Friday, June 24, 2022

આપણે, નવીશીક્ષણ નીતીના નામે કરેલ ફેરફારો અંગે શું જાણીએ છીએ?



--
Bipin Shroff

 આપણે, નવી શીક્ષણ નીતીના નામે કરેલ ફેરફારો અંગે શું જાણીએ છીએ?

 ધોરણ છ થી બારમા ધોરણ સુધી વીજ્ઞાન, સમાજશાસ્ર અને રાજ્યશાસ્રના વિષયોમાં જે ફેરફારો ' નવી શીક્ષણ નીતી' ના નામે કરવામાં આવ્યા છે તે અંગે ઇન્ડીયન એક્સપ્રેસે તારીખ ૨૧મી જુનથી ૨૪મી જુનના ચાર દિવસનાપોતાના દૈનીક પેપરોમાં' અતી જીજ્ઞાસુ તપાસ' ( Investigative Journalism)કરીને નવી શીક્ષણ નીતીના નામે વર્ષોથી ચાલુ આવતી માહીતી રદ કરી નાંખી છે તે ચીંતા પ્રેરક છે. કારણકે દેશના શીક્ષણ ખાતાએ ઐતીહાસીક હકીકત સાથે ખીલવાડ અથવા નગ્ન છળકપટ કરેલ છે. હાલ આ બધા પાઠયપુસ્તકો નવા છપાવી શકાય તેમ નથી, શૈક્ષણીક વર્ષ ચાલુ થઇ ગયું છે,માટે ફક્ત ફેરફાર કરેલ માહીતી દેશવ્યાપી શીક્ષણ કેન્દ્રોમાં મોકલી આપવામાં આવશે! આ બધા ફેરફારો વીધ્યાર્થીઓના કોવીડ પેન્ડેમીકને બે વર્ષના શૈક્ષણીક ખોટને સરભર કરવા(શીક્ષણનો બોજ ઘટાડવા)નીર્ણય કરવો પડયો છે તેવી દલીલ કરવામાં આવી છે. જે ફેરફારો કર્યો છે તેના ચારભાગોમાંથી પ્રથમ ભાગમાં સને ૧૯૭૫ની ઇંદારીજીની એકહથ્થુ કટોકટી, કાયદાના રાજનો અંતથી શરૂ કરીને સને ૨૦૦૨ના ગુજરાતના તોફાનોની હકીકતોને જ ભવીષ્યના ધો.૬થી૧૨ સુધીના અભ્યાસ ક્રમોમાંથી સંપુર્ણ રદબાતલ કરી દીધી છે. મોદી સરકારના શીક્ષણખાતાએ હકીકત અને વાસ્તવીક સત્યોને નવી શિક્ષણ નીતીના નામે છેલ્લા છમાસથી બુધ્ધીવાદથી સુસંગત (Rationalization)  કરવાની કસરત શરૂ કરી છે તે સમજવા જેવી છે. તે નિર્ણયમાં જે શિક્ષણવીદો, તજજ્ઞોએ ભાગ લીધો છે તે બધાની શૈક્ષણીક લાયકાતો પણ આંખે ઉડીને વળગે તેવી છે. જો કે આપણે તે બધાના કાર્યો અથવા તેઓએ કરેલ નીર્ણયોથી જ સરળતાથી તેમને ઓળખી શકીશું. પછી છેલ્લે ભાગ– ચારમાં તે બધા શીક્ષણવીદોના નામો અને લાયકાતો જણાવીશું. દેશના શિક્ષણખાતાના ખુબજ અગત્યના વિભાગ ' નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ એન્ડ ટ્રેનીંગ–( NCERT) સંચાલીત એક પ્રોગ્રામ નામે રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખા(NCF) દ્રારા,ધો–૬થી ૧૨ સુધીના પાઠયપુસ્તકોમાં જે ૨૧ ફેરફારો કર્યા છે તે સત્તાધારી પક્ષ અને તેની નીતીઓ ઘડવામાં જે પાયાની અને ચાવીરૂપ ભાગ ભજવે છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારસરણીનું ખુલ્લું પ્રતીબીંબ છે. ઇતીહાસ, રાજ્યશાસ્ર( Political Science)અને સમાજવીધ્યા( Sociology)ના ૨૧ પાઠયપુસ્તકોમાંથી આ સત્ય હકીકતો રદબાતલ કરી નાંખી છે. મોદી સરકારે આવી પાઠયપુસ્તક સાથે ખીલવાડ સને ૨૦૧૪માં સત્તા પર આવ્યા પછી ખુબજ વ્યાપક ફેરફારો પ્રથમ વખત કર્યા નથી. સને ૨૦૧૭માં ૧૩૩૪ ફેરફારો ૧૮૨ પાઠયપુસ્તકોમાં અને સને ૨૦૧૯માં શિક્ષણમંત્રી પ્રકાશ જાવડેકરની નેતાગીરી નીચે વીધ્યાર્થોના માથે શીક્ષણનો ભાર ઓછો કરવાના નામે કરેલ છે.  હાલના અભ્યાસક્રમમાં ફેરફારો વીધ્યાર્થીઓની ભણવામાં " Speedy Recovery" પ્રાપ્ત થાય માટે  સત્તાધીશોને વાંધાજનક ફકરાઓ પ્રકરણ કે ચેપ્ટરમાંથી રદબાતલ કર્યા છે. કોઇપણ પાઠયપુસ્તકમાંથી સંપુર્ણ પ્રકરણ બિલકુલ રદબાતલ કરેલ નથી. વર્તમાન ભારતના સંદર્ભમાં ' આંખે ઉડીને વળગે' તેવા કેટલાક ફેરફરો નીચે મુજબ છે.

