માનનીય મુખ્યમંત્રીજી ગુજરાત, શ્રી ભુપેન્દ્ર પટેલ( ભાજપ),
શું તમારા રાજ્યમાં કાયદેસરના બે પુખ્ત ઉંમરના યુવક–યુવતીએ પ્રેમલગ્ન( મા–બાપ સંમતિ સિવાય)કરવાં તે ગુનાહિત કૃત્ય છે તેવું સાબિત કરવા કોઇ કાયદો લાવવા માંગો છો? આવી રૂઢીચુસ્ત ૧૪મીસદીની નૈતિક માનસિકતાના ટેકદાર કોગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પેલા સાહેબના ટેકામાં દોઢડહાપણ કરીને પોતાની માનસિકતા જુદી નથી તેવું સાબિત કરવા ઉવાચ– ""Parents raise their children, so their consent should be made mandatory." An amendment to the Gujarat Registration of Marriages Act, 2009 is simple: (એક પાટીદાર સમાજ દ્રારા આયોજિત મીટીંગમાં ઉપરની વાત કહી હતી.) હિંદુ રૂઢીચુસ્તતા કરતાં મુસ્લીમ રૂઢીચુસ્તતા આ મુદ્દે કમ નથી તેવું સાબિત કરવા શ્રી ઇમરાનભાઇએ પોતાના ફળદ્રુપ ભેજમાંથી સાહેબ ને સલાહ આપી કે આપણે ગુજરાતની વિધાનસભામાં 'ગુજરાત રજીસ્ટેશન ઓફ મેરેજીસ એક્ટ ૨૦૦૯' માં આ સંદર્ભમાં એક સુધારા બીલ લાવી દઇએ! કેવું બીલ? પુખ્ત ઉંમરના પ્રેમલગ્ન કરવા માંગતા યુગલે પોતાના મા–બાપની પરવાનગી મેળવવી કાયદેસર અને પુર્વશરત બનશે.
હજુ આ સ્પેશીઅલ મેરેજ એક્ટમાં એક જોગવાઇતો એવી છે કે સદર કાયદા મુજબ લગ્ન કરવા ઇચ્છતા પ્રેમી યુગલે સૌ પ્રથમ એક ફોર્મ ભરવાનું હોય છે, જેને આધારે જે તે લગ્નની દરખાસ્ત, રજીસ્ટારની ઓફીસ બહાર નોટીસ બોર્ડ પર જાહેર નોટીસ તરીકે મુકવામાં આવે છે કે 'નીચે જણાવેલ પુખ્ત ઉંમરના યુવક–યુવતી લગ્ન કરવા ઇચ્છે છે.જેમાં (બંનેના નામો ઉપરાંત મા–બાપના નામ સરનામા વિ .ની વિગતો દર્શાવવી ફરજીયાત છે.) નોટીસ પ્રસિધ્ધ કર્યા પછી એક માસનો સમય પસાર થયા બાદ જ સદર કાયદા હેઠળ લગ્ન કરી શકાય! '
ગુજરાતના હિદું સંસ્કૃતિના રક્ષકોએ એક નૈતીક સૈનીકોની( Moral Police) ફોજ બનાવી છે જેની પવિત્ર ફરજ રાજ્યની તમામ લગ્ન રજીસ્ટારની ઓફીસ સાથે મિશનરી સંબંધ વિકસાવી ને આ બધા નોટીસોની માહિતિ એકત્ર કરીને આવા લગ્નોને કેમ શામ, દામ દંડ અને ભય ફેલાવી બંધ કેમ કરાવવા!
દેશના બંધારણમાં એવી સ્થાપિત જોગવાઇ છે કે સાલુ! પુખ્ત ઉંમરના નાગરીકનો નિર્ણય કાયદેસરનો ગણાય છે. તેથી પેલા દરેક સમાજમાં બની બઠેલા વડીલો, ( મા–બાપ સહિત),ખામ પંચાયતો, અને ધર્મસંસ્કૃતિ રક્ષકોને, બંધારણ મુજબ પોતાના પુખ્ત ઉંમરના વારસો કોની સાથે લગ્ન કરે, ન કરે, લગ્ન સિવાય લીવ–ઇન રીલેશનશીપમાં રહે તે બધા કાર્યક્ષેત્રોને(!) આ બધાની સામાજિક હકુમતમાંથી બાકાત કરી દેવામાં આવ્યાં છે. દેશના વડાપ્રધાનથી માંડીને જે તે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને તેમના બેંડવાજા વગાડતા સરકસના એકટરોને વિનંતી છે કે તમારી બંધારણીય ફરજ નાગરિકોને રોટી–કપડાં– મકાન અને કાયદાનું શાંતિ અને અમનનું રાજ્ય ચલાવવાનું છે. નહિ કે પેલા પ્રેમી યુગલોના ઘરની બારીઓમાં ઉંચા થઇને ડોકાચીયા કરવાં!.તંત્રી લેખનું છેલ્લું વાક્ય.હવે પ્રેમ કરવો ગેરકાયદેસર નથી જ. At least for now, love is not illegal.(સૌ. ઇ.એક્સપ્રેસ તંત્રીલેખ તા. ૨–૮–૨૩) ભાવનુવાદ ટુંકાવીને.
ભાગ–૨.
હિંદુ સંસ્કૃતિના કહેવાતા સંરક્ષણ માટે નૈતીક પોલીસ બનેલાને આપણે ભારતનો ભવ્ય ભુતકાળ યાદ અપાવીશું કે ' સીતાજીએ શ્રી રામને સ્વયંવરમાં રાવણ જેવા અન્યોને બાજુપર મુકીને પ્રેમથી પસંદ કર્યા હતા.તેવી જ રીતે દ્ધોપદીજીએ સ્વયંવરમાંજ કુંતી પુત્ર અર્જુનને તેમની કુશળતાને લઇને દુર્યોજન જેવા અનેકને બાજુપર મુકીને પ્રેમથી પસંદ કર્યા હતી. પછી ભલે બંને અનુક્રમે રાવણે સીતાહરણ કર્યુ અને દુર્યોધને દ્ધોપદીજીનું ભરસભામાં વસ્રાહરણ કરીને મહાભારત યુધ્ધને આમંત્રણ આપ્યું હતું. તે બધાના સર્વોપરી ગુરૂ શ્રીકૃષ્ણએ તો રાધીકાજી સાથે તેણીને ઘેર બરસાણામાં જાન કાઢીને હિંદુ–વિધિ પ્રમાણે સપ્તવિધિ કરીને લગ્ન કર્યાની નોંધ ઇતિહાસે લીધી નથી. પણ આ ગુરૂ લગ્ન કરવા રૂક્ષમણીદેવીને ત્યાં જાન કાઢીને હિંદુધર્મ પ્રમાણે સાત ફેરા ફરીને લગ્ન કરેલા હતા. ઇતિહાસકારોએ શું લગ્નોત્તર સંબંધોને જ માન્યતા આપીને રાધિકાજીના પ્રેમસંબંધો નૈતીક ગણીને એવો ભક્તીભાવ ભર્યો સંદેશ આપ્યો કે 'રાધા, રાધા' ને ભજો તો કૃષ્ણની કૃપા ચોક્કસ મલશે!
ઉગ્રહિંદુત્વવાદીઓને નૈતિક પોલીસ ન બનવા માટે કોણ શાણપણ શીખવાડશે જ્યારે મુખ્યમંત્રીથી માંડીને દેશના વડાપ્રધાનની ફોજ માનવ–સહજ કુદરતી સ્વતંત્ર લાગણીને ભસ્મીભુત કરવા મેદાને પડી હોય!.