Tuesday, May 25, 2021

બાબારામદેવની એલોપેથી અંગે અવૈજ્ઞાનિક ઉચ્ચારણો– હકીકતમાંબફાટ

બાબારામદેવની  એલોપેથી અંગે અવૈજ્ઞાનિક ઉચ્ચારણો– હકીકતમાં બફાટ

બાબારામદેવને આ દેશનો સામાન્ય નાગરિક યોગગુરૂ કે લોમ– અનલોમ શીખવાડનાર તરીકે ઓળખે છે. એક જ વાક્યમાં આ જટાધારી બાવાની ઓળખ આપવી હોય તો આ રીતે અપાય. " તે હિંદુ ધર્મ આધારીત જીવન પધ્ધતીનો જિર્ણોધ્ધાર કરનાર એક બાવો છે. તેના હિતો આર્થીક ગમે તેટલા હોય પણ તે એક રૂઢીચુસ્ત કાલગ્રસ્ત થઇ ગયેલી  સમાજ વ્યવસ્થા, તેના આધારીત નૈતીક વ્યવહારો અને અવૈજ્ઞાનીક જ્ઞાનનો મોટા પાયે તમામ ૨૧મી સદીના આધુનીક ટેકનોલોજીની મદદથી બેફામ પ્રચાર કરનાર એક ભગવા કપડામાં વિચરતું મોટું અનિષ્ટ છે.

 જ્યારે કોરોના–૧૯ની મહામારીના બેકાબુ બનેલા સેંકંડ વેવના સંક્રમણથી આપણો દેશ જબ્બર માનવમૃત્યુના પરિણામો ભોગવતો હોય ત્યારે આ બાવો પોતાની ચેનલો અને યુ ટયુબ પરથી બુમો પાડે છે કે કોરાના સંક્રમણથી પીડાતા દર્દીઓના મૃત્યુનું કારણ ઓક્સીજન અને વેન્ટીલેટરનો ઉપયોગ છે. ત્રણ દિવસ પહેલાં આ બાવાએ ચિત્તભ્રમ કે સભાનતાની સ્થિતીમાં બોલી નાંખ્યું કે " એલોપેથી એ ફર્જી  બનાવટી કે જુઠઠા ડૉકટરોનો સમુહ છે.સાચો ડૉકટર તો હું જ છું." બ્રહ્માંડમાં  એટલો બધો ઓક્સીજન છે જે કુદરતી રીતે મલે છે તો પછી શા માટે ઓક્સીજનના સીલીંડરની જરૂર છે?

