Sunday, December 11, 2016

મારી વીવેકબુધ્ધી આધારીત નૈતીકતા


મારી વીવેકબુધ્ધી આધારીત નૈતીકતા મને  ઝી–ટીવી ન્યુઝ ચેનલ સામે બળવો કરવાનું કહે છે.– વીશ્વ દીપક. નીવૃત્ત ઝી ટીવી જર્નાલીસ્ટ.

મારી વીવેકબુધ્ધી આધારીત નૈતીકતા મને  ઝી–ટીવી ન્યુઝ ચેનલ સામે બળવો કરવાનું કહે છે.– વીશ્વ દીપક. ઝી ટીવી જર્નાલીસ્ટ.

મારુ રાજીનામું આ દેશના લાખો નહી પણ કરોડો કનૈય્હા અને જવાહરલાલ નહેરૂ યુનીર્વસીટીના બૌધ્ધીક મીજાજથી તૈયાર થયેલા સૌ વીધ્યાર્થીઓને સમર્પીત છે. જે  વૈચારીક સ્વાતંત્રયના સ્વપ્નાસીધ્ધ કરવા સંઘર્ષ કરે છે અને તે માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરવા તૈયારથયા છે.

વીશ્વ દીપકે નીચે મુજબનો પત્ર ઝી ન્યુઝના માલીકોને લખ્યો હતો.

, પ્રીય ઝી ન્યુઝ,

 છેલ્લા એક વર્ષ,ચાર માસ અને ચાર દીવસ પછી મારા માટે તમારી નીતીરીતીઓ સાથે કામ કરવું અશક્ય બની ગયું છે.  ખરેખર મારે ઘણા સમય પહેલાં આ નીર્ણય કરવાની જરૂરત હતી. હવે જો આજે અને આક્ષણે રાજીનામું આપવાનો નીર્ણય ન લઉ તો હું મારી જાતને ક્યારેય માફ કરી શકીશ નહી.

 મારા માટેનો આ નીર્ણય કોઇ લાગણીવશ થઇને કે ગુસ્સામાં આવીને લીધેલો નીર્ણય નથી. ખુબજ વીચારપુર્વકની ગણતરી કરીને ઠંડા દીમાગ સાથે મેં આ નીર્ણય કર્યો છે. હું માત્ર જર્નાલીસ્ટ નથી. હું આ દેશનો નાગરીક પણ છું. દેશના નામે આંધળી રાષ્ટ્રપ્રેમની લાગણીઓ ખુબજ ગણતરીપુર્વક ફેલાવવામાં આવે છે. ખુબજ આયોજનપુર્વક આ દેશને ગૃહયુધ્ધ ( સીવીલ વોર) તરફ દોરી જવામાં આવે છે. મારી એક ભારતીય નાગરીક અને વ્યવસાયી જર્નાલીસ્ટ તરીકે ફરજ થઇ પડે છે કે  આ ઉદ્દામવાદી રાષ્ટ્રવાદના ઝેરને બને તેટલું ફેલાતું અટકાવવું. હું મારા પ્રયત્નોની મર્યાદાઅને શક્તી કેટલી છે તેની મને બરાબર ખબર છે. તે એક સીમાહીન અને અનંત સમુદ્રને નાના હોડકાને( બોટ) લઇને પસાર કરવાના સાહસની કક્ષાનું જ છે. પણ મારે તેની શરૂઆત તો કરવી જ છે. તેથી આપની સંસ્થામાંથી આ પત્ર લખીને રાજીનામું આપીને મારો વીરોધ દર્શાવું છું. આપણી સંસ્થાએ આ રાષ્ટ્રવાદી ઉન્માદને દેશમાં સળગાવવા માટે જરૂરી બળતણના નાનાં નાનાં લાકડાનો પુરવઠો પુરો પાડયો છે. દીલ્હીમાં આવેલી જવાહરલાલ યુની. ના વીધ્યાર્થીમંડળના પ્રમુખ "કનૈયાકુમાર" ને દેશદ્રોહી જાહેર કરવામાં " ઝી ન્યુઝ ચેનલે" આયોજનપુર્વકનું પ્રોત્સાહન પુરુ પાડયું છે.

મારા આ પત્રને અંગત દુશ્મનાવટ કે રાગદ્રેષનો મુદ્દો બનાવ્યા સીવાય સ્વીકારવા વીનંતી છે.  હું આપને બીજી પણ ચોખવટ કરી લઉં કે આ કોઇ અંગત બાબત નથી. આતો મારી વ્યવસાયી ફરજનો એક ભાગ છે. મારા રાષ્ટ્રપ્રેમ અને સામાજીક સભાનતાનો  ભાગ જ છે. મારે દુ;ખ સાથે લખવું પડે છે કે  હું ઉપર જણાવેલી ત્રણેય બાબતે (૧) વ્યવસાયી ફરજ, (૨) સામાજીક સભાનતા અને (૩) રાષ્ટ્રપ્રેમ ના મુદ્દાઓને ધ્યાનમાં લેતાં, આપની સંસ્થામાં કામ કરતો હોવાને કારણે સતત નીષ્ફળ ગયો છું.

મે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી દેશમાં સમાચાર પ્રસાર કરતી ન્યુઝ ચેનલોના ન્યુઝરૂમ્સનેવત્તે ઓછે અંશે કોમવાદી વાતાવરણથી રંગી નાંખવામાં આવ્યા છે. આ બધી ન્યુઝ ચેનલ્સમાં આપણી ન્યુઝ ચેનલ " ઝી ન્યુઝ"નો ફાળો આ બાબતમાં સખત આઘાતજનક છે. (but the situation at our organisation is even more appalling).  હું આવા કડક અને ટીકાત્મક શબ્દો આપણી સંસ્થાના વર્તન અને ફાળા માટે વાપરૂ છું, તેના માટે મને દુ;ખ છે, પણ મારા શબ્દભંડોળમાં મારા વીચારો રજુ કરવા બીજા શબ્દો મને મળતા નથી. આપણી ન્યુઝ ચેનલમાં દરેક સમાચારને મોદીને ધ્યાનમાં રાખીને ( મોદીઝ એન્ગલ) તૈયાર કરવામાં આવે છે. આપણા દરેક સમાચારોના પ્રસારણમાં મોદી સરકારના એજન્ડાને હંમેશાં  યેનકેન પ્રકારે મહત્વ આપવાનો જ રહ્યો છે.

 હું મારી જાતને ગંભીરરીતે પુછુ છુ કે ખરેખર આપણે જર્નાલીસ્ટસ છીએ ખરા? મને  તો સતત અનુભવાય છે કે આપણે સરકારી વાજુ વગાડતા સાધનોથી વધારે કાંઇ નથી. મોદી આ દેશના વડાપ્રધાન છે તેથી તે મારાપણ વડાપ્રાન છે. પણએક જર્નાલીસ્ટ તરીકે હું મારી જાતને મોદીની ભક્તીમાં ઓગાળી શકતો નથી. મારી બૌધ્ધીક સભાનતા કે જાગૃતતા મારી સામેજ બળવો પોકારનારી બની ગઇ છે. મને સતત અહેસાસ થાય છે કે હું આ દ્રષ્ટીએ માનસીકરીતે માંદો પડી ગયો છું.

 આપણે ત્યાં દરેક સમાચારનીવાતની પાછળ એક છુપો એજન્ડાસમાવવામાં આવેલો છે કે મોદી અને તેની સરકાર મહાન છે. અને દરેક ડીબેટ કે ચર્ચાના મુદ્દાપર મોદી વીરોધીઓને કેવી રીતે પાડી દેવા તેના આયોજનપુર્વકના પ્રયત્નો કરવામાં આવે છે. મોદી વીરોધીઓ માટે હુમલા,કે યુધ્ધથી  હલકા શબ્દો અમને માન્ય જ નથી. આ બધુ શું છે? જયારે હું શાંતીથી આ બધા અંગે વીચારું છું તો મને  એમ લાગે છે કે હું ગાંડો તો થઇ ગયો નથીને? ( When I stop and think about it, I feel like I have gone mad.)

શા માટે અમને આટલા બધા અનૈતીક કે નીતીભ્રષ્ટ દુષ્ટ કાર્યો કરનારા બનાવી દેવામાં આવ્યા છે. મેં આપણા દેશની એક સર્વશ્રૈષ્ઠ ' મીડીયા ઇન્સ્ટીટયુટ' કે સ્કુલ ઓફ જર્નાલીઝમમાંથી અભ્યાસ કર્યો છે. અને બીબીસી, આજતક અને જર્મનીની 'ડચસે વેલે' જેવી ભવ્ય અને ગૌરવશાળી અખબારી ન્યુઝ સંસ્થાઓમાં કામ કર્યું છે. અમારી જર્નાલીસ્ટ તરીકેની કારકીર્દીના તમે ચુરેચરા ઉડાવી દીધા છે. આના માટે કોણ જાવાબદાર છે?

 આવીકેટલી બધી વાતો કરૂ? દીલ્હીના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલ સામે સતત આયોજન અને ગણતરીબધ્ધ ઝુંબેશ ચલાવવામાં આવે છે. પણશા માટે? કેજરીવાલની લોકો માટેની પાયાની સગવડો પુરી પાડતીબીજલી,પાણી ને પ્રદુષણને નીયંત્રણમાં અમલમાં મુકેલી 'ઓડ ઇવન' યોજનાઓ અંગે પણ ઇરાદાપુર્વકના પ્રશ્નો પુછવામાં આવે છે.તમને કેજરીવાલ સામે અસંમત થવાનો અને તેની ટીકા કરવાનો સંપુર્ણ અધીકાર છે. પણ જર્નાલીસ્ટ તરીકે કેજરીવાલનું રાજકીય રીતે ખુન કરવાનો કોઇ અધીકાર નથી. જો હું કેજરીવાલ સામે આયોજનપુર્વક તૈયાર કરવામાં આવેલી 'નેગેટીવ સ્ટોરીઝ' નું લીસ્ટ બનાવું તો તેના ઘણા બધા પાના ભરાય તેમ છે.( If I start compiling a list of negative stories run against Kejriwal, then it will fill several pages.) હું એ જાણવા માંગું છું કે પત્રકારત્વનું મુખ્ય મુલ્ય(વેલ્યુ) આપણા દર્શકો સામે તટસ્થાતા અને પ્રમાણીકતા છે કે કેમ?

દલીત તેજસ્વી અભ્યાસી વીધ્યાર્થી રોહીત વેમુલાના આત્મહત્યાના કેસમાં આનાથી શું જુદુ થયું છે? અમે ટીવી મીડીયાએ પ્રથમ તેને દલીત સ્કોલર તરીકે સંબોધ્યો,પછી દલીત વીધ્યાર્થી ગણાવ્યો ત્યાંસુધીતો ઠીક છે.પરંતુ મીડીયાએ  અખીલ ભારતીય વીધ્યાર્થી પરીષદનાનેતા અને બીજેપીનાના નેતા બંદારૂ દત્તાત્રય, જે બંનેને કારણે  રોહીત વેમુલાને  આપઘાત કરવો પડે તેવી સ્થીતી પેદા થઇ તે મુદ્દે મારા મીડીયાએ સમજપુર્વકનું મોળુ વલણ ઉભું કર્યુ હતું. અને પેલા બે ના તારણહાર બન્યું.

જયારે ઉદય પ્રકાશ અને અન્ય પ્રતીષ્ઠીત લેખકોએ પોતાને સરકાર તરફથી મળેલા એવોર્ડઝ  દેશમાં પેદા થઇ રહેલી અસહીષ્ણુતાની સ્થીતીને કારણે પરત કરવા માંડયા ત્યારે અમે તે બધાની નીષ્ઠા સામે પ્રશ્નો ઉઠાવવા માંડયા હતા. હું તમને ફક્ત ઉદય પ્રકાશની જ વાત કરૂ જેનું સાહીત્ય લાખ્ખો લોકો વાંચે છે. આપણે જે ભાષા બોલીયે છીએ, જેનાથી આપણો રોજબરોજનો જીવનનીર્વાહ ચલાવીએ છીએ તે લોકબોલીનું તેમને ગૌરવ છે. તેઓના સાહીત્યમાં આપણી જીંદગી, તેના સ્વપ્નાઓ અને સંઘર્ષોનું પ્રતીબીબ સતત ધબકતું હોય છે. અમે મીડીયાવાળા તે બધા લોકસ્પંદનોને  એક કાવતરાનો ભાગ હોય તેરીતે ટીવી દર્શકો સામે મુકવાના પ્રયત્નો કરી રહ્યા હતા. તે સમયે હું ખુબજ દુ;ખી થઇ ગયો હતો પણ મેં તે બધુ મુંગે મોંઢે સહન કરી લીધું હતું. ( I was hurt even then, but tolerated it.)

 શા માટે અને ક્યાંસુધી મારા મનની આવી સ્થીતી ચલાવી લઉ?( But now how long should I do it – and why?) આ બધાને કારણે હું રાત્રે સારી રીતે ઉંઘી શકતો નથી. હું અસ્વસ્થ અને બેચેન થઇ ગયો છું, મારે, તમારી ન્યુઝ કુપંની સાથે જે કામો કરવા પડયા છે તેનાથી પેદા થયેલ મારૂ ગુનાહીત માનસ મને ચેનથી જીવવા દેતું નથી. કોઇપણ વ્યક્તીને આ કારણે કલંકીત, ભ્રષ્ટ,વીશ્વાસઘાતી કે દેશદ્રોહી જાહેર કરીને  સહેલાઇથીબેચેન કે અસ્વસ્થ બનાવી શકાય છે. આપણને જર્નાલીસ્ટ તરીકે કોણે અધીકાર આપ્યો છે કે આપણે બીજાને દેશદ્રોહી તરીકેનું સર્ટીફીકેટ અને ડીગ્રી આપી શકીએ? શું ખરેખર આ ન્યાયીક કાર્યક્ષેત્ર આપણું છે કે કોર્ટનું?

કનૈયાની સાથે આપણે બીજા ઘણા બધા વીધ્યાર્થીઓને દેશના નાગરીકો સમક્ષ દેશદ્રોહી કે રાષ્ટ્રવીરોધી બતાવી દીધા. આમાંથી કોઇનું આવતી કાલે ખુન થાય તો કોની જવાબદારી? તમને ખબર છે ખરી કે આપણે ફક્ત કોઇના ખુન કરવા માટે કે કેટલાક કુટુંબોનો નાશ કરવા આવી સ્થીતી પેદા નથી કરી: પણ આપણા કાર્યો અને નીતીરીતીઓથી દેશમાં કોમીદંગા ફસાદ અને આંતરીક ગૃહયુધ્ધ પેદા થાય તેવી પાકટ સ્થીતી ઉભી થાય તેવા વાતવરણનું સર્જન કર્યું છે. આપણો આ કયા પ્રકારનો રાષ્ટ્રવાદ છે? આ આપણું કેવા પ્રકારનું પત્રકારત્વ ( જર્નાલીઝમ ) છે? શું આપણે " ઝી ન્યુઝવાળા" બીજેપી અને આર એસ એસની કઠપુતલીઓ છે? તે બધા જેમ નચાવે તેમ આપણે નાચવાવાળા છીએ? આપણા( ડોકટર્ડ) બનાવટી વીડીયોમાં ક્યાંય " પાકીસ્તાન ઝીંદાબાદ" જેવું સુત્ર બોલાતું કે સંભળાતું અનેદેખાતું નથી. તેમ છતાં આપણે સતત ઝી ટીવી પરથી આવું ગાંડપણ અને હીંસા ફાટી નીકળે તેવા સમાચારો ફેલાવતા રહ્યા છીએ. વીડીયોમાં અંધારામાંથી આવતા અવાજોને કોણ માનશે કે તે કનૈયા અને તેના સાથીદારોના જ હતા? આપણા પુર્વગ્રહીત વલણોને કારણે આપણે " લોંગ લીવ ઇન્ડીયન કોર્ટને બદલે ; લોંગલીવ પાકીસ્તાન" સાંભળ્યું.અને લોકોને જણાવ્યું! આ સરકારી લાઇન પર ચાલવાથી શું અને કેવા કેવાપરીણામ આવશે તેની આપ સૌને ખબર છે ખરી? કેટલાય વીધ્યાર્થીઓની આશાસ્પદ કારકીર્દીઓ, આશાઓ અને અરમાનો અને તે બધાના કુટુંબોને કાયમ માટે સર્વપ્રકારે ભાંગીને ભુકો કરી દીધા! આવા કામ કરનારી ધંધાદારી સંસ્થાઓ આપણે ભાડે રાખીને પછી આપણે તેના કેવા પરીણામો આવે છે તેવી રાહ જોઇ હોત તો વધારે સારુ!

આપણા આ સમાચારોને કારણે ઉમ્મર ખાલીદ નામના વીધ્યાર્થીની બેનને બળત્કાર (રેપ) કરવાની અને તેણીના મોઢાપર એસીડ છાંટવાની ધમકીઓ મળે છે. તેના પર દેશદ્રોહીના આરોપો મુકવામાં આવે છે. ધારોકે આવું અજુગતુ કાંઇ બને  તો તેના માટે આપણે જવાબદાર ખરા કે નહીં? કનૈયાકુમારે એક નહી હજાર વાર કહ્યું છે કે તેણે ક્યારેય દેશવીરોધી સુત્રોને  ટેકો આપ્યો નથી કે આવા સુત્રો પોકાર્યા નથી.. પણ આપણે તેને ક્યારેય સાંભળવાની તક જ લીધી નથી. આપણેતો સરકાર જેવીજ હીંસા ફાટી નીકળે તેવી લાઇન પહેલીથી જ લીધી હતી. આપણે કનૈયાના ઘર સામે જોવાની ફુરસુદ લીધી હતી ખરી? તેનું ઘર એ ઘર છે જ નહી. તે તો આદેશના ગરીબ સામાન્ય ખેડુતનું ખોરડું છે. જયાં પ્રતી સેકંડે માનવીની આશાઓને કબરમાં દાટી દેવામાં આવે છે. આપણને તો આ બધી દુન્યવી વાસ્તવીક્તાઓ દેખાતી જ નથી.

