નવા હુકમનામા–– કોવીડ–૧૯ની વેક્સીન ૧૫મી ઓગસ્ટે તૈયાર જોઇએ! વીશ્વને બતાવી દેવું છે.
ઉપરથી આદેશ છે...કે.. ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચે ( આઇ સી એમ આર) ૧૫મી ઓગસ્ટ પહેલાં તમામ ક્લીનીક્લ ટ્રાય્લસ પુરા કરીને કોવીડ–૧૯ની વેકસીન દેશના નાગરીકો માટે તૈયાર હોવી જોઇએ. કમસે કમ તે દિવસે લાલ કિલ્લા પરથી સાહેબ! જાહેરાત કરી શકે તેવી વ્યવસ્થા તો થવી જ જોઇએ!
આ મુદ્દા પર થોડી નગ્ન પણ વૈજ્ઞાનીક હકીકતો નીચે મુજબ છે.
(૧) આ વેક્સીન દેશમાં હૈદ્ર્બાદ સ્થીત બાયોટેક કુંપની સાથે સરકારી સંસ્થા દીલ્હી સ્થીત આઇસીએમઆરના સંલગ્નમાં પ્રયોગ કરવાનું નકકી કર્યું છે. તે માટે દેશમાંથી ૧૨ હોસ્પીટલ પસંદ કરવામાં આવી છે જ્યાં વેકસીન માટેનો ' ક્લીનીકલ ટ્રાયલ' કરવામાં આવશે.
(૨) આઇસીએમઆરે પેલી ૧૨ હોસ્પીટલોને કડક સુચના તારિખ ૨જી જુલાઇના રોજ આપી દીધી છે કે જે યુવાનો પર કે અન્ય પર આ રસીનો પ્રયોગ કરવાનો છે તે બધાને ૭મી જુલાઇ પહેલાં આ કામ માટે પસંદગી કરી દો! પેલા ઉદ્ ઘાટન મશગુલ સાહેબને ક્યાંથી ખબર હોય કે જે વેક્સીનને આજદિન સુધી માનવ શરીરમાં વીશ્વમાં કોઇ સ્થળે ટેસ્ટ માટે ઇંજેક્શન આપી દાખલ કરવામાં આવી નથી, વધારામાં જે સ્વયંસેવકના શરીરમાં કોવીડ–૧૯નું નીષ્ક્રીય વાયરસ દાખલ કરવાનું છે તેને નૈતીકરીતે જણાવવામાં આવ્યું છે ખરૂ કે તેના શરીર ઉપર કેવો પ્રયોગ થઇ રહ્યો છે?
(૩) પેલી ૧૨ હોસ્પીટલમાંથી ૬ હોસ્પીટલે ( દિલ્હીની AIIMS સહિતે) લેખીત જણાવી દીધુ છે કે ફક્ત પાંચ દિવસની નોટિસ આપીને પુરતી સંખ્યામાં સ્વંયસેવકો ( વોલંયટર્સ) અમે એકત્ર કરી શકીશું નહી. સામે પક્ષે આઇસીએમ આરના ડીરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે પોતાના પર આ કામ કોઇપણ હિસાબે પુરૂ કરવા જે રાજકીય દબાણ છે તેનો પણ વીના સંકોચે પત્રમાં ઉલ્લેખ કરી દીધો જ છે. ભારત સરકારનો આ " top priority projects which is being monitored at the topmost level". જે હોસ્પીટલોના તંત્રો મારી સુચનાનો ચુસ્ત અમલ નહી કરતો the letter warns bluntly that "non-compliance will be viewed very strictly".
