ચાલો, હથિયારોનો મુકાબલો કલમથી કરીએ.
'Fighting Machetes with Pens': A full transcript of the 2015 Voltaire Lecture બોન્યા અહેમદ– બંગલા દેશ– હવે અમેરીકા.
જે લોકો એમ સમજે છે કે ધર્માંધતા અને ધાર્મીક ઉગ્રતા સામેની લડાઇમાં વિજય અહિંસક સાધનોના ઉપયોગથી મલી જશે તે બધા મુર્ખાઓના સ્વર્ગમાં વસે છે. જે દિવસથી આપણે ધાર્મીક અસહિષ્ણુ પરિબળો સામે કલમ ઉપાડીને લખવાનું શરૂ કર્યું છે, તે દિવસથી આપણે સમજી લેવાનું કે આપણે આપણા જીવને જોખમમાં મુકી દીધો છે.– અવીજીત રોય. સંચાલક ' મુક્ત મોના' બ્લોગ.
· ધર્માંધતા પ્રેરીત આતંકવાદ એક જબ્બરજસ્ત ક્ષમતા ધરાવતું માનવ વિષાણું છે. તેના ફેલાવાથી સમાજ અને રાષ્ટ્રનો સંપુર્ણ નાશ થવાની શક્યતાઓ પુરેપુરી છે. અવીજીત રોય
બોન્યા અહેમદ–જન્મ–૧૯૬૯. ઢાકા. બંગલા દેશ.
લેખીકા, માનવવાદી કર્મનિષ્ઠ અને ' મુકતો મોના ' (Mukto Mona) અંગ્રેજી બ્લોગરની સંચાલક.
અમેરીકાની મિનીસોટા સ્ટેટ યુની.માંથી ઇનફર્મેશન ટેકનોલોજીના વિષય સાથે ગ્રેજ્યુએટ.અવિજીત રોય દ્રારા સ્થાપિત ' મુકતો મોના' બ્લોગમાંની સહપ્રવૃત્તીને કારણે તે બંને પતિ–પત્નિ બન્યા. તેણીએ સને ૨૦૨૦માં " Think Bangla- Think English " નામની યુટયુબ ચેનલ શરૂ કરી. ખાસ કરીને પાકિસ્તાન, ભારત,બંગલાદેશ અને યુરોપીયન દેશોના મુસ્લીમો માટે ' મુક્તો મોના' આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતો બ્લોગ બની ગયો. તેના દ્રારા તે લોકોએ ' ચાર્લસ ડાર્વીન ડે સેલેબ્રેશન' પ્રતિવર્ષે ઉજવવાનું શરૂ કર્યું. ઇશ્વર કે અલ્લાહ સિવાય પૃથ્વી પરના તમામ સજીવોનું સર્જન કેવી રીતે થયું છે તેનું પ્રશિક્ષણ મુસ્લીમ સમાજમાં આપવાનો પ્રચાર શરૂ કર્યો. પ્રથમ લગ્નથી થયેલ ત્રિશા નામની દિકરીને લઇને બોન્યાએ અવિજીત સાથે નવું લગ્ન જીવન શરૂ કર્યું. ત્રિશા અને અવિજીતે( સ્ટેપફાધર)સુંયુક્ત રીતે બંગલાદેશમાં ધર્મનીરપેક્ષ માનવવાદી ઓનલાઇન બ્લોગર્સને જેલમાં પુરી દેવામાં આવતા હતા તે બધી હકીકતો પોલ કુત્સના તંત્રી સ્થાનેથી સંચાલિત ' ફ્રી ઇન્કાવયરી' માસીકમાં વૈશ્વીક પ્રજામત તૈયાર કરવા લેખ લખ્યા .
અવિજીત રોય અને બોન્યા અહેમદના સંયુક્ત પ્રયત્નોથી 'મુક્તો મોના' ધર્મનિરપેક્ષ કે સેક્યુલારીસ્ટ બ્લોગે વૈશ્વીક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. તે બંગલાદેશના ઇસ્લામીક ઉગ્રતત્વોને 'મુક્ત મોના' બ્લોગ આંખના કણાની માફક ખુંચવા લાગ્યો હતો. બંગલા દેશના સેક્યુલર હ્યુમેનીસ્ટ ગ્રુપે અવિજીત અને બોન્યાને પોતાના પુસ્તકની ' બુક સાઇન સેરીમની 'માટે દેશમાં તા. ૨૬મી ફેબ્રુઆરી સને ૨૦૧૫ના રોજ આમંત્રિત કર્યા.
