Friday, August 11, 2017

Beware of Useful idiots- Part-1.

ઉપયોગી બેવકુફોથી સાવધાન રહો! ભાગ–૧–અમીત વર્મા.

(Beware of the Useful Idiots)

 

https://www.thinkpragati.com/wp-content/uploads/2017/03/IMG_2149-128x128.jpg

 ૨૦૧૪ની લોકસભાનીચુંટણી સમયે અને ત્યાર પછી, દેશના જે બૌધ્ધીકોએ નરેન્દ્ર મોદીને ટેકો આપેલો તે બધાને હવે તેમની ભુલ સમજાતી હશે. ઘણા બધાને હજુ પણ પોતાની ભુલ નહી સમજાતી  હોય. કેમ?  તેના કારણો આ પ્રમાણે છે.

 આશરે એક સદી પહેલાં રશીયન ક્રાંતીના અગ્રેસર લેનીને 'ઉપયોગી બેવકુફ''Useful Idiots.' વીશેષણનો ઉપયોગ કર્યો હતો. આ વીશેષણને તેવા બૌધ્ધીકો અને દેશના પ્રતીષ્ઠીત લોકો માટે વાપર્યો હતો જે બધાએ લેનીનની સામ્યવાદી ચળવળમાં જોડાઇને તે ચળવળને ગૌરવ અપાવ્યુ હતું. પણ રશીયન ક્રાંતીના વાહકોના આંતરીક સક્રીય જુથમાં 'ઉપયોગી બેવકુફો'નો કોઇ માન મરતબો કે મહત્વ ન હતું. વીકીપીડીયામાં આ 'ઉપયોગી બેવકુફ' તેને કહેવાય છે જે આવેલ પરીવર્તનની કોઇ એક બાજુને ટેકો આપે છે.જયારે પરીવર્તનના વાહકો આ બધા ઉપયોગી બેવકુફોનો પોતાની ચળવળની મુજબુતાઇ માટે ચાલાકીપુર્વકનો ઉપયોગ કરે છે અને ખરેખર આવા લોકોને તે બધા સખત રીતે ધીક્કારે છે. આ ઉપયોગી બેવકુફોને તે પણ ખબર નથી હોતી કે આ પરીવર્તનની વીચારધારા કઇ છે અને તે દેશને કઇ દીશામાં લઇ જવા માંગે છે.આવા ઉપયોગી બેવકુફોની જરૂરીયાત સમય જતાં નહી રહેતાં તે બધાને લેનીન અને સ્ટાલીને સાઇબીરીયાની જેલોમાં ( many were sent to the Gulag once their utility diminished) ધકેલી દીધા હતા.વીશ્વના ઘણા સરમુખ્તયાર જેવા કે હીટલર, માઓત્સેતુંગ, ચેવાઝ. વી એ પોતાની અનુકુળતા પ્રમાણે ઉપયોગ કરીને તે બધાને ફગાવી દીધા હતા. તમે આ લેખ વાંચનાર તરીકે સને ૨૦૧૭માં ભારતમાં રહેતા હશો તો તમને પણ ખબર પડશે કે અહીંયાપણ ઉપયોગી બેવકુફો વસે છે.

 હું તમારી પાસે ચોખવટ કરી લેવા માંગું છું કે આ લેખમાં જેના નામોનો ઉલ્લેખ કર્યો છે તે ઉપયોગી બેવકુકો નથી. મેં ઉપયોગી બેવકુફનું વીશેષણ ઉપર જે રીતે તેને તમારી સમક્ષ ઓળખાવ્યું છે તે પ્રમાણે ઉપયોગ કરીશ. મારા મનમાં કેટલાક ઉપયોગી બેવકુફોનો જે વીચાર આવે છે તે એવા છે કે જેઓએ ઉપયોગી બેવકુફની કળાસરસ રીતે હસ્તગત કરેલી છે. તેમાંના કેટલાક તો એવા છે જેઓએ પોતાના જ્ઞાનના ક્ષેત્રોમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેબધાની વર્તણુકો માર્મીક, ભેદી અને દુ;ખદ છે. કેટલાકને તો હું તેમની સીધ્ધીઓ માટે ચાહુ છું, વખાણ કરૂ છું. ઘણા બધાની તો પોતાના ક્ષેત્રોમાં એવી સીધ્ધીઓ છે કે તેમાં મારુ સ્થાન તેમના પગના જુતા બરાબર કે નગણ્ય છે.

