Sunday, October 22, 2017

મેઇક ઇન ઇંડીયા– વાઘને કોણ કહે કે, ભાઇ! તારૂ મોં.......!

મેઇક ઇન ઇંડીયા– વાઘને કોણ કહે કે, ભાઇ! તારૂ મોં.......!

 સને ૨૦૧૪ના સપ્ટેમ્બર માસમાં મોદી સાહેબે ' મેઇક ઇન ઇંડીયા' નો તુક્કો રમતો મુકયો હતો. બીજા બધા નોટબંધીથી માંડીને તેમના ઘણા બધા વીચારો એ તઘલઘી તુક્કોમાં કેવી રીતે રૂપાંતર થાય છે તે આપણે મે .ઇ .ઇ. ( મેઇક ઇન ઇંડીયા નું ટુંકુ રૂપ) ના ફજેતાથી જોઇએ.

કોટક સીક્યોરીટીઝ ના સુવોદીપ રક્ષીત અને બીજા બે નાણાંકીય નીષ્ણાતોએ સપ્ટેમ્બર ૨૦૧૭માં મે.ઇ.ઇ.ના બરાબર ત્રણ વર્ષો પુરા થયા પછી એક ખુબજ ચોંકવનારો રીપોર્ટ બહાર પાડયો છે. તેમના પૃથ્થકરણ પ્રમાણે મોદી એન્ડ રાજ્ય કર્તા કુંપનીએ દેશના અર્થતંત્રની હકીકત વીરૂધ્ધનું દંભી અને આડંબરી ચીત્ર દેશ અને દુનીયાને બતાવી રહ્યા છે. પોતાના સંશોધીત રીપોર્ટનું નામ આપ્યું છે.

 "  between  scylla & charybdis ". ગ્રીક પુરાણ કથા મુજબ આ બે સીલ્લા અને ચેરીબ્ડીસ નામના બે દરીયાઇ  ખતરનાક પશુઓ હતા. બે માંથી જે પસંદ કરો તેમાં વીનાશ અનીવાર્ય હતો. હકીકતમાં તે ઇટાલી અને સીસેલી વચ્ચેની મસીહાની સમુદ્ર્ધુનીમાં આ બે એવા સાંકડા  પુર્વ– પશ્સીમના વીસ્તારો છે  જે  સમુદ્ર્ના નાવીકો માટે ખુબજ જોખમકારક આજે પણ છે.. એક બાજુ દરીયમાં ખડકો છે,અને બીજુ ચક્રવાક જેવાં ઘુમરાતા પાણી છે.નવી દીલ્હીની સરકાર માટે કાંતો બેંકોના દેવાળા કાઢીને ભભકા ચાલુ રાખો અથવા આર્થીક મજબુરીઓમાં દેશની પ્રજાને ગુંગળાવી નાંખો.

અગાઇ જણાવ્યું તે પ્રમાણે સને ૨૦૧૪ના સપ્ટેમ્બરમાં  મેક ઇન ઇંડીયાનો સીંહ સાથેનો ચક્ર અને ગીયર બતાવતો લોગોનો કોન્ટ્રાક્ટ ૧૧ કરોડમાં 'Weiden+Kennedy India Limited, 'પોર્ટલેંડ,ઓરેગોન યુએસ એની જાહેરાત કુંપનીને કોઇપણ જાતના ટેન્ડર મંગાવ્યા સીવાય ત્રણ વર્ષ માટે જાહેરાત કરવા આપી દીધો હતો. કોટક સીક્યોરીટીઝના લેખકો જણાવે છે જે  મે.ઇ.ઇ ની ગાડી પાટા પર ચડે તે પહેલાંજ ત્રણ વર્ષેની આખરે રેલનીપટરી પરથી નીચે ઉતરી ગઇ છે.

