Thursday, May 19, 2022

શા માટે હું હિંદુ નથી? ( Why I am not a Hindu?)

 શા માટે હું હિંદુ નથી? ( Why I am not a Hindu?)

 ડૉ. રમેન્દ્ર– નિવૃત પ્રો. ઓફ ફીલોસોફી. પટના યુની.( ખાસ નોંધ– સદર નિબંધના ૩૫ પાના અંગ્રેજીમાં છે. આ પ્રથમ ભાગમાં તેમાંથી જરૂરી ને મહત્વના મુદ્દાઓનો ટુંકાણમાં ભાવાનુવાદ કરીને અત્રે રજુ કર્યા છે. બીજા ભાગમાં ગીતાની તત્વજ્ઞાનીય મીમાંસા અને કર્મના સિધ્ધાંતના આધારે શા માટે હું હિંદુ નથી તે રજુ કરવામાં આવશે.).  

(આ નિબંધ બિહાર રેશનાલીસ્ટ સોસાયટી દ્ર્રારા સને ૧૯૯૩માં પ્રકાશીત કરવામાં આવ્યો હતો. મેં બર્ટ્રાન્ડ રસેલનો નિબંધ " શા માટે હું ખ્રિસ્તી નથી?" તે વાંચ્યો હતો. મને તે ખુબજ ગમ્યો હતો. સાથે સાથે મેં ગાંધીજીનો નિંબંધ " શા માટે હું હિંદુ છું." તે પણ વાંચ્યો હતો. પણ તેની સાથે હું સંમત થતો નથી. બંને વિરોધાભાસી મુદ્ઓની રજુઆતમાંથી પ્રેરણા લઇને ભલે હું હિંદુ કુટુંબમાં જન્મયો પણ ' હું હિંદુ કેમ નથી' તેની વાત તમારી સમક્ષ રજુ કરૂ છું. ડૉ રમેન્દ્ર.)

·         સૌ પ્રથમ આપણે આ ચર્ચામાં ' હિંદુ' શબ્દનો અર્થ બરાબર સ્પષ્ટતાથી સમજી લેવો જોઇએ. હિંદુ એટલે તમામ ભારતીય નહી. કારણકે આ દેશમાં હિંદુ સિવાય અન્ય ધર્મોમાં આસ્થા રાખનારા જેવા કે મુસલમાન, ખ્રિસ્તી, બૌધ્ધ, યહુદી, પારસી, જૈન અને મારા તમારા જેવા નિરઇશ્વરવાદીઓ પણ હિંદુઓની માફક જ સદીઓથી અનેક પેઢીઓથી ભારત દેશમાં રહે છે. અમે રેશનાલીસ્ટો, ધર્મનિરપેક્ષ માનવવાદીઓ તથા નાસ્તિકોતો સ્પષ્ટ રીતે પોતાને  ' હિંદુ' તરીકે ઓળખાવતા જ નથી. આપણા દેશમાં તાર્કીક રીતે જોઇએ તો ઘણા બધા ભારતીયો હિંદુ નથી. તેવીજ રીતે ઘણા બધા હિંદુઓ છે જે ભારતીય નથી. કારણ કે તે બધા શ્રીલંકા, નેપાલ, હવે યુ એસ એ, યુ કે, ઓસ્ટેલીયા વિ દેશોના નાગરિકો બની ગયા છે. જે રીતે આપણે મુસલમાન, ખ્રિસ્તી, બૌધ્ધ કે જૈન વિ. ધર્મ પાળનારાઓને તેમની ધાર્મીક ઓળખોથી પહેંચાનીએ છીએ તે રીતે હિંદુ એક ધાર્મીક ઓળખ છે. પરંતુ ' હિંદુ લો' કે કાયદામાં બૌધ્ધ, જૈન અને શીખ ધર્મીઓને પણ ' હિંદુ' તરીકે ગણ્યા છે.

·          દિવંગત રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાક્રિષ્નને પોતાના જગવિખ્યાત પુસ્તક ' ધી હિંદુ વ્યુ ઓફ લાઇફ' માં વેદ, પુરાણ ને રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યોમાં અબાધિત શ્રધ્ધા ધરાવનારાઓને 'હિંદુ' ગણ્યા છે.

