જના દીવ્યભાસ્કરના સમાચારઆ– " ગઢડા સ્વામીનારાયણ મંદીરના બે સહીત ત્રણ સાધુનું મહીલા પર દુષ્કર્મ. તા–૨૨–૦૬–૨૦૨૦.પાન–નં–૧૬.
આપણે ઉપરની હકીકતને કોઇ વ્યક્તી, સંપ્રદાય, કે ધર્મના પ્રશ્નને બદલે એક માનવસમાજની સમસ્યા તરીકે તેનું મુલ્યાંકન કરવું જોઇએ. તે બધા પ્રત્યે ગુસ્સો, ફીટકાર,ઘૃણા કે તીરસ્કાર થાય એ સ્વાભાવીક છે. તેની અસર તો એક ક્ષણ માટે આવેલા દુધના ઉભરા જેટલીજ કામચલાઉ જ હોય છે. તેમાંથી આજદીન સુધી કોઇ ઉપાય મલ્યો નથી. રોગના ચીન્હોને જાણીને બેસી રહેવાથી રોગને જડમુળથી દુર કરી શકાતો નથી.
સમાજ પોતે આ રોગનો ફક્ત ટેકેદાર નહી સર્જક પણ છે. સમાજને કોઇ પુછી શકે ખરુ કે તમારે બ્રહ્મચર્ય જેવા અમાનવીય આદર્શની જરૂર શા માટે છે? માનવ મનોવીજ્ઞાને( Human Psychology) સાબીત કરેલું વૈજ્ઞાનીક સત્ય છે કે માનવીમાં જાતીય સંતોષની ઇચ્છા જૈવીક ઉત્ક્ર્તીમાંથી જન્મજાત સહજ રીતે વીકસેલી છે. આ જન્મજાત સહજ ઇચ્છા ફક્ત માનવીની જ નહી પણ દરેક સજીવની તેના જન્મ સાથે જન્મ પામે છે અને મૃત્યુ સુધી ચાલુ રહે છે. લગભગ બધાજ ધર્મના ઠેકેદારો અને તેના ટેકામાં ચાલતી સંસ્થઓએ બ્રહ્મચર્યને એક પુજનીય, સન્માનીય સામાજીક આદર્શ બનાવી દીધો છે. જે વૈજ્ઞાનીક સત્ય જાતીયદમન, પીડનને એક મનોવૈજ્ઞાનીક વીકૃતી ગણે છે તેવા રોગીષ્ટોને સમાજ પુજનીય ગણે છે.
આવા મનોરોગીષ્ટોને સમાજ કેમ પુજે છે? કારણ કે વીશ્વનો કોઇ ધર્મ બાકી નથી જેને આ માનવસહજ જાતીયવૃત્તીને પાપ ગણવાનું બાકી રાખ્યું હોય! આ સમાજે પેલી જાતીયદમન વૃત્તીને સમાજના બીજા અનીવાર્ય ભાગ જેના વીના સમાજનું અસ્તીત્વ હોવું જ શક્ય નથી તે સ્રીને પાપનો એંજટ બનાવી દીધો. રામાયણના સર્જક તુલસીદાસે સ્રી માટે છેલ્લું સર્ટીફીકેટ આપીને કહી દીધું કે " નારી, ગંવાર ઔર પશુ સબ તાડન કે અધીકારી." જે લોકો સમાજમાં બ્રહ્મચર્ય પાળનારાના ગુણગાન ગાનારા છે તેમને એટલું તો પુછી જુઓ ખરા કે જો તમારા મા–બાપે બ્રહ્મચર્યનું પાલન કર્યુ હોત તો ઓછામાં ઓછું તમે અમારા( સમાજ) માથે ન પડ્યા હોત! સમાજ તમારા તઘલગી તુક્કાઓથી ચોક્કસ બચી ગયો હોત!
