Tuesday, August 29, 2023

બાબાઓની લીલાઓનો પર્દાફાશ– ભાગ–૨.

બાબાઓની લીલાઓનો પર્દાફાશ– ભાગ–૨.

શ્યામ માનવ આ લેખમાં પોતાની સંસ્થા "મહારાષ્ટ્ર અંધશ્રધ્ધા નિર્મુલન સમિતિ" દ્રારા જુદા જુદા બાબાઓના સ્રીઓના જાતીય કુકર્મોની વિગતો અને તેમના શોષણની વ્યક્તિગત બાબાઓના નામજોગ પધ્ધતિઓની માહિતિઓ એન્કર આનંદ વર્ધમાન સીંગને યુ ટયુબ વિડીયોમાં જણાવે છે.

સૌ પ્રથમ, મેં આ પડકારની વ્યક્તિગત અને સામુહિક સમાજમાં વ્યાપક અસરને સમજતાં જાતીય લાગણી (Sexual instinct & feelings)શું છે તે સમજવા વૈજ્ઞાનીક ઢબે ઉંડો અભ્યાસ કર્યો. સને ૧૯૮૮માં મરાઠી ભાષામાં '१९८८ में बुआ- बाजी बडी स्रीआंसा नामकी मराठीमें किताब लिखी.' અમારા સંઘર્ષમાં મને મહારાષ્ટ્રમાં આ સમસ્યા સામે સાંસ્કૃતિક ચળવળ ચલાવતા " આચાર્ય અત્રૈજી" નો સંપર્ક થયો. અત્રૈજી આ ક્ષેત્રમાં જાણીતા ઉચ્ચકક્ષાના વક્તા હતા, સંપાદક હતા, પત્રકાર અને સૌથી મોટાગજના નાટયકાર હતા. અત્રૈજી એક નાટક લખ્યું હતું. જેનું નામ "एक नाटकना नाम था वृक्ष ते थे छाया- बुआ ते थे-बाया. जहॉ पेड होती है वहां छाया होती है, एसी ही जहां बाबाओ रहते है वहां साथ में स्रीयां भी होती है।"

(1)  સુંદરલાલ મહારાજ– આ મહારાજે બાબાગીરીમાં નાણાંકીય મુડી રોકાણ સિવાય તન, મન અને ધનનો અઢળક નફો છે તે સમજી લીધું. તેથી ભારતીય લશ્કરમાંથી ઓફીસર્સની રેન્કમાંથી મરજીયાત નિવૃત્તિ લઇને બાબાગીરી શરૂ કરી દિધી. કોલકત્તામાં ' રામ સ્નેહી પંથ' નામના સંપ્રદાયની સ્થાપના કરી દિધી. તેના તે પ્રમુખ બની બેઠા. પોતાની વ્યાસપીઠ પરથી ભક્તો– ભક્તાણીઓને સમજાવતા હતા કે " આપણા બધાના જીવનનો કોઇ આખરી ઉદ્દેશ હોય તો તે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે." મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ આપણને પેદા કર્યા છે.પુરુષોને નવ માર્ગે મોક્ષ પ્રાપ્ત થાય છે. પરંતુ સ્રીઓને દસમા માર્ગે મોક્ષ પ્રાપ્ત થાય છે. અને સ્રીઓને દસમા માર્ગે મોક્ષ પ્રાપ્ત કરવો સરળ  છે. આવી વાતો જાહેર પોતાના કથા વાર્તા પ્રવચનોમાં કરતા હતા.

 ત્યારબાદ સ્રીઓ માટે ખાસ અને પુરુષોની સંપુર્ણ ગેરહાજરીમાં પોતાની અમૃતવાણીમાં(!) ઉપદેશ આપતા હતા કે સ્રીઓ માટે દસમો મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ છે " બાબા કે ગુરુની સાથે શારીરીક સંબંધ રાખવાથી જ પ્રાપ્ત થાય છે. " उस वक्त वो कहेते थे कि केवल आपको मोक्ष प्राप्त नही होगा. जो स्री मेरे साथ याने - गुरु के साथ मे संबंध रखेगी उसके पतिको मोक्ष होगा, पिताजी को मोक्ष होगा, भाइ को मोक्ष होगा मगर उसकी मा, बहेन ओर लडकी मोक्ष प्राप्त नही होगा। हर स्री को मोक्ष प्राप्त करना है तो और अपने पुरुष रिस्तेदारो को मोक्ष प्राप्त करना है तो उस स्रीको बाबा के साथ शारिरीक संबंध रखना होगा। जब वो विदर्भमें आये तो हमने ऐक्षपोझ किया फिर से वो महाराष्ट्र मे कभी नहीं आया.

(2)  ગુલાબ બાબા– આ બાબા જ્યારે પોતાની મોહમાયાજાળ કથા દરમ્યાન બિછાવા માંગતા હતા ત્યારે કથા મંડપમાં એક પંદર વર્ષની છોકરી જમણા હાથમાં શ્રીકૃષ્ણની પિત્તળની નાની મુર્તી હથેળીમાં લઇને ચારેય બાજુ ફરતી હતી. પછી તે બોલતી હતી કે 'હું ગુલાબ બાબાની રાધા છું.' આ બાબા પોતાની અતિવયસ્ક ઉંમર ને કારણે જાતી હવસ ભોગવવાને અસમર્થ બનતાં તેણે ૧૨થી ૧૫ વર્ષની બાળાઓને પોતાની બીજી જનેતા છે તેવું જાહેર કરીને, તેમના ખોળામાં બેસીને મા ની માફક સ્તનપાન કરતા હતો. કથા મંડપમાં ફરતી પેલી છોકરી સાથે તેની દાદીમા બધાને કહેતી હતી કે બાબા મારી પૌતીને મા સંબોધીને સ્તન પાન કરે તેમાં ખોટું શું છે?

(3)  ડૉ સુખદેવા બાબા–આ બાબાનો પ્રથમ ધંધો બની બેઠેલો ડૉક્ટરનો હતો. તે ચોથું ધોરણ પણ પાસ નહતો.ડૉ સુખદેવ બાબાની સલાહ લઇને તેના દલાલો લોકોને દવા આપતા હતા. "बडे बडे राज्य मंत्रीओ उसके चरणमें आ कर माथा ठेकते थे.." તેની પાસે જે છોકરીઓ આવતી હતી તે બધાના કુમળા મન પર આ ડૉ બાબા એવું ઠસાવવામાં સફળતા પ્રાપ્ત કરતા હતા કે તે ગયા જન્મે સ્વામી વિવેકાનંદ હતા. અને તેના પહેલાના જન્મમાં તે ભગવાન શ્રી કૃષ્ણ હતા.બાબા જ્યારે કૃષ્ણ હતા ત્યારે તેના સત્સંગમાં ચાલુ સમયે આવતી કુમળી દિકરીઓ "રાધા" હતી. તેમની સાથે આ ડૉ બાબો રાસ રમતો હતો. गयेजन्ममे विवेकानंद का अवतार था- उसके पहेले श्री कृष्णके अवतार था—और तुम राधा थी.या फिर तुम एक गोपी थी.-पुर्नजन्म की बात कह कर जातीय संबंध करता था- આ ડૉ બાબાને અમે ખુબજ વ્યવસ્થિત રીતે, જાહેરમાં આયોજન  પુર્વક સમાજમાં ખુલ્લો પાડયો હતો.

(4)  કૃપાળુ મહારાજ– અમારા મહારાષ્ટ્ર રાજ્યના વિદર્ભ પ્રાંતમાં નાગપુર, અમરાવતી અને આકોલા જીલ્લાઓમાં આ બાબા ખુબજ પ્રસિધ્ધ હતા. હાલ જીવીત નથી. તેને ૧૨થી ૧૪ વર્ષની કુમળી બાળાઓનું જાતીય શોષણ કરવાની આદત હતી. खुद प्रवचन नहि करते थे- उनके शिष्य प्रवचन करते थे..सिर्फ दर्शन देनेको लोको के सामने बेठते थे- सामने बेठके उधर इधर देखते थे – फिर-पसंद लडकि कि तरफ उंगली बताते थे- गुजरातके आशाराम बाबा टोर्च बताते थे- जो लडकि पर उंगलि बताते थे- शिष्या वो लडकिको पकड कर – तुम्हारा भाग्य् खिल गया है, बाबाने तुम्हे  गये जन्मकी राधा डिकलेर किया है।-आज तुम पवित्र होने वालि हों.. १३- १५ सालकी लडकिको ये बाबा एसे ढंग से बलात्कार करता था- -बाबा को बिमारीथी- इजेक्युलेशन कभी होता हि नहि था। इस लिए बहोत टोरचर करता था-नागपुर कोर्ट में केस किया मेडीकल होस्पीटलमे सारवार कराना पडा- बाबा फिर ऐरेस्ट हो गया-जमानत मिल गया बाद में बाबा कुदरती मौत से मर गया केस रफातफा हो गइ।

(5)  કૃપાળુ મહારાજની બાળપણમાં દિક્ષા લીધેલી અમારા વિસ્તારમાં એટલી બધી પુખ્ત ઉંમરની યુવાન સ્રીઓ છે કે જેમને તેમના ઉપર જણાવેલા ત્રણ શહેરની પ્રજા સારી રીતે ઓળખે છે. હાલ આ યુવતીઓ ૨૫થી ૩૦ વર્ષથી વધારે ઉંમરમાં મોટી થઇ ગઇ છે. કોઇક યુવતીઓ ખ્યાતનામ સ્રી નીષ્ણાત ડૉકટર્સ છે. એડવોકેટ કે ચાર્ટડ એકાઉન્ટની ફર્મ ધરાવે છે. કૃપાળુ મહારાજે દીક્ષા આપેલ બાલિકાઓની તેમના મા–બાપઓએ દીક્ષા લીધા બાદ વાજતેગાજતે બગીમાં બેસાડીને વરઘોડા કાઢયા હતા. તે દીક્ષા લીધેલ કુટુંબો પ્રતિષ્ઠીત હોવાથી આજે પણ  તે યુવતીઓને સમગ્ર શહેર ઓળખે છે. માટે અમારી સંસ્થા પર શહેરી સમાજનું દબાણ હતું કે કૃપાળુ બાબાને એક્ષપોઝ કર્યા વિના કુદરતી મોતે મરવા દો.