 

·           સને ૧૯૨૧ના ઓકટોબર માસના ' યંગ ઇન્ડીયા'ના અંકમાં ગાંધીજીએ સનાતની હિંદુ તરીકે પોતાની ચાર આસ્થાઓ જણાવી છે.(૧) હું વેદો,ઉપનિષદો,પુરાણો,પ્રાચીન હિદું તમામ ધાર્મીક ગ્રંથો ઉપરાંત પુનર્જન્મ,અને અવતારવાદમાં માનું છું.

 (૨) હું વેદીક કાળમાં જણાવેલ  વર્ણવ્યવસ્થા ધર્મમાં માનું છું. પણ વર્તમાનમાં જે કહેવાતી અસંસ્કારી વર્ણવ્યસ્થા છે તેનો વિરોધી છું.

(૩) હું પ્રચલિત જે ગૌરક્ષા સંરક્ષણનો ખ્યાલ છે તેના કરતાં અનેક ગણો ગૌરક્ષણમાં વિશ્વાસ ધરાવું છું.

·                      (૪) હું મુર્તિપુજામાં માનું છું. અથવા હું મુર્તિપુજામાં શ્રધ્ધા ધરાવતો  નથી એવું નથી.(I do not disbelieve in idol-worship. )

·          હું ડૉ રમેન્દ્ર, ગાંધીજીએ સનાતની હિદું તરીકેના જે સિધ્ધાંતો જણાવ્યા છે તે તમામનો સંપર્ણપણે સ્વીકારતો નથી. હું વેદ, પુરાણ, ઉપનિષદ અને રામાયણ અને મહાભારત, અવતારવાદ, પુનર્જન્મ, મુર્તિપુજા,માં બિલકુલ માનતો નથી. હું વધારામાં  હિંદુધર્મશાસ્રો, મનુસ્મૃતિ,અને વેદિક સમયમાં વર્ણાશ્રમધર્મ અથવા વર્ણવ્યવસ્થા જે રીતે સમજાવી છે અને તેના આધારીત  સદીઓ સુધી જે વાસ્તવીક સમાજ જીવન પેદા કર્યું છે તેમાં બિલકુલ માનતો નથી. તેનો નખશીખ વિરોધી છું. ઉપરાંત હું ગૌ માંસને ભોજન તરીકે વર્જય ગણતો નથી.

શા માટે હું હિંદુ નથી તે સાબિત કરવા હું મારી ચર્ચા અને તેની દલીલો ચાર મુદ્દા આધારિત રાખીશ. એક વેદોની વિશ્વાસપાત્રતા(the belief in the authenticity of the Vedas),બે,વર્ણાશ્રમધર્મ, ત્રણ, મોક્ષનો ખ્યાલ, ચાર, કર્મના સિધ્ધાંતનું નિશ્ચિતપણુ.

·         સૌ પ્રથમ હું સમજાવીશ કે કેમ અને શા માટે, હું ચાર વેદને ઇશ્વરી સર્જન તરીકે માનતો નથી. તેમાં જુદી જુદી છ તત્વજ્ઞાનની શાખાઓ છે. તેમાંથી પુર્વ અને ઉત્તર મિમાંસા અથવા નયામીમાંસા ઇશ્વરના અસ્તિત્વ ને વેદો ઇશ્વરી સર્જન છે તે તથ્યોને બંને તત્વજ્ઞાનીય શાખાઓને અસ્વીકાર્ય છે. આ બંને મિમાંસાઓને આપણે નાસ્તીક વિચારસરણી તરીકે પણ ઓળખી શકીએ. હું શ્રધ્ધા અને હકીકત વચ્ચે તફાવત છે તે ખ્યાલને ટેકો આપું છું. સત્ય હંમેશાં હકીકત આધારીત, ભૌતીક ને માનવીય ઇન્દ્રીયોથી તપાસી શકાય તેમ હોય છે.વેદના સત્યને આપણે આધુનિક વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત પ્રમાણોથી તપાસ ને અંતે તે બધાં વ્યાજબી સાબિત થતાં નથી. વેદોમાં રજુ કરેલી કોઇ હકીકતો સાચી હોય તેનો અર્થ નથી કે ઇશ્વરીય છે માટે સાચી છે પણ ખરેખર તે માહીતી વાસ્તવિક– હકીકત આધારીત હોવાથી સત્ય છે.

