Tuesday, July 21, 2020

રાજકારણનું ગુનાહિતકરણ–

રાજકારણનું ગુનાહિતકરણ–           

આવી ભવીષ્યવાણી સાચી પડવાની કેટલી શક્યાતા છે?

" આપણા દેશનો સને ૨૦૨૯–૩૦માં જે વડોપ્રધાન હશે તેણે પોતાની રાજકીય જીવનમાં સૌથી વધારે ગુનાહિત કૃત્યો કર્યા હશે " ! ફક્ત અને ફક્ત આજ લાયકાતના આધારે તે વડોપ્રધાન બન્યો હશે. આવું કેવી રીતે શક્ય બને? આ રહ્યા તેના પુરાવા.

સને ફેબ્રુઆરી ૨૦૨૦ દેશની સર્વોચ્ચ અદાલતે આ અંગે જે ચુકાદો આપ્યો છે તેમાં રજુ કરવામાં આવેલા સત્યો નીચે મુજબ છે.

(૧) સને ૨૦૦૪માં સંસદમાં ગુનાહિત કેસોમાં સંડોવાયેલા સાંસદોની સંખ્યા ૨૪ ટકા હતી. સને ૨૦૦૯માં તે ૩૦ ટકા, સને ૨૦૧૪માં તે ૩૪ટકા થઇ અને સને ૨૦૧૯માં તે વધીને સીધી ૪૩ ટકા થઇ ગઇ છે. વર્તમાન રાજકારણની તાસીર જોતાં આ પ્રવાહ ઘટે કે તેમાં ઓટ આવે તેવી કોઇ શક્યતા આજને તબક્કે તો દેખાતી નથી. તો,આ ટકાવારીની ઝડપે જો ગુનાહિત કેસોમાં સંડોવાયેલા સાંસંદોની સંખ્યા વધતી રહે તો સને ૨૦૨૯–૩૦ આવા સાંસદોની સંખ્યા ૬૦ ટકા ઉપર થઇ જાય ! આવા બહુમતી સાંસદોના નેતાની ગુનાહિત કૃત્યોની લાયકાતો કેવી અદ્ભુત હોય ! મને ચોક્કસ અનુમાન આવે છે કે તે લાયકાતોમાં પેલા તાજેતરમાં કાનપુરમાં પોલીસ  એનકાન્ટરમાં મૃત પામેલા વીવેક દુબેની લાયકાતતો ફીકી પડી જવાની ! વર્તમાન કેન્દ્રીય અને રાજ્ય સરકારોના નેતાઓના વ્યક્તીત્વનું પૃથ્થ્કરણ કરતાં મને અને તમને શું લાગે છે? કોનો ગ્રાફ આવી લાયકાતોમાં આવતા દસ વર્ષોમાં ખુબજ ઝડપથી વધવાની શક્યતા ધરાવે છે?

રાજકારણનું ગુનાહિતકરણ એટલે શું? સાદો અર્થ આટલો જ! ગુનેગારોનો રાજકારણમાં પ્રવેશ. જેથી ચુંટણી લડીને, જીતીને તે સંસદ કે વિધાનસભાનો ચુટાયેલો સભ્ય બની શકે!. પ્રાથમિક રીતે આ શક્ય એટલા માટે બને છે કે કેટલાક પક્ષિય રાજકારણના મોટામાથાઓ સાથે આવા ગુનેગારોને ઘનીષ્ટ સાઠગાંઠ હોય છે. તે બંનેના ઘણા બધા હિતો એકબીજા જોડે સંકળાયેલા હોય છે. રાજકારણીની લાગવગ અને તેની રાજકીય સત્તા બંને પેલા અસામાજીક પ્રવૃત્તી કરતા ગુનેગારને પોતાની ગુનાહિત પ્રવૃત્તી ચાલુ રાખવા અને વિકસાવવા માટે ખાસ જરૂરી હોય છે. સામે પક્ષે રાજકારણીને ચુંટણી જીતવા પેલા ગુનાહિત તત્વો જે બાહુબલી બની ગયા છે તેમની ધાક અને કાળાં નાણાં બંને ખુબજ જરૂરી હોય છે. સમય જતાં આ ગુનાહિત તત્વોજ રાજકારણમાં પ્રવેશ મેળવીને ચુંટણી લડવા સક્ષમ બની જાય છે. આટલું તો પેલા 'હમસફર' ગઠબંધનમાંથી શીખી લીધું હોય છે.

