Saturday, August 19, 2023

નફરત અને મહોબત– બંને વચ્ચે શું પસંદ કરશો? કેમ?


નફરત અને મહોબત– બંને વચ્ચે શું પસંદ કરશો? કેમ?

આ દેશની  હિંદુત્વ સર્જીત ભારત ભાગ્ય વિધાતાએ તેની પોતાની ભુમીમાં પેદા થયેલા પોતાના ફરજંદોને એક બીજા વચ્ચે અને પ્રત્યે કેવી રીતે નફરત, ધિક્કાર અને તિરસ્કાર ફેલાવી 'પેલી શ્રીકૃષ્ણે વારસામાં આપેલી યાદવાસ્થળી' પેદા કરીને આપસમાં જ સર્વનાશ કરવો તે મોટા પાયે શીખવાડી દિધું છે.ભારતનો ઇતિહાસ ગવાહી પુરે છે કે જે 'કદાચ દેશની વડાપ્રધાન એન્ડ કુંપની' ને પેલી 'ચદ્દી–બંડી' સાથે તાલિમ લેતાં નહીં શીખવાડવામાં આવ્યું હોય કે " શ્રી કૃષ્ણના યાદવ વંશાવલીનો સર્વનાશ કોઇ સીંકદર, ઘોરી, બાબર, ઓરંગઝેબ કે પેલી 'ઇસ્ટ ઇંડીયા કુંપનીના સંચાલકોએ પરદેશથી આવીને બિલકુલ કર્યો ન હતો." અમારા રાજ્યકર્તાઓ તો પેલા 'ભસ્માસુર' ના વારસો છે. જે પોતાના કૃત્યોથી જ પોતાને ભસ્મીભુત ૧૦૦ ટકા કરવાના છે.

સને ૨૦૦૨ના ગુજરાતના નરસંહાર(Genocide)થી યાદવા સ્થળીનો સીલસીલો શરૂ થયો છે. ૨૦૧૪થી દિલ્હીમાં થયેલ રાજ્યાભિષેક પછી નફરત અને ધિક્કારના 'આધારકાર્ડ' અમે કાશ્મીરથી કન્યાકુમારી અને શ્રી કૃષ્ણની દ્રારકાથી આસામ સુધી નવી ઓળખ 'અમે અને તમે બીજા' ને આધારે વહેંચી દિધા છે. નવી ઓળખને આધારે નફરત મુજબનો ન્યાય નક્કી કરવા અમારા ' સાહેબે' મનકી બાતમાં તાલિમ આપી છે કે वो सब को अपने कपडो से पहेचानो-  इस के लिए मतदार यादीमें ढुंढने कि जरुरत बिलकुल नही है | 

પેલો ઇગ્લેંડમાં જ્ન્મેલો ઉત્ક્રાંતિવાદનો સર્જક ચાર્લસ ડાર્વીન તો માણસ જ નહીં પણ વાનર હતો. તેનું વૈજ્ઞાનિક તારણ 'સજીવ ઉત્ક્રાંતિ'થી ક્રમશ લાખો વર્ષ પછી માનવ અનેક જૈવીક સંઘર્ષોમાંથી પસાર થઇને, વિકસીને પૃથ્વી પર એક સજીવ સાંકળના એક ભાગ તરીકે છે તે હળાહળ 'કોલોનીઅલ પોસ્ટ ટ્રુથ ' છે. પશ્ચીમી સંસ્થાનવાદે ' ઇસ્ટઇંડીયા કું' ના ગોરા વારસોએ ફેલાવેલું અસત્ય છે. માટે તો અમારી સરકારે નવી શિક્ષણ નીતિમાંથી કુમળા વિધ્યાર્થીઓના મન પર ડાર્વીનના ઉત્ક્રાંતિવાદનું ભૂત સવાર ન થઇ જાય માટે અભ્યાસ ક્રમમાંથી રદબાતલ કરી દીધું છે.