(૧) સને ૨૦૦૨ના ગુજરાતના હિંદુ– મુસ્લીમ હુલ્લડ(Gujarat Riots).

ધો.૧૨માના રાજ્યશાસ્ર વિષયના છેલ્લા પ્રકરણ નામે ' આઝાદી પછીનું રાજકારણ'ના પુરા બે પાના કાઢી નાંખવામાં આવ્યા છે.તેમાં શું હતું?? ગોધરા સ્ટેશને સાબરમતી એકસપ્રેસના ડબ્બામાં કારસેવકોને લઇ જતી  ગાડીને સળગાવી દેવામાં આવી હતી ને ત્યારબાદ તારીખવાર મુસ્લીમ કોમ વિરૂધ્ધ જે તોફાનો થયા તેની વીગતોવાળા ફકરાઓ કાઢી નાખ્યા છે. પછી નેશનલ હ્યુમનરાઇટ કમીશને ગુજરાત સરકાર લાંબા સમય સુધી હીંસા અટકાવવામાં નિષ્ફળ કેમ ગઇ તે ટીકા પણ કાઢી નાંખી.માનવ અધિકાર પંચે વધુમાં ટીકા કરતાં કહ્યું હતું કે ગુજરાતની માફક ધાર્મીક લાગણોનો રાજકીય હેતુ સીધ્ધ કરવા પ્રયત્ન કરવામાં આવે તે જોખમકારક સાબીત થાય છે. તે વલણ લોકશાહી રાજકારણ માટે ખુબજ  જોખમકારક છે. સ્થાનીક દૈનીક પેપરોએ તૈયાર કરેલ તોફાનોના કોલાઝ પણ પેલા પ્રકરણમાંથી કાઢી નાંખવામાં આવ્યા છે. તે સમયના બીજેપીના વડાપ્રધાન અટલજીએ "મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ' રાજધર્મ' બજાવવાની જે સુચના આપેલી તે પણ કાઢી નાંખી છે. રાજ્યકર્તાએ જ્ઞાતી,ધર્મ કે ધાર્મીક માન્યતાને આધારે તેની પ્રજા સાથે અસમાન, અન્યાયી અને ભેદભાવપુર્ણ પગલાં ન ભરવો જોઇએ."  બાજપાઇજીની આ કોમેન્ટ પણ ડીલીટ કરી નાંખી. હકીકત, માર્ચ ૨૦૦૨માં એવી હતી કે બાજપાઇજીએ અમદાવાદમાં ભરેલ પ્રેસ કોન્ફરન્સમાં બોલતા હતા અને તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદીજી તેમની બાજુમાં બેઠા હતા.