છેલ્લી ત્રણ લોકસભાની ચુંટણીઓના પરીણામોનું તટસ્થ અને વૈજ્ઞાનીક ઢબે પૃથ્થકરણ કરવામાં આવેલું છે. તેનું તારણ છે કે પ્રમાણીક અને મુલ્યો આધારીત ચુંટણી લડતા ઉમેદવાર કરતાં ગુનાહિત કેસોમાં સંડોવાયેલા ઉમેદવારને ચુંટણી જીતવાના ચાન્સ ત્રણ ગણા વધારે હતા. સને ૨૦૧૪ની લોકસભામાં કુલ ચુંટણી લડેલા ઉમેદવારોની સંખ્યા ૫૩૮૦ હતી. તેમાંથી ૯૧૫ ઉમેદવારે પોતાની એફીડેવીટમાં ચુંટણી કમીશ્નર સમક્ષ જાહેર કરેલું હતું કે તેમના પર ગુનો કરવા માટેના ચાર્જીસ મુકવામાં આવેલા છે. તેમાંથી આશરે ૫૪૦ ઉમેદવારોએ પોતાની એફીડેવીટમાં જણાવેલ કે તેઓ ખુન તથા બળાત્કાર જેવા ગંભીર અને બિનજામીનપાત્ર ગુનાઓમાં પણ સંડોવાયેલા છે. મોટભાગના ઉમેદવારો પક્ષીય ઉમેદવારો હતા ! લોકશાહીમાં નાગરીકોનું મોટામાં મોટું શક્તીશાળી હથીયાર મતને જ રાજકીય સત્તા અને ગુનેગારોના હિતોની સાંઠગાંઠે બુઠઠુ બનાવી દીધુ  છે. દેશના નાગરિકોએ ગુનાહિત રાજકારણને એક લોકશાહી પ્રક્રીયાના ભાગ તરીકે જાણે સ્વીકારી લીધું છે. જે ખુબજ દુ;ખદ છે. દેશમાં આ બાબતે કાયદાકીય સ્થીતી એ છે કે ઉમેદવાર કે ચુંટાયેલો પક્ષીય પ્રતિનીધી બે વાર માટે ફોજદારી ગુના માટે  સજાને પાત્ર બની ગયો હોય તો જ તે ચુંટણીમાં ભાગ ન લઇ શકે!      આપણા ન્યાયતંત્રનો ઉપયોગ કરીને કેવી રીતે કેસ લંબાવ્યા કરવા એ બધી રીતરસમોમાં તો આ બધા વિષય નિષ્ણાત બની ગયા હોય છે.

તેમાંય જ્ઞાતિઆધારિત ઉમેદવારની પસંદગીએ  તો દેશની વર્તમાન ચુંટણી વ્યવસ્થાની ક્રુર મશ્કરી જ કરી નાંખી છે. રાજ્યની નોકરશાહી તેમજ પ્રમાણિક ચુંટણી લડવા માટેનું માળખું પેદા કરવાની ઇચ્છાશક્તીનો સંપુર્ણ અભાવ તે ગુનાહીત રાજકારણમાં એક ઉદ્દીપક તરીકે કામ કરે છે.

(૨)  આ વર્ષે સને ૨૦૨૦ ફેબ્રુઆરીમાં સર્વોચ્ચ અદાલતે રાજકીય પક્ષો અને રાષ્ટ્રીય ચુંટણી પંચને પોતાના ચુકાદામાં સખત રીતે નીચેની શરતોએ પોતાના પક્ષના ઉમેદવારો પસંદ કરવા અને ચુંટણી પંચને તેના પ્રામાણિક રીતે ધ્યાન રાખવાનો હુકમો કરેલ છે. (અ) દરેક રાજકીયપક્ષે ગુનાહિત ઉમેદવારને પસંદ કરવા માટેના કારણો આપવા પડશે. (બ)  જે તે પક્ષે કારણો ઉપરાંત ગુનાહિત ઉમેદવાર કયા કયા ગુનાઓમાં સંડોવાયેલો છે તેની વિગતે માહિતી સ્થાનીક ભાષાના દૈનીકો તેમજ ફેસબુક, વોટસઅપ તેમજ ટવીટર પણ આવા ઉમેદવારની વિગતો પસંદ કર્યા પછીના ૪૮ કલાકમાં જ જાહરે કરવું પડશે.(ક) ચુંટણી ખર્ચનો હિસાબ બિલકુલ પારદર્શક રાખવો પડશે.તેમજ તેને માહિતી અધિકારના દાયરામાં પણ મુકી દેવામાં આવ્યો છે.(ડ) ગુનાહિત રાજકારણીઓથી બચવા સરકારનો વહીવટ વધારે પ્રજા લક્ષી બનાવવો પડશે.(ઇ) ગુનાહિત રાજકારણીઓના ગુનાહિત કેસોના નિકાલ જલદી ભાય માટે ફાસ્ટટ્રેક કોર્ટસની રચના કરવી પડશે. જેથી આવા રાજકારણીઓ પોતાના કેસોને આવતી બીજી ચુંટણી સુધી લંબાવી શકે નહી.(ફ) રાજકારણીઓ અને ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલા લોકો વચ્ચેની સાઠગાંઠ તોડવા દેશના ચુંટણી કમીશ્નરે ખાસ પગલાં લેવા પડશે.( જી) દેશના ચુંટણી કમીશ્નરની સખત ટીકા કરતાં સદર કોર્ટે જણાવ્યું હતું કે તમે સને ૨૦૧૮માં સર્વોચ્ચ અદાલતે  ' ગુનાહિત રાજકારણ' સામે જે હુકમો કર્યા હતા તેનો અમલ કેમ કર્યો નથી? (એચ) સર્વોચ્ચ અદાલતે પોતાના સદર ચુકાદાનો અમલ સંબંધિત કેન્દ્ર , રાજ્ય સરકારો અને ચુંટણી કમીશ્નર અમલ ન કરે તો દંડની જોગવાઇની કોઇ વિગત ની નોંધ આ ચુકાદામાં નથી. સને ૨૦૨૦ ફેબ્રુઅરીના ચુકાદાને આધારે ઓક્ટોબરમાસની બિહારની વિધાનસભાની ચુંટણી લડાશે!.

