Saturday, August 19, 2017

પ્રાચીન ભારતમાં વીજ્ઞાન– દંતકથા અને સત્ય કથા. પ્રકરણ–૭ ઉપસંહાર

પ્રાચીન ભારતમાં વીજ્ઞાન– દંતકથા અને સત્ય કથા. પ્રકરણ–૭

                                ઉપસંહાર

પ્રાચીન ભારતમાં વીજ્ઞાન અને ટૅકનૉલૉજીનો નોંધપાત્ર વીકાસ થયો હતો. પણ ઇ.સ.પુર્વે છઠ્ઠી સદીથી ઇ.સ. દસમી સદી સુધીનો આશરે ૧૬૦૦ વર્ષનો સમય ગાળો આ ક્ષેત્ર માટે સુવર્ણકાળ હતો. આ ગાળામાં ભારતે વીજ્ઞાન અને ટૅકનૉલૉજીના ક્ષેત્રમાં ઘણી સીધ્ધીઓ મેળવી હતી.અને વીશ્વને શાશ્વત કાળ માટે ઉપયોગી જ્ઞાનની ભેટ ધરી હતી. તેનું આપણને ગૌરવ છે. પણ આ સમયગાળો વૈદીકયુગ ન હતો. આપણે એ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ કે  ભારતીય સમાજની રૂઢીચુસ્ત જ્ઞાતીપ્રથાના કારણે,અવ્યવાહીરીક રીતીરીવાજોને કારણે તથા વેદાંત ફીલોસોફીનો પુનરોધ્ધાર થવાથી ભારતમાં વીજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાની ભવ્ય પરંપરા વીસરાઇ ગઇ. જે ઇ.સ. બારમી સદી પછી લગભગ મૃતપ્રાય; બની.

પ્રાચીન ભારતમાં વીજ્ઞાનની પ્રગતી વીશે અત્યારે જાતભાતના દાવા થઇ રહ્યા છે.. જેમ કે પ્રાચીન રૂષીમુનીઓએ એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં જઇ શકાય તેવાં વીમાન બનાવ્યાં હતાં. માનવશરીર પર હાથીના માથાનું પ્રત્યારોપણ કરયું હતું. કર્ણનો જન્મ ટેસ્ટટયુબ પધ્ધતીથી થયો હતો વગેરે. આ પ્રકારના દાવા  વીજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતીયોને વીજ્ઞાનના ક્ષેત્રે હાસ્યાપદ બનાવે છે. અને તેનાથી ભારતે મેળવેલી સીધ્ધીઓનું મહત્વ ઘટાડે છે.સંતુલીત માનસીકતા અને યોગ્ય સમજણ ધરાવતી કોઇપણ વ્યક્તીએ ભારતીય વીજ્ઞાન–અને ટેકનોલોજીની વાસ્તવીક પ્રગતી વીશે જાગૃતી લાવવી જોઇએ. અને કાલ્પનીક મનઘડંત દાવાઓ અને જુઠ્ઠાણાંનો પર્દાફાશ કરવો જોઇએ.