ધો ૧૨ના સમાજશાસ્રના ચેપ્ટરમાંથી આવીજ ગુણવત્તા ધરાવતો રેફરન્સ NCERT ડીલીટ કરી નાંખ્યો. જે નીચે મુજબનો હતો. જે ચેપ્ટર–૬નું મથાળું હતું ' કોમવાદ, સર્વધર્મ સમભાવ અને રાષ્ટ્ર– રાજ્ય' . તેમાં એવું લખાણ હતું કે કોમવાદ લોકોને બળાત્કાર, લુંટ અને ખુન કરવાની પ્રેરણા આપે છે. બહુમતી કોમને જાણે પોતાનું ગુમાવેલુ ગૌરવ પરત મલ્યું તેવું અભીમાન થાય છે. તેમાં એવી દલીલ કરવામાં આવે છે કે  સદીઓ પહેલાં અમારા સહધર્મીઓએ દેશમાં ગમેતે સ્થળોએ જે અપમાન, ગૌરવહીનતા કે અપમૃત્યુ સહન કરેલા હતા તેનું અમે આજે વેરવાળ્યું છે તેથી વર્તમાનમાં અમારુ પગલું વ્યાજબી છે.

 દેશ ને દુનીયામાં કોઇ ધર્મો બાકી નથી જેણે વિધર્મીઓ સામે અને કોમવાદી હીંસાઓ ન કરી હોય! આવી કોમવાદી હિંસા દરેક ધાર્મીક સમાજે થોડા–વત્તા પ્રમાણમાં ભોગવી છે. પરંતુ લઘુમતી કોમે ભોગવેલી આવી હીંસા વધુ માનસીકરીતે આઘાતજનક (far more traumatic for minority communities) હોય છે. આ મુદ્દે કોઇ સરકારો કે સત્તાપક્ષ દુધે ધોયેલા બીલકુલ નથી. વર્તમાન સમયમાં ન ભુલાય તેવા લઘુમતી કોમોએ જે માનસીક ખતરનાક આઘાતો સહન કર્યા છે તે સને ૧૯૮૪ના શીખ કોમ વિરૂધ્ધના દીલ્હીના તોફાનો અને અપુર્વ જેના માટે અગાઉ કોઇ દાખલો ન હોય તેવી–Unprecedented-ઘટના ગુજરાતના ૨૦૦૨ના મોદીજીની મુખ્યમંત્રીપણા નીચે થયેલી મુસ્લીમ વીરોધી હીંસાઓ છે. સને ૨૦૦૨ના ગુજરાતના દંગાઓ અંગે દેશની સંસદના ટેબલપર મુકવામાં આવેલી હકીકત મુજબ ૭૯૦ મુસ્લીમો, ૨૫૪ હીંદુઓને મારી નાંખવામાં આવ્યા છે, ૨૨૩ કાયમ માટે ગુમ થયેલાઅને ૨૫૦૦ ઇજાગ્રસ્ત હતા તેમ સંસદગૃહમાં જાહેર કરવામાં આવ્યું છે. આ સત્ય જે ડિલીટ થઇ શકે તેમ નથી તે ફકરો કોવીડ– રોગચાળાના નામે પાઠ્ય પુસ્તકમાંથી કાઢી નાંખવામાં આવ્યા છે. કોના માથા પરથી કેટલો બોજ ઓછો કરી નાંખવામાં આવ્યો?

(૨) સને ૧૯૭૫ની ઇન્દીરાજીની કટોકટી–

સને ૧૯૭૫ની કટોકટી ઉપર ધો. ૧૨ના રાજ્યશાસ્રના પુસ્તકમાં ' સ્વતંત્રતા પછીના ભારતમાં રાજકારણ'ના ચેપ્ટરમાં પાંચ પાનાં ડીલીટ કરી નાંખ્યા છે. તેમાં 'લોકશાહી રાજ્યવ્યવસ્થામાં કટોકટી' વિભાગમાં જે કટોકટી લાગુ કર્યા પછી ઇંદીરા સરકારે જે બેફામ સત્તાનો દુર ઉપયોગ અને ગેરરીતીઓ જે આચારવામાં આવી તે આ પ્રમાણે હતી. જેવી કે હજારો રાજકીય વિરોધી નેતાઓની ગેરકાયદેસર અટકાયતો, અખબારી નીયંત્રણો, અમાનુસી અત્યાચાર, જેલમાં રાજકીય વિરોધીઓના શંકાસ્પદ મૃત્યુઓ, ફરજીયાત નસબંધી ઝુંબેશ,અને ગરીબોની ઝુંપડપટ્ટીઓની બેજવાબદાર રીતે રાતોરાત બુલડોઝર્સ ફેરવી નાબુદી, વિ. વિ. જેનો લેખીત રીપોર્ટ સને ૧૯૭૭માં આવેલ જનતાસરકાર દ્રારા નિમાયેલ જસ્ટીસ જે.સી. શાહ પંચના તારણોમાં છે તેને અભ્યાસક્રમમાંથી નવી શીક્ષણ નીતીના ભાગ રૂપે ડિલીટ કરવામાં આવ્યા છે. ધો. ૧૨ના સમાજવીધ્યા વિષયમાંથી સને ૧૯૪૭થી ૧૯૭૫ સુધીના કામદાર ચળવળની તમામ નોંધ કટોકટીના નામે સસપેંડ કરી હતી; તે નવી શીક્ષણ નીતીના ભાગરૂપે ડીલીટ કરી નાંખવામાં આવી છે.

