ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકાને ક્યાં લઇને મુકી દેશે?
ટ્રમ્પને રાષ્ટ્ટ્ર પ્રમુખ તરીકે સોંગદ લીધે બરાબર એક મહીનો(૨૦–૦૧–૨૫) થયો છે. એક મહીનામાં ટ્રમ્પના પ્રમુખ તરીકેને નિર્ણયોએ દેશના નાગરીક જીવનને જે આંચકાઓ આપ્યા છે તે ધરતીકંપ માપવાના સાધન રિચેરસ્કેલમાં પણ મપાય તેમ નથી.
(૧) જાણે રાજધાની વોશિંગ્ટન ડી સીનું વહીવટી તંત્ર પુરપુરુ લકવાગ્રસ્ત થઇ ગયું છે. કોઇપણ જવાબદાર અધિકારીને પુછશો તો એક જ જવાબ છે." No Clue, No work is done".
(૨) અમારા દેશના વડાપ્રધાન મોદી સાથે કયા પ્રકારના વિમાનના સોદાની શું શરતો છે? ' મોદી આવ્યા અને ગયા! શું કરીને ગયા તેની કોઇ ' ફિડ બેક' ખરેખર તંત્ર પાસે નથી.
(૩) ફેડરલ કર્મચારીઓની નોકરીની સલામતી અંગે એક જ જવાબ તે પણ અધિકૃત છે.' આવતી કાલે સવારે અમે અહીંયા ઓફીસમાં આવીશું કે નહી તેની ખબર નથી.
(૪) ટ્રમ્પનું સત્તાનું રાજકારણ 'પોપ્યુલીસ્ટ' રાજકારણ છે. સસ્તી પ્રસિધ્ધીનું જ છે.! પહેલાં ગેરકાયદેસર વસાહતીઓને પકડવાનો પ્રતિરોજનો આંક ૧૫૦૦ થી ૨૦૦૦ નો હતો. તે ઘટીને ૩૦૦ પર આવી ગયો છે. ભારતના ગેરકાયદેસર આવેલા અટકાયતીઓને લશ્કરી વિમાનમાં નવી ચકચકીત હાથ–પગની બેડીયોમાં મોકલવામાં આવે છે. રશીયા અને ચીનના આવાજ અટકાયતીઓને પેસેંજર વિમાનમાં હાથ કે પગમાં બેડીઓ સિવાય રવાના કરવામાં આવે છે.
(૫) ટ્રમ્પ સરકારની રેવન્યુ આવકમાં એકાએક જબ્બ્રરજસ્ત ઘટાડો ( Massive Fall in Federal Revenue) થયો છે.
(૬) ફુગાવો છેલ્લા એક માસમાં ખુબજ ઝડપથી વધી ગયો છે. દુધ ને ઇંડા જેવી પાયાની ખોરાકની જરુરીયાતોના ભાવ બે ગણા થઇ ગયા છે.
(૭) ગાઝા–ઇઝરાયેલ યુધ્ધમાં કુલ મરણનો આંકડો ૪૬૦૦૦ અને ૨૦ લાખ લોકો ગાઝા છોડીને નજીકના દેશોમાં આશ્રય લઇ રહ્યા છે તેના ગંભીર ઉકેલને બદલે પેલેસ્ટાઇનમાંથી ' હમાસ' કાયમી ધોરણે નિકંદન કાઢી ખદેડી દેવાનું પોતાના દેશના ઇસાઇ ધર્મીઓને 'ગલગલિઆં' થાય અને નાગરીકોની પાયાની જરુરીયાતના પ્રશ્નોથી ધ્યાન બીજે દોરાય તેવી જાહેરાતો કરવા માંડી છે.
(૮) લોક પ્રતિનીધીત્વવાળી સરકારોમાં ભારત અને યુકેમાં સંસદ, અમેરીકામાં કોંગ્રેસ કાયદા પસાર કરે છે. અને રાજ્યના વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ તેનો અમલ કરે છે. કાયદા વિરુધ્ધના વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખના પગલાંને ન્યાયતંત્ર પાસે પડકારવામાં આવે છે.વડાપ્રધાન, રાષ્ટ્રપ્રમુખ કે તેમનું પ્રધાનમંડળ તે પ્રમાણે નિર્ણય કરી રાજ્ય ચલાવવા બંધાયેલું છે.ટ્રમ્પ સામે બે વાર જ્યારે તે રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે ' કોંગ્રેસે પસાર કરેલા કાયદા વિરુધ્ધ' આપખુદ નિર્ણય લેવા' બે વાર 'તહોમતનામુ' ( Impeachment) દાખલ કરવામાં આવેલું હતું. ટ્રમ્પ કાયદાથી ઉપર નથી તેવું સાબિત કરવામાં કેમ દેશનું ન્યાયતંત્ર સતત નિષ્ફળ જાય છે. હવે ફરી આ મુદ્દે શુ થાય છે તે જુઓ!
(૯) એલન મસ્ક સંચાલિત સોસીઅલ મીડીયા ' ટીક ટોક' ૯૦ ટકા સતત જુઠઠાણા ફેલાવાનુ કામ કરે છે. 'ટિકટોક' એપ દ્ભારા એવા સનસનાટી ભર્યા સમાચાર વહેતા મુકવામાં આવ્યાછે કે દેશમાં ' ૪૦,૦૦૦ બાળકો ગુમ થયેલ છે.
(૧૦) મેડીકેર ને મેડીકેડના બજેટમાં કરોડો ડોલરની મદદ ઘટાડી દેવામાં આવી છે. સંરક્ષણ બજેટમાં પ્રતિવર્ષે ૮ ટકાનો કાપ જાહેર કર્યો છે. વીશ્વભરમાં કુખ્યાત 'સીઆઇએ' ના બજેટમાં અડધા કરતાં ઘટાડો જાહેર કરેલ છે. નાણાંકીય મદદના અભાવે ' દેશના નેશનલ પાર્ક' માં ગટર– વોશરુમ સવલતો ચોકઅપ થઇ ગઇ છે.
(૧૧) અમેરીકાનો આ રાષ્ટ્રપ્રમુખ ' રેશનલ મેન' બિલકુલ નથી તેવું સામાન્ય તેના ચુટણીના એક સમયના ટેકેદાર મતદારો સમજી ગયા છે. સદર પ્રમુખ ગમે ત્યારે ચૌક્કસ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને, કોંગ્રેસ પાસેથી બંધારણીય– કાયદા મુજબની સત્તા મુલત્વી રાખી, એકહથ્થુ સત્તાધીન થઇ જશે. ટ્રમ્પને ચારવર્ષ પછી નિવૃત્તી બિલકુલ સ્વીકાર્ય નથી.
(૧૨) ઉપર મુજબની ટ્રમ્પની ગ્રાન્ડ ડીઝાઇનમાં આપણા મોદી સાહેબના સુત્ર 'અબકી બાર ટ્રમ્પ સરકાર'ની જરુર બિલકુલ નથી. કારણકે ટ્રમ્પની સત્તાના કેન્દ્રીકરણમાં 'ઇન્ડીયા કિસ ગિનતી' મેં થઇ ગયું છે!
(૧૩) ઉપરની ચર્ચાનું તારણ છે કે અમેરીકામાં બીજીવારનું ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઇ આવવું સાબિત કરે છે કે મુડીવાદી અર્થવ્યવસ્થા ૨૫૦ વર્ષ જુની લોકશાહી મુલ્યોને ઉજાગર કરનારી રાજ્યસત્તાને હાઇજેક કરી શકે છે....