(6)  આસારામ બાપુનું આધ્યાત્મિક(?) સાથે રાજકીય સામ્રાજ્ય– અમારી સંસ્થાની મુંબઇ શાખામાં અગાઉથી નક્કી કરીને મને દીલ્હીના એક બહુજ ખ્યાતનામ ડૉકટર મળવા આવ્યા હતા. આ ડૉકટર દેશના રાષ્ટ્રપતિના અંગત ડૉકટર હતા. ડૉકટરે મને ફરીયાદ કરીકે મારી દિકરી એમબીબીએસમાં પાસ થયા પછી એમ ડી કરતી હતી. એક દિવસ તેણીએ મને હોસ્ટલમાંથી રાત્રિના આઠ વાગે ફોન કર્યો કે પપ્પા! મને આશરામ બાપુએ બોલાવી છે. હું તેમના આશ્રમમાં જઉ છું. તે દિવસ પછી મારી દિકરી ગાયબ થઇ ગઇ છે. તેણીનો કોઇ અતોપતો ભાળ આજદિન સુધી મલી નથી. मे राष्ट्रपति से लेकर सब जगह गुहार कर चुका हु, मगर मेरी बच्चीका पता मिलनेकि कोइ गुंजाइस इस राज्यव्यवस्थामें नही है।आप कुछ कर शको तो कर पाओ।

શ્યામ માનવે ડૉકટરને જવાબ આપ્યો કે કદાચ મહારાષ્ટ્રમાં આશારામ બાપુ હોત તો તેની સામે હું મદદ કરી શકત. એક સમયના દેશના રાષ્ટ્રપતિના ડોકટર ગુજરાતમાં ફરીયાદ કરવા ગયા તો ગુજરાતના પોલીસ તંત્રે એફ આઇ આર પણ લીધી નહી.

 

(7)  નારાયણ સાંઇ– (આશારામના દુષ્કર્મોના સામ્રાજ્યનો વારસદાર પુત્ર જે બાપ સાથે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.) મુંબઇના ઉચ્ચ પોલીસ ઓફીસર(ડીસીપી)ની પત્નીની બહેન(સાળી)નો કિસ્સો. આસરામના આશ્રમનું સંચાલન  બાપની પેઢીની માફક આ દિકરો કરતો હતો. બાપના હાથ નીચે તાલિમ લઇને ધંધામાં કાબેલીયત મેળવી લીધી હતી.

(8)  નારાયણ સાંઇપણ આશ્રમમાં એક પછી એક યુવતીઓને બોલાવતો હતો. આ પોલીસ ઓફીસરની સાળી તેની સહેલી સાથે નારાયણ સાંઇના શિકારના લીસ્ટમાં આવી ગઇ.સૌ પ્રથમ નારાયણ સાંઇ પેલી સાળીની સહેલી પર બળાત્કાર કરવામાં સફળ થયો. સહેલીએ પેલી સાળીને બધી હકીકત વિગતે  કહી દીધી. સાળીએ બળવો કરવાનું નક્કી કર્યું.તેના જીજાજીની ખાખી વરધીવાળી ઉંચી પોસ્ટ પર પુરો ભરોસો હતો.

इसलिए दुसरी लडकीने नाटक करने का प्रयास शरु किया। जब नारायण सांइने दुसरे दिन बुलाया तो  जेसे वो राह देख रही थी। नारायण सांइ शराब पीने कि बहोत आदत है वो इस लडकी को मालुम था। इस लडकिने बडे प्यारसे इतनी शराब पिला दी कि नारायण सांइ कुछ ही कर न पाया- बडे मुश्कील से वो दोनो बहुत जोखमी प्लान कर आश्रम से भाग कर मुंबइ आ गइ। मुंबइ आ कर साली को पुरा अहेसास था कि मेरे जीजाजी इतने बडे पोलीस ओफीसर्स है तो कुछ करें गे। जीजाजी आइपीएस ओफीसर्स थे तो अपने बेच वाले गुजरात के आइपीएस ओफीसर्स को मदद करने कि गुहार लगाइ। जब जीजा कुछ ही कर न पाये बाद में प्रेस कोन्फरन्स की।फिर गुजरात के पोलीस अधिकारीओने हिंमत बताकर  दो नो बाप बेटे को आजीवन कारावास कि सजा दिलवाइ।

યુ ટયુબ એન્કર–આનંદ વર્ધન સીંગ–સ્રોના જાતીય શોષણના કારણો કયા કયા છે? કારણો શું આર્થીક, સામાજીક કે ભાવનાત્મક છે?

શ્યામ માનવ– અમારા આમુદ્દે સંશોધન કરેલ તારણો આર્થીક,સામાજીક કે ભાવનાત્મક બિલકુલ નથી. ખરેખર ધર્મના નામનો ઉપયોગ કરીને જે ઉપદેશ આપવામાં આવે છે તે જ કારણ જવાબદાર છે.આ બાબાઓ કયો ઉપદેશ સ્રીઓને આપે છે? સ્રીઓને મૃત્યુ પછી મોક્ષ જોઇએ છીએ! આ જીવનમાં નહી. મોક્ષ મેળવવાનું માધ્યમ ગુરુ સિવાય બીજું કોઇ નથી. માટે સ્રીએ મોક્ષ મેળવવા ગુરુ પાસે પોતાનું તન,મન, અને ધન સમર્પણ કરવું પડે!

             શ્યામ માનવનું બીજું તારણ– બાળપણથી દિકરીઓને સંસ્કાર આપવામાં આવે છે કે "પતિ

             પરમેશ્વર છે". પતિ સિવાય કોઇ અન્ય પુરુષ સાથે સેક્સ વ્યવહાર કરવો અનૈતીક, અધાર્મીક ને

             અપવિત્ર વ્યવહાર છે. ગુરૂનો સૌ પ્રથમ ધંધો પોતાની સત્સંગી સ્રીઓના મનમાંથી આ ગુનાહિત

             લાગણી, માનસિકતા (Guilt Complex) જેવી કે પતિ સિવાય અન્ય પુરૂષ અને તે પણ ગુરૂ સાથે સેક્સ

              કરવી અનૈતીક છે, ગુનાહિત કૃત્ય છે તે માન્યતાનું બાષ્પીભવન કરી દેવું! જે ગુરૂઓ પોતાની સ્રી–

             શિષ્યાઓમાં એ સમજાવી શક્યા કે આ પાપનું નહી પુન્યનું કામ છે, મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રથમ સીડી છે

             તે સર્વપ્રકારે નાણાંકીય મુડી રોકાણ કર્યા સિવાય મલ્ટી મિલીયોનર્સ– બીલીયોનર્સ બની જાય છે.

            રામ –રહીમ ડેરા સચ્ચા બાબા વિરુધ્ધ જે  યુવતીએ વડાપ્રધાન અટલજીને પત્ર લખ્યો હતો; તેણી એ

           પત્રમાં લખ્યું હતું કે " જ્યારે મેં આ બાબાને કહ્યું કે હું તમારી સાથે સેક્સ કરવા તૈયાર નથી." ત્યારે બાબાએ

           મને કહ્યું હતું કે "तुमारे शरीर पर तुम्हारा अधिकार ही नही है। तुम मुझे गुरु मानति हो, तुने मुझे तुम्हारा

          तन, मन, धन अर्पण किया है, तुम्हारा तन मेरा है। इसलिए तुम्हे ना कहेना का अधिकार नही है। बाद

          मे ये बाबाने बलात्कार किया वि " इस तरह प्रीचींग दे देकर ये बात ये सस्तंगी स्रीओ के मन मे

         डालि जाति है।"

 પેલા કોલકત્તાવાળા સુંદરદાસ મહારાજનું કુકર્મ વાંચો.– શ્યામ માનવના મિત્રપત્રકાર રામસીંહ પરનકર કોલકત્તા પોતાના સગાના વિવાહ–શાદીમાં ગયો હતો. સાત દિવસ શાદીની ઉજવણી થતી હતી.પહેલા દિવસની ડોલીમાં નવવધુને બેસાડીને મહારાજની હવેલી પર લઇ જવામાં આવતી હતી.( पहेले दिन जो डोलि निकलती है,तो पहेलि दिनकि डोलि सुहाग रातकि डोलि महाराजकी तरफ से।) ડોલીની એક બાજુ નવવધુની મમ્મી અને સામી બાજુની ડોલી નવવધુની સાસુએ પોતાનો ખભો આપ્યો હતો. પેલો પત્રકાર વિચાર કરતો હતો કે હમણાં મહારાજના દર્શન કરીને નવવધુ બહાર આવશે અને અમે બધા જાનૈયા પાછા નિવાસ સ્થાને આવી જઇશું! થોડી જ વારમાં જોયું તો પલી મમ્મી, સાસુ અને અમે બધા નવવધુ સિવાય લીલા તોરણે પાછા આવ્યા પેલા વહુજી સવારે મહારાજની હવેલીમાંથી બહાર આવ્યા.