(૪) માનવી પર કોઇપણ વેક્સીન માટેના ત્રણ ટ્રાયલ નકકી કરવામાં આવ્યા છે. (ક) પ્રથમ ટ્રાયલ આશરે ૨૦ થી ૩૦ બીલકુલ તંદુરસ્ત યુવાનો પર કરવામાં આવે છે. આ વેક્સીન માનવજાત માટે સહીસલામત છે કે કેમ તે નકકી કરવામાં આવે છે.(બ) બીજો ટ્રાયલ આશરે પ્રથમ ટ્રાયલથી દસ ગણા સ્વયંસેવકો પર કરવામાં આવે છે. આશરે ૨૦૦થી ૩૦૦ સ્વયંસેવકો પર. બીજા ટ્રાયલનો હેતુ પસંદ કરાયેલા સ્વયંસેવકો પર વેક્સીનની ધાર્યા પ્રમાણેની અસર પેદા થાય છે કે નહી તેનો વૈજ્ઞાનીક પધ્ધતી પ્રમાણે કોઇપણ જાતના પુર્વગ્રહ કે અન્ય બદહેતુ સિવાય આંકડાઓ ( Data) અને અન્ય માહિતીઓ એકત્ર કરવામાં આવે છે.હોસ્પીટલના સંશોધનકર્તા ( રિસર્ચર્સ)ઓએ પેલા સ્વયંસેવકોના શરીરમાં કોવીડ–૧૯ના નીષ્ક્રીય વાયરસ દાખલ કર્યા પછી કેટલા સમયમાં રોગપ્રતિકાર કરનારા વિશાણુઓ (એન્ટીબોડીઝ) જન્મે છે, તેની નિયમીત નોંધ કરી અને સતત વર્ગીકરણ ( મોનીટરીંગ) કરવાનું હોય છે. દરેક સ્વયંસેવકના શરીરનો આ વેક્સીન મુક્યા પછીનો પ્રત્યાઘાત એક સરખો ક્યારેય હોતો નથી. કેટલાકનો બિલકુલ પ્રત્યાઘાત ન પણ મલે, તો કેટલાકનો પ્રત્યઘાત વિકસવા માટે વધુ સમય પણ લે. આ માનવ પ્રત્યાઘાતના સંશોધનમાં રાજકીય ઇચ્છાઓ મુજબનો ટુંકો રસ્તો હજુ સુધી શોધાયો નથી.
(૫) ત્રીજા ટ્રાયલમાં પ્રયોગાત્મક રસી ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ સ્વયંસેવકો ( વોલંયટર)ના શરીરમાં મુકવામાં આવે છે. આ તબક્ક્માં ચાર ખાસ પરીબળોને ધ્યાનમાં રાખવામાં આવે છે. (અ) આ રસીની કોઇ સાઇડ ઇફેક્ટ તો નથી ને! (બ) પેલા તદ્દન તંદુરસ્ત યુવાનો પર કોઇ અસર નથી વીકસીને.(ક) આ કામમાં રાકયેલા સ્વયંસેવકો તથા રીસર્ચ ટીમની જીંદગીને પ્રયોગ દરમ્યાન કોઇ ચેપ કે અન્ય બિમારી તો લાગુ પડી નથી ને. (ડ) આ ટ્રાયલ લેનાર સંસ્થા ને તેના તારણો પર પ્રજાને ભરોસો તો છે ને?
ભારત બાયોટેક કુંપનીની વેકસીન સરકારે પસંદ કરી છે તે કંપની એ જણાવ્યું છે કે તેના દ્રારા શરૂ કરવામાં આવેલા પહેલા બે ટ્રાયલ ઓકટોબર માસના અંતમાં પુરા થશે. જે આ કંપનીએ આઇ સી એમ આર ને પણ જણાવી દીધુ છે. અને ૨૦૨૧ના શરૂઆતના મહીનાઓમાં કદાચ થોડાક માણસોને કોવીડ–૧૯ની રસી આપી શકાય!. આવી વૈશ્વીક મહામારીની રસી મોટા પાયા પર તૈયાર કરવામાં કોઇ બિનજરૂરી ઉતાવળ ક્યારે થઇ શકે નહી. પ્રજા માટે તો બકરૂ કાઢતાં ઉંટ પેસી જાય તેવી ખરાબ દશા પેદા થાય.
" There is no room, for political, personal or religious ideologies in science…વૈજ્ઞાનીક સંશોધનમાં રાજકીય, અંગત કે ધાર્મીક વીચારસરણીનું કોઇ સ્થાન હોતું નથી.. Vankatraman Ramakrishnan ( Vanky)….Indian Nobel Prize winner 2009.
સૌ. ટાઇમ્સ ઓફ ઇંડીયા અને ઇન્ડીયન એક્સપ્રેસ બંનેના તા. ૬ જુલાઇના તંત્રી લેખમાંથી સાભાર.

--