(૩) પ્રજામતનો વીરોધ અને સામાજીક ચળવળો–

ધો. ૬થી ૧૨ સુધીના રાજ્યશાસ્રના પાઠયપુસ્તકોમાંથી આખાને આખા ત્રણ ચેપટર્સ ડીલીટ કરી નાંખવવામાં આવ્યા છે. લોકપ્રીય ચળવળોના ચેપ્ટરોમાંથી કઇ કઇ ચળવળોની માહીતી ડીલીટ કરવામાં આવી છે તે પેલા નવી નીતીના શિક્ષણ નિષ્ણાતોની ગર્ભીત માનસીકતાની ચાડી ખાય છે.

સને ૧૯૭૦નું ઉત્તરાખંડનું વૃક્ષ બચાવો ચીપકો આંદોલન, મહારાષ્ટ્રની દલિત પેન્થર ચળચળ, એંસીના દાયકાની આંધ્રપ્રદેશ ને મહારાષ્ટ્રની કીસાન ચળવળ, જન વિખ્યાત નર્મદા બચાવો આંદોલન,અને માહીતી અધિકાર પ્રાપ્ત કરવાની ચળવળ, સાપુતારા જંગલોના વનવાસીઓની વીસ્થાપીત ચળવળ, મેઘાપાટકર ને કાશીરામની પછાત અને લઘુમતી કોમોના કામદારોના અધિકારોના સંરક્ષણની ચળવળો,અને આખરી કાળા કીસાન કાયદા સામેની રાકેશ તીકેતની અહીંસક કીસાન ચળવળ, આ બધીજ લોકચળવળોની યાદીઓ, નોંધ વિ. સંપુર્ણ ડીલીટ કરી નાંખવામાં આવી છે.

(૪) લોકશાહીના પાયાના મુલ્યો–

જે લોકશાહી મુલ્યોના વિકાસથી દેશની લોકશાહીનો પાયો ઉંડો થાય ને વિસ્તૃત થાય ( Deepening & Widen base of Indian Democracy) તેવા બધી વિગતો રાજ્યશાસ્રના પાઠયપુસ્તકોમાંથી કપટતાપુર્વક ડીલીટ કરી નાંખવામાં આવી છે. બંધારણીય મુલ્યો જેવાકે સમાનતા, સામાજીક ન્યાય, લોકભાગીદારી, પ્રજાના પ્રશ્નોનું આંદોલન સીવાય સંઘર્ષ નિવારણ વી, મુલ્યોને નવી શીક્ષણ નીતીના અમલ માટે અસંગતકે અપ્રસતુત હોવાથી(Irrelative) કચરાપેટીમાં પધરાવી દેવામાં આવ્યા છે. ' સ્વતંત્રતા પછીનું ભારત' પ્રકરણમાંથી બંધારણની રચના અને ભાષાવાર રાજ્યોની નીતી બંને મુદ્દાઓને ધો.૮ના ઇતીહાસના પાઠયપુસ્તકમાંથી ડિલીટ કરી નાંખવામાં આવ્યા છે. ધો.૧૦માના રાજ્યશાસ્રના પાઠયપુસ્તકમાંથી ભારતમાં વિવીધતામાં એકતા સાથે સામાજીક વર્ણવ્યવસ્થા આધારીત અસમાનતાનું ચેપ્ટર ડીલીટ કરી નાંખવામાં આવ્યું છે.

