Tuesday, December 30, 2025

ઇશ્વરનું અસ્તિત્વ છે? ના ! તો સાબિત કરો? હા! તો સાબિત કરો?

ઇશ્વરનું અસ્તિત્વ છે? ના ! તો સાબિત કરો? હા! તો સાબિત કરો?

તારીખ ૨૦મી ડિસેમ્બર–૨૦૨૫ના રોજ દિલ્હી મુકામે કૉન્સ્ટિટયૂશનલ કલ્બમાં એક ચર્ચાનું આયોજન 'લલનટોપ' નામની ડિજિટલ ન્યુઝ એજન્સીના તંત્રી સૌરભ ત્રિવેદી તરફથી આયોજીત કરવામાં આવ્યું હતું. મુંબઇ સ્થિત ફિલ્મ ગીતકાર, શાયર અને વૈશ્વીક કક્ષાનો ડૉ. રીચાર્ડ ડૉકિન્સ નાસ્તિક એવોર્ડ વિજેતા જાવેદ અખતર અને સામે મુફ્તિ એસ. નડવિ ઇસ્લામિક સ્કૉલર વચ્ચે બૌધ્ધીક સંવાદ રાખવામાં આવ્યો હતો. સદર હોલ સક્રિય પ્રતિબધ્ધ( વિષયની તરફેણ અને વિરુધ્ધના) શ્રોતાઓથી ભરચક ભરાઇ ગયો હતો.આસંવાદ કે વાદવિવાદ હવે દેશ અને દુનિયાના સમગ્ર સોસિઅલ મિડિયાના તમામ માધ્યમોમાં અને મતમતાંતરો માટે ભરપુર બૌધ્ધીક માધ્યમ બની ગયો છે. જે તેની કાબિલેદાદ સફળતાની નિશાની છે. મારા મત પ્રમાણે ચર્ચામાં ત્રણ મુદ્દાઓ (૧) શ્રધ્ધા( Faith & Belief),(૨)વિચાર શક્તિ,શાણપણ,વિવેક,કારણ( Reason - Rationality -Evidence based truth) (૩) ધાર્મિક નૈતિકતા( Religious morality)& અથવા ધર્મનિરપેક્ષ નૈતિકતા Secular morality).


મુફ્તિ નડવી– તમે વૈજ્ઞાનિક સત્યોને આધારે ઇશ્વરનું અસ્તીત્વ છે કે નહી તે સાબિત કરી શકશો નહી. કારણકે વિજ્ઞાનનું કાર્ય જેનું ભૌતિક અસ્તિત્વ કે પુરાવો( Empirical Evidence) હોય તેને સાબિત કરવાના પ્રયત્ન કરે છે. પણ ઇશ્વર તો ભૌતીક છે જ નહી પછી તમારે ઇશ્વરનું અસ્તિત્વ સાબિત કરવા વિજ્ઞાનની મદદ લેવાય જ નહી.(But God is supernatural & non physical reality). ચર્ચાની શરુઆત કરનાર અને તમામ જોનારા સાંભળનારા ભૌતિક છે કે અલૌકિક, દૈવી છે?

 આ દલીલ રજુ થાય પછી (બી. શ્રોફ) મારો મત છે કે જાવેદ અખતર સાહેબે અડધી મિનિટમાં  ઉભા થઇને કહી દેવાની જરુર હતી કે આપણી ચર્ચા પુરી થઇ ગઇ છે. આપણે બધા જ ભૌતીક જીવો છીએ મુફતિ નડવી સહિત.ઇશ્વર પોતે અલૌકીક છે. તેનું અસ્તીત્વ આપણે ભૌતીક માપદંડોથી સાબિત કરી શકવાના નથી. માટે હવે ચર્ચા જ અહીયાં પુરી જ કરી દો!.But God is supernatural & non physical reality. U cannot derive truth from science which decides truth only which has physical realities.

જાવેદ અખતર–તમામ ધર્મોમાં ઇશ્વરનો ખ્યાલ " સર્વશક્તિમાન,omnipotent અને સર્વવ્યાપક omnipresent છે. ઇઝરાયેલ– પેલેસ્ટાઇન યુધ્ધમાં ગાઝામાં આશરે ૭૦૦૦૦ પેલેસ્ટાઇન નાગરીકો માર્યા ગયા. જેમાં મોટાભાગના બાળકો હતા. ઇશ્વર સર્વશક્તિમાન અને સર્વવ્યાપક હોય ' અણુએ અણુ ને કણ કણમાં હોય, તેની મંજુરી સિવાય પાદડું પણ ન હાલતું હોય તો ઇશ્વરે નિર્દોષ બાળકોને કેમ બચાવ્યા નહી? બાળકોનો કયો ગુનો? આ હકીકત તમામ ને દેખાય છે તેમ છતાં તમે મને ઇશ્વરના અસ્તિત્વને સ્વીકારવાા માંગો છો? 

