Monday, May 23, 2022

શા માટે હું હિંદુ નથી? – ભાગ- ૨.

શા માટે હું હિંદુ નથી? – ભાગ- ૨.

મારી લેખમાળાના પ્રથમ ભાગમાં આપણે જોયું કે કઇ રીતે ચાર વેદો, મનુસ્મૃતિ અને તેના આધારીત વિકસેલી વર્ણવ્યવસ્થાએ હિંદુ સમાજવ્યવસ્થાનું સર્જન કરેલ છે. આ લેખમાં આપણે ભગવદ્ગગીતાના વિચારો કે તત્વજ્ઞાનનું સર્જન કઇ રીતે ચાર વેદો અને મનુસ્મૃતી આધારીત વર્ણવ્યવસ્થાના ટેકામાં ખુબજ ચતુરાઇપુર્વક કરવામાં આવ્યું છે. તેનો અભ્યાસ કરીશું.

     આ ઉપરાંત તેમાં લોકાયન અને બુધ્ધ ધર્મએ પેદા કરેલ વૈચારીક ક્રાંતિ " આ જગત મિથ્યા નથી, વાસ્તવિક છે, ભૌતીક છે, દુન્યવી છે, માનવીય પ્રયત્નોથી કુદરતી પરિબળોને સમજીને સુખ પ્રાપ્ત થઇ શકે છે, દરેક મનુષ્યનો આ એક જ અને આખરી જન્મ છે, કોઇનો પણ પુર્વજન્મ હતો નહી અને પુનર્જન્મ ક્યારેય ભવિષ્યમાં થવાનો નથી". તેની શંકરાચાર્યના તત્વજ્ઞાન ' જગતમિથ્યા – બ્રહ્મ સત્ય'ના આધારે પ્રતિક્રાંતી કરવામાં ભગવદ્ગ ગીતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સમજવાનો ને સમજાવવાનો તાર્કીક રીતે આધુનિક જ્ઞાન આધારીત પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સૌ પ્રથમ ગીતાના પહેલાં અધ્યાયમાં જ અર્જુન દ્રારા યુધ્ધ નહિ કરવા માટે જે દલીલ કરવામાં આવી છે તેનો પાછળનો તર્ક એટલો જ છે કે યુધ્ધમાં પુરૂષોનો સંહાર થવાથી આપણા કુળની સ્રીઓ પછી કુલભ્રષ્ટ

    થઇ જશે ને વર્ણશંકર પ્રજા પેદા કરશે. વર્ણશંકર પ્રજા એટલે ચારેય

    વર્ણોના સ્રી–પુરૂષોના આંતરજાતીય લગ્નોની પ્રજોપ્તિથી પેદા થયેલ પ્રજા. આ રીતે અર્જુનના મુખેથી સૌ પ્રથમ વર્ણવ્યવસ્થાને બચાવવા માટે યુધ્ધ નહી કરવાની દલીલ શરૂ કરવામાં આવી છે. પ્રથમ. અધ્યા. શ્લોક ૪૦થી૪૩.

હવે જુઓ કેવી રીતે ચતુરાઇપુર્વક ગીતાના સર્જકે કૃષ્ણના વ્યક્તીત્વ દ્રારા આ પુસ્તકના કુલ અઢાર અધ્યાયમાં વર્ણવ્યસ્થા આધારીત હિંદુસમાજ પ્રથાને ટકાવી રાખવા જે પ્રછન્ન તત્વજ્ઞાન પેદા કર્યું છે તેનો તટસ્થ અભ્યાસ કરીએ. સદર વિચારોને આપણે બે ભાગમાં વહેંચી શકીશું.

     ગીતાના એક ભાગમાં જે શરૂઆતનો છે તેમાં વર્ણવ્યવસ્થાના બચાવમાં જે શ્લોકોની રચના કરવામાં આવી છે તેનો અભ્યાસ કરીશું. બીજાભાગમાં દરેક વર્ણને જન્મ–કર્મ– તેથી સ્વધર્મ પ્રમાણે જે નિષ્કામ –કર્મ– યોગ(!) આધારીત અસ્તિત્વમાં આવેલ તમામ હિંદુઓને જ્ઞાનને બદલે ભક્તિદ્રારા ચોરાસીલાખ યોનીમાંથી મુક્તિ કેવી રીતે મલશે તે સમજવાનો પ્રયત્ન પણ કરીશું.

અર્જુન જે વાસ્તવાદી હતો. જેને યુધ્ધમાં વિજેતા થવાથી પૃથ્વીનું રાજ્ય મળે તો પણ તે ઇચ્છતો ન હતો. કારણકે યુધ્ધ એટલે સ્વજનોનો નાશ ઉપરાંત બંને પક્ષે ખુવારી, રાજકીય અંધાધુધી અને ચતુર્વણવ્યવસ્થાનો નાશ. હું ગીતામાં કૃષ્ણના વ્યક્તીત્વ દ્રારા જુદા જુદા શ્લોકોની મદદથી  અર્જુનને તેની માનસીક દ્વીધામાંથી મુક્તિ અપાવવા જે દલીલો કરવામાં આવી છે. તેને બને તેટલા ટુંકાણમાં રજુ કરવા પ્રયત્ન એટલા માટે કરીશ કે આપણા વાંચકો તે બધી વાતોથી સારી રીતે પરિચીત છે. મારા વાંચક મિત્રોને બીજી પણ વિનંતી છે કે સદર લખાણ પ્રથમ લેખના ટેકામાં હિંદુ સામાજીક પ્રથાને સમજાવવા તૈયાર કરવામાં આવ્યું છે, તે તંતુ ક્યારેય ભુલે નહી.

