Monday, August 14, 2017

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તીત્વોનું મુલ્યાંકન

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તીત્વોનું મુલ્યાંકન

– ઝોયઝ હસન (પ્રો જે એન યુ,) અને સી.એન. માર્થા. ( પ્રો. શીકાગો યુની. અમેરીકા) ભાવાનુવાદ–બીપીન શ્રોફ.

 મોદીની સૌથી મોટી નીતીવીષયક નીષ્ફળતા તેઓના ત્રણ વર્ષના શાસનકાળમાં હોય તો તે નોટબંધી અથવા ડીમોનીટાઇઝેશન છે. નોટબંધીએ જે સમગ્ર ભારતીય અર્થતંત્રને નુકશાન કર્યુ છે તે અમાપ છે.આ નીર્ણયથી મોદીએ લોકોને ચુંટણી દરમ્યાન આપેલા ઝડપી વીકાસ અને રોજગારીનો તકો પુરી પાડવાના વચનો ક્યારેય પાર પાડી શકશે નહી.

·                થોડાજ સમય પહેલાં ડૉનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની વચ્ચે જે મુલાકત થઇ હતી તેને થોભો અને રાહ જુઓની નીતી પ્રમાણે મુલ્યાંકન કરીએ. બંને નેતાઓમાં કઇ કઇ સમાનતાઓ છે અને કયા કયા વીરોધાભાસ છે તેને સમજીએ. બંનેને દેશોની પ્રજાએ પ્રચંડ લોકમતથી પોતાના મજબુત નેતાઓને ચુંટયા છે.રાજ્યશાસ્રના વીસ્તૃત અને આદર્શ અભ્યાસી તરીકે બંને દેશોના આ ટોપના નેતાઓના વ્યક્તીત્વનું મુલ્યાંકન કરીએ. બંને પોતાના જુદા જુદા વ્યક્તીત્વથી જે તે દેશની પ્રજામાં ખુબજ લોકપ્રસીધ્ધી ધરાવે છે. મોદીની મજબુત રાજકીય નેતા તરીકે છાપ ભવીષ્યમાં દેશની લોકશાહી પ્રથાને ક્યાં લઇ જશે અને કેવા પરીણામ લાવશે તે નક્કી કરવું કસમયનું છે. મોદી અને ટ્રમ્પ બંને જે તે દેશના લાંબા સમયથી રાજકીય ભદ્રવર્ગીય નેતાગીરી સામે પ્રજાના પ્રચંડ પ્રકોપને કારણે સરળતાથી ગાંડીતુર લોકપ્રીયતાની રચના કરીને સત્તાપર આવ્યા છે.ભ્રષ્ટાચાર,આંતરીક રીતે રાજકીય હુંસાતુસી અને લોકાભીમુખને બદલે લોકવીમુખ સરકારો જેવા તે બંનેની ચુટણી પ્રચારના મુખ્ય મુદ્દાઓ હતા. બંનેએ ચુંટણી પ્રચારોમાં વંચીતોના દુ;ખો દુર કરવા માટેની આશા વ્યવસ્થીત રીતે ઉભી કરી હતી.

ભારતમાં કેટલાય દસકાઓથી શીક્ષણ દ્રારા સમાન સશક્તીકરણ અને રોજગારી જેવા પાયાના મુદ્દાઓ એક પછી એક આવતી સરકારો ઉકેલવામાં બીલકુલ નીષ્ફળ નીવડી હતી. મોદીએ પોતાના ચુંટણી વચનોમાં ઝડપી આર્થિક વીકાસ અને પ્રતીવર્ષે સવાકરોડ જેટલી નવી રોજગારીની તકો ઉભી કરવાનાં વચનો આપ્યા હતા. બેમાંથી કોઇ વચનો મોદી શાસન કાળના ત્રણ વરસમાં પુરા થયા નથી. અને આગામી બે વર્ષમાં પુરા થાય તેવી કોઇ નીશાનીઓ અત્યારે તો મોદીના વહીવટમાં દેખાતી નથી. તેની નીષ્ફળ ગયેલી નોટબંધીની નીતીને કારણે પેલા વીકાસ અને રોજગારીના વચનોનું સંપુર્ણ બાષ્પીભવન થઇ ગયું છે.

