Monday, January 15, 2018

શું હીદું ધર્મ, હીદુંસંસ્કૃતી,અને હીદુત્વ એક જ વીચાર છે?.

શું હીદું ધર્મ, હીદુંસંસ્કૃતી,અને હીદુત્વ એક જ વીચાર છે?.

 છેલ્લા ઘણા વર્ષોથી વીચાર કરતા દેશના નાગરીકના મન પર આ શબ્દો વારંવાર આવ્યા કરે છે. શું છે હીદું ધર્મ ? તેની ઓળખ શું હોઇ શકે? તેના પાયાના લક્ષણો કયા કયા છે જે બીજા ધર્મોથી  તેને જુદા પાડે છે.

સામાન્ય રીતે હીદુંધર્મ એક સંસ્કૃતી તરીકે આશરે ચારથી પાંચ હજાર વર્ષ જુની છે . પણ તેના વૈચારીક રીતે બે ભાગ પડે છે. એક વેદીક સમયની હીદું સંસ્કૃતી અને બીજી લગભગ સાતમી સદીથી શંકરાચાર્ય પ્રેરીત  અસ્તીરત્વમાં આવેલી બ્રાહ્મણવાદી હીદું સંસ્કૃતી. જે ભાગ પાડવામાં આવ્યા છે તે સમજણ માટે પાડવામાં આવ્યા છે. પણ શંકરાચાર્ય પ્રેરીત બ્રાહ્મણવાદી હીદું સંસ્કૃતીના ઘણા બધા લક્ષણો વેદીક સંસ્કુતીમાંથી ઉતરી આવેલ છે. તેમાં એક અગત્યનું લક્ષણ ચારવર્ણવ્યવસ્થા( સમાજના બ્રાહ્મણ,ક્ષત્રીય,વૈશ્ય અને શુદ્ર) છે. આ ઉપરાંત મુર્તીપુજા, યોગ વીધ્યા અને સંસાર છોડવાની વૈરાગ્યવૃત્તી જેવા રૂઢીરીવાજો પણ વૈદીક સમયની દેણ છે. જે બુધ્ધ, જૈનધર્મો તથા બ્રાહ્મણવાદી હીદું સંસ્કૃતીમાં આજદીનસુધી ચાલુ રહેલ છે.

 ટુંકમાં વૈદીક સંસ્કૃતીના માણસોએ માનવી તરીકે જીવન જીવવાના સંઘર્ષ માટે એક બાજુ સમાજની ચાર ભાગમાં પોતાની વસ્તીની વહેંચણી કરેલ હતી. અને બીજી બીજુએ કુદરતી પરીબળો જેવાકે સુર્ય, આકાશ, અગ્ની, વરસાદ જમીન, નદી, જેવી ભૌતીક પરીબળોને સમજવા કોશીષ કરતો હતો. ઉપરાંત જન્મ, જીવન, મૃત્યુ જેવી ઘટનાઓ કેમ બને છે તેના કારણો શોધવા – સમજવા સતત પોતાની મથામણ આ બધા સમયમાં સતત કરતો રહ્યો હતો.  તે બધાની ક્રીયાઓ પાછળના નીયમો વગેરેને સમજવા બૌધ્ધીક પ્રયત્નો કરેલા હતા. આવી વૈચારીક બૌધ્ધીકતાને માટે તે બધાએ શબ્દ શોધી કાઢયો હતો આધ્યાતીમકતા( સ્પીરીચ્યુઅલ). પણ તેમાં કશું ઇશ્વરી કે દૈવી ન હતું. પરંતુ આધ્યાત્મીક રીતે જે વીચારવામાં આવતું હતું તે પણ એટલા માટે ભૌતીક જ હતું કે વીચારવાની ક્રીયા માટે  મન–મગજ વગેરે જોઇએ. જે ભૌતીક શરીરનો એક અગત્યનો ભૌતીક ભાગ હતો અને આજે પણ છે. ભૌતીકતા અને આધ્યાતીમકતા એ મનુષ્યના કુદરતી નીયમો અને ઘટનાઓને સમજવા માટે પાડેલા કૃત્રીમ ભાગ છે.( The division, the materialistic & spiritualistic components of culture is purely notional. It is there to facilitate thought.)

તે બે ક્યારેય સ્વતંત્ર પ્રવૃત્તીઓ નથી. આધ્યાત્મીકતાના જ્ઞાનની જરૂર માનવીની ભૌતીક સમસ્યાઓના ઉકેલ માટે છે. તે સમાજનું સુપરસ્ટ્રક્ચર છે.  માનવી અને સમાજ સીવાય આધ્યાત્મીકતાનું અસ્તીત્વ જ શક્ય નથી. આમ વીચાર પોતે જ એક ભૌતીક તત્વ છે. ભારતીય સંસ્કૃતીનો વૈદીકયુગ સુવર્ણકાળ એટલા માટે હતો કારણકે તે સમયમાં માનવીના ભૌતીક અને આ દુનીયના પ્રશ્નો ઉકેલવા માટે આધ્યાત્મીકતાનો ભરપેટ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે વીચારસરણીને  શંકરાચાર્યના 'જગત મીથ્યા અને બ્રહ્મ સત્ય'ના ખ્યાલે મરણતોલ ફટકો માર્યો હતો. જેની અસરોમાંથી હજુ આપણે આજે બહાર તો નીકળી શક્યા નથી. પણ હવે પાછા એ તરફ કુદકે ને ભુસકે આગળ વધી રહ્યા છે.

