Monday, January 1, 2018

Save Constitution - બંધારણ બચાવો.

પહેલું પગલું–અમને દેશનું બંધારણ માન્ય નથી. ભલે અમે બંધારણની પવીત્રતા અને રક્ષણના સોંગદ લઇને સત્તાનું સુકાન સંભાળ્યું હોય!

બીજુ પગલું– દેશમાં સને ૧૯૫૦ની ૨૬ મી જાન્યુઆરીને દીવસથી બંધારણ પ્રમાણે છેલ્લા ૬૭ વર્ષોમાં જે સંસ્થાઓ અને તંત્રો ઉભા થયા છે તે બધાને નામશેષ કરવાનું અમારૂ મીશન છે.

ત્રીજુ પગલું– કોઇપણ કીંમતે દેશનો વહીવટ અને નીતીઓ મનુસ્મૃતી આધારીત હીંદુ કાયદાઓ પ્રમાણે થશે જ.

ચોથું પગલું – જે આનો વીરોધ કરી રહ્યા છે તે બધા હીંદુ વીરોધી છે. અને દેશની ૮૫ ટકા વસ્તી હીદું હોવાથી તે બધા દેશવીરોધી( હીંદુ વીરોધી) હોવાથી દેશદ્રોહીઓ છે. જે દેશમાં રહેવાને લાયક નથી.

 યદા યદા હી.....,

 જ્યારે જ્યારે કેન્દ્રમાં બહુમતી સરકાર આર એસ એસ સંચાલીત ભારતીય જનતા પાર્ટીની આવે છે

ત્યારે ત્યારે તે બધાને બંધારણ બદલાવાની ઇચ્છાઓ બેકાબુ બનીને વીસ્ફોટ થઇને બહાર આવે છે. સને ૧૯૯૯માં બાજપીયજીની સરકાર સત્તા પર આવી હતી અને સંચાલન કરવાની સ્થીરતા પણ માંડ માંડ શરૂ કરી હતી ત્યાંતો બંધારણ બદલવાનો મુસદ્દો બહાર પાડી દેવામાં આવ્યો હતો.

 સને ૨૦૧૪માં આર એસ એસ સંચાલીત બીજેપીની મોદી સરકાર સત્તા પર આવતાં વેંત જ  બંધારણને ફગાવી દેવાની વાતો પ્રેસમીડીયામાંથી ક્યારેય  ઓછી થતી નથી. છેલ્લે છેલ્લે મોદીની દીલ્હી સરકારના મંત્રી મુળ કર્ણાટકના શ્રી હેગડેએ તો સ્પષ્ટ જાહેર કરી દીધું કે અમને દેશનું આ બંધારણ બીલકુલ માન્ય નથી.તેથી તે બંધારણ મુજબનું જે જે સંચાલન થાય છે તે અમાન્ય છે. ટુંક સમયમાંજ અમે બંધારણ બદલીને જ રહીશું.

સને ૧૯૯૯માં જ્યારે દેશનું બંધારણ બદલવાનું જોર શોરથી ચાલુ હતું ત્યારે  દેશના અતી બાહોશ બંધારણ નીષ્ણાત કાયદાવીદ્ સન્માનીય  ફલી નરીમાને એમ એન રોય મેમોરીઅલ લેક્ચરમાં આજ મુદ્દા પર એક મહત્વનો પ્રસંગ ટાંકયો હતો. જે નીચે મુજબ છે.

" અત્યારે ભારતમાં જેમ બંધારણને તોડમરોડ કરવાની જોરદાર વાતો ચાલે છે. તેવીજ રીતે અમેરીકામાં પણ બંધારણને ફગાવી દેવાનું યુધ્ધ સને ૧૮૬૧માં રાષ્ટ્રપ્રમુખ લીંકનના સમયે થયું હતું. તે મુદ્દે દેશના બે વીભાગો, ઉત્તરના રાજ્યો અને દક્ષીણના રાજ્યો વચ્ચે યુધ્ધ જ શરૂ થઇ ગયું હતું. અમેરીકાની બંધારણીય લોકશાહીને આશરે ૮૫ વર્ષ જ થયેલ હતા. સને ૨૦૧૮માં ભારતની બંધારણીય પ્રજાસત્તાક લોકશાહીને ૬૮વર્ષ પુરા થશે. અમેરીકા, બંધારણ મુજબ પોતાના રાજ્યનો વહીવટ કરતો ઇગ્લેંડ કે ફ્રાન્સ કરતાં યુવાન દેશ હતો. આપણી તો આજની સ્થીતી તે બધા કરતાં પણ યુવાન છે.

 તે સમયે ફ્રાંસના એમ્બેસડરે અમેરીકાના કાયદાશાસ્રી સર જેમ્સને પુછયું હતું કે આ બંધારણ સામેના સંઘર્ષનું પરીણામ શું આવશે? તમારો દેશ કયાં સુધી આ સંઘર્ષમાં ટકી રહેશે?

સર જેમ્સનો જવાબ હીંમતવાન, વીનમ્ર અને ભાવીની આગાહી સુચક હતો. " જ્યાં સુધી અમારા ચુંટાયેલા પ્રતીનીધીઓ અને રાજકીય નેતાઓ બંધારણના ઘડવૈયાઓના આદર્શ પ્રમાણે દેશનું સુકાન ચલાવશે ત્યાંસુધી મારા દેશના અસ્તીત્વને ટકાવી રાખવામાં કોઇ વાંધો આવવાનો નથી. "

The answer was as courageous and courteous, and as  it was prophetic:

"Sir, so long as our leaders live up to and cherish the ideals of  its  Founding Fathers."

 ઉપરનું અવતરણ જણાવ્યા પછી નરીમાન સાહેબે વીનમ્રતાપુર્વક શાસનકર્તાઓને કહ્યુ હતું કે તમે તમારા ચુંટણીના કે બીજા મુસદ્દાઓને બાજુ પર મુકીને બંધારણમાં સમાવેલા આદર્શો પ્રમાણે શાસન ચલાવો." ઉપરછલ્લો મત બાંધીને દેશના બંધારણ જોડે છેડછાડ મહેરબાની કરીને ન કરશો. તેનાથી તમે કારણવીનાની અપેક્ષાઓ લોકોમાં પેદા કરશો. તેમાંથી તો નીરાશા, હતાશા અને આખરે ભારતનું એક રાષ્ટ્ર તરીકે  ઘટન, ખંડન,( perhaps even (God forbid) ultimate disintegration.) જ થશે. આપણા દેશમાં બંધારણમાં ઘણા સુધારાવધારા  થયા છે. પણ તે બધા સુધારા દેશની સાંસ્કૃતીક વીવીધતા અને રાજકીય એકતાને ભોગે નહી. આ હકીકતને ધ્યાનમાં રાખશો તો જ તમે બંધારણના ઘડવૈયાઓને ન્યાય પ્યો છે તેમ ગણાશે.

 


--
Sent with Mailtrack