Sunday, January 7, 2018

ભગવાનને ખુશ કરવા નહી...પણ

ભગવાનને ખુશ કરવા નહી ...પણ

 

અમારા રીસોર્ટમાં સ્વીસ દેશમાંથી આવેલી મહેમાનોની ટીમને વીદાય કરવામાં અમે રોકાયેલા હતા. ત્યાંતો અમે દુરથી એક સાદડીની શેતરંજીઓ વેચવા માટે માણસને અમારી તરફ ઝડપથી સાયકલ પર આવતો જોયો. મેં તેનું ધ્યાન અમારી તરફ દોરાય માટે તે માટે હાથ હલાવ્યો.  તેણે પાછળ જોઇને તપાસી લીધું કે મારા સીવાય બીજા કોઇને તો બોલાવા માટે હાથનો ઇશારો કરતા નથીને!

અમે તેને રાહ જોવાની સુચના આપી. કારણકે અમારે અમારા પરદેશી મહેમાનોને 'ગુડ બાય ' કરવાની હતી. મેં જોયું કે સાદડીવાળાએ તેની સાયકલ પરથી બધી સાદડીઓ પ્રદર્શનમાં બતાવવા મુકી હોય તેમ સરસ રીતે અમારા કંમ્પાઉન્ડમાં સાઇઝ અને ડીઝાઇન પ્રમાણે ગોઠવી દીધી હતી.

 

 મઝાની વાત હવે શરૂ થાય છે. અમે એકબીજાની ભાષા જાણતા નહતા. તેમ છતાં હાથની સંજ્ઞા અને મોઢાના હાવભાવથી અમે એક બીજાને સમજાવવાનું  શરૂ કર્યું હતું. મને તેની સાદડીઓના ઢગલામાંથી એક લાલ પાઇપીનના છેડાવાળી સાદડી ગમી ગઇ. પરંતુ તપાસ કરતાં ખબર પડી કે તે સાદડી લંબાઇ– પહોળાઇ (૬ ફુટ બાય ૪ ફુટ ) મારી જરૂરીયાત કરતાં ઓછી છે. મારી જરૂરીયાતની સાદડીનું માપ ૮ફુટ બાય ૪ ફુટનું હતું. તેથી મારે તેને ના કહીને વીદાય કરવો પડે.

 

   ત્યાં તો તેણે પોતાની આંગળીઓ પર કંઇક ગણવાનું શરૂ કર્યું. પછી તેણે જવાબ આપ્યો કે હું તમારી જરૂરીયાતની સાદડી મારા ઘરે જઇને ૨૦ દીવસ પછી બનાવીને લેતો આવીશ. તેને કોઇપણ હીસાબે નવો ઓડર મળે તે માટે ખુબજ આતુર હતો.

મોટી સાદડીની કીંમત તેણે ૮૦૦ રૂપીયા કહી હતી. અને બીજું તેણે ૨૦ દીવસનો વાયદો કર્યો હતો. આ બંને જરૂરીયાતો તેની કેવી રીતે પુરી કરવી તેની ચીંતામાં હું હતો.  તેની ઉંચાઇ સાથે તેના શરીરનું આખું માળખું  મોટું હતું. પણ તેનું શરીર તેના ભુખમરાને કારણે ઘણું જ નબળું દેખાતું હતું. તેનો પોષાક ચોખ્ખો અને વ્યવસ્થીત હતો. પણ તેના શરીર પર તેની ગરીબાઇની અસરોએ આંખે ઉડીને વળગે તેવી હતી. આ બધુ જોતાં અમે નક્કી કર્યું કે કમસે કમ તેને મદદ કરવા પણ તેની પાસેથી ચોક્કસ ખરીદી લઇએ તેવો ઓડર તો આપીએ. તેથી તે ઓડર મુજબની મોટી સાદડી તૈયાર થાય ત્યારે લઇને આવે! હું પછી ઘરમાં જતો હતો ત્યારે તેણે પીવાનું પાણી માંગ્યું.

 મારા નોકર રઘુએ તેને પાણી આપીને આવજો કહ્યું. પણ રઘુએ ભીની આંખોએ મને કહ્યું કે પેલા સાદડીવાળાએ તો આખી પાણીની બોટલ એકી શ્વાસે એકદમ જ ગટગટાવી ગયો.

      અમને બંને ખબર પડી કે શું થયુ છે? હું અને રઘુ ખુબજ દુ;ખી થઇને રડતા રડતા એક બીજાને ભેટી પડયા. અમારા બંનેનું એ તારણ હતું કે તે સાદડીવાળો એકી સાથે પાણીની આખી બોટલ એટલા માટે ગટગટાવી ગયો કે જેથી તેનું પેટ પાણીથી ભરાઇ જતાં પોતાની ભુખને તેટલા સમય પુરતું તો રોકી શકે!

