Monday, June 22, 2020

આજના દીવ્યભાસ્ક્રના સમાચાર––


જના દીવ્યભાસ્કરના સમાચારઆ– " ગઢડા સ્વામીનારાયણ મંદીરના બે સહીત ત્રણ સાધુનું મહીલા પર દુષ્કર્મ. તા–૨૨–૦૬–૨૦૨૦.પાન–નં–૧૬.

આપણે ઉપરની હકીકતને કોઇ વ્યક્તી, સંપ્રદાય, કે ધર્મના પ્રશ્નને બદલે એક માનવસમાજની સમસ્યા તરીકે તેનું મુલ્યાંકન કરવું જોઇએ. તે બધા પ્રત્યે ગુસ્સો, ફીટકાર,ઘૃણા કે તીરસ્કાર થાય એ સ્વાભાવીક છે. તેની અસર તો એક ક્ષણ માટે આવેલા દુધના ઉભરા જેટલીજ કામચલાઉ જ હોય છે. તેમાંથી આજદીન સુધી કોઇ ઉપાય મલ્યો નથી. રોગના ચીન્હોને જાણીને બેસી રહેવાથી રોગને જડમુળથી દુર કરી શકાતો નથી.

સમાજ પોતે આ રોગનો ફક્ત ટેકેદાર નહી સર્જક પણ છે. સમાજને કોઇ પુછી શકે ખરુ કે તમારે બ્રહ્મચર્ય જેવા અમાનવીય આદર્શની જરૂર શા માટે છે? માનવ મનોવીજ્ઞાને( Human Psychology) સાબીત કરેલું વૈજ્ઞાનીક સત્ય છે કે માનવીમાં જાતીય સંતોષની ઇચ્છા જૈવીક ઉત્ક્ર્તીમાંથી જન્મજાત સહજ રીતે વીકસેલી છે. આ જન્મજાત સહજ ઇચ્છા ફક્ત માનવીની જ નહી પણ દરેક સજીવની તેના જન્મ સાથે જન્મ પામે છે અને મૃત્યુ સુધી ચાલુ રહે છે. લગભગ બધાજ ધર્મના ઠેકેદારો અને તેના ટેકામાં ચાલતી સંસ્થઓએ બ્રહ્મચર્યને એક પુજનીય, સન્માનીય સામાજીક આદર્શ બનાવી દીધો છે. જે વૈજ્ઞાનીક સત્ય જાતીયદમન, પીડનને એક મનોવૈજ્ઞાનીક વીકૃતી ગણે છે તેવા રોગીષ્ટોને સમાજ પુજનીય ગણે છે.

           આવા મનોરોગીષ્ટોને સમાજ કેમ પુજે છે? કારણ કે વીશ્વનો કોઇ ધર્મ બાકી નથી જેને આ માનવસહજ જાતીયવૃત્તીને પાપ ગણવાનું બાકી રાખ્યું હોય! આ સમાજે પેલી જાતીયદમન વૃત્તીને સમાજના બીજા અનીવાર્ય ભાગ જેના વીના સમાજનું અસ્તીત્વ હોવું જ શક્ય નથી તે સ્રીને પાપનો એંજટ બનાવી દીધો. રામાયણના સર્જક તુલસીદાસે સ્રી માટે છેલ્લું સર્ટીફીકેટ આપીને કહી દીધું કે " નારી, ગંવાર ઔર પશુ સબ તાડન કે અધીકારી." જે લોકો સમાજમાં બ્રહ્મચર્ય પાળનારાના ગુણગાન ગાનારા છે તેમને એટલું તો પુછી જુઓ ખરા કે જો તમારા મા–બાપે બ્રહ્મચર્યનું પાલન કર્યુ હોત તો ઓછામાં ઓછું તમે અમારા( સમાજ) માથે ન પડ્યા હોત! સમાજ તમારા તઘલગી તુક્કાઓથી ચોક્કસ બચી ગયો હોત!

      વીશ્વમાં સૌથી વધારે સભ્યસંખ્યા ધરવાતો કોઇ ધર્મ હોય તો તે ખ્રીસ્તી ધર્મ છે. તેમાં પ્રભુત્વ અને પોતાની જાતને મુળભુત જીસસના સીધા વારસદાર ગણાવતો હોય તો તે રોમન કેથોલીક સંપ્રદાય છે. તે સંપ્રદાયના સંચાલકો, ધર્મગુરૂઓ, કાર્ડિનલ્સ, તેમના મઠોમાં રહેનારી સ્રી–કુંવારી સંન્યાસીઓ( નન્સ) દ્રારા પેલી કુદરતી સહજ જાતીયવૃત્તીના સ્ખલનના કીસ્સાઓ અસંખ્ય છે. તેમના દ્રારા કરવામાં આવતી કુમળા બાળકોની જાતીય સતમાણીના ક્રીમીનલ કેસો અમેરીકન અને યુરોપીયન દેશોની કોર્ટોમાં અસંખ્ય છે. વીશ્વમાં જે દેશમાં જ્યાં રોમન કેથોલીક સંપ્રદાય હશે ત્યાં ' ચાઇલ્ડ એબ્યુઝ' ના કેસો નહી હોય તેવું ભાગ્યેજ બને! જેને એકેડેમીક ઇન્ટરેસ્ટ હોય તે ગુગલમાં " Child Absuse & Roman Catholic"  સર્ચ કરી તમે શાંતીથી તમારા મનને ખલેલ પહોંચાડ્યા સીવાય તે અમાનવીય દુ;ખદ સત્યો વાંચી નહી શકો. જેના બે પુરાવા અમે રજુ કરેલ છે.અમેરીકન સીવીલ લીબર્ટીઝ યુનીયન( એસીએલયુ) એટલેકે અમેરીકન નાગરીક સ્વાતંત્રય સંગઠન પેલા નીર્દોષ બાળકો જે આવા પાદરીઓ કે આપણા કહેવાતા સંતોની હવસવૃતીના શીકાર બન્યા હોય તેમના મા–બાપોને કાયદાકીય કેસોમાં મદદ કરીને પેલા 'પુજનીય બ્રહ્મચારીઓને!' સજા અને મા–બાપોને વળતર અપાવે છે.પેલી કુંવારી મઠમાં રહેનારી સ્રીઓને (નન્સ)પોતાના પસંદ કરેલા પ્રેમી સાથે લગ્ન કરવું હોય તો ચર્ચા સંચાલકો સામે એસીલયુ ઢાલ બનીને મદદ કરે છે. બાળકોના જાતીય શોષણના મોટાભાગના કેસો જે લોકો બાળપણમાં ખુદ ભોગ બનેલા હતા; તે પુખ્ત ઉંમરના બનતા પોતે જાતે પોતાનું જાતીય શોષણ કરનાર ધર્મગુરૂ સામે કેસ કરે છે. આવા કેસો સામે આ બ્રહ્મચારી સંતો સામે આવવાની કોર્ટમાં હીંમત જ કરતા નથી. બને તેટલી ઝડપથી તે બધા કોર્ટની બહાર સમાધાન કરાવી લે છે. તેમનો ચર્ચ જ લાખો ડોલર્સ ચુકવે છે. પછી તે જ ચર્ચ તેનો ધંધો ચાલુ રહે તે માટે આફ્રીકાના ગરીબ દેશોમાં તેને મોકલી દે છે.

 રોમની રોમન કેથોલીક ચર્ચની સર્વોપરી એક હથ્થુ સામે ૧૬મી સદીમાં બળવો પોકારનાર માનવ મરજીવો માર્ટીન લ્યુથર કીંગની ફરીયાદને સાચી ગણીને દસમા પોપ લીએનો મનાઇ હુકમ વાંચો ને સમજો. રોમના વેટીકન સીટીના કાર્ડીન્લસને એવો મનાઇહુકમ ફરમાવ્યો હતો કે તમારે છોકરાઓ સાથે સૃષ્ટીવિરૂધ્ધનું કૃત્ય કરીને આનંદ માણવો હોય તો ભલે માણો પણ તમારે કુલ છોકરાઓની સંખ્યા મર્યાદીત રાખવી પડશે. સંખ્યા અમર્યાદીત નહી રખાય!

In 1531, Martin Luther claimed that Pope Leo X had vetoed a measure that cardinals should restrict the number of boys they kept for their pleasure, "otherwise it would have been spread throughout the world how openly and shamelessly the Pope and the cardinals in Rome practice sodomy."[27]

Since 1995, more than 100 priests from various parts of Australia were convicted of sexual abuse.[29]

આપણે ત્યાં ભારત દેશમાં ધાર્મીક સંપદ્રાયો અને બ્રહ્મચર્યને પુજનીય ગણનારી સંસ્થઓમાં જાતીય સતામણીના મુદ્દે જે હકીકતો બહાર આવે છે તે તો ફક્ત પેલી હીમ શીલા કે બરફના પહાડની ઉપલી ટોચ જેટલીજ દેખાય છે. ૨૧મી સદીમાં ભારતમાં દેશને એક યા બીજા પ્રકારના માનસીક વીકૃતીઓના રોગીમાંથી બચાવવા ઓછામાં ઓછું આટલું ચોક્કસ કરીએ.(૧) જાતીય સતામણીથી પ્રમાણમાં બચવાનો ઉપાય, કોઇપણ જાહેર સંસ્થા, ધર્મો, તેના સંપ્રદાયો સહીત તમામના મુખ્ય કર્તાહર્તાઓ ક્યારેય બ્રહ્મચારી તો ન હોવા જ જોઇએ. કોઇકાળે સંપ્રદાયોના ધાર્મીક સંચાલકો બ્રહ્મચારીને બદલે ગૃહસ્થી હોય તો કયું આભ તુટી પડવાનું છે?(૨) સમાજમાં એવી જાગૃત્તા ફેલાવો કે બ્રહ્મચારીપણુ એક માનસીક વિકૃતીથી વધારે કાંઇ નથી. તેમાં કશું દૈવી, ઇશ્વરી ચમત્કારીક હોઇ શકે નહી. બ્રહ્મચારીના ચીન્હો કે નીશાનીઓ ઓળખાય તેવી હોય છે. દાઢી, ચોટી, જટા અને ભગવા કપડાંમાં તથા તેમની ચુંબકીય આંખો અને વાણી. કોરાના વાયરસનું સંક્રમણતો તમે આશરે ત્રણ ફુટ કે છ ફુટ નજીક આવો તો જ થાય છે. બ્રહ્મચારીના સંક્રમણની સીમા મર્યાદા નક્કી કરવામાં થીયરી ઓફ રેલેટીવીટી શોધક આલબર્ટ આઇનસ્ટાઇન પણ સફળ થયા નહતા...... તો બીચારા અભણભક્તોનું કેટલું ગજું!

              

 

 

 

 n

                 -- 

Saturday, June 20, 2020

આવકાર અને અભીનંદન–

આવકાર અને અભીનંદન–

ગુજરાત રેશનાલીસ્ટ ચળવળના શ્રી અશ્વીનભાઇ કારીઆ એક મોભી છે. તેમના મનમાં સતત વૈચારીક ઘમસાણ ચાલી રહ્યું હોય છે કે આપણી ચળવળને કેવી રીતે બળવત્તર બનાવવી. તેમજ સમાજમાં બને તેટલો પ્રચાર કેવી રીતે કરવો. આ મથામણમાંથી આપણને કંઇક નવું સતત તેમની પાસેથી મળતું રહે છે. થોડાક સમય પહેલાં આંધપ્રદેશ રેશનાલીસ્ટ એસોસીયનના વાર્ષીક પ્રસંગે તેમને મુખ્ય મહેમાન તરીકે રેશનાલીઝમ ઉપર અંગ્રેજીમાં પ્રવચન આપવા બોલાવ્યા હતા. ત્યાં તેમના વડીલ રેશનાલીસ્ટ સાથી લગભગ ૧૦૦ વર્ષ સને ૨૦૨૧માં પુરા કરનાર રવીપુડ્ડી વેંકટાદ્રી મલ્યા. તેમના અંગ્રેજીમાં પ્રકાશીત કેટલાક પુસ્તકો ત્યાંથી લેતા આવ્યા. તે બધા પુસ્તકોમાંથી એક નાની સરખી પુસ્તીકા અશ્વીનભાઇએ તૈયાર કરી. તેનું નામ છે "  વીવેકબુધ્ધીવાદ એટલે શું– ને શા માટે?"

આ ગુજરાતી પુસ્તીકામાં મુળલેખક રવીપુડ્ડી વેંકટાદ્રીના વીવેકબુધ્ધીવાદની સાથે સંકળાયેલા કેટલાક પાયાના મુદ્દાઓ વીષે જેવા કે સ્વાતંત્ર્ય, ધર્મનીરપેક્ષ નીતી, નાસ્તીકતા, ઇશ્વરનો ઇન્કાર, માનવીય ગૌરવ વીગેરે અંગે ચર્ચા કરી છે. ખુબજ સરળ રીતે આ બધા પાયાના મુદ્દાઓને એકબીજા સાથે આંતરીક કેવા સંબંધો છે  તેની ખુબજ સરળ ભાષામાં સ્પષ્ટતા અને ચર્ચા કરી છે. સદર ચર્ચામાં અશ્વીનભાઇની વીશીષ્ટતા એ છે કે તે બધું તેઓશ્રીએ સરળ ને ટુંકા ટુંકા વાક્યોમાં આ બધું સમજાયું છે. શરૂઆતમાં તેઓશ્રી વીવેકબુધ્ધીવાદ કોને કહેવાય તેની જુદી જુદી વ્યાખ્યાઓ મુકી છે. જે આપણને એક વાંચક તરીકે આપણને વીવેકબુધ્ધીવાદમાં કયા કયા મુદ્દાઓ આવી શકે છે તેની માહીતી આપે છે.

