છે તેનો શાંતીથી વીચાર કરવાની જરૂર છે.
તમારા ગુરૂ કોણ છે? મા–બાપ, શાળાનો શીક્ષક, તમારા મા– બાપના સંપ્રદાય કે ધર્મનો વડો અને અથવા તેમના જેવા બીજા પરોપજીવોઓ? મા– બાપ તમારા માટે પસંદગીનો વીષય નથી.
આ ઉપરાંત મા–બાપોનો પોતાના બાળકો સાથેનો પ્રાથમીક સંબંધ પોતાની ઉત્ક્રાંતીના વારસાની અન્ય સજીવોની માફક મળેલી વંશ ચાલુ રાખવાની નૈસર્ગીક વૃતીનું પરીણામ છે. તેનાથી વધુ કાંઇ નથી. જે અન્ય સજીવો દા.ત હાથી, સીંહ, કુતરૂ, બીલાડી ને પશુ પક્ષી ની માફક દરેક સજીવો જે ફરજ પોતાના બચ્ચોનૌ રાખે છે તેનાથી સહેજ પણ વધારે ફરજ આપણા મા– બાપો બજાવતા નથી.
મઝાની શીખ એ છે કે પ્રાણીઓ ને અન્ય સજીવો પોતાના જૈવીક સંઘર્ષમાંથી આજે પણ શીખ્યા છે. તે માનવી પોતાના અંગત અને સામાજીક સ્વાર્થ માટે પોતાના ધર્મોના પરોપજીવીઓ વડાઓના ગુરૂપદોની મદદથી ન શીખ્યો. શું? દરેક સજીવોના બચ્ચાઓનું જન્મયા પછીનું પ્રથમ પસંદગીનું કામ જે માળામાંથી જન્મયા છે તેને છોડીને પોતાની નવી દુનીયા બસાવવાનું છે. કોઇ ચકલીનું બચ્ચુ માળામાંથી પોતાના ઇંડાના કોચલામાંથી બહાર નીકળ્યા પછી ભુખ લાગે તો તેનું કોચલું ખાવાને બદલે જે કાંઇ નવી નવી પાંખો મળી છે તેનાથી જોખમ કરીને જન્મદાતા માળો છોડીને કાયમ માટે જીવવાનો રસ્તો શોધે છે.
હીંદુ પ્રજા પોતાના ઉધ્ધાર માટે ' ગુરૂ બીના જ્ઞાન નહી' ની શોધમાં પોતાની માનવી સહજબુધ્ધીને ગીરો મુકીને પાંચહજાર વર્ષોના ગુરૂ દક્ષીણામાં મળેલા વારસાથી અતીસંતૃપ્ત છે કે નહી તે પુછોતા ખરા. વધુમાં સમાજની તન,મન અને ખાસ ધનની બચત જેની તમારા ગુરૂઓને સૌથી જરૂર છે તે બધી વ્યક્તીગત અને સામાજીક બચતો ઉધઇની માફક ઓહીંયા કરી જનારા ગુરૂઓને સાક્ષાંત દંડવંત કરતાં પહેલાં પુછયું છે ખરૂ કે તમને બલ્ડપ્રેશર, ડાયાબીટીસ, ગુપ્તજાતીય રોગો કે ચામડીના રોગો છે ખરા? આ હકીકત અમને ૧૯મીસદીના વૈષ્ણવોના મહારાજ યુદુનાથ અને ૨૧મીસદીના આશારામ બાપુ અને રામા રહીમ સચ્ચા ડેરાવાળા પાસેથી મળી છે.
ખાસ કરીને ૨૧મી સદીના ભારતીય કપ્મયુટરસેવી યુવાનો પુછું છું કે તમારી ઉચ્ચશીક્ષણની તમામ મુશ્કેલીઓનું નીવારણ 'ગુગલ સર્ચ' માં છે કે પેલા આ પૃથ્વીપર જન્મ લીધા પછી દાઢીવાળ ક્યારેય નહી કપાવનાર જટાધારી ગૂરુઓમાં છે? આ મહાગુરોઓને પુછો તો ખરા કે તમને બધાને ત્રીકાળ જ્ઞાન ફક્ત દાઢી વધારવાથી અને ભગવા કપડાં પહેરવાથી જ આપોઆપ મળી જાય છે. દેશમાં શીક્ષીત બેકારોની ફોજ વધતી જાય છે પણ તમારે ત્યાં આધુનીક લોલીપપ લગાડેલી અશીક્ષીત નવી રોજગારીઓની તકો કેમ વધતી જ જાય છે?
The Advantages of Being Asaram Bapu - The New York Times
india.blogs.nytimes.com/2013/08/30/the-advantages-of-being-asaram-bapu
Aug 30, 2013 ... Asumal Sirumalani, a popular Indian spiritual leader who is known to his followers as Asaram Bapu, has fought a long battle against sex.
Saturday, July 13, 2019
એબીસી ઓફ રેશનાલીઝમ ભાગ–૩ તા. ૧૪–૦૭–૧૯, ડાર્વીનનો ઉત્કાંતીવાદ ભાગ–૧
Thursday, July 11, 2019
અબીસી ઓફ રેશનાલીઝમ સીરીઝ
https://www.youtube.com/watch?v=mE338PlyDws
ABC of Rationalism 2 પૃથ્વી પર નિર્જીવમાંથી ... - YouTube તા. ૦૭–૦૭– ૨૦૧૯.
https://www.youtube.com/watch?v=fNll8xZzxUw - Translate this page
Video for youtube of bipin shroff▶ 9:53
1 hour ago - Uploaded by Bipin Shroff
ABC of Rationalism 2 પૃથ્વી પર નિર્જીવમાંથી સજીવ કેવી રીતે પેદા થયા? Bipin Shroff. Loading... Unsubscribe from Bipin ...