જવાહરલાલ નહેરૂજીના કેવા કેવા વાક્યો નવી શીક્ષણ નીતીમાંથી ડીલીટ કર્યા છે તેની પણ નોંધ લેવી જરૂરી છે.

(અ) ધો. ૬ના ઇતીહાસમાંથી દેશના પ્રથમ વડાપ્રધાન જ.નહેરૂજીના અતીપ્રીય વાક્ય " સમ્રાટ અશોકનું કલીંગના યુધ્ધ પછીના હીંસા દ્રારા માનવ સમાજના પ્રશ્નો ન ઉકેલાય" નો ઉલ્લેખ ડીલીટ કરી નાંખ્યો છે.

(બ) ભાખરાનંગલ બંધ ઉપર નહેરૂજીએ કરેલ નીરીક્ષણને દુર કરી નાંખ્યું છે. ધો. ૧૨ના સમાજશાસ્રના પાઠ્ઠયપુસ્તકમાંથી નીચે મુજબના નહેરૂજીના વાક્યો ડીલીટ કરવામાં આવ્યા છે." આપણા દેશના આ કામમાં રોકાયેલા ઇજનેરો અમને કહે છે કે વીશ્વમાં કદાચ આટલી ઉંચાઇ ધરાવતો ડેમ જે તે સમયે નહી હોય. સદર બંધનું કામ ખુબજ મુશ્કેલીઓ અને ગુંચવડોથી ભરેલું હતું. નહેરૂજી આગળ લખે છે કે જ્યારે હું આ બંધની નજીકમાં જઇને ચાલું છું ત્યારે મને એવો અહેસાસ થાય છે કે  સમગ્ર માનવજાત માટે કલ્યાણકારી ભાખરાનંગલ બંધથી સૌથી મોટું મંદિર, મસ્જીદ કે ગુરૂદ્રારા કયું હોઇ શકે? જ્યાં આ ઇમારતમાં માનવશ્રમ,અને તેનો લોહી પસીના મને સતત ધબકાર સંભળાય છે. ઘણાએ તો પોતાનો જાન તેમાં ન્યોચ્છાવેર પણ કરેલ છે.

(ક)  ૧૮૭૦ના રાજ્ય દ્રોહ Sedition(દેશદ્રોહ નહી) ના કાયદા અંગે વીધ્યાર્થીઓને પ્રશ્ન પુછવામાં આવ્યો છે કે આ કાયદો સરકારને મનસ્વી સત્તા આપે છે તે અંગેનું એક કારણ બતાવો? બીજું કાયદાના શાસનથી (Rule of Law) તે બિલકુલ વીરોધી કેમ છે? ધો. ૮ના રાજ્યશાસ્રના પાઠ્ઠયપુસ્તકમાંથી ઉપરના બે વાકયો ડિલીટ કરવામાં આવ્યા છે.

(ડ) નક્ષલવાદ– નક્ષલવાદ અને નક્ષલવાદી ચળવળને લગતા તમામ રેફરન્સીસ ડીલીટ કરી નાંખવામાં આવ્યા છે. તેના આધ્યસ્થાપક નેતા ચારૂ મજમુદારનું નામ પછી કેવી રીતે બચે?

(ઇ)આવા સરસ આયોજનપુર્વકના નિર્ણય કરનારા કોણ છે?

નવી શિક્ષણનીતી ( NCERT) ના નીયામક શ્રી દીનેશપ્રસાદ સકલાનીને ઇ. એક્સપ્રેસ તરફથી અધીકૃત રીતે પુછવામાં આવ્યું. આ સાહેબે જવાબ આપ્યો કે  આ પાઠયપુસ્તકો સુધારવાનું સંપુર્ણ કામ મેં ચાર્જ લીધો પહેલાં પુરુ થઇ ગયેલું હતું. તેથી તેના અંગે હું કશું કહેવા તૈયાર નથી.  જેના સમયમાં આ બધા નિર્ણયો લેવાયા તે નીયામક શ્રીધર શ્રીવાસ્તવ કહે છે કે સંસ્થાએ કરેલા ફેરફારો હવે પબ્લીક ડોમેન માં ઉપલબ્ધ છે પછી મારે શું કહેવાનું હોય?

( સૌ. ઇ. એક. તા. ૨૧–૦૬–૨૨.નો ભાવાનુવાદ.) વધુ આવતા અંકે.

.

 


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com