પુસ્તકમાં લેખકે વીવેકબુધ્ધીવાદ અંગે જે કેટલીક ગેરમાન્યતાઓ પ્રર્વતમાન છે તેનું ભ્રમનીરસન પણ કર્યું છે. દા;ત. અંધશ્રધ્ધાનો વીરોધ એટલે વીવેકબુધ્ધીવાદ, અથવા ધાર્મીક પંરંપરાઓ, પ્રણાલીઓનો વીરોધ એટલે વીવેકબુધ્ધીવાદ અથવા ચમત્કારોના પર્દાફાશ એટલે વીવેકબુધ્ધીવાદ. આ ઉપરાંત લેખકે માનવવાદ જેવી વીચારસરણીના ત્રણ અગત્યના મુલ્યો છે, સ્વાતંત્ર્ય, વીવેકબુધ્ધીવાદ ને ધર્મનીરપેક્ષ નીતી તે બધાના એક બીજા સાથેના સંબંધોની વાત સરળ રીતે સમજાવી છે. માનવી એક જૈવીક ઉત્ક્રાંતીમાંથી સર્જન પામેલું એક અન્ય સજીવોની માફક એક સજીવ એકમ છે. માનવીની પોતાની જીજીવીષા ટકાવી રાખવાની અદ્દમ્ય ઇચ્છામાંથી પેલા ત્રણ માનવમુલ્યો, અનુક્રમે સ્વાતંત્ર્ય, વીવેકબુધ્ધીવાદ અને ધર્મનીરપેક્ષ નીતી ( સેક્યુલર મોરાલીટી) કેવી રીતે વીકસ્યા છે તે પણ લેખકે સમજાવ્યું છે.

માનવીય વીવેકબુધ્ધીનો વારસો જૈવીક ઉત્ક્રાંતીનો છે, તે હકીકત લેખકે કુદરતી નીયમબધ્ધતાના સીધ્ધાંતની મદદથી સમજાવ્યો છે. ( The universe is law governed). કુદરતી પરીબળો પોતાની નીયમબધ્ધતાને આધીન છે. તેમની ગતી કે સંચાલનમાં કોઇ બાહ્ય પરીબળ જેવું કે ઇશ્વર કોઇ ફેરફાર કરી શકતું નથી. તેથી જ માનવી વરસાદ, સુર્યનું દરરોજનું ઉગવું આથમવું ,રૂતુચક્ર વીગેરે સમજીને પોતાનું જીવન ટકાવવામાં સફળ થયો છે. માનવીએ શોધી કાઢયું છે કે તેનું જીવન ટકાવી રાખવા માટે જે સત્ય શોધવું પડે છે તે તેની વીવેકબુધ્ધીના ઉપયોગનું પરીણામ છે. વીવેકબુધ્ધીની મદદથી પ્રાપ્ત થતું સત્ય હંમેશાં પરીવર્તનશીલ હોય છે. નવી માહીતી મળતાં તે સત્ય બદલાય છે. તેથી વીવેકબુધ્ધી આધારીત સત્ય સાપેક્ષ ( રીલેટીવ) હોય છે. તે સત્ય નીરપેક્ષ ( એબસોલ્ટ) હોતું નથી.

લેખકે એ વાત પણ સરસ ને બરાબર રીતે મુકી છે કે માનવવાદ વીચારસરણીનું કેન્દ્ર માનવી છે. માનવી માટે સારુ શું તે જ ખરૂ સુખ. માનવીના સુખનો ખ્યાલ ભૌતીક છે, સુખ આ જન્મઅને અહીયાં જ મેળવવાનું છે અને તેનો આનંદ પણ અહીંયાં જ માણવાનો છે. માનવીએ પોતાના સુખ માટે કુટુંબ, સમાજ, રાજ્ય જેવી અનેક સંસ્થોનું સર્જન કર્યું છે. આ બધી સંસ્થાઓ માનવ ક્લ્યાણ કે સુખ માટે છે. પણ માનવી તે બધી સંસ્થાઓની ઇચ્છા મુજબ કઠપુતલીની માફક નાચતું કોઇ રમકડું નથી. આ બધી સંસ્થાઓ માનવી સર્જીત હોવાથી તેના સુખનો ખ્યાલ બદલાતાં તેમાં ફેરફાર આવકાર્ય હોવો જોઇએ.

આ ઉપરાંત લેખકે કાર્ય–કારણનો સીધ્ધાંત તથા માનવીમાં કુદરતી સંભવીત વીવેકશક્તી છે જેના સતત ઉપયોગથી તે નૈતીક બને અને નૈતીક સમાજનું સર્જન કરી શકે તે વાત પણ સમજાવી છે. નૈતીક માનવ સમાજ પૃથ્વી પર વધુ સમૃધ્ધ ને સુખી માનવજીવન માટે છે. તેથી માનવીએ નૈતીક આચરણ ઇશ્વર કે કોઇ દેવને રીઝવવા માટે નહી પણ પોતાની જાતના આનંદ માટે જરૂરી છે.

આમ આપણા સાથી અશ્વીનભાઇ કારીઆએ ખુબજ ટુંકાણમાં સરળ ભાષામાં ઉપર મુજબની હકીકતો પોતાના પુસ્તકમાં સમજાવી છે. ખરેખર ગુજરાતની રેશનાલીસ્ટ ચળવળના સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા સાથીઓ અને શુભેચ્છકોને આ પુસ્તક " ગાગરમાં સાગર" બનીને ભોમીયાની માફક સહાયરૂપ થવાની પુરેપુરી ક્ષમતા ધરાવે છે. આવું વીવેકબુધ્ધીવાદ પર ગુજરાતી ભાષામાં પુસ્તક મળતાં અમારી ચળવળ વધુ બૌધ્ધીક રીતે પરીપક્વ થશે તે આશા રાખવી અસ્થાને નથી. પુસ્તકના લેખનથી માંડીને પ્રકાશનમાં સંકળાયેલા સૌ ને મારા અભીનંદન ને શુભેચ્છા છે.... બીપીન શ્રોફ. મહેમદાવાદ.  

--

Tuesday, June 16, 2020

માઓત્સે તુંગ– ( 1893-1976

માઓ ત્સે તુંગ– ( 1893-1976)                         

માઓ અને તેના દ્રારા પ્રેરીત ચાઇનીઝ ક્રાંતીની વાત કરીએ તે પહેલાં સોવીયેત રશીયાની પશ્ચીમી મુડીવાદી દેશો સંચાલીત ગુલામ દેશોમાં ક્રાંતી કરવા શું કરવું જોઇએ તેની વાત ટુંકમાં કરીએ. કારણકે રશીયાએ ચીનમાં સામ્યવાદી ક્રાંતી કરવા માટે તે નીતીને આધારે નાણાંકીય તેમજ અન્ય મદદો કરી હતી. આ લેખ તૈયાર કરવામાં ફ્રેન્ક દીકોત્તરના પુસ્તક ' How to be a Dictator ' ઉપરાંત એમ. એન રોય લીખીત ચાર પુસ્તકો(૧) M. N.Roy's Memoirs,(૨) Men I met,(૩) Russian Revolution (૪) Revolution & Counter Revolution In China ના સંદર્ભ ગ્રંથો તરીકે ઉપયોગ કર્યો છે.

 સોવીયેત રશીયાની માફક ચીન પણ ખેતી પ્રધાન દેશ હતો. અહીંયા પણ માર્કસવાદી ચીંતન પ્રમાણે ઔધ્યોગીક ક્ષેત્ર અને તેના આધારીત કામદારોનું શોષણ– તેના આધારીત સંગઠન વી. પ્રશ્નો અપ્રસ્તુત હતા. રશીયન ક્રાંતીના નેતાઓને આંતરરાષ્ટ્ટ્રીય કક્ષાએ અને ખાસ કરીને પશ્ચીમના મુડીવાદી દેશોનાં સંસ્થાનો, કે ગુલામ દેશોમાં સામ્યવાદી ક્રાંતીનો ફેલાવો કેવી રીતે કરવો તે હતો. તે ખુબજ મુંઝવતો પ્રશ્ન હતો. કારણ કે સમગ્ર મુડીવાદી જગતમાં એકલું સોવીયેત રશીયા સામ્યવાદી હોય અને તેની આજુબાજુની સમગ્ર દુનીયા સતત સામ્યવાદી વીરોધી પરીબળોથી સજ્જ થતી હોય તો તે દેશ પોતાનું અસ્તીત્વ ક્યાં સુધી ટકાવી શકશે? પશ્ચીમી મુડીવાદી દેશોમાં કાર્લ માર્કસના તર્કબધ્ધ ક્રાંતીકારી સીધ્ધાંતો પ્રમાણે સમાજવાદી પરીવર્તન એટલા માટે નથી થતું કે તે દેશોએ પોતાની વધારાની મુડી ગુલામ દેશોમાં રોકી હતી. ત્યાં પોતાના દેશના ઉધ્યોગો માટે કાચો માલ ખુબજ સસ્તા ભાવે મલતો હતો. તેમજ ગુલામ દેશોમાં મજુરી ખુબજ સસ્તી હતી. આવી રીતે પેદા થયેલો નફો પોતાના દેશમાં લઇ જઇને, થોડો નફો પોતાના દેશના મજુરોમાં વહેંચીને તેમને અન્ય દેશોના મજુરો કરતાં વધુ સંપન્ન અને સુખી બનાવી દીઘા હતા. પશ્ચીમી મુડીવાદે પોતાના દેશના મજુરોને માર્કસના તારણ પ્રમાણે બેહાલ, ભુખ્યા, કંગાલ, વંચીત, અને સમાજવાદી ક્રાંતીના વાહક બનાવવાને બદલે " Proletarian Aristocrat"  ઉમરાવ મજુરો કે સંપત્તીવાન મજુરો બનાવી દીધા છે. આવા દેશોના ઉમરાવ મજુરોના આર્થીક હીતો તેમના મુડીવાદીઓના આર્થીક હીતોથી કેવી રીતે જુદા હોઇ શકે? પશ્ચીમી મુડીવાદી દેશમાં માર્કસવાદી ક્રાંતીની સફળતા માટેની પુર્વશરત છે કે તે બધા દેશોને પોતાના સંસ્થાનામાંથી હાંકી કાઢવા માટેની મજબુત માર્કસવાદના સીધ્ધાંતો આધારીત ચળવળો આ બધા ગુલામ દેશોમાં પેદા કરવી. જેથી તેમના મુડીરોકાણમાંથી નફો પોતાના દેશમાં લઇ જવાનો ચરખો બંધ થઇ જાય. તે માટેનું બૌધ્ધીક અને નીપુણ, ધંધાદારી ( પ્રોફેશનલ–વેલટ્રેઇન) ક્રાંતીકારી નેતૃત્વ આ બધા ગુલામ દેશોમાં ઉભું કરવું.

             સને ૧૯૨૨માં લેનીન સાથે થઇ રહેલી ચર્ચામાં એક પ્રશ્ન આવ્યો કે ભારતમાં ગાંધીજીની ચળવળથી દેશના લોકોમાં જે મોટી સંખ્યામાં આઝાદી માટે જાગૃતતા આવી છે ( Mass Awakening). તે હકીકત છે. શું તેનાથી દેશમાં માર્કસવાદી ક્રાંતી આવવી શક્ય છે? હા તો કેવી રીતે? ના, તો કેમ? તે લાવવા શું કરવું? લેનીનનું તારણ હતું કે સંસ્થાનવાદી દેશોમાં પશ્ચીમના મુડીવાદી દેશો જેવા કે ઇંગ્લેંડ, ફાન્સ વી. દેશો સામે ગુલામ દેશોમાં જે આઝાદી માટેનો સંઘર્ષ છે તે સંઘર્ષ ભલે રાષ્ટ્રવાદી હોય; પશ્ચીમના ઉદારવાદી મુલ્યોમાંથી પ્રેરણા લઇને ભલે આગળ વધતો હોય; અને ભલે તે બધા દેશો પશ્ચીમી મુડીવાદના શોષણમાંથી મુક્ત થવા માંગતા હોય; પણ આ બધા સંસ્થાનોમાં સામ્યવાદી પાર્ટી કે તેની ક્રાંતીકારી ચળવળની બીલકુલ જરૂરત નથી. આ બધા સંસ્થાનો પરદેશી હકુમતમાંથી મુક્ત થતાં જ ત્યાં માર્કસવાદના સીધ્ધાંતો પ્રમાણે શ્રમજીવીઓની ક્રાંતી થશે અને સરકાર બનશે. માટે જે સંસ્થાનોમાં રાષ્ટ્રવાદી આઝાદીની ચળવળ ચાલી રહી છે તેના નેતાઓ તથા તેમના પક્ષે સોવીયેત રશીયાએ મદદ કરવી જોઇએ. રશીયામાં પેદા થયેલી બોલ્શેવીક પાર્ટી જેવી સ્વતંત્ર પાર્ટીઓની સંસ્થાનોમાં સ્થાપના ક૨વાની જરૂર નથી. આ મુદ્દાની ચર્ચા Congress of the Communist Second International માં લેનીનના થેસીસ ' On the National & Colonial Question' તેના પર થઇ. યુરોપના બધા લોકશાહી દેશો જેવાકે ઇંગ્લેંડ, ફ્રાન્સ, હોલેંડ (ડચપ્રજા)ના સમાજવાદી પક્ષોએ ઠરાવો કર્યા કે સંસ્થાનોમાં ક્રમશ અને શાંતીભર્યા માર્ગે સ્વશાસન મલે તેવી હમદર્દી( સીમ્પેથી) દાખવી અને ઠરાવો પણ કર્યા.

