અમેરીકન હ્યુમેનીસ્ટ એસો– એકઝીક્યુટીવ ડિરેક્ટર– ફિશ સ્ટાર્કનો ટ્રમ્પતંત્ર સામે ધર્મનિરપેક્ષ માનવવાદી નવાવર્ષનો સંદેશ. તા.૯–૦૧–૨૦૨૬.
(૯ જાન્યુઆરી, ૨૦૨૬) — આવતીકાલે અઢીસો વર્ષ પહેલાં, થોમસ પેઈન નામના એક બંડખોર, યુવાન,આગવું વ્યક્તિત્વ ધરાવતો - એક માનવવાદી જેણે "સારું કરવું એ મારો ધર્મ છે " એવું પ્રખ્યાત રીતે જાહેર કર્યું હતું - તેણે એક કોમન સેન્સ નામનું એક નાનું પુસ્તક લખ્યું હતું, અને થોમસ જેફરસન નામના બીજા એક માનવવાદીએ સ્વતંત્રતાની ઘોષણા સાથે તેનું પાલન કર્યું. બંનેએ સાથે મળીને એક ચળવળને વેગ આપ્યો. જેણે ઇગ્લેંડના રાજાને ઉથલાવી દીધો. જાહેર કર્યું કે અમેરિકા એક એવો દેશ નહીં હોય જ્યાં સત્તા રક્તવંશ અથવા દૈવી અધિકાર દ્વારા સંચાલિત હોય! પરંતુ લોકોની જ હોય.
થોડા મહિનાઓ પહેલાં,ઇગ્લેંડના રાજા જ્યોર્જ ત્રીજાએ "બળવાની ઘોષણા" તરીકે એક મુસદ્દો અમેરીકન પ્રજા જોગ જાહેર કર્યો હતો. તેમણે તેમના બળવાખોર પ્રજાજનોની ઘોર નિંદા કરી હતી જેઓ " પ્રજા તરીકે રાજ્યસત્તા (ઇગ્લેંડની રાજાશાહી)પ્રત્યેની તેમની નિષ્ઠા ભૂલી રહ્યા હતા. જે ઇગ્લેંડની રાજાશાહીએ તેમનું રક્ષણ અને સમર્થન કર્યું છે." તેમણે તેમના વફાદાર લોકોને આદેશ આપ્યો હતો કે તેઓ તેમના દૈવી રીતે આપવામાં આવેલા અધિકાર પર પ્રશ્ન ઉઠાવવાની હિંમત કરનારા વિધ્વંસક તત્વોને જડમૂળથી ઉખેડી નાખે અને સજા કરે.અને તેમણે રાજાને ભગવાન બચાવે તેવા કરાર પર હસ્તાક્ષર કર્યા.
સામાન્ય અર્થમાં, થોમસ પેઈને "સત્તાનો લાંબો અને હિંસક દુરુપયોગ" ગણાવીને તેની નિંદા કરી.પરંતુ તેમણે એમ પણ જાહેર કર્યું: "આપણી પાસે ફરીથી દુનિયા શરૂ કરવાની દ્રઢ નિર્ણય શક્તિ છે." તેમણે પોતાના દેશના સ્થાનિક સાથીઓને વિનંતી કરી કે તેઓ "અમેરિકાના મુળભુત મુલ્યો– સ્વતંત્રતા અને સમાનતા" ને બધા લોકો માટે સમાન જન્મસિદ્ધ અધિકાર તરીકે સ્વીકારે,અપનાવે. ઇશ્વરી રીતે નિયુક્ત શાસક રાજા દ્વારા આપવામાં આવતી ભેટો તરીકે નહીં!
આજે આપણે, દેશના એક સમયના આધ્યસ્થાપક( Founding Father) પેઇને તે સમયના અમેરીકન નાગરીકો માટે જે કહ્યું હતું કે "તે બધા દેશવાસીઓ તરીકે એક નિર્ણાયક સમયગાળામાંથી પસાર થઇ રહ્યા છે." તેવી જ કટોકટીના સમયગાળામાંથી આજે સને ૨૦૨૬માં પસાર થઇ રહ્યા છે. જ્યારે થોમસ પેઇન તેઓ સત્તાના લાંબા અને હિંસક દુરુપયોગ વિશે વાત કરે છે - ત્યારે આપણે છેલ્લા અઠવાડિયામાં જ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી દક્ષિણ અમેરીકાના દેશ વેનેઝુએલાથી શરુ કરીને મિનિયાપોલિસ સુધી એક એવા વહીવટીતંત્ર તરફથી ગુંડાગીરીભરી હિંસા જોઈ છે જે બંધારણને ફક્ત અસુવિધાજનક જ નથી માનતો પણ તેની મજાક ઉડાવે છે અને તેનો તિરસ્કાર કરે છે. - કારણ કે તેઓ માને છે કે તેમને શાસન કરવાનો દૈવી અધિકાર છે, અને તેઓ તેમના કટ્ટર ઉત્સાહમાં માને છે કે તેઓ તેમના માર્ગમાં ઉભેલા કોઈપણને કચડી નાખવા માટે નિયુક્ત છે.