    અમેરીકામાં નીચલા મધ્યમવર્ગના આવક વધવાના સ્રોત્રો બીલકુલ સ્થગીત થઇ ગયા છે. વ્યક્તીગત હેલ્થકેરની વ્યવસ્થા બીલકુલ તળીયે પહોંચી છે. ત્યાં રોજગારીનો આંક ૧૦૦% પહોંચ્યો છે.જેને ઇચ્છા હોય તે બધાને રોજગારી મળી રહે છે.પણ આ નીચલા મધ્યમગોરા વર્ગના યુવાનોની કુશળ અને આધુનીક વ્યવસાયીક તાલીમ નહીં હોવાને કારણે( Skilled personnel) તે બધા રોજગારીની હરીફાઇમાં પાછળ પડી જાય છે.આ ઉપરાંત યુનીર્વસીટી શીક્ષણ અતીખર્ચાળ બનતાં તેમના માબાપોના ગજાબહારનું બની ગયું છે. તે દેશના આ બધા પાયાના પ્રશ્નો હતા તેમ છતાં ટ્રમ્પ પોતાના ચુંટણી પ્રચારમાં તે પ્રશ્નોને બાજુએ મુકીને કુલ બહુમતી પ્રજામત મેળવવામાં હારી ગયા તેમ છતાં પરોક્ષ ઇલેકટ્રોકોલજ મતોમાં સરસાઇ મળતાં રાષ્ટ્રપ્રમુખ તરીકે ચુંટાઇ આવ્યા છે.જયારે મોદી પોતે અને પોતાના લોકસભાના પક્ષીય ઉમેદવારોને જવલંત મતે જીતાડવામાં પુરેપુરા સફળ થયા છે.

 

   ડોનાલ્ડ ટ્રમ્પનો ખુબજ જોશીલો વીરોધ બંને ડેમોક્રેટ અને તેના પોતાના પક્ષના કેટલાક સેનેટરો કર્યો હતો. તેથી અત્યાર સુધી ટ્રમ્પ કોઇ મહત્વના નીતી વીષયક ફેરફારો કરી શક્યા નથી.જ્યારે મોદી સામે તેના રાજકીય વીરોધપક્ષો વીકેન્દ્રીત અને અસંગઠીત છે.વધારામાં મોદીને તેના પક્ષનો કોઇ આંતરીક વીરોધ નથી. રાજકીય વીરોધીઓ મોદીને ગૌ–માંસ નામુદ્દે, લઘુમતી લોકોની બહુમતી ટોળા દ્રારા થતી હીંસા, ગૌ હત્યા, લવ જેહાદ, એન્ટી રોમીયો સ્કોવોડ વી મુદ્દાઓ પર યોગ્ય સંઘર્ષ કરી પ્રજામત કેળવવામાં નીષ્ફળ ગયા છે.તે બધા વીરોધી રાજકીય પક્ષોને એવો ભય છે કે તેવા વીરોધથી હીંદુ મતદારોની લાગણી ઘવાશે.અમેરીકાની સરખામણીમાં મોદીના ભગવા રાજકીય પ્રભુત્વ સામે આપણા દેશમાં તેની સામે ત્રણ વર્ષના શાસનકાળ પછી પણ મોટાપાયે રાજકીય વીરોધ સંગઠીત થઇ શક્યો નથી. ટ્રમ્પ અને મોદી બંને ઉદ્દામવાદી ઇસ્લામ સામે ખુબજ આકરૂ વલણ ધરાવે છે; તેવું તેમના તારીખ ૨૬મી જુને વોશીંગ્ટન મુકામે કરેલા સંયુક્ત નીવેદનથી પુરવાર થાય છે. બંને બોધ્ધીક વીરોધી અને પોતાની ટીકાઓ અને તેને કરનારા પ્રત્યે ખુબજ તીરસ્કાર અને નફ્ફ્ટ વલણ ધરાવે છે.(anti-intellectual and abhor criticism). બંનેએ પોતાના દેશના ઉધ્યોગ બેરોન (કોર્પોરેટ એલીટસ)ને છુટોદોર આપીને જુદી જુદી અનુકુળતાઓ કરી આપી દીધો છે.બીજી બાજુએ મોદીએ મતોનું એકતરફી ધ્રુવીકરણ થાય માટે અતી ઉગ્ર રાષ્ટ્રવાદી પ્રજામતને હાનીકારક રીતે સંગઠીત કરવા માંડયો છે. રાજકીય વીરોધીઓ જાણે રાતોરાત દેશ વીરોધી બની ગયા હોય તેવું વાયુમંડળ દેશમાં વ્યવસ્થીત કુપ્રચારથી સર્જન કરવામાં આવ્યું છે. સરકારની નીતીઓ,કાર્યો કે પરીણામોની કોઇપણ ટીકા કરે એટલે તે ટીકા કરનાર તરતજ દેશદ્રોહી બની જાય છે. બંને દેશના, આ બંને નેતાઓને ટીવી મીડીયા, પ્રેસ અને ન્યુઝપેપર પ્રત્યે સહેજ પણ માન કે ગૌરવ બીલકુલ નથી. બંને નેતાઓ સ્વપ્રસીધ્ધી માટે પોતાના તૈયાર કરેલ, ઇચ્છા મુજબની પોતાની પપુડી વગાડે તેવા સોસીઅલ મીડીયા અને ઇવેંટ મેનેજમેંટના ઉપયોગમાં રસ ધરાવે છે. ભરપેટ તે બધા સાધનોનો બેફામ ઉપયોગ કરે છે. અમેરીકાના ટીવી અને અન્ય મીડીયા સાધનોની સામે ભારતમાં મીડીયા મોદી સરકારનો હાથો બનીને સરકારી ઉગ્રરાષ્ટ્રવાદના રંગે રંગાઇને વીરોધપક્ષો સામે સરકારી તકેદાર (as watchdogs)ની ફરજ બજાવે છે.

