Tuesday, January 16, 2018

વીચારોનું આયુધ (શસ્રો) વીચારો જ હોઇ શકે.

                 વીચારોનું આયુધ (શસ્રો) વીચારો જ હોઇ શકે.

" wEAPONS OF IDEAS ARE ideas THEMSELVES "

' જગત મીથ્યા બ્રહ્મ સત્ય ' વાળી બ્રાહ્મણવાદી હીદુંવીચારસરણીમાંથી, એટલે કે નસીબવાદી વીચારસરણીમાંથી બહાર નીકળવાના છુટાછવાયા ઘણા પ્રયત્નો આપણા દેશમાં સદીઓથી થતા આવ્યા છે. આ બ્રાહ્મણવાદી હીદું સંસ્કૃતીમાં ઉપરછલ્લા થોડા સુધારા કરવાના પ્રયત્નો તેના કર્મકાંડોની અપ્રસતુતતા માટે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અસમાન જાતીયપ્રથા અને વ્યક્તીગત શોષણના વીરોધમાં પણ થયા હતા. પરંતુ ઉપરના સીધ્ધાંત આધારીત સમગ્ર હીદું વીચારસરણી (ચારવર્ણવ્યવસ્થાને આમેજ કરેલી) અવૈજ્ઞાનીક, અભૌતીક છે. અને માનવકેન્દ્રીત નથી તે વાત ગાંધીજીથી માંડીને કોઇએ કરી નથી. તેનો સંકલીત વીકલ્પ પ્રજા સમક્ષ મુકવો અને તેને ચરીતાર્થ કરવા કોઇએ વ્યવસ્થીત પ્રયત્ન કર્યો હોય તો એક પ્રયત્ન મહાન ક્રાંતીકારી વીચારક માનવેન્દ્ર નાથ રોય (૧૮૮૭–૧૯૫૪) અને તેમના સાથીદારોએ કર્યો  છે. રોયની વીચારસરણીને 'રેડીકલ હ્યુમેનીસ્ટ' ફીલોસોફી અંગ્રેજીમાં ગુજરાતીમાં તેને " નવમાનવવાદી વીચારસરણી" તરીકે ઓળખવામા આવે છે.

 આજના હીંદુ સંતો અને ધાર્મીક વીચારકોના હીદું સંસ્કૃતી અંગે નીચે મુજબના ખ્યાલો તારીખ ૬ઠ્ઠી જાન્યુઆરીના દીવ્ય્ભાસ્કરના અમદાવાદ આવૃત્તીના નવમા પાને આ પ્રમાણે વ્યક્ત કરવામાં આવ્યા છે.

પુજ્ય શ્રી ભાઇ રમેશભાઇ ઓઝા–હીન્દુત્વ એક વીચારધારા છે અને સંસ્કૃતીનું નામ છે.તેને કોઇ ધર્મ સાથે કે મજહબ સાથે જોડી શકાય નહી.

જૈનાચાર્ય હેમચંદ્રસાગર સુરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે – હીદું હોવાની વ્યાખ્યા ખુબજ વ્યાપક છે. તેને સરળ શબ્દોમાં કહેવું હોય તો  એક કહી શકાય કે " આત્માના એક શરીરમાંથી બીજા શરીરમાં અવતરણની માન્યતામાં વીશ્વાવાસ રાખનાર દરેક હીદું છે.પુર્વજન્મ અને પુનર્જન્મમાં જેની આસ્થા છે તે હીદું છે."

 

મારૂ સ્પષ્ટ માનવું છે કે ઉપરના બે ધર્મગુરૂઓએ જે વ્યાખ્યા હીંદુત્વ વીષે જણાવી છે  તેમાં ભાગ્યેજ કોઇને વાંધો હોઇ શકે. હવે બે હજાર વર્ષો કરતાં વધુ સમયથી આ વીચારસરણીનો ઉપયોગ કર્યા પછી આપણે કેમ આર્થીક, રાજકીય, સામાજીક, શૈક્ષણીક,આરોગ્ય,આધુનીક ટેકનોલોજી અને તમામ માનવીય વીકાસના માપદંડોનાક્ષેત્રે ( Human Development Index) બીજા બધા વીકસીત દેશો કરતાં કેમ નબળા છે? જેથી આપણા વડાપ્રધ!ન મોદી સાહેબ ને " વીકાસ વીકાસ વીકાસ" 24x7   ચોવીસે કલાક અને અઠવાડીયાના સાતેય દીવસ તેનું જ સ્મરણ કમસે કમ મળેલી સત્તા ટકાવી રાખવા સતત કર્યા જ કરવું પડે છે.

નવમાનવવાદી વીચારસરણી જે હીદુંત્વવાળી પરંપરાગત વીચારસરણીનો ચોક્ક્સ વીકલ્પ બની શકે તેમ છે અને જેને છેલ્લા પાંચસો વર્ષોમા પશ્રીમના દેશો સહીત વીશ્વના અનેક દેશોએ અપનાવી છે તેના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે.

