Wednesday, June 29, 2022

અમેરીકાની સર્વોચ્ચ અદાલતનો ચુકાદો– ગર્ભપાતગેરકાયદેસર છે.

અમેરીકાની સર્વોચ્ચ અદાલતનો ચુકાદો– ગર્ભપાત ગેરકાયદેસર છે.

ભુતપુર્વ પ્રમુખ ટ્રમ્પે પસંદ કરેલા ન્યાયાધીશોએ ૫૦વર્ષથી માન્ય પામેલા ' ગર્ભપાત સ્રીનો હક્ક છે' જે  'રોએ વીરૂધ્ધ વાડે'( Roe v. Wade.) ના કેસમાં નક્કી થયું હતું તેને ૨૪મી જુને અમેરીકાને સર્વોચ્ચ અદાલતે ગેરકાયદેસર જાહેર કર્યો છે. ગર્ભપાત કરનાર સ્રીને ફક્ત ૧૦ વર્ષની સજા અને એક લાખ ડોલર દંડ પણ નક્કી કર્યો છે. છેલ્લા ૪૮ કલાકમાં અમેરીકાને આ ચુકાદાને તમામ રીતે ઉપરથી નીચે ઉંધુ– છતું કરી નાંખ્યું છે.

        અમેરીકા વર્તમાન રાષ્ટ્રપ્રમુખ બીડેને(Remarks by President Biden) પોતાના દેશની સુપ્રીમકોર્ટના ચુકાદા સામે નીચે મુજબનો પ્રત્યાઘાત આપ્યો છે.–

(1)      મારા દેશની સુપ્રીમ કોર્ટે તેના નાગરીકોના બંધારણીય હક્કો આ ચુકાદાથી લઇ લીધા છેજે સને ૧૭૭૬થી સંરક્ષીત હતા. કોર્ટે મર્યાદીત કર્યા નથી પણ ઝુંટવી લીધા છે.( They didn't limit it.  They simply took it away.)

(2)     દેશના ન્યાયતંત્ર માટે અને સમગ્ર દેશ માટે આજનો દિવસ ખુબજ દુ;ખી દિવસ છે.(And it's a sad for the court & for the country.)

(3)       આ અધીકારથી મારા દેશની તમામ સ્રીઓને પોતાના માટે સારુ શું છે કે તે નક્કી કરવાનો જે અન્ય નાગરીકોની માફક સમાન અધિકાર હતો, એક નીજી અધિકાર હતો. જે આ ચુકાદાથી છીનવાઇ ગયો છે.

(4)     દેશના રાષ્ટ્રપતી તરીકે હું જણાવું છું કે આ ચુકાદાના પરીણામોથી મારા દેશની સ્રીઓનું આરોગ્ય અને જીંદગી હવે જોખમમાં મુકાઇ ગઇ છે.

    અમેરીકાના તમામ મિત્ર દેશોના વડાઓ  જેવા કે બ્રીટન, ફ્રાંસ, કેનેડા વી, એ જબ્બરજસ્ત ટીકા સદર ચુકાદાની કરી છે.

(5)     ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેકરોને ચુકાદા વિરૂધ્ધ ટીકા કરતાં ટ્વીટર પર લખ્યું છે કે "  ગર્ભપાત એ દરેક સ્રીનો મુળભુત અધીકાર છે. આપણે સત્તાધીશો તરીકે તે અધીકારનું સંરક્ષણ કરવાની ફરજ છે. હું અમેરીકાની સુપ્રીમ કોર્ટ દ્રારા જે તમામ સ્રીઓનો આ હક્ક છીનવાઇ ગયો છે તેમની સાથે છું." 

(6)      પડોશી દેશ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો (Justin Trudeau) કહે છે કે " અમેરીકામાંથી આવતા સમાચાર અત્યંત ગભરામણ પેદા કરનારા છે. મારી તમામ ભલી લાગણીઓ અમેરીકાની એ સ્રીઓ સાથે છે કે જેમને હવે પછી ગર્ભપાતની જરૂરત હશે તે બધાનું શું થશે,? કોઇપણ સરકાર, રાજકારણી કે પછી પુરૂષને એ કહેવાનો અધીકાર લેશ માત્ર નથી કે સ્રી એ તેના શરીર સાથે શું કરવું અને શું ન કરવુ?"

