Wednesday, October 25, 2023

સજાતીય લગ્નના મુદ્દે -

સજાતીય લગ્નના મુદ્દે -


બહુસંખ્યવાદવાળી  નૈતિકતા બંધારણીય નૈતિકતાને હાવી થઈ ગઈ!

SC ends up privileging majoritarian morality over constitutional morality.

ગયા અઠવાડિયે દેશની સર્વોચ્ચ અદાલતે બહુમતીથી (3વિરુધ્ધ 2)ચુકાદો આપ્યો કે સમલિંગ જાતીય લગ્નને કાયદેસરના લગ્નનો દરજ્જો આપવામાં નહીં આવે!.સદર ચુકાદામાં એક બલિહારી છે કે ચીફજસ્ટિસ શ્રી ચંદ્રચુડ સાહેબ નો મત લઘુમતી  હતો. તે રીતે હવે તે ચુકાદો અમલમાં પણ આવ્યો. 

  

અંગ્રેજીમાં  સજાતીય સંબંધો ને સમજાવવા માટે એક સંયુક્ત શબ્દ છે.

    "LGBTQIA+"-

(1) Lesbian- સમલંગીક સ્ત્રી-એક બીજી સ્ત્રીને એકબીજા સાથે  જાતીય આકર્ષણ અને જાતીય સંબંધ .

(2)  Gay -સમલંગીક પુરુષ-એક બીજા પુરુષ સાથે જાતીય આકર્ષણ અને જાતીય સંબંધ પણ.

(3) Bisexual- સ્ત્રી અને પુરુષ બંને જાતિઓ  માટે કુદરતી જાતીય આકર્ષણ અને જાતીય સંબધો હોય.. સ્ત્રી તરીકે બીજી સ્ત્રી સાથે ઉપરાંત પુરુષ સાથે તો વિજાતીય સંબંધ હોય જ. તેવું જ બાયસેક્સુલ પુરુષનું વર્તન હોય.   

(4) Transgender-જન્મ સાથે મળેલ જાતિમાંથી ઉંમર વધતાં વિરુધ્ધ જાતિમાં પરિવર્તન સ્ત્રી હોય તો પુરુષ અને પુરુષ હોય તો સ્ત્રીમાં પરિવર્તન,

(5)  Queer-સમલંગીક લેસ્બિયન અને ગે બંને માટે વપરાય છે.

(6) Intersex individuals -જન્મ પહેલાંના  જનીન તત્વોના અનિયમિત  સંયોજન ને કારણે અથવા અને જન્મ સાથે સ્ત્રી- પુરુષના બંને અંગો સાથે જન્મ થવો.આ બાળકને લેસ્બિયન કે ગે તથા અન્ય કોઈ પોતાના જૂથમાં તેમને સ્વીકારતા નથી. 

(7)  Asexual -અજાતીય,અલંગિક,જાતીયસુખની ઈચ્છા વિનાનું,તે વૃતિની  કુદરતી ગેરહાજરી પણ  તે પુરુષ કે સ્ત્રી બે માંથી ગમે તેને  હોઈ શકે.


 દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ  સજાતીય બંને લેસ્બિયન અને ગે જુથોમાંથી કુલ 21  પિટિશન કરવામાં' આવેલી હતી.  


  1. આપણા દેશમાં તમામ ધર્મો અને કોમો માટે લગ્નની કાયદેસરતા માટે સ્પેસીઅલ મેરેજ એક્ટની જોગવાઈ મુજબ લગ્ન એટલે પુખ્ત ઉંમરના એક પુરુષનું,પુખ્ત ઉંમરની સ્ત્રી સાથે લગ્ન. કાયદેસરના  લગ્ન માટેની પૂર્વશરત લગ્ન ફક્ત  પુરુષ અને સ્ત્રી વચ્ચેજ  થઇ શકે . કાયદેસરનું લગ્ન બે સ્ત્રીઓ  વચ્ચે  કે  બે પુરુષો વચ્ચે ન થઈ શકે. સદર કાયદો સંસદ પસાર કરેલો છે. કોર્ટનું કાર્ય લગ્નની કાયદેસરતા નક્કી  કરવાનું છે. બીજુ સ્પેસીઅલ મેરેજ એકટમાં કોઈપણ જાતનો સુધારો વધારો કે રદબાતલ કરી  નવો કાયદો બનાવવાની સત્તા દેશની સંસદને છે. સદર લગ્નનો કરાર એ કાયદાકીય અધિકાર  છે. તે દેશના બંધારણે  બક્ષેલો  મૂળભૂત અધિકાર નથી. કોર્ટ લગ્ન કરવા કોઈને ફરજ પાડી  ન શકે.(Marriage is a statutory right but not a fundamental right.) 

