Saturday, August 26, 2023

ભારતના વર્તમાન શાસનકર્તાઓને કોટોકોટી અભિનંદન– કેમ?


ભારતના વર્તમાન શાસનકર્તાઓને કોટો કોટી અભિનંદન– કેમ?

બ્રીટીશરોએ સને ૧૯૪૭માં વારસામાં ફક્ત એકજ પાકિસ્તાન આપ્યું હતું. અમારા વર્તમાન શાસનકર્તાઓએ ફક્ત દસ વર્ષથી ઓછા સમયમાં ભારત દેશના દરેક રાજ્ય, દરેક શહેર, ગામની દરેક શેરી,પોળ, લત્તાઓ નહી એક બીજા પડોશીના ઘરની દિવાલોને ભારત– પાકિસ્તાનની સરહદો બનાવીને આડી અને ઉભી વહેંરી અને વહેંચી નાંખી છે. હવે! મુશ્કેલી એ થઇ છે કે સદર માનવ સર્જીત દિવાલોના સંરક્ષણ માટે પેલું મશીનગન A-47થી સજ્જ લશ્કર ખુબજ નાનું પડે છે. સામાજીક નફરતના ઝેરે પેદા કરેલ લશ્કરની ગોળીઓ ઘણા સમયે " कहींपे इशारा कहींपे निशाना " ને બદલે અતિઉત્સાહને કારણે અંધાધુધ ફાયરીંગ કરીને 'બદલો લીધો' તેનું પુન્ય પ્રાપ્ત કરવાના ગૌરવની હરીફાઇ કરીને 'પધ્મશ્રી'ની એવોર્ડની રાહ જોઇ શકતું નથી.

બનાવ નંબર(૧) – વિશ્વ ગુરૂ ભારત– રોલ મોડેલ ગુજરાત–સ્થળ– જીલ્લો મહેસાણા– તાલુકો ખેરાલુ– ગામ લુણવા– વીધ્યાર્થીનીનું નામ– અરનાઝબાનુ– ગુનો–ધો. ૧૦માં પોતાની સ્કુલમાં સૌથી વધારે માર્કસ સાથે પાસ થઇ. સજા– ૧૫મી ઓગસ્ટે આ ગુના માટે લાયકાત ધરાવતા બહુમાનથી બાકાત–

બનાવ નંબર(૨)– વિશ્વ ગુરૂ ભારત– બુલડોઝર મોડેલ રાજ્ય ઉત્તર પ્રદેશ– સ્થળ– મુઝફરનગર–અંગ્રેજી મીડીયમ સ્કુલ– આઠવર્ષના વિધ્યાર્થીઓનો વર્ગ– વર્ગ શિક્ષીકાનું નામ તૃપ્તા ત્યાગી જેણે સજા ફરમાવી જેનો ફોટો લીંકમાં મુક્યો છે.– મુસ્લીમ વિધ્યાર્થીને હોમવર્ક નહી લાવવાની સજા– વર્ગના દરેક વિધ્યાર્થીએ ઉભા થઇ તેની પાસે આવી તે મુસ્લીમ વિધ્યાર્થીને મોઢાપર લાફો મારવાની સજા– વિડીયો વાયરલ– સજા પામેલ વિધ્યાર્થીના પિતાનો નિર્ણય– પોતાના બાળકને સ્કુલમાંથી ઉઠાવી લીધો–રાજ્યના વર્તમાન શાસનના પોલીસ અને ન્યાયતંત્ર પર ભરોસો નહી હોવાથી કોઇ કાયદાકીય કાર્યવાહી કરી નહી.– ગઇકાલે યુટયુબપર જોયેલો એક પછી એક છોકરાઓ ધડાધડ પેલા વિધ્યાર્થીને લાફો મારતા હતા અને વર્ગશિક્ષીકા તૃપ્તિ ત્યાગી સતત લાફો મારવા આવનાર વિધ્યાર્થીઓને " और जोर से थप्पड मारो" એવું આપણને સ્પષ્ટ સંભળાય તે વિડિયો આજે યુટયુબ પરથી ડીલીટ થઇ ગયો છે.

 

અમારા વિશ્વગુરૂ દેશનો "અંતરઆત્મા' તો સને ૧૯૪૮ની સાલની ૩૦મી જાન્યુઆરીએ સાંજના પાંચ વાગે, ગાંધી બાપુના "અંતરઆત્મા" ની સાથે કાયમ માટે ગોડસેની ગોળીઓથી વિંધાઇ ગયેલ છે તેની કોને ખબર નથી?

 

--