બાબા– મહારાજો સાથેના સ્રીઓના જાતીય સંબંધો સમજવા માટે કૃપાળુ મહારાજના બે પ્રસંગો–

(અ) ભારતનું નાગપુર રેલ્વે ડીવીઝન દેશનું સૌથી મોટું રેલ્વે ડીવીઝન ગણાય છે. તેના સૌથી મોટા ચીફ ઓફીસર કૃપાળુ મહારાજના ખુબજ નજીકના શિષ્ય હતા. અમારા સંસ્થાના નાગપુર ડીવિઝનના કાર્યકારી અધ્યક્ષ–સાથી અને નાગપુર દૈનીક પેપર' નયા ખુન"ના તંત્રી અને માલિક ઉમેદબાબુ ચોબેને સમજાવવા માંડયા કે તમે અમારા કૃપાળુ મહારાજને  જેલમાં પુરાવ્યા અને બે ઇજ્જતી કરી તે માફ થઇ શકે તેમ નથી. એટલામાંજ પેલા રેલ્વે વડાની પત્ની એકદમ વચ્ચે આવીને તંત્રી ચોબે સાથે ઝઘડવા માંડી. સાહેબની પત્નિ ઇગ્લીંશ મીડીયમમાં કોનવેન્ટ કોલેજમાંથી પોસ્ટગ્રેજયુએટ ડિગ્રી ધારી હતી. તે બોલી "रेल्वे अधिकारी की बीबी ने कहा- में मेरी बच्चीओ एक नव वरस की है दुसरी सात वरसकी है।  में तेरा या पंदरा वर्ष की उसकी राह जोती हूं। में खुद कृपाळु महाराजके पास भेजने वाली हुं। अर्पण करुगी। उसका भाग्य खुल जायेगा।"

(બ) ઉમેદબાબુ ચોબેનો બીજો પ્રસંગ– કોલ્હાપુરની ખ્યાતનામ એડવોકેટ ને સામાજિક મહિલા કાર્યકર જેની ઉંમે ભાગ્યેજ ૩૫થી ૪૦ સાલ ની હશે. દૈનીક પેપરની ઓફીસમાં આવીને સીધી ઝઘડવા જ માંડી. ચોબેજી ! તમે નાગપુર શહેરના બહુત નામંકિન ને પ્રતિષ્ઠીત નાગરીક છો. એટલે હું તમારી સાથે "इस लिए में आप के साथ बडे ढंग से बात करती हुं। आपको मालुम है, ये बाबा हम स्रीओ पर बहुत उपकार करते है। कैसे? बाबुजी आपको क्या पता चलेगा?" में आपको समजाती हूं, मेरी शादी हुए दस साल हो गये। कृपाळु महाराज से मेरी सिर्फ एक ही बार मुलाकात हो गइ है।  लेकिन एकही बार में उन्होंने मुझे जो तृप्त किया वो दस साल में मुझे मेरे पति  तृप्त नही कर पाये। आगे ये वकीलबानु कहती है कि वो महाराज स्रीओको स्वर्गीय आनंद देते है।

 

 

 

 

 

श्याम मानव दु;खके साथ कहेता है कि हमारा मानस इस ढंग से बनाया जाता है कि महाराजको अपना तन,मन. ओर धन अर्पण कर अपना जीवन सार्थक करना है। मोक्ष प्राप्त करना है। एक आध्यात्मिक शिखर पर पहोंचना है। इस ढंगका संस्कार हम सबको दिया जाता है। और् उसका ये परिणाम है।

શ્યામ માનવનું કહેવું છે કે બાબા લોગે આ ક્ષેત્રમાં નિપુણતા મેળવી લીધી છે. કામસુત્રના લેખક વાત્સાયનના પણ ગુરૂ બની બેઠા છે.ખાસ કરીને આપણા સમાજમાં સ્રીઓના જાતીય– પ્રજનન અંગો વિષે ખુબજ ગેરમાન્યતાઓ પ્રવર્તમાન છે. મોટેભાગે આપણા સમાજમાં પતિઓને માહિતી જ નથી કે પોતાની પત્નીઓને પણ જાતીયસંતોષ જેવી મનોવૃત્તિ કુદરતી સહજ જન્મ સાથે આવે છે. અને તે મૃત્યુ સુધી જીવંત રહે છે. બીજુ કે પુરુષની તૃપ્તી અને સ્રી ની તૃપ્તી એક નથી, સમાન નથીકે લેશ માત્ર એકરૂપ નથી. વારંવાર સ્રીની જાતીય અતૃપ્તી તેણીને બાબા–ધર્મગુરૂ– મહારાજોના અડ્ડાનો સરળતાથી શિકાર બનાવે છે. પછી તેમની ચુંગલમાંથી નીકળાતું નથી તેવા ઘણા પ્રસંગોની મેં ચર્ચા કરેલ છે.

એન્કર– આનંદ વર્ધન સીંગ– અંતમાં નિસાસા સાથે કહે છે કે આપણા સમાજમાં સેક્સને અપવિત્ર, નિષેધ, વર્જ, અધાર્મિક અને અનૈતિક ગણીને આપણા સમાજની બહુ, બેટીઓં, બહેનોને પેલા ઇશ્વરી એજંટોના હવાલે કાબેલીયતથી સોંપી દેવામાં આવે છે. शिकारीने इतनी काबेलियत हांसील करली है कि बिचारा शिकार को मालुम ही नही होता है कि मेरा ही शिकार होने की सबकुछ तैयार मेरी ही स्वजनोने  कर दि है। .....The End….

 

 

 


--

Monday, August 28, 2023

બાબાઓની લીલાઓનો પર્દાફાશ– ભાગ–૧.

બાબાઓની લીલાઓનો પર્દાફાશ– ભાગ–૧.

રજુ કરનાર– શ્યામ માનવ અગ્રણી મહારાષ્ટ્ર અંધશ્રધ્ધા નિર્મુલન સમિતિ.

 

જ્યારે સમાજમાં રાજ્ય સત્તા અને ધર્મ સત્તા એ બંને એક થઈ જાય છે ત્યારે સમાજનો બેડો પાર થઈ જાય છે.- આસારામ બાપુ

ઉપરના સુવચનો આ બાપુએ આજીવન કેદની સજાના ચુકાદા પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના બહુમાન કરતા સમયે ઉચ્ચારેલા.( જેની વીડીયો લીંક લેખને અંતે મુકી છે.)

હરિયાણા–પંજાબ રાજ્યમાં કરોડો ભક્તો પર ભુરકી નાંખી રાજકીય દરેક પક્ષોને પોતાને ઇશારે નચાવનાર ડેરા સચ્ચાના સંચાલક રામ– રહીમ બાબાની મતના રાજકારણની તાકાતને નજરઅંદાજ ન કરી શકાય! (Revealed: The BJP & Baba Rahim's Connections; From Dera Funding to Elections) હાલમાં રામ–રહીમા બાબા આસારામ બાપુની માફક સગીરબાળાઓના જાતીયશોષણ અને અન્ય ગુનાઓ માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.જે દિવસે હરિયાણા રાજ્યની પંચકુલા જીલ્લા કોર્ટે રામ–રહીમ બાબાને બે ગુનાઓ માટે બે વાર આજીવન કેદની સજા જાહેર કરી. તે દિવસે સદર જીલ્લા કોર્ટ સામે જ અને તે શહેરમાં તેના ભક્તો અને રાજકીય ટેકેદારોએ કરેલ તોફાનોમાં ૩૨ મૃત્યુ પામ્યા, હજારો ઘાયલ થયા અને કરોડો રૂપિયાની જાહેર અને ખાનગી મિલકતોને ફુંકી દેવામાં આવી. કારણકે આ બાબાઓ કાયદાના શાસનથી પર છે. જે બધી લીલાઓ કરી રહ્યા છે તે પૃથ્વી પરના ઇશ્વરી એંજટ તરીકે જ કરી રહ્યા છે.

    આ બાબાઓ 'ગોડમેન' તરીકે આટલી બધી સત્તા કેવી રીતે મેળવી શકે છે? કોણ તેમને આટલી બધી નાણાંકીય સાધન સંપત્તિ પુરી પાડે છે? આંધળાભુત થઇ ગયેલા ભક્તો ઉપરાંત આ બાબાઓની રાજ્યકર્તા નેતાઓ સાથેની તેમની જુગલબંધી પણ ઓછી જવાબદાર નથી. બાબાઓને નાણાંની રેલમછેલ અને રાજકીય સત્તા કવચ જોઇએ છીએ. જ્યારે રાજકરણીઓને સત્તા મેળવવા બાબાઓના ભક્તોના મત જોઇએ છીએ.રામ–રહીમ બાબાના ભક્તોના મત લેવા, બાબાના વખાણ કરવામાં દેશના વડાપ્રધાન મોદીથી માંડીને અકાલી દલ અને કોંગ્રસના નેતાઓ પણ બાકાત નથી.

