Thursday, July 30, 2020

શું ભારત ચીન સામેનું યુધ્ધ જીતી શકે તેમ છે?

શું ભારત ચીન સામેનું યુધ્ધ જીતી શકે તેમ છે?

તેનો જવાબ હા, કે ના માં ન હોઇ શકે!

ચીન સાથેના સંઘર્ષનું પરીણામ,  આપણા દેશની તમામ સામાજીક, આર્થીક, રાજકીય, લશ્કરી અને આંતરરાષ્ટ્રીય સંબંધો અને પરદેશ નીતી જેવા ઘણા બધા પરીબળો પર આધારીત છે. થોડા દિવસ પર જ વડાપ્રધાને કહ્યું હતું કે યુધ્ધના સમયે  દેશના જવાનો ફક્ત સરહદ પર લડતા નથી. આપણે, દેશની અંદર પ્રજા તરીકે પણ યુધ્ધે પેદા કરેલી સ્થિતિને કારણે  તમામ જરૂરીયાતોનો પુરવઠો ચાલુ રાખવા પણ કામ કરવું પડે.

આ લેખ માટે મેં અમેરીકાની સ્ટાનફર્ડ યુની.પોલીટિકલ સાયંસના પ્રો. ફ્રાન્સીસ ફુકુયામા અને ભારતના આર્થીક માસીક ' બીઝનેસ સ્ટેન્ડર્ડ' ના તંત્રી  ટી. એન નાયનનની રજુઆતોનો આધાર લીધેલ છે. બંને વિદ્ર્વાનોના વિચારો ' પ્રીન્ટ' માસિકના તંત્રી શેખર ગુપ્તાએ પોતાની યુ ટયુબ માં  અંગ્રેજીમાં રજુ કર્યા છે. અત્રે તેનો ભાવાનુવાદ કરેલ છે. આ લેખના અંતે તે યુ ટયુબનો સોર્સ રજુ પણ કરેલ છે.

(1)    સામાજીક પરીસ્થિતિ– ઉપર જણાવેલ બંને તજજ્ઞોએ  ખુબજ ગંભીરતા સાથે જણાવેલ છે કે  આપણા દેશની સામાજીક એકતા કે એકરૂપતા બીજેપી અને તેની ખાસ કરીને લઘુમતીઓ વિરોધની નીતીઓને કારણે  જોખમમાં મુકાઇ ગયેલ છે.ખાસ કરીને મુસ્લીમ અને દલીતો સાથેનો વ્યવહાર. પ્રો ફ્રાન્સીસ ફુકુયામાએ તેના માટે અંગ્રેજીમાં શબ્દ વાપરેલ છે " No social cohesion in the country". જ્યારે  ટી. એન. નાયનને સામાજીક એકતાની જરૂરીયાત માટે અંગ્રેજી શબ્દ મુક્યો છે " Comprehensive National Cohesion."   કેન્દ્ર સરકાર સાથે, દેશના જુદા જુદા રાજ્યોની સરકારો સાથે  એક યા બીજા કારણોસર જે સામાજીક એકરૂપતા જોઇએ તેની સતત ગેરહાજરી દેખાય છે. તેમાં પણ નાગરીક સંશોધન કાયદો ( સી એ એ અને એન સી આર) અને ત્યાર પછી ક્રોનોલોજી મુજબ  નાગીરીકોની રાષ્ટ્રીય નોંધણી કે વસ્તી ગણતરીના મુદ્દે ભારતીય સમાજના નાગરીકો આડા અને ઉભા વહેંચાઇ ગયા છે. ભારતનો ભુતકાળનો ઇતીહાસ તેનો સાક્ષી છે. પરદેશી સત્તાઓને દેશની સામાજીક છીન્નભીનતા,જ્ઞાતીય–વર્ણ અસમાનતા અને શોષણને કારણે, પગ પેસરો કરીને સત્તા પ્રાપ્ત કરવાની સગવડો પુરી પાડેલી છે.જે આપણા વિદેશી દુશ્મનોની નજરમાં જ હોય!.

