સેમ પીત્રોડાજીનો ગુજરાત સમાચાર ટી વી ઇન્ટરવ્યુના બે ભાગની લીંક લેખની નીચે મુકી છે.ઇન્ટરવ્યુના કેટલાક અંશો–
" હું ગાંધીવાદી વિચારસરણીમાં માનું છું.અત્યારના ભારતને હું બે હાથ જોડીને વિનંતિ કરૂ છું કે " પહેલાં માનવતામાં માંનો – ભારત બધાનો દેશ છે. આપણે બધાએ સાથે મળીને દેશને બનાવવાનો છે. ગાંધી વિચારો અને સંસ્થાઓ પર સંગઠિત રીતે હુમલો થઇ રહ્યો છે.તે અંગે ગુજરાતમાં કાંઇ બોલતું નથી,તેમાં સાથ આપે છે.
સેમ પિત્રોડા– જન્મ ૧૯૪૨(ઓડીસા રાજ્ય)–બી.ઇ. ઇલેકટ્રીકલ બરોડા યુની.૧૯૬૪.પોસ્ટગ્રેજ્યુએશન શીકાગો ઇલોનીયસ યુની. માસ્ટર્સ.––૧૯૮૫માં રાજીવ ગાંધી પી એમ.નું ટેલીકોમ્યુનીકેશન પ્રોબલેમના ઉકેલ માટે આમંત્રણ, સી–ડોટ આધારીત ટેલીફોન ક્ષેત્રની ક્રાંતિ,– ફાધર ઓફ ટેલીકોમ્યુનીકેશન રેવોલ્યુશન–નેશનલ નોલેજ કમિશનના ચેરમેન–ચાર વડાપ્રધાનો સાથે સદર કામમાં સહકાર આપ્યો.રાજીવ ગાંધી, નરસિંમારાવ, ડૉ મનમોહનસીંગ,બાજપાઇજી,અને ગુજરાતના માજી મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સાથે આ ક્ષેત્રમાં ગુજરાતમાં વિકાસ થાય માટે પ્રયત્નો કર્યા.
(1) હું ગાંધીવાદી વિચારસરણીમાં માનું છું., વર્તમાન નેતાગીરીની માનસિકતા સંકુચિત છે. તેમનામાં ખુબજ ઘમંડ ભરેલો છે.અત્યારના ભારતને હું બે હાથ જોડીને વિનંતિ કરૂ છું કે " પહેલાં માનવતામાં માંનો – ભારત બધાનો દેશ છે... આપણે બધાએ સાથે મળીને દેશને બનાવવાનો છે.."
(2) અથાગ પ્રયત્નોથી શરૂ કરેલ ટેલીકોમ્યુનીકેશન રેવોલ્યુશન (સંચાર કે મોબાઇલ ક્રાંતિ)દુ;ખ સાથે કહેવું પડે છે કે આજે તે સાધન ભારત દેશને જોડવાને બદલે તોડવાનું કામ કરી રહી છે.સોસીઅલ મીડિયાના સાધનોનો, દેશમાં જુઠી માહિતિ ફેલાવવામાં ઉપયોગ થઇ રહ્યો છે.
(3) દેશનું સંપુર્ણ સંદેશા વ્યવહારનું કામ ફક્ત જાણે હિંદુ– મુસ્લીમ નફરત સિવાય બીજું કાંઇ નથી– દેશની પ્રગતિમાં આ માનસિકતા મોટામાં મોટો બાધક છે.ગુજરાતમાં લોકો આંખ મીચીને ને ધર્મને પાળે છે. ધર્મતો અંગત બાબત છે.' માનવતા હિંદુત્વ પહેલાં આવે!' મારા દેશવાસીઓ, તમે માનવતાને ભુલી ગયા છો.
(4) Lawlessness prevails all over the country; media is totally controlled. People are totally afraid—People should speak- have a courage.
(5) માણસ છે તે માણસ છે, કયા ધર્મનો માણસ છે તે પછી આવે છે...માનવતા પ્રથમ છે નફરત નહી મહોબત્ત.
(6) મારા ચિંતનમાં બે મુખ્ય મુદ્દા છે, ગ્રહ તરીકે પૃથ્વી અને બીજો તેના પર નિવાસી માનવી––વિજ્ઞાન એ પૃથ્વી અને તે લોકોના કલ્યાણ માટેના સાધનો છે..વૈજ્ઞાનિક શોધોનો ઉપયોગ માનવીના વિનાશ માટે ન થાય! વિજ્ઞાનનું નિયંત્રણ માનવવાદી વિચારસરણી આધારિત હોવું જોઇએ!
(7) ૭૫ વર્ષ પહેલાં બનેલી યુનો, ડબલ્યુ એચ ઓ, આઇ એમ એફ, વિ. આજના સમય માટે અપ્રસતુત બની ગઇ છે..કેવી રીતે?દેશઅને દુનીયાનું નિયંત્રણ અને નિયમન નાણાંકીય સત્તા જેની પાસે છે તે કરે છે..નાગરિકોનું સશક્તિકરણ વિરૂધ્ધ સત્તાનું થોડાલોકોના હાથમાં કેન્દ્રીકરણ થઇ ગયું છે.
(8) ગરીબ દેશોની સાધન સંપત્તિ પર વિશ્વના કયા કયા દેશો કાબુ ધરાવે છે? ગરીબ દેશના લોકો માટે ખાસ કરીને યુવાનો માટે વિકાસની તકો જ ખલાસ કરી નાંખી છે. આફ્રીકન દેશોના કુદરતી સાધન સંપત્તી પર કોનું નિયંત્રણ છે?
" ભારત માટેનો મારો પ્રેમ અને ગૌરવ ક્યારે ય લેશ માત્ર ઓછુ નહી થાય!"
(૧) https://youtu.be/JOVi4HpIsyo ભાગ–૧.
(૨) https://youtu.be/oO9OeJmYLnM ભાગ–૨.