                               BABA FUNDED BY BJP

હરીયાણા બીજેપી સરકારના ત્રણ મંત્રીઓએ ૧ કરોડ અને ૧૨લાખ રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાંથી રામ–રહીમ બાબાને આપ્યા હતા. આજીવન કેદની સજાના ચુકાદાના દસ દિવસ પહેલાં હરીયાણા સરકારના શિક્ષણ મંત્રી રામ બીલાસ શર્માએ રાજ્યની તિજોરીમાંથી રૂપીયા ૫૧લાખની માતબર રકમ ચેકથી બાબાના જન્મ દિવસે 'રમતગમત'ની પ્રવૃત્તી માટે પ્રોત્સાહનના વહીવટી નેજાના હેડ નીચે બાબાના આશ્રમમાં જઇને આપી હતી. મીડિયા પાસે પુરાવા છે કે જ્યારે જ્યારે હરીયાણા રાજ્ય મંત્રીઓ બાબાના દર્શન કરવા તેમના આશ્રમે જાય છે ત્યારે રાજ્યની તિજોરીમાંથી મબલખ નાણાંની ભેટ આપીને આવે છે.

ન્યુયોર્ક ટાઇમ્સના એક પત્રકારે બાબા રામદેવ 'પતાજંલી' ઔષધી સામ્રાજ્યની હરિદ્રાર મુકામે બે દિવસની રૂબરૂ મુલાકાત લઇને તપાસનું તારણ કાઢયું હતું કે સને ૨૦૧૪ પછી મોદી સત્તાકાળની મીઠી નજર નીચે 'પતાજંલી' નું નાણાંકીય ટર્નઓવર ૧૦,૦૦૦ કરોડ ઉપરનું થઇ ગયું છે. સદર પત્રકારને રામદેવ બાબાએ બે દિવસ સુધી પોતાના તમામ અંગત સુખસાધન સમૃધ્ધીનાં લાજવાબ દર્શન કરાવ્યા હતા અને ગુણગાન સુનાયા હતા.સદર પત્રકારે ત્યારબાદ ન્યુયોર્ક ટાઇમ્સમાં ફોટાઓ અને અન્ય પુરાવા સાથે ચોંકાવનારી વિગતો સાથે લેખ પ્રકાશીત કર્યો હતો.

હવે આપણે મહારાષ્ટ્ર અંધશ્રધ્ધા નિર્મુલન સમિતિની બાબાઓના ચમત્કારોના પર્દાફાશની પ્રવૃત્તીઓની વિગતે અગ્રણી શ્યામ માનવના યુ ટયુબ ઇન્ટરવ્યુમાંથી સમજીએ.આ મિશનમાં દેશભરની હ્યુમેનીસ્ટ–રેશનાલીસ્ટ ચળવળના જે અગ્રણીઓએ હિંદુ ઉગ્ર સનાતની ધર્મીઓની ગોળીઓના બલી બનીને જાન ગુમાવી છે તે બધાને શ્રધ્ધાંજલી રૂપે યાદ કરી લઇએ. મારે આ લેખ ૨૦મી ઓગસ્ટ ૨૦૨૩ના રોજ પોસ્ટ પર મુકવો હતો. પણ ન મુકી શક્યો તેનું મને ખુબ જ દુ;ખ છે.કારણકે બરાબર આ જ દિવસે દસવર્ષ પહેલાં ૨૦મી ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સવારે ૧૦ વાગે પુના મુકામે મહારાષ્ટ્ર અંધશ્રધ્ધા નિર્મુલનના પ્રમુખ ડૉ. નરેન્દ્ર દાભોલકરની પેલા યુવાનોએ મોટર સાયકલ પર આવીને તેમની હત્યા કરી હતી. દસ વર્ષના સમય પછી હજુ ટ્રાયલ કોર્ટનો ચુકાદો આવ્યો નથી.

  આ સમય ગાળામાં અમારી ચળવળે મહારાષ્ટ્ર કોલ્હાપુરમાંથી સાથીદાર ગોંવિંદ પાનસરે(૧૫–૦૨–૨૦૧૫), કર્ણાટક ધારવાડમાંથી પ્રો. કલબુર્ગી,(૩૦–૦૮–૨૦૧૫) અને બેંગલોરમાંથી ગૌરી લંકેશ(૦૫–૦૯–૨૦૧૭) દાભોલકરને જે રીતે ગોળીઓથી વીંધી નાંખ્યા તે જ મોડેલ પર આ ત્રણે ય મહામુલ્ય બિરાદરોના જાન લેવાયા છે. તેમને સ્મૃતિ વંદના સાથે અમે પ્રતિબધ્ધ છે કે દિવંગત સાથીઓ! અમે તમારા મિશનને કમસે કમ મૃતપ્રાય થવા તો દીધું નથી. તે મિશનની જ્યોત જલતી તો રાખીજ છે.

યુ ટયુબ ચેનલ–પબ્લીક ઇંડીયા–થર્ડ આઇ– એન્કર– આનંદ વર્ધન સીંગ– ઇન્ટરવ્યુ આપનાર–શ્યામ માનવ.

એન્કર– હિંદુધર્મમાં કયા કારણોસર તે ધર્મની સ્રીઓ આવા કહેવાતા ચમત્કારી બાબાઓની જાતિયશોષણની ચુંગલમાં ફસાય છે?

શ્યામ માનવ– હું તમારા પ્રશ્નનો જવાબ આપું પહેલાં હું આપને અમારી સંસ્થા દ્રારા જે ગોડમેન– ઇશ્વરી એજંટોનો પર્દાફાશ કરી ઘણાને જેલના સળીયા પાછળ મોકલ્યા છે તેની હકીકતો ખુબજ ટુંકમાં જણાવું. કારણકે હિંદુ સ્રીઓના જાતીય શોષણ માટેની આ બાબાઓની પધ્ધતી ' મેથોડોલોજી' ને સમજવાની તાતી જરૂર છે. કારણકે આવા ગુનાઓ માટે આજીવન કેદની સજા ભોગવનાર અને જેલમાં રહેનાર બાબોની ભક્ત સંખ્યામાં હજુ સુધી કોઇ ઓટ આવી નથી.

(૧)  અમારી સંસ્થા દ્રારા જે બાબાઓની આવી પ્રવૃત્તીઓનો પર્દફાશ કર્યો છે, તે બાબાઓ ભગવાનશ્રી રામને પુરષોત્તમ મર્યાદા પુરુષ ગણે છે. તેથી તે બધા શ્રી રામના વારસદાર છે તેવો દાવો કરતા નથી. શ્રી કૃષ્ણ જેવી લીલાઓ શ્રી રામની નહી હોવાથી, શ્રીરામ, સ્રીઓના જાતીય શોષણ માટે પણ પવિત્ર મર્યાદપુરુષ સાબિત થયેલ હોવાથી બાબાઓના ધંધાઓની સ્થાપના, વિકાસ અને આર્થીક સામ્રારાજય પેદા કરવા પણ વર્જય સાબિત થયા છે.

(૨) ધર્મના નામે સ્ત્રીઓનું જાતીય શોષણ ફક્ત હિંદુ ધર્મમાં થતું હોય એવું નથી. વિશ્વમાં આમાંથી કોઈ ધર્મ કે તેના પંથો–સંપ્રદાયો બાકાત નથી. વિશ્વના ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મમાં પણ સ્ત્રીઓના શોષણના ઘણા બધા પુરાવા મળે છે.પશ્ચીમી દેશોમાં ખ્રિસ્તી ધર્મની અંદર પાદરીઓ દ્રારા ચર્ચના મઠમાં રહેનારી કુંવારીસ્રીઓ(સંન્યાસીનીઓ-NUNS) અને ચર્ચમાં આવતા કુમળા બાળકોનું જાતીય શોષણના ઘણા કાયદાકીય પ્રશ્નો પેદા થયેલા છે. છેવટે રોમન કેથોલિક સંસ્થાના સંચાલકો કોર્ટની અંદર– કે બહાર વળતર રૂપે નાણાંકીય સમાધાન મા બાપો સાથે કરે છે. પણ આવા ગુનાહિત જાતીય વિકૃત માન્યતા ધરાવનાર કહેવાતા ધર્મપુરુષોને સજા કે તેમના તંત્રમાંથી કાયમી દુર કરવાને બદલે આફ્રીકાના દેશોમાં તે બધાને ધર્મના(?)પ્રચાર માટે મોકલી દેવામાં આવે છે. થોડા સમયમાં તે દેશોમાં પણ આ બધા પોતાનો જુનો ધંધો શરૂ કરી દે છે.

(૩) ઇસ્લામ ધર્મની અંદર પણ એક 'નિકાહ હલાલા' નામની પ્રથા છે જેમાં તલાક લીધેલ સ્ત્રીને ફરી એના પહેલાંના પતિ સાથે લગ્ન અથવા તો શાદીથી જોડવાયું હોય તો તેને ' નિકાહ હલાલા' સ્થિતિમાંથી પસાર થવું પડે છે.

(૪) ભારતમાં હિન્દુ ધર્મની સાથે જૈન, બૌદ્ધ ધર્મ અને અન્ય સંપ્રદાયોમાં, તે ધર્મનો પ્રચાર કરનાર ધર્મગુરુઓ ભગવાન બની શકે છે. અથવા તો અવતારી પુરુષ બની શકે છે. હિન્દુ ધર્મ સિવાય દુનિયાના કોઈ દેશની અંદર ખ્રિસ્તી ધર્મ કે ઇસ્લામ ધર્મની અંદર કોઈ પણ પાદરી કે મૌલવી એવો દાવો નથી કરતા કે તે પોતે ભગવાનનો અવતાર છે. 