    મોદી અને ટ્રમ્પ બંને ભીન્નપ્રકારના દ્રષ્ટાંતરૂપ લોકરંજક નેતાઓ છે.ટ્રમ્પ નેતા તરીકે સતત સ્વપ્રેમી ને આત્મશ્લાઘામાં(Narcissist) રચ્યાપચ્યા નેતા છે. જયારે નરેન્દ્ર મોદી પોતાની વીચારસરણીને વરેલા અસમાધાનકારી નેતા છે(Ideologue). ટ્રમ્પ એક ટેક્ષબુક ટાઇપનો સ્વપ્રેમમાં સતત ડુબેલો રહેતો નેતા છે. તેની બધી વાતો તેના પોતાના સ્વક્રેન્દી વ્યક્તીત્વની આસપાસ ગુંથાયેલી હોય છે. ફેસબુક પર તેની દરેક ટવીટ,પ્રવચનમાં તે જાહેર કરે છે કે તે કોણ છે, તેની પાસે શું છે, તે બધામાં સર્વોત્મ છે, તે જ શ્રૈષ્ઠ છે વગેરે વગેરે. ટ્રમ્પને બીજાઓ સાથે કામ કરવા– કરાવવાના આદાનપ્રદાનમાં કે બીજા સાથે પારસ્પરીક કર્તવ્યો નીભાવવામાં ખુબજ મુશ્કેલી પડે છે. તે એક ઉધ્યોગપતીની માફક 'હાયર અને ફાયર'માં માને છે. તે એક રાજકીય લોકનેતા નથી. તે વારંવાર ઉગ્ર, ક્રોધાવશ બની જાય છે. તે ચીડીયો બની જઇને ઘણીવાર બીભત્સ શબ્દો (petulant and vulgar words) બોલી નાંખે છે. ટ્રમ્પને લાગે કે તેના બરાબર વખાણ થયા નથી ત્યારે ગમે તેને અને કોઇનું પણ અપમાન કરી નાંખતાં સહેજ પણ વીચાર કરતો નથી. અત્યાર સુધીમાં ટ્રમ્પના આવા ચીડીયા સ્વભાવના બલી ન્યાયાધીશો, રાજકીય પક્ષોના નેતાઓ, જર્નાલીસ્ટો, સ્રીઓ,અને મીત્ર દેશોના વીશ્વાસપાત્ર નેતાઓ બન્યા છે. તેને સતત દરેક બાબતમાં માન્યતા મળે તેવી સીમાહીન તરસ છે. વાઇટ– હાઉસમાં નીતીઓ ઘડવામાં અને અમલ કરાવવામાંથી આવી તરસ તેની બુઝાતી નથી. પણ તેની આવી તરસ મતદારો તરફથી ચુંટણી સભામાં સતત મળતી તાલીયોથી બુઝાય છે. ટ્રમ્પની પાસે સેનેટ અને કોગ્રેસ બંને હાઉસમાં બહુમતી હોવા છતાં તે લગભગ કશું કરી શક્યા નથી. કારણકે તેની ખાટલે