તેની સામે રશીયા બહાર અને રશીયાની મદદ સીવાય અમેરીકાના પડોશી દેશ મેક્સીકોમાં પ્રથમ સામ્યવાદી પક્ષ અને શાસનની રચના કરનાર ભારતીય ક્રાંતીકારી એમ. એન. રોયને લેનીને ખાસ આમંત્રણ આપીને Congress of the Communist Second International માં ભાગ લેવા રશીયા બોલાવ્યા હતા. લેનીને પોતાના સંસ્થાનવાદમાં ક્રાંતી કઇ રીતે કરવી તે માટે તૈયાર કરેલા થેસીસ પર રોયને વીનંતી કરી કે તમારા વીચારો જણાવો.

રોયને તો ભારતની રાષ્ટ્રીય ચળવળનો અનુભવ હતો કે તેના નેતાઓ ઉદારમતવાદી અને સુધારાવાદી હતા. તેમની ચળવળ રાજકીય હતી. તેમને દેશમાં મીલકત આધારીત સામાજીક સબંધોનું જે કોઇ માળખું છે તેને ખલેલ પહોંચ્ડાયા સીવાય આઝાદી જોઇતી હતી. તે બધાને દેશમાંથી બસો કરતાં વધારે વર્ષોથી શોષણનો ચરખો ગોરા લોકો ચલાવતા હતા તે જતા રહે પછી તે શોષણનો ચરખો દેશી કાળા–ઘંઉવર્ણવાળા ચલાવે તેને નાબુદ કરવાનો મુખ્ય પ્રશ્ન દેશની આઝાદીની ચળવળનો ન હતો. તો રોયનો લેનીનને પ્રશ્ન હતો કે સંસ્થાનોની ચળવળના નેતાઓને મદદ કરવાથી કેવી રીતે રશીયન મોડેલ પ્રમાણેની ક્રાંતી આવે? દરેક સંસ્થાન દેશોની આઝાદીની ચળવળ ચલાવતા પક્ષો સાથે પણ સ્વતંત્ર રીતે તમારે સામ્યવાદી પક્ષોની કેડર ઉભી કરવી પડે. પેલા સુધારાવાદીઓ સાથે તમારા ક્રાંતીકારીઓને પુરી સભાનતા સાથે સત્તાની સંતાકુકડી રમતી રહેવી પડે. જ્યારે સત્તાના હસ્તાંતરનો પ્રશ્ન આવે ત્યારે ગાંધીજી જેવા નેતૃત્વ પાસેથી જરૂર પડે આંતરીક લોહીયાળ, હીંસક ગૃહયુધ્ધ કરીને સોવીયેત મોડેલ પ્રમાણે સત્તા આંચકી લેવી પડે. તો જ સંસ્થાનોમાં ક્રાંતી થઇ શકે! તે માટે બે કામ આજની Congress of the Communist Second International કરે.

(૧) બધાજ સંસ્થાનોમાંથી યુવાનોને માર્કસવાદના સમાજ પરીવર્તનના સીધ્ધાંતો આધારીત ક્રાંતી કરવાની તાલીમ આપવા રશીયામાં બોલાવો.

(૨) સોવીયેત રશીયામાં આ પુર્વના દેશોમાંથી આવેલા યુવાનોને ક્રાંતીની તાલીમ આપવા ' Communist University  For The Toilers of The East ' ની રચના યોગ્ય સ્થળે કરવામાં આવે.

રોયની બંને વાત આંતરરાષ્ટ્રીય સામ્યવાદી પરીષદે સ્વીકારી. તાસ્કંદની અંદર સૌ પ્રથમ આ યુનીવર્સીટીની રચના કરવામાં આવી. અને સંસ્થાનોમાંથી યુવાનોને ત્યાં તાલીમ માટે બોલાવવામાં આવ્યા. રોયને તે યુનીવર્સીટીના સંપુર્ણ કર્તા હતા બનાવવામાં આવ્યા. ચીનના ચાઉ એન લાઇ, ઉત્તર વીયેટનામના હો ચી મીન, તથા પાન ઇસ્લામીક દેશોના અનેક યુવાનોને તાલીમ આપવામાં આવી.

વધારામાં જોસેફ સ્ટાલીને એમ. એન. રોય ને માઇકલ બોરોદીન સાથે સને ૧૯૨૭માં માઓત્સે તુંગના નેજા હેઠળ જે કૃષીક્રાંતીની ચળવળ ચાલી રહી છે; તેને યોગ્ય દીશામાં લઇ જવા; મદદ કરવા; પેલા કોમ્યુનીસ્ટ ઇન્ટરનેશનલના ઠરાવને આધારે ચીન મોકલ્યા.

ચીનના તે સમયના નેતા સન–યત–સેન ( Sun-Yat-Sen) જે રાષ્ટ્રવાદી પાર્ટીનો (Kuomintang.)સંપુર્ણ કર્તાહર્તા હતો તેની સાથે ચાં–કાઇ–શેખે પોતાની વ્યક્તીગત ધોરણે સત્તા મજબુત થાય તે માટે પ્રયત્ન કરવા માંડ્યા. કોમીંતગ પક્ષનો મુખ્ય ધ્યેય ચીનની અંદર રાજકીય રીતે છીન્નભીન્ન થઇ ગયેલા પ્રદેશોને એક નેજા હેઠળ લાવીને મજબુત રાષ્ટ્ર જપાનનો મુકાબલો કરી શકે તેવું રાષ્ટ્ર બનાવવાનો હતો.–

સન –યત – સેનના સહકારથી ચાં–કાઇ–શેખ સને ૧૯૨૩માં રશીયા જાય છે. ત્યાં જવાના બે હેતુ હતા. એક રશીયાની બોલ્શેવીક પાર્ટીના માળખાને સમજવું, તેના નેતાઓની હમદર્દી ને સહકાર મેળવવો અને બીજુ રશીયાએ સત્તા કબજે કરવા તૈયાર કરેલા લશ્કરી તંત્રનો બારીકાઇથી અભ્યાસ કરવો. ત્યાં ચાર માસ રહીને ચીનમાં આવીને તે મીલીટરી એકેડમીનો ઉપરી( કમાન્ડન્ટ) બની ગયો. ત્યારબાદ ચીનના રાષ્ટ્રીય પક્ષમાં સામ્યવાદીઓને દાખલ કરવામાં આવ્યા. સને ૧૯૨૫માં સન–યત–સેનના મૃત્યુ પછી સામ્યવાદીઓ અને ચાં–કાઇ–શેખના રૂઢીચુસ્ત પરીબળો વચ્ચે ભયંકર મતભેદો પેદા થયા.તેમ છતાં શેખ રશીયન નેતાઓની સહાનુભુતી મેળવતો રહ્યો. મોસ્કોએ સને ૧૯૨૩થી ૧૯૨૭ સુધી શેખને તમામ પ્રકારની મદદ કરી. સ્ટાલીને મોસ્કોથી તાર કરી ને માઇકલ બોરોદીનને જણાવ્યું કે રોયના થેસીસ વીરૂધ્ધ સામ્યવાદીઓને  ચાં–કાઇ–શેખને મદદ કરવાનું જણાવ્યું. ભલે તેથી ચીન દેશના રૂઢીચુસ્ત પરીબળો મજબુત થાય. રશીયાની તમામ મદદનો ઉપયોગ કરીને તેણે સને ૧૯૨૭માં પોતાના જ પક્ષના સામ્યવાદીઓ સામે ખુલ્લો લોહીયાળ લશકરી બળવો કરીને હજારોની સંખ્યાંમાં સામ્યવાદીઓને મારી નંખાવ્યા. માઓ અને ચાઉ એન લાઇ પોતાના જીવ બચાવવા નાસી ગયા. એમ. એન. રોય તથા માઇકલ બોરોદીનને પણ છુપી રીતે જીવ બચાવવા રશીયા ભાગી જવું પડયું.

ત્યારબાદ માઓએ પોતાના વીશ્વાસુ ૧૫૦૦ સાથીદારો સાથે ભુગર્ભમાં જતા રહીને ગેરીલા પધ્ધતીથી  ચાં–કાંઇ–શેખના રાષ્ટ્રવાદીઓ સામે હુમલા કરવાનું શરૂ કરી દીધું. માઓએ ચીનમાં ગામડાઓના ગરીબ, જમીન વીહોણા ખેડુતોને સંગઠીત કરીને કૃષીક્રાંતી દ્રારા માલીક બનવાનાં સ્વપ્નાં દેખાડ્યા. ગામડાઓમાંના સુખી અનેસમૃધ્ધ ખેડુતો પર આ વંચીત ખેડુતોએ હુમલા કરવા માંડયા. સ્થાનીક ખ્રીસ્તી પાદરીઓને પરદેશી મુડીવાદના એજંટો ગણાવીને તેમના હાથ દોરડાથી બાંધી, તે દોરડાં ગળામાં વીંટાળીને  આખા ગામમાં તે બધાનું સરઘસ કાઢીને ફેરવ્યા. ચર્ચોની તમામ મીલકતો લુંટી લેવામાં આવી. ગ્રામ્ય સમાજમાં માઓના માણસોએ આતંકનું વાતાવરણ પેદા કરી દીધું. માઓ આ સમાચાર જાણીને ખુશી ખુશી થઇ ગયો. આત્મવીશ્વાસથી તેણે એવી ભવીષ્યવાણી કરી કે જ્યારે લાખો–કરોડોની સંખ્યામાં આ ખેડુતો સંગઠીત થઇને એક આકાશી તુફાનની (થંડરસ્ટ્રોમ) માફક સમગ્ર દેશમાં છવાઇ જશે ત્યારે તેમને અટકાવનાર કોઇ વીઘ્નો વચ્ચે આવશે નહી. અને ખેડુતો પોતાની સાચી મુક્તી પ્રાપ્ત કરશે. સદર ક્રાંતીના વાહકો, પેલા શાહીવાદીઓ (the imperialists), જમીનદારોના સંરક્ષકો, ભ્રષ્ટાચારી અધીકારીઓ  અને સ્થાપીત હીતોના સહકારથી સ્થાનીક જુલ્મ ગુજારનારાઓ, તે તમામને નેસ્તનાબુત કરી દેશે.

સને ૧૯૩૧માં માઓએ મોસ્કોની મદદથી ફરી એકવાર પોતાના કબજા હેઠળના વીસ્તારને સોવીયત પ્રજાસત્તાક તરીકે જાહેર કર્યો. જેમાં ખેડુતોની વસ્તી ત્રીસ લાખની હતી. પોતાની સરકારના નામનું નાણું, કરન્સી નોટ પણ છપાવી. અમેરીકન પત્રકાર એડગર સ્નોએ માઓના ભરપેટ વખાણ કર્યા. સ્નોએ ત્યાં સુધી કહી દીધુ કે માઓ ચીનનો ભાગ્યવીધાતા બનવાની ક્ષમતા ધરાવે છે.તેનામાં મહાન નેતા બનવાની પુરેપુરી સંભવીત શક્તી છે.

માઓએ તેની પાર્ટીને બાજુ પર મુકીને તમામ સત્તા પોતાને હસ્તક લઇ લીધી. સ્ટાલીનના સોવીયેત મોડેલની માફક તેણે દેશમાંથી જમીન સહીત તમામ પ્રકારની ખાનગી મીલકત નાબુદ કરી નાંખી. સામાન્ય માનવીની રોજબરોજની જીંદગીમાં રાષ્ટ્રીય સંરક્ષણ ખર્ચ વધારીને દખલગીરી શરૂ કરી દીધી. બે લાખ ઉપરાંત લોકોને વર્ગ–દુશ્મન (class enemies..) સ્થાનીક પ્રજાના શોષણકર્તા જાહેર કરી ને મારી નંખાવ્યા. શહેરી ચીન વીસ્તારમાં સ્થાપીત હીતોની તરફેણવાળા જાસુસો, તથા પ્રતીક્રાંતીવાદીઓના લેબલ લગાડીને તે બધા પર સખત સંગઠીત જુલ્મ ગુજાર્યો. પક્ષ સીવાયની તમામ મરજીયાત સંસ્થાઓને કાયમ માટે બંધ કરી દેવામાં આવી.

પોતાના વીચારોનો પડઘો પાડતા સુત્રો લોકોમાં રમતા મુક્યા. " ક્રાંતીએ કોઇ ડીનર પાર્ટી નથી. સત્તા બંદુકના નાળચાથી પ્રાપ્ત થાય છે.( Power comes from the barrel of a gun) શાહીવાદ તો ફક્ત કાગળનો વાઘ છે. અર્થતંત્રની તમામ પ્રવૃતીઓને રાષ્ટ્રની માલીકીની જાહેર કરી દીધી. તેથી પ્રજાનો જબ્બરજસ્ત આક્રોશ વધી ગયો. મુસોલીની, હીટલર અને સ્ટાલીનની માફક જ સમગ્ર પ્રજા અને પાર્ટીની ઉપરથી નીચે સુધીની તમામ સવારથી સાંજ સુધી માઓની ભક્તી કર્યાજ કરે તેવું દેશનું માળખું બનાવી દેવામાં આવ્યું. જેથી કરીને માઓના આર્થીક નીર્ણયોએ પેદા કરેલી બરબાદીમાંથી છુટવાનો રસ્તો મલે!.