( બ્રિટનના માનવવાદીઓ સમક્ષ આશરે ચાર માસ પછી ' વોલ્ટેર લેક્ચર સીરીઝમાં' બોન્યા અહમદે જે વિચારો રજુ કર્યા તે નીચે મુજબ છે.)
અમે બુક ફેરમાંથી, ખુબજ આનંદમય રીતે સંતોષથી અમારી કાર તરફ પાછા આવતા હતા. એકાએક ઓચિંતો ઢાકામાં ઇસ્લામીક ઉગ્રવાદોએ મારા બંને પર ધારીયા જેવા પહોળા છરાઓથી (We were stabbed repeatedly with machetes on the side of the road.) ખુની હુમલા કર્યા. બુક ફેરનો વિસ્તાર પહેલીથી પોલીસ ઓફીસર્સ, વિડીયો ગ્રાફર્સ, અને હજારો લોકાના ટોળાથી ભરચક હતો.પણ કોઇ અમારી મદદે નહી આવ્યું. પોલીસ પ્રેક્ષક બની બધું જોતી રહી. અમે, એક યુવાન પત્રકારના ખાસ આભારી છે જે અમને મદદ કરવા ધસી આવ્યો.અમને બંનેને હોસ્પીટલ લઇ આવ્યો. પરંતુ સદર હુમલામાં અવીજીત મૃત્યુ પામ્યો. મારા પર તે પહોળા છરાથી ચાર વાર કરવામાં આવ્યા હતા. મારા માથા ઉપરાંત બંને હાથ તથા શરીરના જુદા જુદા ભાગો પર હુમલા કરવામાં આવ્યા હતા. તેમાં મારા હાથનો અંગુઠો સંપુર્ણ કપાઇને શરીરથી જુદો પડી ગયો હતો. ઉપરાંત મારા બંને હાથ તેમજ અન્ય આંગળીઓ પણ લોહી લુહાણ થઇ ગઇ હતી.મારા બંને હાથની નસો, મજ્જાતંતુઓ તથા સ્નાયુઓને ભારે નુકશાન થયું હતું. તે બધાને દુરસ્ત કરાવવા માટે ઘણી સર્જરી કરવી પડી છે. હું અત્યારે આપ સૌની સમક્ષ ઉભી છું. પણ હજુ મારી મેડીકલ ટ્રીટમેંટ ચાલુ છે.
· હું તેને ' અવી' કહીને સંબોધતી હતી. તે હકીકત છે કે 'અવી ' બંગલાદેશમાં માનવવાદી વિચારોના પ્રસાર માટે નામાંકિત એક અગ્રણી હતો. જે ઇસ્લામીક ઉગ્રવાદીઓના હુમલાનો બલી બન્યો હતો.પરંતુ તે સૌ પ્રથમ નહતો અને આખરી પણ નથી.
· આશરે એક માસ( ૩૦–૦૪–૨૦૧૫) પછી આજ પ્રકારના હથીયારધારીઓએ અમારા જેવો જ બ્લોગ ચલાવતા વશીકોર રહેમાન બાબુને મારી નાંખ્યા. જેમ 'મુક્તમોના' બ્લોગમાં અમે કયા કયા વિષયો પર વિચારો રજુ કરતા હતા તે પેલા ખુની હુમલાખોરોને ખબર નહતી તેવીજ રીતે વી. આર. બાબુના બ્લોગના વિચારો અંગે પકડાયેલા બે ખુની યુવાનોને પણ ખબર નહતી. તેઓના મદરાસાના હુકમથી આ ખુની હુમલો કર્યો હતો.
· અમારી માફક ૧૨મી મેના રોજ મારા ભાઇ સમાન અનંત બીજરોયને મારી નાંખ્યો. 'અવી'ની માફક અનંત તેના બ્લોગમાં વિજ્ઞાન, તત્વજ્ઞાન અને ઉત્ક્રાંતિવાદના વિષયો પર ચર્ચા કરતો હતો. સને ૨૦૧૩થી ૨૦૧૫ સુધીમાં આઠ સેક્યુલારીસ્ટ બ્લોગર્સને મારી નાંખ્યા હતા. તેમાં પ્રો.શમશુ ઇસ્લામ, પ્રો. હુમાયાન આઝાદ અને એહમદ રજીબ હૈદર, નામાંકિત માનવવાદી બ્લોગર્સ હતા. આ તમામ બ્લોગર્સ કોઇ રાજકીય પક્ષના સભ્યો ન હતા. ઇસ્લામીક ધર્માંધતા, બાંગ્લાદેશની નવી ઉછરતી યુવાન, મોબાઇલ, લેપટોપ અને કમ્પ્યુટરનો ઉપયોગ કરતી પેઢીને ઇન્ટરનેટ યુગથી વિમુખ કરવા માંગતી હતી.અને ઇસ્લામીક ધર્માંધતાની પકડમાંથી મુક્ત કરવા માંગતી ન હતી.