આજના હીદું સમાજના ઘણા બધા લક્ષણોના મુળ શંકરાચાર્યવાળી બ્રાહ્મણવાદી હીદું વીચારસરણીમાં (સંસ્કૃતી) પડેલાં છે. સમગ્ર બ્રાહ્મણવાદી વીચારસરણીને એકજ વાક્યમાં સમજાવવી હોય તો  આ જગપ્રસીધ્ધ વાક્યથી સમજાવી શકાય. " જગત મીથ્યા અને બ્રહ્મ સત્ય".  જે હકીકત છે , પુરાવા અધારીત છે, તપાસી શકાય છે, માનવ બુધ્ધીથી સમજી અને સમજાવી શકાય છે તે મીથ્યા છે , અસત્ય છે. માટે તે માનવ કલ્યાણ, તેના અસત્તીત્વ ટકાવવા અને વીકાસવવા માટે જરૂરનું નથી. અને  જેનો કોઇ પુરાવો આજદીન સુધી મળેલો નથી, જે વીચારને ભૌતીક રીતે તપાસી શકાય નથી તેને આ વીચારસરણીએ વાસ્તીક બતાવીને હીદું સમાજ પર એવી ભુરકી નાંખી દીધી છે કે આ વીચાર તેની સર્વપ્રકારની મીલકત બની ગયો છે. તેને બચાવવા ખુના મરકી કરવા તૈયાર થઇ ગયો છે.

હવે આપણે ખુબજ ટુંકમાં તથા સરળતાથી આ વીચારસરણીના કેટલાક મુળ લક્ષણો કયા કયા છે તે જાણીએ . તે બધાને પરીણામે છેલ્લા બે હજાર વર્ષોમાં દેશની શું સ્થીતી થઇ હતી અને હજુ થઇ રહી છે તેનો અંદાજ કાઢીએ.

·         જગત મીથ્યા ને બ્રહ્મ સત્ય.

·         આ જન્મનો ઉપયોગ મૃત્યુ પછીના જીવન અને ઉચ્ચજ્ઞાતીમાં પુનર્જન્મ માટે કરવાનો અને અંતીમ મોક્ષ પ્રાપ્ત કરવા જ કરવો. .

·         માટે શરીરમાં આત્માના અસ્તીત્વના ખ્યાલનું સર્જન કરવામાં આવ્યું છે.

·         પુર્વજન્મ, તેના કર્મો આધારીત વર્તમાન જન્મ અને પછી પુનર્જન્મ.

·         કહેવાતા કર્મનો અફળ સીધ્ધાંત કર્મેણ વાધીકારસ્તે મા ફલેષુ કદાચન.

·         ગીતામાં કૃષ્ણે અર્જુન ઉપદેશમાં કહ્યુ કે હીદું સમાજની ચાર વર્ણોનું સર્જન મેં કર્યુ છે.

·          તેથી દરેક હીદુંએ પોતાના પુર્વજન્મના કર્મો પ્રમાણે આ જન્મ–જાતી –વર્ણ પ્રમાણે ફળની આશા રાખ્યા સીવાય પોતાનું કર્મ કરવામાં આનંદ માણવો.

·         ગીતામાં આ બ્રાહ્મણવાદી હીદું વ્યવસ્થાને આધારે સદીઓથી અસ્તીત્વમાં આવેલી સંસ્કૃતીને ટકાવી રાખવા ચાર મુખ્ય મુદ્દાઓ વીકસાવવામાં આવેલ છે.

·         દરેક હીંદુનું ભાવી પુર્વનીર્મીત છે.અપરીવર્તનશીલ છે. તેથી તેની વર્તમાન સ્થીતીને બદલવા વીદ્રોહ કે બળવો કરવો નહી.

·         પોતાની હર કોઇ સ્થીતીમાં દરેક હીદું એ " સ્થીતપ્રજ્ઞતા" રાખવી અને ન હોય તો કેળવવી.

·         પોતાને માથે આવી પડેલું કામ " નીષ્કામ કર્મ" ફળ, વળતર કે અવેજની અપેક્ષા વીના જ કરવું.

  જગત મીથ્યા બ્રહ્મ સત્યવાળા તત્વજ્ઞાને એવો હીદું સમાજ છેલ્લા બે હજાર વર્ષોમાં પેદા કર્યો કે જેમાં દેશ આઝાદી પહેલાં સેંકડો નાના મોટા રજવાડામાં વહેંચાઇ અને વહેરાઇ ગયો હતો.  જે કોઇ પરદેશી આક્રમણો થયા તેનો દેશની પ્રજા સરળતાથી ભોગ બનતી રહી હતી.

છેલ્લા ત્રણચાર વર્ષોમાં દેશમાં જે હીદુંત્વના નામે જે ખુલ્લેઆમ પ્રવૃત્તીઓ થઇ રહી છે તે ચોક્કસ રીતે વ્યક્તી અને સામુહીક નાગરીકોના ભાવીને ભયંકર જોખમકારક દીશામાં ઝડપથી કદાચ પાછા નાવાળી શકાય તે દીશામાં ઢસડી રહી છે. આવનારા દીવસોમાં દેશનું ભાવી વધુ હીંસક સઘર્ષમય દેખાઇ રહ્યું છે.

 આનો ઉપાય શું?

 " wEAPONS OF IDEAS ARE THEMSELVES "

વીચારોનું આયુધ( શસ્રો) વીચારો જ હોઇ શકે.  આપણે ભારતીય સમાજને એ સમજાવવું પડશે કે ૨૧મી સદી જે જ્ઞાનના વીસ્ફોટની સદી તરીકે ઓળખાય છે તો તે જ્ઞાન– માહીતીને આધારે આપણે શંકરાચાર્ય પ્રેરીત ' જગત મીથ્યા બ્રહ્મ સત્ય'ની વીચારસરણીનો વીકલ્પ બતાવવો પડશે.

 

 

 

 

 


--
Sent with Mailtrack