Sunday, February 12, 2023

‘ પીએમ કેર ફંડ‘ કોના હિતમાં?( In whose interest PMCARE FUND WAS CREATED?)


' પીએમ કેર ફંડ' કોના હિતમાં?( In whose interest PMCARE FUND WAS CREATED?)

વડાપ્રધાન મોદીજી તરફથી ૨૭મી માર્ચ ૨૦૨૦ના રોજ  કોવીડ–૧૯ જે દેશ વ્યાપીજ નહી પણ વિશ્વવ્યાપી મહામારી હતી, તેની સામે પ્રતિકાર કરવા જરૂરી સાધન તાત્કાલીક ઉભી કરવા સદર એક ટ્રસ્ટની રચના કરવી પડી હતી. તેઓની પાસે સને ૧૯૪૮માં સ્થપાયેલ 'પ્રાઇમ મીનીસ્ટર રીલીફ ફંડંઅને સને ૨૦૦૫માં સ્થપાયેલ ' નેશનલ ડીઝાસ્ટર રિસપોન્સ ફંડ વર્ષોથી કાર્યરત હતાં. દેશના નાગરિક તરીકે આપણને રસ છે કે' પીએમ કેર ફંડ' માં નાણાં કેવી રીતે ભેગા કરવામાં આવ્યા ને વાપરવામાં આવે છે. આપ સૌની માહિતી માટે 'નેશનલ ડીઝાસ્ટર રીસપોન્સ ફંડ'માં નાણાં નાગરીકો પાસેથી સીધા એકત્ર કરવામાં આવતા ન હતા. જો કે તે નાણાંનો ઉપયોગ તો પેલા બે નાણાં ફંડોથી જુદો ન હતો.

(1)  એક ' પીએમ કેર ફંડ' દેશના વડાપ્રધાનના હોદ્દાના નામે છે.રાષ્ટ્રના પ્રતિકમાં તેનો ઉપયોગ છે. પણ તેને ભારત સરકારના કોઇપણ નિયમો બંધન કરતા નથી. તે એક ખાનગી ટ્રસ્ટ છે. તેના નાણાંનો ઉપયોગ તેના ટ્રસ્ટીઓ જેમાં વડાપ્રધાન સહિત અન્ય ટ્રસ્ટીઓની મનસુફી(the discretion)કે વિવેકબુધ્ધી પર સંપુર્ણ આધારીત છે.કાયદા મુજબ સદર ટ્રસ્ટ ભલે આમ દેખાય કે તે જાહેર હિતાર્થે માટે રચવામાં આવ્યું છે. પણ તેની લેવડ –દેવડના હિસાબો સામાન્ય નાગરીક તો નહી જ પણ ભારત સરકારનું ઓડીટર અને કંટ્રોલરના કાર્યક્ષેત્રની પર છે (It is not subject to audits by India's Comptroller and Auditor General. The complete documentation for the Fund's establishment has not been made public.) વડાપ્રધાન મોદીજી હોદ્દાની રૂએ તેના ચેરમેન છે અને અગત્યના ટ્રસ્ટીઓમાં ગૃહમંત્રી, અમિતશાહ,સંરક્ષણમંત્રી રાજનાથસીંગ, નાણામંત્રી નિર્મલા સિતારામન અને જાહેર વ્યક્તીઓમાં શ્રી રતન ટાટા અને સુધામુર્તી છે.

(2)  ' પીએમ કેર ફંડ' કુલ કેટલા નાણાં ભેગા કરવામાં આવ્યા છે અને કોણે કોણે તેમાં કેટલા નાણાં દાનમાં આપ્યા તે પણ નાગરીક તરીકે ' રાઇટ ટુ ઇનફર્મેશન' ની અરજી કરીને જાણી શકાય નહી.? સરકારી ફંડ નથી કે જાહેર ટ્રસ્ટ નથી પછી  આ ફંડના આવક–જાવકના હિસાબોનો વહીવટ નાગરીકોને જાણવાનો અધિકાર કેવી રીતે હોઇ શકે?

(3)  ' પીએમ કેર ફંડ'માં દેશ પરદેશના સામાન્ય નાગરીકો, ખાનગી અને જાહેર પબ્લીક ઔધ્યોગીક એકમો(પીએસયુ), તે બધાના કર્મચારીઓનો એક દિવસનો પગાર તેમાં ભેગો કરવામાં આવેલ છે.પુટીનના રશીયાની સરકારી ડીફેન્સ કુંપની જે ભારત સરકારને લશ્કરી શસ્રો વેચે છે તેને ' પી એમ કેર ફંડ' માં નાણાં આપેલ છે.(Russia's State-owned defence exports company Rosoboronexport). દેશના તમામ પરદેશોમાં સ્થિત રાજદુતોને પત્ર લખીને નાણાં એકત્ર કરવાની સુચનો પણ આપેલ હતી.

(4)    કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે સદર ફંડ દ્રારા એકત્ર કરેલ નાણાંનો ઉપયોગ કેવીડ–૧૯ સામે વેકસીનવેન્ટીલેટરો ખરીદવા તેમજ ઓકસીજન માટેના નવા પ્લાંટ બાંધવા કરવામાં આવ્યો છે.સને ૨૦૨૨ના અંતસુધી લગભગ આ એકત્ર કરેલ ફંડમાંથી વેકસીન સંશોધન અને વિકાસ ક્ષેત્રે કોઇ નાણાં ફાળવવામાં આવ્યા નથી. બેતૃતીયાંશ(૨/૩) ભાગનું ફંડ વણવપરાયેલું પડયું છે.( While funds have been promised for vaccine development in 2020, these have not been allotted as of 2022, and two-thirds of the corpus remains unspent.)