મે.ઇ.ઇ.નો સૌથી મોટા અને આશાસ્પદ પ્રોજેક્ટનું શું થયું તે જોઇએ.૨.૫ બીલીયન ડોલર્સનો એક રેલ્વેના ડીઝલ કમ ઇલેટ્રીક એન્જીન બનાવવાનો પ્રોજેકટ યુએસએની કુંપની જનરલ ઇલેટ્રીક કું( જી ઇ) ને આપેલો હતો.તે પ્રોજેક્ટ બીહાર રાજ્યના મરહોરા અને છાપરાવીસ્તારમાં શરૂ કરવાનો હતો.આશરે ચાલુ વર્ષમાં સપટેમ્બર માસની ૧૫મી તારીખની આસપાસ મોદી સરકારે આ પ્રોજેક્ટ એમ કારણ બતાવીને બંધ કર્યો કે હવે દેશને ઇલેકટ્રીક રેલ્વે એન્જીનોની જરૂર છે ડીઝલ કમ ઇલેકટ્રીક એન્જીનોની નહી. આવું જ્ઞાન સાહેબને અમેરીકાની જી ઇ કું સાથે કરાર કર્યો ત્યારે શું ખબર નહતી? એક તરફી કરાર ભંગના નાણાં રૂપીયા ૧૩૦૦ કરોડ ભારતીય રેલ ખાતું (દીલ્હી સરકાર) અપમાનીત થયેલ જી ઇ કુંની ને ચુકવશે. આપણે બીહારના મહાગઠબંધન સાથે છેડો ફાડીને આવેલા બીહારના મુખ્યમંત્રી નીતીશકુમારની કેવી દશા  મોદી– અમીત શાહની બેલડીએ હવે કરી દીધી તેની વાત નહી કરીએ. તેની સામે બે ટર્મ સુધી રેલ્વે મંત્રી રહી ચુકેલા લાલુ પ્રસાદ યાદવ કહે છે કે દેશના૧,૧૦૦૦૦ કીલો મીટર્સના રેલ્વે ટ્રેક્સનું વીજળીકરણ કરતાં કેટલાય યુગો નીકળી જશે. ભારત સરકારનો બીહાર માટે એવો દાવો છે કે ત્યાં રાજ્યમાં ૯૬ ટકા ઘરોમાં વીજ– જોડાણ છે. હકીકતમાં સને ૨૦૧૫માં તે અંગે થયેલા સર્વે મુજબ બીહાર રાજ્યના ફક્ત આઠ ટકા ઘરોમાં વીજ– જોડાણ છે અને તે દીવસમાં ૨૦ કલાક આવે છે. તે રાજ્યની આશ્ચર્યચકીત કરનારી હકીકત એ છે રાજ્યના ૮૦ ટકા ઘરોમાં રાત્રે કેરોસીન– ફાણસ વાપરીને અજવાળુ કરવામાં આવે છે.

 બીજી બાજુ વીશ્વના બધાજ દેશોમાં  રેલ્વો એન્જીનો વધુ ભાર (લોડ) ખેંચી શકે માટે વીજળીથી ચાલતા એન્જીનો બંધ કરી દેવામાં આવ્યા છે.  જનરલ ઇલેકટ્રીક કું એ અમેરીકા,ઇરાન, ચાઇના અને સોવીયેત રશીયામાં ગેસ, કે ડીઝલ અને વીજળી બંનેના સંયુક્ત ઉપયોગથી અનુક્રમે ૪૪૦૦, ૪૩૦૦, ૬૨૫૦ અને ૧૧૩૦૦ હોર્સ પાવર સુધીના એન્જીનો બનાવી આપ્યાં છે.

 દીલ્હી સરકાર એમ વીચાર કરે છે કે  વીજળીના ઉપયોગથી ડીઝલનો ખર્ચ બચશે! પણ તેઓને કોણ પુછવાની હીંમત કરે કે શું વીજળીનું ઉત્પાદન  કોઇપણ જાતના ખર્ચ વીના હવાનો ઉપયોગ કરીને થાય છે? દેશના રેલ્વે ખાતાના સંશોધન મુજબ બધાજ રેલ્વે એન્જીનો ડીઝલથી ચલાવવામાં આવે તો રેલ્વેના વીજળી બીલમાં કુલ ૨૦ ટકાની બચત થાય! અને બચત થયેલી વીધ્યુત શક્તી દેશના ઉધ્યોગો, વેપાર ધંધા, રહેણોકો અને ખેતીક્ષેત્રોને પહોંચાડી શકીએ. મેઇક ઇન ઇંડીયાની મૃતકબરના કોફીન પર મોદી સરકારે જી ઇ કું સાથેનો રેલ્વે એન્જીનનો કરાર રદ કરીને છેલ્લો ખીલો મારી દીધો છે કે જેથી તે ફરી જીવીત કે બેઠુ જ થાય નહી.