·                 દા :ત, રુગવેદમાં ઉલ્લેખ છે કે ઇશ્વરે પોતાના શરીરના જુદા જુદા ભાગોમાંથી વર્ણશ્રમધર્મ પ્રમાણે અનુક્રમે બ્રાહ્મણ મુખ, ક્ષત્રીય હાથ, વૈશ્ય જાંઘ અને શુદ્રને પગમાંથી સર્જન કરેલ છે. હું રુગવેદના આ સત્યને બે કારણોસર ધરાર સ્વીકારતો નથી. કોઇપણ માનવી પોતાની માતાના ગર્ભ સિવાય જન્મ લઇ શકે નહી. બીજુ, વર્ણાશ્રમ કે  વર્ણવ્યવસ્થાએ માનવ સર્જીત સામાજીક સંસ્થા છે. તેને ઇશ્વરી સર્જન તરીકે ક્યારેય સ્વીકારાય જ નહી. માટે માનવ જરૂરીયાત બદલાતાં વર્ણવ્યવસ્થામાં ફેરફાર થઇ શકે અથવા તેનો સંપુર્ણ નાશ પણ થઇ શકે ! માટે વેદો જેમ ઇશ્વરી સર્જન નથી તેવી જ રીતે તેમાં જણાવેલ તથ્યો માનવીય બૌધ્ધીક કસોટીને એરણે તપાસતાં સાચાં ન સાબિત થાય તો તેને ફગાવી દેવામાં લેશ માત્ર રંજ કે દુ:ખ ન થવું જોઇએ.

·            જો ઇશ્વરનો ખ્યાલ એક સર્વશક્તીશાળી,સર્વજ્ઞ, પરોપકારી અને માયાળુ સર્જનકાર તરીકે હોય તો જગતમાં ' જીસકી લાઠી ઉસકી ભેંસ' જેવી રાજ્ય ને સમાજવ્યવસ્થાનું સર્જન ન થયું હોય. માટે ઇશ્વરને અસ્ત્તીત્વને કોઇ કારણ નથી.( It is impossible for god to exist.)

·             બીજું માનવ અસ્તિત્વ અને ભાષાના ઉદ્ભવ પછી વેદો અને સંસ્કૃતભાષાનું સર્જન થયું હોય. તે પહેલાં ક્યારેય નહી. માટે વેદો ક્યારેય ઇશ્વરી સર્જન ન હતા. તેથી તે બધાનું માનવબુધ્ધી અને વિવેકશક્તીથી મુલ્યાંકન અનિવાર્ય છે.

·             ગાંધીજી વેદોને બાયબલ, કુરાન વિ. ધર્મપુસ્તકોની માફક જ સમાન મહત્વ આપતા હતા. તેમાંથી તેઓનો સર્વધર્મસમભાવનો ખ્યાલ વિકસ્યો હતો. બીજું તેઓનું સ્પષ્ટ મંતવ્ય હતું કે મારી હિંદુ તરીકેની આસ્થાનો આધાર હીંદુશાસ્રોના એક એક શબ્દ અને શ્લોકનું  ઇશ્વરી સર્જન છે તેવી માન્યતા પર બિલકુલ અવલંબિત નથી. તેમજ હું વેદો સંપુર્ણ ઇશ્વરી સર્જન છે તેવા ખ્યાલને પણ હું સ્વીકારતો નથી.( "I do not believe in the exclusive divinity of the Vedas. I believe the Bible, the Koran, and the Zend-Avesta to be as much divinely inspired as the Vedas. My belief in the Hindu scriptures does not require me to accept every word and every verse as divinely inspired,.)

·            કોઇપણ ધર્મશાસ્રોના વિધાનો જો તર્કવિવેક અને નૈતીક ન હોય તો પછી જે ગમેતેવી મહાન વ્યક્તિ દ્રારા રજુ કરવામાં આવ્યા હોય તો પણ મારે માટે તે અસ્વીકાર્ય છે. ગાંધીજીના હિંદુ ધર્મ માટેના આવા વિચારોનો અભ્યાસ કરતાં મારા મને તેઓ એક ઉદારમતવાદી હિંદુ હતા. જેમને અન્ય ધર્મો પ્રત્યે પણ સંપુર્ણ સમભાવ હતો. પરંતુ ગાંધીજી કરતાં મારો અભિપ્રાય સંપુર્ણ જુદો છે. હું તમામ હિંદુ ધર્મશાસ્રો ઉપરાંત બાયબલ ,કુરાન, ઝૈન્ડ અવસ્થાના લખાણોને માનવ સર્જીત માનું છું દૈવી બિલકુલ નહી.