અમારા શ્રી કૃષ્ણે ગીતામાં આખરી સત્ય અર્જુનને બતાવી દીધું છે. શું? 'ચાર વર્ણવ્યવ્સ્થા'નું સર્જન મેં કર્યું છે. જે કોઇ ફક્ત હિંદુ ભારતવાસી આ દેશમાં જન્મે તે ક્યારે ય ચારવર્ણની બહાર જન્મી શકે જ નહી. કદાચ ગીતાના સર્જકને તે સમયે કાં તો માહિતિ નહી હોય કે પૃથ્વી પર ભારત સિવાય બીજા દેશો પણ છે. અથવા શ્રીકૃષ્ણના સમયે આર્યાવ્રત એ જ વિશ્વ હશે! વર્ણ આધારીત વ્યવસ્થામાં દરેક કર્મ(નિષ્કામ અને સ્થિયપ્રજ્ઞ સ્થિતિમાં કર્મ)અને તે પ્રમાણે ન્યાય, આર્થીક બચતની વહેંચણી વિ. નક્કી કરેલ છે. દેશના હિંદુ જે ચોથી વર્ણમાં જ્ન્મેલા છે તેમનાથી ઘોડા પર બેસીને ગામ વચ્ચે વરઘોડો કેવી રીતે કઢાય? તેમના યુવાનો એ પેલા...... જેવી મોટી મૂછો રાખીને 'બુલેટ રોયલ એનફીલ્ડ મોટર સાયકલ' પર જમીનદારોના ગામમાં આંટા તો ન મરાય! અમારા 'હિદું–સ્થાન' માં હિંદુ સિવાયની કોઇ તલવાર મ્યાનમાં રહી શકે નહી.

હિંદુ–સ્થાનમાં રહેનારા વફાદારો સમજો છો ખરા કે તમારે માથે કેટલી મોટી જવાબદારી પેલા મુઠ્ઠી હાડકાંવાળા ગાંધીના નેજા હેઠળ અસ્તિત્વમાં આવેલી નેતાગીરીએ ગોરી સલ્તનતને ભગાડીને આપણી ચારવર્ણ આધારીત સમાજ અને પછી રાજ્યવ્યવસ્થાને નામશેષ કરી નાંખવા કેવા કેવા કાવતરાં રૂપાળા નામો આપીને ઠોકી દીધી છે?

સને ૧૯૫૦માં ૨૬મી જાન્યુઆરીને દિવસે 'અમે ભારતના લોકો' ના નામે " લોકશાહી,પ્રજાસત્તાક, ધર્મનીરપેક્ષ, સમાજવાદી' વિ. છેતરામણા નામો આપીને બંધારણ ૩૫ કરોડ ભારતીયોના માથે ઠોપી દીધું. આ બંધારણના પાયાના લક્ષણો તમને ખબર છે? દેશનો દરેક નાગરિક જન્મથી સ્વતંત્ર છે.માટે સમાન છે. દેશમાં કાયદાનું શાસન રહેશે. શેરીઓમાં સત્તાધીશોના પ્રત્યક્ષ કે પરોક્ષ મીલીભગતથી કોઇ પક્ષના કે ધર્મના ઠેકેદારોનું ટોળું બનીને 'પેલા બીજા રહીશો માટે' ન્યાય નક્કી કરી શકાશે નહી. દેશની ૫૦ ટકા વસ્તી સ્રીઓની છે. તે દેશ માટે બાળકો પછી તેમાંથી ધર્મરક્ષકો, ભુમિરક્ષકો ને સંસ્કૃતિ રક્ષકો પેદા કરવા માટેના કારખાના નથી!

વિશ્વના તમામ ધર્મોના પૃથ્વી પરના 'ઇશ્વરી એજંટો' નો એક માત્ર ધંધો બની ગયો છે. શું?પોતાના ધંધાની દુકાન ચાલુ રાખવા બીજાઓની આવી દુકાનો અને તેના ટેકેદારોનો નાશ કરવો.૨૦મી સદીમાં હિટલર, મુસોલિની,અને ભારતના પૌરાણીક ઇતીહાસમાં રાવણ અને દુર્યોધન જે 'બીજાઓનો' નાશ કરવા મેદાને પડયા હતા તેમનો તો બુરી રીતે સર્વનાશ થયો હતો. સાથે સાથે તે બધાના રાતદિવસ મંજીરા વગાડનારાનો પણ તે સામુહિક સર્વનાશથી બચ્યા ન હતા.

सब को सन्मति------- દિલ્હીના કુવામાં હળાહળ નફરત અને ધિકકારનું વિષ ભરેલું હશે તો.... સમગ્ર દેશના હવાડાઓમાં કેવું પાણી આવશે?

 

--