મુફતિ નડવી– વિશ્વના સર્જકે  વિશ્વમાં દુષ્ટતા, પાપ, અનિષ્ટ વિ. બનાવ્યું છે. પણ ઇશ્વર પોતે પાપી કે દુષ્ટ નથી. દુષ્ટ કાર્યો માનવ કરે છે. તેમાં ઇશ્વરની કોઇ ભાગીદારી હોતી નથી. બળાત્કાર, બાળ–હિંસા વિ,માનવ સર્જીત છે. જે કરશે તે ભોગવશે ! તેમાં કોઇ ઇશ્વરી હેતુ કે ભાગીદારી છે નહી!

Mufti Shamail Nadwi countered by placing responsibility squarely on human agency."The creator has made evil, but He is not evil," he said. "Those who misuse their free will are responsible." Acts such as violence or rape, he argued, are the result of human choice, not divine intent.

મુફતિ નડવી આગળ દલીલ કરે છે કે  ઇશ્વરની અનુભુતી ફક્ત ચમત્કાર, સાક્ષાત્કારથી જ પ્રાપ્ત થાય છે. ઇશ્વરનું અસ્તિત્વ ફક્ત  " દૈવી સાક્ષાત્કાર" સિવાય બીજી કોઇપણ ભૌતીક રીતે સાબિત થઇ શકે તેમ નથી..આ એકવાત. આજ મુફ્તિ નડવી ભૌતિક સત્યની તરફેણમાં ( સૌરવભાઇ)નો તર્કનો દાખલો આપીને ઇશ્વરની તરફેણમાં  તર્ક  અને તેની ભૌતિકતાના પુરાવાની દલીલ કરે છે. 

Opening the discussion, Mufti Shamail Nadwi, who has a sizable following online, said neither science nor scripture could serve as a common yardstick in the God debate.Science, he said, is confined to the physical world, while God, by definition, is beyond it. Scripture, he added, cannot convince those who do not accept revelation as a source of knowledge.

જાવેદ અખતર– અમે વૈજ્ઞાનીકો, બૌધ્ધિકો, દાર્શનિકો, જીવવૈજ્ઞાનીકો, મનોવૈજ્ઞાનીકો,વિ ક્યારેય એવો દાવો કરતા નથી કે."અમે બધા સર્વજ્ઞ છીએ." પણ અમે કુદરતી પરિબળોના નિયમો સમજીને શિકારીયુગથી અહીં સુધી દિલ્હીમાં ઇશ્વરના અસ્તિત્વ સુધીની ચર્ચા કરવા માનવસર્જીત સાધનોથી મદદથી જેવા કે ઓડિયો–વિડીયોનો ઉપયોગ કરીને વિશ્વના ખુણે ખણે પહોંચી ગયા છે.

મુફતિ નડવી– ઇશ્વરના અસ્તિત્વના પુરાવા તરીકે  અનુમાન કે નિગમન તર્કશાસ્ર ( Deductive Logic)નો ઉપયોગ કરવામાં વાંધો નથી, પણ આંકડા,પ્રયોગ, નિરિક્ષણ, તપાસ વિ,ના તર્કશાસ્ર ( Inductive Logic)ને સત્ય શોધવાની પધ્ધતિ તરીકે સ્વીકારવા તૈયાર નથી. જેમાં કોઇ છળકપટ, ભેળસેળ કે બનાવટ કરવાની કોઇ અવકાશ નથી. મુફ્તિ નડવીએ બીજો અગત્યનો શબ્દ વારંવાર ઉપયોગ કર્યો છે. તે શબ્દને અંગ્રેજીમાં " contingent,  contingency" બીજા પર આધારીત શરતો કે ઘટના પર અવલંબિત. બ્રહ્માંડ સ્વયંશાસિત નથી પણ ઇશ્વર સંચાલિત છે. ઇશ્વરનું અસ્તીત્વ સાબિત કરવાની આ દલીલ એક બાળક બુધ્ધિથી વધારે કાંઇ નથી.

નૈતિકતા– ધાર્મીક કે નિરઇશ્વરી, દુન્યવી?  દરેક સજીવનો જીજીવિષા ટકાવી રાખવા અને પછી માનવીનો સહઅસ્તીતવ અને સહકારભર્યુ વર્તન  તેની તર્કબુધ્ધીના વિકાસનું પરિણામ છે તે મુફતિ નડવીના અભ્યાસક્રમની બહારની વાત છે. માનવીનો અરસપરસનો વ્યવહાર ઇશ્વરી દેન છે. તેવુ સ્પષ્ટ માનવું છે.( લગભગ બે કલાકની ચર્ચા છે. સાર રજુ કરવાનો પ્રયત્ન કરેલ છે.)

સૌજન્ય–DOES GOD EXIST? | Javed Akhtar vs Mufti Shamail Nadwi Complete Video.(English Subtitles)











































--