વીશ્વમાં સૌથી વધારે સભ્યસંખ્યા ધરવાતો કોઇ ધર્મ હોય તો તે ખ્રીસ્તી ધર્મ છે. તેમાં પ્રભુત્વ અને પોતાની જાતને મુળભુત જીસસના સીધા વારસદાર ગણાવતો હોય તો તે રોમન કેથોલીક સંપ્રદાય છે. તે સંપ્રદાયના સંચાલકો, ધર્મગુરૂઓ, કાર્ડિનલ્સ, તેમના મઠોમાં રહેનારી સ્રી–કુંવારી સંન્યાસીઓ( નન્સ) દ્રારા પેલી કુદરતી સહજ જાતીયવૃત્તીના સ્ખલનના કીસ્સાઓ અસંખ્ય છે. તેમના દ્રારા કરવામાં આવતી કુમળા બાળકોની જાતીય સતમાણીના ક્રીમીનલ કેસો અમેરીકન અને યુરોપીયન દેશોની કોર્ટોમાં અસંખ્ય છે. વીશ્વમાં જે દેશમાં જ્યાં રોમન કેથોલીક સંપ્રદાય હશે ત્યાં ' ચાઇલ્ડ એબ્યુઝ' ના કેસો નહી હોય તેવું ભાગ્યેજ બને! જેને એકેડેમીક ઇન્ટરેસ્ટ હોય તે ગુગલમાં " Child Absuse & Roman Catholic" સર્ચ કરી તમે શાંતીથી તમારા મનને ખલેલ પહોંચાડ્યા સીવાય તે અમાનવીય દુ;ખદ સત્યો વાંચી નહી શકો. જેના બે પુરાવા અમે રજુ કરેલ છે.અમેરીકન સીવીલ લીબર્ટીઝ યુનીયન( એસીએલયુ) એટલેકે અમેરીકન નાગરીક સ્વાતંત્રય સંગઠન પેલા નીર્દોષ બાળકો જે આવા પાદરીઓ કે આપણા કહેવાતા સંતોની હવસવૃતીના શીકાર બન્યા હોય તેમના મા–બાપોને કાયદાકીય કેસોમાં મદદ કરીને પેલા 'પુજનીય બ્રહ્મચારીઓને!' સજા અને મા–બાપોને વળતર અપાવે છે.પેલી કુંવારી મઠમાં રહેનારી સ્રીઓને (નન્સ)પોતાના પસંદ કરેલા પ્રેમી સાથે લગ્ન કરવું હોય તો ચર્ચા સંચાલકો સામે એસીલયુ ઢાલ બનીને મદદ કરે છે. બાળકોના જાતીય શોષણના મોટાભાગના કેસો જે લોકો બાળપણમાં ખુદ ભોગ બનેલા હતા; તે પુખ્ત ઉંમરના બનતા પોતે જાતે પોતાનું જાતીય શોષણ કરનાર ધર્મગુરૂ સામે કેસ કરે છે. આવા કેસો સામે આ બ્રહ્મચારી સંતો સામે આવવાની કોર્ટમાં હીંમત જ કરતા નથી. બને તેટલી ઝડપથી તે બધા કોર્ટની બહાર સમાધાન કરાવી લે છે. તેમનો ચર્ચ જ લાખો ડોલર્સ ચુકવે છે. પછી તે જ ચર્ચ તેનો ધંધો ચાલુ રહે તે માટે આફ્રીકાના ગરીબ દેશોમાં તેને મોકલી દે છે.
રોમની રોમન કેથોલીક ચર્ચની સર્વોપરી એક હથ્થુ સામે ૧૬મી સદીમાં બળવો પોકારનાર માનવ મરજીવો માર્ટીન લ્યુથર કીંગની ફરીયાદને સાચી ગણીને દસમા પોપ લીએનો મનાઇ હુકમ વાંચો ને સમજો. રોમના વેટીકન સીટીના કાર્ડીન્લસને એવો મનાઇહુકમ ફરમાવ્યો હતો કે તમારે છોકરાઓ સાથે સૃષ્ટીવિરૂધ્ધનું કૃત્ય કરીને આનંદ માણવો હોય તો ભલે માણો પણ તમારે કુલ છોકરાઓની સંખ્યા મર્યાદીત રાખવી પડશે. સંખ્યા અમર્યાદીત નહી રખાય!
In 1531, Martin Luther claimed that Pope Leo X had vetoed a measure that cardinals should restrict the number of boys they kept for their pleasure, "otherwise it would have been spread throughout the world how openly and shamelessly the Pope and the cardinals in Rome practice sodomy."[27]
Since 1995, more than 100 priests from various parts of Australia were convicted of sexual abuse.[29]
આપણે ત્યાં ભારત દેશમાં ધાર્મીક સંપદ્રાયો અને બ્રહ્મચર્યને પુજનીય ગણનારી સંસ્થઓમાં જાતીય સતામણીના મુદ્દે જે હકીકતો બહાર આવે છે તે તો ફક્ત પેલી હીમ શીલા કે બરફના પહાડની ઉપલી ટોચ જેટલીજ દેખાય છે. ૨૧મી સદીમાં ભારતમાં દેશને એક યા બીજા પ્રકારના માનસીક વીકૃતીઓના રોગીમાંથી બચાવવા ઓછામાં ઓછું આટલું ચોક્કસ કરીએ.(૧) જાતીય સતામણીથી પ્રમાણમાં બચવાનો ઉપાય, કોઇપણ જાહેર સંસ્થા, ધર્મો, તેના સંપ્રદાયો સહીત તમામના મુખ્ય કર્તાહર્તાઓ ક્યારેય બ્રહ્મચારી તો ન હોવા જ જોઇએ. કોઇકાળે સંપ્રદાયોના ધાર્મીક સંચાલકો બ્રહ્મચારીને બદલે ગૃહસ્થી હોય તો કયું આભ તુટી પડવાનું છે?(૨) સમાજમાં એવી જાગૃત્તા ફેલાવો કે બ્રહ્મચારીપણુ એક માનસીક વિકૃતીથી વધારે કાંઇ નથી. તેમાં કશું દૈવી, ઇશ્વરી ચમત્કારીક હોઇ શકે નહી. બ્રહ્મચારીના ચીન્હો કે નીશાનીઓ ઓળખાય તેવી હોય છે. દાઢી, ચોટી, જટા અને ભગવા કપડાંમાં તથા તેમની ચુંબકીય આંખો અને વાણી. કોરાના વાયરસનું સંક્રમણતો તમે આશરે ત્રણ ફુટ કે છ ફુટ નજીક આવો તો જ થાય છે. બ્રહ્મચારીના સંક્રમણની સીમા મર્યાદા નક્કી કરવામાં થીયરી ઓફ રેલેટીવીટી શોધક આલબર્ટ આઇનસ્ટાઇન પણ સફળ થયા નહતા...... તો બીચારા અભણભક્તોનું કેટલું ગજું!
n