(7)       બ્રીટનના વડાપ્રધાન બોરીસ જ્હોનસન જેઓ અમેરીકાના સૌથી ગાઢ મીત્રોમાંના એક છે તેણે સદર ચુકાદાની ટીકા કરતાં લખ્યું છે કે " મારા મત પ્રમાણે આ ચુકાદાથી અમેરીકાના સર્વાંગી વિકાસની ઘડીયાળના કાંટા પાછા ફરવા માંડશે. હું જીંદગીભર સ્રીએ શું કરવું કે ન કરવું તે અધીકારની તરફેણ કરનારો રહ્યો છું. માટે જ બ્રીટનમાં તમામ કાયદા સ્રી ના તમામ અધીકારોની તરફેણ કરનારા છે.

(8)       યુનાઇટેડ નેશન્સના માનવ અધિકારના કમીશ્નર મીશેલ બચેટનું કહેવું છે અમેરીકાની કોર્ટનો સદર ચુકાદો ખુબજ ઘાતક, જાન લેનારો, (more deadly) ખાસ કરીને વંશીય જાતીભેદવાળી લઘુમતીઓ (in particular those with low incomes and belonging to racial and ethnic minorities)અને નીચલી આવક ધરાવનારાઓ માટે નીવડવાનો છે. વીશ્વ આરોગ્ય સંસ્થાનો રીપોર્ટ છે કે પ્રતિ વર્ષે અઢી કરોડ સ્રીઓ પોતાની જાતને જોખમી હોય તેવા બધા પાસે ગર્ભપાત કરાવે છે. તેના પરિણામ સ્વરૂપે ૩૭૦૦૦ સ્રીઓ મૃત્યુ પામે છે. આ કમીશ્નર ચેતવણી આપતાં જણાવે છે કે તમે ગર્ભપાતની સગવડ કે સેવા પર નિયંત્રણ મુકશો તેનાથી ગર્ભપાત કરાવનારી સ્રીઓની સંખ્યામાં કોઇ ઘટાડો થવાનો નથી. ગર્ભપાતના કાયદાકીય નિયંત્રણો સ્રીઓ અને કુંવારી છોકરીઓ માટે શરીર માટે જોખમી, બિનઆરોગ્ય ને તબીબી રસ્તાઓનો ભોગ બનશે. ખરેખર તો અમેરીકાની સર્વોચ્ચ કોર્ટના ચુકાદાએ સ્રીઓના શરીર પર આત્યંતીક અતીક્રમણ કરેલ છે.

(9)     અમેરીકન સંસદ( કોંગ્રસ)ની સ્પીકર નાન્સી પલોસીની એક સ્રી, માતા અને દાદીમા તરીકે રીમાર્ક હતી કે તેને આ ચુકાદાથી ખુબજ આઘાત લાગ્યો છે. મારે મારી હયાતીમાં એ જોવાના દિવસો અમેરીકમાં આવ્યા છે કે જેના પરિણામ સ્વરૂપે મારા દેશની યુવાન સ્રીઓને મારા જીવનમાં  મેં જે સ્વતંત્રતા માણી,ભોગવી તેટલી સ્વતંત્રતા હવે નહી મલે! ( She described the ruling as "cruel," "outrageous" and "heart-wrenching.")

(10) રિપબ્લિકન સેનેટર સુસાન કોલિન્સ જેણે ગર્ભપાતના હક્કની વીરૂધ્ધ સેનેટમાં મત આપ્યો હતો તેનું ચુકાદા પછી કહેવું છે કે આ ચુકાદાથી દેશમાં એકાએક તેના લોકશાહીના પાયાને મુળમાંથી ઉખાડી નાંખે તેવો આંચકો આવવાનો છે.રાજકીય અંધાધુધી, અરાજકતા અને પ્રજાના ગુસ્સાને તમે રોકી શકવાના નથી. સરકાર પ્રેરીત ન્યાયતંત્ર આવો ચુકાદો પણ આપી શકે તે ખ્યાલ જ નાગરીકોનો સરકાર પોતાનામાંથી વીશ્વાસ જ ગુમાવવા બરાબર થઇ જશે.