મેં રઘુને કહ્યું કે તેને જલ્દી બુમ પાડીને બોલાવ! તેની પાસે જે સાઇઝની સાદડી છે તે ખરીદી લઇશું. આ ઉપરાંત અમે પ્રેશર કુકરમાં ઝડપથી ચોખા બાફી નાંખ્યા, સાથે સાંભર અને સવારના અમારા નાસ્તામાં વધેલી બટાટાની સુકી ભાજીનું શાક બધુ તેને જમાડવા માટેનું તૈયાર કરી દીધું. સાદડીવાળો અમારા દરવાજા પાસે ઉભો રહ્યો. તેને સહેજ પણ ખબર ન પડી કે તેની સાદડીની ખરીદી સાથે તેના માટે  જમવાનું પણ આપવાનું અમે નક્કી કયું છે. તે દરવાજે ઉભો રહ્યો હતો ત્યારે તેનું શરીર ભુખમરાથી અધમુઉં થઇ ગયેલું હતું અને ઘણા બધા કીલોમીટર સુધી સતત પેડલ મારવાથી તેના પગના સુજી ગયેલા ગોટલા ક્ષણીક રાહત મેળવવા દબાવતો હતો. અમે તેના માટે  ખોરાક લઇને આવ્યા કે તરતજ તેણે  હ્રદયપુર્વકનો અમારો આભાર માન્યો. પણ ત્યાંસુધીમાં તો ખોરાક જોઇને તેના મોંઢામાંથી લાળ પડવા માંડી. આ ઉપરાંત તેને ગરમ ગરમ ચા અને કેળા આપ્યા. જેથી રસ્તામાં ભુખ લાગે તો કામમાં લાગે.

 મારા હ્રદયને સંતોષ થયો કે ચલો! એક ખુબજ ભુખ્યા માણસનું અમે કમસે કમ પેટતો ભરાવી શક્યા છીએ ને! હું લાગણી વીભોર એવો બની ગયો હતો કે તેને આવજો કહેવા માટે પણ બહાર નીકળી શક્યો નહી. જ્યારે તે માણસ અમારો આભાર માનવા રઘુના પગે પડયો તે જોઇને હું જ દીગ્મુઢ બની ગયો.

 સાદડીવાળાની વીદાય પછી હું અને રઘુ એક બીજાને ભેટીને અમારા હ્રદયમાં જે ડુમો ભરાયો હતો તેને રડીને હળવો કર્યો.  મેં આ બ્રહ્માંડનો આભાર માન્યો કે જેણે મને સામેથી કોઇએ માંગ્યા વગર મને મદદ કરવાની ઇચ્છા પેદા કરી અને તે ઇચ્છા પુરી કરવાની સાધન સંપત્તી આપી.

 તમારે પેલા સાધુઓને કે ગુરૂઓને શ્રાધ ખવડાવવાની જરૂર નથી!

 લક્ષ્મીદેવીની કૃપા મેળવવા સાત કુંવારીકાઓને જમાડવાની જરૂર નથી!

 પુન્ય મેળવવા ચારધામની યાત્રા કરવાની પણ જરૂર નથી!

  ફક્ત તમારી આંખો ખોલો, બીજાની જરૂરીયાત તેનાથી જુઓ તેનાથી તમને બધું જ પ્રાપ્ત થઇ જશે.
Don't have to feed priests for Shraadh !

Don't have to call 7 virgins to please goddess laxmi !

Don't have to go chaar dhaam !

Just open your eyes to see the ' need ' of another and you would have achieved it all
️ .સૌજન્ય– ફેસબુક Bodhisatvayamyohu.

 

  અંતે મને ૨૫૦૦ વર્ષ પહેલા થઇ ગયેલા ગ્રીક તત્વજ્ઞાની એપીક્યુરસનું વાક્ય યાદ આવે છે. ' હું જ્યારે બીજાને મદદ કરૂ છું તે ભગવાનને  ખુશી કરવા નહી પણ મારી જાતને  આનંદ પમાડવા મદદ કરૂ છું. તેમાં મારો પ્રબુધ્ધ સ્વાર્થ રહેલો છે. કેવળ સ્વાર્થ નહી.

 

I want to be moral, not to please Gods but to please myself. Greek Philosopher Epicurus.

 Because moral behavior is a source of self- satisfaction.

 It is an enlightened self – interest.

How nice it is to know that working for others is a source of satisfaction not only for others but also to one-self.

 




 

 

 


--
Sent with Mailtrack