Friday, August 11, 2017

ઉપયોગી બેવકુફ ભાગ–૨

મારા મત મુજબ આ બધા ઉપયોગી બેવકુફો શા માટે બેવકુફ રહેવાનું પસંદ કરે છે તેના ચાર કારણો છે.

એક–પોતાની બુધ્ધીથી ખોટી વાતને સુયોજીત રીતે સાચી છે તે રીતે સમજાવવી. ( Rationalisation)

આ ઉપયોગી બેવકુફો સારી રીતે સમજે છે કે જાહેરમાં મોદી અને તેની સત્તાને ટેકો આપવાથી તે બધાની આજદીન સુધીની જે જાહેર આબરૂ ને સ્વાભીમાન છે તે જોખમમાં મુકાશે. તે બધા સહેલાઇથી પોતાના મગજ બદલી શકે તેમ નથી. તેમને ખરેખર સત્યવાદી દેખાવું છે. તેથી મોદીની નીષ્ક્રીયતાને પોતાની બુધ્ધીના ઉપયોગથી સાચી ઠેરવવા પ્રયત્ન કરે છે. જયારે મોદી પોતાના ચુંટણી વચનો પ્રમાણે સુધારા લાવી શકતા નથી ત્યારે આ બધા ઉપયોગી બેવકુફો એમ લોકોને વીશ્વાસ અપાવે છે કે આવા બધા સુધારાતો ક્રમશ; જ થાય. જરૂરી પરીવર્તન તો ધીમેથી જ આવે.મોદીને હજુ રાજ ગાદી પર બેસવા તો દો. તેને શ્વાસ લેવાનો તો સમય આપવો જોઇએ ને! રાજકીય અર્થતંત્રને સમજવું કોઇ સરળ ચીજ નથી. તે વીષયતો ઘણો ગુંચવાડાથી ભરેલો છે. આવી બધી વાહીયાત દલીલો પેલા ઉપયોગી બેવકુફો કરતા જાય છે. ખરેખર આ માણસ સાચી દીશામાં પ્રયત્ન જ કરતો નથી. તે બધા હાજી હા કરનારા ભક્તો છે. જે નીતી કે કાર્યક્રમો જો જુની સરકારે બહાર પાડયા હોયતો ટીકા કરે તેવા બધી બાબતો જયારે મોદી તરફથી બોલાય છે ત્યારે તેં બીલકુલ મુંગામસ બની જાય છે. જયારે દેશમાં કોઇપણ સ્થળે દંગા ફસાદ,હુલ્લડકે હીંસા મુસ્લીમ, દલીત કે હવે ગાય નામે ફાટી નીકળે છે ત્યારે આ બધા એવી દલીલો રમતી મુકે છે કે આવું બધુ કરનારા તો છુટા છવાયા તત્વો છે, આ કોઇ સંગઠીત, યોજનપુર્વકના હુમલા નથી. મોદીઅને તેની સરકારમાં જે થાય તે બધુ યોગ્ય જ હોય!

બે– ગાજર બતાવતા રહેવું.( Two: The Carrot)

 મોદી સરકારમાં આવ્યા પછી રાજકીય ખૈરાતોના અર્થતંત્રની બોલબોલા ખુબજ મોટા પાયે વધી ગઇ છે. આમાં હું બીજેપીના આઇ ટી સેલના કર્મચારીઓની જે પેરોલ પર છે તેની રોજગારીની વાત કરતો નથી. તે બધી ખેરાતોને તો કાયદામુજબની બનાવી દેવામાં આવી છે. પણ હું તો એવી રાજકીય ખૈરાતોની વાત કરૂ છું જેવીકે રાજયસભાનું સભ્યપદ,પધ્મશ્રી એવોર્ડો, સરકારી સંસ્થાઓમાં મોટા આર્થીક વળતર સાથેના માનદ્ વેતન સાથેની નીમણુકો, સરકારી સાહસો (પીએસયુ)માં તગડા ભાડાભથ્થાસ સાથેના માનદ્ વેતનો,અને નીતી આયોગ જેવાના સભ્ય પદો. આ રાજકીય ખૈરાતોની યાદીનું લીસ્ટનો છેડો જ આવે તેમ નથી. મેં હમણાં એક મેગેઝીનનો, જે બીજેપીને ટેકો આપે છે તેનો લેટેસ્ટ અંક ખરીદયો છે. જેના અંકમાં મોટાભાગની જાહેરાતો સરકાર દ્રારા સંચાલીત જાહેર કુંપનીઓની જ છે. જે માસીકના તંત્રીઓ મુક્ત અર્થતંત્રના મુકત ગાનાં ગાય છે. ખરેખર તો તે પરોપજીવી છે જે કરદાતાના પૈસાથી અપાતી સરકારી જાહેરાતો પર જીવે છે.અને તે મેગેઝીનમાં  સરકારી સાહસો વીરૂધ્ધના વીચારોની જોરદાર રજુઆત કરે છે. કેવી વક્રોક્તી!!