·         માનવ શરીરમાં આત્માનું કોઇ અસ્તીત્વ વૈજ્ઞાનીક પુરાવાને આધારે નથી. માટે તેના ટેકામાં હીદુંત્વની વીચારસરણી જે પુર્વજન્મ, પુનર્જન્મ અને માનવીનો વર્તમાન જન્મ તેના પુર્વજન્મના કર્મોનું પરીણામ છે તેવી માન્યતા બીલકુલ ખોટી છે. તેના ઉપર બનાવવામાં કે રચવામાં આવેલ સુપરસ્ટક્ચર પાયાવીહીન છે.

·         હીદું ધર્મ ઉપરાંત મુસ્લીમ અને ખ્રીસ્તી ધર્મમાં,સ્વર્ગ, નર્ક, દોજખ અને જન્નત, કયામતનો દીવસ તથા સેલ્વેશન, હેલ, હેવન વી. કલ્પના સીવાય કાંઇ નથી.

·         માનવીના જન્મ પાછળ કોઇ દૈવી, ઇશ્વરી હેતુ નથી. તે એક પશુ, પંખી ઝાડ–પાન અને બીજી જૈવીક એકમોની ક્રીયાઓ જેવીજ એક સજીવનો વંશવેલો ચાલુ રાખવા માટેની કુદરતી સહજ પ્રવૃતી છે.

·         માનવીનું વર્તમાન જીવન જ એકજ અને આખરી જીવન છે. આ જન્મ પહેલાં અને આ જન્મ પછી કોઇ જ જીવન નથી.

·         સમગ્ર માનવ જીવન કે તેના બધાજ માનવીય સંબંધો, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર તથા સામાજીક, આર્થીક અને રાજકીય સંબંધો માનવ સર્જીત હોવાથી માનવ જરૂરીયાત પ્રમાણે તેમાં ફેરફાર અનીવાર્ય અને આવશ્યક છે. તે અપરીવર્તનશીલ, કાયમી અને ઇશ્વરદત્ત નથી.

·         હીદુંસંસ્કૃતીની વર્ણવ્યવ્સથા, જ્યારે માનવસમાજ શીકારી યુગમાંથી કૃષીસંસ્કૃતીમાં સ્થીર થયો ત્યારે તે જીવનપધ્ધતીને ટકાવી રાખવા અસ્તીત્વમાં આવેલી સમાજ વ્યવસ્થાથી વીશેષ કંઇ નથી. જે સમાજો અને રાષ્ટ્રોએ પોતાની સમાજ વ્યવસ્થાઓ ઔધ્યોગીક, મુડીવાદી અને ટેકનોલોજી આધારીત બનાવી છે તે બધાએ કુષીજીવન આધારીત સામંતશાહી સમાજપ્રથા, ધર્મપ્રથા અને રાજાશાહી ફગાવી દીધી છે. પણ તેને ફગાવવા માટે તે બધા રાષ્ટ્રોને આશરે ૫૦૦ વર્ષનો સંઘર્ષ કરવો પડયો હતો. જેમાંનો શરૂઆતનો સમય લોહીઆળ હતો. કારણકે જુના સ્થાપીતહીતોને પોતાની સત્તા ગુમાવવી ન હતી.

·         હીદું સંસ્કૃતીમાં કુદરતી પરીબળો જેવાંકે સુર્ય, નદી, પવન, અગ્ની, પૃથ્વી,પ્રકાશ, વરસાદ, ઠંડી, ગરમી, અવકાશી પદાર્થો વી.ને ભજવા માટેના એકમો ગણયા છે.( Nature is an object of worship).  તે બધાના સંચાલનના નીયમો જાણવાને બદલે તેની પુજા અર્ચના કરવાથી તે રાજી રહેશે એવું જ્ઞાન દરેક હીદું બાળકને જન્મથી જ આપવામાં આવેલ છે.

·         સામે પક્ષે પશ્ચીમી દેશોમાં આ કુદરતી પરીબળોને જ્ઞાન મેળવવાના એકમો ગણી,તેના નીયમો સમજીને તેનો માનવ કલ્યાણ માટે મોટા પાયે ઉપયોગ કરીને તે બધા દેશોએ કૃષીસંસ્કૃતી આધારીત સંયુક્ત અને સામંતશાહી કુટુંબપ્રથા, સમાજ વ્યવ્સ્થા, નૈતીકતા વી ખ્યાલોમાંથી બહાર નીકળીને ઘણા આગળ નીકળી ગયા. ( They consider nature as an object of knowledge not of worship like us.) જેના ફળો મબલખ પ્રમાણમાં કૃષી સંસ્કૃતીવાળા પોતાની વીકાસની ઐતીહાસીક દોડમાં પાછળ પડી ગયેલા દેશો ( પેલા પશ્ચીમી દેશોને ભૌતીકવાદી, ભોગવાદી કહીને આપણા સંતો–સ્વામીઓ અને બાબાઓ ભાંડે છે) પાસેથી તે બધાનો મબલખ ફાયદો ઉઠાવે છે.