વર્ણવ્યવસ્થા–

હું વર્ણવ્યવસ્થાની કોઇ આદર્શ વ્યાખ્યા આપવા માંગતો નથી. પરંતુ ચાર વેદો, ધર્મશાસ્રો અને મનુસ્મૃતીમાં જે રીતે વર્ણવ્યવસ્થા આધારીત સમાજ જીવનને દૈવી અને વાસ્તવિક વ્યાજબી ઠેરવ્યું છે તેના આધારીત મારે મુલ્યાંકન કરવું છે. આ ઉપરાંત દરેક હિંદુના જીવનને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થાન ને સંન્યાસ. તેની સાથે ફરજ, અર્થ, કામ ને મોક્ષની વૃતીઓને જોડી દીધી છે. દરેક હિંદુની મુખ્ય કે અંતિમ ઇચ્છા તો મોક્ષ પ્રાપ્ત કરવાની જ હોય છે. તેને વ્યાજબી ઠેરવવા હિંદુ તત્વજ્ઞાનમાં સમયના ખ્યાલ ને  વર્તુળ આકારમાં ગોઠવી દેવામાં આવ્યો છે. પુર્વજન્મ, વર્તમાન જન્મ, પુનર્જન્મ, આ ત્રણેય ખ્યાલોને યથાર્થ સાબિત કરવા વર્ણવ્યવસ્થા અને નૈતીક માળખાની રચના કરવામાં આવી છે. અને તે બધાના ઉલ્લંઘન માટે શારીરીક શિક્ષાની મનુસ્મૃતી પ્રમાણે જોગવાઇઓ કરવામાં આવી છે.

રામાયણમાં રામ શંબુકનો વધ એટલા માટે કરે છે કે તે શુદ્ર હોવા છતાં તે તેના જન્મ નિર્મીત કર્મ કરવાને બદલે તપ કરતો હતો. જે જ્ન્મ નિર્મીત કાર્ય તો ફક્ત બ્રાહ્મણનું જ છે. તેવીજ રીતે  મહાભારતમાં દ્રોણાચાર્ય એકલવ્યને ક્ષત્રિય નહી હોવાને કારણે બાણવીધ્યા શીખવાડવાનું ના કહે છે. જ્યારે એકલવ્ય (એક આદીવાસી) દ્રોણાચાર્યને કાલ્પનીક ગુરૂ ગણીને મનોમન તેમાંથી પ્રેરણા લઇને બાણવિધ્યામાં પેલા રાજકુવરો કરતાં વધારે પારંગત થાય છે ત્યારે દ્રોણગુરૂ ગુરૂદક્ષીણામાં તેના જમણા હાથનો અંગુઠો કપાવીને માંગી લે છે. જેથી એકલવ્ય દ્રોણના માનીતા શિષ્ય અર્જુન જેવો બાણાવળી ભવિષ્યમાં ન બને!

 મનુસ્મૃતી અંગે વિગતે ચર્ચા–

આ પૃથ્વીના સર્જન કર્તા બ્રહ્માએ (?) ક્રમશ: પોતાના મુખમાંથી બ્રાહ્મણ, હાથમાંથી શ્રત્રિય, જાંઘમાંથી વૈશ્ય અને શુદ્ર પગમાંથી બનાવ્યા છે. ખ્રિસ્તી અને ઇસ્લામના ઇશ્વરે તમામ સજીવોને છ દિવસમાં બનાવી સાતમે દિવસે આરામ કરવાનું નક્કી કર્યું હતું. જે બ્રહ્માએ ચાર વર્ણોનું સર્જન કર્યુ, તેણે જ તે બધાના સંચાલન માટે મનુસ્મૃતીનું સર્જન કર્યું છે. મનુસ્મૃતીમાં દરેક વર્ણના કાર્યો અને ફરજો નક્કી કરવામાં આવી છે. બ્રાહ્મણનું કાર્ય યજ્ઞ કરવાનું, શિક્ષણ લેવાનું અને આપવાનું, દાન દક્ષિણા લેવાની અને અપાવવાની વિ. ક્ષત્રિયોનું કાર્ય રાજ્યની સુરક્ષા અને બહારના દુશ્મનો સામે યુધ્ધ કરવું વિ. વૈશ્ય નું કાર્ય વેપાર ધંધો કરવો અને શુદ્રનું કાર્ય નિષ્કામ કર્મ કરી બદલાની કે વેતનની આશા રાખ્યા સિવાય પેલા બ્રહ્માએ સર્જન કરેલા ત્રણ વર્ણોની સેવા કરવી.આશરે છેલ્લા પાંચ હજાર વર્ષોથી મનુસ્મૃતી આધારીત હિંદુ– વર્ણવ્યવસ્થાવાળા સમાજમાં શુદ્રો પેલા ત્રણ વર્ણોની સેવા કરવા પેઢી દર પેઢી વેઠ કરતા આવ્યા છે.મનુસ્મૃતી પ્રમાણે બ્રાહ્મણો પોસ્ટ ઓફીસની માફક ઇશ્વર અને આપણા મૃતસગાવહાલાઓને આપણું દાનમાં આપેલું ભોજન પોતે પોતાના પેટમાં આરોગીને તે બંનેને પહોંચાડે છે. કારણકે બ્રાહ્મણ ઇશ્વરના મુખમાંથી જન્મેલ છે. એટલે બ્રાહ્મણના મોંઢામાં કોઇ જે અન્ન જાય તે સીધું ઇશ્વરના મુખમાં જ પહોંચ્યું ગણાય!