ખોડ બીજા સાથે લાંબા સમય સુધી જયાં સાચી નીતી પર નીર્ણય કરવાની જરૂરત છે ત્યાં એકાગ્રતાથી કામ કરી શકતાં આવડતું નથી. દરેક આત્મશ્લાઘાનો ભોગ બનેલા નેતા (narcissist)ની કોઇ નીતીઓ સ્થીર હોતી નથી. ટ્રમ્પને કાયમ માટે પોતાના વખાણ સાંભળવા જ ગમે છે. તે પોતાના કાર્યોની દીશા બેફામ રીતે બદલ્યા કરવામાં સરસ રીતે માહેર છે. તે નીચલા મધ્યમ વર્ગના ટેકાથી ચુંટાઇ આવ્યો છે પરંતુ તેના કાન હંમેશાં અમેરીકાના અતી સમૃધ્ધ પૈસાદારો શું બોલે છે તે સાંભળવા જ તૈયાર હોય છે. તે પોતાની સ્થીતીમાં અક્લ્પનીય રીતે ગુલાંટો(flip-flop unpredictably)મારી શકે છે. પોતાના ચુંટણીના એજન્ડામાં વારંવાર અમેરીકાના મતદારો સમક્ષ વચનો આપેલા કે તે અમેરીકન દુતાવાસ ઇઝરાઇલના જેરૂસલેમમાં શરૂ કરશે, ચીન સામે વેપાર યુધ્ધ શરૂ કરીને નાણાંકીય બેલેન્સ ઓફ પેમેંટ અમેરીકાની તરફેણમાં લાવી દેશે, તેવું જ વલણ તેનું કલાઇમેટ ચેંજ,અને ગે રાઇટસનામુદ્દાઓ પર આપેલાં  હતાં. જે હવે બીજી વાર કદાચ પ્રમુખ તરીકે ચુંટાય ત્યારે પાળી બતાવશે. હેલ્થ કેરના મુદ્દે તેની નીતીવીષયક અને નૈતીક સ્થીતી દરરોજ એટલી બધી બદલાયા કરે છે કે અમેરીકન કોંગ્રેસે તેને સાંભળવાનું જ બંધ કરી દીધું છે. આવુ તો ઘણું બધુ ટ્રમ્પ વીષે કહી શકાય તેમ છે. ટ્રમ્પ એક બાળક જેના મીત્રો અને દુશ્મનો કાયમી હોય તેમ વીશ્વના દેશોના સંબંધોને અંગત દ્રષ્ટીથી જુએ છે.  સાઉદી એરેબીયા સાથે તેની અંગત મીત્રતા  લાંબા સમયની હોવાને કારણે કતાર પર હુમલો કરીને પજવવાનું નક્કી કર્યુ છે. તેનું પરીણામ મધ્યપુર્વના અમેરીકન હીતોના સંદર્ભમાં લાંબાગાળામાં કેવા અને કેટલા ગુંચવાડા ભર્યા બનશે તેનો વીચાર લેશ માત્ર કર્યો નથી.