માઓએ 'ગ્રેટ લીપ ફોર્વર્ડ' ( ૧૯૫૮–૧૯૬૩)નામનો એક પ્રોજેક્ટ ચીનમાં શરૂ કર્યો. જેમાં પાંચ વર્ષમાં દેશને કૃષીપ્રધાનમાંથી ઔધ્યોગીક રાષ્ટ્ર બનાવવાનું જાહેર કર્યું હતું. માઓની આ યોજના સંપુર્ણ નીષ્ફળ ગઇ. પણ દરેકે કહેવું પડે કે તે ૧૦૦ ટકા સફળ થઇ છે. આ પ્રોજેક્ટની વીફળતાની સાચી હકીકતો રજુ કરનારાઓને જેલમાં પુરી દીધા.માઓ દરેક સીધ્ધી કે સફળતાઓને પોતાની જીત તરીકે જાહેર કરે અને નીષ્ફળતાઓને દેશના વીકાસની આડેઆવતા પ્રત્યાઘાતીઓ નામે સરકારી પ્રોપેગન્ડા કરીને લોકોને સમજાવી દે. માઓએ પોતાના પક્ષના જ ૩૬ લાખ લોકોને તેના પ્રોજેક્ટ ' ગ્રેટ લીપ ફોર્વર્ડ' નો વીરોધ કરવા માટે હીંસક રીતે તે બધાને ફગાવી દેવામાં આવ્યા. માઓનો જાહેર કરેલો કોઇપણ કાર્યક્રમ કે કોઇ નીતીને તેના પરીણામની રાહ જોયા વીના દેશની પ્રજા તથા પક્ષ અંકે સ્વીકારી લે તેવી અસહ્ય ભુખ એક નેતા તરીકે તેનામાં પેદા થઇ ગઇ. માઓના ગ્રેટ લીપ ફોર્વર્ડ પ્રોજેક્ટને કારણે ચીનની લાખોની સંખ્યામાં પ્રજા ભુખમરામાં રીબાઇ રીબાઇને મરી ગઇ. ગામડાના ખેડુતોને રાજ્યની સરકારી ફાર્મ પરના વેઠીયા મજુર બનાવી દીધા. શહેરની દરેક વેપાર–ઉધ્યોગ રાજ્ય હસ્તક જ ચાલે તેવી વ્યવસ્થા ઉપરથી ઠોકી બેસાડવામાં આવી.

માઓની અણઘઢ તુક્કાબાજ નીતીઓના પરીણામોથી બચવા, લોકો તથા પોતાના પક્ષના કાર્યકરોના વીરોધને નજરઅંદાજ કરવા, અને પેલા પ્રતીક્રાંતીકારીઓ પર હુમલો કરવા નવું સુત્ર રમતું મુકવામાં આવ્યું. 'વર્ગવીગ્રહને ક્યારે ભુલશો નહી.' તે તો ક્રાંતીને સફળ બનાવવાની પુર્વશરત છે. માઓની વ્યક્તીપુજા કરવા ફરી પાછા ગીતો, નાટકો, ચલચીત્રો ગામડાની અભણપ્રજાનો વીશ્વાસ ચાલુ રાખવા બતાવવાના શરૂ કરી દીધા.પ્રાથમીક શાળાના બાળકોને એરગન આપીને ચાં–કાંઇ–શેખના ફોટા પર નીશાન તાકવાનું શીખવાડવામાં આવ્યું. જ્યારે હાઇસ્કુલ ને કોલેજના વીધ્યાર્થીઓને ' હેન્ડ ગ્રેનેડ' કેવી રીતે ફોડવો તેની તાલીમ આપવામાં આવી. સને ૧૯૬૪માં ચીને પહેલો પોતાનો અણુબોમ્બ ફોડ્યો.

એક તુક્કો ગ્રેટ લીપ ફોર્વર્ડ,(એક કદમ આગે બઢો), બીજો તુક્કો, વર્ગવીગ્રહને ક્યારેય ભુલશો નહી,હવે ત્રીજો તુક્કો આવ્યો પ્રજાની ક્રાંતીનો મોટો દુશ્મન હોય તો તે મુડીવાદી માનસીકતા છે, સંસ્કૃતી છે. તેને નાબુદ કર્યા સીવાય લોકક્રાંતી સફળ નહી થાય. માટે માઓએ સને ૧૯૬૬ની વસંતરૂતુમા સાંસ્કૃતીક ક્રાંતી(Cultural Revolution) લાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો. લોકોને કહેવામાં આવ્યું કે ' અમે દેશમાંથી મુડીવાદને નાબુદ કર્યો છે. દેશમાંથી ખાનગી મીલકત નામે જપ્ત કરી દીધી છે.પરંતુ મુડીવાદી માનસીકતા હજુ નાબુદ થઇ નથી. માટે આ " સાંસ્કૃતીક ક્રાંતી " પેલી મુડીવાદી માનસીકતા નાબુદ કરવા માટે છે. મારે તો તમામ જુના વીચારો,સંસ્કૃતીઓ, રૂઢીરીવાજો અને વર્ગીય શોષણને ટેકો આપતી જુની ટેવોને નાબુદ કરવી છે.

માઓના ટેકેદારોએ  તરતજ જુની ચોપડીઓ, પીરદરગાઓ, મીનારાઓ, મંદીરોના ઘુમ્મટો, ચર્ચો, અરે! શેરીઓના જુના નામો, ઘરમાં સાચવી રાખેલા વડીલોના ફોટાઓ બધુજ ભસ્મીભુત કરી નાંખ્યું. માઓની ભક્તી ને પુજા સીવાય કશું ખપે નહી. સાંસ્કૃતીક ક્રાંતીના નામે મોટાપાયા પર ફેલાઇ ગયેલી આર્થીક બેહાલીને કારણે પ્રજા અને પક્ષના કાર્યકરો વચ્ચે તથા પક્ષના કાર્યકરો અને લશ્કર સાથે ઠેર ઠેર ગૃહયુધ્ધો શરૂ થઇ ગયા. લોકો અંદર અંદર એક બીજાને આવી ગાળો ભાંડવા માંડ્યા. તું તો દેશદ્રોહી છું. અમેરીકન મુડીવાદનો પીઠ્ઠુ છું.વીધર્મી બની ગયો છું. તે બધાનો ટેકેદાર બની ગયો છું. આ બધું માઓને પોતાની સત્તા ટકાવી રાખવા ખુબજ જરૂરી હતું.

માઓના મૃત્યુના બે વર્ષ પહેલાંની સમય સને ૧૯૭૨માં પોતાના કાર્યો અને વીચારોથી તદ્દ્ન ઉંધી ગુલાંટ! સને ૧૯૭૨માં માઓએ અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ નીક્ષનને ચીન આવવાનું આમંત્રણ આપ્યું. દેશના શહેરોની તમામ દીવાલો પરના મુડીવાદ વીરોધી લખાણો, સ્ટેટયુઓ વી, તાત્કાલીક નાબુદ કરવાની ઝુંબેશ ઉપાડી. નીક્ષન પછી યુરોપ, દક્ષીણ અમેરીકા, આફ્રીકા અને એશીયાના દેશોના વડાઓના ટોળે ટોળાં ચીનીની મુલાકાતે આવવા માંડયા. વીશ્વ મુડીવાદે ફરી સસ્તી મજુરી અને સસ્તો કાચો માલ મળે તેવું બજાર પોતાના જીવતદાન માટે માર્કસવાદી માઓ નહી પણ સરમુખત્યાર માઓમાં શોધી કાઢયું.

માઓ ૦૯–૦૯–૧૯૭૬ના રોજ ગુજરીગયા.

ફોટો–૧ માઓ. ફોટો–૨ માઇકલ બોરોદીન,ફોટો–૩ એમ. એન રોય.

.

 


--

Saturday, June 13, 2020

Mao- The Chinese Leader. ( 1893-1976)

Mao- The Chinese Leader. ( 1893-1976)

(1)     Leader of Agriculture Revolution in China.. Russia funded  for peasant revolution.--- poor villagers used this opportunity to became masters- assaulting wealthy & powerful.. creating a reign of terror. Local pastors were paraded through streets as running dogs of imperialism—their hands bound behind their backs with a rope  around their necks. Churches were looted…M was enthralled by violence—made a bold prediction.. forseeing  how several hundred millions peasant will rise like a mighty storm.. will destroy all obstacles in their way of liberation.. They will sweep all the imperialists, war lords, corrupt officials, local tyrants,etc….

(2)    M worked as librarian, a teacher, a publisher & a labour activists…one who has potenalities to lead peasants to liberation..  turned away from the Russian model..april 1927--  Chiang Kai Shek  launched bloody purge in which hundreds of communists executed…. M went underground with1500 people… to mobilze raw power ofpoor peasants.. plunder local resources.. became experts in  guerrilla warfare, using ambushes…raids..mobile troops of nationalists..

(3)    Ideological clashes with central committee—dim look at Mao's tactic as unorthodox.. Zhou Enlai- described M troops as ' just bandits who roam here & there.. M knew how to work witk Kulak scum..

(4)    7th Nov 1931 M proclaimed a soviet republic in mountainous area of Jiangxi province.. finance by Moscow.. own coins,paper money & stamps.. with 30 lacks subjects.. failed . In 1935.. again long March  with only 8000 men with M..200 mllions in11 provinces..

(5)    Stalin encouraged  united fronts with those who are in Power instead of overthrowing them.. M declared great leder by Stalin..

(6)    Edgar Snow wrote about Mao.. mysterious leader of the Chinese Communist Party (CCP). An omnivorous reader,  જે કંઇ મલે તે વાંચનાર. A deep student of philosophy & history  good speaker, man with an unusual memory , extraordinary of concentration, an able writer.. careless in personal habit,, a man of tireless energy, a military & political strategist of considerable genius.. a child of soil, a man of simple habit, growing own tobacco leaves.. down to earth.. a man of detiny.. potenalities to become a great man…

(7)     In 1937 Japan invaded China- J army destroyed , attack, displace nationalist troops.. s..Hundreds of civilians & military man killed by Japan's army..Shanghai & Nanjing.. cities dstroyed.. Stalin stood by M. Published his life of 17 years of fighting.  M promised  a multi party system… democratic freedom & protection of private property—which was entirely a fictitious programme.. but held popular appeal..p..99. M actually intimidate the whole party with violence & terror..to uproot any individual independent thought.. to make the subject the whole party to the single authority of M. Thousands of suspects were locked up, investigated, tortured, purged, occasionally executed. The spine- chilling howls of people imprisoned in caves could be heard at night.

(8)     Central general study committee converted communist party into  Mao's personal dictatorhip.  Zhou Enlai  managed to emerge from the  ordeal as Mao's faithful assistance, determined never to oppose M again. M never or rarely shot his rivals but turning them permanently on probabition..

(9)    Date of party foundation- 1st July 1943.. green light for an unlimited cult of personality. All had to acclaim Mao & all had to study Mao… praised as ' a great revolutionary leader.. master of Marxism – Leninism.. a saving Star, a Genius strategist & politician.. Party Mouth Piece Paper " Liberation Daily"  proclaimed Mao as the saviour of the Chinese people..  Protraits of Mao everywhere.. Displayed next to K. Marx, Angles. Lenin & Stalin.. "  The east is Red, the sun is rising, China has Brought Forth a Mao Zedong; He seeks the people's Happiness. M thought enshrined in the party constitution. M as the great statesman, theoretician & scientist in all of Chinese history.. M at long last had turned the party into an instrument of his own will.

(10)By the end of 1949, after a long & bloody military conquest, the  People's Republic of China was proclaimed…red flag fluttered over Beijing. Following months M appeared in portrait in schools, factories, offices, It is made compulsory to study thoughts of M for all citizen…p..102.. loudspeakers blasted in streets corners.. railway stations in all major institutions..

(11)M.. emulated Stalin, seeing the key to wealth & power in the collectivisation of agriculture, the elimination of private property, all pervasive control of the lives of the ordinary people & huge expenditures on national defence. Close to 2 millions people were physically liquidated, many more stigmatized as exploiters & class enemies..

(12)In urban China people were given label for their indentifacation as " good,  wavering & hostile people.. A class label determined a person's access to food, education, health care, employment.  Label of Hostile were stigmatized for life & beyond, since the label was passed on to children…p,,103..

(13) A great terror followed from October 1950 to 1951, as the regime turned against counter- revolutionaries, spies, bandits, & others who are standing in the way of revolution. Mao fixed killing quota at one per thousand of population at random. Massive purge to government servants.. All organizations operating outside the party religious communities, philanthropic societies, independent chambers of commerce, civil associations were eliminated by 1953.

(14) M posed as the man of Renaissence, a philosopher sage, & poet raped in one… 19th ancient poems..historic breakthrough in literary history.. "   Revolution is not a dinner party, Power comes from the barrel of a gun, Imperialism is a paper tiger..".p..105. M like Stalin, was a remote,  God like figure, rarely seen, rarely heard, ensconced deep within the forbidden city that once occupied by the emperors. M personal appearance was deceptive..

(15) Land reforms means transform villages into bonded servants.. p..108.. In the cities  all commerce & industry became functions of the state. Small shops, private enterprise & large industries once & for all expropriated. Resulted into  vast devastating effects on economy & caused large scale popular discontent..