(૫) ફક્ત હિન્દુ ધર્મમાં એવો વિશ્વાસ અને અંધશ્રદ્ધા પેદા કરવામાં આવી છે કે આપણા ધર્મગુરુઓને એવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે કે તેઓ ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળને જોવાની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. એવો વિશ્વાસ જનતા ઉપર પેદા કરી શકે છે કે હું ત્રિકાળ જ્ઞાની છું. મારી પાસે એવી શક્તિ છે કે હું મારા ભક્તોનો તે બધાના પૂર્વ જન્મ અને પુનર્જન્મ વિષે બધું જ જાણી શકું છું.તેના આધારે તમારી આધી વ્યાધિ ઉપાધી દુર કરી શકું છું.તમારા અંગત જીવનના બધા પ્રશ્નો ઉકેલી શકું તેવી સિધ્ધી મારી પાસે છે. હસ્તગત થઈ છે. તેને આધારે હું મારા ભક્તોની તમામ પ્રકારની બીમારીઓ છે એને દૂર કરવાનું સામર્થ્ય  પ્રાપ્ત કરેલું છે.વીડીયો– ન. મોદી આશારામ સાથે.

https://youtu.be/07Qf_ctOnHw?si=ciewEAWPEZm7xK_C

વધુ આવતા અંકમાં ભાગ–૨ માટે થોડી રાહ જુઓ.

 


--

Saturday, August 26, 2023

ભારતના વર્તમાન શાસનકર્તાઓને કોટોકોટી અભિનંદન– કેમ?


ભારતના વર્તમાન શાસનકર્તાઓને કોટો કોટી અભિનંદન– કેમ?

બ્રીટીશરોએ સને ૧૯૪૭માં વારસામાં ફક્ત એકજ પાકિસ્તાન આપ્યું હતું. અમારા વર્તમાન શાસનકર્તાઓએ ફક્ત દસ વર્ષથી ઓછા સમયમાં ભારત દેશના દરેક રાજ્ય, દરેક શહેર, ગામની દરેક શેરી,પોળ, લત્તાઓ નહી એક બીજા પડોશીના ઘરની દિવાલોને ભારત– પાકિસ્તાનની સરહદો બનાવીને આડી અને ઉભી વહેંરી અને વહેંચી નાંખી છે. હવે! મુશ્કેલી એ થઇ છે કે સદર માનવ સર્જીત દિવાલોના સંરક્ષણ માટે પેલું મશીનગન A-47થી સજ્જ લશ્કર ખુબજ નાનું પડે છે. સામાજીક નફરતના ઝેરે પેદા કરેલ લશ્કરની ગોળીઓ ઘણા સમયે " कहींपे इशारा कहींपे निशाना " ને બદલે અતિઉત્સાહને કારણે અંધાધુધ ફાયરીંગ કરીને 'બદલો લીધો' તેનું પુન્ય પ્રાપ્ત કરવાના ગૌરવની હરીફાઇ કરીને 'પધ્મશ્રી'ની એવોર્ડની રાહ જોઇ શકતું નથી.

બનાવ નંબર(૧) – વિશ્વ ગુરૂ ભારત– રોલ મોડેલ ગુજરાત–સ્થળ– જીલ્લો મહેસાણા– તાલુકો ખેરાલુ– ગામ લુણવા– વીધ્યાર્થીનીનું નામ– અરનાઝબાનુ– ગુનો–ધો. ૧૦માં પોતાની સ્કુલમાં સૌથી વધારે માર્કસ સાથે પાસ થઇ. સજા– ૧૫મી ઓગસ્ટે આ ગુના માટે લાયકાત ધરાવતા બહુમાનથી બાકાત–

બનાવ નંબર(૨)– વિશ્વ ગુરૂ ભારત– બુલડોઝર મોડેલ રાજ્ય ઉત્તર પ્રદેશ– સ્થળ– મુઝફરનગર–અંગ્રેજી મીડીયમ સ્કુલ– આઠવર્ષના વિધ્યાર્થીઓનો વર્ગ– વર્ગ શિક્ષીકાનું નામ તૃપ્તા ત્યાગી જેણે સજા ફરમાવી જેનો ફોટો લીંકમાં મુક્યો છે.– મુસ્લીમ વિધ્યાર્થીને હોમવર્ક નહી લાવવાની સજા– વર્ગના દરેક વિધ્યાર્થીએ ઉભા થઇ તેની પાસે આવી તે મુસ્લીમ વિધ્યાર્થીને મોઢાપર લાફો મારવાની સજા– વિડીયો વાયરલ– સજા પામેલ વિધ્યાર્થીના પિતાનો નિર્ણય– પોતાના બાળકને સ્કુલમાંથી ઉઠાવી લીધો–રાજ્યના વર્તમાન શાસનના પોલીસ અને ન્યાયતંત્ર પર ભરોસો નહી હોવાથી કોઇ કાયદાકીય કાર્યવાહી કરી નહી.– ગઇકાલે યુટયુબપર જોયેલો એક પછી એક છોકરાઓ ધડાધડ પેલા વિધ્યાર્થીને લાફો મારતા હતા અને વર્ગશિક્ષીકા તૃપ્તિ ત્યાગી સતત લાફો મારવા આવનાર વિધ્યાર્થીઓને " और जोर से थप्पड मारो" એવું આપણને સ્પષ્ટ સંભળાય તે વિડિયો આજે યુટયુબ પરથી ડીલીટ થઇ ગયો છે.

 

અમારા વિશ્વગુરૂ દેશનો "અંતરઆત્મા' તો સને ૧૯૪૮ની સાલની ૩૦મી જાન્યુઆરીએ સાંજના પાંચ વાગે, ગાંધી બાપુના "અંતરઆત્મા" ની સાથે કાયમ માટે ગોડસેની ગોળીઓથી વિંધાઇ ગયેલ છે તેની કોને ખબર નથી?

 

--

Saturday, August 19, 2023

નફરત અને મહોબત– બંને વચ્ચે શું પસંદ કરશો? કેમ?


નફરત અને મહોબત– બંને વચ્ચે શું પસંદ કરશો? કેમ?

આ દેશની  હિંદુત્વ સર્જીત ભારત ભાગ્ય વિધાતાએ તેની પોતાની ભુમીમાં પેદા થયેલા પોતાના ફરજંદોને એક બીજા વચ્ચે અને પ્રત્યે કેવી રીતે નફરત, ધિક્કાર અને તિરસ્કાર ફેલાવી 'પેલી શ્રીકૃષ્ણે વારસામાં આપેલી યાદવાસ્થળી' પેદા કરીને આપસમાં જ સર્વનાશ કરવો તે મોટા પાયે શીખવાડી દિધું છે.ભારતનો ઇતિહાસ ગવાહી પુરે છે કે જે 'કદાચ દેશની વડાપ્રધાન એન્ડ કુંપની' ને પેલી 'ચદ્દી–બંડી' સાથે તાલિમ લેતાં નહીં શીખવાડવામાં આવ્યું હોય કે " શ્રી કૃષ્ણના યાદવ વંશાવલીનો સર્વનાશ કોઇ સીંકદર, ઘોરી, બાબર, ઓરંગઝેબ કે પેલી 'ઇસ્ટ ઇંડીયા કુંપનીના સંચાલકોએ પરદેશથી આવીને બિલકુલ કર્યો ન હતો." અમારા રાજ્યકર્તાઓ તો પેલા 'ભસ્માસુર' ના વારસો છે. જે પોતાના કૃત્યોથી જ પોતાને ભસ્મીભુત ૧૦૦ ટકા કરવાના છે.

સને ૨૦૦૨ના ગુજરાતના નરસંહાર(Genocide)થી યાદવા સ્થળીનો સીલસીલો શરૂ થયો છે. ૨૦૧૪થી દિલ્હીમાં થયેલ રાજ્યાભિષેક પછી નફરત અને ધિક્કારના 'આધારકાર્ડ' અમે કાશ્મીરથી કન્યાકુમારી અને શ્રી કૃષ્ણની દ્રારકાથી આસામ સુધી નવી ઓળખ 'અમે અને તમે બીજા' ને આધારે વહેંચી દિધા છે. નવી ઓળખને આધારે નફરત મુજબનો ન્યાય નક્કી કરવા અમારા ' સાહેબે' મનકી બાતમાં તાલિમ આપી છે કે वो सब को अपने कपडो से पहेचानो-  इस के लिए मतदार यादीमें ढुंढने कि जरुरत बिलकुल नही है | 

પેલો ઇગ્લેંડમાં જ્ન્મેલો ઉત્ક્રાંતિવાદનો સર્જક ચાર્લસ ડાર્વીન તો માણસ જ નહીં પણ વાનર હતો. તેનું વૈજ્ઞાનિક તારણ 'સજીવ ઉત્ક્રાંતિ'થી ક્રમશ લાખો વર્ષ પછી માનવ અનેક જૈવીક સંઘર્ષોમાંથી પસાર થઇને, વિકસીને પૃથ્વી પર એક સજીવ સાંકળના એક ભાગ તરીકે છે તે હળાહળ 'કોલોનીઅલ પોસ્ટ ટ્રુથ ' છે. પશ્ચીમી સંસ્થાનવાદે ' ઇસ્ટઇંડીયા કું' ના ગોરા વારસોએ ફેલાવેલું અસત્ય છે. માટે તો અમારી સરકારે નવી શિક્ષણ નીતિમાંથી કુમળા વિધ્યાર્થીઓના મન પર ડાર્વીનના ઉત્ક્રાંતિવાદનું ભૂત સવાર ન થઇ જાય માટે અભ્યાસ ક્રમમાંથી રદબાતલ કરી દીધું છે.

