ગૌરી લંકેશને મરણોત્તર અન્ના પોલીતકવ્કા એવોર્ડ–
ગૌરી લંકેશ ભારતીય પહેલી જર્નાલીસ્ટ બની જેને આ એવોર્ડથી સન્માનીત કરવામાં આવી છે. આપણને સૌને સારી રીતે માહીતી છે કે ગૌરી લંકેશને તારીખ ૫ મી સપ્ટેમ્બરના દીવસે તેના ઘરની બહાર જ ગોળીઓનો વરસાદ વરસાવીને મારી નાંખવામાં આવી છે.
અન્ના પોલીતકવ્કા એવોર્ડને પત્રકારત્વના ક્ષેત્રે વેશ્વીક કક્ષાએ ઘણોજ સન્માનીય એવોર્ડ ગણવામાં આવે છે. સદર એવોર્ડ રશીયન રીપોર્ટર અને રાજકીય વીશ્ર્લેશક, જેને ગૌરી લંકેશની માફક જ પોતાની લોકશાહી મુલ્યો તરફી વૈચારીક પ્રતીબધ્ધતા ને કારણે ૪૮ વર્ષની ઉંમરે સને ૨૦૦૬માં ૭મી ઓકટોબરના રોજ રશીયાના પાટનગર મોસ્કોમાં તેણીના ફેલ્ટની લીફ્ટમાંજ રશીયાના વર્તમાન પ્રમુખ પુટીનના સત્તાકાળમાં મારી નાંખવામાં આવી હતી. તેણી બે દીકરીઓની માતા હતી. ગૌરી લંકેશને આ એવોર્ડ સુંયુક્ત આપવામાં આવ્યો છે. પાકીસ્તાની શાંતી કર્મનીષ્ઠ ગુલાલી ઇસ્માઇલ ઉંમર વર્ષ ૩૧, જે તાલેબાન સામે શાંતી જાળવવામાં અને તાલેબાની હીંસક પ્રવૃત્તીઓ સામે કામ કરે છે અને જેને તાલેબાન તરફથી સતત ખુનની ધમકીઓ મળેલ છે તેણીની સાથે ભાગીદારીમાં આ એવાર્ડ આપવામાં આવ્યો છે.
સદર એવોર્ડ આપનાર સંસ્થા ' થોમસન રાયટર્સ ફાઉન્ડેશન' લંડનને ગૌરી લંકેશની બહેન કવીતા લંકેશે જણાવ્યું હતું કે " આ એવોર્ડથી જે લોકો ગૌરીની માફક નીર્ભય અને હીંમતથી સત્ય માટે કલમ ચલાવનારા છે તે સૌ ને નૈતીક હીંમત ને શક્તી મળશે. ગૌરી તો સંદેશો આપતી ગઇ છે કે તમે બંદુકની ગોળીઓથી મારા અવાજ અને વીચારને દબાવી શકશો નહી."
એવોર્ડ આપનાર કમીટીએ પોતાનું નીરીક્ષણ કરતાં જણાવ્યું કે " ગૌરીનું કામ, તેણીનું વ્યક્તીત્વ, અને તેણીનું જે રીતે ખુન કરવામાં આવ્યું છે તે બીલકુલ અન્નાના જીવન સંઘર્ષ અને સત્ય માટેની શહીદીને મળતું આવે છે." આવો એવોર્ડ મેળવનાર ગૌરી લંકેશ પ્રથમ ભારતીય છે. ગૌરીની બહેન કવીતાએ આ સંદર્ભમાં બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે " આ એવોર્ડ ગૌરીને કે તેણીના કુટુંબને મળ્યો નથી પરંતુ જે કોઇ સર્વે ગૌરી જેવા મુલ્યો અને પ્રવૃત્તીઓ કરી રહ્યા છેઅને ગૌરીની શહાદતની સાથે રહ્યા છે તે સૌના સન્માન માટેનો આ એવોર્ડ છે." ( Addressing a press conference here, Kavitha said the award does not belong to the family but to "everyone who stood by Gauri".) ગૌરીએ તો ભારતીય પ્રેસ જગતની સ્વતંત્રતા માટે પોતાની શહીદી વહોરી લીધી છે.કારણકે સને ૨૦૧૪ પછી બીજેપીએ જે રાજકીય સત્તામેળવીને સપાટો બોલાવી દીધો છે, તેને કારણે ગૌરીએ સતત ધાર્મીક અસહીષ્ણુતા અને હીંસા,જ્ઞાતીવાદી સામાજીક અસમાનતા અને હીદુંત્વવાદી આક્રમક પરીબળોના પ્રભાવ ઉપર સતત લખતી રહી હતી. ભલે સોસીઅલ મીડીયાપર સત્તારૂઢ બીજેપી અને હીંદુત્વના ટેકેદારો ગૌરીની વીરૂધ્ધની વાતો કરીને ઝેર ઓકતા હોય! અમને ગૌરીના કુટુંબીજનોની બે ઇચ્છાઓ છે. એક ગૌરીના ખુનીઓને ન્યાયતંત્ર સમક્ષ હાજર કરવામાં આવે અને ગૌરીનું ખુન કરવાનો હેતુ શું હતો તે જણાય!
(સૌ. હીન્દુસ્તાન ટાઇમ્સ).