કેટલાંક જુથ ભારતના ઇતીહાસ સાથે ચેડા કરી રહ્યાં છે. ઘણા પ્રસીધ્ધ બૌધ્ધીકો, વૈજ્ઞાનીકો તથા ઇતીહાસકારોએ ભારતના ઇતીહાસને ખોટી રીતે પ્રસ્તુત કરવાના આ પ્રકારના પ્રયોગોને જાહેરમાં વખોડી નાંખ્યા છે. જવાહરલાલ નહેરૂ યુનીવર્સીટીમાં ત્રણ દીવસનું પ્લેટીનમ જ્યુબીલી સત્ર યોજાયું હતું. જેમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને ભારતીય રાષ્ટ્રીય કૉગ્રેસે ' ઇતીહાસ ને બચાવવા અને વીજ્ઞાન–ટેકનોલોજીમાં ભારતીયોના પ્રદાનનું સંરક્ષણ' કરવા અપીલ કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કૉગ્રેસના ઠરાવમાં કહેવાયું હતું કે , 'કમનસીબ બાબત એ છે કે આપણા દેશાના વડાપ્રધાન પણ સુચવે છે કે ભારતીય રૂષી મુનીઓ સદીઓ અગાઉ પ્લાસ્ટીક સર્જરીની પધ્ધતી જાણતા હતા. તેના પગલે અત્યારે એવી માન્યતા પ્રર્વતે છે કે હવે પાઠયપુસ્તકો  ફરી લખવામાં આવશે. જેથી આપ્રકારનો ગેરમાર્ગે દોરતો ઇતીહાસ શાળાઓમાં વીધ્યાર્થીઓને ભણાવી શકાય. હકીકતમાં રાજકીય સંસ્થાઓના તમામ સભ્યોએ સુસ્થાપીત ઐતિહાસીક હકીકતોથી વીપરીત નીવેદનો ન કરવા જોઇએ. તેમણે સમજવું જોઇએ કે આ પ્રકારનાં બેજવાબદાર કે પાયાવીહોણાં નીવેદનોથી આપણા દેશની છાપ ખરડાય છે.

કેલીફોર્નીયામાં સ્થીત નાસાના એમ્સ રીચર્સ સેન્ટરના વૈજ્ઞાનીક ડૉ. રામપ્રસાદ ગાંધીરામે  ઓનલાઇન અરજીમાં કહ્યું હતું કે  ' આપણા વૈજ્ઞાનીઓના સમુદાયે પ્રભાવશાળી રાજકીય પક્ષોના પીઠબળ સાથે  વિજ્ઞાનમાં અને વિજ્ઞાનના નામે પાયા વિહોણા –કાલ્પનીક ઇતીહાસની ઘુસણખોરી વીશે ગંભીરતાપુર્વક વીચારવું જોઇએ આપ્રકારના મુદ્દાઓની ચર્ચા કરવા રાજકીય સંસ્થાઓને મંચ આપવો એ વ્યવસ્થીત આક્રમણ કરતાં વધારે ખરાબ સ્થીતી છે. તાજેતરમાં રાજકીયરીતે  શક્તીશાળી પ્રચારકો સ્વયંભુ વૈજ્ઞાનીકો બની બેઠા છે. અને ભુતકાળની ભવ્યતાને  આરોપીત કરવા જાતજાતના મનઘડંત દાવા કરી રહ્યા છે. એ માટે વ્યવસ્થીત પ્રચાર અભીયાન શરૂ કરવામાં આવ્યું છે. જો આપણે નીષ્ક્રીય રહીશું તો  આપણે વીજ્ઞાનની સાથે આપણાં બાળકોને પણ અન્યાય કરીશું. તેમને ગેરમાર્ગે દોરીશું અને તેમની સાથે વીશ્વાસઘાત કરીશું.

હૈદરાબાદસ્થીત સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીકયુલર બાયોલોજીના સ્થાપક ડીરેક્ટર અને સધન રીજનલ સેન્ટર ઓફ કાઉન્સીલ ફોર સોસીયલ ડેવલપમેન્ટના ચેરેમન, પ્રસીધ્ધ વીજ્ઞાનીક પુષ્પ એમ ભાર્ગવે ટીપ્પણી કરી છે કે ભારતમાં છેલ્લા ૮૫ વર્ષમાં કોઇ નૉબલ પ્રાઇઝ વીજેતા વૈજ્ઞાનીક પેદા કરી શક્યું નથી, તેના માટે  મુખ્યત્વે દેશમાં યોગ્ય વૈજ્ઞાનીક વાતાવરણનો અભાવ કારણભુત છે.

ધ બ્રેક થ્રુ સાયન્સ સોસાયટી, કોલકત્તા, વીજ્ઞાનની દુનીયામાં ભારતના વાસ્તવીક પ્રદાન અંગે જાગૃતી આણવાની અને અંધશ્રધ્ધા–ધર્માંધતા પ્રેરતા વાતવરણનો પ્રતીકાર કરવાની અપીલ કરે છે.

    


--