 આ બધું જણાવવામાં મને દુ:ખ એટલા માટે છે કે આવા ઘણા બધા ઘરોમાંથી હું પણ આવું છું.  ભારતના ગામડાનું જીવનમાં આવું જ કોઇપણ જાતની આશાઓ વીનાનું છે. આવી તુટેલા ઘરોની દીવાલો અને આશા વીહીન જીવનોમાં રાષ્ટ્રવાદનું ઝેર કોઇપણ જાતનાં ભવીષ્યનાં પરીણામોનો વીચાર કર્યા વીનાજ ફેલાવવામાં આવ્યું છે. જો કનૈયાના પીતાજી પોતાના દીકરાની આ સ્થીતી જોઇને લકવાગ્રસ્ત થઇ ને આઘાતથી મૃત્યુ પામતા હોય તો  તેના માટે આપણે જવાબદાર ખરા કે નહી?જો ઇન્ડીયન એક્ષપ્રેસ દૈનીક દ્રારા કનૈયાના કુટુંબની હકીકત પ્રસીધ્ધ ન કરી હોત તો  આ દેશના લોકોને ખબર પણ ન પડત કે કનૈયાનો વંચીતો તરફી લગાવનો પ્રેરણા સ્રૌત કયો છે ?

કનૈયાની માફક રામ નાગા અને બીજા વીધ્યાર્થીઓના વાલીઓનીઆર્થીક સ્થીતી ખુબજ સામાન્ય છે. ગરીબાઇ સામેનો સખત સંઘર્ષ કર્યા પછી તે બધા જેએનયુમાં રાહતદરે  શીક્ષણ મેળવવામાં સફળ થયા છે. આપણે તે બધાનો શીક્ષણ મેળવ્યા પછી નો  સ્વવીકાસ માટે નો આત્મવીશ્વાસ આંખે ઉડીને વળગે તેવો છે. પણ જે ચેનલો ટીવીના ટીઆરપી ના આંકડા કેવી રીતે વધે તેની હોડમાં આ બધાની જીંદગીઓ બરબાદ કરી નાંખી છે.

એ શક્ય છે કે આપણે તે વીધ્યાર્થીઓના રાજકીય બળવાખોર કે ક્રાંતીકારી વીચારો સાથે અસહમત હોઇએ. પણ તેથી તે બધા કેવી રીતે દેશદ્રોહી ગણાય? તેમના વીચારોને આધારે તેમનું મુલ્યાંકન કરવાનું કામ ન્યાયતંત્રને બદલે આપણે કેવી રીતે કાયદો હાથમાં લઇને  કરી શકીએ? શું દીલ્હી પોલીસે પોતાના ગુના રજીસ્ટરમાં એફ આઇ આરમાં ઝી ટીવી ન્યુઝ ચેનલનું નામ લખ્યું છે તે અકસ્માત છે? શું આ મુદ્દે દીલ્હી પોલીસ સાથે આપણું ગઠબંધન છે? આપણે લોકોને આ બાબતે શું જવાબ આપીશું? (Is it just a coincidence that Delhi Police's FIR has Zee News' name in it? Is it that we are in nexus with the Delhi Police? What answer can we give the people?)

હું તમને પ્રશ્ન પુછું છું કે  આપણે કયા કારણોસર જેએનયુ અને તેના વીધ્યાર્થોની સામે પડી ગયા છે? મારી સમજણ એ કહે છે કે જેએનયુ એ આધુનીક મુલ્યો, લોકશાહી, વીવીધતા અને એકબીજાના સામ–સામી વીચારોની સાથે પણ સહઅસ્તીત્વમાં જીવી શકાય રહી શકાય તેવા વીચારોને સંવર્ધન કરનારૂ ભારતનું બૌધ્ધીક એડન છે.( JNU an Eden in India).પણ હવે તેને આપણે દેશદ્રોહી અને ગુંડાઓના અડ્ડા તરીકે ઓળખાવી દીધુ છે.

હું એ જાણવા માંગું છું કે  કાયદો હાથમાં લેનારૂ કોણ છે?  જેએનયુ છે કે કોર્ટના કમ્પાઉંડમાં બીજેપીના નેતાઓ દ્રારા પેલા ડાબેરી નેતા પર હુમલો કરનારા છે? બીજેપીના ધારાસભ્ય અને તેના ટેકેદારો જ્યારે શેરીઓમાં સામ્યવાદી નેતાને મારતા હતા ત્યારે પોલીસ પ્રેક્ષક બનીને જોઇ રહી હતી. આ જમીની હકીકત હોવા છતાં તંત્ર બીજેપીના નેતા અને અખીલભારતીય વીધ્યાર્થી પરીષદના નેતાઆને બચાવવા મેદાને પડયું છે.

આ બધાથી હું મારી જાતને જ જર્નાલીસ્ટ તરીકે અને કશુંજ નહી કરવાની લાચારીને કારણે ધીક્કારવા લાગ્યો છું. શું આટલા જ કારણોસર મેં બીજી બધા વ્યવસાયો છોડીને  જર્નાલીઝમ પસંદ કર્યુ છે? ના ખરેખર એવું નથી. મારા માટે બે વીકલ્પો છે. એક આ જર્નાલીઝમનો વ્યવસાય છોડી દેવો અથવા તમારી નોકરી છોડી દેવી. હું બીજો માર્ગ પસંદ કરૂ છું. હું આ બધામાં મારીજાતને અને મારી કઇ ઓળખ છે તે અંગેના પ્રશ્નો પુછું છું.ભલે કોઇને લાગતો કે નાની સરખી મારી પ્રતીબધ્ધતાનો મુદ્દો છે. જ્યાં મને એક લાખ રૂપીયાનોપગાર મળવાની શક્યાતા હતી. મને સ્પષ્ટ દેખાય છે મારા આ નીર્ણયથી હવે કોઇ મને નોકરીએ પણ નહી રાખે. હું તો સામાન્ય મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવું છું. મને સારી રીતે ખબર છે કે પગાર વીના શું થાય? પણ હું મારા અંતરઆત્માના અવાજ કે પ્રબુધ્ધ જાગરૂકતાના ગુણને ગુંગળાવી દેવા માંગતો નથી.

 આ બધી કોઇ મારી અંગત કે વ્યક્તીગત ફરીયાદો નથી. મારા વીચારો સંસ્થા અને તંત્રીબોર્ડના નીતી વીષયક નીર્ણયો સામે છે. મારા આ રાજીનામાના પત્રને બીજી કોઇરીતે મુલવશો નહી. ઝી–ન્યુઝ મીડીયાને પોતાની જમણેરી વીચારોની પસંદગી પ્રમાણે  કામ કરવાનું હોય તો જર્નાલીસ્ટોના પોતાના વીચારોનું શું? હું કોઇ રાજકીય પક્ષનો સભ્ય નથી કે તેનો ટેકેદાર. મારો ઝોક તો આ દેશના બહુમતી ગરીબોનું કલ્યાણ કેવીરીતે થાય તેની તરફેણ કરનારા વીચારોનું છે. તે જ મારી ઓંળખ છે. મેં મારૂ રાજીનામું લાખો અને કરોડો કનૈયાકુમારો અને જેએનયુના વીધ્યાર્થીઓને સમર્પીત કર્યુ છે જે પોતાના સ્વપ્નો સાકાર કરવા સંઘર્ષ કરે છે તેમજ જરૂરી ત્યાગ પણ આપે છે.

આપનો વીશ્વાસુ,  વીશ્વાસ દીપક.સૌ. letters@scroll.in.

 

--

Thursday, December 8, 2016

મોદીજીએ ખેલેલો નોટબંધીના જુગારના પરીણામો––––


મોદીજી, તમે ખેલેલા નોટબંધીના જુગારમાં તમારા પત્તા દુરી,(કાળાબજાર) તીરી(ભ્રષ્ટાચાર) અને પંજો ( ત્રાસવાદ) નીકળ્યા છે. તે પણ જુદા જુદા રંગના છે. જયારે સામે પક્ષે એટલે રાજકીય વીરોધ પક્ષો નહી પણ અર્થશાસ્રના નીયમો પાસે ત્રણ એક્કાઓ નીકળ્યા છે. (૧) કાળીનો એક્કો:આપને માહીતી પુરી પાડવામાં આવી હતી કે 'કાલાધન' સંબંધીત લોકોએ પોતાના ઘરોમાં ગાદલા ગોદળા તળીયે સંતાડેલું છે. જે ૮મી નવેંબરના રાતના બાર વાગ્યા પછી ફક્ત કાગળના ટુકડાઓ બની જશે. આજની તારીખ ૮મી ડીસેંબરના રીઝર્વ બેંકના સત્તાવાર રીપોર્ટ પ્રમાણે દેશમાંથી ૫૦૦ ને ૧૦૦૦ ની નોટો જે ચલણમાં હતી તેની ૯૦ ટકા નોટો બેકોમાં લોકોએ જમા કરાવી દીધી છે. હજુ તમારી આજ નોટો ભરવાની છેલ્લી તારીખ ૩૧મી ડીસેમ્બર છે. તો પછી કઇ નોટો લોકો પાસે રહેશે?દેશનું કાળુધન ક્યાં હતું તે પેલા આપને સલાહ આપનારાઓને ફરીથી પુછી જુઓ? જેથી બીજી યોજના જાહેર કરવાની તક મળશે. તે રાત્રે આપના તરફથી કોઇ જાહેરાત " કેસલેસ ઇકોનોમી"  અને ૫૦ ટકા કાળાનાણાંને આપની સરકાર તરફથી જ સફેદ બનાવવાની યોજના જાહેર કરવામાં આવી ન હતી.

 (૨) લાલનો એક્કો:  દેશમાંથી આટલું બધું નાણાંકીય ચલણ બેંકોમાં જમા થઇ ગયું હોવા છતાં રીઝર્વ બેંક ઓફ ઇંડીયાએ  બેંકોને આરબીઆઇ પાસે ફરજીયાત રાખવો પડતો, જે દરેક બેંકની કુલ ડિપોઝીટના આશરે ચારટકા(રેપો રેટ, કેસ રીઝર્વ રેશીયો) જેટલો છે તેમાં ઘટાડો કર્યો નથી. જેથી બેંકો પાસે નાણાંકીય જથ્થો થાણદારોને વહેંચવા વધુ મળે. હજુ નાણાના અપુરતા જથ્થા ને કારણે દરરોજ બેંકના થાપણદારોને બપોરે એક વાગે  'કેસ ખલાસ થઇ ગઇ છે' તેનાં બોર્ડ વાંચીને ' તમારા રાષ્ટ્રહીત અને રાષ્ટ્રપ્રેમ' ના ગુણગાન ગાતાં ગાતાં ખાલી હાથે ઘેર જવું પડે છે. આ બધા થાપણદારોનું કેટલું ભવ્ય સ્વાગત તેમના બાળકો, પત્ની અને ઘરડાં મા–બાપો કરતાં હશે! આ બધાને 'અચ્છેદીન' જે આઝદી પછી છેલ્લા ૭૦ વર્ષથી જોવાના ન મળ્યા હતા, તે આપના વડાપ્રધાન બન્યા પછી ફક્ત અઢીવર્ષમાં તમે બતાવી દીધા.

((૩) ચરકટનો એક્કો :   દેશના ભુતપુર્વ વડાપ્રધાન અને જગવીખ્યાત અર્થશાસ્રી મનમોહન સીંઘે  રાજયસભામાં પોતાના ધીર ગંભીરઅને બીલકુલ બુમબરાડા વીનાના શાંત,અને ફક્ત સાત મીનીટના મુદ્દે રજુઆત કરતાં જણાંવ્યું હતું કે નોટબંધી તે મોદી સરકારનું દેશમાં ગેરવ્યવસ્થા પેદા કરનારું  નીષ્ફળ સ્મારક બની રહેવાનું છે.( " monumental mismanagement failure.")  વધુમાં જણાવ્યું હતું કે દેશનો ગ્રોસ જીડીપી ( દેશના કુલ આંતરીક ઉત્પાદન)માં ઓછામાં ઓછો બે ટકાનો ઘટાડો થશે. નોટબંધીની સૌથી વધારે અસર કૃષીક્ષેત્ર, નાનાઅને ગૃહઉધ્યોગો અને અસંગઠીત ક્ષેત્રમાં થશે જેનો વ્યાપ અર્થતંત્રમાં ૫૦ ટકા ઉપર છે. નોટબંધીની ખુબજ અમાપ નીષ્ફળતાકારક કે ભયંકર વીનાશક અસર (disastrous effect on economy) સંપુર્ણ અર્થતંત્રપર પડશે.

આજના અંગ્રેજી પેપર ઇન્ડીયન એક્ષપ્રેસના તંત્રી લેખમાં આરબીઆઇનો આધાર લઇને લખવામાં આવ્યું છે કે  દેશની સર્વૌચ્ચ બેંક કેહે છે દેશનો જીડીપી આગામી દીવસોમાં એક ટકોતો ચૌક્ક્સ ઘટશે. પણ અમારી આગામી નીતીઓ કે નવાં પગલાં લઇને તે અટકાવવાની કોષીશ કરીશું.

 મોદીજીના દુરી, તીરી, અને પંજાવાળા ભોંપીલા જુગારથી આગામી દીવસોમાં  ભારતના રાજકીય અને આર્થીક જગતમાં મોટા રીચર સ્કેલના ધરતીકંપ પેદા થવાના છે. જે નીર્વીવાદ છે. તંત્રી લેખની છેલ્લી લીટી ભવીષ્યભાખે છે કે જો નોટબંધીના નીર્ણયથી દેશનો આર્થીક વીકાસ બીલકુલ સ્થગીત કે નકારાત્મક થઇ ગયો તેના પરીણામો દેશ માટે આત્મઘાતી બની જશે.

--

Sunday, December 4, 2016

સાહેબ! રાષ્ટ્રગીતના અપમાન માટે જનતાને પકડી લાવ્યા છે.

સાહેબ! રાષ્ટ્રગીતના અપમાન માટે જનતાને પકડી લાવ્યા છે.

દેશમાં સને ૧૯૭૫–૭૭ના કટોકટીના દીવસો હતા.મહેમદાવાદમાં અમારા જુના પોળના ઘરના પાછળના ભાગનું એક બારણું દરજીવાડના બજારમાં પડતું હતું.  તે બજારમાં એક દુકાનના પાટીયા ઉપર બેસીને  યાસીન બુખારી પ્રાયમસ રીપેરીંગનું કામ કરતો હતો. યાસીનના પેન્ટનો રંગ ખાખી અને શર્ટનો રંગ સફેદ હતો કે કેમ તે તમે નક્કી ન કરી શકો. કારણકે પેલા પ્રાયમસના લવીંગની કાળીમેશ અને વાયસલનું કાળુ બળી ગયેલું ઓઇલ બધું સાફ કરવા માટેનો નેપકીન, ડુચો કે કકડો  તે આ ખાખીપેન્ટ અને સફેદ શર્ટ જ હતા.  ઘણા વાર જાણતાં અજાણતાં તેના મોંઢા અને હાથ પગ પર તેના સ્ટવરીપેરીંગ ધંધાની નીશાનીઓ ખુબજ નોંખી આપણી આંખોને ઉડીને ખુબજ દુ:ખદ રીતે સ્પર્શી જતી હતી.

મારા બા હંમેશાં તે યાસીનના ઘરની નાની મોટી ચીંતા કરતા હતા. યાસીન બાના પ્રાયમસના લવિંગમાંથી કચરો સાફ કરી આપતો, સ્ટવને પંપ મારવાનું વાયસલ બદલી આપતો હતો. તે સમયે કેરોસીન પણ સફેદ પારદર્શકને બદલે સર્વગુણોથી ભરેલું રંગીન આવતું હતું. યાસીન અને બા ના સંબંધો ખુબજ આત્મીય હતા એક બીજા પોતાની નીજી વાતોની આપલે કરતા.

 એક દીવસે યાસીને બા ને કહ્યુ કે હું સીનેમાના થીયેટરમાં કોઇ દીવસ સીનેમા જોવા ગયો નથી. આજે  ટોકીઝમાં કયું  સીનેમા પડયું છે તેની લારી અને સાથે પેલો કાલીયો ઢોલ વગાડનારો ગાંગરતો હતો કે " આજે નાદીયા–જોનકાવસનું સીનેમા છે અને તેના પોસ્ટરમાં પેલી નાદીયા ઘોડાપર હંટર સાથે બેઠેલી હતી."

બા, " મને ભાઇ પાસેથી પાંચ રૂપીયા અપાવો અને હું બપોરના શો માં પેલી પાટલીઓવાળી બેઠકો ઉપરની ટીકીટ લઇને સીનેમા જોઇને તરતજ દોડતો પાછો આવી જઇશ અને તમારા સાંજના ખાવા કરવાના સમય પહેલાં હું તમને સ્ટવ રીપેર કરીને પાછો આપી દઇશ." લે ભાઇ, હું જ તને પાંચ રૂપીયા આપું છું, તું પાછો આપણા આવા વ્યવહારની વાતો મારા દીકરાને ના કહીશ. ( તે સમયે ડી– મોનિટાઇઝેશનની નોટો બદલી ની ધમાલ ન હતી એટલે બા ની સાડી નીચે સંતાડેલી નોટો  ઘરના બધાથી સલામત અને ખાનગી હતી.)