(11)  ઓહાયો રાજ્યના રિપબ્લિકન સેનેટર જીમ જોર્ડને સંસદભવનમાંથી ચુકાદાની તરફેણમાં ખુબજ આનંદ વ્યક્ત કરતાં જણાવયું હતું કે મારા દેશની સુપ્રીમ કોર્ટને ખુજ સરસ કામ કર્યા બદલ  ભગવાન આશીર્વાદ આપે ને આવા ન્યાયાધીશો પસંદ કરવા માટે ભગવાન ભુતપુર્વ પ્રમુખ ટ્રમ્પને પણ આશીર્વાદ આપે!

(12) અમેરીકાની મલ્ટીનેશનલ કુંપનીઓ જેમાં હજારો કર્મચારી કામ કરે છે તેવી ઘણી બધી કુંપનોએ પોતાના મહીલા કર્મચારીઓને જરૂર પડે ગર્ભપાત કરાવવો અનીવાર્ય લાગેતો જે રાજ્યમાં ગર્ભપાત કરાવવાની કાયદેસર સગવડ છે તેવા રાજ્યોમાં જવા–આવવાની તમામ વિમાની સગવડો અને આરોગ્યને લગતી સેવાઓનો તમામ ખર્ચ આપશે તેવી જાહેરાતો સદર ચુકાદા આવવાની સાથે જ કરવા માંડી છે.

(13) એલજીબીટી ના અધીકારો માટે લડત લડીને જીતનાર એટર્ની જીમ ઓબેરગેફેલનું તારણ છે કે આ ચુકાદાની અસરોને લેશ માત્ર ઓછી ગંભીરતાથી લેશો નહી. ભવીષ્યમાં જો ન્યાયતંત્રની આજ માનસીક્તા ચાલું રહેશે તો આપણા નાગરીક અધીકારો ચોક્કસ જોખમમાં મુકાશે.

(14)    તા. ૨૪મી જુનની ઢળતી સાંજે કોર્ટનો ચુકાદો આવતાં જ દેશમાંથી 'ધી નેશનલ નેટ વર્ક ઓફ એબોર્શન ફંડ' નામની સંસ્થાને આશરે ૩૩૦૦૦ લોકોએ ત્રણલાખ મીલીયન ડોલર્સ વધુ કામ કરવા અને દેશ વ્યાપી ગર્ભપાત માટેની જરૂરમંત સ્રીઓને મદદ કરવા મોકલી આપ્યા છે.

(15)   અમેરીકાના બાવન રાજ્યોમાં એક શહેર કે એક કાઉન્ટિ બાકી નહી હોય જ્યાં નાગરીકોએ  આ ચુકાદાની વિરૂધ્ધ ભેગા થઇને વીરોધ નહી કર્યો હોય. દા.ત પેનસીવેનીયા રાજ્યની રાજધાની ફીલાડેલ્ફીયામાં ન્યુયોર્ક ટાઇમ્સના પત્રકાર લખે છે કે  સદર શહેરના મ્યુનીસીપલ બીલ્ડીંગ પાસે જાણે માનવ મહેરાણમણની નદી ઉભરાતી હોય તેવો નજારો દેખાતો હતો.

(16)   આખરમાં આવા ન્યાયાધીશોની નીમણુકો કરનાર ટ્રમ્પને સ્પષ્ટ અહેસાસ થઇ ગયો છે કે તેના અને રિપબ્લીકન પક્ષ માટે સને ૨૦૨૪ ના વોશીંગટન ડીસીમાં સત્તાના સુકાન સંભાળવાના સ્વપ્નાં પર કાયમ માટે પાણી ફરી વળ્યું છે. 

 

 


--