કેટલાક શેખી મારે છે કે ઇંડીયા ફાર્મસીના ક્ષેત્રે વીશ્વમાં બીજા દેશોની સરખામણીમાં સૌથી ટોચની કક્ષાએ છે.હકીકતમાં  આ ક્ષેત્રના હરીફ ચીનની સાથે સરખામણી કરીએ તો આપણો દેશ કુલ જીડીપીના ૦.૯ ટકા, એક ટકો પણ નહી દવાક્ષેત્રમાં સંશોધન માટે વાપરે છે. જ્યારે ચીન ૨.૧ ટકો પોતાના કુલ જીડીપીનો વાપરે છે. આપણાથી ડબલ. એક સંશોધન પ્રમાણે દેશના ૬૦ ટકા મેડીકલ ઇન્સ્ટીટયુટ કોઇપણ જાતના સંશોધન કામ કરતા નથી. દેશમાં જે કોઇ મેડીકલ ક્ષેત્રે રીસર્ચ થાય છે તે સરકારી સંસ્થા ઓલ ઇંડીયા ઇન્સ્ટટીયુટ ઓફ મેડીસીન દ્રારા જ થાય છે.જેના નાણાંનો ખર્ચ આપણા કરવેરામાંથી થાય છે. મેડીકલ ક્ષેત્રે નવા રીસર્ચ પેપર વીશ્વ સમક્ષ મુકવામાં આપણું સ્થાન ન ગણય છે. પણ વીશ્વ કક્ષાએ મેડીકલ ક્ષેત્રોમાં જે સંશોધન થાય છે તેમાં પ્રયોગ કરવા ભારત દેશના ગરીબ દર્દોનો ભરપેટ 'પેલા ગુઆના– પીગ્સ અથવા સફેદ ઉંદર ' તરીકે કરવામાં સરકાર મદદ કરી રહી છે.

   એક એવી ખોટી માન્યતા ફેલાવવામાં આવી છે કે આપણા દવા ઉત્પાદકો વીશ્વના જુદા જુદા દેશોના દવા ઉત્પાદકો કરતાં ઘણા શ્રૈષ્ઠ છે.  હકીકતમાં આ બધાજ ભારતીય દવા ઉત્પાદકો દવામાં વપરાતો કાચો માલ ( Active Pharmaceutical Ingredients or API ) ચીનથી મંગાવી પોતાના પેંકીગમાં પેક કરીને નીકાસ તરીકે પરદેશ મોકલે છે. સને ૨૦૦૦ની સાલમાં ચીનથી આવો કાચો માલ ફક્ત ૨૦ ટકા આયાત કરવામાં આવતો હતો. સને ૨૦૧૪–૧૫ની સાલમાં જ્યારે મેઇક ઇન ઇંડીયા પ્રોજેકટ તેની સોળે કળાયે દેશમાં ધબકતો હતો ત્યારે તે કાચા માલની આયાત ચીનમાંથી બાવન ટકા હતી.

 બીજેપી પક્ષ ડોકલમના મુદ્દે ચાઇના સામે સ્વ આનંદ માણે છે પણ તેમને સહેજ પણ ખબર નથી કે ભારતમાં દવા ક્ષેત્રે કાચોમાલ બનાવવાનું સને ૧૯૬૨ના ચીન સાથેના યુધ્ધ પછી જ શરૂ થયું હતું. મેઇક ઇન ઇંડીયાના ટેકામાં ચીનની મોબાઇલ બનાવતી કુંપનીઓ ભારતમાં તેમના મોબાઇલ બનાવવાના કારખાના સ્થાપે માટે ચીનમાંથી આયાતી મોબાઇલ ફોન પર દસ ટકા આયાત ડયુટી નાંખવામં આવી છે. પણ આ મે ઇ ઇ વાળા ચૈન્નાઇની સ્વદેશી 'નોકીયામોબાઇલ' કુંપની ચીનના મોબાઇલ સામે ટકી રહે માટે સીધા કે પરોક્ષ કોઇ પ્રોત્સાહનો આપતી નથી. ગઇસાલ સને ૨૦૧૬માં દેશની સૌથી મોટી મેન્યુફેક્ચરીંગ કું એલ એન્ડ ટી એ ૧૪૦૦૦ પોતાના કર્મચારીઓને હરીફાઇવાળા બજારમાં ટકી રહેવા "લે ઓફ' આપી દીધો અથવા છુટા કરી દીધા છે. દેશમાં દરરોજ ૩૦,૦૦૦ યુવાનો નોકરી મેળવવા પ્રયત્નો કરે છે. પણ તેઓને નોકરી નહી મળતાં નીરાશ થઇને પાછા ઘેર આવે છે.આવો મેઇક ઇન ઇંડીયાના પ્રોજેક્ટ દેશના યુવાન બેકારોને દરરોજ ગાલે લાફો મારે છે. તે લાફો ખાનાર પેલા યુવાનને પુછી તો જુઓ કે તે લાફાની અસર તે જુવાન અને તેના કુટુંબ પર દરરોજ કેવી પડે છે!  સૌ. ટાઇમ્સ ઓફ ઇંડીયા. તા.૧લી ઓકટોબર ૨૦૧૭, પાન નં ૧૭.)


--