નાટકનો પ્રથમ ભાગ–

 અચ્છે દીન આનેવાલે હૈ! માટેની તીવ્રઆતુરતા કે સતત ઝંખના–(Act 1: The Longing for Better Days )

જયારે નરેન્દ્ર મોદીએ કહ્યુ કે અચ્છેદીન આનેવાલે હૈ ત્યારે લોકોમાં તે વાતનો જબ્બર પડઘો પડયો હતો. તેનો લોકસભાની ચુંટણીમાં મોદીની તરફેણમાં લોકોએ પ્રતીસાદ પણ આપ્યો હતો. અહીયાં કેટલીક હકીકતો એવી રીતે મુકવામાં આવી છે કે જે લોકોને વ્યાજબી લાગે.દા;ત છેલ્લા છ દાયકાથી દેશ, કોંગ્રેસની સત્તા હેઠળ બરબાદ થયેલ છે. નહેરૂ આમ મોટાગજના નેતા હતા પણ તેઓની આર્થીક નીતીઓ અને ઇંદીરા ગાંધીની ગરીબી હઠાવોના કાર્યક્રમો હેઠળ દેશની પ્રજા ખરેખર દસકાઓ સુધી ગરીબ જ રહી છે.

લાયસન્સ પરમીટ રાજય ખરેખર માફીયા,ચોરઅને ભ્રષ્ટાચારીઓનું જ રાજય હતું,( (we were ruled by a kleptocracy). તે રાજય પ્રજાહીતાર્થે કામ કરનારા નેતાઓનું રાજય ન હતું. સને ૧૯૯૧માં પરદેશી હુંડીયામણની કટોકટી ઉભી થતાં મજબુરીથી કોંગ્રેસી રાજયકર્તાઓએ ઉદારીકરણની આર્થીક નીતીઓ અમલમાં મુકવી પડી હતી. તેને કારણે થોડી રાહત રહી. પણ હજુ ઘણાબધા આર્થીક સુધારા કરવાના બાકી રહ્યા છે. વર્તમાન સરકારની નવા સુધારા કરવાની કોઇ દાનત લાગતી નથી.સરકારે અમને ચુસીને એવા ઢીલા ઢસ બનાવી દીધા છે કે જાણે મરવાના વાંકે જીવનારા પરોપજીવી બની ગયા છે.

કઇ લાખો નીરાશામાં કોઇ એક આશા છુપાઇ હોય તેમ લોકસભાના બીજેપીના વડાપ્રધાન ઉમેદવાર મોદીની લલચાવનારી વાક્છટા જે બીલકુલ પ્રમાણીક ન હતી (It was easy to be seduced) તેની પ્રજા ભોગ બની. ' મીનીમમ ગવર્નમેંટ અને મેક્ષ્સીમમ ગવર્નન્સ' સરકારની ઓછામાં ઓછી દખલગીરી સાથે મહત્તમ સરકારી વહીવટ. આવા સુત્રોમાં બૌધ્ધીકતા અને તર્કનીષ્ઠાપર આધારીત કશું નથી હોતું. તેને આધારે કશું અમલમાં મુકવા જેવી પ્રતીબધ્ધતા પણ સુત્રો આપનારા પાસે હોતી નથી.પણ ગુજરાતના સને ૨૦૦૨ના દંગા–હુલ્લડો સામે મોદીને ક્લીન ચીટ એટલા માટે આપવાની હતી કે ઉદારમતવાદના સીધ્ધાંત પ્રમાણે જયાંસુધી માનવી ગુનેગાર સાબીત ન થાય ત્યાંસુધી નીર્દોષ છે. લોકોને લલચાવવા માટે મોદીને ભાવી તારણહાર (મસીહા) બનાવવો હતો.