(16) What is wrong with worship. The truth is in our hands. Why should we not worship it? Each group must worship its leader—   We must have blind faith in the chairman. Its correct cult of personality..  M absolutely loyalty converted all in to a flatterer.1959,grat leap forward was the disaster… " As his disgrace within the party grew so did his hunger for approval.. Mao will take credit for every achievement but blame to others for hid failures. 3.6 millions party men were purged for speaking against Great leap forward. Tens of millions of people were starved to death in that project.. It was the man made disaster… M feared that he will meet same fate after his death as of Stalin done by Nikta  Khrushchew.p..111.

(17) How Mao prepared masses for counter attack to Counter Revolutionaries—(CR) CR forces are everywhere--- C R trying to lead the nation back onto the roads towards Capitalism…. M launched a Socialist Education Campaign with the moto…..' Never forget Class Struggle… A campaign started in name a dead soldier named as " Lei Feng" His posthumous diary published in million copies..across country.. L  Feng explained how the blood  given by the party & Chairman Mao has penetrated every cell of my body.. M also appered in his vision or dream also..  " Yesterday I had dream, in it I saw C Mao. Like  compassionate father he struck my head with a smile & spoke to me.. Do a good job in study; be forever loyal to the party, loyal to people.. My joy was overwhelming, I tried to speak but could not.. L Feng as a model communist… Plays, songs, movies composed & produced, published.. Storytellers roamed the villages to enthrall illiterate villagers with L F love for Chairman M. A Lei Feng exhibition opened at the Beijing Army Museum. " Learn from Comrade Lei Feng." L F was poor man's Mao, a simplified M for the masses…p..111. L F used for creating sympathy for M .. apathy caused by  great famine.. create hatred for class enemies..Soldiers were asked to memory short passages from M collected writings…

(18) Read M''s books.. Listen's M words… Act according to M's instructions… be a good fighter for M…. Millions of copies distributed of the  Quotations of C Mao… Army used to control civil society class enemies.. Military summer camps for students & workers…  " In primary schools children were taught how to use airguns y shooting  at portraits of Chiang –Kai –Shek.. & American Imperialists. Senior students learned how to throw grenades & shoot with live bullets.. 10000 universities & 50000 schools participated in this projects.. china exploded its first Atom bomb in October 1964…p..113

(19)M started Cultural Revolution in spring 1966.. To avoid effects of economic disaster—C Mao focused on now culture.. Capitalist were gone, their property confiscated but capitalist culture remains..So  M wanted to eliminate capitalist culture,- against Nikita K revisionists actions… Real facts—secret behind cultural revolution—" to get rid of his real & imaginary enemies..p..113.. to Rebel is justified.. To destroy all old ideas, old culture, customs, & old habits of exploiting classes…

(20)This they did with joy & pleasure, as they burned books, overturned  tombstones in cemeteries, tore down temples, vandalized churches, & more signed of past.. including street names & shop signs.. searched 2.50000 personal houses in Shanghai alone, ordinary books, family photographs, antique bronzes or rare scrolls.. Only acceptable culture of Mao cult.. related slogans.. New slogans…. " Our Great teacher, Great Leader, Great commander, Long livr Chairman Mao.."  Quotations were painted on the outsides of buses, lorries, cars & vans…. The whole Chinese world drenched in Red.. all senses were bombarded.. In air hostesses speak M quotations in Plane… Use of Loudspeaker with full volume.. Use of revolutionary gangs paraded in cities.. Politically safe commodities   to sale—M photo, badges, posters, books Entire industry converted in to producing cult objects..p..116..

(21) In August 1966 the ministry of trade curbed productions of  plastic shoes, slippers, toys,etc.. badges became symbols of loyalty to C Mao..

(22) Final phase of cultural revolution- internal fights between common people & party workers, & military leaders.. all opposed each other.. fighting in streets with rifles & machine guns… anto aircraft artillery.. M improvised millions of life in this game of cults..A mere utterance of his decided fates of countless peoples.. as he declared one or another counter revolutionary.. Cult of M used to bring order & discipline..  a loyalty dance…. Scare resources of the nation were expended in informal competitions… 900 tonnes of tinplated used military rule in the state.. Schools, factories &  govt units run by military people.. માઓના ગદ્દારો માટેની ગાળો.. a Renegade , traitor, scab hiding in the party, running dog o imperialism, modern revisionism, nationalist reactionaries..

(23) 1972 USA President Nixon visited China… anti imperialist slogan tonned down where N to visit…p120.. New Slogan "  Great Unity of the Peoples of the world.. thousands of statues dismantled.. discreetly sent off for cycling.. Leaders of countries from Europe, Latin America, Africa, Asia soon flocked to Beijing all seeking recognition..

(24) When Zhou Enlai was diagnosed with Cancer M refused to approve his treatment, allowing him to die in early 1976.

(25) M died on 09-09-1976 midnight past.

(26) મૃત્યુ પછી શોક પ્રદર્શન કરવાનું નાટક– throwing oneself on the ground in front of Coffin—Absence of tears was a disgrace to the family.. sometimes actors are hired..encouraging  other mourners to join… in without feeling embarrassed… many knew how to cry on demand..

(27) People show less contrition પોતાના પાપનો પસ્તાવો કરનારા in private.. Liquor sold out overnight in liquor shops in Yunan capital of Kunming.. People locked their doors & enjoyed death of M  with liquor with fiends & relatives..Same people remain present in public  memorial service where they cried as if they were heartbroken.. Little girl confused  by adult expression---- everybody looked so sad in public; while my father was so happy the night before…

(28)M.N. Roy on Mao… But intellectually Mao reaches nowhere near Lenin's calibre.. nor his personality so strking. One is lovable another is laudable વખાણવાલાયક.. Mao is not  a dreamer, but a practical politician; and as such typically Chinese… He was a man of decisive importance in the critical period of the revolution..Problem with Mao—How could foreigners have any idea of the Chinese reality? Broadening & deepening of revolution, Social revolution first before political revolution… " Mao left as abruptly as he had come. A man who evidently knew what he wanted and was not to be deflected સીધો રસ્તો છોડીને ફંટાઇને જવું..Either by reason or by authority--- born to be a dictator. Mao might be predisposed once again to place " the Chinese reality" above Communist utopia, if he was given a chance.. So the perspective is that Communism in China & the rest of Asia will take over all the ugly features of nationalism but for its own purposes…

(29) M.N. Roy on Chou En-Lei.. C E Lei was a dominating personality with the necessary physical apperaence, tall, extremely handsome, a persuasive speaker who spoiled a skillfully builtup case by stubbornness. He appeared to be honestly convinced that Chiang Kai –shek wasa sincere revolutionary; that to preserve the cohesion of the army was the most important task to gurantee the triumph of the National Revolution.. & that to do anything which might weaken the growing power of Chiang Kai Shek & the Kuomintang was to betray revolution..


--

Thursday, June 11, 2020

જોસેફ સ્ટાલીન ( ૧૮૭૮– ૧૯૫૩)

જોસેફ સ્ટાલીન ( ૧૮૭૮– ૧૯૫૩)

 ફ્રેંક દીકોત્તરના પુસ્તક ' હાઉ ટુ બી એ ડીક્ટેટર' માં જોસેફ સ્ટાલીનનું ત્રીજુ પ્રકરણ છે. ડીક્ટેટર મુસોલીની અને હીટલરની સરખામણીમાં સ્ટાલીનનું વ્યક્તીત્વ શરૂઆતને તબક્કે બીલકુલ અનોખું હતું. આપણે પણ સ્ટાલીનના વ્યક્તીત્વને રશીયાની સને ૧૯૧૭ના ઓક્ટોબર ક્રાંતી પછીના શીલ્પી તરીકે મુલ્યાંકન કરીશું. ઇટાલીના મુસોલીની અને જર્મનીના હીટલરની એકહથ્થુ રાજકીયસત્તા પ્રાપ્તી માટેની રીતરસમો અને રશીયાની ઓકોટબર ક્રાંતી એ ઉભા કરેલા રાજકીય, સામાજીક ને આર્થીક પડકારો તદ્દન ભીન્ન હતા. રશીયન ક્રાંતી એ કાર્લ માર્કસના સામ્યવાદી વીચારોને આધારે લેનીન અને તેના સાથીદારોએ પોતાના બોલ્શેવીક પક્ષની મદદથી વીશ્વમાં પ્રથમવાર રશીયન ઝારની સત્તાને હરાવીને મુળભુત રીતે સમગ્ર સમાજનું પરીવર્તન કરવા મથવાનું હતું.

 સામ્યવાદના પાયાના સીધ્ધાંતોનો વાસ્તવીક રોજબરોજના જીવનમાં અમલ કરાવીને નવું રશીયન રાજ્ય અને તેની મદદથી નવા રશીયન સમાજની રચના કરવાની હતી. કાર્લ માર્કસના સામ્યવાદી ચીંતન પ્રમાણે વીશ્વમાં સામ્યવાદી ક્રાંતી સૌ પ્રથમ કોઇ દેશમાં થશે તો, જે દેશમાં સૌથી વધારે ઔધ્યોગીકરણ હશે ત્યાં થશે. કારણકે માર્કસના તારણ પ્રમાણે ક્રાંતીના વાહકો ઔધ્યોગીક મજુરો સીવાય બીજુ કોઇ ન હોઇ શકે. મુડીવાદી વ્યવસ્થાની નફા અને સરપ્લસની અસમાન વહેંચણીનું પરીણામ પેલા મજુરોને તે વ્યવસ્થા સામે ક્રાંતી કરવા મજબુર કરશે. માર્કસનો વીશ્વાસ હતો કે તેથી યુરોપમાં સૌથી વધારે ઔધ્યોગીકરણ કોઇ દેશમાં થયું હોય તો તે જર્મનીમાં થયું હોવાથી સામ્યવાદી ક્રાંતી સૌ પ્રથમ જર્મનીમાં થશે. પણ વીશ્વની સૌ પ્રથમ સામ્યવાદી ક્રાંતી રશીયા જેવા ઔધ્યોગીક રીતે ઘણા પછાત દેશમાં થઇ.

રશીયામાં ક્રાંતી કરનાર લેનીનના જુથે સામ્યવાદના સીધ્ધાંતો પ્રમાણે સમાજની નવરચના કરવાની હતી. સીધ્ધાંતોને અમલમાં મુકવા માટે તેની સામે પાંચ મોટા બીહામણા પડકારો હતા. (૧) તમામ ખાનગી મીલકતની નાબુદી,(૨) ખેતીક્ષેત્રનું રાજ્ય સંચાલીત સામુહીકરણ (Collectivization of Agriculture) (૩) દેશના ઝડપી ઔધ્યોગીક વીકાસ માટે પંચવર્ષીય યોજનાઓ માટે મુડીનું આંતરીક અર્થતંત્રમાંથી સર્જન (૪) દેશમાં આંતરીક ગૃહ યુધ્ધની નાબુદી ( સીવીલ વોર) (૫) વૈશ્વીક સામ્રાજ્યવાદ–સંસ્થાનવાદ-ને(Imperialism) નાબુદ કર્યા સીવાય રશીયન સામ્યવાદ ટકી શકે ખરો?

આ બધા આંતરીક તેમજ બાહ્ય પરીબળો રશીયન ક્રાંતીને નીષ્ફળ બનાવવા મેદાને પડેલા હતા. બીજુ, જુની સ્થાપીત વ્યવસ્થા પાસેથી સત્તા આંચકી લેવી એક વાત છે અને નવા આદર્શો પ્રમાણે પેલા ક્રાંતીના મશાલચીઓની(!) મદદથી નવા રાજ્યની રચના કરવી તે વાત સરળ નથી હોતી. તે માટેનું બૌધ્ધીક માળખું પ્રજામાં રાતોરાત તૈયાર કરી શકાતું નથી. રશીયન અર્થતંત્ર તે સમયે કૃષીપ્રધાન હતું. ઔધ્યોગીક સમાજમાં જે સમાજવાદી અર્થરચના માટેની પુર્વ સામાજીક સ્થીતીનું અસ્તીત્વ હોવું જોઇએ તે ગેરહાજર હતું. જેમાં કામદારોની ભાગીદારીથી કમ માલીકીથી ઔધ્યોગીક એકમો ચાલવા જોઇએ તે રશીયામાં હતા જ નહી. માટે લેનીને સમાજવાદી અર્થતંત્રને(Socialist Economy)  બદલે રાજ્ય મુડીવાદ આધારીત અર્થતંત્ર પસંદ કર્યું. ( State Capitalism).

રશિયન ક્રાંતીમાં ઘણા બધા નેતાઓ હતા, સમક્ક્ષ સાથીઓ હતા. તેમાં ત્રણ, લેનીન, સ્ટાલીન અને ટ્રોટસ્કી મુખ્ય હતા. જ્યાંસુધી લેનીન જીવ્યો ત્યાંસુધી તે ક્રાંતીનો સર્વેસર્વા રહ્યો હતો. તે સૈધ્ધાંતીક માર્કસવાદી હતો. સાથે સાથે તે ખુબજ વાસ્તવાદીપણ ( Empiricist cum Objectivist) હતો. રશીયન ક્રાંતીને તેની શરૂઆતની પ્રસુતાના વેદના કાળમાંથી બચાવનાર કોઇ હોય તો તે ઇલીચ (લેનીનનું મીત્રો સાથેનું લાડકુ નામ) હતો.

 સને ૧૯૧૭ની ઓકટોબર ક્રાંતીથી ૧૯૨૩ સુધીનો એટલે લેનીનના મૃત્યુ સુધીનો સમય( ૨૪–૦૧–૧૯૨૪).