(2)    રાજકીય સ્થિતી– પ્રજા પર સુશાન ને બદલે પ્રજાના કલ્યાણ માટે કામ કરતી તમામ સંસ્થાઓનું  મોટા પાયે ધોવાણ થયેલું છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય, રોજગારી, ન્યાયતંત્ર, ચુંટણી કમીશન,રીઝર્વબેંક ઓફ ઇંડીયા, જુદા જુદા વીજીલન્સ કમીશનો ઉપયોગ, રાજ્યોની વિધાનસભાઓ  તેમજ કેન્દ્રની  રાજ્યસભા ને લોકસભાનું ધારાકીય કામકાજ  ખુબજ નિરાશાજનક થઇ ગયું છે. રાજકીય સત્તા માટેની 'ભાગબટાઇ' એટલે પક્ષીય રાજકારણ. કેન્દ્રીય સરકાર અને સમવાયી રાજ્ય સરકારો વચ્ચે સમન્વયને બદલે સતત સંઘર્ષ જ નાગરીકોને દેખાય છે.

(3)    આર્થીક અને લશ્કરી સ્થિતિ– "  The king can do no wrong" . અમારો રાજા, હવે નેતા કદાપી ખોટો હોઇ શકે જ નહી. મોદી સરકારના નોટબંધીના પગલાએ દેશના સમગ્ર અર્થતંત્રને કફોડી સ્થિતિમાં મુકી દીધું છે. જીએસટી અને દેશનો જીડીપી એક બીજાના પુરક બનવાને બદલે જાણે ફરીફ બની ગયા છે. નબળી આર્થીક સ્થીતિને કારણે દરેક રાજ્યોનો જીએસટી ભેગો કરવાનો ફાળો સતત ઘટતો જાય છે. આ મુદ્દે , કેન્દ્ર સરકાર રાજ્યો સાથેની પોતાની આર્થીક જવાબદારી નિભાવવામાં  નિષ્ફળ જાય છે તેવું દેખાય છે. ત્યાર બાદ ૨૪મી માર્ચ ૨૦૨૦ ના પ્રથમ લોકડાઉને ' કોવીડ–૧૯' ના પ્રશ્ન ઉકેલવાને બદલે  દેશની આર્થીક સ્થિતિની કમ્મર જ તોડી નાંખી છે. લાખો મજુરોના સ્થળાંતરે જે જાનહાની, માનવીય દુ;ખ દ સ્થિતિ પેદા કરી  તેનાથી ઉધ્યોગોનો સાંચો ફરીથી ધમધમતો ક્યારે ચાલુ થશે એ દેશનો યક્ષ પ્રશ્ન બની ગયો છે. મોદી જેવા વીશ્વના ઘણા બધા નેતાઓ જેવા કે અમેરીકાના ડોનાલ્ડ ટ્રપ્મ, બ્રાઝીલના પ્રમુખ બોલસોનારો, ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામીન નેત્યાનયાહુ જે બધા ક્યારે પોતાની ભુલો કબુલ કરે જ નહી. તેમના પક્ષો, માતૃસંસ્થાઓ અને હજુરીયા કે ભક્તો ( Psychopaths) આ બધા નેતાઓને સાચી હકીકત તેમના સુધી પહોંચાડવાજ ન દે.

દેશના લશ્કરી બજેટમાં તેના આધુનીકરણ, સંશોધન અને વિકાસ માટે વર્ષોથી લગભગ નાણાં ફાળવવામાં આવ્યા નથી. હમણાં જે વધારો સરકારે કર્યો છે તે લશ્કરના પગારદાર કર્મચારીઓ તથા નિવૃત્ત સૈનીકો માટે કર્યો છે. સદર યુ ટયુબમાં અંગ્રેજીમાં શેખર ગુપ્તાએ એક વાક્ય ખાસ હાઇલાઇટ કર્યું છે. " Leaders begin to live in COCOONS when media & institutions weakened."  નેતાઓ પોતે કોશેટામાં જીવતા કીડા બની જાય છે જ્યારે મીડીયા અને સંસ્થાઓ જેનું કામ રાજકીય સત્તાને નિયંત્રણમાં રાખવાનું છે તે નબળાં પડી જાય છે. શું આપણા અર્થતંત્ર અને લશ્કરની ખરેખર તાકાત કેવી છે તે શું દેશના સંયુક્ત દુશ્મનો ચીન અને પાકિસ્તાનને ખબર નહી હોય!

