મોદીજી (ભાજપ) અને ભાગવતજી( આર એસ એસ).
તમે ભારતમાં રોપેલાં નફરત, ધિક્કાર, હિંસા અને અસહિષ્ણુતાના બી–બિયારણોના ધરુવાડીયા અમેરીકા અને યુરોપમાં ઇસાઇ ધર્મે મોટા કરીને ફુલો અને ફળોનો પાક ઉતારવા માંડયો છે!
ફેસબુકના વાંચક મિત્રો,
સદર માસિકમાંથી આ લેખની નીચે બે ફોટા પ્રકાશીત કરવામાં આવ્યા છે. તે "ખબર"( KHABAR) નામના અંગ્રેજી માસીકના છે. તે અમેરીકામાંથી નિયમીત પ્રકાશીત થાય છે. પહેલા મથાળાના પાન પર તેનો ધ્યેય KHABAR નીચે આ પ્રમાણે લખવામાં આવ્યો છે.( Your Passport to the Indian American Community) અમેરીકમાં ભારતીય સમાજ, સંસ્કૃત્તિ અને પ્રવૃત્તીઓને તેના મુળ સ્વરુપે ઓળખવાનો પાસપોર્ટ છે.પ્રતિ માસે ૧.૩૦૦૦૦( એક લાખ ત્રીસ હજાર પ્રિન્ટેડ કોપીઓ અમેરીકા નિવાસી ગુજરાતીઓ અને અન્ય ભારતીયોને તેમના ઘરે મફત( ફ્રી) મોકલી આપવામાં આવે છે.તેના ડીસેમ્બર અંકમાં ફ્રન્ટ પેજ પર અને પાન નંબર ૧૪ જે સમાચાર આપ્યા છે તેના ફોટા પાડીને લેખમાં સમાવવામાં આવ્યા છે.
ફ્રન્ટ પેજના સમાચાર–(૧) મારા ટેક્ષાસ રાજ્યમાંથી ભારતીયો નિકળી જાવ, એચ–૧૮ પર છેતરપીંડીથી આવેલા ભારતીયોને અમારા રાજ્યમાંથી સીધા દેશ નિકાલ કરી દો! " DON'T INDIA MY TEXAS- DEPORT H-18-SCAMMERS- cheaters(૨) પરદેશથી આવેલા વિધાર્મીક રાક્ષસોનો બહિષ્કાર કરો–Reject Foreign Demons,Jesus Christ is Lord. ––બીજુ મોટુ મથાળુ– " ભારતીયો –એક જમાનાની આદર્શ અને નમુનેદાર લઘુમતી– હવે અમેરીકના ઇસાઇ ધર્મના ઉગ્રપંથીઓનો હિંસક દ્રશ્યમાન નિશાન પર.( From Model Minority To Visible Target.) ઇસાઇ ઉગ્ર– અસહિષ્ણુ હિંસક અમેરીકનોના નિશાનો કોના પર છે? હિંદુ મંદિરોથી શરુ કરીને સિલીકોનવેલી અને ટેકનીકલ–હબસ જ્યાં અતિ વિદ્યવાન ભારતીયોના રોજગારી અને નિવાસ સ્થાનો છે. ભારતીયોના તમામ હિંદુ સાંસ્કૃતિક કેન્દ્રો જે દેશના બહુમતી ઇસાઇ સાંસ્કૃતિક કેન્દ્રો સામે ડગલે ને પગલે આમને સામને સામાજીક અને સાંસ્કૃતિક સંઘર્ષ સ્વરુપે આવીને ઉભા રહે છે. રાજકીય સત્તા કેન્દ્રી ધિકકાર( જે ન્યુયોર્કના નવા લોકલાડીલા ચુંટાયેલા ' ઝોહરાન મમદાની' ની ચુંટણીમાં " ઇસાઇ ધર્મં" ખતરે મેં હૈ કરીને સંગઠિત રીતે સામ દામ દંડ અને ભયનો ઉપયોગ કર્યો. ( From Temples to tech hubs, Indian Americans confront culture friction, political hostility & the fight for inclusion.)
પાન નંબર ૧૪ ના સમાચાર– અમેરીકાના ઉપપ્રમુખ જે ડી વેન્સનો ફોટો તેના કુટુંબ સાથે છે. તેની ઉંમર ૪૧ વર્ષ અને તેની પત્ની ઉષાબેનની ઉંમર ૩૯ વર્ષ છે. ત્રણ બાળકો છે. જાહેરમાં જે.ડી વેન્સ ઉપપ્રમુખ તરીકે કહે છે કે " મારી હિંદુ પત્ની
ઉષા જીસસને ઇશ્વર તરીકે સ્વીકારશે! આ તો સીધો પડકાર અમેરીકાના બહુવંશીય સમાવેશી રાષ્ટ્ર અને જે આંતરધર્મીય લગ્નો સાથે જીવતા હજારો અમેરીકન નાગરીકોના જીવન પર જ સીધો કઠુરાઘાત થયોજ! ( J. D. Vance's hope that his Hindu wife will "come to Christ" may seem personal, but when voiced from the nation's second- highest office, it signals something deeper– a challenge to America's pluralism & to families who live interfaith love everyday.
સદર લેખ લખનાર ડૉ ખ્યાતિ જોષી જે ડીક્શ્ન યુની, યુએસ એ માં વંશીય, ધર્મ અને પરદેશી વસાહતીઓ ( ઇમીગ્રન્ટસ)ના વિષય નિષ્ણાત કે સ્કોલર છે, તેઓનું સ્પષ્ટ મંતવ્ય છે કે દેશની સર્વોપરી રાજકીય સત્તાના બીજા નંબરના નાગરીક તરફથી પોતાની પત્ની હિંદુ છે તે સમય જતાં ઇસાઇ ધર્મના મુલ્યો જીવનમાં આત્મસાત કરી લેશે. શું જે.ડી વેન્સ એમ માને છે કે ફક્ત ઇસાઇ એક માત્ર ધર્મ જ નૈતિક, રાષ્ટ્રવાદી અને કૌટુંબીક મુલ્યો ધરાવનાર ધર્મ છે. શું પતિ–પત્નિ વચ્ચે પ્રેમ ભર્યુ જીવન ફકત્ ઇસાઇ ધર્મ અંગીકાર કરવાથી જ શક્ય છે? શું પતિ–પત્નિ ના સંબધો વચ્ચે શું ધર્મ અને તેની માન્યતાઓને અંગત–નીજી સ્વતંત્ર ગુણ સમજીને પણ બંને વચ્ચે કૌટુંબીક જીવન શક્ય નથી?
"ખબર માસિક" ના ડીસેમ્બર અંકમાં આશરે કુલ ૧૦ થી ૧૨ પાનાની વિગતો આ સંદર્ભમાં દર્શાવત માહિતી પુરાવા અને પ્રસંગો સાથે રજુ કરવામાં આવેલ છે.