આ પૃથ્વી પર કોઇ વૈશ્વીક ધર્મ છે જેને સાતઅબજની સંપુર્ણ પ્રજા સ્વીકારતી હોય?
(૧) દુનિયામાં કોઇપણ ધર્મને આપણે વૈશ્વીક ધર્મ તરીકે ગણી શકીએ ખરા? (દા:ત ખ્રિસ્તી, ઇસ્લામ, હિંદુ, બૌધ્ધ, યહુદી, જૈન.વિ. તેમાંથી ગમે તે એક ધર્મને વિશ્વના તમામ દેશોમાં વસ્તી સાત અબજ પ્રજાએ રોજબરોજના જીવનમાં સ્વીકારેલો હોય?)
(૨) ૨૧મી સદીના આધુનિક રાજ્યના વહીવટ માટે આ બધામાંથી કયો ધર્મ યોગ્ય ગણાય? ને કેવી રીતે?
(૩) કોઇપણ ધર્મ આધારિત દેશની સરકારનું સંચાલન તેના નાગરીકોને ફરજીયાત બંધનકારક બની શકે ખરૂ?
(૪) છેલ્લા દસકામાં વિશ્વના જુદા જુદા દેશોની સરકારોનો ઝુકાવ " ધર્મમં શરણમં ગચ્છામી" (Religious Revivalism)તરફ ઝડપથી જે વધી રહ્યો છે તે નાગરીક જીવનના હકારાત્મક વિકાસ માટે શું યોગ્ય છે?
(૫) આજે વિશ્વની પ્રજાના સંદર્ભમાં ધર્મનો સાચો દુશ્મન કોણ છે? બીજું, ધર્મ નાગરીકો માટે કે પછી નાગરીકો ધર્મ માટે?
(૬) કયા ધર્મના ઉપદેશોને ભક્તોએ અમલમાં મુકવો? જીસસના બાયબલના ઉપદેશને, મોહમંદ પયગંબરના કુરાનના ઉપદેશને, કૃષ્ણના ભગવદગીતાના ઉપદેશને, ગૌતમબુધ્ધના ઉપદેશને?
(૭) આ બધા ધર્મ પુસ્તકોના જે તે ધર્મશાસ્રીઓએ (Theologians) કરેલા 'તુડેં તુડેં મતિ ભિન્ના' જેવા અર્થઘટનોને આધારીત અસ્તીત્વમાં આવેલ રૂઢી રિવાજોએ પેદા કરેલ ભકતો માટેના નૈતિક બંધનો( Do's & Don't)!
(૮) કે પછી જે તે ધાર્મિક સંસ્કૃતીઓ આધારીત રોજબરોજની જીવન પ્રથાઓ જે વાસ્તવમાં એકબીજાની આમને સામને સંઘર્ષમય જીવન પસાર કરતી પ્રજાઓ.
ઉપરની પ્રશ્નોત્તરીને આધારે એક નવી લેખમાળા શરૂ કરૂ છું.
(અ) શા માટે હું ખ્રીસ્તી નથી? બર્ટ્રાન્ડ રસેલ
(બ) શા માટે હું હિન્દુ નથી? ડૉ રમેન્દ્ર.
(ક) શા માટે હું જૈન નથી? રાજેન્દ્ર્ શાહ.
(ડ) શા માટે હું મુસ્લીમ નથી? ઇબ્ન વરાક.
(ઇ) શા માટે હું ઇસ્લામ ત્યજીને ધર્મનિરપેક્ષ માનવવાદી બન્યો? ડૉ ખાલીદ સોહેલ.