 તેની સામે નરેન્દ્ર મોદી ભારત માટે આ દસકાનો સૌથી શક્તીશાળી રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યો હોય તેમ દેખાય છે. તે એક રાજકારણી તરીકે ત્રણ મુદત સુધી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે હતા. મોદીની કારર્કીદીનો આધાર તેમની આર એસ એસની વીચારસરણી છે. જે વીચારસરણી સ્પષ્ટરીતે માને છે કે દેશમાં હીંદુ રાષ્ટ્ર હોવું જોઇએ અને તેમાં ખ્રીસ્તીઓ અને મુસલમાનોનું સ્થાન બીજાવર્ગના નાગરીકથી વધારે ન હોવું જોઇએ.સને ૨૦૦૨ના ગુજરાતના કોમી તોફાનોમાં મોદીનો જે રોલ હોય તે; પણ તે એક સજ્જન કે નોબલ માણસને ગૌરવ અપાવે તેવો ન હતો. તેથી અમેરીકન સ્ટેટ ડીપાર્ટમેંટે તેઓને વીઝા નહી આપવા માટે જે કારણ આપ્યું હતું કે મોદી ધાર્મીક ભેદભાવને(to deny him a visa for religious discrimination) ટેકો આપે છે તે યોગ્ય હતું. તેમ છતાં તે ભારતીયોને સમજાવી શક્યા કે છેલ્લા છ દાયકાઓથી દેશનો વીકાસ જ નથી થયો. જો મતદારો તેઓને ચુંટશે તો તે દેશનો આર્થીક વીકાસ કરશે. તેઓ નીચલા મધ્યમ વર્ગને ટ્રમ્પની માફક તે વર્ગનો મસીહા હોય તેમ મત મેળવવામાં આકર્ષી શક્યો. ભલે મોદીની નોટબંધીની નીતીએ દેશના સૌથી મોટા સામાજીક વર્ગને નુકશાન કર્યુ હોય તો તે આ નીચલા મધ્યમ વર્ગને કર્યુ છે. સામી બાજુએ દેશનો મધ્યમ વર્ગ મોદીને એવા નેતા તરીકે સ્વીકારે છે કે જે તેમની ભાષા બોલે છે અને તે બધા જેવું વીચારે છે તેવું જ મોદી વીચારે છે. તેમના મત પ્રમાણે મોદી સરકાર 'હીદું હીત' માટે કામ કરે છે. મોદીનો આર એસ એસ સાથે લાંબા સમયથી જે 'નાભી–નાળ'  સંબંધ છે તેને કારણે શીસ્તબધ્ધ અને આયોજનપુર્વક કામ કરનાર માણસ છે. તેઓની પાસે  હીંદું રાષ્ટ્રના નીર્માણ માટે જરૂરી ધીરજ અને ચોક્કસ ધ્યેયને સમર્પીત લાંબાગાળાનું આયોજન છે. તેઓને હલકી ખુશામત ગમે છે પણ પેલા ટ્રમ્પની માફક મોદી આત્મશ્લાઘામાં (but not in the manner of the narcissist:)) રાચતા નથી.મોદી ક્યારેય પોતાની આર એસ એસની વૈચારીક પ્રતીબધ્ધતાથી દુર જતા નથી કે તે વીચારસરણી બાજુપર મુકીને ક્યારેય કામ કરતા નથી. તે પવનની દીશા પ્રમાણે પોતાનું નાવ હંકારનાર માણસ નથી. ભારત એક દેશ તરીકે મજબુત હીદું રાષ્ટ્ર બને તે માટે દેશમાં મુળભુત પરીવર્તન લાવવા કામ કરી રહ્યા છે.( working for a radical transformation of India so that it becomes a strong Hindu nation). આવું પાયાનું પરીવર્તન લાવવા માટે ધીક્કાર અને બદલાની ભાવાનાવાળુ હીંસક વાતાવરણ મન મુકીને દેશમાં પેદા થાય તે પ્રાપ્ત કરવા કોશીશ કરવામા આવી રહી છે. તે માટેનો છુટો દોર આપી દેવામાં આવ્યો છે.( A permissive climate of hate and retributive violence has been cultivated to achieve this.) હીદુંબહુમતી ફક્ત ચુંટણી પુર્તી મુસ્લીમ સામે પડીને અટકી જાય તેવી વ્યુહ રચના બીલકુલ નથી. ખરી હકીકત તો એ છે કે દરેક ચુંટણીના પરીણામ પછી મુસ્લીમો સામે ધીકકાર અને બદલાની ભાવનાનું વાતાવરણ ક્રમશ: વધતું ગયું છે. પહેલાં ગૌ–વધ હવે બફેલોના માંસના નીકાસ વેપાર વીરૂધ્ધ હીદું મતોનું મોટા પાયે ધ્રુવીકરણ થઇ રહ્યું છે. અમેરીકાના સ્વપ્રેમમાં રાચતા ડોનાલ્ડ ટ્રમ્પ અને શક્તીશાળી હીદુરાષ્ટ્ર બનાવવાની આર એસ એસ વીચાસરણીને પ્રતીબધ્ધતાથી સમર્પીત નરેન્દ્ર મોદી બંને લોકશાહી રાજ્ય અને સમાજ વ્યવસ્થા માટે જોખમરૂપ સાબીત થવાના છે.( Both the narcissist and the ideologue pose threats to democracy.).