યાસીન સીનેમાના થીયેટરમાં પાટલીઓની હરોળમાં છેલ્લી પાટલીઓ પર છેલ્લો બેઠો હતો. જેથી સીનેમા  છુટે ( માણસો નહી) એટલો દોડતો આવી સ્ટવ રીપેર કરીને બા ને આપી દે.

 સીનેમા પુરૂ થયું કે તરતજ યાસીન દોડતો બહાર નીકળી ગયો. સીનેમાના લાલાએ તેને પકડીને શેઠ ને હવાલે સોંપી દીધો. શેઠે પોલીસ બોલાવી અમારા યાસીનને સીનેમા પુરૂ થયા પછી રાષ્ટ્રગીતના અપમાન કર્યા માટે અદબવાળીને ઉભો ન રહેવા માટે પકડી લીધો. યાસીન, પેલા લાલા, સીનેમાના માલીક અને પોલીસ સામે બાઘો બની ને જોઇ રહ્યો હતો કે તેણે કયો ગુનો કર્યો છે? પેલા તાજના સાક્ષીઓ યાસીનના મોંઢા, હાથ અને કપડાં પરના કાળા ડાઘાઓને જોઇ રહ્યા હતા! મેજીસ્ટ્રેટ સાહેબે તેને ગંભીર ઠપકો આપી પહેલી વારનો ગુનો ગણી જવા દીધો. આ બધામાં મારી બા નો રીપરે કરેલો પ્રાયમસ ત્રણ દીવસ પછી મળ્યો કારણકે વચ્ચે શની–રવી આવી ગયો અને કોર્ટ બંધ હતી. મજબુર યાસીનને પેલી " નાદીયા હંટરવાળીની સીનેમા ખુબજ બધી રીતે મોંઘી પડી ગઇ. 


--

Saturday, December 3, 2016

જે લોકો બજાર વ્યવસ્થા (માર્કેટ ઇકોનોમી) સામે પડે છે તે......


જે લોકો બજાર વ્યવસ્થા (માર્કેટ ઇકોનોમી) સામે પડે છે તેની લાશો બજારના પગથીયા નીચેની કબરોમાં દટાઇ જાય છે!

કાર્લ માર્કસથી શરૂ કરીને નરેન્દ્ર મોદી સુધી જે આદર્શ ઘેલા રાજકારણીઓ બજાર વ્યવસ્થા સામે પડે છે તે બધાનું ભાવી લેખના મથાળાની સત્યથી જુદુ આવી શકે જ નહી. આવા દાખલાઓ ઇતીહાસમાં ઓછા નથી. કાર્લ માર્કસ જેવા સમર્થ રાજયઅર્થશાસ્રીએ( પોલીટકલ ઇકોનોમીસ્ટ) પોતાના " દાસ કેપીટલ"ના ત્રણ મહાન ગ્રંથોમાં બજારની વ્યવસ્થાનો વીકલ્પ શોધવા ત્રણસો પાનાં લખ્યા હતા. કારણકે તેને શોષણખોર મુડીવાદી વ્યવસ્થાનો વીકલ્પ વીશ્વને આપવો હતો.

વીશ્વ સમક્ષ કાર્લ માર્કસ આધારીત સામ્યવાદી ઢંઢેરામાં સુચવેલા સીધ્ધાંતો પ્રમાણે બજારના વીકલ્પે આદર્શ અર્થતંત્ર ચલાવવાનો પ્રયોગ સોવીયેટ રશીયામાં સને ૧૯૧૭ની બોલ્શેવીક ક્રાંતી પછી પહેલીવાર કરવામાં આવ્યો હતો.  દરેક સોવીયેત નાગરીકને તેની જરૂરીયાત પ્રમાણે વેતન આપવાનું શરૂ કરવામાં આવ્યું, તેની કાબેલીયાત આધારીત કામના કલાકો પ્રમાણે નહી. રાષ્ટ્રની તમામ ખાનગી મીલકતો વીના વળતરે રાજયની માલીકીની જાહેર કરીને, બંદુકના બેરેલ કે નાળચાની તાકાતથી બજારના વીકલ્પે અર્થતંત્ર ચલાવવાની કોશીષ કરવામાં આવી. ત્રણ જ વર્ષમાં સને ૧૯૧૭થી ૧૯૨૦ સુધીમાં ખેડુતોઓ પોતાની જરૂરીયાત જેટલું અનાજ વી.નું ઉત્પાદન શરૂ કર્યું. ઔધ્યોગીક ચીજ વસ્તુઓના પુરવઠા સામે અનાજનો પુરવઠો બીલકુલ નહીવત થઇ જતાં ' સીઝર્સ ક્રાઇસીસ' કાતરની  બે ધારો જેવી ભાવોની કટોકટી સોવીયેત રશીયામાં પેદા થઇ. કાતરની બે ધારો ( બલ્ડેસ આફ ટુ સીઝ્રર) મોટીને મોટી અને પહોળી થતી ગઇ. ખેત પેદાશો અને ઔધ્યોગીક ચીજ વસ્તુઓના ભાવોમાં જબ્બ્રજસ્ત અસમાનતા પેદા થઇ ગઇ. લાખ્ખો લોકો  ભુખમરાથી મરીગયા. લેનીનના શાણપણભર્યા નેતૃત્વએ 'નવી આર્થીક નીતી' (ન્યુ ઇકોનોમીક પોલીસી, એન ઇ પી) જાહેર કરી. લેનીન સુત્ર હતું. ' લેટસ ગો ટુ સ્ટેપ બેકવર્ડ ફોર ગોંઇગ થ્રી સ્ટેપ્સ ફોર્વડ. સામ્યવાદના સીધ્ધાંતો પ્રમાણે અર્થતંત્ર ચલાવવા આજે બે પગલાં પીછે હઠ કરવાં છે જેથી ભવીષ્યમાં ત્રણ પગલાં આગળ જવાય.  જમીનો તેમના મુળ માલીકોને પાછી આપી અને વધુ ખેત ઉત્પાદન કરવા ખેડુતોને પ્રોત્સાહીત કરીને દેશને આંતરીક અને બાહ્ય દુશ્મનોથી બચાવી લીધો.

સને ૧૯૨૪માં લેનીનના મુત્યુ બાદ જોસેફ સ્ટાલીને ફરી સામ્યવાદી સીધ્ધાંતો પ્રમાણે સોવીયેત અર્થતંત્ર ચલાવ્યું હતું. લાખો નહી પણ કરોડો ખેડુતોને મારી નાંખીને વીશ્વમાં બોગસ પ્રોપેંગંડા કરીને પોતાના દેશની મહાનતાના બણગાં ફુક્યા. જેનું પરીણામ (યુનાઇટેડ સોવીયેટ સોસીયાલીસ્ટ રીપબ્લીક) રશીયાના સંપુર્ણ વીઘટનમાં સને ૧૯૯૧માં પ્રમુખ મીખાઇલે ગોર્બેચોવના હસ્તે થયું.

આપણા દેશમાં ગાંધીજીએ બજારની સામે 'ટ્રસ્ટીશીપ' નો ખ્યાલ વીકસાવવાની કોશીષ કરી હતી.અમદાવાદ મીલ મજુરોની હડતાલને ' સામુહીક સોદાગીરી (કલેક્ટીવ બારગેઇનીંગ)ના સીધ્ધાંતને બદલે ટ્રસ્ટીશીપ સીધ્ધાંતના પાયાપર મીલમાલીક અને મજુરના આર્થીક પ્રશ્નો ઉકેલવાની કોશીષ કરીને અમદાવાદ મજુર મહાજનની રચના કરી જેને આખરે બંધ કરવું પડયું હતું. ટ્રસ્ટીશીપને આધારે ગાંધીજીના આ સીધ્ધાંતોને અમલમાં મુકનાર વીનોબાજીની સબભુમી ગોપાલકી અને ભુદાનની ચળવળ ખાનગી માલીકીની જમીન પ્રથાનો વીકલ્પ હજુ બની શકી નથી.

હીટલર, મુસોલીની, ફીડલ કાસ્ટ્રોએ બજારની સામે ચેનચાડા કરીને પોતાના દેશનો વીનાશ નોતર્યો હતો.

દેશના લોકો મોબાઇલ વાપરતા થઇ ગયા છે અને જેની સંખ્યા કરોડોમાં છે. તે બધા રાતોરાત ' ડીજીટલ બેન્કીંગના' છડીદારો બની જઇને રોકડ આર્થીક વ્યવહારો બંધ કરી દેશે તેવા દીવા સ્વપ્નો દેખાડનારમાં વીશ્વાસ રાખનાર શેખચલ્લીઓની સંખ્યા દેશમાં ઓછી નથી. આ બાબતે બ્રીટીશ તત્વજ્ઞાની ફ્રાંન્સીસ બેકનનું એક સરસ વાક્ય યાદ આવે છે. "Those who cannot practice they can preach."  જે લોકો પોતાના સીધ્ધાતોને અમલમાં મુકી શકતા નથી તેવા લોકો પોતાના મનની વાતો પ્રમાણે બીજાને હાંકવાની કોશીષ કરે છે. દાત. કુંવારા કે અપરણીત માણસને કુટુંબનીયોજનના પ્રોગ્રામનો સર્વોચ્ચ વડો બનાવવો!.

 

 

 

--

Monday, November 28, 2016

રેશનાલીસ્ટની દ્રષ્ટીએ ધર્મ એટલે શું?


રેશનાલીસ્ટની દ્રષ્ટીએ ધર્મ એટલે શું?

(૧)આ વીશ્વમાં પ્રવર્તમાન કોઇપણ ધાર્મીક ખ્યાલો, વીચારો,વગેરે કોઇ દૈવી, ઇશ્વરી કે આધીભૌતીક પરીબળો દ્રારા માનવીએ ક્યારેય મેળવેલા હોતા નથી. આ બધા ખ્યાલો તે માનવીના મનનું જ સર્જન હોય છે. તે બધાનું સર્જન માનવીની લાગણીઓ,અપેક્ષાઓ કે ખેવનાઓનું પરીણામ જ છે. અવાસ્તવીક કે કાલ્પનીક ધાર્મીક ખ્યાલો અમર્યાદીત, સીમાહીન અને ક્યારેય સંતોષી ન શકાય તેવી લાગણીઓનું સર્જન હોય છે. તે તેની સંતોષાયા વીનાની છુપી કે ઘરબાયેલી અતૃપ્ત ઇચ્છાઓનું પરીણામ હોય છે. લાગણીઓ અને તેને બેફામરીતે વીહાર કરાનારા પરીબળો દ્રારા  આ બધા ધાર્મીક ખ્યાલો, વીચારોને અમર્યાદીત સત્તા મળે છે. આવા કાર્યકારણની શ્રંખલાઓ ધાર્મીક તત્વોનું ( રીલીજીઅસ સબસ્ટન્સ)નું સર્જન કરે છે.

       ખરેખર માનવી, વીજ્ઞાન અને તત્વજ્ઞાનના સહયોગથી તેની લાગણીઓને નીયમન કરનાર પરીબળોની મદદથી સંતોષ મેળવી શકે છે. જયારે વીજ્ઞાન અને તત્વજ્ઞાન માનવીને તેઓના જ્ઞાનથી મદદરૂપ થઇ શકતા નથી, ત્યારે માનવીના મનપર  ઘરબાઇ ગયેલી કે અતૃપ્ત લાગણીઓ કે વાસનાઓ તેના મનનો કબજો લઇને ગુલામ બનાવે છે. તેમાંથી માનવ મન વીકૃત અને અંધશ્રધ્ધાળુ અનુભવો, વીચારો અને સાબીત ન થઇ શકે તેવા તરંગોનું સર્જન કરે છે. જ્યાંસુધી માનવી, આ વીશ્વ અને માનવ શરીરના સંચાલનના પરીબળોને કુદરતી નીયમો ( લોઝ ઓફ નેચર, નોટ સુપર નેચરલ)ને આધારે  સમજવાની ક્ષમતા નહી ધરાવતો હોય ત્યાંસુધી તે પોતાની અંગત અને દુન્યવી સમસ્યો ઉકેલવા દૈવી પરીબળોમાં શ્રધ્ધા ધરાવશે. તેને કારણે તેનું મન અવાસ્તવીક કે કાલ્પનીક જગતમાં રચ્યુપચ્યું રહેશે. તેની આ અવાસ્તવીક કાલ્પનીક વૃત્તીઓને સંગ્રહવાનું કોઇ સ્થળ હોય તો તે ધર્મ છે.

(૨) ધાર્મીક દુનીયા, વાસ્તવીક દુનીયાની સરખામણીમાં જાદુઇ સત્તાઓ કે શક્તીઓથી ભરપુર હોવાનો દાવો કરે છે. તેનામાં શ્રધ્ધા ધરાવનારને ચમત્કારીક પરીણામોના લાભ આપી શકે છે. જે ઇચ્છાઓ વાસ્તવીક વીશ્વમાં અધુરી,અપુર્ણ કે સંતોષયા વીનાની રહે તેને  કાલ્પનીક રીતે સંતોષી શકાય તેવો દાવો ધર્મ અને તેને ટેકેદારો કરતા આવ્યા છે અને હજુ પણ કર્યા કરે છે. મોક્ષ, કાયમી જન્મ–મરણના ચક્રમાંથી મુક્તી, શાશ્વત શાંતી, વગેરે પ્રાપ્ત કરવાના દાવા બધાજ ધર્મો કરે છે. ધર્મના સ્થાપકોનો ધર્મની સ્થાપના પાછળનો મુળ હેતુ જે વાસ્તવીક જીવનમાં શક્ય નથી તે પ્રાપ્ત કરવાનો દાવો કરી તેની પાછળ પોતાના અનુયાઇને સતત દોડતા રાખવા સીવાય બીજો કશો જ હોતો નથી.

(૩) જે માનવીય સદગુણો અને ઇચ્છાઓ માનવી પોતે મેળવી શકે તેમ નથી તે ઇશ્વરના ખ્યાલમાં માનવી પોતે મુકીને તેને સર્વશક્તીમાન બનાવે છે. તેમાં દયા. લાગણી, અન્યો પ્રત્યે અનુકંપા, પીતા કે માતાતુલ્ય વડીલપણું અને અન્ય નેતૃત્વના લક્ષણો દરેક ધર્મના ઇશ્વરમાં આમેજ હોય છે. દૈવી,ચમત્કારીક કે સર્વગુણસંપન્નનો ઇશ્વરનો ખ્યાલ માનવીની માનસીક વીકૃતીનું પરીણામ જ છે. કુદરતી નીયમોના સંચાલનની માહીતીના અજ્ઞાન ને કારણે તે સતત ભ્રમમય જીવન જીવતો હોય છે. અને બીજાઓને તેવું જીવન જીવવવા મજબુર કરે છે. તે બધા દીવાસ્વપ્નોમાં રાચે છે. બધાજ ઇશ્વરી ચીત્રો અને ચરીત્રો માનવીના ચીત્રો કે ચરીત્રોથી બીલકુલ જુદા હોતા નથી.

(૪) જે લોકો પોતાની જાતને અસમર્થ અને અશક્તીશાળી ગણે છે તે બધા સહેલાઇથી ધાર્મીકતાનો ભોગ બને છે. અને બીજાને પણ બનાવે છે. જે લોકો પોતાની પાયાની ભૌતીક સુવીધાઓ પણ ત્યજીને પોતાના સાથી માનવોને સુખી કરવા પ્રેમ ને કરૂણાજનક વ્યવહાર કરે છે તે  બધા ધાર્મીકો  લોકો છે. રેશનલ તત્વજ્ઞાન ધર્મને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવા માંગે છે.

(૫) વૈજ્ઞાનીક માનવવાદનો મુસદ્દો છે કે, વીજ્ઞાન અને તત્વજ્ઞાનની મદદથી માનવીની બધી સમસ્યો ઉકેલી તેને સુખી બનાવવો છે. માનવીય ગૌરવ સીવાયની કોઇપણ વાત ધર્મ કરતો હોય તો તે બકવાસ (હમબર્ગ) છે. ખરેખરતો ધર્મની બોગસ કે બકવાસભરી વાતોથી માનવીનું અધ:પતન થયું છે. માનવજાતને એવા તત્વજ્ઞાનની તાતી જરૂરીયાત છે જેનાથી તેનું સામાજીક અને રાજકીય જીવન વધારે સક્રીય રીતે સુખી અને સમૃધ્ધ બને. માનવજાતને ધર્મે બતાવેલ મોક્ષ કે મુક્તીની બીલકુલ જરૂરત જ નથી. માનવીની આ ખુબજ ટુંકી જીંદગીને સુખી અને સમૃધ્ધ બનાવવી છે. તેને નથી જોઇતો મોક્ષ કે અમરત્વ. માનવજાતને વધારે ચીંતા મૃત્યુ પહેલાંના જીવનને વધારે પાયાની ભૌતીક જરૂરીયાતોમાંથી મુક્ત કરવું છે. તેને ધર્મના ઉપદેશવાળા મૃત્યુ પછીના જીવનમાં કોઇ રસ નથી.        અમને માનવીઓના પાયાના પ્રશ્નો રોટી,કપડાં મકાન. દવા, શીક્ષણ, રોજગારી વગેરે સહેલાઇથી મળે તેવી રાજકીય, આર્થીક અને સામાજીક વ્યવસ્થામાં રસ છે. અમને ગરીબાઇ અને તેની ક્રુરતામાંથી આઝાદી જોઇએ છીએ. અમને અમારા સ્વજનને શ્રાધ્ધ દ્રારા મોકલેલ અનાજ પાણી તેને મળ્યું કે નહી તે જાણવામાં બીલકુલ રસ નથી. ટુંકમાં અમારે આ વીશ્વની બધી જ વ્યવસ્થાઓને માનવ કેન્દ્રીત ન્યાયી અને પ્રતીબધ્ધ બનાવવી છે. 