અમારા શ્રી કૃષ્ણે ગીતામાં આખરી સત્ય અર્જુનને બતાવી દીધું છે. શું? 'ચાર વર્ણવ્યવ્સ્થા'નું સર્જન મેં કર્યું છે. જે કોઇ ફક્ત હિંદુ ભારતવાસી આ દેશમાં જન્મે તે ક્યારે ય ચારવર્ણની બહાર જન્મી શકે જ નહી. કદાચ ગીતાના સર્જકને તે સમયે કાં તો માહિતિ નહી હોય કે પૃથ્વી પર ભારત સિવાય બીજા દેશો પણ છે. અથવા શ્રીકૃષ્ણના સમયે આર્યાવ્રત એ જ વિશ્વ હશે! વર્ણ આધારીત વ્યવસ્થામાં દરેક કર્મ(નિષ્કામ અને સ્થિયપ્રજ્ઞ સ્થિતિમાં કર્મ)અને તે પ્રમાણે ન્યાય, આર્થીક બચતની વહેંચણી વિ. નક્કી કરેલ છે. દેશના હિંદુ જે ચોથી વર્ણમાં જ્ન્મેલા છે તેમનાથી ઘોડા પર બેસીને ગામ વચ્ચે વરઘોડો કેવી રીતે કઢાય? તેમના યુવાનો એ પેલા...... જેવી મોટી મૂછો રાખીને 'બુલેટ રોયલ એનફીલ્ડ મોટર સાયકલ' પર જમીનદારોના ગામમાં આંટા તો ન મરાય! અમારા 'હિદું–સ્થાન' માં હિંદુ સિવાયની કોઇ તલવાર મ્યાનમાં રહી શકે નહી.

હિંદુ–સ્થાનમાં રહેનારા વફાદારો સમજો છો ખરા કે તમારે માથે કેટલી મોટી જવાબદારી પેલા મુઠ્ઠી હાડકાંવાળા ગાંધીના નેજા હેઠળ અસ્તિત્વમાં આવેલી નેતાગીરીએ ગોરી સલ્તનતને ભગાડીને આપણી ચારવર્ણ આધારીત સમાજ અને પછી રાજ્યવ્યવસ્થાને નામશેષ કરી નાંખવા કેવા કેવા કાવતરાં રૂપાળા નામો આપીને ઠોકી દીધી છે?

સને ૧૯૫૦માં ૨૬મી જાન્યુઆરીને દિવસે 'અમે ભારતના લોકો' ના નામે " લોકશાહી,પ્રજાસત્તાક, ધર્મનીરપેક્ષ, સમાજવાદી' વિ. છેતરામણા નામો આપીને બંધારણ ૩૫ કરોડ ભારતીયોના માથે ઠોપી દીધું. આ બંધારણના પાયાના લક્ષણો તમને ખબર છે? દેશનો દરેક નાગરિક જન્મથી સ્વતંત્ર છે.માટે સમાન છે. દેશમાં કાયદાનું શાસન રહેશે. શેરીઓમાં સત્તાધીશોના પ્રત્યક્ષ કે પરોક્ષ મીલીભગતથી કોઇ પક્ષના કે ધર્મના ઠેકેદારોનું ટોળું બનીને 'પેલા બીજા રહીશો માટે' ન્યાય નક્કી કરી શકાશે નહી. દેશની ૫૦ ટકા વસ્તી સ્રીઓની છે. તે દેશ માટે બાળકો પછી તેમાંથી ધર્મરક્ષકો, ભુમિરક્ષકો ને સંસ્કૃતિ રક્ષકો પેદા કરવા માટેના કારખાના નથી!

વિશ્વના તમામ ધર્મોના પૃથ્વી પરના 'ઇશ્વરી એજંટો' નો એક માત્ર ધંધો બની ગયો છે. શું?પોતાના ધંધાની દુકાન ચાલુ રાખવા બીજાઓની આવી દુકાનો અને તેના ટેકેદારોનો નાશ કરવો.૨૦મી સદીમાં હિટલર, મુસોલિની,અને ભારતના પૌરાણીક ઇતીહાસમાં રાવણ અને દુર્યોધન જે 'બીજાઓનો' નાશ કરવા મેદાને પડયા હતા તેમનો તો બુરી રીતે સર્વનાશ થયો હતો. સાથે સાથે તે બધાના રાતદિવસ મંજીરા વગાડનારાનો પણ તે સામુહિક સર્વનાશથી બચ્યા ન હતા.

सब को सन्मति------- દિલ્હીના કુવામાં હળાહળ નફરત અને ધિકકારનું વિષ ભરેલું હશે તો.... સમગ્ર દેશના હવાડાઓમાં કેવું પાણી આવશે?

 

--

Wednesday, August 9, 2023

સ્વતંત્રતાનોભય ( Fear Of Freedom)–


સ્વતંત્રતાનો ભય ( Fear Of Freedom)

 

અમારે, દેશના નાગરિકો તરીકે અમારી સ્વતંત્રતા કાયમ માટે એક માણસના ખોળામાં માથુ મુકીને ગીરો મુકવી છે. કેવી રીતે સ્વતંત્ર તરીકે જીવવું તે અમારા ડીએનએ જ નથી. કારણકે છેલ્લા ૫૦૦૦ વર્ષોથી અમને ગુલામી હદી ગઇ છે. કોઇ અમારા શિરેથી છેલ્લા ૭૫ વર્ષોથી અસહ્ય બનેલા આ સ્વાતંત્ર્યના બોજને ઉતારી આપે.

ભય વીના પ્રીતી નહી – સામે સ્વતંત્રતાનો ભય ( Fear Of Freedom)

તુલસીદાસ રચીત રામાયણમાં એક ચોપાઇ છે– " નારી, શુદ્ર ઔર ગંવાર સબ તાડન( માર ને યોગ્ય) કે અધીકારી ". વીશ્વમાં ઇશ્વરી સત્તામાં શ્રધ્ધા રાખતો કોઇ ધર્મ એવો નહી હોય જે પોતાના અનુયાયોને કાલ્પનીક ભય અને જાતભાતની અસલામતી બતાવીને પોતાની બીનશરતી શરણાગતી સ્વીકારવાનું નહી શીખવાડતો હોય.! ગોસ્વામી તુલસીદાસે ઉપરનું વાક્ય લખીને સમાજની સ્રીઓ, શુદ્રો અને અજ્ઞાની, અભણ કે મંદબુધ્ધીવાળા પાસેથી કામ લેવા માટે અથવા કોઇપણ વ્યવહાર કરવા માટે દંડાનો ઉપયોગ કરવા સીવાય બીજો ઉપાય નથી એવું સમજાયું છે. પ્રજાપર રાજ્ય કરવા રાજ્યદંડ સીવાય જાણે બીજો કોઇ માર્ગ જ નથી. લોકભાગીદારી કે પ્રજાનો સહકાર કઇ બલા છે? રાજા, નેતા કે હીટલર કે મુસોલીની ક્યારેય પ્રજાને ખાડામાં નાખવાનું કામ કરતો હોય? એ તો દૈવી પુરૂષ છે. ઇશ્વરે, તેને તો પ્રજાપર અમર્યાદીત સમય સુધી રાજ્ય કરવા જ પસંદ કરેલો છે.( The king can do no wrong.)

ભય વીના પ્રીતી નહી નો અર્થ શું? બીજાઓ પર ભય પેદા કરવા, કે સતત ભયમાં રાખવા માટેની પુર્વશરત કઇ? યેનકેન પ્રકારે પ્રથમ સત્તા પ્રાપ્ત કરો. એકવાર સત્તા પ્રાપ્ત કર્યા પછી તે સત્તા ચાલુ રાખવા સતત ભયનું વાતાવરણ પ્રજામાં પેદા કરી દો! ભયનું શાસન પેદા કરવા ' કાયદાનું શાસન' ( Rule of Law)ને અભરાઇએ ચઢાવી દઇને ' સત્તા પર ચઢી બેઠેલા માણસનું શાસન' ( Rule of Man) બનાવી દો. બધીજ સત્તાનું 'લોકો' 'પીપલ' ના કલ્યાણ માટે એક જ માણસ ભલે પછી તે રાજા, સરમુખત્યાર કે નેતાની તરફેણમાં કેન્દ્રીકરણ કરી દો. " He is the chosen man & he has divine sanction." તેના પર સર્વસત્તા ન્યોચ્છાવર કરી દો અને પછી ઓશીંકા પર માથું મુકીને સુઇ જાવ.!

આપણા બાળપણમાં એક કહેવત હતી " સોટી વાગે ચમ ચમ અને વીધ્યા આવે ગમ ગમ ". કુટુંબમાં વડીલનો ભય, જ્ઞાતીમાં પેલા પંચાયીતા અને પટેલીયાઓનો ભય, ધર્મોમાં પંડા, પુરોહીત, પાદરી અને મુલ્લા– મોલવીઓનો ભય, સમાજમાં સામંતશાહી હોવાથી જમીનદારો, શાહુકારો અને અને તેબધાનો હીતોને સાચવનાર રાજાશાહી રાજનો ભય. હવે આ જુની વ્યવસ્થાઓ નામશેષ થઇ ગઇ હોય તો પછી લોકોને કોનો ભય? શું આપણે બધા સ્વતંત્ર થઇ ગયા નથી?