લોકો, ઘણીવાર માનવવાદી વિચારસરણીને ધર્મની વિરુદ્ધ છે તેમ સમજીને સમાજમાં ગેરસમજ પેદા કરે છે. તેઓ ખોટા છે: માનવવાદ ચોક્કસ બિનચુક સરમુખત્યારશાહીનો વિરોધી છે. તે વિચાર છે કે સત્ય, નૈતિકતા અને ફરજ કોઈ સર્વોચ્ચ અસ્તિત્વ અથવા દૈવી સ્ત્રોતમાંથી આવતા નથી - પરંતુ તે તો આપણા દરેક નિવાસી પડોશીઓનો સમાન વારસો છે.
અમારું સ્પષ્ટ માનવું છે કે વિજ્ઞાન આપણને વાસ્તવિક શું છે તે કહે છે. કારણ કે તે સ્વયં સ્પષ્ટપણે સાચું છે, પરંતુ વૈજ્ઞાનીક સત્ય મેળવવા માટે અનેક માનવીઓ સાથે મળીને તેના સંશોધનમાં કામ કરતા હોય છે. તે એક એવો મંચ છે જ્યાં કોઈપણ ધારણાઓને પડકારી શકાય છે. સાબિત ન થાય ત્યાં સુધી કંઈપણ સાચું માની શકાતું નથી.
અમારું માનવું છે કે સહાનુભૂતિ આપણને કહે છે કે તમામ નાગરીકો માટે શું સાચું છે? બીજા લોકો હંમેશા એવા લોકો રહ્યા છે જે પોતાને માટે નૈતિક અધિકારનો દાવો કરવા માંગે છે. જેથી તેઓ આપણને એવી રીતે વર્તવાની સૂચના આપી શકે જેથી જે સંપત્તિ અને રાજ્યશક્તિ માટેની તેમની અનંત શોધને લાભ મળે. સામાન્ય ભલાઈને ખરેખર સમજવાનો સત્ય આધારીત એકમાત્ર રસ્તો એ છે કે આપણા બાજુવાળા પડોશીઓની વાતને સાંભળીએ.
થોમસ પેને 1776ના વર્ષ વિશે કહ્યું: "જો યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો વર્તમાન શિયાળો એક યુગ માટે યોગ્ય છે, પરંતુ જો ખોવાઈ જાય અથવા અવગણવામાં આવે તો આખો ખંડ દુર્ભાગ્યનો ભોગ બનશે." બીજા શબ્દોમાં કહીએ તો: આપણી પાસે દેશની પરિસ્થિતિને સુધારવા માટે ઘણો થોડો સમય જ બાકી છે.
અમેરીકન હ્યુમેનીસ્ટ સંસ્થા તરીકે સને ૨૦૨૬માં આપણે આ તક ચૂકી જવા માંગતા નથી. ફક્ત લોકશાહીનો બચાવ કરવા માટે તૈયાર નથી.એટલા માટે નહીં કે અમને રાષ્ટ્રપતિ ટ્રમ્પનો રાજકીય પક્ષ ગમતો નથી, પરંતુ એટલા માટે કે રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવ્યા તે પહેલાં પણ, માનવવાદીઓ લોકશાહી, સ્વતંત્રતા, સામાજિક પરિવર્તન અને સામાજિક ન્યાય માટે ઉભા રહ્યા જ છે. સંઘર્ષ પણ કરતા રહ્યા જ છે. કારણ કે રાજ્યસત્તા અને ધાર્મિક સત્તાની જુગલબંધીનો નફરતી ઉત્સાહ સામાન્ય પ્રજાજનોના માનવ સહજ મુલ્યોના અમલમાં સતત ભયની લાગણી ફેલાવી શકે છે. હિંસાનું મોજુ સમાજમાં ફેલાવી શકે છે.
અમેરિકના તમામ નાગરિકોના હિત માટે.
આ વર્ષે, આપણા રાષ્ટ્રની 250મી વર્ષગાંઠ પર, તમારી સાથે અમારી પ્રતિબદ્ધતા છે:
અમે AHA ના ઇતિહાસમાં સૌથી મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરીશું. જેથી દેશભરમાં પથરાયેલા માનવવાદીઓને આ વહીવટની ક્રૂરતાનો સામનો કરવામાં મદદ કરવા માટે સશક્ત બનાવી શકાય - માનવવાદી સેવાના કાર્યો દ્વારા અમે માનવવાદીઓ શું માને છે તે બતાવી શકીએ તે પણ સીધા વર્તનમાં નહીં કે ભાષણોમાં ફક્ત બોલવામાં.