--

Friday, November 18, 2016

માનનીય વડાપ્રધાનજી આપના મોઢેં ગરીબોની ચીંતાની વાતો બીલકુલ શોભતી નથી.

માનનીય વડાપ્રધાનજી આપના મોઢેં ગરીબોની ચીંતાની વાતો બીલકુલ શોભતી નથી.

 ઓબામાની મુલાકાત સમયે તમે પહેરેલા તમારા કોટની કીંમત હરાજીમાં ફક્ત ૪,૩૧,૩૧૩૧૧( ચાર કરોડ એકત્રીસ લાખ એકત્રીસ હજાર ત્રણસો અગીયાર હતી.)ની બોલી બોલીને વેચાણ થયું હતું. સુરતના હીરાના વેપારી લાલજીભાઇ તુલસીભાઇ પટેલે હરાજીમાં સૌથી ઉંચી બોલીને ખરીદ્યો હતો. આ પ્રસંગને ગીનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે. જે વીશ્વના કોઇ લોકશાહી દેશના કોઇ વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખના કોટની કીંમત ક્યારે ન હતી અને ભવીષ્યમાં ક્યારે નહી હોય. કારણકે તે બધા દેશના વડાઓ આપણા દેશ જેટલા પૈસાદાર ક્યાં છે?

 એ કોટ પહેરતી વખતે તમને ભારત દેશના ગરીબો માટે એક તસુ જેટલી પણ પ્રતીબધ્ધતા હોત તો ( જે પ્રતીબધ્ધતા તમે ગરીબો પ્રત્યે આજે દેખાડવાની કોષીશ કરો છો), તમને દેશના ગરીબોની તેજાબી એસીડ જેવી ગરીબાઇએ સખત રીતે દઝાડયા હોત! ભાઇ! તમે ગાંધીજીની માફક ' નંગા ફકીર' ન બની શકો !  આપનો ડ્રેસ કોડ દેશના સામાન્ય નાગરીક જીવનથી જોજન દુર તો ન હોવો જોઇએ. પણ સાથે  સાથે  અમેરીકાના રાષ્ટ્રપતી અને તમારા મીત્ર 'બરાક  બરાક' સાથે તમે પહેરેલા કોટ–પેન્ટની પેલી ઉભી સોનેરી લીટીઓ જે ટીવી મીડીયા વારંવાર બતાવતા હતા તે દ્શ્ય હજુ અમારા યાદદાસ્તાનમાંથી ભુલાતું નથી. શું આ માણસ દેશના ગરીબ તો ઠીક સામાન્ય નાગરીકનો ક્યારેય હમદર્દ બની શકે?

 તમે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજદીન સુધી વડાપ્રધાનના લગભગ અઢી વર્ષના સમયકાળ સાથે તમે  કેટલા જોડી કપડાં પહેર્યા ? તેની પાછળ આજદીન સુધીમાં કેટલો ખર્ચ થયો? તે પ્રમાણીક રીતે જણાવશો તો આનંદ થશે.( ઘણા સમયે,તો અમે  પ્રજા તરીકે એકજ દીવસમાં તમને ત્રણથી,ચારવાર જુદા જુદા ડ્રેસમાં જોયા છે) તેનો પ્રમાણીક જવાબ  ટ્વીટર કે ફેસબુકમાંકે પછી " "મનકી બાત"માં ચોક્કસ જણાવજો. જેથી કરીને 'ગરીબાઇના બેલી' હમદર્દ' તરીકે ઓળખવામાં ભુલ કરતા હોય તો સુધારી લઇએ!.

 

તમારી ફક્ત નહી પણ તમારા પક્ષ, તમારી માતૃસંસ્થા અને તેની બધી કહેવાતી ભગીની સંસ્થાઓનું અસ્તીત્વ અને વીકાસ 'હીંદુત્વ'વાદી અન્યને ધીક્કારતી વીચારસરણીમાંથી પેદા થયેલુ છે. જેમાં ગરીબો, દલીતો, બહેનો અને અન્ય ધર્મીઓનું સ્થાન અને તે બધાની સાથેનો વ્યવહાર બીલકુલ નીમ્નકક્ષાનો અમાનવીય જ છે. તમારા બધાનો રાષ્ટ્રવાદનોખ્યાલ અને વ્યવહાર પણ ઉગ્ર હીંદુત્વની નીપજ છે. હીંદુધર્મની નહી.


--

Wednesday, November 9, 2016

લોકશાહીની ચોથી જાગીર છે– જર્નાલીઝમ. રામનાથ ગોયેન્કા.


લોકશાહીની ચોથી જાગીર છે–  જર્નાલીઝમ. રામનાથ ગોયેન્કા.

પત્રકારીત્વના વ્યવસાયમાં મુખ્ય કામ હોય છે સવાલ પુછવાના.સવાલ કોને પુછી શકાય? જે સત્તાની ખુરશી પર બેઠા છે તેને સવાલ પુછી શકાય.  માટે જ લોકતંત્રમાં પત્રકાર અને સરકારની વચ્ચે કયારેય સારા કે સુમેળ ભર્યા સંબંધો ન હોઇ શકે. બંને વચ્ચે જેટલો ' તું તું મેંમેં' નો સંબંધ એટલું દેશ માટે સારુ. પત્રકારીત્વનો ધંધો એવો છે કે જેમાં તેના સંબંધો રાજકીય પક્ષો જોડે સંપુર્ણ નીરપેક્ષ અને સત્તાની સામેના જ હોવા જોઇએ. સરકાર જ્યારે પોતાની મેળેજ પોતાની  પીઠ ઠાબળતી હોય ત્યારે જર્નાલીસ્ટોએ સરકારના કાન આમળવાના હોય છે.

નવી દીલ્હીમાં બીજી નવેંબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામનાથ ગોયેન્કા પત્રકાર પુરસ્કારની વહેંચણી કરવામાં આવી. જે પત્રકારો બીજેપી વીરુધ્ધ સતત રીપોર્ટીગ કરતા હતા તે બધાને પણ મોદીએ એવોર્ડ આપવા પડયા! તેમાંના એક લેખક અક્ષય મુકુલે મોદીના હાથે એવોર્ડ લેવાની ના પાડી.

 આ કાર્યક્રમમાં વડાપ્રધાનના પ્રવચન પછી આભારવીધી કરવા આવેલા ધી ઇન્ડીયન એકપ્રેસના એડીટર રાજકમલ ઝા ના વીચારો નીચે પ્રમાણે હતા. શ્રી ઝા સાહેબે આ કાર્યક્રમના બાયકોટને બદલે સંવાદનો રસ્તો પસંદ કર્યો.

 બહુત બહુત શુક્રીયા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી જી. આપકી સ્પીચ કે બાદ હમ સ્પીચલેસ હૈ. લેકીન મુઝે આભાર કે સાથ કુછ બાતે કહની હૈ.

આજે અમારા પત્રકાર જગતમાં  ' સેલ્ફી પત્રકાર'ની સંખ્યા વધી ગઇ છે. જે પોતે ખુશ થાય અને બીજાને ખુશ કરે તેવું પત્રકારત્વ કરવામાં આનંદ અનુભવે છે. તે બધાને ઓળખવા સરળ હોય છે. જે બધા પોતાના ચહેરાના જ 'પ્રેમ' માં પડેલા હોય છે. ફોટો પડાવતા સમયે ખાસ ધ્યાન રાખે છે. કેમરો પોતાના મોંઢાની સામે જ રહેવો જોઇએ. તેઓ પોતાના ચહેરા અને પોતાના અવાજના જ પ્રેમ માં પડયા હોય છે. બીજું બધું તેમને મન બકવાસ હોય છે. આ સેલ્ફી પત્રકારીતામાં તમારી પાસે આધારભુત માહીતી નહી હોય તો ચાલશે, ફોટો ફ્રેમમાં એક ઝંડો લગાવી દેવાનો અને પછી બાજુમાં ઉભા રહી જવાનું.

માનનીય પ્રધાનમંત્રીશ્રી, તમે પત્રકારત્વના ક્ષેત્રમાં વીશ્વાસનીયતાની વાત કરી જે અમે તમારા પ્રવચનમાંથી શીખીશું. પણ તમે પત્રકારોની બાબતમાં જે સારી સારી વાતો કરી તેનાથી અમે નર્વસ થઇ ગયા છે. કારણકે, હવે જે વાત કરું છું તે આપશ્રીને વીકીપીડીયામાં નહી મળે.પણ તે વાત હું તમને ઇન્ડીયન એકપ્રેસના એડીટર તરીકેની હૈસીયતથી જવાબદારી સાથે કહું છું " જયારે રામનાથ ગોયેન્કાને એક રાજ્યના મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે તમારો રીપોર્ટર ખુબ સારૂ કામ કરે છે ત્યારે તે સાંભળી ને ગોયેન્કાએ તે રીપોર્ટરને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. "

 આ સમયે અમારી પાસે એવોર્ડ માટેની હરીફાઇમાં ૫૬૨ અરજીઓ આવી હતી. જે છેલ્લાં ૧૧ વર્ષોમાં સૌથી વધારે હતી. આ તે લોકો માટે પુરતો જવાબ આપે છે કે  જે એમ દલીલ કરે છે કે ' સારી પત્રકારીતા દેશમાં મરી રહી છે અને પત્રકારોને સરકારે ખરીદી લીધા છે. દેશમાં સારૂ પત્રકારત્વ મરી રહ્યું નથી. પણ વધારે સારી ગુણવત્તાવાળુ બની રહ્યુ છે. એ હકીકત સાચી છે કે ખરાબ પત્રકારત્વ હાલમાં ખુબજ ઘંઘાટ મચાવી રહ્યું છે જે પહેલાંનાપાંચ વર્ષમાં ક્યારેય જોવા મળતું ન હતું.

--

Tuesday, November 8, 2016

શું દેશમાં ઓઝોન લેયર ઓફ લોકશાહી પ્રદુષીત થઇ ગયુ છે?

શું દેશમાં ઓઝોન લેયર ઓફ લોકશાહી પ્રદુષીત થઇ ગયુ છે? ખરેખર તમને નથી લાગતું કે તે પ્રદુષણથી બચવા સામ્યવાદી કમ મુડીવાદી ચાઇનાથી લાખોની સંખ્યામાં માનસ પ્રદુષણ રોકે તેવા માસ લાવવાની તાત્કાલીક જરૂર છે? રાજકીય પક્ષોના નેતાઓ જાતભાતના રાજકીય ફટાકડા ફોડી વાતાવરણ પ્રદુષીત કરતા હોય તો પ્રજા બોમ્બ(!) ફોડી ફેસબુક કે ટીવ્ટર મારફતે બીજે દીવસેનું વાતાવરણ પ્રદુષીત કરે તેમાં પ્રજાનો શું વાંક?  બીજેપી, કોગ્રેસ અને આપ પાર્ટીના દરરોજના  ટીવીના પડદે ફટાકડા યુધ્ધો જોઇને પ્રજા બીચારી ફક્ત ફુલઝરી પકડીને બેસી રહી છે.

દરરોજ રાતના ટીવી પર થતા સામસામી રાજકીય ગનપાવડરના હુમલાથી પ્રજાના બ્રેઇનમા ગાઢુ ધુમ્મ્સ છવાઇ ગયું છે.  જેથી વીવેકપુર્ણ, વૈજ્ઞાનીક ઢબે, તર્કપુર્ણ વાસ્તીકવીક રીતે નીરપેક્ષ વીચારવાનું છોડીને રાજકીય પક્ષો ઇચ્છે તેમ ઘેટાશાહીનો ભોગ બની ગઇ છે. પ્રજા આ મોટા (!) માણસોને પુછે છે કે હે રાજકીય વડીલો, અમારૂ દીવાળીનું પ્રદુષણ વધારે ખરાબ છે કે તમે રોજ રોજ જે અમારા કરવેરાના નાણાંનો ઉપયોગ કરીને જે બકવાસપુર્ણ માહીતી પ્રદુષણ કરો છો તે ખરાબ છે? મને અને તમને નથી લાગતું કે  આ બધા રાજકીય પક્ષોએ પેદા કરેલા અતીશય ઝેરી વાતવરણથી દેશની લોકશાહીનું ઓઝોન પળ જ સાવ ઘટી ગયું છે. જેની ઝેરી અસરોમાંથી બચવું મુશ્કેલ બનતું જાય છે.  


--

શા માટે અક્ષય મુકુલ જર્નાલીસ્ટે નરેન્દ્ર મોદીના હાથે એવોર્ડ લેવાની ના પાડી.


  "  આપ કી તારીફ નહી ચાહીએ સર"! અક્ષય મુકુલ.

  ' મારા ડ્રોઇગરૂમની દીવાલપર મારી ફોટો ફ્રેમમાં મારી સાથે વડાપ્રધાન મોદીનો ફોટો હોઇ શકે તેની હું કલ્પના કરી શકતો નથી.' અક્ષય મુકુલ સીનીયર જર્નાલીસ્ટ ડાઇમ્સ ઓફ ઇંડીયા. ( જેણે મોદીના હાથે ધી રામનાથ ગોયેન્કા એવોર્ડ લેવાનો બાયકોટ કર્યો.)"I Cannot Live With The Idea Of Modi And Me In The Same Frame": Akshaya Mukul Boycotts The Ramnath Goenka Awards. ૨ઘ 2nd November 2016.

અક્ષય મુકુલને 'ગીતા પ્રેસ એન્ડ મેકીંગ ઓફ હીંદુ ઇંડીયા' નામની ચોપડી લખવા મટે સદર એવોર્ડ મળેલો હતો. તે છેલ્લા વીસ કરતાં વધારે વર્ષોથી પત્રકારત્વના ક્ષેત્રે કામ કરી રહ્યા છે.તેઓની આ ચોપડીનું સારત્વ એ છે કે કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકારણ 'હીંદુત્વ'નો આધાર સ્તંભ છે. આ ચોપડીની ખુબજ ઉત્સાહપુર્વકની દેશના બૌધ્ધીક જગતમાં સમાલોચના થઇ  છે. પુસ્તકને ટાટા લીટચરેચર એવોર્ડ, બુક ઓફ ધી યર એવોર્ડ,અને અંગ્રેજીમાં પ્રકાશીત બેસ્ટ બેંગલોર લીટરેચર ફેસ્ટીવલ બુક પ્રાઇઝ મળેલ છે. મુકુલભાઇને માટે રામનાથ ગોયેન્કા એવોર્ડનું ખાસ સ્પેશીયલ આકર્ષણ ન હતું. તે  એવોર્ડ જીતવાનો આનંદ હતો પણ તેઓનો પ્રશ્ન હતો ' તે એવોર્ડ વડાપ્રધાનને હાથે લેવાનો હતો. ' હું અને મોદી ફોટાની એક ફ્રેમમાં જીવી શકીએ તેમ હતા જ નહી. હું તેઓની સામે હસતે હસતે એવોર્ડ લઇ શકું તેવી કેમેરા સામેની સ્થીતી જ મને સ્વીકાર્ય નહતી.'

પોતાનો એવોર્ડ મોદીના હાથે અસ્વીકાર કરવાના અભીગમને વ્યાજબી ઠેરવવા માટે  પોતાની હાજરીમાં દીલ્હીની પતીયાલા કોર્ટમાં ફેબ્રુઆરી માસમાં જ્યાં વકીલોએ કાળા કોટના લેબાસમાં ભારતીય જનતા પાર્ટીના ઓ .પી. શર્માની નેતાગીરી નીચે પત્રકારો અને વીધ્યાર્થીઓ પર સખત હુમલો કર્યો હતો, તે યાદ કર્યું. આવો બનાવ પહેલાં ક્યારેય ન થયો હોય તેવો વીરોધ મીડીયા જગતે કરેલો. તમે કલ્પના કરી શકો છો ખરા કે જર્નાલીસ્ટસ બીજેપી ને ટેકો આપે અને અમારો વીરોધ કરે?