· ' અવી' ના મૃત્યુને હજુ ચાર માસ જ થયા છે. મારૂ વ્યક્તીત્વ, તેની આકસ્મીક અને આઘાતજનક કાયમી વિદાયથી મારૂ જીવન જ નહી પણ સંપુર્ણ વ્યક્તીત્વ છિન્ન્ભીન્ન ને દીશાહીન બની ગયું છે. તે મારો મિત્ર, સાથીદાર, સુખ દુ;ખનો કાયમી હમસફર હતો. તેની સાથેનો મારો બૌધ્ધીક સંઘર્ષ અને પ્રેમ બંને સાથે ચાલતા હતા.
· ' અવી' જ્યારે નેશનલ યુનીં ઓફ સીંગાપુરમાં બાયોમેડીકલ એન્જીન્યરીંગમાં પીએચ ડી કરતો હતો ત્યારે સને ૨૦૦૧માં તેણે ' મુક્તો મોના'– મુક્તવિચાર– ફ્રીં થીંકર નામનો બ્લોગ શરૂ કર્યો હતો. બંગલા ભાષી લોકો માટે 'મુક્તો મોના' બ્લોગ " ધર્મનિરપેક્ષ માનવવાદી ચળવળ" (Mukto-Mona became the name of a secular humanist movement for Bangla-speaking people.) બની ગયો હતો.
· હું સને ૨૦૦૨માં પહેલીવાર 'અવી' ને મલી. માનવવાદી વિચારસરણીના સંદર્ભમાં અમારા વિચારો એકબીજાને એકરૂપ હતા.પરંતુ એક રેશનલ માનવવાદીને છાજે તેવા અમારી પાયાની માન્યતાઓ ને વૈચારીક અભિગમો અંગે ઘણા તફાવતો પણ હતા.માનવવાદીના સામાજીક, આર્થીક અને રાજકીય અભિગમ અંગે અમારી બે વચ્ચે ઘણા બધા મતમતાંર હતા.આ વૈચારીક મતભેદો એટલા બધા ઘણીવાર આવેગમય અને લાગણી મિશ્રીત બની જતા હતા કે મારી દિકરી શ્રેતા ને મહેસુસ થાય કે અમે બંને આપસમાં ઝઘડી રહ્યા છે. શ્રેતાને બહુ જ મોડે મોડે થી ખબર પડી કે આ મતભેદો તત્વજ્ઞાનીય ચર્ચામાંથી ઉભા થતા તફાવતો હતા અને પતિ–પત્નિ વચ્ચેના લગ્નજીવન સંબંધી મતભેદો લેશ માત્ર ન હતા.
· 'અવી' એક નિરઇશ્વરવાદી બ્લોગર તો હતો જ. પણ તે ઉપરાંત એક સ્પષ્ટ ધર્મનિરપેક્ષ માનવવાદી(He was the secular humanist)હતો જે માનવ જીંદગીના સંદર્ભમાં સવાલોના જવાબો માટેનો સ્વપ્નદ્રષ્ટા( A Great Visionary) હતો.
· તેણે કેટલાક પુસ્તકો લખ્યા છે. દા;ત (૧) શુન્યમાંથી પૃથ્વી અને માનવજાતિનું સર્જન કેવી રીતે થયું.(૨) સજીવનનું સર્જન કેવી રીતે થયું? (૩) સજાતીય સંબંધોની પાછળ રહેલી વૈજ્ઞાનીકતા, (૪) પ્રેમનો ઉત્ક્રાંતિવાદ આધારિત મનોવિજ્ઞાનનો ખ્યાલ. વિ.(૫) અંધશ્રધ્ધાનું તત્વજ્ઞાન અને ધાર્મીક શ્રધ્ધા એક ચેપી વિષાણુ– આ બધી ચોપડોના પ્રચાર સૌથી વધુ યુવાન કોલેજના વિધ્યાર્થીઓમાં થયો. પણ પેલા ઇસ્લામીક ધર્માંતાઓને તો આ બધી ચોપડીઓના સત્ય એ પોતાના નીજી પરોપજીવી ધાર્મીક ધંધા પરનો પડકાર સમજીને 'અવી' સામે જ ઘાતકી સંઘર્ષ શરૂ કરી દીધો. અંતે જેનું પરિણામ તેનો જીવ લઇને રહ્યું.