મને ખબર છે કે છેલ્લા ઘણા દાયકાઓથી આવી સત્તાની લ્હાણી અગાઉની સરકારો આજ પ્રમાણે કરતી હતી. સારો રસ્તો તો નવી સરકાર પાસે  હતો કે તે બધી સત્તાની લ્હાણીઓ (a Patronage Economy) કાયમ માટે બંધ કરી દેવી.

ત્રણ સત્તાની ચાબુક.Three: The Stick

સરકાર ભયંકર કીન્નાખોરી કરે છે. અને તે ઘણા લાંબાસમય સુધી સત્તામાં રહે તેમ લાગે છે.તેની સામે બાથ ભીંડવાથી શું લેવાનું છે? આયોજન પંચને બદલે અસ્તીત્વમાં આવેલ નીતી આયોગમાં હું જે બે માણસોની નીમણુક કરવામાં આવેલી છે તેઓને હું ઓળખુ છું(પાનગરીયા સીવાય) તે.બંને મુક્ત બજાર ( free-market)ના ટેકેદાર છે. તે બંને મોદીની નીતીઓને ટેકો આપે તેવુ જાહેરમાં કહેવામાં આવ્યું. બંનેએ તેમ જ કર્યું. તે બંને જણે ખુશામતભર્યું કે પળશી કરવા જેવું  વર્તન(cringe) કર્યું છે. જે લોકો વર્તમાન સરકારમાં છે તેઓમાંના મીત્રૌએ મને જણાવ્યું છે કે આવા હુકમ સરકાર તરફથી દરેક ઉપયોગી બેવકુફોને આપી દેવામાં આવ્યાછે. મુગા રહેવાની છુટ આપવામાં આવી નહતી. એક સમયના આદરણીય અને સન્માનીય ગણાતા જગદીશ ભગવતી હવે તેઓને અનુભવાય છે કે તે સત્તાની કીલ્લેબંધીમાં ઉતરતી કક્ષાના બની ગયા છે. ( ભગવતીની વર્તમાન સ્થીતી માટે ઉપર જણાવેલા ત્રણ કારણોમાંથી ગમે તે એક જવાબદાર હશે.) તે કયું કારણ હશે તે બીલકુલ મહત્વનું નથી. સત્તામાટેની સરહદો પર ફરતા ઘણા બધા ઉપયોગી બેવકુફો હોય છે કે જેઓએ આવા દીવાસ્વપ્નોની પાછળ આખી જીંદગી પસાર કરી છે. હવે તે બધા સરકારી બૌધ્ધીકો છે. હવે કયા કારણોસર તેમને મળેલી સત્તાની મહેરબાની ગુમાવે? સત્ય અને સીધ્ધાંતો કઇ બલા છે. આગળ વધો, રાહ કોની જુઓ છો!