(4)    આંતરરાષ્ટ્રીય સંબંધો અને પરદેશ નીતી– જે દેશોની ભૌગોલીક સરહદ આપણી સાથે જોડાયેલી છે તેવા દેશો જેવાકે બંગલા દેશ, મય્નમાર અથવા બર્મા, શ્રી લંકા, માલદીપ, નેપાલ, ભુતાન, તિબેટ વી. સાથે આપણા સંબંધો કેવા છે? ધારો કે ચીન અને પાકિસ્તાન સાથે યુધ્ધ થાય ( સ્વપ્નનામાં ન થાય તેવી પ્રાર્થનાભગવાનને  કરીએ, શેખર ગુપ્તા)  તો આ બધા પડોશી રાજ્યોનો વ્યવહાર આપણી સાથે કેવો હોય?

વડાપ્રધાન મોદીએ વીશ્વના તમામ મહત્વના દેશોના નેતાઓ સાથે અંગત સંબંધો સરસ વીકસાવ્યા છે. ખાલી આઠ કરતાં પણ વધારે વાર ચીનના વર્તમાન પ્રમખ જીન પીંગ  ( Xi JIN PING) સાથે પોતાની મુલાકાતો ગોઠવી હતી. પરિણામ શું? પ્રો. ફ્રાન્સીસ ફુકુયામા ના અભિપ્રાય પ્રમાણે  ચીનને કારણે  બીજી કોલ્ડ વોર ( ઠંડુ યુધ્ધ)  શરૂ થઇ ગઇ છે કયા દેશો ભારત સાથે છે?  ચીન–રશીયાની એક જ ધરી સમજવાની. અને ડોનાલ્ડ ટ્રમ્પના અમેરીકન મુડીવાદને મોદીના ભારતમાં સસ્તો  કાચો માલ, સસ્તી મજુરી અને અમેરીકાના ઓધ્યોગીક ચીજ વસ્તુઓનું બજારમાં જ મિત્રતા દેખાય છે. જે મિત્રતા હવે  ચીન સાથે સતત તુટતી દેખાય છે. બીજા વીશ્વયુધ્ધના નિર્ણાયક નેતા અને તે સમયના ઇંગ્લેંડના વડાપ્રધાન વીન્સ્ટન ચર્ચીલનું એક સોનેરી વાક્ય હતું અને આજે પણ છે.  "  My country has no permanent friends but interests." મારા દેશના કાયમી હિતો છે પણ કાયમી મીત્રો નથી. જે બોધપાઠ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન ચીન સાથે હિતોનો મૈત્રીકરાર કરીને દેશ બચાવશે. પાકિસ્તાનનું અમેરીકા સાથેના  હિતોનું સંવનન ક્યારે પુરૂ થયું તે ખબર નથી પણ ચીન સાથે હિતોનું સંવનન જોરદાર ચાલું છે.

અંતમાં બંને બૌધ્ધીકોએ  આપણા દેશ માટે ચિંતા ખુબજ વ્યક્ત કરી છે. તેઓએ સૌથી પ્રથમ દેશની સામાજીક એકતાને મહત્વ આપ્યું છે. બીજું મહત્વ પરદેશ નીતી આધારીત અન્ય દેશો સાથેના સંબંધોને વિકાવવા માટેનું આપ્યું છે. તેટલું જ મહત્વ આર્થીક અને લશ્કરી તાકાતના સંવર્ધને આપ્યું છે. પરદેશનીતી ને આર્થીક અને લશ્કરી મજબુતાઇ બંને સમય માંગી લેનારા પરીબળો છે. ત્યાં સુધી સરહદ પર બને તેટલા દુશ્મનો સાથેના સંઘર્ષોથી દુર રહીને સમય લંબાવવા નું સુચન કર્યું છે.

માનનીય શેખર ગુપ્તાની સદર યુ ટયુબના સૌજન્યથી.











https://youtu.be/uo0lOMar2uM

 


                    



--