 હું એવું કહેવા માંગતો નથી કે ઉપરની બધી માન્યતાઓ સાચી છે.( હું તે પુરેપુરૂ સાચું છે તેવું પણ માનતો નથી.) હું તેમ કહું છું કે તે બધુ વ્યાજબી(રીઝનેબલ) છે. ખરેખરતો આપણે છેલ્લા ૬૭ વર્ષનાં લેખાંજોખાં કાઢીને પુછવું જોઇએ શું આના કરતાં વધારે ખરાબ કશું હોઇ શકે ખરૂ?( What could be worse?)ખરેખર તો તે સઢવીનાની કે નધણીયાતી યુપીએની સરકારનેપુછવું જોઇએ કે આનાથી વધારે ખરાબ તમે શું કરી શકો? સાથે સાથે આપણે તે પણ સમજી લેવાની જરૂરત છે કે મોદીનો રાજય વહીવટ યુપીએની સરકારના વહીવટને સારો કહેવડાવશે! પણ મોદીની તરફેણમાં એક ચાન્સ તો લેવો જોઇએ.

ઉપરની વાતો તો રાંડ્યા પછીના ડહાપણ જેવી છે. આ તો જે લોકોએ ખોટું કર્યુ છે તેની તરફ સ્વાર્થી આનંદ માણવા જેવું છે. કોઇપણ માણસ એકાદ સમયે ખોટો હોઇ શકે. પરંતુ જયારે તમારી સમક્ષ બધાજ સત્યો ખુલ્લા હોય, પડકારો બીહામણા હોય, ત્યારે વારંવાર ભુલો કરનારાઓને માફ કરી શકાય નહી.

 ઘણાબધાએ, જેઓએ મોદીને ચુંટણીમાં ટેકો આપ્યો હતો તેમની એવી માન્યતા હતી કે મોદી બધાને લાંબા સમયથી મુલતવી રહેલ આર્થીક સુધારાઓને અમલમાં મુકીને, વીકાસ દ્રારા રોજગારી અપાવશે અને હીંદુત્વના સામાજીક એજન્ડાને નીયંત્રણમાં રાખશે. સુવીખ્યાત અર્થશાસ્રીઓ જેવા  જગદીશ ભગવતી અને નીતી આયોગના ભુતપુર્વ વાઇસ ચેરમેન અરવીંદ પાનગરીયા ( જેણે ભારતીય અર્થતંત્રનું ઉત્તમ પૃથ્થકરણ કરતાં અને દેશના ભવીષ્યના વિકાસનો રોડમેપ સુચવતાં પુસ્તકો લખ્યા છે) તે બધાએ મોદીની તરફેણ કરી હતી.મોદીને ચુંટણીમાં આપેલા વચનો મુજબ આર્થીક સુધારા કરવા માટેનો ભવ્ય વીજય મળ્યો. પણ તેણે કંઇજ કર્યું નહી.

 

 નાટકનો બીજો ભાગ–Act 2: Mugged by Reality

મેં થોડાક મહીનાઓ પહેલાં, મોદી સરકારની સને ૨૦૧૪ પછીની નીષ્ફળતાના બધા પુરાવા મારા મુખ્ય પ્રવચનમાં (in a keynote speech) જણાવેલા છે. જેનું પુનરાવર્તન અહીં કરવા માંગતો નથી. હું તે માટે વધુ સમય બગાડવા માંગતો નથી. તેમ છતાં તે આ પ્રમાણે હતા. આર્થીક સુધારા નહી, ફરી નહેરૂ સમય જેવીજ  સત્તા,અને નીયંત્રણોની કેન્દ્ર સરકારના હુકમોની દેશના અર્થતંત્ર પર પસ્તાર,જુની સરકારની નીષ્ફળ નીવડી ચુકેલી યોજનાઓનો વધુ વીસ્તારપુર્વક નવા આકર્ષક નામો સાથે જોરશોરથી અમલ, ઓછામાં ઓછી સરકારી દખલગીરી સાથે મહત્તમ વહીવટ (maximum government, minimum governance;) જે જીએસટી કરવેરાનો જોરદાર વીરોધ એકવાર વીરોધ પક્ષ તરીકે કરેલો તેનો વાજતેગાજતે અમલ માટેની જાહેરાત, આ ઉપરાંત ઇન્સપેક્ટર રાજ અને ડીમોનીટાઇજેશન,આ બધી વાતો તો મેં દેશના અર્થતંત્રને લગતી કરી છે. મોદીના આવ્યા પછી કાશ્મીરની સમસ્યા વધુ વણસી છે અને તે રાજયમાં હીંસા પણ વધી છે. હીંદુત્વની સામાજીક શાખા સ્પસ્ટ રીતે માને છે કે મોદી દેશના ધર્મ આધારી ધ્રુવીકરણને ટેકો આપે છે.આ દેશમાં એવો ટોણો મારવામાં આવે છે અથવા કટાક્ષ કરવામાં આવે છે કે સ્રીઓ કરતાં ગાયો વધારે સલામત છે.અરૂણ શૌરી જેવાએ મોદી સરકાર એટલે શું તેની ઓળખ આપી છે.