આ છ વર્ષના સમય ગાળા દરમ્યાન ત્રણ ઘણાજ અગત્યના બનાવો બન્યા હતા. જેને ઉકેલવા લેનીને લીધેલા નીર્ણયોથી નવી નવી રશીયન ક્રાંતી જીવી ગઇ.

 (૧) જર્મન લશ્કરે રશીયાના કેટલાક ભાગ પર પહેલા વીશ્વયુધ્ધમાં કબજો કરી લીધો હતો. રશીયન સૈનીકો યુધ્ધમાંથી પોતાના ગામ તરફ હજારોની સખ્યામાં બંદુકો મુકીને નાસી આવતા હતા. ટ્રોટસ્કીને બોલ્શેવીક પાર્ટીના બહુમતી સભ્યોનો ટેકો મલી ગયો કે આવા સંજોગોમાં પણ સૈનીકોએ યુધ્ધ ચાલુ રાખવું જોઇએ.તેની સામે લેનીને રેડીયો પર જાહેરાત કરી દીધી કે જર્મન જનરલે જે સંધી( Brest-Litovsk Treaty)માટેનો મુસદ્દો તૈયાર કર્યો છે જેમાં રશીયાનો જર્મનીએ જીતેલો ભાગ તેને આપી દેવાનો છે. તેના પર સહી કરશે. લેનીને ટ્રોટસ્કીના બહુમતી સભ્યોને પુછયું કે તમે કઇ બહુમતીના પ્રતીનીધીઓ છો? તમને ખબર છે ખરી કે સેનીકો કોણ છે? દેશના ખેડુતો ! તો બહુમતીમાં તમે છો કે ખેડુતો?  તે યુધ્ધ નથી ઇચ્છતા તે તમે જોઇ શકો છો ખરા?

(૨) વોર કોમ્યુનીઝમનો સમય– ક્રાંતી પછીના સમયમાં બોલશેવીકોએ( સામ્યવાદી પક્ષ) ત્રણ વચન પાળવાના હતા. આ વચનો પ્રથમ વીશ્વ યુધ્ધ સમયે લેનીનના પક્ષે રશીયન લોકોને આપેલા હતા. શાંતી, બ્રેડ અને સામંતો (કુલકસ) પાસેથી જમીન.( Peace, Bread & Land to Tillers) શાંતી માટે જર્મની સાથે સંધી કરી. શહેરી પ્રજા માટે રેશન પુરુ પાડવાનું હતું. તે માટે ગામડામાંથી ફરજીયાત અનાજ જપ્ત કરવા લશ્કરનો ઉપયોગ લેનીનની પાર્ટીએ કરવા માંડયો. જમીનની માલીકી સામંતો પાસેથી લઇને ખેડુતોને આપવાની હતી. તેને બદલે રાજ્યની માલીકીની બનાવી દીધી.(Collectivization of Agriculture).

કાતરની કટોકટી-( Scissors Crisis)-( ૧૯૧૮–૧૯૨૧) કાતરની બે પાંખ હોય છે. રશીયન અર્થતંત્રમાં કાતરની એક પાંખ એટલે અનાજના ભાવો અને બીજી પાંખ એટલે ઔધ્યોગીક ચીજ વસ્તુઓના ભાવો. બંને પાંખ સમાન કે સરખી રહેવાની બદલે બંને પાંખો વચ્ચેનું અંતર વધતું ગયું.. તેને વોર કોમ્યુનીઝમના સમયમાં કાતરની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. ખેતપેદાશોના ભાવો ઔધ્યોગીક ચીજ વસ્તુઓના ભાવો કરતાં અનેક ગણા વધી ગયા. શહેરોમાં રોટી પ્રાપ્ત કરવા હીંસક તોફાનો થવા માંડયા. લેનીને સામ્યવાદના ખાનગી મુડી અને તમામ સંપત્તી નાબુદ કરવાના સીધ્ધાંતનો અમલ તાત્કાલીક મોકુફ રાખવો પડયો. જેનો ટ્રોટસ્કી અને બુખારીન જેવા નેતાઓએ સખત વીરોધ કર્યો. પણ લેનીનની ક્રાંતી બચાવવા માટેની દુરંદેશી નીતીને ધ્યાનમાં રાખીને સ્ટાલીન, માઇકલ બોરોદીન વી. નેતાઓએ લેનીનને ટેકો આપ્યો. લેનીનની નીતીથી હમણાં સામ્યવાદી સીધ્ધાંતોના અમલ માટે બે પગલાં પીછેહઠ કરો . જેથી ભવીષ્યમાં ત્રણ પગલાં આગળ વધી શકાય.( Let us go two steps backward for going three steps forward in future.) લેનીનની આ નીતીને નવી આર્થીક નીતી ( New Economic Policy NEP) તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ખાનગી મુડી, બચત અને ખેતઉત્પાદનની માલીકી અંગત ખેડુતોની હંગામી ધોરણે કરાર કરીને ચાલુ રાખવામાં આવી. તે રીતે દેશની અંદર ક્રાંતીએ પેદા કરેલા આંતરીક વીરોધી પરીબળોને નીયંત્રણ રાખવામાં આવ્યા.

સને ૧૯૨૪ના જાન્યુઆરી માસમાં લેનીનનું મુત્યુ થયું. લેનીને પોતાની હયાતીમાં સ્ટાલીનને પાર્ટીનો જનરલ સેક્રેટરી બનાવી દીધો હતો. સ્ટાલીનને ક્રમશ; જનરલ સેક્રેટરી તરીકેથી માંડીને ફક્ત પક્ષના વડાની સાથે સાથે તે રાજ્યનો વડો પણ બની ગયો. રાજકીય સત્તાની સાઠમારી હવે સ્ટાલીન અને ટ્રોટસ્કી વચ્ચે પેદા થઇ ગઇ.

આંતરીક ગૃહયુધ્ધની સ્થીતી સમગ્ર બોલ્શેવીક પક્ષની સરકારને અસ્થીર કરી ન નાંખે માટે ખેડુતોના પ્રતીનીધીઓ સાથે સ્ટાલીને રાજ્યની માલીકીની જમીન ૨૦ થી ૪૦ વર્ષના લીઝડીડ કરીને ટ્રાન્સફર કરી. જે પગલું મુડીવાદ તરફી છે તેમ કરીને ટ્રોટસ્કીએ વીરોધ કર્યો. સ્ટાલીને વાસ્તવીક બનીને પક્ષને જણાવ્યું કે જેમ આપણે બંધારણમાં ફેરફાર કરીએ છીએ તેમ અનુકુળતાએ લીઝડીડમાં પણ ફેરફાર કરી શકીશું.  પક્ષના ૧૨ સભ્યો સાથે ટ્રોટસ્કીને પક્ષમાંથી બહાર કાઢી મુંકવામાં આવ્યા અને એક વરસ પછી ટ્રોટસ્કીને કાયમ માટે દેશ નીકાલ કરી દેવામાં આવ્યો. ક્રાંતી માટે એક કહેવત છે કે ' સૌ પ્રથમ ક્રાંતી પોતાના બાળકોને ભરખી જાય છે' તે સાચી પડી.

ઔધ્યોગીક એકમોમાં કામ કરતા મજુરો, તેમજ શહેરી રશીયન વસ્તી માટે અનાજ, દુધ, ઇંડા તેમજ મટનની જરૂરીયાત ઉભી થઇ.તથા પંચવર્ષીય યોજનાના મોટા ઉધ્યોગો માટેની મશીનરી પરદેશથી વેચાતી લાવવા સામે વીનીમયમાં અનાજ અને ઉપર જણાવેલ ખેતપેદાશો આપવી પડી. સ્ટાલીને બંદુકની અણીએ ગામડામાં લશ્કર મોકલી ને અનાજ વી. લોકો પાસેથી રાજ્ય સરકારે પડાવી લીધું. લુંટી લીધું. ગ્રામ્યજીવનમાં મોટાપાયે દુકાળ, આંતરીક અશાંતી અને સામસામી વીરોધી હીતો વચ્ચે યુધ્ધની સ્થીતી પેદા થઇ ગઇ. લોકોના ઘરોમાં સર્ચ કરી, અનાજ વી લઇ લેવામાં આવ્યું. સ્ટાલીનની સુચનાથી રાજ્યની નીતીનો વીરોધ કરનારા બધા પોતાના ઘરોમાંથી કાયમ માટે અદ્શય થવા માંડ્યા. આ ઉપરાંત દેશનો બૌધ્ધીક વર્ગ જેવોકે મેનેજર, આયોજન કરનારપ્લાનર્સ, એન્જીનયર્સ અને બહારના દેશના નાગરીકો જે આંતરીક અંધાધુધી કે અશાંતી પેદા કરનારા લાગ્યા તે બધા ઉપર સ્ટાલીનની સરકાર તુટી પડી.

લેનીને પોતાના સમયથીજ રશીયાને વીશ્વનું એક પક્ષીય શાસનવાળું રાજ્ય બનાવી દીધું હતું. પોતાના પક્ષની બહારના તમામ રાજકીય અને બીનરાજકીય તમામ સંગઠનોને આયોજનબધ્ધ રીતે નેસ્તનાબુદ કરી દીધા હતા. બધાજ રાજકીય પક્ષો, ટ્રેડયુનીયન્સ, મીડીયા, ચર્ચો, તમામ સંસ્થાઓને પોતાની એડીનીચે લાવી દીધા હતા.મુક્ત ચુંટણીઓ પર ૧૯૧૭થી જ પ્રતીબંધ મુકી દેવામાં આવ્યો હતો. કાયદાના શાસનને નામશેષ કરી નાંખવામાં આવ્યું. ન્યાય ક્રાંતીકારીની ટુકડી કે તેના નેતા નક્કી કરે તે. ક્રાંતી વીરોધીઓ માટે સાઇબીરીયાના યાતનાદાયક કેમ્પસની ( Concentration Camps or Gulag system) છાવણીઓ મોટા પાયે તૈયાર કરવામાં આવી હતી. જેમાં વીશ્વ વીખ્યાત નવલકથા ' ડૉ ઝીવાગોના નોબેલ પ્રાઇઝ વીજેતા લેખક બોરીસ પાસ્તરનાક અને ' ગુલાગ આર્કીપેલેગો'ના લેખક સોલઝેનીત્સનને પણ આત્માના અવાજ પ્રમાણે જીવવા માટે ઘણા વર્ષો સુધી ધકેલી દેવામાં આવ્યા હતા.

વીશ્વભરના કામદારોને દીવાસ્વપ્ન દેખાડીને સ્ટાલીને પોતાના દેશમાં રાજ્યની ઇચ્છા મુજબ કામદારોને અઠવાડીયાના સાતે ય દીવસ રાજ્યનો ઇન્સપેક્ટર નક્કી કરે તેટલા સમય કામ કરવા મજબુર કર્યા. તો જ મુડીવાદ સામે મજબુત સોવીયેત રશીયા ઉભું થઇ શકે ને! કુલ્કસ ( મોટા જમીનદારો) સીવાયના જમીનવીહોણા ખેતમજુરો તથા નાના ખેડુતોને ટોળાં એકત્ર કરીને રાજ્ય ફાર્મસમાં મજુરીએ વળગાડી દીધા. અને ૩,૨૦૦૦૦ કુલ્કસ કુટુંબોની જમીન લઇ લઇને સામાજીક રીતે પોતાના સ્થાનીક સ્થળો પરથી ખદેડી થઇને મોટાભાગનાને યાતના છાવણીમાં, કોલસાની ખાણોમાં થતા દેશના દુરદુરના વીસ્તારોમાં મજુરી કરવા ક્યારેય પાછા ન આવે તેવા સ્થળો પર મોકલી દેવામાં આવ્યા. તે બધાની ભુતકાળની કોઇ નીશાનીઓ મુળસ્થળે બાકી રાખી જ નહી.( S viewed collectivization as a unique opportunity to liquidate the entire  kulak Class as some 3,20000 household were broken up, members sent to concentration camps, forced to work in mines or transported to the distance region of the soviet union….)

 સને ૧૯૩૨માં રશીયાના ગામડાઓમાં ભુખમરાથી આશરે ૬૦ લાખ લોકો મરી ગયા હતા. કારણ કે દેશને ઉધ્યોગો સ્થાપવા માટે જરૂરી યંત્ર સામગ્રી  પરદેશથી લાવવા વીદેશી હુડીયામણના અવેજમાં બંદુકની અણીએ ગામડામાંથી એકત્ર કરેલ અનાજ, ઇંડા, મટન અને દુધ લાખો ટન આપવું પડયું હતું. લોકોને જમીન પરના ઘાસ અને ઝાડની છાલ ખાઇને જીવવા મજબુર કર્યા. ( In 1932  famine—60 lakhs people died of hunger in rural side or country side…why? Because as huge stock of grain as well as millk, eggs & meat were sold on international market to finance the five year plan… reduced to eat grass & tree bark..).