  2. લેસ્બિયન અને ગે પિટિશનરના વકીલોની  દલીલ હતી કે  બે લેસ્બિયન કે બે ગે ના તમામ સંબંધોને  " સિવિલ યુનિયન" (The civil Union) બે પુખ્ત નાગરિકોના જોડાણ ગણીને  કાયદેસરતા આપો.

  3.  સામે પક્ષે  પક્ષકાર તરીકે  નરેન્દ્ર  મોદીજીની કેન્દ્ર સરકાર હતી. સરકારે સર્વોચ્ચ અદાલતમાં પોતાની  લેખિત  નીચે મુજબની દલીલો રજૂ કરી હતી.પ્રથમ  દલીલ  મોદી સરકારની હતી કે  તે સજાતીય લગ્નને ક્યારે કાયદેસર લગ્ન ગણશે નહીં.અને તે માટે નો કાયદો સંસદમાં પસાર કરાવશે નહીં.સરકારી વકીલે ખુલ્લી કોર્ટમાં સરકાર વતી  ભારપૂર્વક  જણાવ્યું હતું લગ્ન ફક્ત સ્ત્રી અને પુરૂષ સાથે જ થઈ શકે. વધારામાં બીજી  બે દલીલ કરી.સજાતીય લગ્નો ધાર્મિક મૂલ્યોની  વિરુદ્ધ છે.એટલું જ નહીં પણ આતો શહેરી ઉચ્ચવર્ગીય ફેસેનબલ વિચાર છે.( During the hearings, the government argued that a marriage is only between a biological male and a biological woman, adding that same-sex marriages went against religious values and that the petitions reflected only "urban elitist views." ઉપરાંત હિન્દુ ધાર્મિક જૂથોએ  તેનો સખ્ત વિરોધ એટલા માટે કર્યો કે તે ભારતીય સંસ્ક્ર્તિની વિરુધ્ધ છે.

  4. સજાતીય પુરુષ અને સજાતીય સ્ત્રીજૂથોને ખુબજ આશા હતી કે હાશ! હવે દેશના  બીજા સામાન્ય ગૃહસ્થીઓની માફક અમારું પણ કટુંબ બનશે.અમે બાળકો દત્તક પણ લઈ શકીશું. હાલમાં અમારે અંબા અને બહુચર માના ભક્ત  બનીને  જે પરોપજીવી જિંદગી  જીવવી પડે છે તેને બદલે ગૌરવભેર શૈક્ષણિક લાયકાત મેળવી  દેશના નાગરિક તરીકે  જીવન  જીવી શકીશું. હાલમાં તો અમને કોઈ નોકરીએ રાખતું  કે નથી કોઈ  ભાડે ઘર આપતું. નથી અમારું કોઈ બેંક માં ખાતું! પી ઈ ડબ્લ્યુ સર્વે  પ્રમાણે દેશમાં અમારી  વસ્તી કુલ વસ્તીના દસ ટકા છે. ઇન્ડિયન પીનલ કોડમાં સજાતીય પુરુષ સંબંધ ને  ગુનો  ગણીને ખૂની  જેટલી દસવર્ષની સજા હતી. જેને સને  2018માં તે કાયદો રદબાતલ કરવામાં આવ્યો છે.

  5. ચીફ જસ્ટિસ ચંદ્રચુડ સાહેબે  સરકારની એ દલીલની સખ્ત ટીકા કરતાં  જણાવ્યું હતું કે તમામ  "LGBTQIA+"-નાગરિકોના  લક્ષણો  કોઈ શહેરી ઉચ્ચ એલિટ  વર્ગનું સર્જન છે  તે સરાસર જુઠ છે. તમને ગામડામાં ખેતરમાં કામ કરતી બાઇમાં પણ દેખાશે. તે એક જીવશાસ્રીય ખોટા કુદરતી સંયોજનનું પરિણામ છે. સમાજ ,સરકાર અને ન્યાયતંત્રનું કામ તે બધાને મદદ કરીને દેશના સમકક્ષ નાગરિક બનાવવાનું છે. 

  6.  બંધારણના મૂળભૂત અધિકારોની જોગવાઇમાં કાયદા મજુબ સંબંધો બાંધી જુદા જુદા હિતો માટે એસોસિયેશન, મંડળી, જૂથોની રચના દેશના નાગરિકો  કરી શકતા હોય તો સજાતીય સંબંધોને " સિવિલ યુનિયન" ગણીને  તમામ કાયદાકીય જોગવી નો લાભ કેમ ન મળે? શું આ બંધારણીય અસમાનતા  અને ભેદભાવ નથી  બીજુ શું છે?  

  7. વિશ્વના લોકશાહી  દેશોમાં લેસ્બિયન અને ગે  મેરેજ અંગે કાયદાકીય અને સમાજનું વલણ  તે બધા અંગે  કેવું છે  તે હવે પછી ના લેખમાં.          


 






.



--