Friday, July 24, 2020

who is correct from u two?


તમારા બંને માંથી સાચું કોણ તે અમે નકકી કરીશું.

આજના દિવ્ય ભાસ્કરના ચોતરેથી

(૧) " મંદિર મુહૂર્ત પર સંતોમાં મહાભારત. ભગવાન રામનું કામ જ્યારે પણ થાય તે ઘડી શુભ મંદિરના ટ્સ્ટ સભ્યનો મત,  (૨)  પરમહંસદાસે કહ્યુંસ્વરૂપાનંદ સરસ્વતી મારી સાથે શાસ્રાર્થ કરે અને સાબીત કરે કે ભાદરવો માસ કઇ રીતે અશુભ છે? ( ૩) સત્યેન્દ્રદાસે કહ્યુંકૃષણ જન્મના કારણે આખો ભાદરવો શુભ. વધુમાં આ સંત કહે છે " ભગવાન કૃષણનો જન્મ ભાદરવા માસમાં થયો હતો!"  ભાદરવો મહીનો આખો પવીત્ર માસ છે.

કીનેી ઠો(૧) આ બધા ટોળામાંથી મુર્ખા કોણ? કૃષણનો જન્મ શ્રાવણ વદી આઠમે થયેલો કે ભાદરવા માસમાં? હા, અમને અમારા માબાપોએ ભક્તીભાવે શીખવાડેલું કે ભગવાન કૃષણની પત્નીઓતો ઘણી બધી હતી પણ તેમની પ્રેમીકા ગોપી રાધા તો એકજ હતી. જેનો જન્મ ભાદરવા સુદ આઠમના રોજ ગોકુળ નજીકના ગામ બરસાનામાં થયેલો હતો. જો કે કૃષણ ભગવાને રાધા સિવાય કેટલી ગોપીઓ સાથે ગોકુલ, વૃંદાવન અને બરસાનામાં લીલા કરેલી તેની સંખ્યા અમારા વડીલો જણાવતા ન હતા. અમે જ્યારે બાળકૃષણની ઉંમરના હતા ત્યારે તેમના પરાક્રમોની વાતો સાંભળવાની ખુબ જ મઝા આવતી હતી. યુવાન થતાં કૃષણની ઇર્ષા આવવા માંડેલી.

 is(૨) ઠોકીઠોકીને કે પછી ઠાંસીનેઠાંસીને દેશના બ્રહ્મ્રર્ષીઓએ ભણાવી દીધેલું છે કે ભાદરવા માસમાં તો સ્વધામ કે પરધામ ગયેલા  આપ્તજનોમાટે શ્રાધ્ધ વીધી સિવાય બીજું ખાસ કાંઇ શુભકાર્ય ન જ થાય.હવે જુઓ આ મહાન મહાપુરૂષો કોના સ્વાર્થ માટે કોને શું નવું શીખવાડે છે. 

--