હવે દરેક આધુનીક સમાજમાં નવો પણ વાસ્તવીક ભય પેદા ગયો છે. તે છે સ્વતંત્રતાનો ભય? (FEAR OF FREEDOM). રૂઢીચુસ્ત જુના સમાજમાં માણસને કુટુંબ, જ્ઞાતી, જમીનદારી અર્થવ્યવસ્થા, પેલા ઇશ્વરી પ્રતીનીધીઓ ને રાજા બધા એક પ્રકારની સલામતી બક્ષતા હતા. જુની કૃષીસંસ્કૃતીને બદલે અસ્તીત્વમાં આવેલી ઔધ્યોગીક સમાજ વ્યવસ્થાએ માનવીને શહેરમાં લાવીને એક બાજુ તે બધાની સત્તાની સાંકળોમાંથી મુક્ત ચોક્ક્સ બનાવ્યો છે. પણ પેલા શહેરી માણસને એકલો, અટુલો અને અસલામત બનાવી દીધો છે. આધુનીક માણસથી સ્વતંત્રતાએ બક્ષેલી નવી સમાજ વ્યવસ્થામાં પોતાનામાં જૈવીક ઉત્ક્રાંતીના સંઘર્ષમાંથી પ્રાપ્ત કરેલી કુનેહતા અને કુશળતા આધારીત વીકાસ પ્રાપ્ત કરીને સલામતીભર્યું જીવનમાં પણ તેને એકાકીપણું ,એકલતા અને ની;સહાયતા કોરી ખાય છે.

પેલા જુદાજુદા સમુહવાદી એકમોમાં, જેમાં તે છેલ્લા આશરે ૧૦૦૦૦ કરતાં વધુ વર્ષોથી જીવન પસાર કરતો આવ્યો હતો. તેમાંથી વ્યક્તીકેન્દ્રી શહેરી સમાજે તેને તમામ દ્રષ્ટીએ શક્તીહીન ( Powerless) બનાવી દીધો છે. આ નવો ઓધ્યોગીક સમાજ મારો હોય, તેના સર્જનમાં મારી રચનાત્મક ભાગીદારી હોય તેવો વાસ્તવીક અહેસાસ મને ક્યારેય થતો નથી. ભાઇ! એકજ વાક્યમાં કહું " I do not belong to this new society."

જેમ હું મારી માતાના ગર્ભમાં કોઇ કાળે પાછો જઇ શકું તેમ નથી તેવી જ રીતે હું પેલા જુના સમુહવાદી સલામતી બક્ષતા એકમોમાં પાછો જઇ શકવાનો નથી. પણ સાહેબ! જેમ માતાના ગર્ભ સાથે જોડાયેલી પેલી મારી ગર્ભનાડી ( An umbilical code) તો જન્મ પછી તરતજ તુટી ગઇ અને હું મારી માતા થી ભૌતીક રીતે મુક્ત બની ગયો છું. પણ માનસીક રીતે તો તેનો ખોળો મને સલામતી હજુ આપે છે. અમને બધાને પેલી જુની કૃષીસંસ્કૃતી અને તેની સંસ્થાઓની બેડીઓમાંથી મુક્ત કર્યા પણ પછી આ સાંકળો કે બેડીઓ વીનાનો સ્વતંત્રતા આપીને મુક્ત માનવસમુદ્રમાં છોડી દેતો સમાજ કોઠે પડી જતો નથી .મારીથી સ્વતંત્રતાનો ભય સહન થતો નથી.

એક તિખારો–

સન( Son) – ડેડી ! આ માણસ! કોઇ રીલીજીયસ પ્લેસમાં જઇને કેમ આવી રીતે સુઇ જાય છે. ( દંડવત સુઇ જાય છે.)

ડેડી– આ માણસ ગોડને પ્રે કરે છે.

સન– તે ગોડને શું પ્રે કરે છે?

ડેડી– તે ગોડને પ્રે કરે છે કે " મારે અને મારા દેશવાસીઓને સ્વતંત્રતા નથી જોઇતી. સ્વતંત્રતાનો ભય અમારાથી સહન થતો નથી. તેથી તે ગોડને પ્રે કરે છે કે ' મને અમારા દેશવાસીઓને તારી ગુલામીમાંથી મુક્ત થવું નથી."

સન– ડેડી, મારી એક અરજન્ટ રીક્વેસ્ટ છે. તે માણસને અહીં બોલાવી લો. એટલે એ સંપુર્ણ ફ્રીડમ એન્જોય કરશે. અને તેના પીપલનું મહામહેનતે મળેલું ફ્રીડમ પેલો ગોડ લઇ નહી લે.

 

 

--

Sunday, August 6, 2023

સેમ પીત્રોડાજીનો ગુજરાતસમાચાર ટી વી ઇન્ટરવ્યુ


 

સેમ પીત્રોડાજીનો ગુજરાત સમાચાર ટી વી ઇન્ટરવ્યુના બે ભાગની લીંક લેખની નીચે મુકી છે.ઇન્ટરવ્યુના કેટલાક અંશો–

     " હું ગાંધીવાદી વિચારસરણીમાં માનું છું.અત્યારના ભારતને હું બે હાથ જોડીને વિનંતિ કરૂ છું કે " પહેલાં માનવતામાં માંનો – ભારત બધાનો દેશ છે. આપણે બધાએ સાથે મળીને દેશને બનાવવાનો છે. ગાંધી વિચારો અને સંસ્થાઓ પર સંગઠિત રીતે હુમલો થઇ રહ્યો છે.તે અંગે ગુજરાતમાં કાંઇ બોલતું નથી,તેમાં સાથ આપે છે.

     સેમ પિત્રોડા– જન્મ ૧૯૪૨(ઓડીસા રાજ્ય)–બી.ઇ. ઇલેકટ્રીકલ બરોડા યુની.૧૯૬૪.પોસ્ટગ્રેજ્યુએશન શીકાગો ઇલોનીયસ યુની. માસ્ટર્સ.––૧૯૮૫માં રાજીવ ગાંધી પી એમ.નું  ટેલીકોમ્યુનીકેશન પ્રોબલેમના ઉકેલ માટે આમંત્રણ, સી–ડોટ આધારીત ટેલીફોન ક્ષેત્રની ક્રાંતિ,– ફાધર ઓફ ટેલીકોમ્યુનીકેશન રેવોલ્યુશન–નેશનલ નોલેજ કમિશનના ચેરમેન–ચાર વડાપ્રધાનો સાથે સદર કામમાં સહકાર આપ્યો.રાજીવ ગાંધી, નરસિંમારાવ, ડૉ મનમોહનસીંગ,બાજપાઇજી,અને ગુજરાતના માજી મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સાથે આ ક્ષેત્રમાં ગુજરાતમાં વિકાસ થાય માટે પ્રયત્નો કર્યા.

(1)    હું ગાંધીવાદી વિચારસરણીમાં માનું છું., વર્તમાન નેતાગીરીની માનસિકતા સંકુચિત છે. તેમનામાં ખુબજ ઘમંડ ભરેલો છે.અત્યારના ભારતને હું બે હાથ જોડીને વિનંતિ કરૂ છું કે " પહેલાં માનવતામાં માંનો – ભારત બધાનો દેશ છે... આપણે બધાએ સાથે મળીને દેશને બનાવવાનો છે.."

   (2)   અથાગ પ્રયત્નોથી શરૂ કરેલ ટેલીકોમ્યુનીકેશન રેવોલ્યુશન (સંચાર કે મોબાઇલ ક્રાંતિ)દુ;ખ સાથે કહેવું પડે છે કે આજે તે સાધન ભારત દેશને જોડવાને બદલે તોડવાનું કામ કરી રહી છે.સોસીઅલ મીડિયાના સાધનોનો, દેશમાં જુઠી માહિતિ ફેલાવવામાં ઉપયોગ થઇ રહ્યો છે.

(3) દેશનું સંપુર્ણ સંદેશા વ્યવહારનું કામ ફક્ત જાણે હિંદુ– મુસ્લીમ નફરત સિવાય બીજું કાંઇ નથી– દેશની પ્રગતિમાં આ માનસિકતા મોટામાં મોટો બાધક છે.ગુજરાતમાં લોકો આંખ મીચીને ને ધર્મને પાળે છે. ધર્મતો અંગત બાબત છે.' માનવતા હિંદુત્વ પહેલાં આવે!' મારા દેશવાસીઓ, તમે માનવતાને ભુલી ગયા છો.

(4) Lawlessness prevails all over the country; media is totally controlled. People are totally afraid—People should speak- have a courage.

(5) માણસ છે તે માણસ છે, કયા ધર્મનો માણસ છે તે પછી આવે છે...માનવતા પ્રથમ છે નફરત નહી મહોબત્ત.