ગીતાના સર્જકે કૃષ્ણના વ્યક્તિત્વને ભગવાન કલ્પીને, સર્વસત્તાધીશ, ત્રણેય લોકનો નાથ,ચારેય વર્ણનો સર્જક, ભુતકાળ, વર્તમાન અને ભવિષ્યને જાણકાર અને માનવીય બુધ્ધિથી જેટલી કલ્પનાઓ દેવ તરીકે વિચારય તે બધીજ તેનામાં પ્રયોજી દીધી છે. બાયબલ, કુરાન ને અન્ય ધર્મોના પુસ્તકોમાં પણ ઇશ્વરી શક્તીની સર્વોપરીતાના લક્ષણોના વર્ણનો જે તે સર્જકોએ સહેજ પણ ઓછા મુક્યા નથી. નહીતો આ બધા ધર્મોના ધંધાઓઓ કેવી રીતે ચાલે! ગીતાના સર્જકનો મુખ્ય ધ્યેય વર્ણવ્યવસ્થા આધારીત હિંદુસમાજનું વૈચારીક રીતે સાતત્ય કેવી રીતે ટકાવી રાખવું તે હતું.

અર્જુનની શંકાઓ એક પછી એક કુનેહપુર્વક કૃષ્ણના વ્યક્તીત્વ દ્રારા કેવી રીતે દુર કરી તે જોઇએ.

(૧) ચતુર્વણવ્યવસ્થા મારુ સર્જન છે.( અધ્યાય–૪–શ્લોક ૧૩થી૧૫)

(૨) દરેક મનુષ્યનો દેહ નાશવંત છે. પણ તેમાં રહેલો આત્મા અમર છે, અવિનાશી છે.અજરાજર છે. આત્માને અગ્નિ બાળી શકતો નથી, વિ.

 ' નહન્યતે ' નૈનં છિન્દન્તિ...'( ૨–૨૦થી ૨૫) શરીર નાશવંત હોવાથી તેની પાછળ શોક થાય નહી. આત્માનો એક દેહમાંથી બીજા દેહમાં સ્થળાંતર મેં તેના કર્મો પ્રમાણે પુર્વનીર્ણીત કરી દીધેલું હોય છે.

(૩) મેં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર ને સ્રીઓના કર્મો મનુસ્મૃતિ પ્રમાણે નક્કી કરી દીધેલા છે. તે કર્મો દરેક વર્ણોમાં જન્મ લીધેલ હિંદુઓએ નિષ્કામ કર્મ(કર્મયોગી) એટલે કોઇપણ જાતની આશા રાખ્યા સિવાય કરવાના છે. દરેક હિંદુનો વર્ણ પ્રમાણે કર્મ સ્વધર્મ બની જાય છે. સ્વધર્મનું પાલનકરતાં મૃત્યુ તે સ્વર્ગની સીડી. પણ પરધર્મ એટલે નર્ક નિશ્ચિત.

હે અર્જુન! " ક્ષત્રિય ધર્મ( સ્વધર્મ) બજાવતાં જો યુધ્ધમાં મૃત્યુ પામીશ તો સ્વર્ગ પામીશ અને વિજેતા બનીશ તો પૃથ્વી પરનું રાજય પ્રાપ્ત થશે. ૨/૩૭. લાભમાંય લાભ અને હાનીમાંપણ લાભ."

(1) (૪) કર્મણેયવાધિકા રસ્તે મા ફલેષુ કદાચન ! ૨/૪૭. હે, હિંદુઓ! તમારે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો આ જન્મમાં ફળની આશા રાખ્યા સિવાય તમારા વર્ણ પ્રમાણે પુર્વ– નિર્મીત સ્થિતપ્રજ્ઞસ્થિતિમાં (૨/૫૮) નિષ્કામ કર્મ કર્યા કરો. .સ્થિર બુધ્ધિવાળા પુરુષના લક્ષણો– કાચબાની માફક ઇન્દ્રીયોને સંકોચી લેવી–જે ભય કે દુ:ખનો અહેસાસ મન પર લાવ્યા વિના નિષ્કામ કર્મ કર્યા કરે તેને મૃત્યુ પછી મોક્ષ મળે.(!) ખાસ કરીને શુદ્રો ને સ્રી, વર્ણ– જન્મ આધારીત કામ, વળતરની અપેક્ષા વિના જીંદગીભર કર્યા કરો.