 

મોદી સરકાર = જુની યુપીએ સરકાર + ગાય.( NDA=UPA + COW.)

જે લોકોએ સને ૨૦૧૪ની ચુંટણીમાં મોદી પર વીશ્વાસ મુક્યો હતો તે બધાને હવે ભાન થાય છે કે તેઓએ અપાત્ર કે ખોટા માણસપર ભરોસો મુક્યો હતો. ધીમે ધીમે તેની અતીદુષ્ટ અને બીહામણી વૃત્તીઓ બહાર આવતી જાય છે.સદાનંદ ધુમે જેવા જાહેર જીવનના બૌધ્ધીકને આપણે શાબાશી આપવી જોઇએ કે તે જોઇ શક્યા કે આ માણસ કઇ રીતે વાસ્તવીકતા સાથે ચેડા કરી રહ્યો છે. સત્તા સામે સત્ય જણાવવાની હીંમત તેઓએ કરી છે. જે બીજાઓ હજુ પણ કરી શક્યા નથી.

       મારા એક મીત્રે કહ્યું કે નોટબંધીના મુદ્દે દેશના બૌધ્ધીકો ખુલ્લા પડી ગયા કે કોણ પોતાના સીધ્ધાંતોને વળગી રહે છે અને કોણ સત્તા સાથે સંવનન કરે છે. નોટબંધી પર મેં ઘણા લેખો લખ્યા છે. માનવજાતના ઇતીહાસમાં આવો કોઇ હુમલો સત્તાધીશો તરફથી પ્રજાના મીલકતનો અધીકાર છીનવી લેવા થયો નથી. જુની નોટોના બદલામાં નવી નોટો લેવા માટે લાઇનમાં ઉભા રહેલા કેટલા બધા માણસો પોતાના કોઇપણ જાતના વાંકગુના વીના મરી ગયા હતા. ધંધા રોજગારો પર તાળાં વાગી ગયાં. કેટલાય બીચારાનો કાયમી જીવન નીર્વાહ છીનવાઇ ગયો. મોદીએ નોટબંધી માટે બતાવેલા કોઇ ધ્યેયો સફળ થયા નથી. કારણકે એકદમ અડધી રાત્રે દેશના નાણાંકીય લેણદેણ માંથી ૮૬ ટકા નોટો ચલણમાંથી બંધ કરી દેવી એ પગલું જ પહેલીથી જ ખોટું હતું. તેણે દેશના નાણાંકીય પુરવઠા તંત્રનો ખાત્મો જ બોલાવી દીધો.

 

 

 દેશનો કોઇપણ અર્થશાસ્રી આ મોદીના નોટબંધીને (આ લેખક અંગ્રેજીમાં DeMon કહે છે) ટેકો આપે તો એમ કહેવાય કે તે બૌધ્ધીક નથી અથવા તે તેના જ્ઞાનને બદલે સત્તાને વફાદાર છે. આ નીર્ણયમાં લોકહીત શું હતું તે હજુ મને સમજાતું નથી.

નાટકનો ભાગ નં– ૩. શા માટે આ બધા ઉપયોગી બેવકુફો દંભમાં જીવે છે.(Living in Denial)v 


--