 

 કામદારોની સરમુખત્યારવાળું સોવીયેત રશીયા હવે એકજ વ્યક્તીની સરમુખત્યારશાહીમાં ફેરવાઇ ગયું.  હવે મુસોલીની, હીટલર ને સ્ટાલીનમાં કોઇ તફાવત રહ્યો નહી. સને ૧૯૩૬ના ઓગસ્ટમાં એક સમયના ક્રાંતીની ટોચની કક્ષાના સાથીદાર અને સમકક્ષ ઝીનોવીયુ,અને બુખારીનને બહાનું કાઢીને છેતરપીંડીથી મારી નંખાવ્યા. ૧૫ લાખ સામાન્ય રશીયન નાગરીકોને ક્રાંતી સામેના દુશ્મનો ગણાવીને મારી નાંખવામાં આવ્યા. સને ૧૯૩૭–૩૮માં રાજ્યહીત વીરોધીઓને મારી નાંખવાની સંખ્યા પ્રતીદીન ૧૦૦૦ની થઇ ગઇ હતી. લોકોને મારી નાંખવા માટેની ઓળખો બહાર પાડવામાં આવી. વર્ગીય દુશ્મન, પક્ષીય દુશ્મન, આંતરીક અંધાધુધી ફેલાવાની દહેશત ઉભી કરનારા,અને જેના પડોશીઓ તથા સગાવહાલા જેમને દેશદ્રોહી, વીદેશી એજંટ તરીકે ઓળખાવે તે બધાને રાજ્યે પોતાની રીતે ન્યાય આપીને કાયમ માટે શાંત કરી દીધા. (At the campaign's height in 1937-38  the execution rate was 1000 per day… People accused of being class enemies, saboteurs, oppositionists & some denounced by their own neighbours.. or relatives..)

 સ્ટાલીનની વ્યક્તી પુજા તેના રાજ્યના ત્રાસના વધવાની સાથે વધતી ગઇ. તેણે અન્ય ઉપર ત્રાસ ફેલાવનાર કુશળ એજંટોની મદદથી ઉપરથી નીચે સુધી સમાજના તમામ અંગોને પોતાના હસ્તક લઇ લીધા. જે સ્ટાલીનની ખુશામત કરે તેની આસપાસ તે બધા જ રહી શકે!

મોસ્કોના વીશ્વ વીખ્યાત લાલચોક ' રેડસ્કેવર' માંથી કાર્લ માર્કસની પ્રતીમા કાઢી નાંખવામાં આવી. તેના સ્થાને લેનીન અને સ્ટાલીનની પુર્ણ સાઇઝની પ્રતીમાઓ મુકવામાં આવી. ૨૧મી ડીસેમ્બરે ૧૯૨૯ના રોજ સ્ટાલીનને પચાસ વર્ષ પુરા થયા. તે જન્મ દીવસ સ્ટાલીને રંગેચંગે ઉજવ્યો. પહેલી મે અને ૧૭મી ઓક્ટોબર ક્રાંતી દીવસ એમ ફક્ત વર્ષમાં માત્ર બે દીવસ લોકો સમક્ષ આવવાનું સ્ટાલીને પોતાની સલામતીને લક્ષમાં લઇને આવવાનું નક્કી કર્યુ. સ્ટાલીને પોતાની આજબાજુ કામ કરતા પક્ષીય સાથીઓ તેમજ અન્ય ઉપર સતત શંકા અને અવીશ્વાસ રાખવાનું શરૂ કરી દીધું.( But S started distrusting people around him..p74..)

 વાહ રે વાહ! આખી દુનીયાને ભય પમાડનાર સરમુખત્યારો પોતાના પડછાયાથી બીવા માંડયા!

જુની તમામ કલા સાહીત્યને નાશ કરવામાં આવ્યા. જે કલા અને સાહીત્ય બોલ્શેવીક ક્રાંતીના ગુણગાન ગાય તે જ સાચી કલા અને સાહીત્ય. કામદારોની ગેરહાજરી વીનાની પરીકથાઓ પર પ્રતીબંધ મુકવામાં આવ્યો. બાળકોને ટ્રેકટર અને કોલસાની ખાણોના ફોટાવાળી ચોપડીઓ બતાવીને મંત્રમુગ્ધ બનાવી દેવામાં આવ્યા. સ્ટાલીને પાંચ શહેરોના નામો પોતાના નામે જાહેર કરી દીધા.( Stalingrad, Stalinsk, Stalinabad, Stalino &  Stalinagorsk.)રશીયાના એક પર્વતની ટોચનું નામ સ્ટાલીન ટોચ(Mountain peak named as S Peak..) રાખવામાં આવ્યું. . સ્ટાલીનની ૩૩ટનનું કાંસાની પ્રતીમા વોલ્ગા– દોન કેનલના પ્રવેશ દ્રાર પાસે મુકવામાં આવી.

 

સને ૧૯૩૯થી ૧૯૪૫ સુધીના બીજા વીશ્વ યુધ્ધનો ઇતીહાસ અગાઉ મુસોલીની અને હીટલરના લેખોમાં જણાવેલ હોવાથી અત્ર રજુ કરેલ નથી. રશીયા તરફી યુધ્ધમાં પોતાના સૈનીકો, પ્રજા અને વીશ્વના લોકશાહી પરીબળોનો સહકાર લેવા હીટલરે રશીયા પર આક્રમણ પછી સ્ટાલીને યુધ્ધને સ્વતંત્રતા અને રાષ્ટ્રપ્રેમના સંરક્ષણ માટેનું યુધ્ધ જાહેર કર્યું હતું. હીટલરના લશ્કરે લેનીનગ્રેડની ૨૮માસ સુધી કરેલી કીલ્લેબંધીને કારણે  તે શહેરમાં લાખો લોકો ભુખમરાથી મરી ગયા હતા.

૦૧–૦૩–૧૯૫૩ નારોજ સ્ટાલીનનું બ્રેઇન હેમરેજથી અવસાન થયું. પરંતુ તેની અંતીમ વીધી તા. ૯મી માર્ચના રોજ કરવામાં આવી. તેના માનમાં ઘંટનાદ કરવામાં આવ્યો. તોપોની સલામી આપવામાં આવી. દેશનો તમામ વાહનવ્યવહાર થોડાક સમય માટે થંભાવી દેવામાં આવ્યો. લેનીનની બાજુમાં તેને દફનાવવામાં આવ્યો. તેના મૃત્યુના એક માસ પછી રશીયાના દૈનીક પેપરોએ તેના વીષે કોઇપણ માહીતી આપવાનું બંધ કરી દીધું. ......


--

Joseph Stalin.


જોસેફ સ્ટાલીન ( ૧૮૭૮– ૧૯૫૩)

 ફ્રેંક દીકોત્તરના પુસ્તક ' હાઉ ટુ બી એ ડીક્ટેટર' માં જોસેફ સ્ટાલીનનું ત્રીજુ પ્રકરણ છે. ડીક્ટેટર મુસોલીની અને હીટલરની સરખામણીમાં સ્ટાલીનનું વ્યક્તીત્વ શરૂઆતને તબક્કે બીલકુલ અનોખું હતું. આપણે પણ સ્ટાલીનના વ્યક્તીત્વને રશીયાની સને ૧૯૧૭ના ઓક્ટોબર ક્રાંતી પછીના શીલ્પી તરીકે મુલ્યાંકન કરીશું. ઇટાલીના મુસોલીની અને જર્મનીના હીટલરની એકહથ્થુ રાજકીયસત્તા પ્રાપ્તી માટેની રીતરસમો અને રશીયાની ઓકોટબર ક્રાંતી એ ઉભા કરેલા રાજકીય, સામાજીક ને આર્થીક પડકારો તદ્દન ભીન્ન હતા. રશીયન ક્રાંતી એ કાર્લ માર્કસના સામ્યવાદી વીચારોને આધારે લેનીન અને તેના સાથીદારોએ પોતાની બોલ્શેવીક પક્ષની મદદથી વીશ્વમાં પ્રથમવાર રશીયન ઝારની સત્તાને હરાવીને મુળભુત રીતે સમગ્ર સમાજનું પરીવર્તન કરવા મથવાનું હતું.

 સામ્યવાદના પાયાના સીધ્ધાંતોનો વાસ્તવીક રોજબરોજના જીવનમાં અમલ કરાવીને નવું રશીયન રાજ્ય અને તેની મદદથી નવા રશીયન સમાજની રચના કરવાની હતી. કાર્લ માર્કસના સામ્યવાદી ચીંતન પ્રમાણે વીશ્વમાં સામ્યવાદી ક્રાંતી સૌ પ્રથમ કોઇ દેશમાં થશે તો, જે દેશમાં સૌથી વધારે ઔધ્યોગીકરણ હશે ત્યાં થશે. કારણકે માર્કસના તારણ પ્રમાણે ક્રાંતીના વાહકો ઔધ્યોગીક મજુરો સીવાય બીજુ કોઇ ન હોઇ શકે. મુડીવાદી વ્યવસ્થાની નફા અને સરપ્લસની અસમાન વહેંચણીનું પરીણામ પેલા મજુરોને તે વ્યવસ્થા સામે ક્રાંતી કરવા મજબુર કરશે. માર્કસનો વીશ્વાસ હતો કે તેથી યુરોપમાં સૌથી વધારે ઔધ્યોગીકરણ કોઇ દેશમાં થયું હોય તો તે જર્મનીમાં થયું હોવાથી સામ્યવાદી ક્રાંતી સૌ પ્રથમ જર્મનીમાં થશે. પણ વીશ્વની સૌ પ્રથમ સામ્યવાદી ક્રાંતી રશીયા જેવા ઔધ્યોગીક રીતે ઘણા પછાત દેશમાં થઇ.

રશીયામાં ક્રાંતી કરનાર લેનીનના જુથે સામ્યવાદના સીધ્ધાંતો પ્રમાણે સમાજની નવરચના કરવાની હતી. સીધ્ધાંતોને અમલમાં મુકવા માટે તેની સામે પાંચ મોટા બીહામણા પડકારો હતા. (૧) તમામ ખાનગી મીલકતની નાબુદી,(૨) ખેતીક્ષેત્રનું રાજ્ય સંચાલીત સામુહીકરણ (Collectivization of Agriculture) (૩) દેશના ઝડપી ઔધ્યોગીક વીકાસ માટે પંચવર્ષીય યોજનાઓ માટે મુડીનું આંતરીક અર્થતંત્રમાંથી સર્જન (૪) દેશમાં આંતરીક ગૃહ યુધ્ધની નાબુદી ( સીવીલ વોર) (૫) વૈશ્વીક સંસ્થાનવાદને નાબુદ કર્યા સીવાય રશીયન સામ્યવાદ ટકી શકે ખરો?

આ બધા આંતરીક તેમજ બાહ્ય પરીબળો રશીયન ક્રાંતીને નીષ્ફળ બનાવવા મેદાને પડેલા હતા. બીજુ, જુની સ્થાપીત વ્યવસ્થા પાસેથી સત્તા આંચકી લેવી એક વાત છે અને નવા આદર્શો પ્રમાણે પેલા ક્રાંતીના મશાલચીઓની મદદથી નવા રાજ્યની રચના કરવી તે વાત સરળ નથી હોતી. તે માટેનું બૌધ્ધીક માળખું પ્રજામાં રાતોરાત તૈયાર કરી શકાતું નથી. રશીયન અર્થતંત્ર તે સમયે કૃષીપ્રધાન હતું. ઔધ્યોગીક સમાજમાં જે સમાજવાદી અર્થરચના માટેની પુર્વ સામાજીક સ્થીતીનું અસ્તીત્વ હોવું જોઇએ તે ગેરહાજર હતું. જેમાં કામદારોની ભાગીદારીથી કમ માલીકીથી ઔધ્યોગીક એકમો ચાલવા જોઇએ તે રશીયામાં હતા જ નહી. માટે લેનીને સમાજવાદી અર્થતંત્રને(Socialist Economy)  બદલે રાજ્ય મુડીવાદ આધારીત અર્થતંત્ર પસંદ કર્યું. ( State Capitalism).

રશિયન ક્રાંતીમાં ઘણા બધા નેતાઓ હતા, સમક્ક્ષ સાથીઓ હતા. તેમાં ત્રણ, લેનીન, સ્ટાલીન અને ટ્રોટસ્કી મુખ્ય હતા. જ્યાંસુધી લેનીન જીવ્યો ત્યાંસુધી તે ક્રાંતીનો સર્વેસર્વા રહ્યો હતો. તે સૈધ્ધાંતીક માર્કસવાદી હતો. સાથે સાથે તે ખુબજ વાસ્તવાદીપણ ( Empiricist cum Objectivist) હતો. રશીયન ક્રાંતીને તેની શરૂઆતની પ્રસુતાના વેદના કાળમાંથી બચાવનાર કોઇ હોય તો તે ઇલીચ (લેનીનનું મીત્રો સાથેનું લાડકુ નામ).

 સને ૧૯૧૭ની ઓકટોબર ક્રાંતીથી ૧૯૨૩ સુધીનો એટલે લેનીનના મૃત્યુ સુધીનો સમય( ૨૪–૦૧–૧૯૨૪).

આ છ વર્ષના સમય ગાળા દરમ્યાન ત્રણ ઘણાજ અગત્યના બનાવો બન્યા હતા. જેને ઉકેલવા લેનીને લીધેલા નીર્ણયોથી નવી નવી રશીયન ક્રાંતી જીવી ગઇ.