· જે લોકો એમ સમજે છે કે ધર્માંધતા અને ધાર્મીક ઉગ્રતા સામેની લડાઇમાં વિજય અહિંસક સાધનોના ઉપયોગથી મલી જશે તે બધા મુર્ખાઓના સ્વર્ગમાં વસે છે. જે દિવસથી આપણે ધાર્મીક અસહિષ્ણુ પરિબળો સામે કલમ ઉપાડીને લખવાનું શરૂ કર્યું છે, તે દિવસથી આપણે સમજી લેવાનું કે આપણે આપણા જીવને જોખમમાં મુકી દીધો છે. આ સંઘર્ષ સોક્રેટીસ, ગેલીલીયો, બ્રુનો થી શરૂ થયો છે જે મારા 'અવી' ની શહાદત પછી પણ અટકવાનો નથી.( જે હકીકત ડૉ નરેન્દ્ર દાભોલકર, ગૌરીલંકેશ, ગોવિદપાનસરે અને પ્રો. કલબુર્ગીની શહાદતે નિર્વીવાદ સાબીત કરી દિધી છે.)
· ધર્માંધતા પ્રેરીત આતંકવાદ એક જબ્બરજસ્ત ક્ષમતા ધરાવતું માનવ વિષાણું છે. તેના ફેલાવાથી સમાજ અને રાષ્ટ્રનો સંપુર્ણ નાશ થવાની શક્યતાઓ પુરેપુરી છે.( ભારત પણ તેમાંથી કોઇકાળે બાકાત રહી શકશે જ નહી.જે ઐતીહાસીક સનાતન સત્ય છે.)
· વિશ્વમાં જુદા જુદા લોકશાહી દેશોએ ધાર્મિકનિંદાને સજાપાત્ર ગુનો ગણવાનું બંધ કર્યું છે. પણ અમારા બંગલાદેશમાં ધાર્મીકનિંદાને શિરચ્છેદનો ગુનો ગણીને માનવીય સજ્જનતાના ઘડીયાળના કાંટા ઉંધા ફેરવી દીધા છે.
· બોન્યા અહેમદનું લંડનના Hilton Metropole on Edgware Road ના હોલમાં પ્રવચન પછી હાજર રહેલા સેંકડો લોકોએ પ્રવચન પુરૂ થયા પછી, ઉભા થઇને પાંચ મિનિટ સુધી તાલીયોથી અભિવાદન કર્યું હતું.
· બોન્યા અહેમદ સદર માનસીક આધાતમાંથી ક્રમશ; મુક્ત બની. તેણીએ પોતાની નાણાંકીય અતિલાભદાયક જોબ છોડી દીધી છોડી દીધી. અમેરીકા અને યુરોપમાં ધર્મનિરપેક્ષ માનવવાદ( Secular Humanist)ની પ્રવૃત્તીઓના પ્રચારપ્રસારમાં સક્રીય રીતે પોતાની જાતને સમર્પિત કરી દીધી. તેણીએ વિશ્વના જુદા જુદા દેશોની મુલાકત લઇને ખાસ કરીને બંગલા દેશમાં ઇસ્લામ સામે ધર્મનિરપેક્ષ માનવવાદી પ્રવૃત્તી કરતા યુવાનોના જોખમો, તેમની શહીદી વિ.ની આધારભુત માહિતી રજુ કરી. તેણીએ એવા બધા યુવાનોની યાદી બનાવી છે જેમનું મોત ' અવી' ની માફક નક્કી છે..બોન્યા અહેમદ,તેઓને પશ્ચીમ દેશોમાં રાજ્યાશ્રય મળે ( Political Asylum ) તે માટેનું આંતરાષ્ટ્રીય સંગઠન ડૉ. રીચાર્ડ ડોકીન્સ ની સંસ્થા' ફાઉન્ડેશન ફોર રીઝન એન્ડ સાયંસ 'ના સુંયુક્ત સહકારમથી ચલાવે છે. સદર સંગઠનની મદદથી બંગ્લાદેશના કેટલાક સેક્યુલર હ્યુમેનીસ્ટોને ( એ બધાને બંગ્લાદેશમાં જીવવું જ મુશ્કેલ બની ગયું હતું.) બ્રિટન, નેધરલેંડ, કેનેડા અને યુએસએ જે તે દેશની સરકારોની મદદથી રાજ્યશ્રય અપાવવામાંપવામાં તેણીએ સફળતા મેળવેલ . ભલે ને મારા ' અવિ' ને બચાવી ન શકાયો પણ તેની માનવ મુક્તિ જ્યોત તો જલતી રાખી શકું તે જ મારૂ યોગ્ય તર્પણ 'અવી' ને હશે.