 આ બાવાએ કોવીડ–૧૯ સામે પ્રતીકાર કરવા માટે " કોરોનિલ " નામની કેપસ્યુલ બહાર પાડી છે. તેના ઉદ્ઘાટન કાર્યક્રમમાં દેશના આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધન હાજર રહ્યા અને કોરોનિલ દવા એ કોવીડ–૧૯ સામે આધારભુત દવા છે તેવું પ્રમાણપત્ર આપ્યું છે.( Union health minister Harsh Vardhan went one step further when he endorsed Coronil as an effective medicine against Covid-19. In February 2021, Baba Ramdev launched Coronil in the presence of Vardhan, whose ministry had certified it.) આરોગ્ય મંત્રીને કોણ જણાવશે કે સાહેબ ! તો પછી દેશ વ્યાપી વેકસીન આપવાનો કાર્યક્રમ જ બંધ કરી દો ને ! વિશ્વ હેલ્થ સંસ્થાએ આ કેપસ્યુલને કોવીડ–૧૯ સામેની ઉપાય દવા તરીકે માન્યતા આપેલ નથી. વિશ્વના કોઇપણ દેશે પણ આ બાવાની દવાને સર્ટીફાય દવા તરીકે માન્યતા આપેલ નથી. 'કોરોનિલ દવા આ બાવાએ ' ફુડ કે ડાયેટરી સપ્લીમેંન્ટ' તરીકે બજારમાં મુકી છે. જેથી ઇન્ડીયન ડ્રગ કંટ્રોલરની પરવાનગી લેવી ન પડે.  કોરોનાના પ્રતીકાર માટે આ બાવાએ ફક્ત ૯૦૦ કરોડ રૂપીયાની કોરોનિલ દવાની કેપસ્યુલ  વેંચી નાંખી છે. જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ વર્તમાન સરકારનો ટેકો  છે. ખરેખરતો સત્તા પક્ષનું તેના બચાવવા માટેનું કવચ છે. ઇન્ડીયન મેડીકલ એસો ભારત સરકારના આરોગ્ય મંત્રાલય સામે સખત લેખીત નારાજગી ફક્ત વ્યક્ત કરી નથી પણ  જાહેર હિતની અરજી આ બાબા સામે કરી છે. પોલીસમાં એફ આઇ આર કરી છે અને સુપ્રીમકોર્ટમાં પણ રીટ પીટીશન દાખલ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે એવું સંસ્થાના મંત્રી શ્રી ડૉ જયંતભાઇ લેલે પોતાના ઇન્ટરવ્યુંમાં જણાવ્યું છે. આઇ એમ એ નો આ પ્રમાણેનો અંગ્રેજીમાં લેખીત વિરોધ હતો.("Being Health Minister of the country, how justified is it to release such falsely fabricated unscientific product …can you clarify the timeframe, timeline for the so-called clinical trial of this said anti-corona product?") આવનારો સમય નક્કી કરશે કે ઇન્ડીયન મેડીકલ એસો એલોપથી ને બચાવે છે કે મોદી સરકારને  ઘુંટણીએ પડી જાય છે?

   સત્તાપક્ષના આવા વલણની ટીકા કરતાં કહ્યું છે કે બાબા રામદેવ, આશારામ અને શ્રી શ્રી રવિશંકરના અનુયાઇઓ તો સત્તા પક્ષની વોટ બેંક છે. માટે  આવી સોનાની ઇંડુ આપતી મરઘીને સત્તાપક્ષ કેવી રીતે મારી નાંખે!( The government endorsed many other pseudo-remedies. For instance, it supported the clinical trial of a medicine derived from panchgavya — cow's milk, butter, ghee, dung and urine.  ભલે તે બધાજ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વૈજ્ઞાનીક વલણ કે અભીગમ ન ધરાવતા હોય!. )' પંચગૌવા' નામની અવૈજ્ઞાનીક દવા જે ગાયનું ઘી, માખણ, દુધ, છાણ અને મુત્રથી બનેલી છે તેને પણ માન્યાતા આપી છે.

વર્તમાન સરકારે  સ્વંય બાબા રામદેવને આવા બનાવટી વૈજ્ઞાનીક દાવા માટે જેલ ભેગો કરવાને બદલે તેને એલોપેથી સામે ગાજાવાની તકો પુરી પાડે છે. બાબાની સંસ્થા પતાંજલી સને ૨૦૦૬માં અસ્તીત્વમાં જુદી જુદી દવાઓ અને અન્ય ચીજ વસ્તુઓ લઇને આવી હતી. ગઇ સાલ સને ૨૦૨૦માં તેનું વેચાણ ૯૦૦૦ કરોડનું હતું.

સૌજન્ય– લીંક સાથેની બે યુ ટયુબ વીડીયો– (૧)https://mail.google.com/mail/u/0/#inbox/KtbxLvGzbQMvVQBvmNDxFqKQQdDqTRNHDB?projector=1

(૨) https://mail.google.com/mail/u/0/#inbox/KtbxLwHPxWrxXfjMQGtbSpPslmTtXcxsVB?projector=1

 અને તા. ૧૭–૦૫ –૨૧ ના ઇન્ડીયન એકપ્રેસના  લેખક Christophe Jaffrelot ના લેખમાંથી.


--