ધી રામનાથ ગોયન્કા એવોર્ડ સમીતીના વ્યવસ્થાપકોએ એવોર્ડ વીતરણ સમારંભમાં મોદીને બોલાવવાના નીર્ણયને ઇન્ડીયન એકપ્રેસ દૈનીકના કેટલાક સીનીયર એડીટર્સને પણ વ્યાજબી નહી લાગેલો. મને એક જર્નાલીસ્ટે  જણાવ્યું હતું કે જે મોદી આદેશની પ્રજાનું ધર્મના આધારે ધ્રુવીકરણ કરીને ભાગલા પાડે છે તેના હાથે કેવી રીતે એવોર્ડ વીતરણ થઇ શકે? ટુંકમાં આ નીર્ણય પેપરની તંત્રી બોર્ડ ને બદલે ગોયન્કા એવોર્ડ વ્યવસ્થાપક સમીતી એ કરેલો હતો. સદર સમીતીએ મોદીની તરફેણમાં નીર્ણય લેવા માટે ભુતકાળમાં મનમોહનસીંગ ભુતપુર્વ વડાપ્રધાનથી માંડીને કેટલા બધા રાજકારણીઓને  એવોર્ડ વીતરણ માટે બોલાવ્યા હતા તેનું લાંબુ લીસ્ટ વહીવટ કરતા વૈદેહી ઠાકરે મને મોકલી આપ્યું. તેણીને મેં જણાવ્યું કે મોદી સતત મીડીયા અને અખબારી સ્વાતંત્ર વીરૂધ્ધની નીતી જ પોતાના પક્ષે અમલમાં મુકતા આવ્યા છે. મીડીયાને  હલકુ પાડવાની એક પણ તક ચુકતા નથી. મારી દલીલનો જવાબ આપવાને બદલે તેણીએ ટુંકમાં ફરી કહ્યું કે અમારૂ પેપર મોદી કે સરકારથી બીલકુલ મુક્ત રહીને જ અગાઉની માફક ચાલશે. મોદીના હાથે એવોર્ડ વીતરણથી પેપરની નીતીમાં કઇ ફેર પડશે નહી.

મારૂ ગોયેન્કા એવોર્ડ સમીતીના આયોજકોને કહેવું હતું કે  મોદીના ભારત અને મનમોહનસીંગના ભારત વચ્ચે આસમાન–જમીનનો તફાવત છે. કારણ કે બીજેપી એક પક્ષ તરીકે જે મોદી અને અમીત શાહ દ્રારા સંચાલીત છે તે ફક્ત પોતાની સરકારની તરફેણના સમાચારો પ્રકાશીત કરવા જ ઉદાર છે. દા;ત ૨૦૧૬ના ઓગસ્ટમાસમાં ઇન્ડીયન એક્ષપ્રેસના બે સીનીયર જર્નાલીસ્ટોએ એક સમાચાર મુક્યા હતા કે " બીજેપી પાર્ટીની બંધબારણેની મીટીંગમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે  દલીતો અને બીજી પછાતકોમો પણ રાષ્ટ્રવાદી છે તેથી આપણે, પક્ષ તરીકે તે બધાની સાથે ઘનીષ્ઠ રાજકીય સંબંધ કેળવવો જોઇએ." આ સમાચાર સામે બીજેપીની ખુબજ તીખી પ્રક્રીયા હતી. બીજેપીના ઓફીસ સેક્રેટરી મહેશ પાંડે બે પાનાની પ્રેસ રીલીઝ કરીકે ઇન્ડીયન એક્ષપ્રેસના જર્નાલીસ્ટસની આ સ્ટોરી બનાવટી છે. આ ન્યુઝપેપરનું બેજવાબદાર વલણ છે.ઇન્ડીયન એક્ષપ્રેસ, કોંગ્રેસએન્ડ કેજરીવાલ કુંપનીના મુર્ખાઇ ભરેલા વલણોના ગુનાહીત હાથો બનેલ છે.

વધુમાં શ્રીપાંડેએ આશા સાથે જણાવ્યું હતું કે " સદર ન્યુઝપેપર કાલ્પનીક કથનો પર વાર્તા બનાવવાને બદલે સર્જનાત્મક જર્નાલીઝમનું કર્તવ્ય બજાવશે. સરકાર સામે કાવતરાં કરીને બદનામ કરવાનું અધમ કે પાપી (નીફેરીયસ) કામ કરવાનું બંધ કરે; નકારાત્મક વીરોધ કરવાનું કામ બંધ કરે." આવી પ્રેસ રીલીઝ  ઇન્ડીયન એક્ષપ્રેસ ' જાહેર માફી માંગે' (પબ્લીક એપોલોજી) તેવી શ્રી પાંડેએ દેશના જુદાજુદા ન્યુઝ પ્રસારીત કરતી સંસ્થાઓને મોકલી આપી હતી. ઉપરની પ્રેસ રીલીઝનો ગર્ભીત કે છુપો સંદેશો(સબટેક્ષ્ટ) સ્પષ્ટ હતો; " દેશના વડાપ્રધાનને ગમેતેવું પ્રકાશન તે સારા જર્નાલીઝમનું લક્ષણ છે." સત્તાપક્ષને કોઇપણ આધારભુત રીપોર્ટીંગ પ્રત્યે ધીક્કાર, કે ધૃણા ( ડીસડેઇન ફોર સોર્સબેઝ્ડ રીપોર્ટીંગ) છે. આ સંદેશો પેલી ન્યુઝ સંદેશાં પ્રકાશીત કરતી સંસ્થાઓ માટે છે જે  મોદીને થોડીક ન ગમતી કે ચીઢ ચઢાવતી ( ટુ બી એન ઇન્ટ્રીગલ પાર્ટ ઓફ મોડીંઝ પેટ પીવ) વૃતીનો અંર્તગત ભાગ છે.

ન્યુ દીલ્હીમાં વડાપ્રધાનની દ્રષ્ટીએ "એક વૈચારીક કુડો–કચરો ભેગો થયેલો વીસ્તાર ( આઇડીઓલોજીકલ ડમ્પ યાર્ડ) છે. જે દીલ્હીના હ્રદય સમાન વીસ્તારમાં આવેલો છે. જેને તેઓ 'લ્યુટેન દીલ્હી' તરીકે ઓળખાવે છે. જ્યાં મોદી વીરોધી ( એન્ટી મોદી) બુમરાણ કરવાળા અંગ્રેજી મીડીયાવાળી પ્રેસ આવેલી છે. ( ભાવાનુવાદકની નોંધ– લ્યુટેન દીલ્હી વીસ્તાર ન્યુ દીલ્હીમાં આવેલો છે. એડવીન લ્યુટેન(1869-1944) નામના બ્રીટીશ આર્કીટેક્ચરેએ સને ૧૯૨૦ થી ૧૯૩૦ આ વીસ્તારની આર્કીટેક્ચરલ ડીઝાઇન, પ્લાનનીંગ કરી અને તેમાં બીલ્ડીંગો બાંધ્યા હતા. આ વીસ્તારમાં મોદી સાહેબનું ૮, લોક કલ્યાણ ભવન, ભુતપુર્વ વડાપ્રધાન મનમોહન સીંગ અને રાષ્ટ્રપતી પ્રણવ મુકરજીનું નીવાસ સ્થાન પણ આવેલ છે.તેનો સમગ્ર વીસ્તાર ૨૬ કીલોમીટર્સ છે જેમાં આશરે ૨૫૫ એકરમાં ખાનગી માલીકીની મીલકતો છે Lutyens Bungalow Zone (LBZ. તરીકે ઓળખાય છે.) આ ટોળાએ મોદીના ગુજરાતી પુરોગામીઓ મોરારજીભાઇ દેસાઇ અને સરદાર પટેલ જેવાઓની પણ ટીકા કરી હતી.

મોદી અને ઇન્ડીયન એક્ષપ્રેસ વચ્ચે મુળભુત તફાવત હોય તો તે 'મુક્ત–વકતવ્ય કે 'ફ્રી –સ્પીચ'ના મુદ્દે છે. ઇન્ડીયન એક્ષપ્રેસનો વારસો બીલકુલ કોઇની પણ શેહશરમ રાખ્યા સીવાય ( દેશના સત્તાપક્ષની તો ખાસ) નીર્ભય સત્યો  રજુ કરવાનો છે. પોતાના સમગ્ર પત્રકારત્વના વારસામાં આ પેપરે મે ૨૦૧૪માં દીલ્હીમાં મોદીસરકારના સત્તાગ્રહણ પછીના બે વર્ષોમાં ઉત્તરપ્રદેશ અને બીહારમાં જે કોમી તનાવની સ્થીતીમાં સતત વધારો થતો ગયો છે તે બધુ સતત પ્રકાશીત કરીને પેલા જુના વારસાના મુડીમાં વધારો કર્યો છે. આ ઉપરાંત તેના ઇનવેસ્ટીગેટીંગ જર્નાલીઝમના ભાગ તરીકે 'પનામા પેપર્સ, એક લાખ કરોડનું બેંકોના જે બાકીદારો હતા તેનું દેવું જે સને ૨૦૧૩થી ૨૦૧૫માં પેદા થયેલું તે માફ કર્યું. આ ઉપરાંત ૧૮મી સપ્ટેમ્બરનો ઉરી હુમલો, સર્જીકલસ્ટ્રાઇક વગેરે મુદ્દે સરકારી લાઇનની સામે તાર્કીક અને વાસ્તીક મુલ્યાંકનોએ સરકારી પક્ષની ઉંઘ હરામ કરી છે.

આવા ઇન્ડીયન એક્ષપ્રેસ સામે એક રાજકારણી જેનો મુક્ત પ્રેસ– મીડીયા સામેની ઘૃણા, અવજ્ઞા કે તીરસ્કાર એ સર્વસ્વીકૃત હકીકત બની ગઇ છે. તે મીડીયા વગેરેને બઝારૂ, બીકાઉ, વેચાઇ ગયેલો ગણે છે. મોદીએ વારંવાર દેશના મીડીયાને પોતાના નીયંત્રણ હેઠળ લાવવા સાચા અને ખોટા સાધનો( થ્રુ મીન્સ ફેર એન્ડ ફાઉલ)દ્રારા પ્રયત્ન કરેલ છે. આ મુદ્દે તેઓનું મુખ્ય પણ ખુબજ પસંદ અને અસરકારક સાધન હોય તો તે છે અપ્રાપ્યતા અને અગમ્યતા (ઇનૅડસેબીલીટી). સૌ પ્રથમ તો વડાપ્રધાન અખબારી જગત અને મીડીયાના લોકો પાસેથી પ્રશ્નો લેતાજ નથી. કદાચ તે પ્રશ્નો લેવાનું નક્કી કરે તો પસંદ કરેલા પત્રકારો ( હેંડ–પીક્ડ જર્નાલીસ્ટ) પાસેથી અને તે પણ પોતે માન્ય કરેલા પ્રશ્નો માંથી જ પુછવાના !  એક વરીષ્ઠ બીજેપીના ટેલીવીઝન રીપોર્ટરે મને કહ્યું કે " માહીતીનો પ્રવાહ એક તરફી ઉપરથી નીચે વહે છે( વનવે– ટોપ– ડાઉન).  ઉત્તરપ્રદેશના વડાપ્રધાનના ચુંટણી પ્રચારની વીગતો જેવી જગજાહેર સામાન્ય બાબત પણ બીજેપી પાર્ટી કે આર આર એસ તરફથી જ જાહેર થાય છે. કશું જ વડાપ્રધાન કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવતું નથી.

સમગ્ર દેશમાં બીજેપી સંચાલીત રાજ્યો સહીત મીડીયાના વાસ્તવીક સમાચારો પ્રસાર કરવાના અધીકાર ઉપર સતત હુમલા કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષોમાં સરકારી આંકડાઓ અને સીધ્ધીઓ પર મુલ્યાંકન કરનાર ખબરપત્રીઓ તથા પેપરોને રાષ્ટ્રદ્રોહીનું લેબલ લગાડવામાં આવે છે.મોદીના વડાપ્રધાનપદ ગ્રહણ કર્યા પછી દેશમાં કોઇપણ પ્રકારના વીરોધ સામે અસહીષ્ણુ સંસ્કૃતીના ચીન્હો વધી ગયા છે. 'હુત' ( Hoot)નામની દેશમાં સ્વતંત્ર મીડીયાની તરફેણમાં કામ કરનારી સંસ્થાએ પોતાની વેબસાઇટ પર મે ૨૦૧૬માં રીપોર્ટ કર્યો હતો કે ' આ વર્ષના જાન્યુઆરીથી એપ્રીલમાસ સુધીમાં ઇન્ડીયન પ્રેસના સભ્યો પર ૨૨ વાર હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાઓ સૌથી વધારે છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ અને તામીલનાડુમાં થયા છે. બીજેપીને કેટલો બધો નગ્ન, ખુલ્લો ધીક્કાર, તીસ્કાર કે ઘૃણા પ્રેસ અને મીડીયા સામે છે તે તમે તેમના વહીવટના છત્તીસગઢમાં જોઇ શકો છો. સદર રાજ્યતંત્રની રહેમ નજર નીચે પોલીસ તંત્ર દ્રારા બૌધ્ધીકો,માનવ અધીકારવાળા કર્મનીષ્ઠો અને જર્નાલીસ્ટોની રાષ્ટ્ર–વીરોધી જાહેર કરીને તેમની નનામી બાળી હતી.

આપણો દેશ 'વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્ષ' ના તારણો પ્રમાણે નીચેથી શરૂ કરીએ તો ૧૮૦ દેશોમાંથી ૧૩૩ના નંબરે આવે છે. દેશનો નંબર સેન્ટ્રલ આફ્રીકા અને કોંગોથી પણ પાછળ છે. ' વર્લ્ડ વીધાઉટ બોર્ડર્સ' નામની આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતી બીનધંધાકીય નોન પ્રોફીટ સંસ્થાએ ઉપરના તારણો કાઢેલ છે. આ રીપોર્ટ સામે રાષ્ટ્રપ્રેમીઓ એવું કહે છે કે પાકીસ્તાન કરતાં અખબારી આઝાદીની સ્થીતી ભારતમાં ઘણી સારી છે. પણ પેલા વેશ્વીક રીપોર્ટે જણાવ્યું છે કે " દેશમાં જર્નાલીસ્ટસ અને બ્લોગર્સ ઉપર જુદા જુદા ધાર્મીક જુથો દ્રારા સતત હુમલા કરવામાં આવે છે. તે બધાને બોલતા બંધ કરી દેવામાં આવે છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ બાબતે ઉદાસીનતા કે દુર્લક્ષ સેવે છે. તેઓના તરફથી જર્નાલીસ્ટોની સુરક્ષા માટે કોઇ તાંત્રીક વ્યવસ્થા રચવામાં આવેલી નથી."

આ બધામાં દુ;ખદ અને આઘાતજનક હકીકત છે ' લઘુમતી કોમના પત્રકારોને લક્ષ્યાંક બનાવીને કરવામાં આવતા હુમલા'. સંઘપરીવાર દ્રારા સતત પેદા કરવામાં આવતા કોમીતનાવના વાતાવરણને કારણે લઘુમતીકોમના પત્રકારો માટે સલામતી સાથે પોતાનું વ્યવસાઇ કામ કરવું લગભલ અશક્ય થઇ ગયું છે. દા;ત જોસી જોસેફ, જે  નેશનલ સીક્યોરીટી એડીટર ઓફ હીંદુ છે તેઓ એ 'ડીજીટલ ન્યુઝપ્લેટફોર્મ સ્ક્રોરોલ' ને જણાવ્યું કે " જ્યારે હું મનમોહન સીંઘની સરકાર સામે માહીતીઓ તૈયાર કરી પેપરમાં મોકલતો હતો ત્યારે મારાપર કોઇ આક્ષેપ મુકતું ન હતું કે હું બીજેપી, વીરોધપક્ષ, સામ્યવાદી પક્ષનો માણસ છું. કે પછી ખ્રીસ્તી છું. આજે જ્યારે સરકાર સામે સમાચાર તૈયાર કરી મોકલું છું ત્યારે મારા પર આક્ષેપો કરવામાં આવે છે કે 'હું ખ્રીસ્તી છું, ઇટાલીના વેટીકન ચર્ચે મોકલેલો સોનીયા ગાંધીનો એજંટ છું.' જોસેફ સાથે ' ' હીંદુ દૈનીક'માં કામ કરતા બીજા પત્રકાર મોહમ્દ અલીએ તેને જણાવ્યું હતું કે યુપીએ સરકારના ગાળામાં રીપોર્ટીંગના સમયે કોઇએ મારી ધાર્મીક કે અન્ય ઓળખ વીષે ક્યારે પુછયું ન હતું કે ટીકા પણ કરી ન હતી. અત્યારે તો સમય ખુબજ ખરાબ આવી ગયો છે. જ્યારે જ્યારે મારી સ્ટોરી ન્યુઝ બીજેપી કે  તેના ટેકાવાળાની વીરૂધ્ધ પ્રકાશીત થાય છે ત્યારે તરતજ તે બધા મારી મુસ્લીમ ઓળખને આધારે મારા લખાણો અંગે અભીપ્રાય આપે છે.

ભાઇ અલી દાદરીના મોહમંદ અખલખ ઉપર એક ચોપડી લખે છે. તે માટે તે ગામમાં જેઓ હુમલામા ભાગીદાર હતા કે સાક્ષી હતા તે બધાનો ઇન્ટરવ્યુ લેતા હતા. વાતો વાતોમાં સમય જતાં અલીને લાગ્યું કે તેણે આ બધીનો વીશ્વાસ મેળવી લીધો છે. તેથી તેની ઓળખ માટે એક ઉંમરલાયક સ્રીએ પ્રશ્ન પુછયો. તેણે જવાબમાં મુસલમાન જણાવ્યું. તરતજ પેલી સ્રીએ સુન્ન્ત કરાયેલ મુસ્લીમો માટે જે અપમાનજનક શબ્દ હીંદીમાં વાપરવામાં આવે છે તે શબ્દ વાપર્યો. અલીએ પોતાનો ઇન્ટરવ્યુ તરતજ બંધ કરી અને બહાનું કાઢી ઝડપથી દાદરી ગામ છોડી દીધું.