(5)  જે વેન્ટીલેટરો દેશની જુદી જદી અગત્યની હોસ્પીટલમાં ખરીદીને આપવામાં આવેલા તેની માહિતી આ પ્રમાણે છે. સૌ પ્રથમ, ૫૦,૦૦૦ વેન્ટીલેટરો 'મેઇડ ઇન ઇંડીયા' ના ખરીદવા સદર ફંડના નાણાંનો ઉપયોગ કરવાનું નકકી કર્યું હતું.તે બધાની મુખ્ય ફરીયાદ હતી કે તે દર્દીઓ માટે વાપરી શકાય તેવા હતા જ નહી.ખરીદેલા વેન્ટીલટરોની ગુણવત્તા કે ક્વોલીટી એટલી ખરાબ હતી કે લેનાર દર્દીઓનો જાન જ જોખમમાં મુકાઇ જાય!. વેન્ટીલેટર બનાવનાર કુંપનીઓ એવી હતીકે જેણે ક્યારેય પોતાની ફેકટરીમાં વેન્ટીલેટરો બનાવ્યા જ નહતા.

(6)   ૧૦૦૦ કરોડ રૂપીયા કોવીડ–૧૯ને કારણે સ્થળાંતરીત મજુરો(migrant workers)ને શહેરી વીસ્તારમાંથી પોતાના મુળઘરે જવા ખોરાક–પાણી, દવા અને વાહનની સગવડો પુરી પાડવા રાજ્ય સરકારોને આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. દેશના સર્વોચ્ચ લેબર કમીશ્નરે લેખીત જવાબમાં જણાવ્યું છે કે અમારા વિભાગને કોઇનાણાં સ્થળાંતરીત મજુરોને મદદ કરવા આપવામાં આવેલ નથી.(A similar petition filed with the Chief Labour Commissioner received a response indicating that no funds had been earmarked for migrant labor as yet.

(7)  ૧૦૦ કરોડ રૂપિયા વેકસીનનાવધુ રીસર્ચ– સંશોધન માટે ડિપાર્ટમેંટ ઓફ બાયોટેકનોલોજીને આપવાનું નક્કી કર્યુ હતું.

(8)    સક્રોલનામની વેબસાઇટે(Scroll in April 2021) પોતાના સંશોધનમાં જણાવવામાં આવ્યું છે સદર ફંડમાંથી  મોદીજીની કેન્દ્ર  સરકારે દેશ વ્યાપી ૧૬૨ ઓક્સજનના નવા પ્લાંટ નાંખવાના નક્કી કર્યા હતા. તેમાં૧૧ પ્લાંટ ઉભા કરવામાં આવ્યા હતા. તેમાંથી પાંચ પ્લાંટ કાર્યરત થયા હતા.દીલ્હી હાઇકોર્ટમાં મોદી સરકારે સોગંદવીધી કરીને લેખીત જણાવ્યું હતું કે ૨૨–૦૪–૨૧ સુધીમાં આઠ ઓક્સીજનના પ્લાંટ દિલ્હીમાં નવા ચાલુ કરવાના હતા. ફક્ત એકજ હાલમાં ચાલુ છે.

(9)   જાન્યુઆરિ ૨૦૨૧માં દેશના ૧૦૦ જેટલા નિવૃત્ત સીવીલ સર્વટંસે મોદીજીને લેખીત અરજી કરી હતી કે અમે અમારા પોતાના નિવૃત્તીની મોંઘી બચતમાંથી 'પીએમ કેર ફંડ' ઉમદા હેતુ માટે દાનમાં નાણાં આપ્યાં છે. તેની આવક–જાવકના હિસાબો ન મળે તે કેવી રીતે યોગ્ય છે? અરજદારમાં સૌ પ્રથમ દેશની સર્વોચ્ચ જાસુસી સંસ્થા 'રો' ના એક સમયના વડા શ્રી એએસ દુલાત છે.

(10)               ' પીએમ કેર ફંડ' ના આવકજાવકના હિસાબો અંગે રાઇટ ટુ ઇનર્ફમેશન અને જાહેર હિતની ઘણી અરજીઓ દિલ્હીની હાઇકોર્ટ ને સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી જે તમામ ખારીજ કરવામાં આવી હતી.

(11)         દેશના એક પ્રતિષ્ઠીત અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇંડીયાએ એવી જાહેરાત ૧૯મી મે ૨૦૨૦ તેના અંદાજ મુજબ એટલે કે સદર ફંડની રચના કર્યા પછીના ફક્ત બે જ માસમાં આશરે ૧૦,૬૦૦/ કરોડ રૂપીયા ભેગા થઇ ગયા હતા.

(12)        ગઇકાલની મારી પોસ્ટ આર એસ એસના આર્થીક કાયદાકીય વ્યવહારોનો મુદ્દો આજના   ' પીએમ કેર ફંડ'ના આર્થીક કાયદાકીય વ્યવહારોનો મુદ્દો કઇ રીતે જુદા છે?

 

 

--