 

 

 

ટ્રમ્પનો ભય વીશ્વ માટે એ છે કે તે તેના તરંગો, તુક્કાઓ અને મુર્ખામીભર્યા નીર્ણયોમાંથી કોઇ મોટી વેશ્વીક કટોકટી પેદા કરે! પોતાના દેશમાં તે પોતાની નીતીઓ અને વર્તનોથી મુક્તપ્રેસ અને વ્યક્તીગત અભીવ્યક્તીના અધીકારો પર હુમલા કરે. જ્યારે અમેરીકા જેવા દેશ માટે આંતરીક પ્રશ્નો ઉકેલવા માટે કંઇજ ન કરીને દેશને અંધાધુધીમાં ધકેલી દે. પરંતુ ટ્રમ્પની નીતીઓની પસંદગીમાં કાંઇજ ન કરવાનું હોય તો તે અમેરીકા માટે પ્રમાણમાં આશીર્વાદરૂપ બની રહેશે. (But, given Trump's policy preferences, getting nothing done is probably good for America.)

બીજી બાજુએ લોકશાહી માળખામાંથી જ ચુંટણીની પ્રક્રીયામાં એવી પક્ષીય સત્તાકીય શતરંજના પ્યાદાઓની ગોઠવણ લાંબાગાળાની કરતા જવું કે જેનાથી મોદી પેલા શકતીશાળી હીદું રાષ્ટ્રની સ્થાપનાનો માર્ગે કુદકે ને ભુસકે આગળ વધતો જઇને આધુનીક ધર્મનીરપેક્ષ રાજ્યને જ તોડી પાડે. આની સાથે સાથે સામાજીક ચીંતામાં વધારો કરે તેવી બાબત એ છે કે મોદીએ સમજપુર્વક પોતાની વ્યક્તી પુજા આધારીત વ્યક્તીત્વ બની રહે તેવા પરીબળોને પહેલીથી જ પ્રોત્સાહીત કર્યા છે.વ્યક્તીપુજાનું ઉત્તેજન સમજપુર્વક વીકસાવવામાં આવ્યું છે. આને કારણે એકહથ્થુસત્તાના વીકાસ માટેનું યોગ્ય બીબું તૈયાર થવા માંડયું છે. ખરેખરતો તે  થઇ જ ગયું છે.તેના પરીણામ સ્વરૂપે બહુમતી હીદુંવાદે લોકશાહીના મુળભુત મુલ્યો જેવાકે દરેક નાગરીક તેની જ્ઞાતી,જાતી, ધર્મ કે લીંગ વગેરેના તફાવત સીવાય સમાન અધીકારો ધરાવે છે તે બંધારણીય અધીકાર પર જ કઠુરાઘાત કરેલ છે.

લેખકો– ( Hasan is Professor Emerita, Jawaharlal Nehru University and Nussbaum is Ernest Fruend Distinguished Service Professor of Law and Ethics at the University of Chicago. )

 


--