      (૫) મારા ઉપદેશમાં જે શંકા રાખે, અવિશ્વાસ રાખે, શ્રધ્ધાવિહીન આત્માનો,

      તેવા સંશયી આત્માનો વિનાશ થાય છે.. સંશયીઆત્મા વિનશ્યતી– શ્લોક

      ૪/૪૦. વિધર્મી તથા નાસ્તિકો સંશયી આત્માઓ છે. મારામાં સંપુર્ણ શ્રધ્ધા નહી

      રાખનારા( શરણાગતી નહિ સ્વીકારનારા) પુરૂષ ક્યારેય પરમગતીને પામતો

     નથી.

 

  (૬) ત્યાગીને ભોગવ! યોગ  કર્મશુ કોશલમ.આસક્તિરહિત કર્મ– કર્મના

   બંધનોથી મુક્તિનો માર્ગ નિષ્કામ કર્મયોગ– આશા વગર કામ કરવું! નિરંતર

   સમર્પણની ભાવના. કર્મમાં સમર્પણથી સંપુર્ણ જન્મજન્મના ફેરામાંથી મુક્તિ–

   સંસારના બંધનોમાંથી મુક્તિ મળે છે.

(૭) ગીતાના સર્જકે કૃષ્ણ પાસે એ દલીલ કરાવી લીધી કે ચાર વર્ણનું સર્જન મેં કરેલું છે. દરેકે આ ભારતવર્ષમાં હિંદુ તરીકે જન્મ લઇને વર્ણ–કર્મ– નિર્મીત, નિષ્કામ કર્મ સ્થિતપ્રજ્ઞ્ન સ્થિતીમાં કરવાનું છે. અર્જુનને કૃષ્ણ સર્વસત્તાધીશ ત્રણલોકનો સર્જક, સંચાલક અને સંહારક છે તેવું સાબિત કરવા માટે ' પોતાનું મુખારવિંદ ખોલીને 'વિશ્વ બ્રહ્માંડ– દિવ્યસ્વરૂપ' બતાવે છે એવું ન કહેવાય(!) પણ દર્શન કરાવે છે.અધ્યાય–૧૧/શ્લોક ૧૦. વધારામાં એક પછી એક  કૌરવ સેનાના અગત્યના યોધ્ધાઓ દુર્યોધનથી શરૂ કરીને ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય વિ. સુધીના તમામ મૃતસ્વરૂપે કૃષ્ણના મુખમાં જતા ફક્ત અર્જુનને જ દેખાય છે.૧૧/૩૨, ૩૩,, ૪૩,થી ૪૭ વિ.શ્લોકો.

(૮) કૃષ્ણનું આ સ્વરૂપ ફક્ત અર્જુનને બતાવવા માટે જ ગીતાના સર્જકે તેના ફળદ્રુપ ભેજામાંથી એટલા માટે ઉત્પન્ન કર્યુ હતું અને પછી કોઇને તે સ્વરૂપ દેખાશે નહી તેવું પણ આ બધા શ્લોકોમાં લખી દીધું છે. કારણકે અર્જુનના પાત્ર પાસેથી  એવી દ્ર્ઢ પ્રતિતિનો સંદેશો વર્ણવ્યવ્સ્થા પ્રમાણે કર્મ કરવા આપવો હતો. હે! અર્જુન ! તું મારા બ્રહ્મ વિરાટ સ્વરૂપ જોઇને સમજી લે કે તમે બધા આ પૃથ્વી પર મારી ઇચ્છાથી જન્મ લઇને મેં દરેકના વર્ણ પ્રમાણે કાર્યો કરવા નિમિત્ત માત્ર તરીકે સર્જન કર્યા છે. તમારા બધાનું નસીબ પુર્વનિર્મીત છે. પૃથ્વી પરના તમામ સજીવો મારી ઇચ્છા પ્રમાણે કઠપુતલીની માફક નાચ કરનારાથી વિશેષ લેશ માત્ર નથી. " હું કરુ હું કરુ જ એજ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે ".

(૯) તમારે અહીં જન્મ લઇને નિમિતમાત્ર પ્રમાણે જ જીવવાનું છે. કારણકે ' હું આ પૃથ્વી પર અધર્મ અને પાપોનો નાશ કરવા..... યદા યદા હી ધર્મસ્ય.....સંભવામી યુગે યુગે...અધ્યાય–૪/શ્લોક ૬,૭,૮ વિ.

(૧૦) અર્જુને ૧૮મા અધ્યાયના ૭૩માં શ્લોકમાં આખરે દેવકીપુત્રને જણાવી દીધું કે મારા તમામ સંદેહો હવે દુર થઇ ગયા છે, તમે પંચજન્ય શંખ ફુકો ને તમારી આજ્ઞા પ્રમાણે ગાંડીવ ધનુષ્યને પણછ ચઢાવી યુધ્ધ કરવા તૈયાર છું.

(૧૧) હજુ ડૉ. પ્રો રમેન્દ્ર્ ગીતાના તત્વજ્ઞાન સામે પોતાની વાત કેવી રીતે રજુ કરે છે તે અંતિમ લેખમાં સમજીશું.

 

 

 


--