ચાર– સત્તા માટેની લાલસા– (Four: The Lust For Power)

આપણા જેવાઓ માટે સત્તા અને ખાસ કરીને રાજકીય સત્તા તો પ્રજાના કલ્યાણ કરવાનું એક સાધન છે,( the means to an end). જયારે બીજાઓ માટે તે સાધન અને ધ્યેય બંને છે. તમે જે બધું ખુરશી માટે કરો છો તે તો નર્યો દંભી ને ઉપરછલ્લો દેખાડો (a facade) માત્ર છે. છેલ્લા કેટલાક મહીનાઓમાં મારા જાણીતા એટલા બધા લોકોને મેં સત્તાની સમીપ કે નીકટ જોયા(transformed by proximity to power ) જેથી મને સખત આઘાત લાગ્યો ને ખુબજ દુ;ખ થયુ. આ ઉપયોગી બેવકુફોને ફક્ત પોતાના સ્વાર્થ સીવાય બીજુ કશું હોતું નથી; તેમના સીધ્ધાંતતો એટલે સગવડભર્યા સીધ્ધાંતો; આવા લોકો જ્યારે બધા સત્તાની નજીક આવે છે, ત્યારે સીધ્ધાંતો છોડી દે છે. જેમ તેમના સત્તાધીશ માલીક આવા ઉપયોગી બેવકુફોને તે બધાની જરૂરીયાત પુરી થતાં એક દીવસે છોડી દે છે.

મારા એક નજીકના મીત્રે કહ્યું કે " અમીત, દેશમાં મુડીવાદી અને જમીનદારી વર્ગે(economic  right )સામાજીક રીતે ધાર્મીક પ્રત્યાઘાતી પરીબળો (social right)સાથે ચોક્કસ હાથ મીલાવવા જોઇએ. તેથી અમે એક અજેય પરીબળ બની જઇશું." હું તે સાથે  બીલકુલ સંમત નથી. હવે કોઇ જમણેરી કે ડાબેરી નથી. તે ખ્યાલો બીનઉપયોગી બની ગયા છે. હું મુકત બજારના અર્થતંત્રવાળી વીચારસરણીનો ટેકેદાર છું. કારણકે હું વ્યક્તીગત સ્વતંત્રતાની અબાધીત તરફેણ કરનાર છું. આપણા દેશમાં સામાજીક જમણેરીનો ખ્યાલ અને પ્રવૃત્તીઓ વ્યક્તીગત સ્વતંત્રતાના વીચાર સાથે ક્યારેય સુસંગત હોઇ શકે નહી મુળભુતરીતે તેમના વીચારો અને ખ્યાલો ધર્માંધ,મતાંધ અને સ્રી પ્રત્યે દ્રેષભાવ રાખનારા હોય છે (bigots and misogynists). મેં મારા મીત્રને કહ્યુ કે ભાઇ! તું ખોટો છે. આવા પરીબળો  હવે અસરહીન  બનવા માંડયા છે. તે બધાને મહત્વ આપવાની જરૂર નથી.

એક સમાચાર મુજબ અરવીંદ પાનગારીયે 'નીતી આયોગના વાઇસ ચેરમેન તરીકે  રાજીનામુ સ્વદેશી જાગરણ મંચના દબાણને કારણે આપ્યું છે.' જેને કારણે તેની આબરૂને લીરેલીરા ઉડી ગયા છે. મોદી અને તેની ટોળકીએ તેઓનો ઉપયોગ કરીને જરૂરી મજબુત રાજકીય મુડી પેદા કરી લીધી છે. હવે આવા ઉપયોગી બેવકુફોની જરૂર નહી હોવાથી એક પછી એકને ફગાવી દેવામાં આવ્યા છે.

(and no longer need these Useful Idiots.) આ ઉપયોગી બેવકુફો પોતાના નીર્ણયોને વ્યાજબી ઠેરવવા ઉપજાવી કાઢેલું બૌધ્ધીક કારણ આપશે. સત્તા અને નાણાં જે પદવીસુચક વસ્રાભુષણથી મેળવ્યાં તેનો આનંદ ભોગવશે. અને અંતે સાવચેતી ભરી રીતે પેલા સુપ્રીમ લીડરની નજરથી દુર જતા રહેશે. આવા સંજોગોમાં માનવ સ્વભાવ પ્રમાણે સ્વ–ભ્રમણાના ગુણધર્મ મુજબ રાત્રે સરસ રીતે સુઇ પણ જશે. મને તો તેઓએ જે કાંઇપણ કર્યું તેનાથી દુ;ખ થયું છે. પણ તેનાથી વધારે તો મને આ દેશમાં જે બની રહ્યુ છે તેનાથી વધારે દુ;ખ થાય છે.(I feel sad for what they have done to themselves. But I feel sadder for what is happening to this country.)

 

 


--