ઉપરની સ્ટોરીને પણ જર્નાલીસ્ટોને પેપરમાં નૈતીક રીતે હીંમતથી રજુ કરતાં વીચાર કરવો પડે છે. અક્ષય મુકુલ જેવા પત્રકારના વીચારોને ખુલ્લો ટેકો આપતાં અમારૂ જગત ગભરાય છે. પોતાની નોકરી ગુમાવવાનો ભય તેમના મનમાં છે. જે લોકો અક્ષય મુકુલના વડાપ્રધાનના હસ્તક એવોર્ડ નહી લેવાના પગલાનો વીરોધ કરે છે તેબધાની દલીલ છે કે આ તો જબ્બરજસ્ત લોકોચુકાદાથી ચુંટાયેલ વડાપ્રધાન છે તેઓની ખફામરજી એટલે તેમના વર્તમાન શાસન સામે નારાજગી વ્યક્ત કરવી જે સારી નહી ! આતો મોદીની દેશના મીડીયા જગતના મોઢે કેવી રીતે ડુચો મારી દેવો તેની આયોજનપુર્વકની નીતી છે. જેના દેશના બહુમતી લોકો ભોગ બની જઇને મોદી ભક્ત બની ગયા છે. આ બધા દરમ્યાન અક્ષય મુકુલને ઇન્ડીયન એક્ષપ્રેસના એવોર્ડ આયોજકો અને તેના વડીલો ( હીઝ પીયર્સ) તરફથી સખત માનસીક  દબાણ એવોર્ડ લેવા માટે  ઉભું કરવામાં આવ્યું હતું. તે એવોર્ડ સેરીમની  મુકુલની ગેરહાજરીમાં પુરી થઇ તેની તેને હાશ થઇ.અને છેલ્લ્ તે બોલ્યો "મારા નીર્ણયના પરીણામોથી હું બીલકુલ ગભરાતો નથી." મુળ લેખક સંદીપ ભુશન ( જે છેલ્લા વીસ વર્ષોથી ટેલીવીઝન જર્નાલીસ્ટ હતા હાલમાં સ્વતંત્ર મીડીયા રીસર્ચર છે.) ભાવાનુવાદક ( બીપીન શ્રોફ.) બાજુવાળો ફોટો અક્ષય મુકુલનો છે.

--

Wednesday, November 2, 2016

પહેલાંના બાલ ઠાકરે અને આજના રાજઠાકરેની ડાંડાઇને કેવી રીતે નાથી શકાય? –જુલીયો રીબેરો.


પહેલાંના બાલ ઠાકરે અને આજના રાજઠાકરેની ડાંડાઇને કેવી રીતે નાથી શકાય?  –જુલીયો રીબેરો.

(નીવૃત્ત આઇ પી એસ ઓફીસર, ભુતપુર્વ પોલીસ કમીશ્નર, મુંબઇ, ગુજરાત અને પંજાબ.)

તાજેતરમાં પાકીસ્તાની કલાકારવાળી કરણ જોહરની ફીલ્મ ' એ દીલ હૈ મુશ્કીલ' સામે રાજ ઠાકરે એ આપેલી ધમકી સામે મહારાષ્ટ્ર રાજયના યુવાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનાવીસે જે રીતે દલાલ હોય તેમ મધ્યસ્થી રહીને ઉકેલ લાવ્યા; તેથી તેઓની આબરૂ વધી નથી. મને તો તેઓના વર્તનથી ખુબજ આઘાત લાગ્યો છે. મહારાષ્ટ્રમાં બીજેપી સાથે રાજઠાકરેના મહારાષ્ટ્ર નવનીર્માણ સેનાનું એક રાજકીય પક્ષ તરીકે જોડાણ છે. તેમ છતાં છાશવારે  રાજઠાકરે નાનામોટા મુદ્દા ઉભા કરીને ધમકીઓ આપ્યા જ કરે છે. બાલ ઠાકરેના સમયથી તેઓનો પક્ષ આવી ઉગ્ર પ્રાદેશીક અને રાષ્ટ્રવાદના નામે ધમકીઓ આપીને જ પોતાનું રાજકીય અસ્તીતવ ટકાવી રાખતો આવ્યો છે. શીવ સેનાની બીજી કોઇ રાજકારણમાં વૈચારીક મુડી નથી. મારા મત મુજબ રાજઠાકરેને તેના ફસાઇ ગયેલા બનાવટી ધમકીરૂપ 'રાજકીય હુક' માંથી બહાર કાઢવામાં આ મુખ્યમંત્રીએ કોઇશાણપણ બતાવ્યું નથી. આવા સમાધાનમાં તેઓની કોઇ રાજકીય પરીપક્વતાના દર્શન પણ થતાં નથી. મુંબઇની પોલીસે ખુબજ ગણતરીપુર્વકનો નીર્ણય કર્યો હતો. જેવો કે  રાજઠાકરેના અગત્યના વીકેન્દ્રીત પદાધીકારીઓની (મેઇન લેફ્ટેનન્ટસ) રાતોરાત ધરપકડ કરીને તેની પાંખોને મજબુત પકડમાં લઇને  રફે તફે કરી નાંખવાની હતી. જયાંસુધી કરણ જોહરની ફીલ્મ આ ઓકટોબર માસના અંત સુધીમાં રીલીઝ ન થઇ જાય ત્યાં સુધી શીવસેનાના તોફાની શાખા પ્રમુખોને ( સ્ટ્રોમ ટ્રપુર્સ) ધરપકડ કરીને બહારની કોઇ જેલમાં મોકલી દેવાના હતા. તેથી રાજઠાકરેની ફીલ્મની રીલીઝ થવાની પ્રક્રીયામાં 'રોડા નાંખવાની ધમકીને' લગભગ અટકાવી શકાઇ હોત.

 હું મુંબઇના ૧૯૮૪ના કોમી તોફાનો સમયે મુંબઇનો પોલીસ કમીશ્નર હતો. તેની મને યાદ તાજી થાય છે. મુંબઇ લશ્કરને હવાલે સોંપી દેવામાં આવ્યું હતું. તેમ છતાં મુંબઇમાં ખુનામરકી,લુંટ અને ટોળાએ નક્કી કરેલી મીલ્કતોની આગજની ચાલુ  હતી. તે સમયે વસંતદાદા પાટીલની સરકારે મુંબઇ શીવસેનાના એકાવન શાખાપ્રમુખોને તાત્કાલીક અટકાયતમાં લેવાનો દ્રઢ રાજકીય ઇચ્છાશક્તીથી નીર્ણય કર્યો. આ બધા બાલઠાકરેના બાહુબલીઓ( મસલ્સ પાવરમેન) હતા જે બધાના દાદાગીરી ભરેલા કૃત્યો પર બાલઠાકરેની અને હવે રાજઠાકરેની રાજકીય જીંદગી આધારીત છે.

આવા સંજોગોમાં એક સાંજે મેં પોલીસ કમીશ્નર તરીકે મારા અધીકૃત ક્ષેત્રના સબઇન્સપેક્ટરોને હુકમ કરીને બોલાવ્યા અને તેમને શીવસેનાના તોફાન કર્તાઓના લીસ્ટની યાદી આપી દીધી.  જે બધાની કાયદો અને શાંતી જાળવવા માટે આગોતરી ધરપકડ કરવી અનીવાર્ય હતી. " તમારામાંથી કોઇપણ સદર હુકમના પાલનમાં નીષ્ફળ, ગાફેલ કે ઢીલાશ કરશે તો તેનાં બુરા પરીણામો જે તે અધીકારીએ ભોગવવાં પડશે." એકાવન શાખાપ્રમુખોમાંથી એક સીવાય બધાજ પોલીસ લોકઅપમાં આવી ગયા હતા. બીજે દીવસે બાલઠાકરે વસંતદાદા પાટીલનો પગ પકડતો ને પોતાની વફાદાર ટોળકીને છોડાવવા માટે આજીજી કરતો આવી ગયો.

 અમે શું કામ કર્યું? અમે શીવસેના પ્રમુખ બાલઠાકરેને પકડયા જ નહી. તેની ચંડાળ ચોકડી જે મનોહર જોષી દ્રારા સંચાલીત હતી તેને પણ અડક્યા નહી. કારણકે તે બધા સુખી મધ્યમ વર્ગના ( White collar gentry) સમાજમાંથી આવતા હતા. જે બધાની મજુર વર્ગના ગુંડા તત્વો પાસેથી આવું ઉશ્કેરણીજનક કામ લેવાની 'કુશળતા' જ નહતી. આ બધામાંથી ખાસ કરીને બાલ ઠાકરે ની ધરપકડ કરી હોત તો પેલા શાખાપ્રમુખોએ પોતાની કુશળતાથી ટોળાઓ પાસેથી હીંસાત્મક ધાંધલ ધમાલ કરાવી શક્યા હોત! અમારી આવી વ્યુહ રચનાથી મુંબઇની શેરીઓમાં સવેળાએ શાંતી સ્થપાઇ ગઇ.

મુંબઇના વર્તમાન ચીફ ઓફીસર દત્તાત્રય પેદસાલગીકર સ્વાભાવીક રીતે અમારી સફળ થયેલ આ વ્યુહ રચના પર જ કામ કરવા માંગતા હતા. ત્યાં અધવચ્ચેથી જ જાહેરાત કરવામાં આવી કે ભાજપના મુખ્યમંત્રીએ ફીલ્મ ઉત્પાદક અને રાજઠાકરે વચ્ચે દલાલી કરીને શાંતી વેચાતી(Brokered Peace) મેળવી લીધી છે. રીબેરો કહે છે કે મને સમજણ પડતી નથી કેમ મુખ્યમંત્રી આવા કામમાં વચ્ચે પડયા! કારણકે કરણ જોહર અને તેના જેવા મુંબઇના ફીલ્મ પ્રોડયુર્સસ વર્ષોથી સારી રીતે જાણે છે કે મહારાષ્ટ્ર નવનીર્માણ સેના પ્રમુખ રાજઠાકરે જેવા સાથે પનારો કેવી રીતે પાડવો?

મુખ્યમંત્રી તો રાજયસત્તાનો સ્રોત છે. તેઓને તે સત્તા દ્રારા રાજય સંચાલન કરવાનો લોકપરવાનો મળેલ છે. તેઓએ તો ખરેખર જેમ સને ૧૯૮૪માં વસંતદાદા પાટીલે શહેરની કાયદો અને વ્યવસ્થા જાળવવા મને સંપુર્ણ ટેકો આપી મારી પડખે ઉભા રહ્યા હતા તેવું કામ કરવાની જરૂરત હતી. રાજઠાકરે ફક્ત શેખીબાજ છે તે સાબીત કરવાનો અનોખો રાજકીય મોકો મુખ્યમંત્રી પાસે હતો. કયા કારણોસર આવી સરસ રાજકીય તક તેઓએ ગુમાવી તે સમજણ પડતી નથી. આવા તત્વો સામે કેવીરીતે શરણાગતી( Capitulated) કે હાર રાજયના સર્વોચ્ચ સત્તાધીશ સ્વીકારે? મને તો તેની પાછળ રાજકીય છળકપટ કે ગુપ્ત( Chicanery) વ્યવહારની બદબુ આવે છે. મુખ્યમંત્રીના આવા કૃત્યથી તેમની પાર્ટીની આબરૂ વધવાને બદલે ઘટી છે. અરે તેથી તો રાજયસત્તાની સર્વોપરીતા, કાર્યક્ષમતા અને કાયદેસરતા લોકોમાં બીલકુલ રહી જ નહી.

દેશના સામાન્ય માણસને એવી પ્રતીતી થવા માંડી છે કે આ રાજય સત્તાને ધમકી આપીને જેમ વાળવુ; કે દબાવવું હોય તેમ દબાવી શકાય તેમ છે. જેથી કાયદાના શાસનનો મરજી મુજબ ક્ષુલ્લક હેતુઓ માટે પણ ઉપયોગ થઇ શકે છે. રાજઠાકરે અધમકક્ષાની ગુનાહીત પ્રવૃત્તીઓમાં સતત સંડોવાયેલા છે; જેવીકે ચુંટણીના મતદાર બુથો સળગાવવા, અને તેઓની માંગણીઓ જે સરકારી ખાતાં ન સ્વીકારે તેના પર પથ્થર મારો કરાવવો વગેરે.

તાજેતરમાં ગોકુળષ્ટમીના દીવસે દેશની સર્વોચ્ચ અદાલતે 'ગોવીંદાઆલા' પીરામીડની ઉંચાઇ કેટલી રાખવી તેના માટેનો જાહેર હીતમાં ચુકાદો આપ્યો હતો. બંને ઠાકરભાઇઓએ, રાજઠાકરે ને ઉધ્ધવ ઠાકરે એ જાહેર કર્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના સદર ચુકાદાનું ઉલ્લંઘન કરશે. તેને બદલે તે બંને એ સુપ્રીમ કોર્ટમાં ફેરવીચારણા માટેની ' રીવીઝન અપીલ કરી શક્યા હોત!

દેશમાં આવો કાયદો હાથમાં લેવાની પ્રવૃત્તીઓ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું છડેચોક ઉલ્લંઘન કરવાની પ્રવૃત્તીઓ વધતી જશે તો ભારતીય રાજય એ સત્તાધીશ રાજય તરીકે કામ કરતું જ બંધ થઇ જશે. વીશ્વ અને દેશના ઉધ્યોગપતીઓ જયાં કાયદાના શાસનનું મોટે પાયે સતત ધોવાણ થતું  હોય તે દેશમાં મુડીરોકાણ કોણ કરશે? વીશ્વફલકપર બીઝનેશ ગુરૂ બનવાનાનાં સ્વપ્નાં કયાંય હવામાં રાખ બની ફંગોળાઇ જશે! રાજઠાકરે જેવા રાજકીય પરીબળોને મહત્વ આપતાં મહારાષ્ટ્ર અને દેશના રાજકીય નેતાઓએ ગંભીર રીતે વીચાર કરવો જોઇએ.

        આ સમગ્ર પ્રકરણમાં બે મહત્વની વ્યક્તીઓ કે રાજકીય નેતાઓની સંડોવણી નકારી શકાય તેમ નથી. એક તો જુવાન મુખ્યમંત્રીની. જેનું રાજકીય ભવીષ્ય વધારે ઉજળું છે, તે પ્રમાણીક છે અને ગુણવત્તાપર નીર્ણય કરવાની કાબેલીયાત ધરાવે છે. પરંતુ આજ નેતાને  જો કોઇ બાહુબળના આધારે નમાવી શકે તો તે પ્રમાણે ઝુકી જવું એ તો મારા મત મુજબ રાજકીય આપઘાતને સામેથી આમંત્રણ આપવા બરાબર ગણાશે.

અને બીજી વ્યક્તી છે મારે દુખ; સાથે જણાવવું પડે છે કે તે  શ્રીમતી એન. સી. સૈઇનાની ભારતીય જનતા પાર્ટીના સ્પોકપર્સન છે. તેણી તો મારા મતમુજબ ગૌરવશાળી વારસાવાળા પોલીસ કુટુંબમાંથી આવે છે. એવું કહેવાય છે કે તેણીના દાદાએ તો સૌથી મહત્તમ સમય સુધી મુંબઇના પોલીસ કમીશ્નર તરીકે હોદ્દા પર હતા. જેઓએ મારા લગ્ન સમયે પ્રથમ 'ટોસ્ટ સેરમની' કરી પ્રોત્સાહીત કરી મારૂ અભીવાદન કર્યું હતું.

મજબુર અને ની:સહાય સૈઇનાને કહેવામાં આવ્યું કે સ્પોકપર્શન તરીકે જાહેર કર કે કાયદો અને વ્યવસ્થા જાળવવા કરણ જોહર, રાજઠાકરે અને મુખ્યમંત્રી ત્રણેય સાથે મળીને આ ડીલ કરવામાં આવ્યું હતું. જયારે હકીકત બીલકુલ ભીન્ન જ હતી. મને સંપુર્ણ ખાત્રી છે કે સૈઇના ને એકલાને પોતાની વીવેકબુધ્ધી પ્રમાણે નીર્ણય કરવા દીધો હોત તો તેણીએ ક્યારેય આવો મુર્ખામીભર્યો અભીગમ (a preposterous stand) ન લીધો હોત! ( સૌ. ઇન્ડીયન એકપ્રેસ) ભાવાનુવાદ. બીપીન શ્રોફ.

 

--

Saturday, October 29, 2016

ફીલ્મ અભીનેત્રી મીનાકુમારી શરીયતના કાનુનનો (તલ્લાક અને હલાલાનો) કેવી રીતે ભોગ બની?

ફીલ્મ અભીનેત્રી મીનાકુમારી શરીયતના કાનુનનો (તલ્લાક અને હલાલાનો) કેવી રીતે ભોગ બની?

મુસ્લીમ સ્રીના લગ્નજીવન અને કૌટુંબીક જીવન પર તલ્લાક અને હલાલા કેવી આત્યંતીક અસરો પેદા કરી શકે છે તે આપણે સૌને અભીનેત્રી મીનાકુમારીના જીવન પરથી સમજી શકીએ તેમ છીએ. કમલ અમરોહીએ પોતાની ૩૪ વર્ષની ઉંમરે મીનાકુમારીની ઉંમર ૧૯ની હતી ત્યારે નીકાહ પઢી લગ્નનો કરાર કર્યો હતો.મુસ્લીમ સ્રીના લગ્નજીવન અને કૌટુંબીક જીવન પર તલ્લાક અને હલાલા કેવી આત્યંતીક અસરો પેદા કરી શકે છે તે આપણે સૌને અભીનેત્રી મીનાકુમારીના જીવન પરથી સમજી શકીએ તેમ છીએ. કમલ અમરોહીએ પોતાની ૩૪ વર્ષની ઉંમરે મીનાકુમારીની ઉંમર ૧૯ની હતી ત્યારે નીકાહ પઢી લગ્નનો કરાર કર્યો હતો.