·         જગત મીથ્યા બ્રહ્મ સત્યવાળા તત્વજ્ઞાને સદીઓથી ભારત દેશની પ્રજાને પોતાના વર્તમાન અને વાસ્તવીક પ્રશ્નો ઉકેલવામાંથી હડસેલી દઇને કાલ્પનીક અને મૃત્યુ પછીના જીવનના કલ્યાણ માટે જે કોઇ બચત પેદા કરવામાં આવતી હતી તેનો ઉપયોગ કરી નાંખ્યો.જેણે દેશમાં એક બાજુ ભવ્ય મંદીરો અને બીજી બાજુ કંગાળ માનવીની ઝુંપડીઓનું સર્જન કર્યું છે.

·         જ્ઞાન મેળવવાની અને વીતરણની એક હથ્થુસત્તા બ્રાહ્મણ વર્ગે કબજે કરી લીધી હતી . તેમાં મોટામાં મોટી ભુલ એ કરી કે જ્ઞાન મેળવવાનો આધાર અંર્તજ્ઞાન,અંર્તદ્ર્ષ્ટી, તપ–જપ શરીર દમન( Intuition became the source of knowledge)ને બનાવી દીધા. જ્ઞાનને ઇન્દ્રીયોના અનુભવ, તેના આધારીત નીરીક્ષણ અને ત્યારપછી મેળવેલુ નીષર્કશ જ્ઞાન તે સત્યને બદલે જ્ઞાનને ઇન્દ્રીયાતીત બનાવી દીધુ. રેશનલને બદલે ઇરેશનલ બનાવી દીધું.

·         નવમાનવવાદી તત્વજ્ઞાનના આધાર સ્તંભો ત્રણ છે.

·          એક, સ્વતંત્રતા, (Freedom) માનવીનું ભૌતીક જીવન ટકાવી રાખવાનો સંઘર્ષ( Biological urge to exist) એ માનવીય સ્તરપર સ્વતંત્રતા માટેનો સંઘર્ષ છે. આવતા જન્મમાં મોક્ષ કે મુક્તી કે સ્વર્ગ મેળવવાનો નહી. તેની માનવીય સંભાવીત શક્તીઓના વીકાસને જે પરીબળો રોકે તેમાંથી મુક્તી  અને જે પરીબળો  તેની સંભવીત શક્તીઓના વીકાસમાં મદદ કરે તેવી સ્વતંત્રાતાને ઉજાગર કરે  તેવી સમગ્ર માનવ જીવનની વ્યવસ્થા.( Freedom from & freedom for)

·         બે, તર્કવીવેક શક્તી (Rationality) જેમ સ્વતંત્તા માટેની ઝંખના માનવની જૈવીક ઉત્ક્રાંતીની દેન છે તેવી જ રીતે માનવીની સત્ય શોધવાની મુળભુતવૃત્તી પણ એટલે કે તેની રેશનલવૃત્તી પણ જૈવીક ઉત્કાંતીની જ દેન છે.આ રેશનલવૃત્તી માનવીનI કોઇ દૈવી પરીબળો કે ઇશ્વરી દેન નથી પણ અન્ય સજીવપ્રાણીઓની માફક લાખો વર્ષોના જૈવીક ઉત્કાંતીના સંઘર્ષમાંથી વીકસેલી વૃત્તી છે. ( M.N. Roy concluded in his fourth thesis out of twenty two thesis of Humanist Manifesto that  " Rising out of the background of the law-governed physical nature, the Human being is essentially or  potentially Rational. )

·         ત્રણ ધર્મનીરપેક્ષ નૈતીકતા કે નીતી.( Secular morality) માનવીય નેતીકતાની વૃત્તી પણ તેને મળેલ ઉત્કાંતીનું જ સર્જન છે. માનવી નૈતીક છે કારણકે તેમાં તેના માટે સારૂ શું કે ખોટું શું તે નક્કી કરવાની વીવેકશક્તી વીકસેલી છે.( The man is moral because he is rational. M.N. Roy) માનવી તરીકે સમુહમાં એક બીજાના સહકારમાં  જીવવું તે તેનું અસ્તીત્વ ટકાવી રાખવા અનીવાર્ય હતું.આમ માનવીય નૈતીક્તાનો આધાર કોઇ ધર્મ કે ઇશ્વરની બીક નહી પણ બીજાને મદદ કરવાથી પોતાની જીવવા માટેની જીજીવીષાને સંરક્ષણ મળતું હતું. તેમજ એકબીજાની જરૂરીયાતમાં મદદરૂપ થવાનો સંતોષ મળતો હતો. આવી બીજાને મદદ કરવાની સહજવૃત્તી અન્યપ્રાણીઓમાં પણ ઉત્ક્રાંતીના સંઘર્ષમાં વીકસેલી છે.

·         માનવવાદી વીચારસરણી કઇ રીતે ધર્મના આધાર સીવાય માનવ જીવનને વધુ સમૃધ્ધ બનાવી શકે છે તે માટે ઘણી માહીતી આજે વૈશ્વીક અને રાષ્ટ્રીયસ્તર પર મોટાપ્રમાણમાં ઉપલબ્ધ છે.

 

 


--
Sent with Mailtrack