કોણ કોને સમજાવે કે રોગના ચિન્હો જોઇને ઉપાયો શોધવાથી રોગને દુર કરી શકાય નહી ! સંસદીય લોકશાહી પ્રથા આજને તબક્કે વીશ્વના તમામ દેશોમાં પક્ષશાહી અને વધારે નેતાશાહીમાં રૂપાંતર થઇ ગઇ છે. લોકશાહીમાં આપણને ક્યાંય લોકોની સત્તા દેખાવાને બદલે પક્ષો અને તેના નેતાઓની સત્તા જ નજરે પડે છે. પક્ષીય નેતાઓની સત્તા કે પક્ષને નાણાંકીય અને રીતરસમોથી નિયંત્રણમાં રાખતી પક્ષમાંની નાની ટોળકીની સત્તાએ ફક્ત પક્ષ ને જ નહી પોતાની સત્તાથી લોકશાહીના તમામ અંગો જેવાકે  કારોબારી ( પ્રધાન મંડળ), ન્યાયતંત્ર,  લોકસભા અને રાજ્યસભા તથા અખબારી સ્વાતંત્રય, મિડીયા વિ.ને અને કાયદો અને વ્યવસ્થાને પોતાની એડી નીચે દબાવી દીધાં છે. સત્તા ભ્રષ્ટાચારી જ હોય છે. પણ અમાપ સત્તા અમાપ ભષ્ટ્રાચાર પેદા કરે છે. ( The Power corrupts, but absolute power corrupts absolutely. Justice Lord Acton.)  વીશ્વનો અનુભવ છે કે બે વીશ્વ યુધ્ધ વચ્ચે સને ૧૯૨૦થી ૧૯૪૦ સુધીમાં યુરોપમાં જે દેશોમાં ડીકેટટરોનું શાસન આવ્યું તે જે તે દેશની સંસદીય લોકશાહી પ્રથાને મારી મચેડીને પક્ષ અને તેના નેતા જેવાકે એડોલ્ફ હીટલર ને બેનીટો મુસોલીનીએ પોતાની સ્વસત્તા માટે ઉપયોગ કરીને જ  આવું શાસન પ્રાપ્ત કર્યું હતું.

 લોકોની સત્તા એટલે સત્તાનું કેન્દ્રીકરણ નહી પણ વિકેન્દ્રીકરણ. લોકશાહીમાં લોકોનું સશક્તીકરણ એટલે પક્ષો અને તેના નેતાઓનું સશકતીકરણ નહી.જે દિવસે દેશના તમામ રાજકીય નિર્ણયો લેવાની પ્રક્રીયાઓમાં નિર્ણયો લેવાની તમામ સત્તા અને ભાગીદારી નીચેથી ઉપર પ્રજાસમિતિઓ કે લોકસમિતિઓના વિશાળ પિરામીડ પાસે હશે અને પિરામીડની ટોચ પર બેઠેલા પ્રજાસત્તાકના આવા નિર્ણયોને સહેજ નજર અંદાજ નહી કરી શકે ત્યારે જ પક્ષશાહીનું રૂપાંતર લોકશાહીમાં થશે.પ્રજાસત્તાક લોકશાહીમાં લોકો પોતાના જ માર્ગદર્શક બની અને સુશાસનની રચના કરવાની ક્ષમતા ધરાવતા હશે. પ્રજાસત્તાકમાં ભજવા માટે મુર્તિઓ નથી હોતી અને તેવીજ રીતે આવી મુર્તિઓને ભજનારા ભક્તો પણ નથી હોતા. " વૌ સુબા કભી તો આયેગી"... પણ તે લાવવાનું કામ મારૂ અને તમારૂ છે.

Top of Form

Bottom of Form

--