અમે આક્રમક મુકદ્દમા( through aggressive litigation) દ્વારા દરેક વળાંક પર ઉગ્ર ખ્રિસ્તી રાષ્ટ્રવાદીઓની પ્રવ્રત્તીઓ સામે લડીશું (જેમાંથી કેટલાક પહેલાથી જ સદર કામમાં રોકાયેલા છે), કોંગ્રેસ(સંસદના બંને ગૃહો)માં અને ૫૦ રાજ્યોની વિધાનસભાના ગૃહોમાં વધુ બિનસાંપ્રદાયિક કે ધર્મનિરપેક્ષ (સેક્યુલર) અને માનવીય મુલ્યોના સંરક્ષણ માટે સંઘર્ષ કરવા અમારા સભ્યોને સમગ્ર રાષ્ટ્ર વ્યાપી એકત્ર કરીશું - ખાસ કરીને બિનસાંપ્રદાયિક જાહેર શાળાઓનો બચાવ કરવો અને માંગ કરવી કે જાહેર પૈસા એવી સેવાઓને જાય જે ભેદભાવ ન કરે. અમે આપણી લોકશાહીનું રક્ષણ કરીશું અને માંગ કરીશું કે તે આપણા બધાનું સમાન રીતે પ્રતિનિધિત્વ કરે.
અમે આપણી સંસ્થાકીય મજબૂત સભ્યપદ વૃદ્ધિ ચાલુ રાખીશું, લોકોને એક એવી ચળવળમાં આમંત્રિત કરીશું જે ખ્રિસ્તી રાષ્ટ્રવાદીઓના પિતૃશાહી,કહેવાતી પવિત્રતા અને ક્રૂરતાના કાર્યક્રમની વિરુદ્ધનું પ્રતિનિધિત્વ કરે છે. અમે 45 મિલિયન અમેરિકનો માટે કંઈક બનાવીશું જેઓ માને છે કે આપણે જેમ છીએ તેમ તેમના છીએ, તેમાં વિશ્વાસ કરીએ છીએ અને લડીએ છીએ - અને તેમના સ્વાગત લાલજાજમ પાથરીશુ. ગયા વર્ષે AHA માં જોડાયેલા ડઝનબંધ નવા માનવવાદી જૂથો - અને જેઓ દાયકાઓથી અમારી સાથે છે - તેમને તેમના કાર્યક્ષેત્રોને વધારવા માટે અમારા તરફથી રાષ્ટીય સંસ્થા તરીકે, પહેલા કરતાં વધુ સમર્થન મળશે. માનવવાદીઓના એક યુવાન, વધુ વૈવિધ્યસભર જૂથ સુધી પહોંચવાના અમારા પ્રયાસો છે. જેણે 2025 ને એક એવું વર્ષ બનાવ્યું જ્યાં અમારા સભ્યપદની સંખ્યામાં વર્ષો કરતાં વધુ વધારો થયો - તે ગંભીરતાથી ચાલુ રહેશે.
ખ્રિસ્તી ધર્મી રાષ્ટ્રવાદીઓ માને છે કે તેઓ અમેરિકાના માલિક છે. તેઓ માને છે કે તે તેમની ડિએનએમાં જાણે ઉતરી ગયું છે. તે એક બકવાસથી વધારે કાંઇ નથી. અમેરિકા એક માનવવાદી દેશ તરીકે સને ૧૭૭૬માં જન્મ્યો હતો. તેના સૌ પ્રથમ ત્રણ રાષ્ટ્ર પ્રમુખો બિલકુલ નિરઇશ્વરવાદી હતા. ફ્રાંસની ક્રાંતિના માનવવાદી મુળભુત મુલ્યો જેવા કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા મુલ્યોનું ધાવણ ધાઇને પરિપક્વ બન્યા હતા. આપણા મુળભુત બંધારણીય સ્થાપકોએ બળજબરી ઉપર સ્વતંત્રતા. વંશવેલો ઉપર સમાનતા. ક્રૂરતા ઉપર ગૌરવ. અંધશ્રદ્ધા ઉપર તર્કની પ્રતિબધ્ધતાને શિરોમણી તરીકે સ્વીકારી હતી.
આજે જ્યારે અમેરિકનો અરાજકતા અને ક્રૂરતાથી કંટાળી ગયા છે અને કંઈક અલગ શોધી રહ્યા છે, ત્યારે ધર્મનિરપેક્ષ માનવવાદીઓ તરીકે અમારી પાસે ફરીથી દુનિયા શરૂ કરવાની શક્તિ છે. અને આપણે સાથે મળીને કરીશું. તે પણ સમગ્ર માનવ સમાજ માટે,
સૌજન્ય–ફીશ્ સ્ટાર્ક–( Executive Director Fish Stark American Humanist Association)