(6) મારા ચિંતનમાં બે મુખ્ય મુદ્દા છે, ગ્રહ તરીકે પૃથ્વી અને બીજો તેના પર નિવાસી માનવી––વિજ્ઞાન એ પૃથ્વી અને તે લોકોના કલ્યાણ માટેના સાધનો છે..વૈજ્ઞાનિક શોધોનો ઉપયોગ માનવીના વિનાશ માટે ન થાય! વિજ્ઞાનનું નિયંત્રણ માનવવાદી વિચારસરણી આધારિત હોવું જોઇએ!

(7) ૭૫ વર્ષ પહેલાં બનેલી યુનો, ડબલ્યુ એચ ઓ, આઇ એમ એફ, વિ. આજના સમય માટે અપ્રસતુત બની ગઇ છે..કેવી રીતે?દેશઅને દુનીયાનું  નિયંત્રણ અને નિયમન નાણાંકીય સત્તા જેની પાસે છે તે કરે છે..નાગરિકોનું સશક્તિકરણ વિરૂધ્ધ સત્તાનું થોડાલોકોના હાથમાં કેન્દ્રીકરણ થઇ ગયું છે.

(8) ગરીબ દેશોની સાધન સંપત્તિ પર વિશ્વના કયા કયા દેશો કાબુ ધરાવે છે? ગરીબ દેશના લોકો માટે ખાસ કરીને યુવાનો માટે વિકાસની તકો જ ખલાસ કરી નાંખી છે. આફ્રીકન દેશોના કુદરતી સાધન સંપત્તી પર કોનું નિયંત્રણ છે?

 " ભારત માટેનો મારો પ્રેમ અને ગૌરવ ક્યારે ય લેશ માત્ર ઓછુ નહી થાય!"

(૧) https://youtu.be/JOVi4HpIsyo   ભાગ–૧.

(૨) https://youtu.be/oO9OeJmYLnM ભાગ–૨.

 

--

Wednesday, August 2, 2023

માનનીય મુખ્યમંત્રીજીગુજરાત, શ્રી ભુપેન્દ્ર પટેલ( ભાજપ),

 

માનનીય મુખ્યમંત્રીજી ગુજરાત, શ્રી ભુપેન્દ્ર પટેલ( ભાજપ),

 શું તમારા રાજ્યમાં કાયદેસરના બે પુખ્ત ઉંમરના યુવક–યુવતીએ પ્રેમલગ્ન( મા–બાપ સંમતિ સિવાય)કરવાં તે ગુનાહિત કૃત્ય છે તેવું સાબિત કરવા કોઇ કાયદો લાવવા માંગો છો? આવી રૂઢીચુસ્ત ૧૪મીસદીની નૈતિક માનસિકતાના ટેકદાર કોગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પેલા સાહેબના ટેકામાં દોઢડહાપણ કરીને પોતાની માનસિકતા જુદી નથી તેવું સાબિત કરવા ઉવાચ– ""Parents raise their children, so their consent should be made mandatory." An amendment to the Gujarat Registration of Marriages Act, 2009 is simple: (એક પાટીદાર સમાજ દ્રારા આયોજિત મીટીંગમાં ઉપરની વાત કહી હતી.) હિંદુ રૂઢીચુસ્તતા કરતાં મુસ્લીમ રૂઢીચુસ્તતા આ મુદ્દે કમ નથી તેવું સાબિત કરવા શ્રી ઇમરાનભાઇએ પોતાના ફળદ્રુપ ભેજમાંથી સાહેબ ને સલાહ આપી કે આપણે ગુજરાતની વિધાનસભામાં 'ગુજરાત રજીસ્ટેશન ઓફ મેરેજીસ એક્ટ ૨૦૦૯' માં આ સંદર્ભમાં એક સુધારા બીલ લાવી દઇએ!  કેવું બીલ? પુખ્ત ઉંમરના પ્રેમલગ્ન કરવા માંગતા યુગલે પોતાના મા–બાપની પરવાનગી મેળવવી કાયદેસર અને પુર્વશરત બનશે.

    હજુ આ સ્પેશીઅલ મેરેજ એક્ટમાં એક જોગવાઇતો એવી છે કે સદર કાયદા મુજબ લગ્ન કરવા ઇચ્છતા પ્રેમી યુગલે સૌ પ્રથમ એક ફોર્મ ભરવાનું હોય છે, જેને આધારે જે તે લગ્નની દરખાસ્ત, રજીસ્ટારની ઓફીસ બહાર નોટીસ બોર્ડ પર જાહેર નોટીસ તરીકે મુકવામાં આવે છે કે 'નીચે જણાવેલ પુખ્ત ઉંમરના યુવક–યુવતી લગ્ન કરવા ઇચ્છે છે.જેમાં (બંનેના નામો ઉપરાંત મા–બાપના નામ સરનામા વિ .ની  વિગતો દર્શાવવી ફરજીયાત છે.) નોટીસ પ્રસિધ્ધ કર્યા પછી એક માસનો સમય પસાર થયા બાદ જ સદર કાયદા હેઠળ લગ્ન કરી શકાય! '

     ગુજરાતના હિદું સંસ્કૃતિના રક્ષકોએ એક નૈતીક સૈનીકોની( Moral Police) ફોજ બનાવી છે જેની પવિત્ર ફરજ રાજ્યની તમામ લગ્ન રજીસ્ટારની ઓફીસ સાથે મિશનરી સંબંધ વિકસાવી ને આ બધા નોટીસોની માહિતિ એકત્ર કરીને આવા લગ્નોને કેમ શામ, દામ દંડ અને ભય ફેલાવી બંધ કેમ કરાવવા!

દેશના બંધારણમાં એવી સ્થાપિત જોગવાઇ છે કે સાલુ! પુખ્ત ઉંમરના નાગરીકનો નિર્ણય કાયદેસરનો ગણાય છે. તેથી પેલા દરેક સમાજમાં બની બઠેલા વડીલો, ( મા–બાપ સહિત),ખામ પંચાયતો, અને ધર્મસંસ્કૃતિ રક્ષકોને, બંધારણ મુજબ પોતાના પુખ્ત ઉંમરના વારસો કોની સાથે લગ્ન કરે, ન કરે, લગ્ન સિવાય લીવ–ઇન રીલેશનશીપમાં રહે તે બધા કાર્યક્ષેત્રોને(!) આ બધાની સામાજિક હકુમતમાંથી બાકાત કરી દેવામાં આવ્યાં છે. દેશના વડાપ્રધાનથી માંડીને જે તે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને તેમના બેંડવાજા વગાડતા સરકસના એકટરોને વિનંતી છે કે તમારી બંધારણીય ફરજ નાગરિકોને રોટી–કપડાં– મકાન અને કાયદાનું શાંતિ અને અમનનું રાજ્ય ચલાવવાનું છે. નહિ કે પેલા પ્રેમી યુગલોના ઘરની બારીઓમાં ઉંચા થઇને ડોકાચીયા કરવાં!.તંત્રી લેખનું છેલ્લું વાક્ય.હવે પ્રેમ કરવો ગેરકાયદેસર નથી જ. At least for now, love is not illegal.(સૌ. ઇ.એક્સપ્રેસ તંત્રીલેખ તા. ૨–૮–૨૩) ભાવનુવાદ ટુંકાવીને.

ભાગ–૨.

હિંદુ સંસ્કૃતિના કહેવાતા સંરક્ષણ માટે નૈતીક પોલીસ બનેલાને આપણે ભારતનો ભવ્ય ભુતકાળ યાદ અપાવીશું કે ' સીતાજીએ શ્રી રામને સ્વયંવરમાં રાવણ જેવા અન્યોને બાજુપર મુકીને પ્રેમથી પસંદ કર્યા હતા.તેવી જ રીતે દ્ધોપદીજીએ સ્વયંવરમાંજ કુંતી પુત્ર અર્જુનને તેમની કુશળતાને લઇને દુર્યોજન જેવા અનેકને બાજુપર મુકીને પ્રેમથી પસંદ કર્યા હતી. પછી ભલે બંને અનુક્રમે રાવણે સીતાહરણ કર્યુ અને દુર્યોધને દ્ધોપદીજીનું ભરસભામાં વસ્રાહરણ કરીને મહાભારત યુધ્ધને આમંત્રણ આપ્યું હતું. તે બધાના સર્વોપરી ગુરૂ શ્રીકૃષ્ણએ તો રાધીકાજી સાથે તેણીને ઘેર બરસાણામાં જાન કાઢીને હિંદુ–વિધિ પ્રમાણે સપ્તવિધિ કરીને લગ્ન કર્યાની નોંધ ઇતિહાસે લીધી નથી. પણ આ ગુરૂ લગ્ન કરવા રૂક્ષમણીદેવીને ત્યાં જાન કાઢીને હિંદુધર્મ પ્રમાણે સાત ફેરા ફરીને લગ્ન કરેલા હતા. ઇતિહાસકારોએ શું લગ્નોત્તર સંબંધોને જ માન્યતા આપીને રાધિકાજીના પ્રેમસંબંધો નૈતીક ગણીને એવો ભક્તીભાવ ભર્યો સંદેશ આપ્યો કે 'રાધા, રાધા' ને ભજો તો કૃષ્ણની કૃપા ચોક્કસ મલશે!

ઉગ્રહિંદુત્વવાદીઓને નૈતિક પોલીસ ન બનવા માટે કોણ શાણપણ શીખવાડશે જ્યારે મુખ્યમંત્રીથી માંડીને દેશના વડાપ્રધાનની ફોજ માનવ–સહજ કુદરતી સ્વતંત્ર લાગણીને ભસ્મીભુત કરવા મેદાને પડી હોય!.


--