 (૧) જર્મન લશ્કરે રશીયાના કેટલાક ભાગ પર પહેલા વીશ્વયુધ્ધમાં કબજો કરી લીધો હતો. રશીયન સૈનીકો યુધ્ધમાંથી પોતાના ગામ તરફ હજારોની સખ્યામાં બંદુકો મુકીને નાસી આવતા હતા. ટ્રોટસ્કીને બોલ્શેવીક પાર્ટીના બહુમતી સભ્યોનો ટેકો મલી ગયો કે આવા સંજોગોમાં પણ સૈનીકોએ યુધ્ધ ચાલુ રાખવું જોઇએ.તેની સામે લેનીને રેડીયો પર જાહેરાત કરી દીધી કે જર્મન જનરલે જે સંધી( Brest-Litovsk Treaty)માટેનો મુસદ્દો તૈયાર કર્યો છે જેમાં રશીયાનો જર્મનીએ જીતેલો ભાગ તેને આપી દેવાનો છે. તેના પર સહી કરશે. લેનીને ટ્રોટસ્કીના બહુમતી સભ્યોને પુછયું કે તમે કઇ બહુમતીના પ્રતીનીધીઓ છો? તમને ખબર છે ખરી કે સેનીકો કોણ છે? દેશના ખેડુતો ! તો બહુમતીમાં તમે છો કે ખેડુતો?  તે યુધ્ધ નથી ઇચ્છતા તે તમે જોઇ શકો છો ખરા?

(૨) વોર કોમ્યુનીઝમનો સમય– ક્રાંતી પછીના સમયમાં બોલશેવીકોએ( સામ્યવાદી પક્ષ) ત્રણ વચન પાળવાના હતા. આ વચનો પ્રથમ વીશ્વ યુધ્ધ સમયે લેનીનના પક્ષે રશીયન લોકોને આપેલા હતા. શાંતી, બ્રેડ અને સામંતો (કુલકસ) પાસેથી જમીન.( Peace, Bread & Land to Tillers) શાંતી માટે જર્મની સાથે સંધી કરી. શહેરી પ્રજા માટે રેશન પુરુ પાડવાનું હતું. તે માટે ગામડામાંથી ફરજીયાત અનાજ જપ્ત કરવા લશ્કરનો ઉપયોગ લેનીનની પાર્ટીએ કરવા માંડયો. જમીનની માલીકી સામંતો પાસેથી લઇને ખેડુતોને આપવાની હતી. તેને બદલે રાજ્યની માલીકીની બનાવી દીધી.(Collectivization of Agriculture).

કાતરની કટોકટી-( Scissors Crisis)-( ૧૯૧૮–૧૯૨૧) કાતરની બે પાંખ હોય છે. રશીયન અર્થતંત્રમાં કાતરની એક પાંખ એટલે અનાજના ભાવો અને બીજી પાંખ એટલે ઔધ્યોગીક ચીજ વસ્તુઓના ભાવો. બંને પાંખ સમાન કે સરખી રહેવાની બદલે બંને પાંખો વચ્ચેનું અંતર વધતું ગયું.આ બે કાતરની પાંખો વચ્ચેનું અંતર વધતું ગયું. તેને વોર કોમ્યુનીક્ઝમના સમયમાં કાતરની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. ખેતપેદાશોના ભાવો ઔધ્યોગીક ચીજ વસ્તુઓના ભાવો કરતાં અનેક ગણા વધી ગયા. શહેરોમાં રોટી પ્રાપ્ત કરવા હીંસક તોફાનો થવા માંડયા. લેનીને સામ્યવાદના ખાનગી મુડી અને તમામ સંપત્તી નાબુદ કરવાના સીધ્ધાંતનો અમલ તાત્કાલીક મોકુફ રાખવો પડયો. જેનો ટ્રોટસ્કી અને બુખારીન જેવા નેતાઓએ સખત વીરોધ કર્યો. પણ લેનીનની ક્રાંતી બચાવવા માટેની દુરંદેશી નીતીને ધ્યાનમાં રાખીને સ્ટાલીન, માઇકલ બોરોડીન વી. નેતાઓએ લેનીનને ટેકો આપ્યો. લેનીનની નીતીથી હમણાં સામ્યવાદી સીધ્ધાંતોના અમલ માટે બે પગલાં પીછેહઠ કરો . જેથી ભવીષ્યમાં ત્રણ પગલાં આગળ વધી શકાય.( Let us go two steps backward for going three steps forward in future.) લેનીનની આ નીતીને નવી આર્થીક નીતી ( New Economic Policy NEP) તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ખાનગી મુડી, બચત અને ખેતઉત્પાદનની માલીકી અંગત ખેડુતોની હંગામી ધોરણે કરાર કરીને ચાલુ રાખવામાં આવી.

 

--

Tuesday, June 9, 2020

જાવેદ અખ્તરનેરીચાર્ડ ડોકીન્સ એવોર્ડ–

જાવેદ અખ્તરને રીચાર્ડ ડોકીન્સ એવોર્ડ–

રીચાર્ડ ડોકીન્સ એવોર્ડ સને ૨૦૦૩થી અત્યાર સુધીમાં આશરે ૧૮ માણસોને આપવામાં આવેલ છે. તે એથીયેસ્ટ એલાયન્સ ઓફ અમેરીકા તરફથી પ્રતી વર્ષે આપવામાં આવે છે. હાલમાં રીચાર્ડ ડોકીન્સ ફાઉન્ડેશન ફોર રીઝન અને સેન્ટર ફોર ફ્રી ઇન્કાવાયરી બંને સંસ્થાઓ સંયુક્ત રીતે કામ કરે છે. રીચાર્ડ ડોકીન્સે પોતે પોતાનું સદર ટ્રસ્ટની તમામ સ્થાવર– જંગમ મીલકત ઉપરાંત સ્ટાફ સાથે અમેરીકાની સંસ્થા ' સેન્ટર ફોર ફ્રી ઇન્કાવયરી'ને દાન તરીકે આપી દીધેલ છે. જેની કુલ રકમ અમેરીકન ડોલર્સમાં લાખોમાં થાય છે. આ એવોર્ડ વીશીષ્ટ વ્યક્તીને આપવામાં આવે છે. જેણે વીજ્ઞાન, શીક્ષણ, સ્કોલરશીપ અને સીનેમા–મનોરંજનના ક્ષેત્રે, જાહેરમાં,ખુલ્લમખુલ્લા, પોતાના દેશની રાજ્યસત્તા અને ધર્મ સત્તાના વલણ અથવા પગલાંની ચીંતા કર્યા સીવાય ધર્મનીરપેક્ષાતા(secularism),વીવેકબુધ્ધીવાદ, (rationalism) અને વૈજ્ઞાનીક સત્ય (scientific truth)ના મુલ્યોનું સમર્થન કર્યું હોય. આ એવોર્ડ રીચાર્ડ ડોકીન્સ જે ઇંગ્લીશ ઉત્ક્રાંતીવાદી જીવવૈજ્ઞાનીક છે તેની યાદમાં આપવામાં આવે છે. એવોર્ડ લેનારમાં જે અતીવીશીષ્ટ વ્યક્તીઓ છે તેની યાદીમાં ' જેમ્સ રેન્ડી, આયન હીરસી અલી અને ક્રીષ્ટોફર હીચેન્સ છે.તે બધાએ સમાજ અને ધર્મની પ્રચલીત માન્યતાઓ સામે બંડ પોકારીને (Iconoclast)તેમના જાનના જોખમે ઉપર જણાવેલ મુલ્યો પ્રમાણે કામ કરેલ છે. અત્યારે પણ હાલમાં કરી રહ્યા છે.

 રીચાર્ડ ડોકીન્સે પોતે ખ્રીસ્તી–કેથોલીક ધર્મની ડાર્વીનના ઉત્ક્ર્તીવાદ સામેની ક્રીએશનીસ્ટ, ઇન્ટેલીજીન ડીઝાઇન થીયરી ( ગોડે માનવ સહીત પૃથ્વીનું સર્જન ૭ દીવસમાંપુરૂ કર્યુ છે તેવા બાયબબલના સીધ્ધાંત સામે) કેવી રીતે અવૈજ્ઞાનીક, પુરાવા વીહીન અને વાહીયાત છે તેની જબ્બરજસ્ત બૌધ્ધીક ચળવળ પશ્ચીમી જગતમાં ચલાવી રહ્યા છે. તેમના વીશ્વવીખ્યાત પુસ્તકોમાં ' ગોડ ડીલ્યુઝન, ધી બ્લાઇન્ડ વોચ મેકર  અને સેલ્ફીશ જીન' બેસ્ટ સેલર્સ છે.

ડોકીન્સ આ સંસ્થામાં સક્રીય રીતે બીજી ત્રણ પ્રવૃતીઓ ચલાવી રહ્યા છે.

 (૧)પ્રોમેથીયસ બુક્કસ પ્રકાશન જેના દ્રારા  માનવવાદી, રેશનાલીસ્ટ અને ધર્મનીરપેક્ષ   મુલ્યોવાળા પુસ્તકોનું પ્રકાશન થાય છે.

(૨) જે નીરઇશ્વરવાદીઓ, રેશનાલીસ્ટો અને માનવવાદીઓ પર પોતાના દેશમાં રાજ્યકર્તાઓ અને ધર્માંધ લોકો જુલ્મ ગુજારે છે. વાંકગુના વીના જેલમાં પુરી દે છે, નીર્દોષ હોવા છતાં તે બધાને ફેક એનકાઉન્ટરમાં ગોળી મારી મારીનાંખવામાં આવે છે. આવા બધા હીંસા પ્રેરીત પરીબળોની રીતરસમો ( Political & Religious Persecution) ને કારણે જે બધાની જીંદગી ભયભીત થઇ ગઇ છે તે બધાને પશ્ચીમના જુદા જુદા દેશો સાથેની સરકારો સાથે પરાર્મશ કરીને રાજકીય આશ્રય અપાવવાનું કામ પર રીચાર્ડ ડોકીન્સની આ સંસ્થા કામ કરે છે. બંગલા દેશ ના કેટલાક  સ્વતંત્ર ઇન્ટરનેટ બ્લોગ ચલાવનારાને રાજકીય આશ્રય પુરો પાડીને તેમની તેમના કુટુંબીઓ સાથે જાન બચાવ્યા છે. પાકીસ્તાન ને આરબ દેશોમાંથી પણ આવા લોકોને રાજકીય આશ્રય પુરો પાડયો છે.

(૩) ખાસ કરીને આરબ દેશોમાં જ્ઞાન–વીજ્ઞાન આધારીત માનવવાદી રેશનાલીસ્ટ સેક્યુલર ચળવળ પેદા થાય માટે રીચાર્ડ ડોકીન્સના પુસ્તક ' ગોડ ડીલ્યુઝન, સેલ્ફીસ જીન,ધી બ્લાઇન્ડ વોચમેકર અને ક્રીસ્ટોફર હીચેન્સ પુસ્તક ' ગોડ ઇઝ નોટ ગ્રેટ'વી પુસ્તકોનું  અરબી, ફારસી, ઉર્દુ ને ઇન્ડોનેશીયાની ભાષાઓમાં ભાષાંતર કર્યું છે. પછી તેની ઇ–બુક બનાવી છે. અને તે બધા પુસ્તકો ઇન્ટર નેટ પર સરળતાથી તેમની ભાષાઓમાંજ મફત ઉપલબ્ધ છે. અરબ દેશોમાં લાખો લોકોએ આ બધા પુસ્તકો પોતાની માતૃભાષામાં વાંચ્યા છે.રીચાર્ડ ડોકીન્સ ફાઉન્ડેશન ફોર રીઝન સંસ્થા ૨૧મી સદીના બૌધ્ધીક પણ અહીંસક આયુધોથી ખ્રીસ્તી અને ઇસ્લામ ધર્મોની તમામ પ્રકારની અતાર્કીક, અમાનવીય અને અવૈજ્ઞાનીક રૂઢી રીવાજો સામે સંગઠીત અને વ્યવસ્થીત રીતે ચળવળ ચલાવી રહી છે.

હવે તે સંસ્થાએ જાવેદ અખ્તર જેવા માનવવાદી, રેશનાલીસ્ટ અને સેક્યુલારીસ્ટની કેમ પસંદગી કરવામાં આવી તેનો જવાબ મળી જશે. જાવેદ અખ્તર સાહેબને માનવવાદી મુબારક આપીને તેમની એક રાજકીય કવીતા– નઝમની થોડીક લીટીઓ નીચે રજુ કરી છે. તેમજ તે આખી કવીતાની યુ ટયુબની લીંક પણ અત્રે રજુ કરૂ છું. તેમની કવીતાનું મથાળું છે ' નવા હુકમનામા'  New Ordinance. https://www.youtube.com/watch?v=dh0D67VjZ9k

 

                ' નવા હુકમનામા'

 કીસીકા હુક્મ હૈ, સારીહવાએ હંમેશાં ચલને કે પહેલે બતાએ ઇનકી સમા( કઇ દીશામાં જવાની છે.) ક્યા હૈ, હવાઓકો યે ભી બતાના હોગા, જબ ચલેગી તો ઉસ કી રફતાર ક્યા હોગી..

જાવીદઅખ્તરની પત્ની શબામા આશમીની આ એવોર્ડ અંગે પ્રતીક્રીયા–હું તો ખુબજ રોમાંચક અને ભાવવીભોર બની ગઇ છું. હું જાણું છે કે જાવેદને મન રીચાર્ડ ડોકીન્સનું કેટલું બધું મહત્વ છે. વધારામાં આજે જ્યારે ચારેય બાજુથી ધાર્મીક ઉગ્રવાદીઓ ભયંકર ઉન્માદી બની ગયા છે ત્યારે જાવેદના આ બહુમાનનું મહત્વ કાંઇ ઓર વધી જાય છે. કારણકે તેણે હંમેશા અને જીંદગીભર તર્કવીવેકબુધ્ધીવાદનો(rational thinking) પોતાની રીતે પ્રચાર પ્રસાર કર્યો છે.

# javed akhatar                                                                                                                          .

 --