સામાન્યરીતે જયારે મુસ્લીમધર્મી પતી–પત્નીને પોતાનું સહીયારું લગ્ન જીવન જીવવું અસહ્ય બની જાય છે ત્યારે તેઓ બંને મુસ્લીમ શરીયત કાનુન પ્રમાણે તલ્લાકનો રસ્તો પસંદ કરે છે. પણ મોટેભાગે હકીકત કાંઇક જુદી જ હોય છે. તલ્લાક આપવાની શરૂઆત મુસ્લીમ પુરૂષ તરફથી જ થતી હોય છે. મીનાકુમારીના દાખલામાં પણ કમલઅમરોહીએ પોતેજ દારૂ પીધેલી હાલતમાં મીનાકુમારીને અડધી રાત્રીએ ત્રણવાર તલ્લાક બોલીને  તલ્લાક આપ્યા હતા. શરીયત કાનુન પ્રમાણે મુસ્લીમ પુરૂષે એક સમયે પોતાની પત્નીને તલ્લાક આપ્યા પછી તેણીની જ સાથે પુર્નલગ્ન કરવાં સરળ નથી. કમલ અમરોહીને તલ્લાક આપવાની ભુલ સમજાઇ તેથી તે મીનાકુમારીની સંમતીથી ફરી લગ્ન કરવા તૈયાર થયો.

 પણ શરીયત પ્રમાણે બંને એ 'હલાલા' ની સ્થીતીમાંથી પસાર થવું પડે. હલાલાના નીયમમાં શરીયત એમ કહે છે કે તેનું સર્જન જે પરણીત જોડીએ મુસ્લીમ લગ્ન સંસ્થાના કરારને માન્ય રાખ્યો નથી તેમને શીક્ષા કરવા તે ઘડવામાં આવ્યો છે. હલાલામાં તલ્લાક પામેલ સ્રીએ અન્ય કોઇ પુરૂષ સાથે શરીયતનાકાનુન પ્રમાણે નીકાહ પઢવા પડે અને ત્યારબાદ નવાપતી સાથે બધાજ પતી– પત્નીના સંબંધો બાંધ્યા પછી ( ફક્ત તેનાથી ગર્ભધારણ કર્યા સીવાય) નક્કી કરેલો સમય પસાર કરીને તે નવો પતી તલ્લાક આપે તો જ તલ્લાક મળી શકે ! પણ તેમાં પેલી સ્રીને તલ્લાક આપવાનો કોઇ અધીકાર શરીયતમાં નથી. જો નવો પતી કુદરતી રીતે કે અન્ય કારણોસર તલ્લાક ન આપેતો તે સ્રી જુના પતીસાથે પુન:લગ્ન કરી શકતી નથી.

હવે 'ટ્રેજડી ક્વીન' મીનાકુમારીના જીવનમાં શું થયું તે જોઇએ. કમલ સાહેબે! પોતાનાવીશ્વાસ પાત્ર કારડ્રાયવર સાથે શરીયતના 'હલાલા'નાનીયમ પ્રમાણે આ સંજોગોમાં મીનાકુમારીની સંમતીથી( કારણકે તેણીને પણ પોતાનું લગ્ન જીવન કમલ સાથે પુન:સ્થાપીત કરવુ હતું.) નીકાહ પઢયા! કમલ સાહેબના ડ્રાયવરે અને મીનાકુમારીના આ પતીએ તેણીને હવે તલ્લાક આપવાની ના પાડી દીધી. મુસ્લીમ પર્સનલ લો માં મુસ્લીમ સ્રીને તો તલ્લાક આપવાનો હક્ક જ ક્યાં છે?

વધારામાં જે ફીલ્મોમાં મીનાકુમારી કામ કરતી હતી ત્યાં આ ડ્રાયવર ફીલ્મના શુટીગ સમયે જઇને પોતે મીનાકુમારીનો પતી છે તેવું સાબીત કરવા સતત પોતાની સભાનતા બતાવતો હતો. એક સમયે 'પાકીઝા ફીલ્મ' શુટીગમાં સાંજના ૬–૩૦ પછી મીનાકુમારી કામ કરતી હતી ત્યારે આ સાહેબે બધાની વચ્ચે જઇને મીનાકુમારીના ગાલપર એક જોરદાર થપ્પડ મારી દીધી!

કોઇપણ સમાજમાં અમાનવીય ધાર્મીક બંધનો તોડ્યા સીવાય  બીજો કોઇ ઉપાય નથી. તે માટેનો સંઘર્ષ નીસ્બત અને શોષીતો એજ કરવા પડે. સત્તાકીય પક્ષો કે ધર્મના સ્થાપીત હીતો ક્યારેય તમારી સાથે રહેવાના નથી એમ સમજીને આગળ વધવું પડે.  

 

 


--

Tuesday, October 25, 2016

ટ્રીપલ તલ્લાક– મુસ્લીમ ધર્મ આધારીત જીવન પધ્ધતીનું સર્જન.

ટ્રીપલ તલ્લાક– મુસ્લીમ ધર્મ આધારીત જીવન પધ્ધતીનું સર્જન.

તાજેતરમાં દેશની સર્વૌચ્ચ અદાલત સમક્ષ મુસ્લીમ તલ્લાક પામેલ સ્રીઓએ ભરણપોષણ અને અન્ય બંધારણીય હક્કોની માંગણી કરેલ છે. તેની સામે મુસ્લીમ પર્સનલ લો બોર્ડે સર્વૌચ્ચ અદાલત સમક્ષ રજુઆત કરી છે કે તલ્લાકનો મુદ્દો અમારો ધાર્મીક છે. જે કુર્આન અને શરીયતના નીયમોથી સંચાલીત હોવાથી તેમાં દેશની અદાલતોને ચુંચુપાત કરવાનો અધીકાર નથી. દેશના કાયદાના માળખાથી અમારા ધાર્મીક નીતી નીયમો પર છે, સ્વતંત્ર છે. ભલે અમે આ દેશના કાયદેસરના નાગરીકો ભારતીય બંધારણના નીયમો મુજબ બન્યા હોય. અને બંધારણે બક્ષેલા બધાજ મુળભુત અધીકારો બીનદાસ ભોગવતા હોય! પણ અમારા ધાર્મીક નીયમો કે કાયદા ઘડનારા પરવરદીગાર અલ્લાહ છે. અલ્લાહે પૃથ્વીપર તેમના પયગંબર મારફતે પોતાના અનુયાઇઓના ઐહીક, દુન્યવી કે આ જગતને લગતા તમામ અરસપરસના માનવીય અને અન્ય વ્યવહારો કેવા હોવા જોઇએ તે ' સુરજ અને ચાંદ' રહે ત્યાં સુધી નક્કી કરેલા છે. તે બધા કાયદાઓ કે નીતી નીયમોનું ઉલ્લંઘન એટલે અલ્લાહના હુકમોનું ઉલ્લંઘન. તેમાં કોઇપણ પ્રકારનો હસ્તક્ષેપ એટલે આપણા દેશના બંધારણે બક્ષેલા ધાર્મીક સ્વતંત્રતાના અમારા નાગરીક અધીકારોનું ઉલ્લંઘન. હવે તલ્લાકના મુદ્દે 'મુસ્લીમ પર્સનલ લો બોર્ડ'ના નીયમો શું છે તે જોઇએ.

(૧) આ કાયદા હેઠળ તલ્લાક પામેલ મુસ્લીમ સ્રીને તેને તલ્લાક આપનાર પતી પાસેથી વ્યાજબી, ન્યાયી ભરણપોષણની વ્યવસ્થા ' ઇદ્દત' ના સમય પુરતી જ મેળવવાનો હક્ક છે. ઇદ્દતનો સમય સાડાચાર માસનો હોય છે.

(૨) તલ્લાક પામેલ સ્રી, જો તેના પુર્વપતી પાસેથી થયેલ તલ્લાક પહેલાં કે પછી પેદા થયેલ બાળકોની જન્મ તારીખથી ફક્ત બે વર્ષ સુધી જ વ્યાજબી અને પોતાની લગ્નગાળા દરમ્યાનની સામાજીક આર્થીક સ્થીતી પ્રમાણેનું ભરણપોષણ લેવા હક્ક્દાર છે.

(૩) લગ્ન સમયે મળેલ મેહર કે ડાઉરીની રકમ તે પતી પાસેથી મેળવવા આ કાયદા પ્રમાણે હક્ક્દાર છે. ઉપરાંત લગ્ન પહેલાં કે પછી સ્રીને તેના સગાવહાલાં, મીત્રો અને પતી તરફથી મળેલ બધીજ રોકડ અને સ્થાવર મીલકત પર તેણીનો હક્ક છે.

(૪) વધારામાં આ કાયદામાં એવી જોગવાઇ છે કે આ સ્રીની 'ઇદ્દત' ના સમય સુધીની અને ઉપર જણાવેલ સવલતોથી પણ પોતાનું ભરણપોષણ થઇ શકે તેમ ન હોય તો ( હવે આ પુરૂષ પ્રધાન કાયદો જે માર્ગ બતાવે છે તે શાંતીથી સમજો) તલ્લાક લીધેલ સ્રીના મૃત્યુ બાદ જે નજીકના સગાવહાલા તેણીની હાલની મીલકતના આ કાયદા પ્રમાણે કાયદેસરના ભવીસ્યના વારસદારો બનવાના હોય અને તે બધાને જે હીસ્સો મળવાનો હોય તે હીસ્સાપ્રમાણે તે બધાની પાસેથી ભરણપોષણ વસુલ કરવાનો ન્યાયાધીશ હુકમ કરે! કારણકે આ કાયદો તલ્લાક આપેલ પતીને તેની નવી બીજી સ્રીના ભરણપોષણની ચીંતા હોવાથી અગાઉની સ્રીના ભરણપોષણમાંથી મુક્તી અપાવે છે.

(૫) હજુ આ કાયદો તલ્લાક લીધેલ મુસ્લીમ સ્રીના ભરણપોષણ માટે કેટલી બધી ચીંતા કરે છે તે વીગતે જોઇએ! તેણીના પુખ્ત ઉંમરના દીકરા– દીકરીઓને ભરણપોષણ માટે ન્યાયાધીશ હુકમ કરી શકે છે. જો આ તેના દીકરા– દીકરીઓ તેના ભરણપોષણની જવાબદારી ન લઇ શકે તેમ હોય તો ન્યાયાધીશ તલ્લાક સ્રીના હયાત મા–બાપોને તેણીના ભરણપોષણ માટેનો હુકમ કરી શકે છે.

(૬) ઉપરના બધા જ માર્ગ અને સાધનો દ્રારા પણ તેણીના ભરણપોષણનો પ્રશ્ન ન ઉકેલી શકાય તેમ હોય તો સને ૧૯૯૫થી અસ્તીત્વમાં આવેલા વક્ફ એક્ટ ની કલમ ૧૩ હેઠળ ન્યાયાધીશ જે તે વીસ્તારમાં અસ્તીત્વ ધરાવતી વક્ફ બોર્ડને ન્યાયાધીશ નક્કી કરે તે પ્રમાણેનું ભરણપોષણ તલ્લાક પામેલ સ્રીને આપવાનો હુકમ કરી શકે છે.

 આ મુદ્દે આપણો પહેલો સવાલ છે કે કોઇપણ ધર્મનું કાર્યક્ષેત્ર શું છે? બધાજ ધર્મોનું જો કોઇ કાર્યક્ષેત્ર હોય તો તે એક જ છે. " પોતાના દરેક ધાર્મીક અનુયાઇઓના મૃત્યુ પછીના જીવન( જો હોય તો)નું સંચાલન કરવાનાના નીતી નીયમો બનાવી, તે પરલોકના જીવન અંગે જાતભાતના ભય દેખાડી તેના આ જીવતા જીવનપર આધીપત્ય ભોગવવું."  મુસ્લીમ ધર્મ તેમાંથી બાકત કેવી રીતે હોઇ શકે?  બધાજ ધર્મોનું બીજું એક અગત્યનું પાસુ એ છે કે  તમામ ધર્મોનું સર્જન જે તે સમાજની કૃષી સંસ્કૃતીના પ્રાથમીક તબક્કાઓમાં અને શીકારયુગની સંસ્કૃતીના અંતીમ તબક્કામાં વીકસેલા નૈતીક કે સામાજીક મુલ્યોને આધારે થયેલું છે.  જે તે સમાજને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા સ્થાયી સામાજીક, રાજકીય,અને આર્થીક સત્તાકીય વ્યવસ્થા–સંચાલન વગેરે માટે જરૂરી હતું.  આ બધા ધર્મોએ જે તે ભૌગોલીક વીસ્તારોમાં પુરું પાડયું હતું. કોઇપણ કબીલા, ટોળી કે સમુહે પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા ધર્મ અને ઇશ્વરના નામે નીતી નીયમો તૈયાર કરીને પોતાના આવા સામાજીક સમુહોનું નીયંત્રણ સદીઓથી કરતા આવ્યા છે. માનવ સંસ્કૃતીના ઇતીહાસમાં જે સમાજોએ નવા જ્ઞાન, માહીતી વગેરેને આધારે પોતાની પ્રજાને પૃથ્વીપર જ સુખ સમૃધ્ધી, અમન અને  પોતાની શાંતી મળે તે માટે પોતાના ધાર્મીક રીતી રીવાજોમાં અને માન્યતાઓમાં ફેરફારો કર્યા; તે બધા જીવન ટકાવી રાખવાના સંઘર્ષમાં અન્ય ધાર્મીકસમાજો કે પ્રજા કરતાં ઘણા આગળ નીકળી ગયા છે. જે સમાજોએ પોતાના ધાર્મીક રીતી રીવાજો સંપર્ણ અપરીર્વતનશીલ છે તેમ સમજીને નવા જ્ઞાન–વીજ્ઞાનના પ્રવાહોને યેનકેન પ્રકારે ફગાવી દીધા તે બધાજ સમાજો અને રાષ્ટ્રો સર્વ માનવીય માપદંડો પ્રમાણે ( હ્યુમન ઇન્ડેક્ષ બેસીસ) ૨૧મી સદીમાં પછાત રહીને સમગ્ર માનવ વૈશ્વીક શાંતીને ખલેલ પહોંચાડે છે. ભારતીય રાજય સત્તા આર એસ એસ સંચાલીત ભારતીય જનતા પાર્ટી દ્રારા તે જ દીશામાં દેશને ઝડપથી હંકારી રહી છે.

વીશ્વમાં, આમ બધાજ ધર્મોનું સર્જન પંદરમી સદીના જ્ઞાન–વીજ્ઞાન અને ઔધ્યોગીક ક્રાંતીના યુગ પહેલાંનું છે. હીંદુ ધર્મ આશરે ચાર, પાંચ હજાર વર્ષ,  ખ્રીસ્તી ધર્મ આશરે એકવીસો વર્ષ અને ઇસ્લામ ધર્મ આશરે ચૌદસો વર્ષ પહેલાં વાસ્તવીક રીતે પોતાના ભૌગોલીક વીસ્તારમાં અસ્તીત્વમાં આવ્યા છે. તેથી તાર્કીક રીતે એમપણ  સાબીત થાય છે કે આ બધા ધર્મોનું અને તેમના સર્જકો જેવા કે રામ,કૃષ્ણ, જીસસ, અને પયગંબર મહંમદ વગેરેનું આ સમય પહેલાં કોઇ અસ્તીત્વ ન હતું. પણ તેમના પહેલાં હીંદુસ્તાન, જેરૂસલામ કે મક્કા મદીનામાં માનવ સમાજોમાં લોકો પોતાના અરસપરસના નીયમોના બંધનોથી જીવતા તો હતા જ. બીજી એક અગત્યની વાત છે કે પંદરમી સદી પછી ઝડપથી વીકસતા જતા જ્ઞાન–વીજ્ઞાન યુગમાં નવા ઇશ્વરી ધર્મો અને તેના પયગંબરો જન્મ લેતા બંધ થઇ ગયા! જ્ઞાન–વીજ્ઞાને બધાજ ધર્મોના દૈવી ચમત્કારો અને ધાર્મીક સત્યોને વૈજ્ઞાનીક પુરાવોને આધારે પડકારીને બીલકુલ વાહીયાત સાબીત કરી દીધા છે. તે બધા બુઝાતા દીપકો છે. જે પોતાની વાટમાંથી તેલ બીલકુલ સુકાઇ જતા ડચકા ડચકા ખાતા અંતીમ ઝબકારા મારી રહ્યા છે. તે બધા ધર્મોને ટકી રહેવા માટેનો પ્રાણવાયુ તો જ્ઞાન–વીજ્ઞાને ક્યારનોય કાઢી લીધો છે. કદાચ આવતી ૨૨મી સદી પહેલાં જ બધા ધર્મોના એકબીજા સાથેના ધાર્મીક સંઘર્ષો  કેવા હતા તેવો પૌરાણીક વારસો સાચવવા મસ મોટા તેમના સંગ્રહસ્થાનો (મ્યુઝીયમ) ન બનાવવા પડે તો જ નવાઇની વાત ગણાશે!

