Wednesday, February 5, 2025

મારા ફેસબુકના સાથી મિત્રોમાટે બ્રેઇન  સ્ટ્રોમીઇંગ સેશન-

મારા ફેસબુકના સાથી મિત્રો માટે બ્રેઇન  સ્ટ્રોમીઇંગ સેશન-

(1)  હિન્દુ ધર્મ સિવાય બીજા કયા કયા ધર્મોમાં આત્માના ખ્યાલને તેના આધારીત પુર્વજન્મ, વર્તમાન જન્મ અને પુનર્જન્મની માન્યતા છે? શું વિશ્વના તમામ ધર્મો પ્રત્યક્ષ કે પરોક્ષ રુપે ઇશ્વરી સર્જન નથી?

(2)  હિન્દુ ધર્મ સિવાય બીજા કયા કયા ધર્મોમાં પોતાના જ ધર્મના અનુયાઇને, સહધર્મીને પ્રાણીથી બદ્તર સદીઓથી જીવાડવામાં ઇશ્વરી ન્યાય છે તેવું સ્વીકારીને તે બધાની સાથે પણ શોષણખોર માનવીય વ્યવહાર હિન્દુ ઉજળીયાતો તરફથી તેવા સહધર્મીઓ સાથે કરવામાં આવે છે.

(3)  ભગવદ્ ગીતાના અધ્યાય બીજો શ્લોક ૨૩માં "  આત્મા" ની વિભાવનાના લક્ષણો બતાવવામાં આવ્યા છે. " નૈનં છિન્દન્તિ, શસ્રાણી નૈનં દહંતિ પાવક;

ન ચેનં કલેદયન્ત્યાપો ન શોષાયતિ મારુત. "

(4)  આત્મા જન્મ લેતો નથી, મૃત્યુ પામતો નથી, શસ્રો તેને છેદી શકતા નથી, અગ્નિ તેને બાળી શકતો નથી,પાણીમાં તેને ડુબાડી શકાતો નથી,ને વાયુ તેને ઉડાડી શકતો નથી. ફક્ત હિન્દુ ધર્મ(?)વાળાના શરીરમાં તે કયારે દાખલ થાય છે ને મૃત્યુ સમયે જુના દેહ કે ખોળાયામાંથી નીકળી ને નક્કી કરેલા પુર્વજન્મના કર્મો પ્રમાણે નવા શરીરમાં પ્રવેશી જાય છે. આવા આત્માના સ્થળાંતરનો ધંધો કોણ ને કેવી રીતે કરાવે છે તેની કોને ખબર છે?

(5) અંગ્રેજીમાં તેને માટે સરસ શબ્દ ક્રાંતિકારી વિચારક એમ. એન. રોયે પોતાની દલીલમાં વાપર્યો છે. "Trans-migration of soul". શું તે અશરીરી છે? ભૌતિક લક્ષણો ધરાવતો નથી.

(5)  શું હિન્દુ સ્રીના શરીરમાં તે સ્રી–બીજમાં આત્મા સ્વરુપે હોઇ શકે ખરો?

(6)  શું હિન્દુ પુરુષના શરીરમાં પુરુષ–વીર્ય આત્મા સ્વરુપે હોઇ શકે ખરો?

(7)  દરેક સજીવ નામે ભૌતીક કે અભૌતીક? ફક્ત સ્રી–બીજ કે પુરુષ– બીજ થી સ્વતંત્ર રીતે એકબીજાના સંયોજન સિવાય કે ફલીનીકરણ સિવાય ગર્ભધારણ શક્ય છે? માનવગર્ભના ફલીનીકરણ પછી ૩૦ થી ૪૫ દિવસમાં હ્રદયના ધબકારા (પ્લસ) સંભળાય છે. તેને શું કહીશું? આત્માનો પ્રવેશ થઇ ગયો?

(8)  માનવ સહિત કોઇપણ સજીવમાં આત્માનો ક્યારે પ્રવેશ થાય છે? ફલીનીકરન સમયે? જન્મ સમયે? ગર્ભનાળ કાપ્યા પહેલાં પછી?

(9)  માનવ મગજમાં રહેલી  સ્મરણ શક્તિ, સ્મૃતિ કે યાદદાસ્તાન( memory) ભૌતિક કે દૈવી,અશરીરિ, દિવ્ય, ઇશ્વરપ્રેરીત વિ. માનવ ભૌતિક શરીર જો નાશવંત હોય તો શરીરના નાશ સાથે સ્મરણ શક્તિ જે ભૌતીક શરીર નો જ એક ભાગ હોય તો તે પણ નાશવંત કે નહી?

સાથીઓ, આપના પ્રત્યુતર પછી મારો લેખ વિગતે રજુ કરીશ.


--