. બ્રાહ્મણ સિવાયના ત્રણ વર્ણો બ્રાહ્મણોની દયા પર જીવન જીવે છે. ધર્મશાસ્રોનું અર્થઘટન,સમજાવવાનું ને શિખવાડવાનું કાર્ય મનુસ્મૃતી પ્રમાણે બ્રાહ્મણ સિવાય કોઇનું હોઇ શકે નહી. મનુસ્મૃતી આધારીત વર્ણવ્યવસ્થા જન્મ આધારીત છે. કોનો કઇ વર્ણમાં ને હવે જ્ઞાતિમાં જન્મ તે દરેકના પુર્વજન્મના કર્મોને આધિન છે.મનુસ્મૃતી પ્રમાણે  હિંદુ સ્રી તરીકે ગમે તે વર્ણમાં જન્મવું તે પણ પુર્વજન્મમાં કરેલા ખરાબ કર્મોની શિક્ષા સમાન છે. માટે જ તુલસીકૃત રામાયાણના રચનારે તુલસીદાસે( સંત?) સ્પષ્ટ લખ્યું છે કે " નારી, શુદ્ર ઔર પશુ સબ તાડન કે અધિકારી." ' બુધે નાર પાંસરી' . વેદો અને મનુસ્મૃતીના પીરામીડ પર જ હિંદુ પુરૂષપ્રધાન વ્યવસ્થાનું ચણતર થયેલું છે એ રખે ભુલતા. જે તે વર્ણ ને જ્ઞાતિ જન્મ સાથે ચાલુ થાય છે અને મૃત્યુ બાદ તેના વ્યવહારો વર્ણ પ્રમાણે ચાલુ રહે છે. વર્ણવ્યવસ્થામાં બ્રાહ્મણનું સ્થાન બીજી ત્રણેય વર્ણો કરતાં અનેક ગણુ ચઢીયાતુ હોય છે. હિંદુવર્ણવ્યવસ્થા આપણા દેશમાં સામાજીક અસમાનતા, હિંસા અને અન્યાયનો બીજો પર્યાય છે. આ ત્રણેય સામાજીક અનિષ્ઠો એક થઇને દેશના દલિતો, તમામ વંચિતો અને સ્રીઓનું સર્વપ્રકારનું શોષણ કરે છે. હિંદુ સ્રી (માલીકી) બાળપણમાં પિતા, યુવાનીમાં પતિ અને પતિના મૃત્યુબાદ દિકરાના નિયંત્રણ હેઠળ મનુસ્મૃતી સંચાલિત સમાજમાં જીવન પસાર કરે છે. તેવો (ભવ્ય)વારસો હિંદુ સ્રીઓ પોતાની દિકરીઓને વારસાઇમાં આપી જાય છે. મનુસ્મૃતી સંચાલિત સમાજનો પાયો જ સામાજીક શોષણખોર અસમાનતા પર જ ઉભો કરવામાં આવ્યો છે.તેના અનેક પુરાવા મનુસ્મૃતી આધારીત હિંદુ–કાયદાની સંહિતામાં( હિંદુ કોડ બીલ) મલે તેમ છે. જેના રોજબરોજના પરિણામો આજે પણ આપણને નિયમીત જોવા મલે છે. ઉપરના વર્ગો દ્રારા શરૂ થતી ક્રમશ વધતી જતી સામાજીક અસમાનતાનું બીજુ નામ મનુસ્મૃતી સર્જીત વર્ણવ્યવસ્થા છે.

 


--