છેલ્લે આપણે ઓલ ઇંડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડ, તલ્લાક માટે નીમાયેલ કાઝી– મોલવીની પંચાયત વગેરેને અથવા પોતાના ધર્મ સામે સુપ્રીમ કોર્ટમાં મુસ્લીમ સ્રીઓએ કરેલ પીટીશનને આધારે પોતાની ધાર્મીક ઓળખ(આઇડેનટીટી) ભયમાં મુકાઇ ગઇ છે તેવા ઉહાપોહ કરતા સૌ ને પુછી શકીએ ખરા કે ભારત જેવા ધર્મનીરપેક્ષ લોકશાહી દેશમાં , જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવા મુલ્યો સાથે પોતાના નાગરીકોના સર્વાંગી વીકાસ માટે સંઘર્ષ કરતા દેશમાં મુસ્લીમ સ્રીઓના સ્થાન અંગે અમને ફક્ત દસ લીટીઓમાં જણાવો.

 

 

 

 

 

 


--

તે રાષ્ટ્રીય વફાદારી પોકળ છે.


તે રાષ્ટ્રીય વફાદારી પોકળ છે.

સર્જીકલ સ્ટ્રાઇક પછી જાણે દેશમાં રાષ્ટ્રપ્રેમ તપાસવા માટે દેશભક્તો(!) સ્ટેથોસ્કોપ લઇને નીકળી પડયા છે. તેઓ મોટા પાયે રાજકીય સત્તા ટકાવી રાખવાની  સાપ–સીડી કે શતરંજના પ્યાદા ફેંકવાની રમત રમતા હોય તે રીતે દાવ પેચ રમવા માંડયા છે. સને ૨૦૧૪ના મે માસ પછી દેશનું રાજકીય સત્તાસુકાન જે હીંદુધાર્મીક ઉગ્રવાદીઓ પાસે આવેલ છે તે બધાને કેન્દ્ર અને જે તે રાજ્યોમાં સત્તા ટકાવવા પ્રજાના પાયા મુદ્દાઓ જેવાકે મોંઘવારી, બેરોજગારી, ગુણવત્તાવાળુ સારુ અને સસ્તુ શીક્ષણ, કૃષી ક્ષેત્રે પોષણક્ષમ ભાવ અને કીસાનોના આત્મહત્યાના સવાલો, ભ્રષ્ટાચાર મુક્ત સરકારી શાસન વગરે પ્રશ્નો ઉકેલવા નથી.

તે બધાને પોતાની સત્તા ટકાવી રાખવા અને જે રાજ્યોમાં રાજકીય સત્તા નથી ત્યાં મેળવવા માટે બે હથીયારો હાથ વગા છે. એક લઘુમતીઓ સામે યેનકેન પ્રકારે ધીક્કારનું વાતાવરણ ઉભું કરવાનું સતત ચાલુ રાખવું અને પછી હીંદુ મતોનું ધ્રુવીકરણ કરવું.એક આધારભુત માહીતી પ્રમાણે ફક્ત ઉત્તરપ્રદેશમાં સને ૨૦૧૪ પછી બીનશહેરી ક્ષેત્રોમાં કોમીદંગાની સંખ્યા આશરે ૧૦૦૦૦ થી વધારે હતી. બે, દેશમાં પાકીસ્તાન વીરોધી એવો મોહોલ ઉભો કરવો કે જેનો ચુંટણીમાં મતો મેળવવા ઉપયોગ થઇ શકે.

આ માટે તેમની પાસે એક નવું સાધન ' ફીલ્મ જગત' હાથમાં આવી ગયું છે. ભારતના ફીલ્મ ઉધ્યોગમાં કેટલીક ફીલ્મોના પ્રોડયુસરોએ નવીફીલ્મ શરૂ કરતાં કરેલ કરાર મુજબ જે તે ફીલ્મમાં પાકીસ્તાની ફીલ્મી કલાકારોની સેવા લેવાનું નક્કી કરેલું. તે મુજબ હવે ફીલ્મો પ્રોડયુસ થઇને રીલીઝ થવાનો સમય આવ્યો છે. બંને દેશના ફીલ્મી કલાકારોનો જે તે દેશની ફીલ્મ પ્રોડયુસ કરતી કુંપનીઓ પોતાની ફીલ્મોમાં વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છે. દેશની સરહદો પર થતી તંગદલી સાથે સાહીત્ય, કલા,અન્ય બૌધ્ધ્ક વીષય તજજ્ઞો,ફીલ્મી જગત અને વેપાર ધંધાનું આવું આદાનપ્રદાન વર્ષોથી નીયમીત ચાલુ છે. જેમાં બંને દેશના નાગરીકો તથા સરકારોને ગેરવ્યાજબી ક્યારેય લાગેલું નહી.

દેશના ફીલ્મ પ્રોડયુસરોએ  તાજેતરમાં ત્રણ ફીલ્મો જેવીકે એક ' એ દીલ હૈ મુશ્કીલ, બે, ડિયર જીંદગી, અને ત્રણ, રઇસ, પાકિસ્તાની ફીલ્મી કલાકારોના સહકારથી પ્રોડયુસ કરી છે. તેની સામે રાજ ઠાકરે અને મહારાષ્ટ નવનીર્માણ સેનાએ મુંબઇમાં પેલા ધર્માંધ લોકોના ફતવાની માફક હુકમ બહાર પાડયો કે અમારા 'રાષ્ટ્રવાદ' ના ખ્યાલ મુજબ અમે આ ફીલ્મો દેશમાં રીલીઝ નહી થવા દઇએ. કારણકે તેમાં પાકીસ્તાની કલાકારોએ રોલ ભજવ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યની દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રીની ભાજપ સરકાર પણ જેની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી છે તે ફીલ્મ પ્રોડયુસર્સોને રક્ષણ આપવાને બદલે આ કહેવાતી ક્ષુલ્લક દાદાગીરી બતાવતા 'બનાવટી રાષ્ટ્રવાદ'( ફેક નેશનાલીઝમ) સામે ઝુકી પડી.મુખ્યમંત્રીએ પેલા ફીલ્મના ઉત્પાદકોને રાજઠાકરેની ત્રણ શરતો માનવા મજબુર કર્યા. ત્રણ શરતો આ પ્રમાણેની હતી. એક,આર્મીના રીલીફ ફંડમાં રૂપીયા પાંચ કરોડ જમા કરાવવા. બે તેમની ફીલ્મ થીયેટરમાં શરૂ થાય તે પહેલાં શહીદોને શ્રધ્ધાંજલી આપવી પડશે.અને ત્રણ ભવીષ્યમાં કોઇ ફીલ્મ નીર્માતા કોઇ પાકીસ્તાની કલાકારને કામ નહીં આપે.

' એ દીલ હૈ મુશ્કીલ' ફીલ્મના પ્રોડયુસર કરણ જોહેર પોતાનીફીલ્મ પાછળ થયેલ ખર્ચને બચાવવા અને તાત્કાલીક રીલીઝ થવાની હોવાને કારણે ઉપર મુજબની શર્તો સ્વીકારવા મજબુર બન્યા. આવી રાષ્ટ્રપ્રેમના નામે દાદાગીરી કરનારા રાજ ઠાકરે અને એમ એન એસે તેમાં પોતાનો બહાદુર વીજય ગણ્યો.  ' આર્મી રીલીફ ફંડ'ના આયોજકોએ આવી રીતે બળજબરી અને કાયદો હાથમાં લઇને  દેશપ્રેમના નામે ઉઘરાવેલા નાણાં લેવાની ના પાડી દીધી.

વધુમાં જમીની હકીકત એ છે કે તમે જવાનોના નામે દેશના ફીલ્મ ઉધ્યોગને બાનમાં લઇને શીક્ષા કરી શકો નહી. દાદાગીરીથી આર્મી રીલીફ ફંડમાં નાણાં ભેગા કરી શકો નહી. આવી રીતે નાણાં વસુલ કરાવનાર, આપનાર, લેનાર ત્રણમાંથી કોઇની આબરૂ વધતી નથી. આ ફાલતું રાજકારણના ખેલાડીઓ ભારતની પ્રજાને મનમાં એવું ઠસાવવા માંગે છે કે જાણે દેશ પાકીસ્તાનના ત્રાસવાદના સામે નહી પણ તે પાકીસ્તાનના ફીલ્મ ઉધ્યોગ અને કલાકારો સામે યુધ્ધે ચડેલો હોય! આ તો ત્રાસવાદ સામેની લડાઇનું બેહુદુ અને બીલકુલ વીકૃત સ્વરૂપ છે. જેવી રીતે લશ્કરને કારણ વીનાનું 'સર્જીકલ સ્ટ્રાઇક'ના મુદ્દે 'સસ્તુ રાજકારણ' ગમતું નથી જે ખેલવામાં દેશના ખુદ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી ભાગીદાર છે. તેવી જ રીતે તેજ કારણસર દેશના હજારો લોકોને રોજીરોટી આપતા અને વૈશ્વીક કક્ષાએ નામાંકીત બનેલા બોલીવુડ ફીલ્મ ઉધ્યોગને રાષ્ટ્રવાદના નામે બાનમાં લેવાનું યોગ્ય દેખાતું નથી. આમાં તો દેશના નાગરીકોને લશ્કરનો રાષ્ટ્રવાદ( નેશનાલીઝમ)અને તેની ધર્મનીરપેક્ષતામાં નીષ્ઠા( સેક્યુલીરીઝમ) ટોચના રાજકીય નેતાઓના તકવાદી રાજકીય ઉચ્ચારણો કરતાં વધારે પરીપક્વ, આત્મવીશ્વાસી અને વાસ્તવીક સ્પષ્ટ અનુભવાય છે.

પાકીસ્તાની ફીલ્મી કલાકારોના ભારતીય ફીલ્મ ઉધ્યોગના રોલ માટે આટલો બધો બીનજરૂરી ઉહાપોહ થાય છે. તેની સામે પાકીસ્તાન સાથેના આપણો આયાત–નીકાસનો વેપાર, સરહદપરના આંતકી ચીંતાજનક પરીસ્થીતી સાથે પણ છેલ્લા એક દાયકામાં સતત બીનરોકટોક કેટલો વધ્યો છે તે જોઇએ. છેલ્લા બાર વર્ષોમાં આઠ ગણો વધ્યો છે, ૩૪૫૦ કરોડ થી વધીને ૨૭૬૦૦ કરોડ તે પણ ડોલરમાં રૂપીયાના ચલણમાં નહી. તેમાં ભારતની નીકાસ પાકીસ્તાની આયાત કરાતાં પાંચ ગણી વધારે છે. ભારત પાકીસ્તાન પાસેથી અબજો ડોલર કમાય છે જેમાંથી દેશના ઉધ્યોગો લાખો લોકોને રોજગારી તે પણ નીયમીત પુરી પાડે છે.

રાજઠાકરે, મહારાષ્ટ્ર નવનીર્માણ સમીતી, વડાપ્રધાન અને પારીકર વગેરે અને સંયુક્ત આર એસએસની રેન્ક એન્ડ ફાઇલને પુછો તો ખરા કે ભારતની તરફેણના પાકીસ્તાની વેપાર ઉધ્યોગને બંધ કરાવીને ક્યારે તેમાંથી રોટલો કમાતા કર્મચારીઓને બેકાર બનાવીને  દેશની તમારા જેવી રાષ્ટ્રીય વફાદારીના બ્યુગલ બજાવવાના નવા ઉધ્યોગમાં રોજી આપવા સામેલ કરો છો? આ રાજકારણીઓએ પોતાનો ધંધો ખરેખર  દેશના યુવાનો પાસેથી વીકસેલા ધંધાઓ અને નોકરીઓ તેમના તઘલઘી તુક્કાથી છોડાવીને બેકાર બનાવાનો તો નથી ને? તદ્ઉપરાંત ફીલ્મ ઉધ્યોગ સામેના ગતકડાં ટોચના રાજકારણીઓને શોભતા નથી. દેશના ફીલ્મ ઉધ્યોગ અને પાકીસ્તાની કલાકારોને શીક્ષા કરવાનું બંધ કરો. તે બધાના ઉધ્યોગોને નુકશાન કરવાનું બંધ કરીને મદદ કરો. તમારી આર્થીક નીતીઓને કારણે વધતા દેશના 'જીડીપી'ના વીકાસના ગુણગાન ન ગાશો. કારણકે તેનાથી કોઇ નવી રોજગારીની તકો( ઇટ ઇઝ એ જોબલેસ ગ્રોથ) દેશમાં પેદા થતીજ નથી. તમારા બેફામ ઉચ્ચારણોથી તમે આ દેશને કઇ દીશામાં લઇ જવા માંગો છો? આ બધા માંથી સમય હોય તો શાંતીથી વીચારજો! તે અંગે અમારી નવા વર્ષની શુભેચ્છા છે.

--

Thursday, October 20, 2016

દેશના આ વીકાસ મોડલમાં મહામંદી ક્યારે આવશે?

દેશના આ વીકાસ મોડલમાં મહામંદી ક્યારે આવશે?

ધાર્મિક સર્વિસ આપતી ઈ-કોમર્સ કંપનીઓ માટે દિવાળી ધમાકેદાર રહેશે

શિલ્પા એલિઝાબેથ
ચેન્નાઈ:તહેવારની સિઝનમાં પૂજારીઓ, પ્રસાદ અને બીજી ધાર્મિક-આધ્યાત્મિક ચીજોની ભારે માંગ જોવા મળી છે. પરંપરા અને ટેકનોલોજી પર આધારિત શહેરી તહેવારોમાં હવે ઘણી બધી કામગીરી ઓનલાઇન થવા લાગી છે અને તેના કારણે ધાર્મિક તથા આધ્યાત્મિક જરૂરિયાતો સંતોષતી ઇકોમર્સ કંપનીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
ભારતમાં ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનું બજાર લગભગ બે લાખ કરોડ રૂપિયા (30 અબજ ડોલર)નું હોવાનું માનવામાં આવે છે. બે મહિનાની તહેવારોની સિઝનમાં જે માંગ જોવા મળે છે તે દર્શાવે છે કે જે ઉદ્યોગ સાહસિકો લોકોની નાડને પારખી શકે તે ધારી કમાણી કરી શકે છે.
ઓનલાઇન ધાર્મિક સર્વિસ પ્રોવાઈડર ઓનલાઇન પ્રસાદના સ્થાપક ગુંજન મોલે જણાવ્યું કે, નવરાત્રી અને દિવાળીના બે મહિના અમારા કુલ વેચાણમાં લગભગ 35થી 40 ટકા હિસ્સો ધરાવે છે. માસિક ધોરણે જોવામાં આવે તો વેચાણમાં આ બે મહિનામાં 100 ટકા સુધી ઉછાળો આવે છે.
તેમણે કહ્યું કે તેમની કંપનીની એવરેજ કાર્ટ સાઇઝ (ગ્રાહક દ્વારા સરેરાશ ખરીદી) 1500 રૂપિયાની હોય છે પરંતુ તહેવારોના દિવસોમાં તે વધીને રૂ.2500 સુધી પહોંચી જાય છે. સ્ટાર્ટઅપ એક ફ્લાઇંગ ટીમ તૈયાર રાખે છે જે મહત્ત્વના સ્થળો પર આવેલા મંદિરોની મુલાકાત લઇને પૂજામાં મદદ કરે છે તથા સ્થાનિક સ્તરે પણ જરૂરી સંસાધનો ભાડે રાખે છે.
તેઓ કહે છે કે એક દિવસમાં 30થી વધારે પૂજા કરવાની હોય તો અમારા રોલ પરના બે પૂજારીઓ આ કામ નહીં કરી શકે. તેથી અમારે આ મહિનાઓમાં થયેલા કોન્ટ્રાક્ટના આધારે વધારે સ્થાનિક મદદ મેળવવી પડે છે.
ઓનલાઇન પૂજા બુકિંગ સર્વિસ મુહુર્ત મઝા પર ભારતના આઠ શહેરોમાં 300 પૂજારીઓ નોંધાયેલા છે. વધતી માંગને પહોંચી વળવા માટે તે પંડિતોની સંખ્યા વધારીને બમણી કરવા માંગે છે. તેઓ કહે છે. અમે જ્યારે શરૂઆત કરી ત્યારે મહિનામાં 30થી 40 બુકિંગ મળતા હતા. હવે આ સંખ્યા વધીને બમણી થઈ ગઈ છે.
મુહુર્ત મઝાના સીઇઓ સુઘોષ સોવાલેએ જણાવ્યું કે, તહેવારની સિઝનમાં મહિને 300 થઈ 400 બુકિંગ થાય છે. બુકિંગ ઓનલાઇન થાય છે પરંતુ પંડિતો પૂજા કરીને ડાયરેક્ટ દક્ષિણા મેળવે છે જેથી પૂજાની મૂળ પ્રથા જળવાઈ રહે. તહેવારનો ટ્રેન્ડ દર્શાવે છે કે પરંપરાગત અને ધાર્મિક પ્રથામાં ઇનોવેશન અને ટેકનોલોજીનો ઝડપથી સ્વીકાર થઈ રહ્યો છે.
વાસ્તુ સર્વિસ પ્રોવાઈડર મહાવાસ્તુ ડોટ કોમના સ્થાપક ખુશદીપ બંસલે વધુ ૬૦ વાસ્તુ નિષ્ણાતોને ઉમેરવાનો નિર્ણય લીધો છે. તેઓ કહે છે કે લોકો હવે વાસ્તુ સેવાઓ માટે પાંચથી દશ લાખ સુધીની ચુકવણી કરે છે.

( સૌ. ઇકોનોમીક્સ ટાઇમ્સ ગુજરાતી પાનનં ૧૦ તા.૨૦ ઓકટોબર૨૦૧૬.)


--